________________
X
૩૫. શાળામાં ફ્લેશ મળે ના થાય ? પરિંગ્રહયો
શિષ્ય: ‘ગુરુદેવ, મનુષ્યના ક્લેશ અને નાશનું કારણ શું છે ?’ ગુરુ ‘વત્સ, પરિગ્રહ.’
આજે મારે તમને જે વાત સમજાવવી છે, તે સરળ નથી. આ દુનિયામાં સહુને ખૂબ જ ગમતી વાતની મારે આજે નિંદા કરવાની છે. તમે કદાચ આ વાતનો સ્વીકાર ન પણ કરો. ખેર, તમે સમજવા તો પ્રયત્ન જરૂર કરજો. કારણકે તમારા બધા જ માનસિક વલોપાતોનું મૂળ કારણ એ જ વાત છે. અને તમારો સર્વનાશ કરનારું પણ આ જ તત્ત્વ છે ! એનુ નામ છે પરિગ્રહ.
ગ્રહો અને ઉપગ્રહો અંગે તમે ઘણું જાણતા હશો. જ્યોતિષ શાસ્ત્રનો શોખ તમને ગ્રહોનાં તેજ-તિમિર સમજવા પ્રેરે છે તો વિજ્ઞાનની જિજ્ઞાસા ઉપગ્રહોનું જ્ઞાન મેળવવા પ્રેરિત કરે છે. પરંતુ ‘પરિગ્રહ’ને સમજવા તમે કદાચ પ્રયત્ન નહીં કર્યો હોય. આ ‘પરિગ્રહ' નામનો દશમો ગ્રહ ત્રણે લોક પર છવાયેલો છે. માનવોને જ નહીં, દેવર્નાને પણ આ ગ્રહ નડે છે !
તમારી પાસે સ્થાવર-જંગમ સંપત્તિ છે ? એનું નામ પરિગ્રહ. તમારા ઘરની તિજોરીમાં પડેલી કરંસી નોર્ટો; સોના-રૂપાના દાગીના, હીરા અને મોતી... તમારાં ઘર અને દુકાનો, બંગલા અને ઑફિસો... આ બધું જ ‘પરિગ્રહ’ છે ! અને પાંચમું પાપ પરિગ્રહનું છે ! બોલો છો ને ‘પાંચમે પરિગ્રહ !'
પાપ છોડવાનું જ હોય. પાપ તમને છોડવા જેવું જ લાગવું જોઈએ. પણ આ પરિગ્રહનું પાપ છોડવા જેવું તમને નથી લાગતું. વધારવા જેવું
શાનાથી ક્લેશ અને નાશ થાય ? પરિગ્રહથી ૦ ૧૩૯