________________
* ૨૩. મા
શું છે ? PHUELTOZiediet
શિષ્ય : ગુરુદેવ, મૃત્યુ શું છે?” ગુરુઃ “વત્સ, અવધાનરહિતતા-અજાગૃતિ મૃત્યુ છે.'
આજે આપણો આ છેલ્લો સંવાદ છે. પ્રશ્ન સમજાય એવો છે, ઉત્તર ક્ષણભર ન સમજાય તેવો છે ! “અવધાન' એટલે જાગૃતિ. તમે જાગૃત છો
ત્યાં સુધી જીવો છે. જેટલી ક્ષણો જાગૃતિમાં જાય છે તે જીવન છે. એ સિવાય આપણે મરેલા છીએ ! અજાગૃતિ જ મૃત્યુ છે ! મૃત્યુની આ પરિભાષા સમજવા જેવી છે. જીવના પ્રાણ નીકળી જાય. શ્વાસોચ્છવાસ બંધ પડી જાય ને માણસ મરી જાય એ તો સહુ સમજે જ છે. એ મૃત્યુ તો જાણીતું છે. પણ અહીં તો એવા મૃત્યુની વાત કરવામાં આવી છે કે જે મૃત્યુ એકવાર નહીં અનેકવાર આવે છે !
આપણે આત્મભાવમાં જાગૃત રહેવાનું છે. આપણે આત્મભાવમાં રમણતા કરવાની છે. આ જાગૃતિ અને રમણતા જ જીવન છે. આત્મભાવમાં રમણતા એટલે આત્મજ્ઞાનમાં રમણતા. માનસરોવરમાં જેમ હંસ તરે તેમ જ્ઞાનાનંદમાં જીવાત્મા રમે. “જ્ઞાની નિષ્પતિ જ્ઞાને માન રુવ મન !' આવા જ્ઞાની પુરુષોને જ્યારે વિષયોમાં પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે મોત જેવું લાગે. એમને જરાય ન ગમે. “વિષયાંત્તરસંચાર: તારચ દાતાનોપમ: I' વિષયોમાં પ્રવૃત્તિ અને ઝેર જેવી લાગે.
આ, મૃત્યુની પરિભાષા ઉપર વિચાર કરજો. તમે જીવી રહ્યા છો કે મરી રહ્યા છો, તેનો નિર્ણય કરજો. આ મનુષ્યજીવન જીવવા માટે છે ! આત્મભાવમાં જીવવા માટે છે. જ્ઞાનાનંદ મેળવવા માટે જીવવાનું છે. એવું મૂલ્યવાન જીવન, પાંચ ઇન્દ્રિયોના વિષયોનાં સુખ મેળવવા ને ભોગવવા
મૃત્યુ શું છે ? અવધાનરહિતતા
૮૯