________________
AM)વિષયોની અધિક સ્પૃહા કરતી જાય છે. હા, વ - 5) અતિ અલ્પકાળ માટે ક્ષણિક તૃપ્તિ ટેકરામાં
અતૃપ્તિનો લાવારસ ખદબદી રહેલા હોય છે.
તૃપ્ત થવું હોય તો ઇન્દ્રિયવિજેતા બનવું જ પડે. જ ઇન્દ્રિયોને વિષયો આપવાના બદલે અન્તરાત્મા દ્વારા તૃપ્ત કરવાનો પ્રયોગ શરૂ કરો. સાચી સમજ દ્વારા, સમ્યફ વિવેક દ્વારા, અપ્રશસ્ત વિષયોથી ઇન્દ્રિયોને દૂર કરી દેવ-ગુરુ-ધર્મની પ્રશસ્ત આરાધનામાં ઇન્દ્રિયોને રસ લેતી કરી દો. દેવગુરુનાં દર્શનમાં, સમ્યક ગ્રંથોના શ્રવણમાં, પરમાત્માના પૂજનમાં અને મહાપુરુષોની સ્તુતિમાં તમારી ઇન્દ્રિયોને જોડી દો. દીર્ઘકાળ સુધી એમાં જોડાયેલી રહેવાથી એક દિવસ એ ઇન્દ્રિયો પર તમે વિજયી બની શકવાના. ઇન્દ્રિયો ખરેખર તૃપ્ત થવાની.
પરંતુ આ ઇન્દ્રિયોને તમે સામાન્ય શક્તિ ન સમજતા. એ દેખાવમાં ભલે સાદી-સીધી લાગતી હોય, એ તમને વફાદાર નથી. એ સરળ નથી. એ મોહસમ્રાટની આજ્ઞાંકિત દાસીઓ છે, મોહસમ્રાટ આ અતિચતુર વફાદાર સેવિકાઓ દ્વારા અનંત જીવો પર પોતાનું રાજ્ય ચલાવે છે !
વિષયાભિલાષ' એ ઇન્દ્રિયોના જાદુઈ પાશ છે. અજબ જાળ છે. ઇન્દ્રિયો જીવ પાસે વિષયાભિલાષ કરાવે છે અને અનેક રીતે સમજાવીને વિપયાની અભિલાષા કરાવે છે. ઘેલા જીવોને ઇન્દ્રિયની સલાહ ગમી જાય છે. જીવાત્મા મોહના બંધનમાં બંધાતો જાય છે. બાહ્ય ધર્મક્રિયા કરતો પણ અત્યંતર મોહવાસનાઓથી ઘેરાઈ જાય છે. માટે ઇન્દ્રિયવિજેતા બનવા માટે ઇન્દ્રિયોના વિષયપાશથી ખૂબ સાવધાન રહેવાનું છે.
ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત જીવની કેવી મૂઢતા છે ! જે ધન નથી, તેને તે ધન જૂએ છે ! જે ખરેખર ધન છે તેને તે જોતો નથી. જ્ઞાનધન તરફ દૃષ્ટિ માંડે. ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. તે તમારા આત્મામાં જ દટાયેલું છે. તેના પર કર્મોના ડુંગરા ઊગી ગયા છે. “એ ડુંગરાઓને તોડી ફોડીને એ જ્ઞાન-ધનના અઢળક ભંડાર પ્રાપ્ત કરવાના જ પુરુષાર્થ કરવા હિતકારી છે. જેમ જેમ એ કમાંના ડુંગરા
પુરુપ કોણ ? જિતક્રિય • ૧૧૫