________________
દીવાલો બનાવી હતી. એક બાજુ રાજાએ સિંહનું પાંજરું રખાવ્યું હતું. તેમાં સિંહને રાખવામાં આવતો. અપરાધીને મેદાનમાં ઊભો રાખતો, પછી પાંજરામાંથી સિંહને છોડવામાં આવતો મેદાનમાં માત્ર સિંહ અને અપરાધી બે જ રહેતા. ભૂખ્યો સિંહ એ અપરાધીને ફાડી નાંખતો.
સદ્દભાવ
પેલા મુસાફરને રાજાએ મોતની સજા કરી હતી. તેને મોતના મેદાનમાં ઊભો કરવામાં આવ્યો અને પિંજરામાંથી સિંહને છોડવામાં આવ્યો. સિંહ
ગર્જના કરતો મુસાફર તરફ દોડ્યો. સિંહને જોતાં જ મોતના ભયથી મુસાફરની આંખો બંધ થઈ ગઈ. તે ધ્રૂજતો હતો. સિંહે આવીને મુસાફરને સૂંધ્યો; અને પાછો પિંજરામાં ચાલ્યો ગયો ! આવું ત્રણવાર થયું ! રાજાએ છેવટે પેલા અપરાધીને બોલાવીને પૂછ્યું : ‘તારી પાસે શું કોઈ મંત્ર છે ? તંત્ર છે ? વિદ્યા છે ? છે શું ? સિંહ તારા પર હુમલો કેમ નથી કરતો ?’
અપરાધીએ કહ્યું : ‘મહારાજા, સિંહ હૈયાહીણું પ્રાણી નથી. તેને પણ હૈયું હોય છે. તેનું હૈયું પણ થોડુંક કોમળ-નિર્મળ હોય છે. તે માત્ર ક્રૂર નથી. તેના હૈયે ઉપકારી પ્રત્યે પ્રેમભાવ-સ્નેહભાવ હોય છે. સિંહ તેના ઉપકારી ઉપર કદી હુમલો નહીં કરે.’ મુસાફરે પછી વાત કરી કે સિંહના પગમાંથી એણે કાંટો કાઢ્યો હતો.
ઉપકારી પ્રત્યે મૈત્રીનો સ્નેહભાવ હોવો જ જોઈએ. કોઈએ આપણા પર નાનકડો પણ ઉપકાર કર્યો હોય તો તે ઉપકારી અને ઉપકારોને ક્યારેય ભૂલવા ન જોઈએ. ધર્મ કરનારમાં શું આટલીય યોગ્યતા ન હોવી જોઈએ ? ધર્મ કરનાર સ્ત્રી-પુરુષ અસાધારણ અને અસામાન્ય તો જ બની શકે જો એનું મન સદ્ભાવથી શુદ્ધ હોય. દઢ હોય. સુખમાં પણ નમ્ર બની શકતા હોય. મૈત્રી-સ્નેહ-સદ્ભાવથી જેનું મન સદાય નવપલ્લવિત રહેતું હોય. પણ આજે આ બધી વાતોની કોનામાં આશા રાખવી ? વેર અને ઝેરથી, ઇર્ષ્યા અને અદેખાઈથી, તિરસ્કાર અને ધિક્કારથી લોકોનાં મન આજે ભ્રષ્ટ બની ગયાં છે. ગંદાં અને ગંધાતાં બની ગયાં છે. વિષયરાગ અને જીવદ્વેષથી માનવી આજ ઘોર અંધકારમાં અટવાઈ રહ્યો
સ્નેહ એટલે ? સદ્દભાવ ૯૫