________________
ગુરુવચન
24) કરીને, તેની યોગ્યતા જાણીને એને મોક્ષમાર્ગની •5) આરાધનામાં પ્રેરણા આપતા હોય છે. ખૂબ કોમળ
/ શબ્દોમાં કરુણાભર્યા હૈયે માર્ગદર્શન આપતા હોય છે. ( પ્રાયઃ તો સર્વે શિષ્યોને એ પ્રેરણા-વાણી ગમતી હોય છે. માર્ગદર્શન પ્રિય લાગતું હોય છે, પરંતુ જે શિષ્યો ઉપર પ્રમાદનું પ્રભુત્વ છવાયેલું હોય છે, ઇષ્ટ વિષયોનું આકર્ષણ જાગેલું હોય છે, એવા શિષ્ય ગુરુની પ્રેરણા ઝીલી શકતા નથી. માર્ગદર્શન મુજબ જીવન જીવી શકતા નથી. તેઓ પોતાનાં વ્રતો-મહાવ્રતોને પ્રમાદના આચરણથી દૂષિત કરતા હોય છે. આ પરિસ્થિતિ જોઈને ગુરુના હૃદયમાં ગ્લાનિ અને ચિંતા થાય છે : “મારા શરણે આવેલો આત્મા આ રીતે સંયમ જીવન હારી જશે. માનવજીવન નિષ્ફળ જશે. માટે મારે એને અહિતકારી આચરણથી રોકવો જોઈએ.” આવી હોય છે ગુરુની કરુણાદષ્ટિ. આ દૃષ્ટિથી ગુરુ શિષ્યને પ્રમાદથી દૂર રહેવા પ્રેરણા આપતા હોય છે. તે પ્રેરણામાં વપરાતા શબ્દો મીઠા હોય અને કડવા પણ હોય ! એક આંખમાં વાત્સલ્ય હોય તો બીજી આંખમાં કઠોરતા પણ હોય; સહાનુભૂતિ હોય અને છણકો પણ હોય.
ગુરુના કરુણાભર્યા હૃદયને નહીં સમજનારો શિષ્ય, ભક્ત પોતાનું | આવું નિરીક્ષણ નહીં કરનારો શિષ્ય, ગુરુનાં કડવાં અને કઠોર વચનો સાંભળીને ગુરુ પ્રત્યે નારાજ થાય છે, ગુરુ પ્રત્યે રોષે ભરાય છે. આવા શિષ્યોને ગ્રંથકાર સુંદર પ્રેરણા આપતાં કહે છે : | ‘તું તારી જાતને ધન્ય સમજ, પુણ્યશાળી સમજ, કે તારા ગુરુ તને હિતકારી, કલ્યાણકારી વચનો કહે છે. તું યોગ્ય છે, પાત્ર છે, માટે તને કહે છે. જે આત્માઓનું પુણ્ય પરવારી ગયું હોય છે તેઓને ગુરુ કંઈ કહેતા નથી. મૂર્ખ માણસને ઉપદેશ આપતા નથી. તું સમજદાર છે, વિવેકી છે માટે તેને ગુરુ ઉપદેશ આપે છે. તું શાન્ત ચિત્તે જો એમનાં પ્રેરણાવચનો સાંભળીશ તો તને ચંદનના શીતળ સ્પર્શનો અનુભવ થશે.
ગુરુજનોનાં મુખ હમેશાં મલયાચલ હોય છે ! તમને ખબર છે કે
ઉપાદેય શું છે? ગુરુવચન - ૫૧