________________
સદાચાર
અને જો આ બે ગુણો તમારામાં આવી જાય તો તે તમે આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચી શકો.
હવે છેલ્લે તમને ઘણો જ અગત્યનો સદાચાર , બતાવવો છે. તમારે પરસ્ત્રીનો ત્યાગ કરવાનો છે. તમારી / પત્ની સિવાયની બધી જ સ્ત્રીઓ તરફ તમારી દૃષ્ટિ નિર્મળ જોઈએ. તમારી જાત પર સંયમ રાખવાનો છે. એવી રીતે સ્ત્રીએ પોતાના જ પતિમાં સંતોષ માનવાનો છે. પોતાના પતિ સિવાયના બધા જ પુરુષોને પિતા કે ભાઈના રૂપે જોવાના છે. આ સદાચારની રક્ષા કરવા માટે બીજા કેટલાક નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવું જોઈએ. સેક્સી વૃત્તિ જાગી ન જાય તે માટે સાવધાન રહેવું જઈએ.
ચોરી ન કરવી. પ્રામાણિકતાથી જીવવું - આ પણ એક વિશિષ્ટ સદાચાર છે. આજના અર્થપ્રધાન દેશકાળમાં જ્યારે ચારે બાજુ અનીતિઅન્યાય અને કાળા બજારો ઊભરાયાં છે ત્યારે આ સદાચાર પાળવો ઘણો અઘરો છે. એવી જ રીતે “અહિંસા"નો, દયાનો આચાર પણ પાળવો ઘણો આવશ્યક છે. - બીજી વાત છે સદાચારથી પરમ યશની પ્રાપ્તિની ! કહેલું છે -
आचारो भूतिजनन आचारः कीर्तिवर्धनः । आचाराद् वर्धते ह्यायुराचारो हन्त्यलक्षणम् ।।
- મહાભારત સદાચારોથી કલ્યાણ ઉત્પન્ન થાય છે. સદાચારથી કીર્તિ વધે છે. સદાચારથી આયુષ્ય વધે છે અને સદાચારથી કુલક્ષણો નાશ પામે છે.
आचारात् प्राप्यते स्वर्गमाचारात्प्राप्यते सुखम् ।। आचारात् प्राप्यते मोक्षमाचारात् किं न लभ्यते ।।
આચારથી સ્વર્ગ મળે છે. આચારથી સુખ મળે છે. આચારથી મોક્ષ મળે છે. આચારથી શું નથી મળતું? આચાર એટલે સદાચાર.
૧૩૨ ૦ સંવાદ