SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 5) સવાથી કે એમને શું ગમે છે, શું નથી ગમતું - એ સમજીને વાતો કરવી જોઈએ. “એલન લેન'ને સ્ટેશન પરની દુકાનમાંથી ટ્રેનમાં વાંચવા યોગ્ય એક પણ પુસ્તક મળ્યું નહીં. બુક સ્ટોલ પર આ બધી ચોપડીઓ નકામી હતી. ફાલતુ પ્રેમકથાઓ કે હલકી નવલકથાઓ ! પાછી કિંમત પૂરેપૂરી. એલન લેનને વિચાર આવ્યો. ‘ઉત્તમ પુસ્તકો સસ્તામાં ન આપી શકાય ?' પોતે પ્રકાશનના વ્યવસાયમાં હતો. લોકોને ઉત્તમ પુસ્તકો સસ્તામાં આપવા માટે કંઈક કરવું જોઈએ. પોતાની સંસ્થાના બીજા માલિકો સાથે તેણે ચર્ચા કરી. પાકાં પૂઠાંનાં મજબૂત બંધાઈના પુસ્તકોના સ્થાને માત્ર છ પેન્સમાં પેપર બુક ચોપડીઓ પ્રકાશિત કરવાની ? ના ભાઈ ના ! અમારે એવા ધંધામાં પૈસા રોકવા નથી. એલન લેનું રાજીનામું આપ્યું. પોતાના બીજા બે ભાઈઓની મદદથી સાવ નાનકડી મૂડીમાંથી એલને છ પેન્સની સસ્તી આવૃત્તિની યોજના કરી. લેખકો ના પાડે. પુસ્તકવિક્રેતાઓ ના પાડે. સૌને આ યોજના તરંગી અને નકામી લાગી. એલન મંડ્યો રહ્યો. દરિયાકાંઠાના પક્ષી પંગ્વિન પરથી આ સસ્તી આવૃત્તિનાં પુસ્તકોનું નામ “પશ્વિન' રાખ્યું. પુસ્તક વિક્રેતાઓ તો ના જ પાડતા રહ્યા. કાચાં પૂઠાંનાં પુસ્તકો ? ના, ભાઈ ના, જલદી ફાટી જાય. લોકો ન ખરીદે.' વલવર્થ સ્ટોરે પણ સાફ ના પાડી. સસ્તી ચીજ વેચનારી એ પ્રખ્યાત દુકાનના માલિક જડે એલનની રકઝક ચાલતી રહી. માલિકની પત્ની વાદ-વિવાદ સાંભળતી હતી. તેણે પોતાના પતિને કહ્યું : “તમે તો કવા વેપારી છો ? ઉત્તમ ને સસ્તાં પુસ્તકો લોકો ખરીદશે જ. કરાં સંદો. મને આ સોદામાંથી પૈસાની સુગંધ આવે છે.” વાત પતી ગઈ. આ બાઈ, માલિકની પત્નીને જ્ઞાનવૃદ્ધ', ‘સમજવૃદ્ધ' કહી શકાય. તેની વાત માની લેવાઈ ને એલનનાં પંગ્વિન સિરીઝનાં પુસ્તકો ગરમાગરમ ભજિયાંની માફક ખપવા લાગ્યાં. દેશ-પરદેશમાં એની એજન્સીઓ સ્થપાઈ. લાંબી ચાંચવાળા પલિકન પક્ષીના પ્રતીકવાળાં બુદ્ધિ ક્યાંથી મળે ? વૃદ્ધ સેવાથી 9 79
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy