________________
સાવા
પ્રિય
હોય તો પણ ડાહ્યો ગણાય છે. ડાયોનિસીસે કહ્યું છે - “તમારી વાણી ચુપકીદી કરતાં વધુ ભવ્ય હોવી જોઈએ. જો એમ ન કરી શકો તો ચૂપ રહો. મૂંગા રહો !
એક સાચું દૃષ્ટાંત કહું. મહાન વૈજ્ઞાનિક થોમસ એડિસનની શોધને અમેરિકાની વેસ્ટર્ન યુનિયન નામની કંપની ખરીદવા માગતી હતી. એડિસનને બોલાવવામાં આવ્યા. એડિસનને કહ્યું: ‘તમારી પેટન્ટ અમે ૨૦,૦૦૦ ડૉલરમાં ખરીદવા માગીએ છીએ.” એડીસન ચૂપ રહ્યા. લાંબી ચુપકીદીથી વેસ્ટર્ન યુનિયનના વડા અકળાયા. તેને લાગ્યું કે કિંમત ઓછી બોલાઈ છે. એટલે ઓફર કરી. ‘ઓ.કે. તમને અમે એક લાખ ડૉલર આપીશું.’ આમ ચૂપ રહેવાથી એડિસનને મોટો લાભ થયો.
પણ કેટલાક પ્રસંગો એવા હોય છે કે જ્યાં તમારે બોલવું જ પડે ! અને તે પણ પ્રિય અને પથ્ય બોલવું પડે. જો તમને એ બોલતાં ન આવડે તો તમે અપ્રિય બની જવાના. તમે કર્કશ, અશુભ, અમંગલ કે અપ્રસ્તુત વચનો બોલશો તો તમે તિરસ્કારપાત્ર બની જવાના. છે કોઈનો જન્મદિવસ હોય, ઉકોઈનો લગ્નોત્સવ હોય, જ કોઈના ઘર-દુકાનનું વાસ્તુ હોય, ફિ કોઈનું રિસંશન હોય કે, જ કોઈના ઘરે મહેમાનો હોય..
આવા પ્રસંગોમાં તમારે મધુર, શુભ, મંગળ... પ્રિય અને પ્રસ્તુત વચનો જ બોલવાં જોઈએ. એ બોલતાં ન આવડે તો તમે બોલવા છતાં મૂંગા જ છો ! સમાજમાં આવા મૂંગાની પણ એક જમાત હોય છે.
એક પરિચિત ભાઈએ પોતાનાં કટુ અનુભવ મને સંભળાવેલો. તેમના ઘરે એમની પુત્રીનો પ્રસંગ હતો. સાસરાપક્ષના મહેમાનો આવેલા.
૧૦૨ ૦ સંવાદ