________________
-
5)
૪) છું ? ક્યાં જવાના છું ? અહીં શું કરી રહ્યો છું ?'
વગેરે પર ચિંતન કરો. વિવેકી-પંડિત બની રહેવા માટે -
વિચારશુદ્ધિ, ઇચ્છાશુદ્ધિ અને હેતુશુદ્ધિ. આ ત્રણ શુદ્ધિનો આગ્રહ રાખો. આળસને, પ્રમાદને પોષતી ટેવો દૂર કરો. નકારાત્મક વલણનો ત્યાગ કરો. બીજા જીવો માટે તમારા મનમાં કડવાશ ન રાખો. જાતજાતની ચીજવસ્તુઓની ઝંખના ના રાખો. કીર્તિનો લોભ ત્યજી દો. આવી બધી અશુદ્ધિઓ તમને અવિવેકી જ બનાવી રાખશે. વિવેકપૂર્ણ જીવન તદ્દન સાદું અને સરળ જ હોય.
છેલ્લે છેલ્લે તમને એક અગત્યની વાત કહી દઉં. તમારા વિવેકને અખંડ રાખવા માટે તમે ભૂતકાળને રડો નહીં ને ભવિષ્યથી ડરો નહીં. તમે વર્તમાન ક્ષણમાં જીવો ! સત્સંગમાં રહો. સવાંચન કરતા રહો, હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને હોઠો પર પ્રેમાળ સ્મિત રાખો.
વિવેક એટલે ભ્રમણાઓમાંથી મુક્તિ ! બ્રાન્ત મનુષ્ય વિવેકી ન હોઈ શકે. એટલે મહાકવિ માઘે કહ્યું છે : “પ્રાન્તિમાન ભવતિ વવ વિવે?’
એક વિદેશી ચિંતક કહે છે : Between Craft and Credulity | the voice of reason is Stifled.
ધૂર્તતા અને ભોળપણમાં વિવેકનો સ્વર અવરુદ્ધ થઈ જાય છે.”
પંડિત કોણ ? વિવેકી - ૧૭