________________
પાપોનો ભય રહ્યો નથી. હા, ‘હું ખરાબ દેખાઈશ', આવો એક સામાજિક ભય, પાપને ગુપ્ત રીતે કરવા પ્રેરિત કરે છે. જ્યારે સામાજિક ને રાજકીય ભય પણ નહીં રહે, સમાજનાં બંધન કે રાષ્ટ્રના નૈતિક નિયમો નહીં રહે ત્યારે પુનઃ આદિવાસી સંસ્કૃતિ આવી જશે... પછી કંઈ જ ખાનગી કરવાનું નહીં રહે ! હા, ત્યાં પછી હિંસા ખાનગીમાં થવાની ! એ હિંસાનું પાપ, જો પાપ માને તો એના હૃદયને ડંખતું રહેવાનું.
ગુપ્ત પાપ
અત્યારે, આ કાળે અમારી પાસે આવાં ખાનગી પાપ કરનારા, પછીથી પાપનો પશ્ચાત્તાપ કરનારા, પાપોથી મુક્ત થવા પ્રાયશ્ચિત્ત લેવા આવે છે. તેઓ મોટાભાગે તો બધાં જ પાપો પ્રગટ કરતા હોય છે.
હિંસાજન્ય પાપો.
અસત્યનાં પાપો.
ચોરીનાં પાપો.
વ્યભિચારનાં પાપો.
અન્યાય, અનીતિનાં પાર્યા.
બીજા જીવોને દુઃખ આપવાનાં પાપો...
આમાં કેટલાંક પાપો તો જગજાહેર થતાં હોય છે. કેટલાંક પાપો ખાનગીમાં થતાં હોય છે. જ્ઞાનીપુરુષો કહે છે : તમે જે પાપ જે રીતે ને જ્યારે... ને જ્યાં કર્યું હોય તે જરાય છુપાવ્યા વિના પશ્ચાત્તાપ સાથે ગુરુદેવને (જ્ઞાની-ગીતાર્થ ગુરુને) કહો. તેઓ જે પ્રાયશ્ચિત આપે તેનો સ્વીકાર કરી તમે એ પાપના કાંટા જીવનમાંથી દૂર કરો.
ૐ ‘પ્રિય અને અપ્રિયના નિમિત્તે અનેકવાર મેં પાપ કર્યાં. બધું છોડીને જવાનું છે, આવું જાણ્યું ન હતું...' માટે હવે મારે પાપમુક્ત બનવું છે. ? શેખ સાદીએ કહ્યું છે : બે વાર્તાએ મને પાપ કરવા પ્રેરિત કર્યો. ૧. પ્રતિકૂળ ભાગ્ય અને ૨. અપૂર્ણ બુદ્ધિ.
કાંટો કર્યો છે ? ગુપ્ત પાપ ૦ ૩૧