________________
શકતા નથી. પુદૂગલની ભરપૂર સુગંધ તેને આનંદિત કરી શકતી નથી. પુદ્ગલના મધુર સૂર તેને હર્ષઘેલો બનાવી શકતા નથી.
સ
સ્વાત્મા
સ્વાભાવિક જ્ઞાનાનંદમાં મગ્ન બનેલા આત્માની આવી સ્થિતિ હોય છે. એને પરમ શાન્તિ હોય છે ! માત્ર આનંદ હોય છે ! સ્વસ્થતા હોય છે. એનું ચિંતન કંઈક આવું હોય છે :
‘હું તો મારા શુદ્ધ ગુણ-પર્યાયનો કર્તા છું. પરપુદ્ગલનો કે પરચૈતન્યના ગુણપર્યાયનો હું કર્તા નથી. તેમાં તો માત્ર હું નિમિત્ત છું. જ્ઞાતા અને દૃષ્ટા છું. સાક્ષીમાત્ર છું. સર્વદ્રવ્યો સ્વસ્વ પરિણામનાં કર્તા છે. પરપરિણામનો હું કર્તા નથી.’ આવી જ્ઞાનમગ્નતામાંથી પ્રગટ થતું સુખ એક અને અદ્વિતીય હોય છે. જેમ આકાશની કોઈ ઉપમા નથી હોતી કે સાગરની કોઇ ઉપમા નથી હોતી તેમ જ્ઞાનમગ્નતાના સુખની પણ કોઈ ઉપમા નથી !
આપણે આણા આ-માને ખુશ કરવાનો છે. ખુશ રાખવાનો છે. એનો અર્થ આ છે કે આપણને જ્ઞાનાનંદમાં તૃપ્તિ થાય. અને જ્ઞાનમાં તૃપ્ત થયેલા આત્માને ધ્યાનરૂપ અમૃતના ઓડકાર આવ્યા કરે. આત્માનુભવમાં લીન થઈ ગયા પછી આત્મણોમાં તન્મયતારૂપ ધ્યાન ચાલ્યા કરે. એમાં એવી દિવ્ય આનંદની આત્માનુભૂતિ હોય છે કે તે મનુષ્યની સામે જગતના કોઈ પણ પદાર્થ આવે, તો પણ તે તેના પ્રત્યે આકર્ષાતો નથી.
બીજી વાત છે સદ્ગુરુને ખુશ કરવાની.
'गुर्वाराधनपरेण हितकांक्षिणा भाव्यम् !'
‘જો તમે હિતકામી છો તો તારે ગુરુની આરાધનામાં ઉપયુક્ત રહેવું જોઈએ ?” જ્ઞાનમાર્ગમાં ગુરુનું અદ્વિતીય સ્થાન છે. જ્ઞાનમાર્ગની બધી જ પ્રવૃત્તિઓમાં ગુરુનું માર્ગદર્શન જરૂરી હોય છ. સૂત્રપાઠના ઉચ્ચારણમાં અને સૂત્રાર્થના અવધારણમાં, શંકાઓના સમાધાનમાં અને તાત્પર્યાર્થના પર્યાવાચનમાં ગુરુ જ પ્રમાણભૂત હોય છે. કોણે કયું શાસ્ત્ર ભણવું, કોણે ભગાવવું, ક્યારે ભણાવવું.... આ બધી જ પ્રવૃત્તિમાં ગુરુ નિર્ણાયક હોય છે.
૧૩૬ ૭ સંવાદ