________________
'TI વાત્મા સદગુરુ
રાજા શ્રેણિકે પોતાના પુત્ર કોણિક પર કેટલું
વહાલ વરસાવેલું ? કેટલો પ્રેમ આપેલા ? એ પુત્ર ' કોણિકે, પિતાને જેલમાં પૂરીને ચાબુકના માર માર્યા
હતા ! પુત્રને ખુશ રાખવાનો આ બદલો મળ્યો હતો !
કે ભર્તુહરિએ પીંગળાને ખુશ રાખવા ઓછા પ્રયત્નો કર્યા હતા ? એ પીંગળાએ કેવો વિશ્વાસઘાત કર્યો હતો ? આવા તો બધા જ સાંસારિક સંબંધો અર્થ વિનાના પુરવાર થયેલા છે. આ સંસારમાં તમે કોઈને કાયમ ખુશ રાખી શકો નહીં અને તમને કોઈ કાયમ ખુશ કરી શકે નહીં. માટે તમે દુનિયાને ખુશ કરવાની વાત ભૂલી જાઓ. હા, કર્તવ્યપાલન કરતા રહો, ત્યાં સુધી બરાબર ! બાકી હવે આત્માનું સ્મરણ કરી, આત્માને ખુશ રાખવાના ઉપાય કરો. જ આત્માને શુદ્ધ કરવાના ઉપાય કરો. વાર આત્માને આનંદભરપૂર રાખવાના ઉપાય કરો.
આત્માને શુદ્ધ કરવા માટે તપશ્ચર્યાનો ઉપાય શ્રેષ્ઠ ઉપાય છે. બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા દ્વારા આત્માને ઉજ્વલ કરતા રહો ! ઉપવાસ, આયંબિલ, એકાસણાં વગેરે તપ-વ્રત સાથે ઉણોદરી, વૃત્તિસંપ, રસત્યાગ અને કાયક્લેશ અર્થાતુ શારીરિક કષ્ટ સહન કરવાં, વગેરે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત કરવું, ધ્યાન કરવું, સ્વાધ્યાય કરવો, કાર્યોત્સર્ગ કરવો વગેરે અત્યંતર તપ છે.
બીજી વાત છે આત્માને આનંદથી ભરપૂર રાખવાની. આત્માનો આનંદ એટલે જ્ઞાનાનન્દ ! સચ્ચિદાનન્દ ! આત્મા જ્યારે પોતાના સ્વાભાવિક જ્ઞાનાનંદના મહોદધિમાં આનંદમગ્ન બને છે, તેની સમગ્ર વૃત્તિઓ જ્ઞાનાનંદમાં લીન બની જાય છે. ત્યારે નથી ને કોઈ પદ્ગલિક વિષય ઘૂસી આવે છે તો આત્માને હળાહળ ઝેર જેવો લાગે છે. પુલનાં આકર્ષક રૂ૫ તને આકર્ષી શકતાં નથી. પુદ્ગલના મોહક રસ તેને લાલસાવશ કરી શકતા નથી. પુગલના મુલાયમ સ્પર્શ તેના આત્મપ્રદેશોમાં ઝણઝણાટી જન્માવી.
કાને ખુશ કરવા ? સ્વાત્માન, સને - ૧૨