Book Title: Jivan ane Kavan
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Catalog link: https://jainqq.org/explore/004853/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદ્ રાજચંદ્ર જીવન અને કવન ડૉ. રાકેશભાઈ ઝવેરી H "Foreve te Renone Use On www.jaste tarwords Page #2 -------------------------------------------------------------------------- ________________ 济********************************** 缺来来来来来来来来来来来来来来来来来来来来来来来林 શ્રીમદ્ રાજચંદ્ર જીવન અને કવન 3. 31581e16 hda ¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥¥ 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来就 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ-રાજકોટ પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિ, પંડિત સીતારામ માર્ગ, આકાશવાણી પાસે, રાજકોટ-૩૬૦૦૦૧ ચૈત્ર વદ-૫, ગુરુવાર સમાધિ શતાબ્દી દિન, વિ.સં. ૨૦૫૭ ૧૨-૪-૨૦૦૧ પ્રથમ આવૃત્તિ : પ્રત-૧૦,૦૦૦ કિંમત : રૂ. ૭૦/ મુદ્રક : ગુડપ્રિન્ટ મુંબઈ-૪૦૦૦૧૨ પ્રાપ્તિસ્થાન : (૧) શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર પંડિત સીતારામ માર્ગ, આકાશવાણી પાસે, રાજકોટ-૩૬૦૦૦૧ (૨) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર ૧૦-બી, બોમ્બે માર્કેટ એપાર્ટમેન્ટ, ૭૮, તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ કારતક સુદ પૂનમ ૧૯૨૪ દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ મગીગત વીસમી સદીના વિશ્વની વિરલ વિભૂતિ સમા આ દુષમકાળના સમીપવર્તી સમયજ્ઞ, તત્ત્વજ્ઞ અને આત્મજ્ઞ એવા ભારતવર્ષના આધ્યાત્મિક જ્યોતિર્ધર “શ્રીમદ્ રાજચંદ્ર”ની પરમ સમાધિને આજ રોજ એકસો વર્ષ પૂરા થાય છે. એ પરમ પુરુષના પરમ ઉપકારને અનુલક્ષીને તે પુણ્યશ્લોક દિવ્યાત્માના ગુણગામ તેમજ ભક્તિ હેતુ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ - રાજકોટ” પ્રેરિત અન્ય સંલગ્ન સંસ્થાઓના સહભાગ અને સહયોગથી “શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિની રચના કરવામાં આવેલ છે. ગુજરાતના ગૌરવરૂપ મહાત્મા ગાંધીજીના ગુરુતુલ્ય આ મહત્ પુરુષની સમાધિ શતાબ્દીની ઉજવણીને રાજ્યકક્ષાના મહોત્સવ તરીકે ઉજવવા માટે ગુજરાત સરકાર પણ સમયોચિત નિર્ણય લઈ તેમાં સહભાગી થયેલ છે. ગુજરાતની અધ્યાત્મપ્રિય, સુસંસ્કારી અને સુશિક્ષિત પ્રજા વ્યાપક સ્તરે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને બોધથી સુપરિચિત બને તે હેતુથી શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અનુયાયી અને ભક્ત તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, તારદેવ - મુંબઈના પ્રેરણાદાતા સમાદરણીય ડૉ. રાકેશભાઈ ડી. ઝવેરી લિખિત ચરિત્રગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર જીવન અને કવન” પરમ સમાધિ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજ રોજ સમાધિ શતાબ્દી દિને પ્રકાશિત કરવામાં આવે છે. પરમોપકારી પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની પરમ સમાધિ શતાબ્દીના પાવન પ્રસંગે તેમના સ્ફટિક સમા પારદર્શી અને પવિત્ર “જીવન” અને નિરંતર અખંડપણે વહેતી આત્મપ્રતીતિના પડઘા સમું “કવન” ગ્રંથરૂપે પ્રકાશિત કરી એ પુણ્યશ્લોક મહતુપુરુષના અમાપ ઉપકાર પ્રત્યે અર્થ અર્પણ કરવાનો Page #7 -------------------------------------------------------------------------- ________________ અમુલ્ય અવસર અમોને પ્રાપ્ત થયેલ છે તે અમારું પરમ સૌભાગ્ય છે, અસ્તુ. અંતમાં આત્મવિકાસ ઇચ્છુક કોઈપણ જિજ્ઞાસુ વાચકને શ્રીમદ્ રાજચંદ્રના “જીવન” દ્વારા તેમના ચરિત્રનું લોકોત્તરપણું અવલોકવાની તેમજ કવન' દ્વારા તેઓશ્રીની ઉપદેશ-સમૃધ્ધિનું અનુશીલન કરવાની પ્રેરણા મળી રહેશે એ જ અભીપ્સા. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરી”- શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ - રાજકોટ પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિ શ્રીરાજ સમાધિ શતાબ્દી દિન સાં. ૨૦૫૭ ચૈત્રવદ - ૫, ગુરૂવાર તા.૧૨.૪. ૨૦૦૧ - રાજકોટ Page #8 -------------------------------------------------------------------------- ________________ અભિનવું આલેખ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના દેહવિલયના શતાબ્દી મહોત્સવ પ્રસંગે, દેહવિલયના સ્થળ રાજકોટના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ તરફથી, પરમસમાધિ શતાબ્દી મહોત્સવ સમિતિના ઉપક્રમે પ્રકાશિત થતા આ ગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર - જીવન અને કવન' માટે સમિતિએ પુરોવચનરૂપે કિંચિત્ લખી આપવા માટે દર્શાવેલી ઇચ્છાને માન્ય રાખતાં મને આનંદ થાય છે. વળી જેમની કલમે આ ઉત્કૃષ્ટ ગ્રંથ લખાયો છે તે આત્માર્થી ભાઈશ્રી રાકેશભાઈ ઝવેરી સાથેના મારા ઋણાનુબંધના નિમિત્તે આ પુરોવચન લખવાનું પ્રાપ્ત થયું છે એ પણ મારે માટે એક ધન્ય સુયોગ છે. શ્રીમદ્ રાજચંદ્ર આ કાળમાં થઈ ગયેલા એક વિરલ આત્મજ્ઞાની મહાત્મા છે. એમનું આધ્યાત્મિક સાહિત્ય વાંચતાં પદે પદે એમની ઉચ્ચતર આત્મદશાની ઝાંખી થાય છે. એમના મુખમાંથી સહજોગારરૂપે પ્રકાશિત થયેલી અનેક માર્મિક પંક્તિઓ ચલણી બની ગઈ છે. અનેક લોકોને તે કંઠસ્થ છે. જે કોઈ વ્યક્તિ એમના “વચનામૃત'નું મુક્ત મનથી, રસ અને ભાવપૂર્વક એક વાર વાંચન કરે છે તે એનાથી પ્રભાવિત થયા વિના રહેતી નથી. એમનાં વચનોમાં એવું અપૂર્વ બળ છે કે વાંચનાર સ્વયમેવ એના તરફ એક ગૂઢ આકર્ષણ અનુભવે છે, એ વચનોનું વારંવાર વાંચન-અનુભાવન કરવા પ્રેરાય છે અને નવો નવો અર્થપ્રકાશ પામે છે. શ્રીમદ્નાં વચનામૃત અનેકનાં જીવનમાં પરિવર્તન આપ્યું છે અને અનેકને સન્માર્ગે વાળ્યા છે. એમનાં વચનોમાં કોઈ વાર જાણે આપણા જ આંતરમનનો પડઘો સંભળાય છે. શ્રીમદ્ રાજચંદ્રનું પવિત્ર વ્યક્તિત્વ પણ એવું જ પ્રભાવક હતું. એમના નિકટના સંપર્કમાં જે કોઈ આવ્યા હતા તેઓ બધા જ એમની ઉચ્ચતર આત્મદશા અને આત્મસાધનાના રંગે રંગાયા Page #9 -------------------------------------------------------------------------- ________________ (૬) વગર રહ્યા નથી. એ રીતે શ્રીમદ્નું જીવન એક સજીવન પારસમણિ જેવું હતું; વસ્તુતઃ પારસમણિ કરતાં પણ તે કંઈક સવિશેષ હતું. મહાત્મા ગાંધીજી જેવી ઉચ્ચ મેઘાવી વિભૂતિએ પોતાનાથી લગભગ પોણા બે વર્ષ મોટા એવા શ્રીમદ્દ્ન પોતાના માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા અને પોતાની શંકાઓનું શ્રીમદ્ દ્વારા સમાધાન થતાં ધર્માંતર કરવાનું માંડી વાળ્યું હતું એટલી વાત જ શ્રીમદ્ ઉચ્ચ આધ્યાત્મિક પ્રતિભાની પ્રતીતિ કરાવવા માટે પૂરતી છે. શ્રીમદે જો કદાચ મહાત્મા ગાંધીજી જેટલું દીર્ઘાયુષ્ય ભોગવ્યું હોત તો આપણા ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે જબરજસ્ત ક્રાન્તિ થઈ હોત! શ્રીમદ્ રાજચંદ્રનું જીવન પ્રેરક ઘટનાઓથી સભર છે. તેત્રીસ વર્ષ જેટલા અલ્પાયુષ્યમાં પણ એમણે કેટલીયે વ્યક્તિઓને પ્રત્યક્ષ સમાગમથી અથવા પત્રદ્વારા પ્રતિબોધ પમાડ્યો હતો! આવા યુગપુરુષ જ્ઞાની મહાત્માના જીવન વિશે જાણવાની ઇચ્છા કોને ન થાય? આથી જ એમના જીવન અને કવન વિશે વખતોવખત નાનાંમોટાં પુસ્તકો લખાતાં અને પ્રકાશિત થતાં રહ્યાં છે. એમના દેહવિલયની શતાબ્દીના અવસરે પ્રકાશિત થતો ભાઈશ્રી રાકેશભાઈ ઝવેરીકૃત આ ગ્રંથ પણ એ દિશામાંનો એક નૂતન સ્તુત્ય પ્રયાસ છે. ભાઈશ્રી રાકેશભાઈ શ્રીમદ્ સાથેના પૂર્વજન્મના કોઈ અગમ્ય ઋણાનુબંધને કારણે તથા વર્તમાનમાં એમના પ્રત્યેના અદમ્ય ભક્તિભાવ અને ગહન અભ્યાસને કારણે આ ગ્રંથ લખવા માટે સવિશેષ અધિકારી છે. - આ ગ્રંથ વસ્તુતઃ એમણે લખેલા શોધપ્રબંધના એક ભાગરૂપ છે. એમણે ૧૯૯૭માં મુંબઈ યુનિવર્સિટીની પી.એચ. ડી.ની ડિગ્રી માટે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશે દળદાર શોધપ્રબંધ લખ્યો છે (જે હવે પ્રકાશિત થઈ ચૂક્યો છે). એમાં એક પ્રકરણ શ્રીમદ્દ્ના જીવન અને કવન (વિશાળ અર્થમાં સાહિત્ય) વિશે છે. એ પ્રકરણનું નવસંસ્કરણ આ સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રકાશિત થાય છે. સંખ્યાબંધ પાદનોંધો અને અવતરણોના આધારસહિત Page #10 -------------------------------------------------------------------------- ________________ (6) લખાતા શોધપ્રબંધોની એક વિશિષ્ટ વિદ્વદ્ભોગ્ય શૈલી હોય છે. એટલે જીવન અને કવન વિશેના આ પ્રકરણને લોકભોગ્ય ગ્રંથરૂપે પ્રકાશિત કરવું હોય તો એનું નવસંસ્કરણ તૈયાર કરવું આવશ્યક બને છે. એ દૃષ્ટિએ એ પ્રકરણમાં યથોચિત ફેરફારો કરીને, કેટલીક નવી ઉપલબ્ધ માહિતી ઉમેરીને, જરૂર જણાય ત્યાં સંક્ષેપ કરીને પરિશ્રમપૂર્વક આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આથી એક સ્વતંત્ર ગ્રંથ તરીકે તે આસ્વાદ્ય બની શક્યો છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને સાહિત્ય વિશે અત્યાર સુધીમાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. પરંતુ આ પુસ્તકની વિશેષતા અને ઉપયોગિતા એ છે કે એમાં અદ્યાપિ પર્યંત ઉપલબ્ધ તમામ માહિતીનો સુંદર અભિનવ આલેખ આપવામાં આવ્યો છે. શ્રીમદ્દ્ના જીવન વિશે આટલી બધી નાનીમોટી વિગતો એક જ ગ્રંથમાં આ પહેલી વાર ઉપલબ્ધ થતી હોવાથી શ્રીમદ્ વિશેના ચરિત્રગ્રંથોમાં તે અનોખી ભાત પાડે છે. શ્રીમદ્ના અને શ્રીમદ્ વિશે લખાયેલા તમામ સાહિત્યના સર્વાંગીણ અભ્યાસના પરિપાકરૂપે આ ગ્રંથ લખાયો હોવાથી શ્રીમદ્ વિશે કેટલીયે વિગતો જિજ્ઞાસુઓને આ ગ્રંથમાં પહેલી વાર વાંચવા મળશે. ઈસ્વીસન પ્રમાણે શ્રીમદ્ની જન્મતારીખ પરંપરા અનુસાર જે ચાલી આવતી હતી તેમાં થયેલું સંશોધન એ પણ આ ગ્રંથની એક સબળ ઉપલબ્ધિ છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના જીવન અને કવન વિશે લખાયેલા ગ્રંથોમાં સીમાચિહ્નરૂપ બની રહે એવા આ પ્રમાણભૂત, માહિતીસભર, પ્રેરક અને રોચક ગ્રંથની રચના ક૨વા માટે ભાઈશ્રી રાકેશભાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી બને છે. શ્રીમદ્ રાજચંદ્રનું જીવન અને સાહિત્ય અનેક મુમુક્ષુઓની આત્મસાધનામાં પ્રેરક બળ બની રહો એ જ શુભકામના! મુંબઈઃ ૧૭/૩/૨૦૦૧ રમણલાલ ચી. શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા જીવન ખંડ ૧ ૩ (૧) પ્રાસ્તાવિક. (૨) જન્મ તથા બાલ્યકાળ (૩) જાતિસ્મરણજ્ઞાન ... ८ ૧૨ (૪) વિદ્યાભ્યાસની ત્વરિતતા અને બાળપણના ધાર્મિક સંસ્કારો ... ૧૬ (૫) ધર્મમંથન. ૨૩ (૬) કિશોરાવસ્થામાં અદ્ભુત શક્તિઓનો આવિર્ભાવ ૨૮ ૫૦ (૭) ગૃહસ્થાશ્રમ . (૮) વ્યવસાય ૫૬ ૬૫ ৩০ ૮૨ ૧૦૩ ૧૧૪ ૧૫૨ (૯) શુદ્ધ સમકિતની પ્રાપ્તિ (૧૦) ઉપાધિમાં સમાધિ (૧૧) નિવૃત્તિક્ષેત્રે ઉચ્ચ આત્મસાધના. (૧૨) શ્રીમદ્ની અંતિમ અવસ્થા અને દેહવિલય .. (૧૩) શ્રીમદ્નો આરાધક વર્ગ (૧૪) ઉપસંહાર . ખંડ - ૨ (૧) પ્રાસ્તાવિક (૨) પત્ર-સાહિત્ય (૩) સ્વતંત્ર ગ્રંથો (૪) સ્વતંત્ર કાવ્યો (૫) ભાષાંતરો અને વિવેચનો.. (૬) સ્વતંત્ર લેખો . કવન (૭) સ્વતંત્ર બોધવચનમાળાઓ (૮) અંગત નોંધો .. (૯) શ્રીમદ્દ્ના ઉપદેશની મુમુક્ષુઓએ કરેલી નોંધો . (૧૦) ઉપસંહાર ૧૫૭ ૧૬૧ ૧૬૭ ૧૯૪ ૨૧૭ ૨૨૭ ૨૩૧ ૨૩૬ ૨૪૪ ૨૫૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ની ભિન્ન ભિન્ન અવસ્થા Jain Edu FOF Pivate Personal use only Page #14 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૧ જીવન Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રાસ્તાવિક વિશ્વની વિશાળ ધરા ઉપર અને ખાસ તો ભારતની પુણ્યભૂમિ ઉપર અનેક મહાપુરુષો, અનેક મહાત્માઓ, અનેક મહાજ્ઞાનીઓ અતીત કાળે થઈ ગયા છે, સાંપ્રત કાળે થાય છે અને અનાગત કાળે થશે; પરંતુ તે સર્વમાં પણ આત્મશુદ્ધિની વિશાળ ક્ષિતિજોને સર કરી હોય, સ્વપરકલ્યાણની ગગનસ્પર્શી ઊંચાઈને આંબી હોય એવા પરમ પુરુષો તો અતિ અતિ વિરલ જ થયા છે, થાય છે અને થશે. પરમ કલ્યાણમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી આવી અતિ વિલક્ષણ વિભૂતિઓમાંના એક મહાશ્રેષ્ઠ યુગપુરુષ છે. વર્તમાન યુગના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર, મૂર્તિમાન અધ્યાત્મ, સહજ સ્વરૂપનિષ્ઠ અને તીવ્ર પ્રજ્ઞાવંત એવા આ પરમ અલૌકિક સંતપુરુષનું તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં વિશિષ્ટ ગૌરવવંતું તથા ચિરંતન સ્થાન છે. સાંપ્રત શતાબ્દીમાં આધ્યાત્મિક વિકાસની ઉચ્ચતર શ્રેણીને પ્રાપ્ત કરી, જીવન્મુક્તદશા પામનાર, અનેક વિશ્વવિખ્યાત સંતવિભૂતિઓની હરોળમાં મૂકી શકાય એવા શ્રીમદ્ રાજચંદ્રજી અનુપમ જ્ઞાનભાસ્કર છે. તત્ત્વજ્ઞાનના ઉપવનમાં પોતાની અનેરી સિદ્ધિસુવાસથી આગવું સ્થાન પ્રાપ્ત કરનાર આ સુપ્રભ સુમનશ્રેષ્ઠમાં અનેક વિશિષ્ટતાઓનો આવિર્ભાવ અલ્પ વયથી જ થવા લાગ્યો હતો. બાળપણથી ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનના રંગે રંગાયેલ આ મહાપુરુષ જન્મજાત શીઘ્રકવિ, લોકોત્તર સ્મરણશક્તિધારક, સંનિષ્ઠ સમાજસુધારક, ભારતની સંસ્કૃતિના પ્રખર સમર્થનકાર, અધ્યાત્મના પ્રયોગવીર અને અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના સ્વામી હતા. શ્રીમદ્ અતુલ્ય શતાવધાની હતા, સિદ્ધ જ્યોતિષી હતા, કુશળ બોધદાતા હતા, મધુરભાષી વક્તા હતા અને નિર્મળ ચારિત્રવાન હતા. તેઓશ્રીની અસાધારણ પ્રતિભા, સ્મૃતિ, Page #17 -------------------------------------------------------------------------- ________________ વિધ લોકોત્તરતાને થી મળી આ મહાપુરુષોમાં આ મર્મજ્ઞતા, કવિત્વશક્તિ, કલ્પનાશક્તિ, તર્કપટુતા, નિર્ભયતા, સરળતા, નિર્મળતા, પ્રજ્ઞા વગેરે અનેકાનેક અદ્ભુત ગુણોની ભારોભાર પ્રશંસા અનેક સુવિખ્યાત વિદ્ધવર્યોએ કરી છે. ચમત્કારપ્રિય જનોને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવી વિધવિધ ક્ષેત્ર સંબંધી શ્રીમી અનેક શક્તિઓનો ઉલ્લેખ તથા તેમની લોકોત્તરતાને પ્રમાણિત કરે એવા ઘણા ઘણા પ્રસંગો તેમના જીવનવૃત્તાંતમાંથી મળી આવે છે. જો કે અર્વાચીન કાળના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક મહાપુરુષોમાં શ્રીમતું જે અનોખું ગૌરવપૂર્ણ પદ છે તે માત્ર આ વિશિષ્ટ ગુણાવલિના કારણે નહીં, પરંતુ અન્ય શ્રેષ્ઠતર વિશેષતાઓના કારણે તેમને પ્રાપ્ત થયું છે. શ્રીમદ્ રાજચંદ્રજી સંતપણાની ઉત્તમ કોટિને વરેલા દિવ્ય પુરુષ હતા, પરંતુ ભારતના અન્ય સંતો-મહાત્માઓ કરતાં તેમના જીવનની ભાત નિરાળી હતી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિકાળમાં અનેક ઋષિઓ અને ક્રાંતિદ્રષ્ટાઓ થઈ ગયા, જેમણે સંસારમાયા અને વૈભવવિલાસથી દૂર રહી, આશ્રમમાં કે અરણ્યમાં આરાધના કરી પરમપદને પ્રાપ્ત કર્યું હતું, જ્યારે શ્રીમદ્ તો ગૃહસ્થાશ્રમી હતા અને જીવનનો મહત્કાળ તેમણે વ્યવસાય-વ્યવહારની પ્રવૃત્તિમાં પસાર કર્યો હતો. સંસારની ઉદયગત જવાબદારીઓ તેમણે લગભગ જીવનના અંતકાળ પર્યત વહન કરી હતી. આમ છતાં આ બધી ઉપાધિઓના કીચડથી અસ્પૃષ્ટ - નિર્લેપ એવું તેમનું જીવનકમળ પાંગર્યું હતું. ભરત ચક્રવર્તી અને જનક રાજાએ સંસાર વચ્ચે રહીને પ્રાપ્ત કરેલ વિદેહી દશાનો પુણ્યોલેખ પ્રાપ્ત થાય છે; તેવી રીતે શ્રીમદે ગૃહસ્થજીવન ગાળીને, સંસારવ્યવહારમાં પૂરી કસોટીએ ચઢીને, ઉપાધિમણે અલિપ્ત રહીને, કર્તવ્યય્યત થયા વિના પરમહંસપદ પ્રાપ્ત કર્યું, પોતે તર્યા અને અનેકને તાર્યા. અર્વાચીન વિશ્વના ઇતિહાસમાં આ એક નોંધપાત્ર વિરલ ઘટના છે. મુનિશ્રી તેમના સં અનેક વિલાસથી દૂર કર્યું હતું સારમાના કરી અને જીવ હતો. Page #18 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) લખે છે કે – “શ્રીમદે મોહના ઘરમાં રહીને જ મોહને જર્જરિત કર્યો! એ તો એમના જેવા અપવાદરૂપ અસાધારણ ઓલિયા ધીર પુરુષ જ કરી શકે.” - નિરંતર આત્મશોધનમાં રમમાણ રહેનાર એવા આ સંતશ્રેષ્ઠ પૂર્ણ સચ્ચિદાનંદપદને પામવા માટે આજીવન અખંડ પુરુષાર્થ કર્યો હતો. તેમનું જીવન અધ્યાત્મની અખંડ સાધનારૂપ હતું. સંસારી પ્રસંગો અને પ્રકારોમાં તેઓ ઉદાસીન રહેતા હતા. શ્રીમદે પોતાના આચરણ દ્વારા દર્શાવ્યું કે આત્મસાધના માટે અનિવાર્યતા છે વાસનાઓને સંયમિત કરવાની, કામનાઓને કાબૂમાં લેવાની, કષાયોને નાથવાની, ચિત્તને કેળવવાની અને બહિર્મુખ દષ્ટિને અંતર્મુખ બનાવવાની. શ્રીમન્ના જીવનમાં તત્ત્વનિષ્ઠા અને ધર્મનિષ્ઠાનો સુભગ સમન્વય દૃષ્ટિગોચર થાય છે. તત્ત્વનિષ્ઠા એટલે આંતરિક રીતે પોતાના આત્મતત્ત્વને તથા બાહ્ય રીતે વિશ્વતત્ત્વને જાણવાની સત્યનિષ્ઠા, અર્થાત્ સત્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશને અને વિરાટમાં વિરાટ સ્વરૂપને આત્મસાત્ કરવાની ઉત્કટ ઝંખના અને ધર્મનિષ્ઠા એટલે સત્યનું જે કંઈ દર્શન થયું હોય એને જીવન સાથે એકરૂપ બનાવી લેવાનો અવિરત અને અદમ્ય પુરુષાર્થ. જૈન ધર્મની વિચારસરણીથી શ્રીમદ્દનું આત્મચિંતન સમગ્રપણે રંગાયેલું હોવા છતાં તેમનાં જીવનમાં, કાર્યમાં કે સાહિત્યમાં ક્યાંય કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક સંકીર્ણતા જોવામાં આવતી નથી. શ્રીમદે ષડ્રદર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વેદાંત દર્શનના વિષયો ઉપર તેમણે લખેલી નોંધો એક સમર્થ અભ્યાસીને શોભે એવી છે. તેઓ પોતાના પરિચયમાં આવેલ મુમુક્ષુઓને હિંદુ ધર્મના ઉત્તમ ગ્રંથો વાંચવાની ભલામણ પણ ૧- મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ), “શ્રીમદ્ રાજચંદ્ર - જીવનજ્યોતિ', ત્રીજી આવૃત્તિ, પૃ.૧૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ કરતા હતા, જે દર્શાવે છે કે આ વિશિષ્ટ જ્યોતિર્ધર મતમતાંતરથી સર્વથા મુક્ત રહ્યા હતા. બિનસાંપ્રદાયિકતાનો આ ઉમદા ગુણ, સ્ફટિક જેવું નિર્મળ પારદર્શક વ્યક્તિત્વ તથા વૈરાગ્યથી સુશોભિત સાદગીભર્યું જીવન - શ્રીમદ્ભી આ ગુણસંપત્તિથી મહાત્મા ગાંધીજી અત્યંત પ્રભાવિત અને આકર્ષિત થયા હતા. પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષોમાં મહાત્મા ગાંધીજીએ આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ અગગણ્ય ગણાવ્યા હતા અને આ તથ્ય શ્રીમની સર્વતોમુખી મહત્તાનો પૂરક અને સમર્થ પુરાવો છે – “આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સાથે રસ્કિન અને ટૉલ્સટોયનો ફાળો છે; પણ કવિની અસર મારા ઉપર વધુ ઊંડી છે કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો.૧ સાંસારિક ઉપાધિઓથી સદા વીંટળાયેલા હોવા છતાં, સતત સત્યોન્મુખ, સતત આત્મોન્મુખ એવા આ સાધુચરિત સપુરુષના ઉદાત્ત સચારિત્રનો મહિમા મહાત્મા ગાંધીજીએ અન્યત્ર આ રીતે વ્યક્ત કર્યો છે – આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદ્ભ કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્દ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. ૧- “મૉડર્ન રીવ્યુ', જૂન ૧૯૩૦ (ગુર્જરનુવાદ) ૨- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, ‘શ્રી રાજચંદ્ર (જીવનયાત્રા તથા વિચારરત્નો)', બીજી આવૃત્તિ, રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો, પૃ.૮૮-૮૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ આ કાળમાં ધર્મનું સત્ય સ્વરૂપ જેમણે પ્રગટ કર્યું અને યથાર્થ આત્મભાવે જેઓ જીવ્યા એવા પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ રાજચંદ્રજીની જીવનસાધના તથા તેમના ઉદાત્ત વિચારો અને સદ્ગુણો ખૂબ પ્રેરણાદાયી છે. અતઃ આત્મસિદ્ધિના પંથે વિચરવા અર્થે તેઓશ્રીના પાવનકારી જીવનનું વિહંગાવલોકન કરીએ. * * * Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨) જન્મ તથા બાલ્યકાળ “બહુરત્ના વસુંધરા' ઉક્તિને સાર્થક કરતી ભારતની ભૂમિમાં અનેક મહાત્માઓરૂપી રત્નો પાક્યાં છે. તેમાં પણ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિના ફળદ્રુપ ઉદરેથી વિશ્વને કેટલાંય સંતો, યુગપ્રવર્તકો અને નરરત્નો સાંપડ્યાં છે. આવા જ એક અલૌકિક રત્નનો - શ્રીમદ્ રાજચંદ્રનો - વિક્રમની વીસમી શતાબ્દીમાં, ધન્ય ભૂમિ સૌરાષ્ટ્રના શાંત રળિયામણા બંદર વવાણિયામાં પ્રાદુર્ભાવ થયો હતો. શ્રીમન્ના પિતામહ શ્રી પંચાણભાઈ મોરબી તાબાના માણેકવાડાના રહીશ હતા. વિ.સં. ૧૮૯૨(ઈ.સ. ૧૮૩૬)માં પોતાના ભાઈઓથી જુદા થઈ તેઓ વવાણિયા રહેવા આવ્યા હતા. તેમણે રહેઠાણ માટે જે મકાન વેચાતું લીધું હતું ત્યાં શ્રીમન્નો જન્મ થયો હતો. આમ, વવાણિયા શ્રીમન્ના દાદા શ્રી પંચાણભાઈનું વતન બનતાં તે શ્રીમદ્દનું જન્મધામ બનવાનું મહાભાગ્ય પામ્યું. વવાણિયામાં શ્રી પંચાણભાઈએ વહાણવટાનો અને વ્યાજવટાવનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમના પુત્ર શ્રી રવજીભાઈનો જન્મ વિ.