________________
-
AAT
કોઈ શત્રુ મિત્રના સ્વાંગમાં ભટકાઈ ગયો તો બાર વહાણ ડૂબી જવાના ! માટે અસંતુષ્ટ જીવોને દુ:ખી કહ્યા છે. - છઠ્ઠો પ્રકાર છે પરાશ્રિત-પરાધીન જીવન જીવનારા લોકોનો. બીજાના આધારે, બીજાના સહારે જીવન કેવી રીતે આ જીવાય છે તે તો તમે કોઈ વૃદ્ધાશ્રમમાં જોઈ આવો. સ્વાધીનતામાં વર્ષો સુધી જીવ્યા પછી, ઘરમાં પણ પુત્રો અને પુત્રવધૂઓને આધીન જીવન જીવનારાં અશક્ત સાસુ-સસરાઓની મુલાકાત લઈ જુઓ. એમનાં દુ:ખ એમના મુખે સાંભળો !
પરાધીનતા અભિશાપ છે. જ્યાં મનુષ્યને પોતાની કોઈ ઇચ્છા નથી હોતી, પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી હોતો, સ્વમાન જેવી કોઈ વાત હોતી નથી, એમાંય જો અયોગ્ય અને અધમ માણસોની આધીનતા સ્વીકારવાની આવે તો તો મોત સારું લાગે ! "
છ પ્રકારના દુ:ખી જીવો બતાવ્યા છે. પણ તેઓ સ્વયં દુ:ખી સમજીને તે દુ:ખથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે તો સુખી થઈ શકે.
૧૨૮ • સંવાદ