________________
ત્રીજી વાત છે શંકાખોરીની. શંકાખોર માણસો 5) બીજાના ઊજળા વસ્ત્રમાંથી ડાઘ શોધી કાઢતા
જ હોય છે ! પાણીમાંથી તો પોરા કાઢ, દૂધમાંથીય પોરા TV શોધે છે ! એમને બધે “ખરાબ' જ દેખાય છે. પ્રામાણિક
માણસમાં અનીતિની શંકા કરે છે. ચારિત્રશીલ માણસમાં દુશ્ચરિત્રની શંકા કરે છે. એ કોઈના પર અખંડ વિશ્વાસ મૂકી શકતો નથી. શંકાનો કીડો એને કોરી ખાય છે. એમાંય પુરુષ પત્નીમાં શંકા કરે છે કે પત્ની પુરુષમાં શંકા કરે છે એટલે દાંપત્યજીવનમાં આગ લાગી જાય છે. ગુરુ શિષ્યમાં શંકા કરે ને શિષ્ય ગુરુમાં શંકા કરે એટલે ગુરુ-શિષ્યના સંબંધો પૂરા થઈ જાય છે. મિત્રોમાં પણ જો શંકાનો પ્રવેશ થાય છે તો મૈત્રીની ચિતા રચાઈ જાય છે.
ચોથું દુ:ખ છે ક્રોધનું. ક્રોધી તો હજુય પોતાને દુઃખી માનતો હશે ! કેમ કે વારંવાર ક્રોધ કરવાથી એના શરીરને અને મનને નુકસાન થાય છે. વળી ક્રોધીને દુશ્મનો પણ ઘણા હોય. ક્રોધી તો ૧૦૦ ટકા દુ:ખી જ હોય છે. ભલે તે કરોડોપતિ હોય, ભલે તે વિદ્વાન હોય કે સત્તાધીશ હોય એનો ક્રોધી સ્વભાવ દુશ્મનો જ પેદા કરવાનો. એને કોઈ ચાહનાર જ નહીં હોય ! અને આ દુ:ખ નાનું સૂનું છે ? મનુષ્યને કોઈ ચાહનાર ન હોય તે બહુ મોટું દુ:ખ છે.
પાંચમો દુ:ખી છે અસંતુષ્ટ. તેને ગમે તેટલો પૈસો મળો, તેને ગમે તેટલાં માન મળો. એને ગમે તેટલા મિત્રો મળો... પણ જો એને સંતોષ નથી, એ ધરાતો નથી તો એ દુઃખી થાય છે. અતૃપ્તિથી પીડાઈને વધુ ધન મેળવવા જતાં, જે હોય તે પણ ચાલ્યું જાય. વધુ પડતા માન-ચાંદ લેવા જતાં જે કંઈ સન્માન મળતું હોય તે પણ ગુમાવવાના દિવસો આવી જાય ! અને વધુ મિત્રો બનાવવામાં
દુઃખી કોણ ? છ જણા ૦ ૧૨૭