________________
જ નથી થતો. જ્યારે “બાદર' નિગોદમાં જીવ આવે છે ત્યારે એની સંસારયાત્રાનો આરંભ ગણાય
‘નિગોદ જૈન પરિભાષાનો શબ્દ છે. જીવોની એ SD7K વિશિષ્ટ ઓળખાણ આપતી સંજ્ઞા છે. “સૂર્મ' નિગોદના જીવો હોય છે એમ બાદર' નિગોદના પણ જીવો હોય છે. સૂક્ષ્મ નિગોદના જીવો એટલા તો સૂક્ષ્મ હોય છે કે નરી આંખે કે યંત્રના સહારે પણ આપણે જોઈ ના શકીએ. હા, પ્રત્યક્ષ જ્ઞાની અવશ્ય જોઈ શકે. બાદર નિગોદના જીવોને પણ “અનંત'ના જથ્થામાં જોઈ શકાય !
આપણો આત્મા નિગોદમાંથી નીકળ્યો. પૃથ્વી-માટીના જીવ તરીકે જન્મ્યો. પાણીના જીવ તરીકે પેદા થયો. અગ્નિના જીવનું રૂપ ધારણ કર્યું. વાયુના જીવ તરીકે જન્મ્યો. વનસ્પતિમાં જન્મ્યો. આ બધી યોનિઓમાં અસંખ્ય વર્ષોનો કાળ વીતી ગયો.... આ બધા જન્મોમાં માત્ર એક જ સ્પર્શેન્દ્રિય હતી !
સંસારયાત્રા આગળ વધી. બેઇન્દ્રિય બન્યો. સ્પર્શની સાથે રસનેન્દ્રિય મળી. શંખ બન્યો. કૃમિ બન્યો. લાકડાના કીડા તરીકે જન્મ્યો.
આગળ વધીને તે ઇન્દ્રિય તરીકે જન્મ્યો. ત્રીજી ઘ્રાણેન્દ્રિય મળી. સુંઘવાની શક્તિ મળી. માંકડ, જુ, મંકોડો બન્યો !
પછી ચઉરિન્દ્રિય બન્યો. ચાર ઇંદ્રિયો મળી, આંખો મળી, જોવાની શક્તિ મળી. વીંછી, ભ્રમર, માખી, મચ્છર તરીકે જન્મ લીધાં.
તે પછી પંચેન્દ્રિય બન્યો. પાંચમી શ્રવણેન્દ્રિય મળી. પણ હજુ મન નહોતું મળ્યું. અસંજ્ઞી પંચેન્દ્રિય તરીકે જન્મ્યો. મન જ નહીં, ત્યાં આત્મતત્ત્વનો વિચાર જ ક્યાંથી હોય ?
પશુ-પક્ષીની યોનિમાં કે નરકગતિમાં આત્માની સ્મૃતિની કલ્પના જ ક્યાંથી કરવી ? સંસારયાત્રામાં દેવલોકમાં આપણે દેવ પણ થયા છીએ.... પણ ત્યાં “આત્મા'ની સ્મૃતિ ક્યાંથી હોય? ત્યાં હોય છે વૈભવ ને વિલાસ!
-
--
-
----
-
-
-
--
-
૧૬૦ ૦ સંવાદ