________________
P. . દુ:ખી કોણ?
છે ઉપરા
શિષ્યઃ ‘ગુરુદેવ, ખરેખર દુઃખી કોણ છે?”
ગુરુ “વત્સ, ૧. ઇર્ષા કરનાર, ૨. નફરત કરનાર, ૩. શંકા કરનાર, ૪. ક્રોધ ધરનાર, ૫. અસંતુષ્ટ અને ઉ. પરાશ્રિત દુઃખી હોય છે.'
આ સંસારની વિચિત્રતા જુઓ ! દુ:ખી થવાનાં કારણો જે સાચાં છે તે કારણોને અજ્ઞાની મનુષ્ય સમજતો નથી અને જે ખરેખર દુઃખનાં કારણો નથી, તેને દુ:ખ માને છે.
‘ઇર્ષ્યા કરનાર સ્ત્રી કે પુરુષને કહેવામાં આવે કે ઇર્ષ્યા કરીને તું દુઃખી થાય છે. માટે ઇર્ષ્યા ન કર.” શું આ વાત એના મનમાં ઊતરે ?
બીજાઓ તરફ નફરત કરનાર વ્યક્તિને કહેવામાં આવે કે “તું આ નફરત-ધિક્કાર વરસાવીને દુઃખી થાય છે. માટે નફરત ન કર.' શું આ ઉપદેશ તેના ગળે ઊતરવાનો ?
શંકાશીલ સ્વભાવવાળાને કહેવામાં આવે કે “તું દરેક વાતમાં શંકા કરીને દુ:ખી શા માટે થાય છે ?” તો શું એ આ વાત સ્વીકારશે ?
ક્રોધ કરનારને કહેવામાં આવે કે તું ક્રોધ કરીને સ્વયં દુઃખી થાય છે, બીજો તો પછી દુ:ખી થશે. માટે ક્રોધ ન કર.” શું આ સત્યનો એ આદર કરશે ?
કોઈ વાતમાં સંતોષ નહીં માનનાર માણસ કેવો દુઃખી હોય છે ? તેવા માણસો મેં જોયા છે. તેમને સમજાવું છું કે અસંતોષથી તમે દુ:ખી થાઓ છો માટે તમે સંતુષ્ટ બનો પણ ના, તેઓ અસંતોષની આગમાં બળતા રહે છે !
દુઃખી કોણ? છ જણા ૦ ૧૨૫