________________
સમ્રાટ સંપ્રતિ. મગધ સામ્રાજ્યનો એ માલિક બન્યાં હતો. પણ એક દિવસ એવા જ પરમજ્ઞાની મહાપુરુષ આચાર્ય સુહસ્તિનાં દર્શન થઈ ગયાં ! એ જ પૂર્વજન્મના ગુરુ હતા. ગુરુદર્શન થતાં જ પૂર્વજન્મની સ્મૃતિ થઇ આવી અને મહેલમાંથી નીચે રાજમાર્ગ પર ઉતરી આવીને સમ્રાટે પોતાનું સમસ્ત રાજ્ય ગુરુનાં ચરણોમાં સમર્પિત કરી દીધું !
ધર્મતત્ત્વ
-શાતા
શિષ્ય ઐસા ચાહિયે જો ગુરુ કો સબ કુછ દેય, ગુરુ એસા ચાહિએ જો શિષ્યસે કુછ ન લેય !
સમ્રાટ મહાન જ્ઞાની ગુરુને રાજ્ય સોંપી એમના ચરણે બેસી ગયા હતા ! પરિણામ તમે જાણો છો ? એ આચાર્યદેવે સંપ્રતિને જ રાજસિંહાસન પર આરૂઢ કરીને એની પાસે કેવાં કલ્યાણકારી મંગલકારી ને હિતકારી કાર્યો કરાવ્યાં ? સવા લાખ જિનમંદિરો બંધાવરાવ્યાં હતાં. સવા ક્રોડ જિનમૂર્તિ બનાવરાવી હતી. અનેક વિહારગૃહો ને ધર્મશાળાઓનાં નિર્માણ કરાવ્યાં હતાં. એક પણ સાધર્મિકને દુઃખી રહેવા દીધો ન હતો.
પરંતુ આ બધાનું મૂળ કારણ જાણો છો ?
ગુરુદેવ પ્રત્યે આંધળી શ્રદ્ધા ! બ્લાઇન્ડ ફેઇથ ! એક વખત વિશ્વાસ મૂકતાં વિચારી લેવાનું ! વિશ્વાસ મૂક્યા પછી પાછા ફરીને જોવાનું નહીં. તો જ જ્ઞાનવૃદ્ધ પુરુષો આપણા જીવનપથને અજવાળી શકે. આપણે તેમની એક-એક આજ્ઞાને શિરોધાર્ય કરી શકીએ.
બીજા-બીજા વિષયના નિષ્ણાત વિદ્વાનો પણ જ્ઞાનવૃદ્ધ કહેવાય, પણ તેઓ આત્મકલ્યાણના માર્ગે, મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક કે પ્રેરક માર્ગદર્શક ન બની શકે. જેઓ ધર્મતત્ત્વના જ્ઞાતા હોય અને બીજા વિષયોમાં પણ નિષ્ણાત હોય, તેવા ઉચ્ચકોટિના વિદ્વાનો પ્રજાને સાચા માર્ગે દોરી શકે. હવે તો ધર્મક્ષેત્રનો દોર એવા વિશિષ્ટ જ્ઞાની પુરુષોના હાથમાં હશે કે જેઓ વિજ્ઞાન અને અધ્યાત્મને જોડી શકતા હશે, જે મનુષ્યમનુષ્યને જોડવાનો પ્રયત્ન કરતા હશે તેઓ જ સંધને-સમાજને સાચું ને સમાચિત માર્ગદર્શન આપી શકશે.
વૃદ્ધો કોણ ? જે ધર્મતત્ત્વને જાણે છે 63