________________
આ ત્યાગમાં,
સર્વસંગના
જેઓ પોતાના આત્માનું કલ્યાણ સાધવા ચારિત્રધર્મના માર્ગે ચાલી નીકળ્યા છે તેમણે પોતાનાં એ સ્વજન અને પરિજનોની સ્મૃતિ પણ નથી કરવાની. પછી એમનાં દુ:ખ, દરિદ્રતા કે દુર્ભાગ્યની ચિંતાઓ તો કરવાની જ શાની હોય ? મનને બધી વ્યર્થ ચિતાથી મુક્ત રાખવાનું છે.
આપણા જીવે અનંત જન્મોમાં દારુણ દુ:ખો-વેદનાઓ ભોગવી છે. હવે જો એ વેદનાઓથી છૂટવું છે, જીવલેણ આંતરજવરોથી મુક્તિ પામવી છે તો લોકચિંતાનો ત્યાગ કરી દઈએ અને આત્માની વિભાવદશા તથા સ્વભાવદશાના ચિંતન-મનનમાં ઓતપ્રોત બનીએ. તો જ સ્વસ્થતાપૂર્વક જીવી શકાય.
સમગ્ર પરિચિંતાઓથી મુક્ત બનો. આત્મચિંતનમાં મગ્ન બનો. રાગ-દ્વેષ અને કામવિકારોના વર - શાન્ત કરો. પરમ સુખનો આસ્વાદ કરતા રહો.
૧૬૬ ૦ સંવાદ