________________ Dii ( કરી દીધો હતો. તે છતાં અંજનાએ, પોતે રાજકુમારી હોવા છતાં, પવનંજય સાથે છૂટાછેડા નહોતા લીધા ! કે પોતાના પિતા-રાજાને ફરિયાદ પણ નહોતી કરી. પોતાના પિતાના ઘરે પણ ચાલી નહોતી ગઈ ! એણે 22 વર્ષ પતિની રાહ જોવામાં ધીરજથી પસાર કર્યા હતાં. છેવટે પવનંજય અંજના પાસે જાય છે ! અંજનાને ખૂબ ચાહે છે. હનુમાનનો જન્મ થાય છે... ધીરજનું એ ફળ હતું. સંસારનાં કાર્યોની સિદ્ધિમાં પણ ધીરજ રાખવી વિશિષ્ટ ગુણ છે. આઝાદી પહેલાંની એક વાત છે. વાત છે મહમદઅલી ઝીણાની ! પાકિસ્તાનના પ્રણેતાની. ત્યારે ઝીણાની વકીલાત ધમધોકાર ચાલે. જેવા તેવા કેસ હાથમાં લે જ નહીં. મુલાકાત જ ન આપે. પેઢીમાં ઘણા વકીલો એમના હાથ નીચે કામ કરે તોયે કામને પહોંચી ન વળાય. એક ભાઈનો કેસ નાજુક. બધાએ સલાહ આપી કે બૅરિસ્ટર ઝીણા જ તમને જીતાડી શકશે. પેલા ભાઈ ઑફિસે જાય પણ ઝીણા મુલાકાત આપે નહીં. પેલા ભાઈ ચીટકુ હતા. તેમણે ધીરજ ન છોડી. રોજ એમની ઑફિસે જઈને બેસે અને મુલાકાત માંગે. છેવટે સ્ટાફ પીગળ્યો. ઝીણા સાહેબ, વિનંતી કે આજે નિરાશ ન કરો. ભલે, વકીલાતનામામાં સહી લઈ લ્યો. અદાલતમાં વકીલાતનામું રજૂ કરો. એમ થયું. મુદત નજીક આવી, પણ ઝીણાસાહેબ આ ભાઈનો કેસ સમજવા સમય ન ફાળવે ! પેલા બાપડાને ચિંતા થઈ. આવડી મોટી ફી ભરી દીધી છતાં બૅરિસ્ટર મૂળ વાતને સમજવાની દરકાર નથી કરતા. નક્કી, આ કેસ આપણે હારવાના. નાણાંય જશે ને કેસ પણ હારશું. કેસની વિગત સમજાવવા મુલાકાત માગ્યા કરે. . છેવટે કેસ ચાલવાનો હતો એ દિવસે સવારે સાડા દસે ઝીણાસાહેબે બોલાવ્યા. મોટરમાં સાથે બેસાડી અસીલને કેસની મુખ્ય મુખ્ય વાતો ટૂંકમાં કહી જવા જણાવ્યું. મોટર અદાલતમાં દાખલ થઈ એટલે વાત પૂરી થઈ. એ તો સીધા માંડ્યા કેસ ચલાવવા. ઊછળી ઊછળીને દલીલો શ્રેષ્ઠ બળ કયું? પૈર્ય * ઉ૩