સં. ૧૯૦૨માં થયો હતો. શ્રી રવજીભાઈએ ચૌદ વર્ષની ઉંમરે વવાણિયામાં તથા ચમનપર વગેરે આજુબાજુનાં ગામોમાં વ્યાજવટાવનું કામ શરૂ કર્યું હતું. તેઓ પણ વૈષ્ણવધર્મ પાળતા હતા. તેઓ ખૂબ દયાળુ હતા તથા દીન-દુઃખીઓને ભોજન-વસ્ત્ર વગેરે આપતા અને સાધુ, સંત, ફકીરની ખૂબ સેવા-ભક્તિ કરતા. શ્રી રવજીભાઈનાં લગ્ન માળીયાના શ્રી રાઘવજીભાઈની સુપુત્રી દેવબાઈ સાથે થયાં હતાં. દેવબાઈ તેમના નામ પ્રમાણે ગુણવાળાં હતાં. સ્વભાવે સરળતાની અને ભદ્રતાની મૂર્તિ એવાં દેવબાઈ સુશીલ, વાત્સલ્યના ભંડાર અને વિનયાદિ ગુણસંપન હતાં. તેઓ જૈન કુળમાંથી આવ્યાં Page #22 -------------------------------------------------------------------------- ________________ વવાણિયામાં જ્યાં શ્રીમનો જન્મ થયો હતો તે ઘર Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ હોવાના કારણે પોતાની સાથે જૈન સંસ્કાર લાવ્યાં હતાં અને જૈન ધર્મ પાળતાં હતાં. દેવબાઈ તેમના સાસુ-સસરાની અનન્ય સેવાચાકરી કરતાં. તેમની એકનિષ્ઠ સેવાથી તેઓ બન્ને અતિ પ્રસન્ન રહેતાં. તેઓ દેવબાઈની સેવાથી સંતુષ્ટ થઈ તેમની કુક્ષિએ પ્રભાવશાળી રત્ન પાકે એવી અંતરની આશિષ વારંવાર આપતાં. મહાપુરુષોનાં જીવનની આસપાસ સૂચક ઘટનાઓનું વર્તુળ ઉદ્દભવતું હોય છે, તેમ શ્રીમદ્દ્ગા જન્મ પહેલાં આ સેવાભાવી દંપતીને કુળદીપક પુત્રનાં માતા-પિતા થવાની આશિષો મળેલી. દેવબાઈને પુત્ર ન હોવાથી તેઓ વવાણિયાના યોગિની રામબાઈબા પાસે ગયાં હતાં. ત્યારે રામબાઈએ તેમને પુત્ર થશે એમ કહી ધીરજ આપી હતી અને તેમના પુત્ર વિષે આગાહી કરતાં કહ્યું હતું કે તે શરદના ચંદ્રમા જેવો, કવિઓમાં શિરોમણિ થશે. વળી, તેમણે જણાવ્યું હતું કે તે પુત્ર તેમનાં આંગણાં અજવાળશે, સોરઠની નામના વધારશે, તેનાં મંદિરો થશે અને તેના શબ્દ શબ્દ જ્ઞાનીઓ તથા સાધકો સિદ્ધિ મેળવશે. વળી, શ્રી રવજીભાઈએ એક ઓલિયા ફકીરની લાંબા સમય સુધી ખૂબ સેવા-ભક્તિ કરી હતી. તેમણે શ્રી રવજીભાઈનું ભવિષ્ય ભાખ્યું હતું કે તેમને એક મહાપ્રતાપી, પરમ ભાગ્યશાળી પુત્ર થશે. આવાં ભક્તિવંત અને સેવાનિષ્ઠ માતા-પિતાને ત્યાં વિ.સં. ૧૯૨૪ની દેવદિવાળીએ, અર્થાત્ કાર્તિક પૂર્ણિમાએ રવિવારના દિવસે (૧૦મી નવેમ્બર, ઈ.સ. ૧૮૬૭ના રોજ૧) ૧- શ્રીમની જન્મતારીખ ઈ.સ. ૧૮૬૭ના નવેમ્બરની ૯મી હતી એમ પરંપરાનુસાર મનાય છે, પરંતુ આધુનિક સંશોધનના આધારે અહીં ૧૦મી નવેમ્બર આપી છે. વિ. સ. ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાના રવિવારના દિવસે કઈ તારીખ હતી એ વિશે અધિકૃત પંચાંગ કાર્યાલયોમાં તપાસ કરતાં તથા ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ પાશ્ચાત કૅલેન્ડરોમાં ચીવટપૂર્વક ચકાસણી કરતાં નિશ્ચિતપણે જાણવા મળ્યું છે કે એ રવિવારે ઈ.સ. ૧૮૬૭ના નવેમ્બરની ૧૦મી તારીખ હતી. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાત્રે બે વાગે પૂર્ણ ચંદ્ર જેવા પ્રભાવશાળી નરરત્ન શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. કાર્તિક પૂર્ણિમાનો આ ધન્ય દિવસ વિશ્વની અનેક વિરલ વિભૂતિઓના નામસંપર્કથી પાવન બન્યો છે. શ્રીમન્ના જન્મના આશરે ૮૦૦ વર્ષ પહેલાં વિ.સં. ૧૧૪૫માં આ જ કાર્તિક પૂર્ણિમાના દિવસે જૈન ધર્મના ધુરંધર, મહાપ્રભાવક, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી જન્મ્યા હતા. શીખધર્મસંસ્થાપક ગુરુ નાનકનો જન્મ પણ આ જ પુણ્યદિને થયો હતો તથા આ તિથિએ દ્રાવિડ અને વાલિખિલ્લ આદિ અનેક દિવ્ય આત્માઓ શત્રુંજય ઉપરથી અનુપમ સિદ્ધગતિને વર્યા હતા. શ્રીમદ્ જેવા પરમ પુરુષ જે ઘડીએ જન્મ્યા તે ઘડી ધન્ય થઈ, તેમનાં માતા-પિતા ધન્ય થયાં, તેમનું કુળ ધન્ય થયું, વવાણિયા ગામ ધન્ય થયું. વવાણિયાના દરિયાની ખાડીના પાણીની માલિકી માટે કચ્છ-મોરબી વચ્ચે વારંવાર તકરાર થતી હોવાથી વેપાર પડી ભાંગતો હતો, પરંતુ શ્રીમદ્ માતાની કુક્ષિમાં આવ્યા તે અરસામાં જ સુલેહ થઈ હતી અને સંવત ૧૯૨૩ના મહા-ફાગણ માસમાં વવાણિયા બંદર પાછું સતેજ થયું હતું, તેમજ ત્યાંનો વેપાર ધમધોકાર ચાલવા માંડ્યો હતો. પુત્રના જન્મથી માતા-પિતા તથા કુટુંબીજનો અતિ આનંદ પામ્યાં અને એ પુત્રનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું, પરંતુ ચાર વર્ષની વયે વિ.સં. ૧૯૨૮માં તે નામ બદલીને રાયચંદ રાખવામાં આવ્યું કે જે નામ કાયમ રહ્યું અને આગળ જતાં આ અદ્ભુત જ્ઞાનશ્રીસંપન પુરુષનું “શ્રીમદ્ રાજચંદ્ર એવું ગુણનિષ્પન્ન નામ બની ગયું. | શ્રી રવજીભાઈ અને દેવબાઈને છ સંતાનો થયાં હતાં. એમાં સૌથી મોટાં તે શિવકુંવરબહેન. એમનાં લગ્ન જેતપરના શ્રી ચત્રભુજ બેચર સાથે થયાં હતાં. બીજે " નંબરે શ્રીમદ્ રાજચંદ્ર. એમનાં લગ્ન ઝબકબાઈ સાથે થયેલાં. ત્રીજાં તે મીનાબહેન. એમનાં લગ્ન કચ્છ અંજારના શ્રી ટોકરશી પીતાંબર Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમન્નાં માતુશ્રી દેવબાઈ શ્રીમદ્ના પિતાશ્રી રવજીભાઈ ----- Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સાથે થયેલાં. ચોથાં તે ઝબકબહેન. એમનાં લગ્ન વવાણિયાના શ્રી જસરાજ દોશી સાથે થયેલાં. પાંચમા તે શ્રી મનસુખભાઈ. એમનાં પત્નીનું નામ પણ ઝબકબાઈ હતું. સૌથી નાનાં તે જીજીબહેન. એમનાં લગ્ન સાયલાના શ્રી ઝવેરચંદ મલકચંદ સાથે થયેલાં. આમ, શ્રી રવજીભાઈનો કુટુંબ-પરિવાર મોટો હતો. શ્રીમદ્ભો સાત વર્ષ સુધીનો બાલ્યકાળ નિર્દોષ રમતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં આગળ રહેવાની ભાવનાઓમાં વ્યતીત થયો હતો. રમતગમતમાં પણ વિજય મેળવવાની અને રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની તેમને જિજ્ઞાસા રહ્યા કરતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છતા રાખવાની, ખાવા-પીવાની, સૂવા-બેસવાની બધી ચેષ્ટા વિદેહી હતી. તેમનું હાડ ગરીબ હતું અને દશા નિરપરાધી હતી. તેમનો હસમુખો ચહેરો તથા મૃદુ અને વહાલું બોલવું દરેકને મનમોહક થઈ પડતું હતું. સરળતા, તેજસ્વિતા, સાત્ત્વિકતા, નિઃસ્પૃહતા વગેરે અનેક ગુણો તેમનામાં સહજ ખીલેલા હતા. તેમની તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને અદ્ભુત સ્મરણશક્તિને કારણે વિદ્યાદેવી સરસ્વતી જન્મથી જ તેમના ઉપર પ્રસન્ન હોય તેમ જણાતું હતું. આમ, ભવિષ્યના એ મહાત્મા બાળવયથી જ અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. * * * Page #29 -------------------------------------------------------------------------- ________________ (૩) જાતિસ્મરણજ્ઞાન જાતિસ્મરણજ્ઞાન એટલે પોતાના પૂર્વના એક અથવા વધુ ભવોનું જ્ઞાન. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદનો એક પેટા પ્રકાર છે. પોતાના બાળપણમાં કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને યુવાન કે વૃદ્ધ અવસ્થામાં કોઈ પ્રસંગે તે ગામાદિનું સ્મરણ થાય, ત્યારે તે વખતે તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય તે પ્રકારે જાતિસ્મરણ જ્ઞાનવાનને પૂર્વના ભવનો ભાવ સ્મૃતિપટમાં આલેખાયેલો સ્વાનુભવગોચર થાય છે. શ્રીમદ્રને આવું જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું હતું. તે પ્રગટ થવાનો પ્રસંગ તેમની સાત વર્ષની વયે એટલે કે વિ.સં. ૧૯૩૧માં બન્યો હતો અને પછી તે જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. શ્રીમદે પોતાની “સમુચ્ચયવયચર્યાની નોંધમાં કે અન્ય લખાણોમાં પોતાના જાતિસ્મરણજ્ઞાન વિષે અથવા ક્યા પ્રસંગે તે જ્ઞાનની શરૂઆત થઈ તે વિષે કોઈ સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી, પરંતુ તે લખાણોમાં ક્યાંક ક્યાંક આડકતરાં સૂચનો જોવાં મળે છે. કચ્છના વણિકભાઈ શ્રી પદમશી ઠાકરશીએ શ્રીમ કેવી રીતે જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું હતું તે પ્રસંગ નોંધ્યો છે. તેમણે મુંબઈની ભૂલેશ્વરની શાકમાર્કેટ પાસેના દિગંબર મંદિરમાં શ્રીમન્ને તેમના જાતિસ્મરણજ્ઞાન વિષે પૂછ્યું હતું, ત્યારે શ્રીમદે પોતાના જીવનમાં બનેલો એ પ્રસંગ સ્વમુખે જણાવ્યો હતો. વવાણિયામાં શ્રી અમીચંદભાઈ નામના એક સગૃહસ્થ શ્રીમદ્ પ્રત્યે ખૂબ પ્રેમથી વર્તતા હતા. શ્રીમદ્ સાત વર્ષના હતા ત્યારે એક દિવસ શ્રી અમીચંદભાઈ સર્પ કરડવાથી ગુજરી ગયા. આ વાત સાંભળી શ્રીમદે તેમના દાદાને પૂછ્યું કે ગુજરી જવું એટલે શું? ગુજરી જવાનો અર્થ કહેવાથી બાળક ભયભીત થશે એમ વિચારી શ્રીમદ્દનું ધ્યાન બીજે દોરવા દાદાએ શ્રીમદ્દ જમવા બેસવા કહ્યું અને તે વાત ટાળવા તેમણે અનેક આડીઅવળી Page #30 -------------------------------------------------------------------------- ________________ વવાણિયાના સ્મશાનમાં બળતી ચિતા જોઈને શ્રીમદ્રને સાત વર્ષની વયે પ્રગટેલ જાતિસ્મરણજ્ઞાન Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વાતો કરી. પણ ગુજરી જવા વિષે સમજવાની તીવ્ર જિજ્ઞાસા ઉદ્ભવી હોવાથી શ્રીમદ્ ફરી ફરીને તે જ પ્રશ્ન આગાહથી પૂછતા રહ્યા. અંતે દાદાને ખુલાસો કરવાની ફરજ પડી. તેમણે ઉત્તર આપ્યો કે ગુજરી જવું એટલે અમીચંદભાઈના દેહમાંથી જીવ નીકળી ગયો છે, હવે તેમનું શરીર હાલી-ચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ-પી ન શકે, માટે તેમના શરીરને તળાવ પાસેના સ્મશાનમાં લઈ જઈ બાળી નાખશે. આ સાંભળી શ્રીમદ્ થોડી વાર વિચારમગ્ન દશામાં ઘરમાં આમ તેમ ફરી, છાનામાના તળાવે ગયા અને ત્યાં બે શાખાવાળા બાવળના એક ઝાડ ઉપર ચડ્યા. ત્યાં તેમણે ભડભડ સળગતી ચિતા જોઈ અને તેની આસપાસ માણસોને બેઠેલા જોયા. પોતાની પરિચિત અને સ્નેહાળ વ્યક્તિને આમ બાળી મુકાતી જોઈ તેમને ખૂબ લાગી આવ્યું અને અંતરમાં ઘમસાણ ચાલ્યું કે આવા સારા, પ્રેમાળ માણસને બાળી મૂકવો એ કેવી ક્રૂરતા? આમ બનવાનું કારણ શું? આ ઉપરથી તેમને તત્ત્વનો ઉહાપોહ થયો કે આ શરીર તો એનું એ છે, એમાંથી ચાલ્યું ગયું એ તત્ત્વ કયું? દેહ અને દેહી (આત્મા) એમ બે જુદી જુદી વસ્તુઓ હોવી જોઈએ. આમ, તેમણે વિચારના સાગરમાં ડૂબકી મારી અને તેમના આ મનોમંથનના નવનીતરૂપે તેઓ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. સ્મૃતિ ઉપરનું આવરણ ટળતાં તેમણે પોતાના પૂર્વભવોને જાણ્યા. શ્રીમદે ત્યારપછી જૂનાગઢનો ગઢ જોયો ત્યારે તે જ્ઞાનમાં ઘણો વધારો થયો હતો. તેઓ ઈડરના પહાડોમાં વિચર્યા ત્યારે જાતિસ્મરણજ્ઞાનનું વિશેષપણું થયું હતું. ઈડરના પહાડોમાં શ્રી લલ્લુજી આદિ મુનિઓને થોડા દિવસનો સમાગમ આપ્યો હતો તે વખતે તેમણે પોતે પૂર્વભવમાં કઈ જગ્યાએ, કઈ રીતે બેસતા, ક્યાં રહેતા વગેરેનું વર્ણન કર્યું હતું. પોતે ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય હતા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને લઘુશંકા કરવા જેટલો પ્રમાદ કરવાથી આટલું ભવભ્રમણ વધી ગયું હતું એવું તેમણે ઉત્તરસંડા વનક્ષેત્રે શ્રી મોતીલાલ ભાવસારને પ્રમાદ ન કરવાનો બોધ આપતી વખતે જણાવ્યું હતું. તેમણે શ્રી કલ્યાણજીભાઈને કહ્યું હતું કે અમને આઠસો ભવનું જ્ઞાન છે. શ્રી ખીમજીભાઈને શ્રીમદે પોતાના પૂર્વભવ સંબંધી સવિસ્તાર જણાવતાં કહેલું કે ‘તમારો તો અમારા ઉપર ઉપકાર છે', એમ શ્રી દામજીભાઈએ નોંધ્યું છે. શ્રીમદ્દ્ન સાત વર્ષે થયેલા જાતિસ્મૃતિજ્ઞાનનો સબળ પુરાવો તેમના લખાણમાંથી સ્પષ્ટ રીતે મળતો નથી, પરંતુ તેમના સ્વ-આત્મવૃત્તાંત કાવ્યમાં ‘ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે.૧ પંક્તિથી તે અપૂર્વ અનુસાર એ તેમનું જાતિસ્મરણજ્ઞાન હોઈ શકે એવું અનુમાન કરી શકાય છે. વળી, “પુનર્જન્મ છે જરૂર છે. એ માટે ‘હું' અનુભવથી હા કહેવામાં અચળ છું' એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને’, કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. તથા પત્રાંક ૨૧૨, ૩૧૩, ૪૬૫ આદિમાં કરવામાં આવેલા અનુભવજન્ય ઉગારોમાં તેમનું પૂર્વજન્મોનું જ્ઞાન ડોકિયું કરી જાય છે, જે વાંચતાં-વિચારતાં વિચક્ષણ જનને તેમના જાતિસ્મરણજ્ઞાન વિષે ખાતરી થાય છે. ૨ - જાતિસ્મરણજ્ઞાન વિષે શ્રીમદ્ લોકો સાથે વિશેષ ચર્ચામાં ઊતરતા નહીં. તેઓ એવા સાગરસમ ગંભીર હતા કે તેમણે પોતાના પૂર્વજન્મોનાં જ્ઞાન સંબંધી વાત પ્રાયઃ કળાવા દીધી ન હતી. ક્વચિત્ કોઈને પ્રસંગવશાત્ ઈશારો કર્યો હોય તોપણ તેની વિશેષ સ્પષ્ટતા ન કરતા. તે વિષેની કુતૂહલવૃત્તિને ઉત્તેજન આપવાનું તેઓ ટાળતા. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨) ૨- એજન, પૃ.૩૬૧ (પત્રાંક-૪૨૪) Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સાત વર્ષની વયે શ્રીમદ્દ્ન જે જાતિસ્મરણજ્ઞાન થયું હતું, તે જ્ઞાનેશ્રીમદ્ી સંસાર પ્રત્યેની દૃષ્ટિ બદલવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમને સંસારની અસારતા સમજાતાં વૈરાગ્ય તરફ તેમની ગતિ સ્વાભાવિક બની હતી. શ્રીમો લઘુવયથી દિન પ્રતિદિન વર્ધમાન થતો પરમ વૈરાગ્ય અને સ્થળે સ્થળે દૃશ્યમાન થતો સંવેગાતિશય આ જાતિસ્મરણજ્ઞાનનું સહજ, સ્વાભાવિક ળ હતું. જેમને અનેક ભવોમાં વેઠેલાં આધિ-વ્યાધિ-ઉપાધિ તથા જન્મ-જરા-મરણનાં દુઃખ સ્મૃતિમાં તાજાં થયાં હોય તથા પૂર્વભવોમાં સત્પુરુષો પાસે સાંભળેલો ઉપદેશ સ્મૃતિમાં પ્રત્યક્ષ ભાસતો હોય, પૂર્વે આરાધેલ જ્ઞાનધ્યાન-તપની સંધિ થઈ હોય; તેમને સંસાર પ્રત્યે કેવો પ્રબળ વૈરાગ્ય જાગે તથા મુક્તિનો માર્ગ આરાધવા કેટલી તત્પરતા રહે તે સામાન્ય જનની કલ્પનામાં પણ આવવું મુશ્કેલ છે. પોતાના આત્માનાં અસ્તિત્વ અને નિત્યત્વની પૂર્ણ ખાતરી થતાં મોક્ષમાર્ગમાં તેમની પ્રવૃત્તિ વિશેષ નિઃશંકપણે થવા લાગી અને તેમના પારમાર્થિક જીવનનો વિકાસ ઝડપથી થવા લાગ્યો. આત્મા, કર્મ, તે બન્નેનો સંબંધ, કર્મથી વિમુક્તિ અર્થાત્ મોક્ષ વગે૨ે સંબંધી વિચારધારાઓ તેમનામાં પ્રગટી. પૂર્વજન્મોના અનેક અનુભવો તાદૃશ્ય થતાં તેઓ બાલ્યાવસ્થામાં જ જ્ઞાનવૃદ્ધ બની ગયા. આમ, લઘુવયથી શ્રીમદ્ન વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબોધ થયો તેનું મુખ્ય કારણ જાતિસ્મરણજ્ઞાન ગણવા યોગ્ય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ (૪) વિદ્યાભ્યાસની ત્વરિતતા અને બાળપણના ધાર્મિક સંસ્કારો શ્રીમદ્દ્ના જાતિસ્મરણજ્ઞાનના વૃત્તાંત ઉપરથી સહજ સૂચિત થાય છે કે શ્રીમદ્ પૂર્વજન્મોમાં ઉપાર્જેલ અપૂર્વ જ્ઞાનસંસ્કારોની રત્નમંજૂષા આ જન્મમાં સાથે લઈને આવ્યા હતા, તેથી તેમનામાં જન્મથી જ જ્ઞાનના ક્ષયોપશમની પ્રબળતા હતી. સ્મૃતિનું સતેજપણું, હૃદયની સરળતા, વાણીની સ્પષ્ટતા, વિચારની નિર્મળતા, સ્વભાવનું ગાંભીર્ય આદિ ગુણો તેમનામાં બાળપણથી વિકસ્યા હતા. તેમનો અદ્ભુત ક્ષયોપશમ ઉત્તરોત્તર ઝડપથી આવિર્ભૂત થતો ગયો તે તેમના વિદ્યાભ્યાસની ઝડપ ઉપરથી સમજી શકાય છે. સાત શ્રીમદ્ પ્રથમથી જ પ્રતિભાશાળી બાળક હતા. વર્ષની વયે કેળવણી લેવા માટે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા. શ્રી રવજીભાઈએ હેડમાસ્તરને વિનંતી કરી કે શાળામાં શિક્ષક શ્રીમને વઢે નહીં, તેથી હેડમાસ્તરે શિક્ષક શ્રી લવજીભાઈને શ્રીમદ્દ્ન પ્રેમથી ભણાવવાની ભલામણ કરી. શ્રી લવજીભાઈએ શ્રીમદ્દ્ન પાટીમાં એકથી પાંચ સુધીના આંકડા લખી આપ્યા અને તે ઘૂંટી લાવવા કહ્યું. શ્રીમદ્દે તરત જ તે લખી આપ્યા. શ્રી લવજીભાઈને થયું કે કદાચ ઘરે તે શીખવાડ્યા હશે એટલે આવડતા હશે. પરંતુ પછી શ્રી લવજીભાઈ ૬ થી ૧૦, ૧૧ થી ૨૦, ૨૧ થી ૧૦૦ સુધી જે લખી આપે તે બધું તેઓ પાટીમાં તરત લખી બતાવતા. એકથી દસના ઘડિયા સુધી શ્રી લવજીભાઈના લખવા પ્રમાણે તેઓ લખી ગયા અને બોલવા પ્રમાણે બોલી ગયા. પછી શ્રી લવજીભાઈએ અગિયારા અને બારાખડી લખી આપી, તે પણ તેમણે તરત જ લખી આપી. આ બધું જોઈ શ્રી લવજીભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. વળી, ગુજરાતી પહેલી ચોપડીના ૫-૬ પાઠ લખાવ્યા તો Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તે પ્રમાણે લખી અને બોલી ગયા, તેથી શ્રી લવજીભાઈ વિશેષ નવાઈ પામ્યા અને તેમણે હેડમાસ્તરને વાત કરી. હેડમાસ્તરે શ્રી રવજીભાઈને બોલાવીને પૂછ્યું કે તેમણે શ્રીમદ્ ઘરમાં કંઈ અભ્યાસ કરાવ્યો હતો? ત્યારે શ્રી રવજીભાઈએ જણાવ્યું કે તેઓ આગલા દિવસે જ પાટી અને પેન ખરીદીને લાવ્યા હતા. આ ઉપરથી શ્રી લવજીભાઈને સમજાયું કે આ કોઈ પૂર્વના જ્ઞાનસંસ્કારવાળો જીવ છે. ચોથા ધોરણની પરીક્ષા લેવા આવનાર મોરબી રાજ્યના શૈક્ષણિક નિરીક્ષક શ્રી પ્રાણલાલભાઈ પણ શ્રીમથી અત્યંત પ્રભાવિત થયા હતા. આમ, શ્રીમદ્ભી અજબ ગ્રહણશક્તિ અને તીવ્ર યાદશક્તિના કારણે શિક્ષક પાસે સાંભળવાથી કે એક વાર વાંચવાથી તેમને બધું યાદ રહી જતું. તેમની આવી અસાધારણ સ્મરણશક્તિના કારણે તેમને સામાન્ય બાળકોની જેમ ફરી ઘરે વાંચવાની જરૂર પડતી નહીં. તેમણે માત્ર બે વર્ષ જેટલા ગાળામાં ગુજરાતી સાત ચોપડી જેટલા અભ્યાસને પૂરો કરી લીધો હતો. આ પ્રકારના પોતાના એકપાઠીપણાનો નિર્દેશ કરતાં શ્રીમદ્ “સમુચ્ચયવયચર્યામાં લખે છે કે – સ્મૃતિ એવી બળવત્તર હતી કે જેવી સ્મૃતિ બહુ જ થોડા મનુષ્યોમાં આ કાળે, આ ક્ષેત્રે હશે. અભ્યાસમાં પ્રમાદી બહુ હતો. વાતડાહ્યો, રમતિયાળ અને આનંદી હતો. પાઠ માત્ર શિક્ષક વંચાવે તે જ વેળા વાંચી તેનો ભાવાર્થ કહી જતો. એ ભણીની નિશ્ચિતતા હતી." પ્રખર બુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રેમાળ વિદ્યાર્થી તરીકે તેમણે સહાધ્યાયીઓમાં ઘણી ચાહના મેળવી હતી અને શિક્ષકના પણ વાત્સલ્યને પાત્ર બન્યા હતા. વિદ્યાર્થીઓની તેમના ઉપર કેટલી પ્રીતિ હતી તેના ઉદાહરણરૂપે એક ઘટના જાણીતી છે. એક વખત શિક્ષકે બાળ રાયચંદને કોઈ કારણસર ઠપકો આપ્યો, તેથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૦૪ (આંક-૮૯) Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તેઓ બીજે દિવસે શાળાએ ન ગયા. બાળ રાયચંદ નિશાળે આવ્યા નથી એમ બીજા વિદ્યાર્થીઓના જાણવામાં આવતાં તેઓ બાળ રાયચંદ પાસે ગયા અને તેમની સાથે દૂર ખેતરમાં ચાલ્યા ગયા. આ બાજુ શિક્ષક જ્યારે શાળામાં આવ્યા ત્યારે તેમણે એક પણ વિદ્યાર્થી ન જોયો. તેમની જાણમાં આવ્યું કે ગઈ કાલે બાળ રાયચંદને ઠપકો આપ્યો હતો તેનું આ પરિણામ હતું. પછી વિદ્યાર્થીઓને શોધતાં શોધતાં તેઓ ખેતર સુધી ગયા અને બાળ રાયચંદને મનાવી શાળામાં પાછા લઈ આવ્યા. હોંશિયાર હોવાના કારણે બાળ રાયચંદ શિક્ષકના પરમ વિશ્વાસુ તરીકે અન્ય વિદ્યાર્થીઓનું વર્ગકામ લેતા અને એ રીતે વર્ગશિક્ષકનું કાર્ય પણ કરતા. તેમનામાં સ્વાભાવિક રીતે રહેલાં નિખાલસતા, ભદ્રિકતા, સરળતા, વિશ્વસનીયતા, બોલવાની પ્રભાવશાળી છટા, શીખવવાની અદ્ભુત કળા આદિ ગુણોથી તેઓ સહાધ્યાયીઓમાં ખૂબ માનીતા થયા હતા. શ્રીમતું વાંચન ખૂબ વિશાળ હતું. નાનપણથી જ તેમને વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવું નવું સમજવાની, સાંભળવાની, વાંચવાની, શીખવાની ખૂબ જ જિજ્ઞાસા રહેતી હતી. તેઓ જે પુસ્તક હાથમાં આવે તે ઝડપથી વાંચી જતા હતા અને તેનો બોધ સ્મૃતિમાં મહી લેતા હતા. પાઠ્યપુસ્તક ઉપરાંત તેમણે કેટલાક કાવ્યગ્રંથો અને વિવિધ પ્રકારના બોધગ્રંથો વાંચ્યા હતા. તેઓ તેર વર્ષની વયે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા રાજકોટ ગયા હતા, પરંતુ તેમણે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કેટલો વખત અને કઈ કક્ષાનો કર્યો હતો તેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. તેઓ અંગ્રેજી ભાષાનું સામાન્ય વાંચનલેખન કરી શકતા હતા. તેમનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર પણ સારો કાબૂ હતો અને તે ભાષાના ગ્રંથો તેઓ સરળતાથી વાંચી-સમજી શકતા હતા. તીવ્ર સમજણશક્તિ અને પ્રખર સ્મરણશક્તિ હોવા છતાં વૈરાગ્યવૃત્તિના કારણે તેમણે તે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જરા પણ હતા. પિતાની અને કોઈને ઓ ભાષાઓનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો ન હતો. તેરમા વર્ષ પછી શ્રીમદ્ તેમના પિતાની દુકાને બેસતા હતા અને ત્યાંનું કામકાજ સંભાળતા હતા. ત્યાં તેઓ રમતમાં કે પ્રપંચમાં વખત વ્યય કરવાને બદલે વાંચન, મનન, કાવ્યસર્જનાદિમાં સમયનો સદુપયોગ કરતા હતા. પોતાની ફરજમાં જરા પણ ચૂક ન આવવા દેવાની કર્તવ્યપાલનની બુદ્ધિ તેમનામાં બાળપણથી જ હતી. પિતાની દુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યો હતો અને કોઈને ઓછો-અધિકો ભાવ કહ્યો ન હતો કે ઓછું-અધિકું તોળી દીધું ન હતું. આ બાળપણનાં આ વર્ષો દરમ્યાન શ્રીમદે તેમનામાં રહેલી વિરલ સર્જનશક્તિનો પણ પરિચય કરાવ્યો હતો. જેટલી અદ્ભુત તેમની સ્મરણશક્તિ હતી, તેટલી જ અદ્દભુત તેમની કવિત્વશક્તિ પણ હતી. નાની વયથી જ તેમનામાં વાતો અને કથાઓ જોડી કાઢી, રસિક રીતે કહી બતાવવાની છટાદાર વાકચાતુરી પણ હતી. તેઓ શીઘ્ર કવિ હતા. આઠ વર્ષની વયથી તેમણે કવિતા રચવાની શરૂઆત કરી હતી. આઠ વર્ષની ઉંમરે તેમણે અંદાજે ૫૦૦૦ કડીઓ રચેલી, જે હાલ ઉપલબ્ધ નથી. નવ વર્ષની વયે તેમણે રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથોનું અવલોકન કરી, તેને કાવ્યમાં ગૂંથવાની અસાધારણ પ્રતિભા સાધ્ય કરી હતી. દસ વર્ષની ઉંમરે તેઓ ઘણા વિષયો ઉપર છટાદાર રસિક ભાષણો આપતા હતા. અગિયાર વર્ષની વયથી કોઈ પ્રૌઢ પ્રજ્ઞાવંત લેખકની જેમ તેઓ ચિંતન-મનનના પરિપાકરૂપ લેખો લખતા હતા, જે ‘બુદ્ધિપ્રકાશ' નામના તત્કાલીન શિષ્ટ અને શ્રેષ્ઠ સામયિકમાં છપાતા હતા. તેમણે ઈનામી નિબંધો લખી પારિતોષિકો પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મેળવ્યાં હતાં. બાર વર્ષની ઉંમર સુધીમાં તો તેમની કવિત્વશક્તિ ઘણી જ રૂડી રીતે ખીલી ઊઠી હતી. માત્ર ત્રણ જ દિવસમાં ઘડિયાળ ઉપર તેમણે ત્રણસો કડીઓ લખી હતી. આમ, કુમાર અવસ્થાથી જ કલમ અને કાગળ સાથે મિત્રતા બંધાતાં તેમનું જ્ઞાન બુદ્ધિબળ વડે પ્રકાશિત થવા લાગ્યું અને તેઓ ‘કવિ' તરીકે પ્રસિદ્ધ થયા. શ્રીમદ્ બાળપણથી જ વવાણિયામાં વિદ્વાન તરીકે નામાંકિત બન્યા હતા અને સર્વનાં આકર્ષણનું કેન્દ્ર થયા હતા. તે વખતના કચ્છના દીવાન શ્રી મણિભાઈ જશભાઈએ તેમને કચ્છ પધારવાનું આમંત્રણ આપ્યું હતું અને ત્યાં તેમણે ધર્મ સંબંધી સુંદર ભાષણ કર્યું હતું, જે સાંભળીને લોકો અત્યંત પ્રભાવિત થયા હતા. તેમના અક્ષર એટલા સુંદર અને મરોડદાર હતા કે કચ્છના દરબારના ઉતારે તેમને લખવા માટે બોલાવવામાં આવતા હતા. શ્રીમદ્દ્ની ખ્યાતિ સાંભળીને કચ્છથી શ્રી હેમરાજભાઈ અને શ્રી માલશીભાઈ તેમને કાશી ભણાવવા અર્થે ત્યાં લઈ જવા માટે રાજકોટ મળવા આવ્યા હતા. પરંતુ તેઓ શ્રીમના પ્રભાવથી આશ્ચર્યચકિત થયા અને શ્રીમદ્ના અદ્ભુત જ્ઞાનની ખાતરી થતાં, ‘આવા સમર્થને હવે શું ભણવાનું હોય!' એમ પ્રત્યક્ષ અનુભવી તથા કાશી આવવા માટે શ્રીમદ્ની નમ્ર છતાં મક્કમ અને સમજણપૂર્વકની ના સાંભળી પાછા ફર્યા હતા. આમ, બાલ્યવયથી જ શ્રીમદ્દ્ની પ્રજ્ઞા, વિવેકશક્તિ અને નિર્ણયાત્મકતા અદ્ભુત હતાં. શ્રીમદ્ વ્યાવહારિક શિક્ષણમાં જેમ અકલ્પનીય શીવ્રતાથી આગળ વધ્યા હતા, તેમ ધર્મસંસ્કારનાં બીજ પણ તેમની ચિત્તભૂમિમાં ત્વરાથી રોપાયાં હતાં. તેમને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કારોનું Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અજબ મિશ્રણ વારસામાં મળ્યું હતું. તેમના દાદા શ્રીકૃષ્ણના ભક્ત હતા, જ્યારે તેમનાં માતુશ્રી દેવબાઈ જૈન ધર્મના સંસ્કારો સાથે લાવ્યાં હતાં. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબો પણ જૈન ધર્મને અનુસરતાં હતાં, એટલે માતા તરફથી જૈન સંસ્કાર ઉપરાંત તેમને આસપાસથી પણ જૈન વાતાવરણ મળ્યું હતું. આ કારણે બાળપણથી તેમનામાં વૈષ્ણવ તથા જૈન એ બને ધર્મોના સંસ્કારોનો મિશ્ર પ્રભાવ ઝળકતો હતો. શ્રીમદ્ ઉપર શરૂઆતમાં વૈષ્ણવ સંપ્રદાયનો રંગ વિશેષ હતો. તેમણે તેમના દાદા પાસે કૃષ્ણભક્તિનાં પદો સાંભળ્યાં હતાં, તેથી તેમને નાનપણથી જ ઈશ્વર અને અવતારો પ્રત્યે પ્રીતિભક્તિ ઉત્પન્ન થઈ હતી. તેઓ અવારનવાર કથાપ્રસંગોમાં જતા અને ચમત્કારો સાંભળી પ્રભાવિત થતા. મહંત થવાની અને સ્થળે સ્થળે હરિકથા કરવાની વૃત્તિ પણ કોઈ કોઈ વાર થઈ આવતી. તેઓ નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતા. તેમને વૈષ્ણવ આચાર પ્રત્યે રુચિ થઈ હતી અને શ્રી રામદાસજી નામના સાધુની પાસે વૈષ્ણવ ધર્મના પ્રતીકરૂપ કંઠી પણ બંધાવી હતી. જૈનધર્મી વણિકો વારંવાર શ્રીમદ્ સાથે તે અંગે ચર્ચા કરતા અને કોઈ કોઈ વાર તેમની કંઠીની ઠેકડી પણ ઉડાડતા, પરંતુ શ્રીમદ્ તેમને પોતાના બુદ્ધિબળે યોગ્ય જવાબ આપવા મથતા. તે જૈન વણિકો મોટા ભાગે પ્રતિમા-અપૂજક હતા અને તેમની ક્રિયાઓ મલિન લાગવાથી તથા તેઓ જગતકર્તા ઈશ્વરને માનતા ન હોવાથી તેમના પ્રત્યે શ્રીમદ્દ અણગમો રહેતો. પરંતુ સમય જતાં અને સમજ બદલાતાં માતાએ સિંચન કરેલા જૈન ધર્મના સંસ્કાર તેમનામાં વધુ પ્રબળ બનવા લાગ્યા. જૈનધર્મીઓના સંસર્ગથી અને વાંચનની રુચિથી જૈન ધર્મનાં પ્રતિક્રમણ સૂત્ર આદિ પુસ્તકો વાંચવામાં આવતાં; ક્ષમા, મૈત્રી તથા અહિંસાના પાયા ઉપર રચાયેલા જૈન ધર્મના પરમોદાર વિચારો શ્રીમન્ના હૃદયને સ્પર્શી ગયા. તેમણે જોયું કે જૈન હતીસાધુની પાસે ચિ થઈ હીન કરવા જઈ વાર જે ના સંસર્ગથી વાંચવામાં જર્મના ન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મમાં સર્વ જીવથી મિત્રતા ઇચ્છી છે, તેથી તેમાં તેમની પ્રીતિ વધી. શૃંગારપ્રધાન વૈષ્ણવ ધર્મ તથા વૈરાગ્યપ્રધાન જૈન ધર્મ મધ્યે તેમનો ઊર્ધ્વગામી આત્મા વૈરાગ્યપ્રધાન જૈન ધર્મ પ્રત્યે વધુ ને વધુ આકર્ષાયો. તેવામાં તેર વર્ષની ઉંમરે કંઠી તૂટી ગઈ અને તેમણે તે ફરીથી બંધાવી નહીં. આમ, શ્રીમદ્ભા ધર્મસંસ્કારોમાં ક્રમશઃ આમૂલ પરિવર્તન આવવાથી તેઓ તેર વર્ષની વયથી જૈન ધર્મના રંગે સર્વાગે રંગાઈ ગયા. કોઈ મત-સંપ્રદાયના આગ્રહના કારણે નહીં, પરંતુ તુલનાત્મક અભ્યાસ અને નિષ્પક્ષ બુદ્ધિના દોહનના પરિપાકરૂપે તેમની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અચળ બની. નાની વયમાં પણ તેમની પરીક્ષક શક્તિ એટલી સતેજ હતી કે તેઓ જૈન ધર્મનાં પરમોદાત્ત તત્ત્વોને સમજી શક્યા અને પછી તો જેમ જેમ તેમાં ડૂબકી લગાવવા માંડ્યા, તેમ તેમ જૈન તત્ત્વજ્ઞાનના અગાધ ઊંડાણનું તેમજ પરમ ઉદારતા અને ગહન વિશાળતાનું તેમને ભાન થતું ગયું. આથી તેઓ જૈન ધર્મના પરમ ઉપાસક બન્યા અને ભાવિમાં જૈન શાસનના સ્તંભ પણ બન્યા. Page #42 -------------------------------------------------------------------------- ________________ (૫) ધર્મમંથન શાળાના અભ્યાસ પછી શ્રીમદ્દે શ્રુતની ઉત્કટ ઉપાસના આદરી. તેમનું વલણ મોક્ષાભિમુખ હોવાથી તેર વર્ષની વયથી તેઓ વૈરાગ્યના અને તત્ત્વવિચારણાના ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા. તેમને શાસ્ત્રજ્ઞાન મેળવવા ખાસ પુરુષાર્થ કરવો પડ્યો ન હતો. જ્ઞાનની નિર્મળતાના કારણે તેમને બધાં શાસ્ત્રોનું જ્ઞાન ઘણી જ શીવ્રતાથી થઈ જતું હતું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કર્યા વિના પણ તેમને તે ભાષાનાં પુસ્તકો વાંચતાં ઘણો અલ્પ સમય લાગતો હતો. સવા વર્ષમાં જ તેમણે બધાં જૈન આગમો અવલોકી લીધાં હતાં. એક વખત વાંચતાં જ તેમને તે ગ્રંથોનો પરમાર્થ સમજાઈ જતો અને તેમની તીવ્ર સ્મરણશક્તિના કારણે તે ગ્રંથો મુખપાઠ જેવા થઈ જતા હતા. તેમનું આગમજ્ઞાન એટલું ઊંડું, તલસ્પર્શી અને તત્ત્વગ્રાહી હતું કે તેની ઝીણામાં ઝીણી વિગત તેમને હૃદયગત હતી. તેમની આંતરિક શક્તિના કારણે તેમણે ન વાંચ્યાં હોય તેવાં શાસ્ત્રોનું જ્ઞાન પણ તેમને ઘણી વખત આપોઆપ પ્રગટતું હતું. તેઓ શાસ્ત્રવાંચન કરતા ત્યારે તેમની પાસે બેસનારને તો એમ જ લાગતું કે તેઓ માત્ર પાનાં જ ફેરવે છે અને છતાં તે શાસ્ત્રમાં તેમનો ઉપયોગ ફરી વળતો. જન્મક્ષેત્ર વવાણિયામાં જેટલું ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ હતું તેટલું તો આશુપ્રજ્ઞ શ્રીમદ્ શીઘ્ર વાંચી ગયા, પણ તેટલામાત્રથી તેમની જ્ઞાનપિપાસા તૃપ્ત ન થતાં તેઓ અન્ય સ્થાનેથી પણ પુસ્તકો મેળવતા. વળી, શ્રીમદ્દ્ન શાસ્ત્રજ્ઞાન અમુક સંપ્રદાય પૂરતું જ સીમિત ન હતું. તેમણે ભિન્ન ભિન્ન સંપ્રદાયો તથા ધર્મોના ગ્રંથોનું વિશાળ પ્રમાણમાં વાંચન કર્યું હતું. પ્રબળ ક્ષયોપશમના કારણે તત્ત્વજ્ઞાન જેવા ગૂઢ વિષયમાં પણ તેમનો પ્રવેશ સરળતાથી થયો હતો અને ધર્મજ્ઞાન સીધું મૂળ ગ્રંથોમાંથી જ મેળવવા તેઓ શક્તિમાન થયા હતા. ભારતના પ્રાયઃ સર્વ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મુખ્ય દર્શનશાસ્ત્રોનું તેમણે ગંભીરતાથી સૂક્ષ્મ અવલોકન કર્યું હતું. વેદાંત, સાંખ્ય, ન્યાય, બૌદ્ધ, જૈન આદિ પદર્શનનાં તત્ત્વને તેમણે નિષ્પક્ષ ન્યાયમૂર્તિની જેમ ન્યાયના કાંટે તોલ્યું હતું. પરિપૂર્ણ દર્શનની શોધ અર્થે, તત્ત્વવિચારણા કરવા તરફ સત્યતત્ત્વગવેષક, પરીક્ષાપ્રધાન, પરમ પ્રજ્ઞાતિશયવંત શ્રીમનું ચિત્ત વળ્યું હતું. પ્રદર્શનરૂપ મહાસમુદ્રનું મંથન કરી, તત્ત્વનવનીતની પ્રાપ્તિનું ભગીરથ કાર્ય તેમણે આદર્યું હતું. પરિણામે તેમના જીવનનો તેરમા વર્ષથી સોળમા વર્ષની વય પર્વતનો સમય ધર્મમંથનનો કાળ કહેવાય છે. આ સમયગાળામાં શ્રીમો પદર્શન અંગેની સૂક્ષ્મ ઉહાપોહ, તેમની મધ્યસ્થ પરીક્ષાપ્રવૃત્તિ તેમજ સમાધાનની નિષ્પત્તિ આદિ દષ્ટિગોચર થાય છે. તેમને કોઈ પણ મતદર્શનના આગ્રહ કે પક્ષપાત વિના સ્વચ્છ અંત:કરણથી પરીક્ષા કરતાં જૈન દર્શનનું પૂર્વાપર અવિરુદ્ધપણું સુપ્રતીત થયું અને વીતરાગમાર્ગની દઢ શ્રદ્ધા થઈ. શ્રીમદ્દની બાલ્યવયની જિજ્ઞાસાઓ, રાજરાજેશ્વર થવાની ઇચ્છાઓ, ત્યાગી મહાત્મા થવાના મનોરથો વગેરે જુદી જુદી દિશાઓમાં વહેતી વિચારધારા હવે આત્માર્થ ભણી વળી. આત્માની વિદ્યમાનતા, નિત્યતા, કર્મકર્તાપણું, કર્મભોક્તાપણું, મુક્તિ અને તે મુક્તિના ઉપાયની સાધના પ્રબોધનાર જિન દર્શનની અનેકાંતશૈલી ઉપર મુગ્ધ થઈ, તેને બુદ્ધિથી ગ્રાહ્ય કરી, તેમાં શ્રદ્ધાવાન થઈ, સાધનાના પંથે તે વિચારધારા આગળ વધી. આમ, કુમારવયમાં જ શ્રીમદ્રના વિચારો સુનિશ્ચિત અને પ્રગર્ભ, સુનીતિપોષક અને આત્મનિષ્ઠ, સંયમશીલ અને શ્રેયસાધક સ્વરૂપને પામ્યા હતા. તેમની શક્તિઓનો આધ્યાત્મિક વિકાસ થતો જતો હતો અને તેમના જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થતો જતો હતો. તેમનું ચિંતન દઢ અને પરિપક્વ થતાં તે વિચારોને અક્ષરબદ્ધ કરી, અન્યને પણ તેમાં સહભાગી બનાવવાનું Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તેમણે વિચાર્યું. વળી, જૈન તેમજ જૈનેતર સમાજમાં વ્યાપેલી ધર્મજડતા પણ તેમના ગ્રંથલેખનમાં કારણભૂત બની હતી. જૈન ધર્મનું મૂળ લક્ષ તથા મૂળ શાસ્ત્રોમાં વર્ણવેલા સાચા સાધુ અને ગૃહસ્થના આચારોની પોતાના સમયના જૈન આરાધકોના આચારો સાથે સરખામણી કરતાં તેમને મૂળ સિદ્ધાંતો અને પ્રચલિત આચારોમાં આકાશ-પાતાળનો ફરક દેખાયો. તેમણે જોયું કે લોકો મૂળ શાસ્ત્રો વાંચતા-વિચારતા ન હતા. પરિણામે અજ્ઞાનથી અથવા પરંપરાથી ગમે તેવા વિચારવિહીન આચારો જૈન શ્રાવકો તથા મુનિઓનાં જીવનમાં પગદંડો જમાવી બેઠા હતા. મુનિધર્મનો શાસ્ત્રોક્ત આદર્શ પૂર્ણતઃ અનુસરી ન શકાવાથી તેને મોળો કે વિકૃત કરવાની અથવા ઢાંકવાની વૃત્તિ તેમજ વહેમો, આગ્રહો અને મતભેદોનું સામ્રાજ્ય પ્રવર્તમાન સાધુસમાજમાં નીરખતાં શ્રીમનો પુરુષાર્થી અને સિદ્ધાંતનિષ્ઠ આત્મા દુભાયો. તેમની બાળપણથી સેવાતી ધર્મોદ્ધારની ભાવના પણ દૃઢ થતી જતી હતી અને તેથી જડતા તથા પ્રમાદમાં જીવન ગાળી રહેલા લોકોને જાગૃત કરવાની તેમને તાલાવેલી જાગી. અવળા જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા બાળયુવાવર્ગ આદિને બચાવવા તેમણે સરળ ભાષાશૈલીમાં પુસ્તકો લખવા વિચાર્યું. શ્રીમદ્દ્ની અસાધારણ પ્રજ્ઞા વિવિધ વિષયના અનેક ગ્રંથોનો સાર ગ્રહી, મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા વૈરાગ્ય, વિવેક અને ઉપશમને પ્રબોધતા ગ્રંથના સર્જન દ્વારા જનસમુદાયનું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત થઈ. શ્રીમદ્દનાં વિશાળ વાંચન, ગહન મનન અને અદ્ભુત વૈરાગ્યના પરિપાકરૂપે તેમની સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે, વિ.સં. ૧૯૪૦માં તેમના દ્વારા ‘મોક્ષમાળા' નામનો ગ્રંથ માત્ર ત્રણ દિવસમાં લખાયો હતો. આ ગંભીર દર્શનપ્રભાવક ગ્રંથમાં સુસંગત શાસ્ત્રશૈલી અને સુમધુર ભાષામાં તત્ત્વજ્ઞાનના ૧૦૮ દૃષ્ટાંતસભર પાઠ દ્વારા જૈન ધર્મના ગૂઢ સિદ્ધાંતોનું રોચક Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નિરૂપણ થયું છે. પ્રસ્તુત ગ્રંથમાં તેમણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રરૂપ મોક્ષનો માર્ગ મતભેદ વિના બોધ્યો છે. મોક્ષમાળા'નું પ્રકાશન તેમણે પોતે જ કરાવ્યું હતું. તેને છપાવવામાં વિલંબ થવાના કારણે અગાઉથી નોંધાયેલા ગ્રાહકોની વ્યાકુળતા ટાળવા, વિ.સં. ૧૯૪રમાં, તેમણે રસપ્રદ દષ્ટાંતો સહિત બાર ભાવનાનું પરમ ભાવવાહી સ્વરૂપ આલેખતો વૈરાગ્યસભર ભાવનાબોધ' નામનો ગ્રંથ રચીને ગ્રાહકોને ભેટરૂપે આપ્યો હતો. આ પ્રસંગ શ્રીમન્નાં વિવેક, કાર્યકુશળતા અને જવાબદારીનું ભાન દર્શાવે છે. આ સમય દરમ્યાન શ્રીમદ્ અલૌકિક વૈરાગ્ય વર્તતો હતો. તેમણે એક વખત જણાવ્યું હતું કે “મોક્ષમાળા'ની રચના વખતે તેમને યોગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં વર્ણવેલ શ્રી રામચંદ્રજીના વૈરાગ્ય જેવો વૈરાગ્ય વર્તતો હતો, તે એટલે સુધી કે તેમણે ખાધું છે કે નહીં તેનો પણ તેમને ખ્યાલ રહેતો નહીં. તેમનો આ ઉર વૈરાગ્ય “મોક્ષમાળા'ના વૈરાગ્યવિષયક શિક્ષાપાઠોમાં સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. તેમનો વૈરાગ્ય ઉત્તરોત્તર વેગ પકડતો ગયો હતો અને “ભાવનાબોધ'ના સર્જનકાળે તો તે વૈરાગ્ય પરમ અદ્દભુત ભાવે પરિણમ્યો હતો અને તેથી જ તેમણે પોતાના જીવનના મુખ્ય પ્રસંગો અમર કરનાર કાવ્યમાં પ્રકાશ્ય છે – ઓગણીસસે ને બેતાળીસે, અભુત વૈરાગ્ય ધાર રે.૧ આમ, શ્રીમદ્ જેવા પરમ વિચક્ષણ પુરુષ દ્વારા નિષ્પક્ષપાત છતાં પરીક્ષાપ્રધાન પ્રજ્ઞાની એરણે વિવિધ દર્શનોની તર્ક અને યુક્તિથી કરાયેલી ચકાસણીમાં સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિ કરવા અર્થે જે શુદ્ધ ધર્મ, જે વિચારધારા, જે તત્ત્વદર્શન પરિપૂર્ણ સમર્થ ઠર્યું; તે અદ્ભુત, વિશાળ અને યથાર્થ એવા વિતરાગદર્શનમાં જ તેમની પ્રતિભાવંત અન્વેષકબુદ્ધિ ઠરી, એમાં ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ - ૧૬ શ્રીમદ્ રાજચંદ્ર વિ.સં. ૧૯૪૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જ તેમની દૃષ્ટિ સ્થિર થઈ, એમાં જ તેમની શ્રદ્ધા અત્યંત દઢપણે સ્થિત થઈ અને તેના આધારે તેમનું સમગ્ર જીવન દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠ્યું. * * * Page #49 -------------------------------------------------------------------------- ________________ (૬) કિશોરાવસ્થામાં અભુત શંકિતઓનો આવિર્ભાવ (i) અવધાનશક્તિ પૂર્વના પ્રબળ સંસ્કારી અને બળવાન ક્ષયોપશમી એવા શ્રીમદ્ભાં લઘુવયથી અસાધારણ સ્મરણશક્તિ, કવિત્વશક્તિ, વસ્તૃત્વશક્તિ આદિ અનેક વિશિષ્ટ શક્તિઓનો આવિર્ભાવ થયો હતો. નાનપણથી જ શ્રીમદ્ નવું નવું શીખવાની તીવ્ર જિજ્ઞાસા હતી. નવી વિદ્યા દીઠી કે લીધી જ છે એવો અભિનવ જ્ઞાનવૃદ્ધિ કરવાનો ઉત્કટ ઉત્સાહ તેમને હતો. તેઓ જે કાંઈ સારું જુએ તેનું ત્વરાથી અનુકરણ કરતા અને અલ્પ સમયમાં જેનું અનુકરણ કર્યું હોય તેના કરતાં આગળ વધી જતા. આનું ઉત્તમ ઉદાહરણ છે તેમની અદ્ભુત અવધાનશક્તિ, જેનું દર્શન વિ.સં. ૧૯૪૦ના અરસામાં થાય છે. અવધાનશક્તિ એટલે વિશિષ્ટ પ્રકારની તીવ્ર સ્મરણશક્તિ. એકસાથે અનેક વસ્તુ યાદ રાખી, ભૂલ વિના અનેક કાર્યોમાં ઉપયોગ રાખવાની શક્તિને અવધાનશક્તિ કહેવામાં આવે છે. ધારણા નામના મતિજ્ઞાનના ભેદમાં આ શક્તિનો સમાવેશ થાય છે. જે વ્યક્તિ જેટલી સંખ્યા સુધીનાં કાર્ય એકીસાથે કરી શકે તેટલી સંખ્યાના અવધાનકાર તરીકે તે વ્યક્તિને ખ્યાતિ મળે છે. આમ, અવધાનકારો અષ્ટાવધાની, બાર અવધાની, સોળ અવધાની, બાવન અવધાની, શતાવધાની આદિ વિવિધ નામે ઓળખાય છે. - શ્રીમદ્ જેવા અસાધારણ તેજોનિધિ માટે વવાણિયા ક્ષેત્ર નાનું હોવાથી તથા વિદ્વાન મનુષ્યોના સમાગમનો અવકાશ ઓછો હોવાથી તેમની વૃત્તિ પ્રવાસ તરફ રહ્યા કરતી. વિ.સં. ૧૯૪૦માં સોળ વર્ષની વયે તેઓ મોરબી ગયા હતા. મોરબીમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તે વખતે શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયોગો કરતા હતા. એ જ અરસામાં મુંબઈમાં શ્રી ગટુલાલજી મહારાજ પણ અષ્ટાવધાનના પ્રયોગો કરતા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર તે સમયે ભારતભરમાં આ બે પુરુષો જ અષ્ટાવધાનની ચમત્કારિક શક્તિથી પ્રખ્યાતિ પામી, લોકપૂજ્ય થઈ, સર્વત્ર યશોગાન પામતા હતા. ભારત જેવા વિશાળ દેશમાં તે કાળે જો આવી શક્તિવાળા પ્રાયઃ બે જ પુરુષો હોય તો તે શક્તિ કેવી અદ્ભુત હશે તે સમજી શકાય તેવું છે. શ્રીમદ્દનું જે અરસામાં મોરબીમાં આગમન થયું, તે સમયે જૈનોના પવિત્ર ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાનનો પ્રયોગ યોજાયો હતો અને તેનું નિરીક્ષણ કરવા વણિકભૂષણ કવીશ્વર' તરીકે પ્રખ્યાતિ પામેલા શ્રીમ નિમંત્રણ મળતાં તેઓ ત્યાં પધાર્યા હતા. આ અવધાન જોતાં જ, બળવાન ક્ષયોપશમના કારણે અવધાન કરવાની વિધિ આવડી જતાં, તેમણે બીજે દિવસે વસંત નામના બગીચામાં પ્રથમ વાર મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈ અષ્ટાવધાન કરી બતાવ્યાં અને ત્યારપછી બીજે દિવસે તેમણે જાહેરમાં બે હજાર પ્રેક્ષકો સમક્ષ તે જ પવિત્ર ઉપાશ્રયમાં સફળતાપૂર્વક બાર અવધાન કરી સર્વ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. તેમની કીર્તિરૂપી કસ્તૂરીની સુવાસ સ્થળે સ્થળે અને ઘરે ઘરે પ્રસરી ગઈ. તેઓ કવિ તથા વિદ્વાન તરીકે તો પ્રખ્યાત હતા જ, તે ઉપરાંત હવે ચમત્કારી સ્મરણશક્તિ માટે પણ પ્રતિષ્ઠા પામ્યા. શ્રીમના અવધાનપ્રયોગના દર્શને લોકો કેવા હર્ષાવેશમાં આવી ગયા હતા, તેનો નમૂનો શ્રીમદ્ભા બાલસ્નેહી શ્રી પોપટભાઈ મનજીના સંસ્મરણોમાંથી પ્રાપ્ત થાય છે – મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયેલા. ત્યાં સાહેબજીનાં આઠ અવધાન સંબંધી કેટલીક ચમત્કૃતિ જોઈને તાજુબ બની ગયા હતા. તેઓ રાત્રે વવાણિયા આવ્યા ને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઘેર ન આવતાં તરત જ રવજીભાઈને ત્યાં પરભારા ગયા. તેમને ઘરની સાંકળ ઠોકીને ઉઠાડ્યા; પછી કહ્યું કે, રવજીભાઈ, તમારો દીકરો તો કોઈ દેવતાઈ જાગ્યો! ગજબ કરી નાખ્યો! ત્યારપછી શ્રીમદ્ પોતાના કાર્યપ્રસંગે જામનગર ગયા હતા. ત્યાંના વિદ્વાનો સમક્ષ તેમણે જુદી જુદી બે સભામાં બાર અને સોળ એમ બે વિધિથી અવધાન કરી બતાવ્યાં હતાં. તે અદ્ભુત પ્રયોગ નિહાળનાર સમગ્ર સભા ખૂબ પ્રસન્ન થઈ ગઈ હતી. અહીં તેમને 'હિન્દના હીરા'નું બિરૂદ અર્પણ કરવામાં આવ્યું હતું. જામનગરના બે વિદ્વાનો આઠ-દસ વર્ષથી અવધાન કરવા માટે તનતોડ મહેનત કરતા હતા, પણ તે વૃથા ગઈ હતી. તેથી ત્યાંના વિદ્વાનોને સોળ અવધાનો કરનારા શ્રીમદ્ પ્રત્યે બહુમાન અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં. ત્યારપછી વઢવાણમાં તેમણે કર્નલ એચ. એલ. નટસાહેબ, બીજા રાજવી પુરુષો તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે બે હજાર પ્રેક્ષકો સમક્ષ સોળ અવધાનો કરી બતાવ્યાં હતાં. આ અવધાનો જોઈને આખી સભા આનંદમાં ગરકાવ થઈ ગઈ હતી અને પ્રેક્ષકોએ એક અવાજે તાળીઓ પાડી હતી. સઘળા સભાજનોએ તેમની આ અજબ શક્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અંગ્રેજ સાહેબો, લેડીઓ, રાજાઓ, કારભારીઓ અને મહાવિદ્વાનો દંગ થઈ ગયાં હતાં અને ઉપરાઉપરી શ્રીમદ્દી પ્રશંસા કરતાં ભાષણો થયાં હતાં. આવું નરરત્ન ભારતમાં વિદ્યમાન છે એમ વિચારી સહુ હર્ષથી પુલકિત થયા હતા. ગુજરાતી', “મુંબઈ સમાચાર', 'લોકમિત્ર’, ‘ન્યાયદર્શક' વગેરે પત્રોમાં શ્રીમન્નાં યશોગાન ગવાવા લાગ્યાં હતાં. શ્રીમદે સોળ અવધાન પછી બોટાદમાં તેમના શ્રીમંત મિત્ર શેઠ શ્રી હરિલાલ શિવલાલની ઉપસ્થિતિમાં સીધાં બાવન અવધાન સહજપણે કરી બતાવ્યાં હતાં. તેમણે ખાસ પરિશ્રમ કે પૂર્વ૧- “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૯૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તૈયારી વિના જ બાવન અવધાન કર્યાં હતાં, જે ઉપરથી તેમના બુદ્ધિબળનો તેમજ તેમનાં અદ્ભુત વિશ્વાસ અને સાહસનો ખ્યાલ આવે છે. નીચેની હકીકત ઉપરથી એ બાવન અવધાનોનો થોડો ઘણો ખ્યાલ આવશે (૧) ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું. (૨) ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું. (૩) એક જણ સાથે શતરંજ રમ્યા જવું. (૪) ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. (૫) સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં -- ગણ્યા જવું. (૬) માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. (૭) આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. (૮) સોળ નવા વિષય ઉપર વિવાદકોએ માગેલા વૃત્તમાં કવિતા રચતા જવું. (૯) ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૅટીન, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સોળ ભાષાઓના ચારસો અનુક્રમવિહીન શબ્દો પાછા કર્તા, કર્મના અનુક્રમ સહિત કહી આપવા અને વચ્ચે બીજાં કામ પણ કર્યે જવાં. (૧૦) વિદ્યાર્થીને સમજાવવો. (૧૧) કેટલાક અલંકારના વિચાર. ૧ ૧ ૧ ८ ૧૬ આ બાવન કામની શરૂઆત એકસાથે કરવી. એક કામનો કંઈક ભાગ કરી, બીજા કામનો કંઈક ભાગ કરવો, ત્રીજાનો કંઈક ભાગ ક૨વો, પછી ચોથાનો, પછી પાંચમાનો એમ. બાવન કામનો થોડો થોડો ભાગ કરવો. વળી, પાછા પહેલા કામ ઉપર આવવું આમ બાવન કામ પૂર્ણ થતાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૩૪ (પત્રાંક-૧૮) ૧૬ ૧ ૨ પર Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સુધી કર્યાં કરવું; કંઇ લખવું નહીં કે બીજી વાર પૂછવું નહીં, પરંતુ સઘળું સ્મરણમાં રાખી આ બાવન કામ પૂર્ણ કરવાં. શ્રીમદ્દ્ની આ શક્તિ જોઈને એક વિદ્વાને ગણતરી કરી હતી કે તેમને એક કલાકમાં ૫૦૦ શ્લોક સ્મરણમાં રહી શકે છે. આ અરસામાં તેમની સ્મરણશક્તિ ઉત્કૃષ્ટ સીમાએ પહોંચી હતી. તેમનો વિદ્યાભ્યાસ તો ફક્ત ગુજરાતી ભાષામાં જ થયો હતો, છતાં કોઈ પણ માણસ ગમે તે ભાષાનાં શબ્દો, કવિતા કે શ્લોક ગમે તેટલી ઝડપથી તેમની સમક્ષ બોલે તોપણ પાછા તે જ શબ્દો, કવિતા કે શ્લોક તરત જ આબેહૂબ તે જ ક્રમમાં તેઓ બોલી બતાવતા. કોઈ ગમે તે ભાષાના સો શ્લોક એક વખત બોલી જાય તો તે પાછા તેવી જ રીતે સ્મૃતિમાં રાખી બોલવા શ્રીમદ્ સમર્થ હતા. તેઓ દેશની બીજી ભાષાઓ તેમજ પરદેશની કોઈ પણ ભાષાનો ઉચ્ચાર બરાબર કરતા. આ ઉપરાંત જેતપર, અમદાવાદ આદિ સ્થળોએ અને વિ.