________________ તો પછી શા માટે એ ડાકણ જેવી રાગદશાનાં પડખાં 5) સેવો છો ? શા માટે એના સહારે સુખ લેવા માટે દોડો છો ? થોભો, અનંત જન્મથી પીડનારી અને KV, આત્માનું હીર યૂસનારી એ રાગદશાનો હવે તમારે ખાત્મો બોલવવો જ પડશે. તે માટે જે કોઈ શસ્ત્ર, જે કંઈ અસ્ત્ર તમારી પાસે હોય, તેનાથી એના પર તૂટી જ પડો. હવે વિચાર કરવાનો સમય નથી. આક્રમણ કરી દેવાની ક્ષણ આવી ગઈ છે. જે જે સાધનથી, જે જે ઉપાયથી રાગદશાને હણી શકાય તે તે સાધન... તે તે ઉપાય કરવા માંડો. વૈરાગ્યભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારો બદલવા પડશે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંગમય અને નિર્વેદમય વિચારોથી કરવું પડશે. સંવેગ-નિર્વેદગર્ભિત વિચારોથી વૈરાગ્ય દઢ થાય છે. માટે એવા વિચારો કરવાનો અભ્યાસ કરવો જોઈએ. એટલે કે પુનઃ પુનઃ સંવેગગર્ભિત અને નિર્વેદગર્ભિત વિચારો કરતા રહો. મોક્ષપ્રીતિના વિચારો ! ભવ-ઉદ્વેગના વિચારો ! મોક્ષ પર રાગ અને સંસાર પર ઉદ્વેગ. વિચારોનાં આ બે કેન્દ્રબિંદુ બનાવી દેવાનાં. જન્મ-જરા અને મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પ્રબળ બનાવશે. ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં લીન બનો તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણ દશાના વિચારમાં ગરકાવ બની જાઓ ! ક્યારેક આત્માની એકલવાયી સ્થિતિના ચિંતનમાં મગ્ન થઈ શકો તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં બી જવાનું ! ક્યારેક દરેક જન્મમાં બદલાતા રહેતા જીવોના પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું, તો ક્યારેક શરીરની ભીતરની બીભત્સ અને ગંદી અવસ્થાની કલ્પનામાં ચાલ્યા જવાનું. અભય કોણ ? વૈરાગ 0 71