________________
વેડફાઈ રહ્યું છે. પરંતુ યુવાનને આ વાત સમજાવવી કેવી રીતે ? હા, કેટલાક યુવાનો કોઈ વૈરાગ્યપ્રેરક ઘટના જોઈને વિરક્ત બને છે. કેટલાક યુવાનો કોઈ સદ્ગુરુના યોગ-સંયોગથી બોધ પામી જાય છે. કેટલાક જીવનમાં સતત નિષ્ફળ બની, હતાશ બની ધર્મ તરફ વળે છે. પરંતુ વાસ્તવિક જ્ઞાનમૂલક વૈરાગ્ય ક્યાં પ્રગટે છે?
યૌવનકાળમાં મનુષ્ય ખાસ કરીને બે બૂરાઈઓથી બચીને જીવવાનું છે : એક કામાંધતા અને બીજી અર્થોધતા ! જીવનમાં અર્થ અને કામ સાધનરૂપે આવશ્યક હોય, પરંતુ તેમાં આંધળા બનીને મચી પડનારા યૌવનકાળનો ઘર દુરુપયોગ કરે છે.
પ્રશ્ન : તો યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ કે જેથી તેમનું યૌવન સફળ બને ? - ઉત્તર : સન્માર્ગો અનેક છે. સત્કાર્યો અનેક છે. જે યુવાનને જે સન્માર્ગ પ્રિય લાગે, જે ધર્મપુરુષાર્થ અનુકૂળ લાગે તે જીવનમાં અપનાવી શકે. એ માટે જ્ઞાની પુરુષોનું માર્ગદર્શન મેળવી શકે. યુવાનો જો સપુરુષોના સહવાસમાં રહે, સદ્ગુરુઓના પરિચયમાં રહે તો તેઓ સ્વ-પરના માટે ઘણાં સારાં કામ કરી શકે. અનેક દુષ્કર કાર્યો પણ પાર પાડી શકે.
જ્યાં સુધી શરીરમાં યૌવનનો થનગનાટ છે, ઇન્દ્રિયોના ઘડા હણહણે છે, ત્યાં સુધી આત્મકલ્યાણ સાધી લેવાનું છે. યૌવનનો થનગનાટ શમી ગયા પછી, ગાત્રો ઢીલાં પડી ગયા પછી તમે ધર્મપુરુષાર્થ નહીં કરી શકો.
બીજી મહત્ત્વની વાત મારે યુવાનોને ભારપૂર્વક કહેવી છે કે તેઓ યૌવનના ઉન્માદમાં ભાનભૂલા બનીને માતા-પિતા અને વડીલો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ન કરે. પ્રૌઢ અને અનુભવી પુરુષોનો અપલાપ ન કરે. મોટાભાગે વર્તમાનકાળે આવું જોવા મળે છે. યુવાન પુત્ર-પુત્રીઓથી માતાપિતા દુઃખી હોય છે. સંતાનો કહે છે - “માતા-પિતા અમારા સમયને ઓળખતા નથી...' પરંતુ માતા-પિતાના ઉપકારોને સંતાનો ઓળખે છે
ર૦ સંવાદ