________________
પર મરાયો. મરીને એ પહેલી નરકમાં ગયો. કહો, આવા કરપીણ લોભને જીવનમાં સ્થાન આપીને સુખ મેળવી શકાય ? - અજ્ઞાની જીવ સુખ મેળવવા માટે લોભનો આશરો લે DJ છે. કોઈ પણ પાપ આચરવા તૈયાર થઈ જાય છે. એને પાપ દેખાતું નથી. એને તો ઇન્દ્રિયોનાં વિષયસુખો જ દેખાય છે ! પરંતુ એ સુખ ભોગવ્યાં ન ભોગવ્યાં ત્યાં તો એ દુઃખોના ભયંકર દાવાનળમાં ઝીંકાઈ જાય છે. દુર્ગતિઓનાં ભીષણ દુઃખો એને પીંખી નાંખે છે. એને ચૂંથી નાંખે છે.
ધ્યાન રાખો, સુખ મેળવવા લોભ પાસે ન જાઓ. દૂરથી ભલે તમને ત્યાં સુખ દેખાય, પરંતુ તે માત્ર તમારો ભ્રમ છે. સુખના પડદા પાછળ તમે કલ્પી ન શકો તેવાં ભયંકર દુઃખ છુપાયેલાં પડ્યાં છે.
લોભ !
સર્વગુણોનો નાશ જો પસંદ હોય તો લોભદશા તમને મુબારક હો ! તમારા જીવનબાગમાં ક્ષમાનાં પુષ્પોની સુવાસ જો ચાહો છો, નમ્રતા અને સરળતાનાં આમ્રવૃક્ષોની શીતળ છાયા જે ચાહો છો, સત્ય અને સંતોષનાં મધુર ફળોનો આસ્વાદ જો ચાહો છો તો તમે લોભ ત્યજી દો.
લોભ તમને અહિંસક નહીં રહેવા દે. લોભ તમને સત્યના છાંયડે નહીં બેસવા દે. લોભ તમને ‘પ્રામાણિક પુરુષ'નહીં રહેવા દે. લોભ તમને કદાચ સદાચારી નહીં રહેવા દે. લોભ તમને દાન દેતાં રોકશે. તપશ્ચર્યાનો માર્ગ રોકશે. શુભ ભાવનાઓને તમારા મનોમંદિરમાં પ્રવેશતાં રોકશે. - એકેય ગુણ નહીં રહેવા દે, પછી ? ગુણ વિનાનું જીવન તમને સંતોષ આપશે ? ગુણ વિનાનું જીવન આત્મકલ્યાણનું સાધન બનશે ? તો પછી લોભપિશાચને ભગાડી દો.
લોભનું મૂળ છે મમત્વ. મમત્વની વાસના કોઈ એક જ પ્રકારની નથી. “આ મારું' કેટલા
૫૬ ૦ સંવાદ