SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મેતત્વ સિંહણ મરી ગયેલી. ભરવાડે તો એને ઉપાડ્યું. બકરીનું દૂધ પાયું. બકરાં ભેગું ઉછર્યું. એ તો બધી વાતમાં બકરાની નકલ કરે. એકવાર એક ઝાડીમાંથી આ બધાં બકરાં પસાર થયાં ત્યાં એક સિંહે હુમલો કર્યો. બકરાં તો બધાં નાઠાં, પણ સિંહનું બચ્ચે ઊભું રહ્યું. પેલા સિંહને પણ પોતાનો જાતભાઈ જોઈને નવાઈ લાગી. એટલે પૂછ્યું : તું તો સિંહ છે, બકરાં ભેગો કેમ ફરે છે ?” સિંહનું બચ્ચું બોલ્યું : “હું બકરીનું દૂધ પીતો હતો પણ ઘાસ ખાતો ન હતો, પાંદડાં ખાતો ન હતો.' સિંહે કહ્યું : “આપણે તો સિંહ છીએ. આપણે શિકાર કરીને ખાવાનું હોય. ચાલ મારી સાથે.” સિંહનું બચ્ચું સિંહની સાથે ચાલ્યું. તેને પોતાની સાચી ઓળખાણ થઈ કે “હું બકરીનું બચ્યું નથી, સિંહનું બચ્ચું છું. સિંહ છું ! તે સિંહની સાથે શિકાર કરતાં શીખી ગયું! એવી રીતે ભલે તારું નામ છગન હો, મૂળ તો બધા માનવ છીએ. સંગત અને જાત-જાતના કારણે આપણી મૂળ ઓળખ ભૂલી ગયા છીએ. આપણે માનવ પણ નથી, માનવદેહમાં રહેલા “આત્મા' છીએ ! એ આત્માની ઓળખ, સાચી ઓળખ જે કરાવે તે જ્ઞાનવૃદ્ધ કહેવાય. જેઓ ધર્મતત્ત્વને જાણે છે તેઓ જ જ્ઞાનવૃદ્ધ કહેવાય. “હું આત્મા છું. શુદ્ધ સ્વરૂપી આત્મા છું. શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે. રાગ-દ્વેષને મોહ મારા આત્માના ગુણો નથી એ કર્મજન્ય દોષો છે. હું અત્યારે સંસારી છું. આઠ-આઠ કર્મોથી બંધાયેલો છું. મારે એ કર્મોનાં બંધનો તોડીને મારા આત્માના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાનો છે. જ્યારે જીવોનો આધ્યાત્મિક ઉદય થવાનો હોય છે ત્યારે તેમને પુણ્યના ઉદયથી આવા ધર્મતત્ત્વના જ્ઞાતા જ્ઞાની પુરુષો મળી જ આવે છે. આવા પ્રસંગે જૈન-જૈનેતર ધર્મોમાં ઘણા વાંચવા મળે છે. મહાન સમ્રાટ અશોકનો પુત્ર હતાં કુણાલ. કુણાલનો પુત્ર હતો ૮૨ ૭ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy