________________
%
( ૬
પ્રસંગો ઉપસ્થિત થતા રહે છે. આવા પ્રસંગોમાં સામાન્ય મનુષ્ય સ્વસ્થ રહી શક્તો નથી. તીવ્ર રાગ-દ્વેષ અને તીવ્ર હર્ષ-શોકમાં ગૂંચવાઈ જાય છે. એ માનસિક અને આધ્યાત્મિક બધા જ રોગોનો ઉદ્ભવ માહથી થાય છે. મોહન અર્થ છે અજ્ઞાન. અજ્ઞાન એટલે અંધકાર. આ સંસાર માંહાન્ધકારથી વ્યાપ્ત છે. મોહવિષથી વ્યાપ્ત છે. - તમને લાગે છે કે તમારા મન ઉપર મોહવિષની અસર છે ? એના નિર્ણય કેવી રીતે કરશો ? નિર્ણય તો કરવો જ પડશે. તે માટે તમે તમારી જાતને પૂછો : “મારા મનમાં કોઈપણ પ્રકારનું ઝેર છે ખરું ? કોઈ પ્રકારનો ખેદ-ઉદ્વેગ છે ? કોઈ પ્રકારનો ભય છે ખરો ?' જો હોય તો નિશ્ચિત રૂપે મોહવિષની અસર છે તમારા મન પર. મન અશુદ્ધ છે. અને જે મન પર મોહવિષની અસર હોય એ મનમાં સુખનો એક છાંટય ન હોય. તમે ગમે તેટલા ઉપાય કરો, પરંતુ તમને સુખ નહીં મળે. “સુખ' નામનું તત્ત્વ તમે નહીં જ પામી શકો.
મોહવિષાદથી ઉત્પન્ન થતા ઝેરીલા પ્રભાવ તમે જાણો છો? કેટલીક તીવ્ર વાસના મનમાં ઊપજે છે. રિ ધનસંપત્તિની વાસના. કે પત્ની-પુત્રાદિની વાસના. ઉ યશ-કીર્તિની વાસના. જે શરીર-આરોગ્યની વાસના.
આ વાસનાઓ મનને સુખશાન્તિનો અનુભવ કરવા દેતી નથી. માટે આ આ વાસનાઓને નિર્મળ કરવી જ પડશે. તે માટે બાર ભાવનાઓ, બાર અનુપ્રેક્ષાઓનો સહારો લેવો પડશે. એ ભાવનાઓનાં નામ જાણી લો.
૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૭. અશુચિ, ૭. આર્ટ્સવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મસુકૃત, ૧૧. લોકસ્વરૂપ અને ૧૨. બોધિદુર્લભ ભાવના.
૮ • સંવાદ