________________
(અપ્રિય )
ભાષી ,
ત્યાં આ ભાઈના સગા-સંબંધીઓ પણ આવેલા. તેમાં ૨) એક ભાઈએ વહાલા થવા વાત કાઢી: “કમ શાન્તિભાઈ,
- તમારે ત્યાં ઇન્કમટેક્ષવાળાની રેડ પડી પણ તેમને કંઈ '/ મળ્યું નહીં ને ? યાર, તમે ચેતી ગયા હતા ! નહીંતર એ આ લાકો તો હેરાન-પરેશાન કરી નાંખે... તે હં શાન્તિભાઈ, કેટલા
આપવા પડેલા ? સંટલમેન્ટ તો કરવું પડ ને ?” શાન્તિભાઈ કહે : મને એ માણસ પર એટલો ગુસ્સો આવ્યો કે એને બે-ચાર ચોપડાવીને ગેટ આઉટ કરી દઉં. મારા મહેમાનો તો એ ભાઈની સામે જ જોઈ રહ્યા. મેં વાતને વાળી લીધી અને પેલા ભાઈને વિદાય આપી.. હવે એને ક્યારેય મારા ઘરે કે ઑફિસે બોલાવીશ નહીં.'
બીજા એક ભાઈએ કહેલું કે અમારા ઘરે લગ્નનો પ્રસંગ હતાં. અને એક સ%ને બધા મહેમાનોની વચ્ચે ડાયનાની સ્મશાનયાત્રાનું વર્ણન ચાલુ કરી દીધું ! પોતાની જાણકારીનું પ્રદર્શન કરવા જ જાણે આવ્યા હતા. મહેમાનો તો સડક થઈ ગયા. મેં એ ભાઈની વાતનો વીંટો કરીને એમને જ એક કામ ભળાવી રવાના કર્યા ! શું કરું ? લગ્નના પ્રસંગે સ્મશાનયાત્રાની વાતો ! કેટલી અપ્રસ્તુત ?
એક બહેને પોતાના પતિ માટે જ ફરિયાદ કરતાં કહેલું કે ઘરમાં અમારા બાળકોનો જન્મદિવસ અમે સારી રીતે ઊજવીએ. બાળકો ખુશ થાય. અમને પણ આનંદ થાય. પણ સવારથી એ (પતિ) પોતાનો મૂડ બગાડીને બસ. જરજરથી બોલે.. “આવા તોફાનીને ઉદ્ધત છોકરાને જન્મદિવસ ઊજવીને શું કરવાનું ? એક વાત મારી માને છે ? કંઈ પણ સુધરે છે ખરા ?” અને એ છોકરાને ઉતારી પાડે ! હા, પછી અને ભટ આપે ને સારી હોટલમાં જમવા લઈ જાય... પણ પ્રસંગને અનુરૂપ બોલતાં એમને આવડતું જ નથી. શું કરીએ ? બાળકોને તેઓ અણગમતા થઈ ગયા છે.
એક ઘરમાં દાદીમાને એટલી ખરાબ ટેવ કે સવારે ઊઠતાંની સાથે જ પુત્રવધુ પૂછે : “આ કોઈના માં કાણના સમાચાર નથી ને ?
મંગો કોણ ? અપ્રિય ભાપી • ૧૦૩