________________
એક ક્ષણ લાખો-કરોડો વષોનું દેવલોકનું આયુષ્ય બંધાવી આપી શકે ! એ એક ક્ષણ અનંત-અનંત કર્મોને બાળી શકે. એટલે જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના શિષ્યોને સંબોધીને કહ્યું હતું : “સમય જોમ ! મા પમાયણ !' “હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ.”
જરા આત્માની સાક્ષીએ વિચારો કે તમારા આ જીવનનો મૂલ્યવાન સમય વેડફાઈ જતો નથી ને ? જે દેશકથામાં, રાજકથામાં, ભોજનકથામાં કે કામકથામાં કેટલો સમય
જાય છે ?
પરનિંદા કરવામાં, પટલાઈ કરવામાં કેટલો સમય જાય છે ? કે ઊંઘવામાં, આળસમાં કેટલો સમય જાય છે ? જી હરવા-ફરવામાં ને નાચવા-કૂદવામાં કેટલો સમય જાય છે ? દિર ટી.વી. જોવામાં કેટલો સમય જાય છે ? કિ નાટકો જોવામાં કેટલો સમય જાય છે ?
આ બધો સમયનો વેડફાટ છે. આનાથી જીવાત્મા પાપકર્મો બાંધે છે. બાંધેલાં કર્મો ક્યારેક ને ક્યારેક ભોગવવાં પડે જ છે. આ ભવમાં કે બીજા ભવોમાં... ભોગવ્યા વિના છૂટકો નહીં થાય. ઘોર પાપનાં ફળ ભોગવવા નરકમાં જન્મ લેવો પડે. ઉગ્ર પાપનાં ફળ ભોગવવા તિર્યંચ ગતિમાં અનેક જન્મ-મરણ કરવાં પડે.. કંઈક શાન્ત ચિત્તે આ બધી વાતો વિચારવી જરૂરી છે. “મૃત્યુ પછી હું કઈ ગતિમાં જઈશ ?' આ પ્રશ્ન તમારી જાતને એકાંતમાં પૂછો.
મનુષ્યજીવનનું આયુષ્ય ઘણું જ મૂલ્યવાન છે, સુવર્ણરસ કરતાંય વધારે મૂલ્યવાન છે એ વાત તમારા ગળે ઊતરે તો જ તમે આ આયુષ્યની એક એક ક્ષણનો સદુપયોગ કરવા તત્પર બની શકશો. તમે કેટલું લાંબુ
૨૮ • સંવાદ