________________
૨૭. કોણ ? છે સમાજનાદ સાંભળતો જાણી
શિષ્ય ગુરુદેવ, બહેરો માણસ કોને કહેવો? ગુરુ : “જે દુ:ખી જીવોનો આર્તનાદ નથી સાંભળતો તે બહેરો છે.'
મહાનુભાવ, ઇતિહાસમાં તો એક બહેરામખાન મોગલ બાદશાહ થઈ ગયો... પણ આજે સમાજમાં બહેરામખાનોનો તોટો નથી. છતે કાને બહેરા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે.
એક વાત તમે સમજી રાખો કે તમામ ગુણનું ઉદ્ભવસ્થાન છે કોમળ હૃદય ! હૃદયની કોમળતામાંથી જ ગુણોનો આવિર્ભાવ થાય છે. એ બધા જ ગુણોમાં કરુણા સર્વશ્રેષ્ઠ ગુણ છે. બીજા જીવોનાં દુઃખો જાણીને, જોઈને, સાંભળીને એ દુ:ખો દૂર કરવાની પ્રબળ ભાવના થવી તે કરુણા છે. તમે લોકો તમારાં દુ:ખોને રડો છો કે બીજાનાં દુ:ખોને સાંભળીને રડો છો ? સભામાંથી ? અમે તો અમારાં જ દુઃખાને રડીએ છીએ..
ઉત્તર : તો પછી તમે બહેરા છો. મૂંગાને બહેરાને ધર્મતત્ત્વનો સ્પર્શ થવો સંભવ નથી. દુ:ખી જીવો પ્રત્યે અત્યંત કરુણા પ્રગટ્યા વિના જિર્નાક્ત ધર્મ કરવાની યોગ્યતા જન્મતી નથી. ધર્મઆરાધના કરવા માટે યોગ્યતા હોવી અપેક્ષિત છે. યોગ્યતા વિના કરેલી ધર્મઆરાધના આત્મશુદ્ધિ કરી શકતી નથી. આત્મા મહાત્મા નથી થતાં. આત્મામાં ગુણાની ઉત્પત્તિ કે ગુણોની ઉન્નતિ નથી થતી. જે માનવયે કરુણાનો વાસ નથી ત્યાં ક્રૂરતા હોય છે. કૂર હૃદયમાં ધર્મનો પ્રવેશ નથી થતો. કોઈ હિંસા કરે છે, જીવોની કતલ કરે છે તે જ ક્રૂર છે, એવું નથી, બીજા જીવોનાં દુઃખો જે
બહેરાં કોણ ? જે આર્તનાદ સાંભળતા નથી • ૧૦૫