________________
| ૭. સમર
શું છે?
thયુ
શિષ્ય ગુરુદેવ, અસ્થિર શું છે?” ગુરુઃ “વત્સ, આયુષ્ય અસ્થિર છે.”
સર્વજ્ઞ પુરુષોએ કહ્યું છે કે આયુષ્ય તો વાયુથી પણ વધુ ચંચળ છે. કમલની પાંખડીઓ પર રહેલાં જલબિંદુઓ જેવું છે. ક્યારે જલબિંદુઓ ખરી પડે... તેની પહેલાંથી ખબર પડતી નથી, તેમ જીવાત્માનું આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય, તેની ખબર પડતી નથી. .
“આચારાંગ સૂત્રમાં કહેલું છે : વકો વચ્ચેતિ નોવેvi a | આયુષ્ય અને યૌવન પ્રતિક્ષણ વહી રહેલું છે.
“યોગવાસિષ્ઠ' ગ્રંથમાં કહેલું છે : “ગાયુરત્યક્તવપનમ્ I' આયુષ્ય અતિ ચંચળ તત્ત્વ છે.
દુનિયામાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે - જ કેટલાક જીવોનું આયુષ્ય માતાના પેટમાં જ પૂરું થઈ જાય છે. છે કેટલાક જીવો જન્મતાંની સાથે જ મરી જાય છે. જ કેટલાક બાલ્યકાળમાં જ પરલોક સિધાવી જાય છે. કે કેટલાક જીવો તરુણ અવસ્થામાં કાળનો કોળિયો બની જાય છે. જે કેટલાક જીવો ભરપૂર યૌવનમાં મોતને ભેટી લે છે...
આયુષ્ય પર ભરોસો ન રાખો. ભરોસો રાખીને નિશ્ચિત બની બેસી ન રહો. તેવી રીતે, “હું કાલે મરી જઈશ તો ?' એમ મૃત્યુથી ડરીને પણ ન જીવો. ‘હું આત્મા છું. આત્મા મરતો જ નથી. આત્મા તો અજર-અમર
૨૬ • સંવાદ