________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરદેવે કહ્યું છે -
पूज्जा जस्स पसीयंति संबुद्धा पुव्व संथुया । पसन्ना लाभइस्संति विउलं अट्ठियं सुयं ।।
अ०१ / श्लोक : ४६
સ્વાત્માન
‘સંબુદ્ધ, પૂર્વ સંસ્તુત અને પ્રસન્ન પૂજ્ય પુરુષો શિષ્યને વિપુલ શ્રુતજ્ઞાન આપે છે.' ગુરુ સ્વયં શાસ્ત્રજ્ઞ અને મર્મજ્ઞ જોઈએ. તેમની પાસે જ્ઞાનનાં ભંડાર હોય. તે મેળવવા માટે તમારે એમને પ્રસન્ન કરવા પડે. તે માટે તે પૂજ્ય ગુરુદેવમાં રહેલા વિશિષ્ટ ગુણોની સ્તવના કરતા રહો. જ્યારે સદ્ગુરુ સ્વસ્થ ચિત્તે બેઠા હોય, કોઈ વિશેષ કાર્યમાં વ્યગ્ર ન હોય ત્યારે તેમનાં ચરણોમાં બેસીને, તમારા હૃદયમાં રહલા ભક્તિભાવ શબ્દોમાં વ્યક્ત કરતા રહો. એ શબ્દો સહજ ને સ્વાભાવિક જાઈએ.
ગુરુતત્ત્વની આવી સર્વાંગ સંપૂર્ણ આરાધનાનું પરંપરાએ ફળ મુક્તિ છે. સંકલ્પ કરીને એ આરાધનામાં આત્માર્થીએ લાગી જવું જોઈએ. એમાં એક સાવધાની રાખવાની. અવિનીત શિષ્યોનો પરિચય નહીં કરવાના. અવિનીતોના અવિનયનું અનુકરણ નહીં કરવાનું. તમે તમારાં કર્તવ્યોની કેડીએ ચાલતા રહેજો.
:.
આજે આપણી આ વાત છે : દુનિયાને ખુશ કરવાના ઉપાયો છોડીને આપણા આત્માને ખુશ કરવાનો પ્રારંભ કરીએ. તે માટે સદ્ગુરુની કૃપા મેળવવા, ગુરુને પ્રસન્ન રાખવાના ઉપાયો કરીએ.
૧૩૮ ૦ સંવાદ