________________
આજે માણસને પોતાની જ આર્થિક-સામાજિક VS કે રાજકીય ઉન્નતિમાં રસ છે. એને દીન- દુઃખી // ( મિત્રો પણ યાદ નથી આવતા કે દરિદ્રતામાં રિબાતા I[( T ભાઈઓ પણ યાદ નથી આવતા.
VY જેને અમે ‘નિંદિત કાર્યો કહીએ છીએ તમને તે કરવા જેવાં લાગે છે. દા.ત. ગર્ભપાત. કેવું નિંદિત કાર્ય છે ? ભૃણહત્યાનું પાપ જન્મોજન્મ વાંઝિયા રાખનારું પાપકર્મ બંધાવે છે. પણ તમારે ક્યાં પાપપુણ્યનો વિચાર કરવો છે ?
ઉપકારી એવાં માતા-પિતાના જ ઉપકારો ભૂલી જનારાઓ, બીજા લોકોના ઉપકારો યાદ રાખી, એ ઉપકારનો બદલો વાળવા તૈયાર ખરો ? ના રે ના ! એ તો કહે છે : “ઉપકાર શાનો ? તમને ગમ્યું ને તમે કર્યું !”
નિંદા ન કરવાની વાત તમે માનો છો ? પાંચ-દસ જણા ભેગા થઈને ગુણવાનોના ગુણોની પ્રશંસા કરો છો ? ગુણપ્રશંસા સદાચાર છે! દોષનિંદા દુરાચાર છે !
બે ભાઈઓ ભેગાં થઈ ત્રીજા ભાઈની નિંદા નથી કરતા ને ? દેરાણી-જેઠાણી ભેગાં થઈ સાસુ-સસરાની નિંદા નથી કરતાં ને ? બે પુત્રો ભેગાં થઈને પિતાની નિંદા નથી કરતા ને ? બે મિત્રો ભેગાં થઈ ત્રીજા મિત્રની નિંદા નથી કરતા ને ?
નિંદાનો રસ કેરીના રસ કરતાંય વધારે મીઠો લાગે છે ! તે છોડવો સહેલી વાત નથી. છતાય સજ્જનતા તો છોડવામાં જ છે.
સજ્જનોની-સાધુપુરુષોની પ્રશંસા કરવી, એ સદાચાર છે. ગુણોની પ્રશંસા કરવાથી તમારામાં એ ગુણો પ્રગટ થશે ! ગુણવાન બનવાનો શ્રેષ્ઠ ઉપાય છે ગુણવાનોની પ્રશંસા કરવી.
સજ્જનોનો એક વિશેષ ગુણ હોય છે - આપત્તિમાં તેઓ દીનતા નથી કરતા ! સંપત્તિમાં અભિમાન નથી કરતા. આ બે વિશિષ્ટ ગુણો છે.
અક્ષયભંડાર કયાં ? પરમ યશ કયો ? સદાચાર ૦ ૧૩૧