________________
૧૨. અક્ષરા ઘst gણ શું છે?
સુપાત્ર દાળ
શિષ્ય “ગુરુદેવ, અક્ષય વટવૃક્ષ કયું છે ?” ગુરુ : “વત્સ, સુપાત્રદાન અક્ષય વટવૃક્ષ છે.'
તમે વડનાં ઝાડ જોયાં જ હશે. એમાંય જો તમે “કબીરવડ જોયો હશે તો આશ્ચર્યચકિત થઈ ગયા હશો. વડના ઝાડની વિશેષતા હોય છે એની અનેક વડવાઈઓ. સેંકડોની સંખ્યામાં વડવાઈઓ ફૂટી નીકળે છે. એટલે એક વૃક્ષમાંથી અનેક વૃક્ષો સર્જાઈ જાય છે !
સુપાત્રદાન આવું વડનું વૃક્ષ છે, તે પણ અવિનાશી, અક્ષય હોય છે. વડનું ઝાડ તો ક્યારેક કાળના, મહાકાળના ઝપાટામાં નાશ પણ પામી જાય, પરંતુ આપેલું સુપાત્રદાન નાશ ન પામે તેવું વટવૃક્ષ છે !
તમે સાંભળ્યું કે વાંચ્યું હશે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આત્માનું ઉત્થાન આ સુપાત્રદાનથી થયું હતું. એમના ૨૭ જન્મોનું વર્ણન શાસ્ત્રોમાં વાંચવા મળે છે. તેમાં પહેલા જ જન્મમાં તેઓ એક મુનિને જંગલમાં ભાવપૂર્વક આમંત્રિત કરીને ભિક્ષા આપે છે, તેમની સેવા કરે છે ને પછી એમને માર્ગ બતાવવા જાય છે.
આ વાવેલું વડ-વૃક્ષ સત્યાવીશમા ભવમાં તીર્થકર મહાવીરના રૂપે ફળ્યું-ફાલ્યું ! કેટલી બધી વડવાઈઓ એને ફૂટી નીકળી હતી ! અનેક પ્રકારનાં ભૌતિક-આધ્યાત્મિક સુખો, એ વડવાઈઓ છે.
એવી જ બીજી વાત તમને યાદ કરાવું. પેલો ગોવાળણીનો નાનો દીકરો. રોઈ રોઈને એણે મા પાસે ખીર બનાવરાવી હતી... થાળીમાં ખીર લઈ ખાવા બેઠો હતો, ત્યાં જ એણે મુનિરાજને માર્ગ પર જતા
૪૬૦ સંવાદ