________________
'મારો "
'मुक्ख सुहबीयभूओ जीवाण सुहावहो भावो ।'
‘ભાવ જ મોક્ષસુખનું બીજ છે અને ભાવધર્મ જ જીવોને માટે સુખદાયી છે.'
આ ભાવધર્મની આરાધનામાં મુખ્ય રૂપે ચાર ભાવનાઓ રહેલી છે.
૧. મૈત્રી, ૨. પ્રમોદ, ૩. કરુણા અને ૪. મધ્યસ્થ.
કહેવામાં આવ્યું છે : “મૈતિમવ સંયુis તર્ક તિ શીર્ઘતે !” મનુષ્યના હૃદયમાં આ ચાર ભાવો જોઈએ જ. આ ચાર ભાવ ન હોય, અને માણસ દેખીતી રીતે ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, છતાં તે ધર્મતત્ત્વને પામતો નથી.
મૈત્રીભાવના : “હે આત્માનું તું સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખ. આ વિશ્વમાં તારો કોઈ જ શત્રુ નથી. બધા જ તારા મિત્ર છે. સંસારમાં પરિભ્રમણ કરતાં તે બધા જ જીવો સાથે બધા જ પ્રકારના સંબંધ બાંધ્યા છે. માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની આદિ તમામ સંબંધોથી તું બંધાયો છે. હવે તે બધા સાથે તું શા માટે શત્રુતા કરે છે ? એ શત્રુતા પણ શું કાયમ ટકવાની છે ? નહીં જ ટકે. બધા જ સંબંધો પરિવર્તનશીલ છે. તો પછી શા માટે તું તારા હૈયામાં શત્રુતાને સંઘરે છે? “સમગ્ર જીવસૃષ્ટિ તારું કુટુંબ છે એમ માન.
કરુણાભાવના તમારા ગુણોનું ઉદ્દભવસ્થાન છે કોમળ હૃદય. હૃદયની કોમળતામાંથી જ ગુણોનો આવિર્ભાવ થાય છે. બધા જ ગુણોમાં કરુણા સર્વશ્રેષ્ઠ ગુણ છે. બીજા જીવોનાં દુઃખ જાણીને કે જોઈને એ દુઃખોને દૂર કરવાની પ્રબળ ઇચ્છા થવી તે કરુણા છે.
પ્રમોદભાવના કુળનુ પ્રમો' ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ રાખવો જોઈએ. પ્રમોદ એટલે પ્રેમ ! ગુણીજનો પ્રત્યે પ્રેમ ! ગુણો પ્રત્યે પ્રેમ હોય એટલે ગુણીજનોને પ્રેમ કરી શકો. “ગુણપ્રેમ” કોઈ સુલભ તત્ત્વ નથી. દુર્લભ તત્ત્વ છે. દુનિયામાં જે જીવો છે તે બધા ગુણ-અવગુણથી ભરેલા
૪૦ સંવાદ