SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યપ્રકાશ આવતો હોય ! ઘરમાં હીંચકો હાંય... એક અલાયદો અભ્યાસખંડ હોય, આછું આછું સંગીત વહ્યા કરતું હાય... હું જ મારો મોગલેઆઝમ હોવું અને ઘરમાં પ્રેમાળ સ્વજનાં હોય... મિત્રોની મહેફિલ હોય... આવું બધું હોય તો મજા પડી જાય ! અસંતોષ એ સપનાંઓને પંપાળ્યા કરે છે ! જે થોડું ઘણું મળ્યું છે, તેમાં એને સંતોષ નથી... જે નથી મળ્યું એનાં ભારે રંજ છે... જે પ્રેમભર્યા સ્વજનો મળ્યાં છે તેની કદર નથી અને જે દુશ્મન જેવા લોકો મળ્યા છે તેમની પાસેથી પ્રેમની અપેક્ષા રાખે છે ! અને જે કંઈ મળ્યું છે કે મળે છે, તેનાથી સંતોપ નથી. આ અસંતોષ વ્યાપક રીતે અંના જીવનફલક પર પથરાઈ ગયો છે. પરિણામે તે મૂઢ બની ગયાં છે. છે અને પૈસા ઓછા પડે છે. એને પ્રેમ ઓછો પડે છે. અને ઘર ઓછાં પડે છે. અને કપડાં ઓછાં પડે છે. એને ખાવાનું, પીવાનું.. અને સાનું-રૂ ઓછું પડે છે. એટલે નિરંતર એ આ બધું વધુ ને વધુ મેળવવા દોડી રહ્યાં છે. ઝઝુમી રહ્યા છે. પરિણામે દુઃખ, ત્રાસ, દર્દ અને વેદનાઓથી વલવલતો થઈ જાય છે. મેં એવા માણસાને જાય! છે કે જેમની પાસે ખાધ ખૂટે નહીં એટલું ધન હોવા છતાં વધુ ને વધુ ધ મેળવવા અતિ અન્યાયના માર્ગે દોડવા છે. કરચોરી અને દાણચોરી કરતા થયા છે... અને એવી લોખંડી જાળમાં ફસાયા છે કે જેમાંથી ઊગરવાના કોઈ માર્ગ તેમને જડતા નથી. ઘરમાં શાન્ત, સરળ અને સુંદર પત્ની હોવા છતાં, એમાં સંતોષ નહીં માનતા એ પુરુષો પરસ્ત્રીઓના પડખે ચડી ગયા છે. પછી પરસ્ત્રી હોય, વિધવા હોય કે કુમારિકા હોય... એ વિષયરસના કીડા બની છેવટે પવિત્ર શું ? શુદ્ધ મન ૦ ૧૧
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy