________________ માતા શ્રી દેવી “માતા” તરફ જોવાનું છે ! તમે લોકો માતાને SS કઈ દૃષ્ટિએ જોઈ રહ્યા છો, એ હું જાણું છું. માતાઓ આ પણ જાણે છે... તે બધું દુર્ભાગ્યપૂર્ણ છે. તમે કંઈક 07 ફેરફાર કરવા તૈયાર થશો તો જ આ વાત તમે સ્વીકારવાના. અને ફેરફાર કરશો તો જ તમે “કૃતજ્ઞ' બની શકશો. આ વિશ્વમાં ‘ઉપકાર'નું તત્ત્વ ઘણું જ કીમતી છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે ત્રિશલામાતાના ઉદરમાં હતા, ગર્ભાવસ્થામાં હતા ત્યારે તેમને વિચાર આવેલો કે “મારા હલન-ચલનથી મારી માતાને કષ્ટ પહોંચે છે તો હું હાલવા-ચાલવાનું બંધ કરી દઉં... સ્થિર થઈ જાઉં.” અને તેઓ સ્થિર થઈ ગયા હતા ! તમે કલ્પસૂત્રનાં વ્યાખ્યાનોમાં આ ઘટના અનેકવાર સાંભળી હશે ? એ વાત પર તમે ક્યારેય વિચાર કર્યો છે ? ના, સાંભળો છો ખરા, વિચારતા નથી ! સાંભળતી વખતે તો બીજા વિચારોમાં નથી ચઢી જતાને ? જેની પાસેથી સુખ પામવાનું છે, જેની પાસેથી સુખી થવાના આશીર્વાદ લેવાના છે, એ માતાને દુઃખી તો ન જ કરાય ને ? “હું ક્યારેય મારી માતાને દુઃખી નહીં કરું.” આવો દઢ સંકલ્પ કરશો ખરા ? નહીંતર દેવીની આશાતના તમને દુઃખી-દુઃખી કરી નાંખશે ! હા, માતા દેવી છે, એની આશાતના કરનાર સંતાન સુખી ન જ થાય. એ દેવીની આરાધના કરનાર સુખી થાય જ. જીવનના પ્રારંભથી જ ઉપકાર શરૂ થાય છે. જીવનનો પ્રારંભ થાય છે માતાના ઉદરમાં. માતાને ખ્યાલ આવે છે કે “મારા પેટે કોઈ જીવા આવ્યો છે.” એ માતાનું હૃદય પ્રેમ થઈ જાય છે. એ નવા આવેલા જીવને કોઈ દુઃખ ન પડે એ રીતે એ પોતાનો જીવનવ્યવહાર બનાવે છે. નવ-નવ મહિના સુધી ઉદરમાં આવેલા જનમ જનમના યાત્રિકનાં જતન કરે છે. જ્યારે એ સંસારનો પ્રવાસી ઉદરમાંથી બહાર આવે છે ત્યારે માતા પોતાનાં તમામ કાર્યો છોડી એ પ્રવાસીને “પુત્ર' રૂપે કે “પુત્રી' રૂપે જુએ છે. અને અપાર સ્નેહથી નવરાવતી રહે છે. પોતાનાં વાત્સલ્યનાં દૂધ પાય પ્રત્યક્ષ દેવી કોણ ? માતા 0 75