SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉક્ટર કાગળ વાંચતા હતા તે દરમિયાન (૨ એલેકઝાંડર દવા પી ગયા. કાગળ વાંચીને ડૉક્ટર છે ગભરાઈ ગયા. સિકંદરે કહ્યું: “શું કામ ગભરાઓ છો? ફિલિપ નામના મિત્રે સિકંદરને મિત્ર માનીને ઝેર આપ્યું છે હોય તો તે પણ પીવા લાયક છે !' ત્રણ દિવસમાં એલેકઝાંડર તદ્દન સારો થઈ ગયો, અને લડાઈ લડવા કૂચ આદરી. આનું નામ મૈત્રી ! આનું નામ વિશ્વાસ ! જો તમારે મિત્રોની વચ્ચે રહેવાનું છે તો તમે એકવાર મેરી કોરોલી નામની મહિલા વાર્તાકારની વાર્તા “સૌરોઝ ઓફ સેતાન' વાંચી જજો. કેટલીક વખત તમારી તકલીફો ઉકેલવા કોઈ એકાએક અઢળક ઢળી જાય તેવો અવસરવાદી મિત્ર આવે તમારા પર ચમત્કારી ઉપકાર કરવા માંડે તેનાથી ચેતતા રહેવાનું આ નવલકથા કહે છે. કદાચ તે માણસ મિત્રના સ્વાંગમાં શેતાન પણ હોય. તમે પણ ક્યારેક અનુભવ કર્યો હશે કે તમારા મિત્રો તત્કાળ સફળતા મેળવવા માટે, એકાએક પડખે ચડી જનારા કપટી જનોને મિત્ર માનવા માંડે છે. મિત્રતામાં વિવેક નથી રાખતા. આવા કહેવાતા મિત્રો તેમનો સ્વાર્થ પતે એટલે તરત પોત પ્રકાશે છે. એટલે અવિવેક કે સારાનરસાની વિવેકબુદ્ધિ ન રાખનારા મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન વધુ સારો ! એરિસ્ટોટલ નામના તત્ત્વચિંતકે મિત્રતાનાં ત્રણ લેવલ બતાવ્યાં છે. ૧. તમારાં સમાન હિતો, સાથીદારીવાળાં સાહસ અને સમાન મહત્વકાંક્ષામાં ઉપયોગી મિત્ર. ૨. પ્લેઝન્ટ ફ્રેન્ડશીપ ! આમાં તમારા બૌદ્ધિક મનોરંજનમાં સાથીદાર હોય. અર્થાત્ આપણે એવા મિત્રો ઇચ્છવા જોઈએ કે જેને તમે મનોરંજિત કરી શકો. સામો મિત્ર જ તમારું મનોરંજન કર્યા કરશે, એવી અપેક્ષા સાથે મિત્રતા ન રાખો. જો તમારી બુદ્ધિમત્તાને ભોગવી શકે કે તમારી સર્જકતાને દાદ ન આપી શકે તેવો મિત્ર હોય તો તમે માત્ર મનોરંજન આપનાર જોકર બની જશો. ૯૮ • સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy