________________
આ૬
K
આયુષ્ય પામ્યા છો, એ મહત્ત્વનું નથી, તમે એ સમયનો કેટલો ને કેવા સદુપયોગ કરો છો, એ મહત્ત્વપૂર્ણ છે.
સાડા બાર વર્ષ સુધી શ્રમણ ભગવાન મહાવીર જમીન ' પર પલાંઠી વાળીને બેઠા ન હતા. દિવસો સુધી જંગલમાં ધ્યાનસ્થ બનીને ઊભા રહેતા હતા. કાયાની સ્થિરતા હતી, વાણીનું મન હતું અને મનમાં ધ્યાન હતું ! આપણે એ પ્રભુનું જ ધર્મશાસન પામ્યા છીએ. કમસે-કમ ૨૪ કલાકમાં એક-બે કલાક આપણે પણ કાયાને સ્થિર રાખીએ, વાણીનું મૌન રાખીએ, મનમાં પરમાત્માનું ધ્યાન કરીએ. હા, ધારીએ તો કરી શકીએ. આવું કંઈક કરતા રહીએ દિવસના અંતે કંઈ સાર્થકતાનો અહેસાસ મળી શકે.
જીવનમાં જ્ઞાનયોગ, શ્રદ્ધાયોગ અને ચારિત્રયોગની આરાધના એવી ગોઠવી દેવી જોઈએ કે આયુષ્યની એકેય ક્ષણ નકામી ન જાય. આયુષ્ય વાયુ કરતાંય વધુ તરલ છે. ગમે ત્યારે ને ગમે ત્યાં એ પૂર્ણ થઈ જઈ શકે છે, અર્થાત્ મૃત્યુ આવી જવાનું જ છે. એ પૂર્વે આયુષ્યને આત્માનંદના મહોત્સવથી માણી લેવાનું છે ! હા, આત્માનંદ કહો કે ચિદાનંદ કહો... એ પરમાનંદની અનુભૂતિ કરી જ લેવી જોઈએ. ક્ષણિક સમયનો ઉપયોગ શાશ્વત ચિદાનંદની પ્રાપ્તિ માટે કરી લેવો છે. વિનાશી આયુષ્યનો ઉપયોગ અવિનાશી આત્માનંદની પ્રાપ્તિ માટે કરી લેવો છે. એ માટે તમે સફળ બનો એવી શુભ કામના.
અસ્થિર શું છે ? આયુષ્ય ૦ ૨૯