________________
સરદારે કહ્યું : ‘પોલીસ પાસે તારે જવાની જરૂર નથી. હવે તું ઘરે જા. તારી બહેનનાં લગ્ન કર. તને જેમ ઠીક લાગે તેમ કર. મારા લાયક કંઈ કામ હોય તો અહીં આવી જજે.'
અકાર્ય
કરનાર
મેં સરદારના પગ પકડી લીધા. મારી આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. હું ઘરે ગર્યા. મેં મુંબઈ છોડી દીધું. દારૂ, જુગાર, વેશ્યાગમન ત્યજી દીધું. બહેનનાં લગ્ન કરી દીધાં. માનો સ્વર્ગવાસ થઈ ગયો. હવે મારે મારું જીવન ધર્મમય બનાવવું છે.'
૧૧૨ સંવાદ
આ તો એક આંધળાની કહાની કીધી. આવા તો લાખો આંધળા આ શહેરોના રાજમાર્ગો પર રખડે છે. અકાર્યો-પાપો મજેથી કરે છે, પરંતુ આવા લોકોના જીવનમાં શાન્તિ નથી હોતી. પ્રસન્નતા નથી હોતી. ક્યાંથી મળે ? માત્ર અર્થ અને કામથી સુખ-શાન્તિ ન જ મળે. વૈભવ-સંપત્તિ અને રંગ-રાગ જ જીવનની સાર્થકતા નથી. પ્રસન્ન, પ્રશાંત અને ઉન્નત જીવન જીવવાની ઇચ્છા હોય તો સર્વપ્રથમ અંધાપો દૂર કરવા પડશે. ઘોર પાપોથી દૂર જ રહેવું પડશે. તે માટે એવાં પાપાચરણ કરનારા મિત્રો ન રાખો. તેમનો ત્યાગ કરો. તેમાં કદાચ ધંધાકીય નુકસાન થતું હોય તો થવા દો. પણ જીવનને બચાવી લો. ખોટી ને ખરાબ મૈત્રીના કા૨ણે ઘણા યુવકો અને યુવતીઓ સન્માર્ગભ્રષ્ટ બન્યાં છે. આ અંધાપાથી બચો.