SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ S) ૨૫. મેગા એટલે ? fuપાસ શિષ્ય : “ગુરુદેવ, મિત્રમાં શું જોઈએ? ગુરુ: “વત્સ, મિત્રમાં વિશ્વાસ જોઈએ.” મહાનુભાવો, આજની વાત એક દૃષ્ટાંતથી કરીશ. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ' એશિયા માઈનોર તરફ કૂચ કરતો હતો. ત્યારે તે એકાએક ભયંકર રીતે બીમાર પડી ગયો. તેના ડૉક્ટરો સિકંદરની સારવાર કરતાં ગભરાતા હતા. તેની સારવાર કરે અને તે મરી જાય તો ડૉક્ટરનું આવી બને ! ફિલિપ નામના એક ડૉક્ટર સિકંદરના મિત્ર હતા. તેમને દૃઢ વિશ્વાસ હતો કે તેમના તબીબી જ્ઞાનથી તેમજ સિંકદર સાથેની ગાઢ દોસ્તીના કારણે તે આત્મવિશ્વાસપૂર્વક સારવાર કરી શકશે. તેમણે સારવારનું જોખમ ઉઠાવ્યું. આ સાંભળીને ડૉ. ફિલિપની ઇર્ષ્યા કરનારા કેટલાક દોસ્તોને મૂંઝવણ થઈ. તેમને લાગ્યું કે ફિલિપના ઔષધથી એલેકઝાન્ડર સારો થઈ જશે તો ફિલિપ ભારે યશ ખાટી જશે. ફિલિપ તેમની લેબોરેટરીમાં એલેકઝાંડર માટેનાં ઔષધો તૈયાર કરતા હતા, ત્યારે એક કાવતરું રચાયું. - એલેકઝાન્ડરને એક કાગળ લખીને જણાવ્યું કે પર્શિયાના તમારા દુશ્મન રાજાએ ફિલિપને ફોડીને તમને ઔષધમાં ઝેર આપવાનું કપટ રચ્યું છે. એલેકઝાન્ડરની દવા આપવા માટે ડૉ. ફિલિપ આવવાના હતા તે દરમિયાન કાગળ વાંચીને એલેકઝાન્ડરે કાગળને ઓશીકા નીચે મુકી દીધો. ડૉક્ટર આવ્યા. દવાનો કટોરો લાવ્યા. એલેકઝાન્ડરે દવાનો કટોરો પીવા લીધો અને ઓશીકા નીચેનો કાગળ ડૉકટર મિત્રને વાંચવા આપ્યો ! મૈત્રી એટલે ? વિશ્વાસ ૦ ૯૭
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy