________________ 17. સહેજો ઉપાય ફયો ? - પારો શિષ્યઃ ‘ગુરુદેવ, કોઈપણ કાર્યની સિદ્ધિનો ઉપાય કયો છે ?" ગુરુઃ “વત્સ, તપશ્ચર્યાથી સિદ્ધિ પ્રાપ્ત થાય.” શ્રીકૃષ્ણ અને જરાસંધનું યુદ્ધ ચાલતું હતું. શ્રીકૃષ્ણ વાસુદેવ હતા ને જરાસંધ પ્રતિવાસુદેવ હતો. ખૂનખાર યુદ્ધ ચાલતું હતું. જરાસંધે શ્રીકૃષ્ણની સેના ઉપર “જરા” વિદ્યાનો પ્રયોગ કર્યો... અને શ્રીકૃષ્ણની સેના યુદ્ધના મેદાન પર જ નિદ્રાધીન થઈ ગઈ. શ્રીકૃષ્ણને ચિંતા થઈ. તેમના રથના સારથિ હતા નેમિકુમાર. આપણા નેમનાથ ભગવાન ! હજુ તેમણે દીક્ષા લીધી ન હતી. નેમિકુમારે શ્રીકૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ, તમે મૂંઝાઓ નહીં. તમે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ)નો તપ કરો. દેવી પદ્માવતી પ્રગટ થશે. તમે એની પાસે શ્રી પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિ માંગજો. એ મૂર્તિ લાવી આપશે. એ મૂર્તિનો જળાભિષેક કરી, એ પાણી સેના પર છાંટી દેજો. “રા' વિદ્યા ભાગી જશે. સેના જાગ્રત થશે. યુદ્ધમાં તમારો વિજય થશે. ત્રણ દિવસ સુધી આ સેનાની રક્ષા હું કરીશ. તમે નિશ્ચિત બનીને તપ કરો.” શ્રીકૃષ્ણ અઠ્ઠમનો તપ કર્યો. દેવી પદ્માવતી પ્રગટ થયાં. પાર્શ્વનાથની મૂર્તિ આપી. અભિષેક થયો. પાણી સેના પર છાંટવામાં આવ્યું. સેના જાગ્રત થઈ. યુદ્ધમાં શ્રીકૃષ્ણનો વિજય થયો. કાર્યસિદ્ધિ થઈ ! વિશેષ કાર્ય સિદ્ધ કરવા માટે તપશ્ચર્યા અમોઘ ઉપાય છે. એમાંય અઠ્ઠમનો તપ - (સળંગ ત્રણ ઉપવાસ) તો અકસીર-રામબાણ ઉપાય છે. એ ન થઈ શકે તો સળંગ ત્રણ આયંબિલ પણ કરી શકાય. આયંબિલનો તપ વિMનિવારણ માટે શ્રેષ્ઠ તપ છે. એમાંય શુદ્ધ આયંબિલ કરો તો ઘણું જ પ્રભાવશાળી બને. માત્ર રાંધેલ ભાતનું આયંબિલ ! ભાતને 66 0 સંવાદ