________________
પહોંચવાનો સરિયામ માર્ગ ! અથવા સર્વ વ્યસનો તમને આ લોભના રાજમાર્ગ પર મળી આવશે. રાજમાર્ગ છે ને ! એટલે એના પર ચાલવાની બધાને છૂટ છે. કોઈના ૫૨ પ્રતિબંધ નથી. પરસ્ત્રીગમન, જુગાર, મદ્યપાન, શિકાર, વિષયવિકાર, કપટ વગેરે તમામ વ્યસનો લોભના રાજમાર્ગ પર ચાલ્યાં જાય છે.
લોભદશા આત્મામાં પ્રબળ બની એટલે આત્મામાં મહાવિનાશકારી પાપો આવ્યાં જ સમજો. ભયંકર વ્યસનોના પગદંડા જામ્યા જ સમજો. લોભ માત્ર ધનનો જ નથી હોતો, સુખ માત્રનો લોભ જાગે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયસુખોનો લોભ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં પ્રિય સુખોનો લોભ ! સુખો મેળવવાની ને સુખો ભોગવવાની વાસના. આ વાસના જ વ્યસનોનો ચસ્કો જીવને લગાડે છે ને !
પરંતુ વિચારો, કે આવો લોભી જીવ, વ્યસનોને પરવશ પડેલો જીવ સુખ પ્રાપ્ત કરી શકે ખરો ? શાન્તિ પ્રાપ્ત કરી શકે ખરો ? જરાય નહીં. જે લોભદશાને પનારે પડ્યો તે જીવ નથી તો સુખ મેળવી શકતો કે નથી એ શાન્તિનો અનુભવ કરી શકતો. એનું જીવન દુઃખ, ક્લેશ અને વેદનાઓથી ભરપૂર બની જાય છે.
‘વિષાસૂત્ર’ માં શ્રેષ્ઠિપુત્ર ઉજિઝતકની વાર્તા આવે છે. વૈયિક સુખોનો લોભી બન્યો, શરાબી બન્યો, જુગારી બન્યો, માંસભક્ષી બન્યો ને વેશ્યાગામી બન્યો. ‘કામધ્વજા' નામની વેશ્યાના ભોગસુખમાં લીન બન્યો. પરિણામ કેવું ભયંકર આવ્યું ? નગરના રાજાએ પોતાના ઉપભોગ માટે જે વેશ્યાને રાખી હતી, તેની પાસે નહીં જવા ઉજિઝતકને સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ વેશ્યાના સુખનો લોભી ઉજિઝતક વેશ્યા પાસે ગયા વિના રહે ? ચોરીછૂપીથી પણ તે ગયો જ. પરંતુ રાજાએ તેને પકડી પાડ્યો. તેને શૂળી પર ચઢાવી મારી નાંખવામાં આવ્યો.
પચીસ વર્ષનો એ ફૂટડો જવાન સુખભોગની વાસનાના પાયે શૂળી
सर्पगुरानो नाराड डोला ! दोष देस
શાક એણ