સં. ૧૯૪૩માં મુંબઈમાં તેમણે અવધાનના પ્રયોગો બહોળા પ્રમાણમાં કર્યા હતા. મુંબઈમાં થિયોસૉફિકલ સોસાયટીના મકાનમાં યોજાયેલ સભામાં પોતાની સ્મરણશક્તિ અને કવિત્વશક્તિની કસોટી માટે શ્રીમદે અંગ્રેજી, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, લૅટિન, ઝંદ, સંસ્કૃત, બંગાળી અને ફારસી એમ નવ ભાષાના જુદા જુદા જાણકારોને કાગળના એક ટુકડા ઉપર છ શબ્દોનું એક એક વાક્ય લખવાનું કહ્યું હતું. પછી તેમણે તે તે વ્યક્તિઓને પોતાનાં વાક્યોના શબ્દો ગમે તે ક્રમમાં આડાઅવળા બોલવા કહ્યું અને જણાવ્યું કે તેઓ તે જુદી જુદી ભાષાના શબ્દો લક્ષમાં લઈ, અંતે કાગળ ઉપર લખ્યા મુજબનાં વાક્યોના શબ્દો ક્રમબદ્ધ કહી સંભળાવશે અને તે દરમ્યાન જુદા જુદા રાગની બે કવિતા રચશે. સભાના એક ગૃહસ્થે માંગણી કરી કે કવિતામાં ‘રુસ્તમજી' નામ તથા સભાનું વર્ણન આવે એવું કરશો. શ્રીમદે તે વિનંતી સ્વીકારી. તે પછી શ્રીમદે સ્થિર Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ચિત્તે અવધાન તથા શીઘ્ર કવિતાનું કામ શરૂ કર્યું. જુદી જુદી ભાષાનાં વાક્યો લખનાર ગૃહસ્થો આડાઅવળા છૂટક શબ્દો કહેતા જતા હતા. શ્રીમદ્, તે યાદ રાખતા અને તે અરસામાં કવિતા પણ જોડતા અને એકેક લીટી લખાવતા. જુદી જુદી ભાષાના શબ્દો બોલનાર જો કોઈ ભૂલ કરે તો તરત જ તેણે ભૂલ કરી છે એવું તેઓ કહી આપતા. સઘળા શબ્દો પૂરા થતાં તેઓ, બરાબર કાગળમાં લખ્યાં હતાં તે જ પ્રમાણે, કાંઈ પણ ભૂલચૂક વિના આખાં વાક્યો બોલી ગયા અને તેમણે રચેલી કવિતા પણ વાંચી સંભળાવી, જેમાં સભાનું વર્ણન અને રૂચી લોક સમસ્તની મન સજી વિદ્યાવિલાસે ગઈ એ લીટીમાં 'રુસ્તમજી' નામ ગૂંથી લેવામાં આવ્યું હતું. અંતે મિ. રુસ્તમજી અરદેશર માસ્તરે મંડળી તરફથી શ્રીમને ફૂલોનો હાર અને ગોટો ભેટ આપ્યાં હતાં. ત્યારપછી શ્રીમદે ઓગણીસ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૨-૧-૧૮૮૭, શનિવારે અંગ્રેજ ડૉ. પીટરસનના પ્રમુખપદ હેઠળ જાહેરમાં, ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યૂટમાં સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રોના અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સો અવધાન કરીને લોકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. પ્રેક્ષક મંડળીએ તેમને સિંધી, અંગ્રેજી, તેલંગુ, કાનડી, મરાઠી, સંસ્કૃત, જર્મન, ફારસી, ફ્રેંચ, પોર્ટુગીઝ એ દસ ભાષાનાં, છ છ શબ્દનાં દસ વાક્યો ઉત્તરોત્તર આડાંઅવળાં કહી બતાવેલાં. શ્રીમદે તેને સ્મરણમાં રાખી, તાળીઓના ગડગડાટ વચ્ચે તે વાક્યો સક્રમ અને સંપૂર્ણપણે કહી સંભળાવી તથા વિધાનવિધિ વચ્ચે રચેલી કવિતા સંભળાવી સર્વ કોઈને આનંદાશ્ચર્ય પમાડ્યાં હતાં. અવધાન ઉપરાંત તેઓ અલૌકિક સ્પર્શેન્દ્રિય શક્તિ ધરાવતા જોવામાં આવ્યા હતા. તેમને પ્રથમ એક ડઝન જેટલાં જુદાં જુદાં કદનાં પુસ્તકો બતાવવામાં આવ્યાં હતાં અને તેમને તે પુસ્તકોનાં નામ જણાવવામાં આવ્યાં હતાં. ત્યારપછી તેમની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આંખો પાટા વડે બંધ કરવામાં આવી હતી અને જુદા જ ક્રમમાં એક પછી એક પુસ્તકો તેમના હાથમાં મૂકવામાં આવ્યાં હતાં. જેમ જેમ પુસ્તકો હાથમાં મૂકાતાં ગયાં, તેમ તેમ તે પુસ્તકોનો માત્ર સ્પર્શ કરીને તેમણે તેનાં નામ કહી દીધાં હતાં. આ જોઈને ડૉ. પીટરસનને ખૂબ અચરજ થયું હતું અને તેમણે શ્રીમને ચમત્કારિક સ્મરણશક્તિથી વિભૂષિત થવા માટે અભિનંદન આપ્યાં હતાં. આ આશ્ચર્યકારક સ્મરણશક્તિના પ્રયોગની સફળતા માટે શ્રીમદ્ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો અને તેમને સાક્ષાત્ સરસ્વતીનું માનવંતું બિરુદ પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમની આ વિરલ શક્તિની ઠેર ઠેર ખૂબ પ્રશંસા થવા લાગી હતી અને તેઓ શતાવધાની' તરીકે પ્રખ્યાત બન્યા હતા. આમ, ક્રમે ક્રમે વધતાં જઈ શ્રીમદ્ ટૂંક સમયમાં આઠ, બાર, સોળ, બાવન અને સો અવધાન સુધી પહોંચ્યા અને તેમણે ઉત્તમ ક્ષયોપશમજ્ઞાનના પ્રયોગો કરી વિજયવાવટો ફરકાવ્યો. બીજા અવધાનીઓને જે શક્તિ પ્રાપ્ત કરવા અને વિકસાવવા અત્યંત પ્રયાસ કરવા પડે, તે શક્તિનો વિકાસ શ્રીમમાં સહજ અને સ્વયંસ્કુરિત થયેલો જોવા મળે છે. તેમની અદ્ભુત શક્તિ વિષે “મુંબઈ સમાચાર', “જામે જમશેદ', ગુજરાતી ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા', 'ઈડિયન સ્પેક્ટટર' ઇત્યાદિ અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં પ્રશસ્તિપૂર્ણ વિસ્તૃત વર્ણનો અને અગલેખો આવતા. શ્રીમન્ના અવધાનપ્રયોગોની ઐતિહાસિક હકીકત શ્રીમદ્ભા સમકાલીન અને તે વખતના સહવાસી શ્રી વનેચંદ પોપટભાઈ દફતરીએ “સાક્ષાત્ સરસ્વતી' નામની પુસ્તિકામાં પૂર્ણ ભાવોલ્લાસમાં લખી હતી. સન્ ૧૮૯૩ના સપ્ટેમ્બર માસમાં અમેરિકાના ૧- આવો એક અવધાનપ્રયોગ તેમણે મુંબઈમાં આર્યસમાજના હોલમાં જસ્ટિસ તેલંગના પ્રમુખપણા હેઠળ પણ કર્યો હતો. Page #56 -------------------------------------------------------------------------- ________________ Jain Education latarnational Tesweter Personal use only www.jaimelibrary.org તા. ૨૨-૧-૧૮૮૭ના રોજ શનિવારે મુંબઈમાં ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં શ્રીમદે કરેલ શતાવધાનનો પ્રયોગ Page #57 -------------------------------------------------------------------------- ________________ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મપરિષદમાં જૈનો તરફથી શ્રી આત્મારામજી મહારાજ(શ્રી વિજયાનંદસૂરિજી)ની પ્રેરણાથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ગયા હતા. શિકાગો શહેરમાં આપેલ અન્ય એક વ્યાખ્યાનમાં તેમણે હિંદમાં પૂર્વે અસાધારણ શક્તિઓન ધારક પુરુષો ઉત્પન્ન થતા હતા તે બતાવી કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીનું ઉદાહરણ આપ્યું હતું અને હાલના સમયમાં પણ જૈનો તેવા પ્રકારની શક્તિઓ ધરાવનારા પુરુષો ઉત્પન્ન કરવાનો ગર્વ લઈ શકે છે એમ બતાવવા માટે શ્રીમન્ની અસાધારણ શક્તિઓનું વિવેચન કરી બતાવ્યું હતું.' શ્રીમન્ની અજાયબ શક્તિથી પ્રભાવિત થઈને મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર ચાર્લ્સ સારજંટે તો તેમને યુરોપ જઈ પોતાની શક્તિઓ બતાવવા આમંત્રણ આપ્યું, પરંતુ યુરોપમાં પોતે જૈન ધર્મ અનુસાર નહીં રહી શકે એમ વિચારી તેમણે તે વિનયપૂર્વક નકાર્યું. એક અંગ્રેજી દૈનિક પત્રે તો એટલે સુધી જણાવ્યું કે આવી અદ્ભુત શક્તિના ધારક ઈંગ્લેન્ડ આદિમાં હોય તો પૂજાય. પરંતુ શ્રીમદ્દ્ગી વૃત્તિ અંતર્મુખ થવા પ્રત્યે હોવાથી યુરોપ જવા માટે તેમણે રુચિ દર્શાવી નહીં. આ તેમનું દેશ-વિદેશની ખ્યાતિ માટેનું મોહરહિતપણું બતાવે છે. યુવાન વય હોવા છતાં આંગણે આવેલી કીર્તિ કે માન આદિનાં આવાં પ્રલોભનોમાં તેમનું ચિત્ત જરા પણ પડ્યું નહીં. યુરોપ જઈ શતાવધાનના પ્રયોગો કરવાની વાત તો બાજુ ઉપર રહી, તેમણે ભારતમાં પણ આવા પ્રયોગો હવે પછી ન કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો. તેમણે ધાર્યું હોત તો તેઓ આ શક્તિથી ખૂબ યશ અને ધન કમાઈ શક્યા હોત, પણ ખ્યાતિ કે લક્ષ્મીદેવીની ઉપાસના એ તેમનું ધ્યેય ન હતું. તેમને ૧- ભાગ એફ. કારભારી દ્વારા સંપાદિત, ધ જૈન ફિલોસોફી', સ્પીચીસ એન્ડ રાઈટીંગ્સ ઓફ વરચંદ આર. ગાંધી, પૂ.૧૧૬ ૧૨૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તો આત્મવિકાસનો લક્ષ હતો. આત્મા અનંત શક્તિનો ધણી છે, શતાવધાનાદિ તો એ શક્તિના નમૂનારૂપ એક અંશ છે. જો માનમાં આવી જવાય તો ધર્મ હારી જવા જેવું છે. આમ, અવધાનપ્રયોગો આત્મોન્નતિમાં બાધકરૂપ લાગતાં તેમણે તે ત્યાજ્ય ગણી, આત્મસાક્ષાત્કાર માટેના પુરુષાર્થમાં પોતાનું વીર્ય ફો૨વ્યું. અવધાનશક્તિનો ઉપયોગ અને તેથી મળતી પ્રશંસા આત્મસાધનામાં અંતરાયરૂપ જણાતાં તેમણે તે સમય તથા શક્તિનો વ્યય અટકાવ્યો અને આત્માની ઉજ્જ્વળ શક્તિઓ પ્રગટાવવા પ્રત્યે લક્ષ જોડ્યું. લોકપ્રસંગથી ઉદ્ભવેલી પ્રખ્યાતિ ક્વચિત્ આત્માને પતનનું કારણ થઈ પડે અથવા તેમાં આત્માર્થ ચૂકી જવાય, આત્માર્થમાં જે સમય ગાળવો જોઈએ તે આવા બાહ્ય પ્રયોગોમાં ખર્ચાઈ જાય તે પાલવે નહીં ઇત્યાદિ વિચારણાથી લૌકિક પ્રસિદ્ધિ અને લોકસમુદાયનો સંપર્ક ઓછો કરીને તેમણે અલૌકિક આત્મહિતની પ્રવૃત્તિમાં પ્રવર્તવાનું ઇષ્ટ ગણ્યું . તદનુસાર નિર્ણય લઈ તેઓ જાહેર પ્રવૃત્તિઓમાંથી એકાએક અળગા થઈ ગયા. જ્યારે તેઓ કીર્તિની ટોચ ઉપર પહોંચ્યા હતા ત્યારે જ તેમણે જગતને આંજી દેનારાં જગત-પ્રદર્શનોનો તૃણવત્ ત્યાગ કરી દીધો. લોકો પ્રસિદ્ધિની પાછળ દોડે છે, જ્યારે શ્રીમદ્ પ્રસિદ્ધિથી દૂર રહી, લોકેષણાને ઠોકર મારી, લોકપંક્તિના વમળમાંથી બહાર નીકળ્યા; જે તેમની અલૌકિક મહત્તા પ્રકાશે છે. શ્રીમદે શતાવધાનાદિના અદ્ભુત પ્રયોગો કરી દેખાડ્યા તેમાં તેમની મહત્તા તો છે જ, પણ તે પ્રયોગોના પરિત્યાગમાં તેમની વિશેષ મહત્તા છે. આ પ્રકારે આત્મોન્નતિ અને અવધાનપ્રવૃત્તિનો વિસ્તાર એ બન્ને પરસ્પર ભિન્ન ભાસવાથી, અવધાન પરમાર્થમાર્ગમાં વિઘ્નરૂપ પ્રતીત થવાથી, શ્રીમદ્ની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન, સત્સુખશોધક ભાવના; સાચી સમજ અને નિર્મળ મનોવૃત્તિએ અવધાનપ્રવૃત્તિને વિસ્તરવા ન દેતાં વિરામ પમાડી હતી કે જે વીસ વર્ષની વય પછી પ્રાયઃ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્રગટ થઈ ન હતી. સામાન્ય માણસ જ્યારે ધન અને કીર્તિ મેળવવા માટે વલખાં મારતો હોય છે, ત્યારે શ્રીમદે વીસ વર્ષની યુવાન વયમાં જ તેને ત્યાજ્ય ગણી આત્મદશાનું એક ઊંચું શિખર સર કર્યું હતું. પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે ‘શ્રીમદ્ની અસાધારણ સ્મૃતિનો પુરાવો તો તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તો એ કે, બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્ત્વની વિશેષતા તો એ હતી કે, તેમની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી. ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટ્યું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તો એ છે કે, એટલી અદ્ભુત અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારો અને લાખો લોકોને ક્ષણમાત્રમાં આંજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેનો પ્રયોગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી, તેનો ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કોઈ સાધારણ માણસથી થવું શક્ય નથી.'૧ (ii) જ્યોતિષજ્ઞાન શ્રીમને અવધાની તરીકે જેવી ઝળહળતી સફળતા મળી હતી, તેવી જ સફળતા જ્યોતિષી તરીકે પણ મળી હતી. જ્યોતિષ એ ગ્રહોની ગતિના સતત અવલોકન ઉપરથી ઘડાયેલું શાસ્ત્ર છે. તેમાં કોઈ વ્યક્તિના જન્મસમયે અથવા પ્રશ્ન કર્યો હોય તે સમયે ગ્રહોની જે પ્રમાણે સ્થિતિ હોય તે પ્રમાણે કાગળ ઉપર ઉતારીને કુંડળી બનાવવામાં આવે છે અને તે પરિસ્થિતિ ૧- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો', પૃ.૧૫૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપરથી ગણતરી કરીને ફ્લાદેશ અર્થાત્ ભવિષ્યમાં બનનાર પ્રસંગોની આગાહી કરવામાં આવે છે. જેટલો તે શાસ્ત્રનાં ગણિતનો અને ફ્લશ્રુતિનો અભ્યાસ યથાર્થ અને ચોક્કસાઈભર્યો, તેટલો ફ્લાદેશ સત્ય આવે છે. આ જ્યોતિષવિજ્ઞાનમાં પણ સહજ નિમિત્ત મળતાં શ્રીમદ્ શીઘ્ર આગળ વધી ગયા. વિ.સં. ૧૯૪૨ના આસો માસમાં શ્રીમદ્ અવધાનપ્રયોગાર્થે મુંબઈ જતાં પહેલાં મોરબી તાબાના જેતપર ગામમાં પોતાના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં ગયા હતા. તે વખતે શ્રીમદ્દ્ની આર્થિક સ્થિતિ સાંકડી હતી. મુંબઈ જવામાં આર્થિક લાભનો ઉદ્દેશ પણ હતો. જેતપરમાં શ્રી શંકર પંચોળી નામના એક પ્રખ્યાત અને વિદ્વાન જ્યોતિષી હતા. તેઓ ગણિત-ફલાદેશના સારા જાણકાર હતા. તેમને શ્રી ચત્રભુજ બેચરે શ્રીમના મુંબઈગમન તથા અર્થપ્રાપ્તિના સંબંધમાં પૂછ્યું. શ્રી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને લાદેશ જણાવતાં કહ્યું કે મુંબઈ પ્રયાણ થશે અને અમુક મુદતમાં સારો દ્રવ્યલાભ થશે. શ્રીમદ્દ્ન મુંબઈગમન તો થયું, પણ આપેલ મુદતમાં જણાવેલો દ્રવ્યલાભ ન થયો, અર્થાત્ શ્રી શંકર પંચોળીએ ભાખેલ ભવિષ્ય સંપૂર્ણ સત્ય ન નીવડ્યું. જ્યોતિષશાસ્ત્રનો યથાર્થ અભ્યાસ હોય તો તેનો ફ્લાદેશ યથાર્થ થવો જોઈએ, તો પછી શ્રી શંકર પંચોળીનો અમુક ફ્લાદેશ ળ્યો, અમુક ન છ્યો તેનું શું કારણ? આવા કુતૂહલથી શ્રીમદ્ને સંપૂર્ણપણે સત્ય ફ્લાદેશ આવે તેવી કક્ષાની જ્યોતિષવિદ્યા શીખવાની વૃત્તિ ઉદ્ભવી. આમ, જ્યોતિષનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા માટેનું નિમિત્ત શ્રીમને મળ્યું. મુંબઈમાં શ્રીમા શતાવધાનના પ્રયોગ વખતે સભાસ્થાનમાં અનેક વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો ઉપસ્થિત હતા. તેમાં ઉચ્ચ કક્ષાના જ્યોતિષીઓ પણ હતા, જેઓ ચમત્કારિક અવધાનશક્તિ જોઈને લઘુવયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રત્યે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સહજપણે આકર્ષાયા હતા. દસ વિદ્વાનોએ મળી શ્રીમની જન્મકુંડળીના ગ્રહ જોયા હતા તથા એ ગ્રહને “પરમેશ્વર રહ' ઠરાવ્યા હતા. તેમના તરફથી શ્રીમને જ્યોતિષવિજ્ઞાનની જિજ્ઞાસા સંતોષાય એવાં સાધનોની પ્રાપ્તિ થઈ. આવા જ્યોતિષીઓનું નિમિત્ત પામી શ્રીમદે જ્યોતિષનો વિષય લક્ષગત કર્યો અને જે વિદ્વાનો દ્વારા એ લક્ષ થયો તેમના કરતાં પણ શ્રીમદ્ આગળ વધી જઈ જ્યોતિષવિદ્યામાં પારંગત બન્યા. શ્રીમદે અપ્રતિમ સ્મરણપ્રાબલ્ય અને સાતિશય ક્ષયોપશમ વડે અલ્પ સમયમાં જ્યોતિષવિદ્યા સાંગોપાંગ શીખી લીધી. આ અંગે શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા લખે છે કે – જ્યોતિષ, કાવ્યાદિ, વર્તમાન દેહે અપરિચિત એવી સંસ્કૃત-માગધી આદિ ભાષામાં ગૂંથાયેલા ધર્મશાસ્ત્રો આદિનો અલ્પ વયે અલ્પ સમયમાં અને તે તે વિષયોની આમ્નાયપૂર્વક વિશિષ્ટ બોધ થઈ જવો, એ તે તે વિષયો ભૂત ભવમાં અનુભવેલ અને વર્તમાનમાં સ્મૃતિગોચર થયેલ પ્રતીત થવા યોગ્ય છે; આત્માની અનંતતા, નિત્યતા, પૂર્વભવાદિની ગવાહી આપવા યોગ્ય છે. શ્રીમદે ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ સંસ્કૃતમાં રચેલા શ્રી ભદ્રબાહુસંહિતા' નામના અપૂર્વ મંથનું પણ ગહન અધ્યયન કર્યું. શ્રીમદ્ભા ભદ્રબાહુસંહિતા' ગ્રંથ અવલોકવા અંગે ભરુચનિવાસી શ્રી અનુપચંદ મલકચંદે પોતાના પ્રશ્નોત્તરરત્નચિંતામણિ' ગ્રંથમાં વર્તમાન કાળે આયુષ્ય કેટલું હોય તે અંગેના ૧૨૧મા પ્રશ્નના ઉત્તરમાં ઉલ્લેખ કર્યો છે. આ વયોવૃદ્ધ રૂઢિચુસ્ત જૈન શેઠ શ્રી અનુપચંદભાઈને પણ જ્યોતિષનું સારું જ્ઞાન હતું. ભરુચમાં એમને ત્યાં શ્રીમદ્ એકવીસ વર્ષની વયે વિ.સં. ૧૯૪પના માગસર તથા અષાઢ માસમાં રહ્યા હતા, ત્યારે ૧- શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા, “શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા', પૃ. ૨૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ ४० પ્રાસંગિક ચર્ચામાં ઉપરોક્ત ‘ભદ્રબાહુસંહિતા'ની વાતનો પ્રસંગ બન્યો હોવાનો સંભવ છે. વિ.સં. ૧૯૪૨ના આસો માસમાં શ્રી શંકર પંચોળીએ તેમની પ્રશ્નકુંડળી બનાવી હતી, તે જ પંચોળીને એક વર્ષ પછી વિ.સં. ૧૯૪૩ના આસો માસમાં જેતપરમાં શ્રીમદે જ્યોતિષની નષ્ટવિદ્યાના પ્રયોગથી આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. જ્યોતિષની આ નષ્ટવિદ્યાનો એવો પ્રકાર છે કે સાલ, માસ, તિથિ, વાર, સમય વિનાની સાચી કુંડળી ઉપરથી સાલ, માસ, તિથિ, વાર, સમય બરાબર કહી દેવાં. આ અભુત પ્રયોગથી અચંબો પામેલા શ્રી શંકર પંચોળીએ તે વિદ્યા શીખવવાની વિજ્ઞપ્તિ કરતાં શ્રીમદુને કહ્યું કે આ વિદ્યા તો બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે, તે વિદ્યાનો જાણકાર હજારો રૂપિયા કમાય અને પૂજાય. હાલ આ વિદ્યાના જાણકાર એક જ વિદ્વાન છે, જેઓ કાશીમાં રહે છે. એમ કહી તેમણે શ્રીમદ્ તે વિદ્યા શીખવવાની કૃપા કરવા વિનંતી કરી. તેના પ્રત્યુત્તરમાં શ્રીમદે જણાવ્યું કે તે વિદ્યા માત્ર શિખવાડ્યાથી આવડે તેમ નથી. તેમાં અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની એકાગ્રતા તથા સ્થિરતા જોઈએ. એ ગણિતનો વિષય છે અને બળવાન ઉપાદાન હોય તો જ શીખવનાર ગુરુ દ્વારા આવડી શકે. આ ઉપરાંત શ્રીમદે મનુષ્યનાં હાથ, મુખ વગેરેનું અવલોકન કરીને તેના ભવિષ્યનું કથન કરવાની વિદ્યા - અંગવિદ્યા અથવા સામુદ્રિકશાસ્ત્રવિદ્યા પણ હસ્તગત કરી હતી. - શ્રીમન્ના આ અસાધારણ જ્યોતિષવિજ્ઞાનની ખ્યાતિ સર્વત્ર પ્રસરતાં શ્રીમ જ્યોતિષની બાબતમાં ફ્લાદેશ પૂછનારાઓની સંખ્યા વધતી જ ગઈ અને તેથી તેમને તે પ્રવૃત્તિ પોતાના ઇષ્ટ પરમાર્થમાર્ગમાં વિઘ્નરૂપ જણાવા લાગી. પરિણામે આત્માર્થમાં બાધક એવા આ વિષયને અપરમાર્થરૂપ - કલ્પિત ગણી તે પ્રત્યે શ્રીમદ્ વિશેષ ને વિશેષ ઉપેક્ષિત થતા ગયા. જ્યોતિષ Page #64 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use E ducation International વર્ષ ૧૯ શ્રીમદ રાજચંદ્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રત્યે વૈરાગ્ય આવવાનું બીજું એક નિમિત્ત પણ શ્રીમને મળ્યું હતું. વિ.સં. ૧૯૪૫માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે શ્રીમદે અવધાન કરી દેખાડ્યાં હતાં. ત્યાં તેમના જ્યોતિષજ્ઞાનનો અનેક વ્યક્તિઓએ લાભ લીધો હતો. ત્યારે કોઈ બીમાર વ્યક્તિ માટે પ્રશ્ન કરવામાં આવતાં તેનું અનિષ્ટ દેખી દયાર્દ્ર શ્રીમને ખૂબ લાગી આવ્યું. તે વખતે તો પૂછનારને સાચો જવાબ આપ્યો અને કહ્યું, ‘અમારે શું આવા દુઃખદ સમાચાર આપવા?' આ પ્રસંગે તેમના કરુણાર્દ્ર અંતર ઉપર એવી અસર કરી કે તેઓ જ્યોતિષ પ્રત્યે વધુ ઉદાસીન થયા. જ્યોતિષશાસ્ત્રમાં પ્રવીણ શ્રીમદે વિ.સં. ૧૯૪૭માં એ જ્ઞાનને બોજારૂપ ગણી સાવ છોડી દીધું હતું અને પછીથી તે તરફ જોયું પણ ન હતું. ત્યારપછી કોઈ પણ વ્યક્તિને એ બાબતમાં કશો ઉત્તર આપતા નહીં અને જેમ બનવાનું છે તેમ જ બને છે એમ જણાવી પૂછનાર વ્યક્તિના મનનું સમાધાન કરતા. એક વખતે કોઈ માંદા માણસ અંગે તેમનાં પૂજ્ય માતુશ્રીએ ફ્લાદેશ પૂછતાં શ્રીમદે જણાવેલું કે તેમણે એ જોવાનું છોડી દીધું છે. પ્રારબ્ધમાં હશે તેમ થશે. જે કાળે જે પ્રારબ્ધોદય હોય તેને સમપણે વેદી લેવો એ ધર્મ છે, એ વિદ્યા છે, એ જોષ છે અને એ ફલશ્રુતિ છે અને એ છૂટવાનો રસ્તો છે. શ્રીમદ્દ્ના હૃદયસખા શ્રી સૌભાગ્યભાઈ વિ.સં. ૧૯૪૭થી ઘણી જ આર્થિક સંકડામણમાં મુકાતાં તેમણે તે અંગે શ્રીમદ્ન પત્રો લખ્યા હતા, જેમાં તેઓ જ્યોતિષ, મંત્ર, સિદ્ધિજોગ આદિ વિષે પૂછતા. તેઓ આર્થિક મુશ્કેલીથી મૂંઝાઈને શ્રીમદ્દ્ન જ્યોતિષ જોઈ પોતાનું ભાવિ જણાવવા વારંવાર વિનવતા, પણ શ્રીમદ્ તેમને આકુળતા ત્યજી પ્રાપ્ત સ્થિતિ સમપણે વેદી લેવાનો બોધ આપતા તથા જ્યોતિષનું કલ્પિતપણું સમજાવી તે સંબંધી વિકલ્પ પણ ન કરવા ઉપદેશતા. તેમણે નિષ્કારણ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કરણાબદ્વિએ શ્રી સૌભાગ્યભાઈને માર્મિક રીતે લખેલાં ઉન્નત બોધવચનોમાં તેમની જ્યોતિષ પ્રત્યેની ઔદાસીન્યવૃત્તિ દૃષ્ટિગોચર થાય છે. શ્રીમદે વિ.સં. ૧૯૪૮ના ફાગણ સુદ ૧૪ના પત્રમાં શ્રી સૌભાગ્યભાઈને લખ્યું હતું કે – જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તોપણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. ૧ વળી, તેઓ અન્યત્ર પ્રકાશે છે – જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી.” આમ, શ્રીમદ્દ તેમના પરમ સ્નેહી એવા શ્રી સૌભાગ્યભાઈને પણ જ્યોતિષનો ઉપયોગ કરવાની વારંવાર ના કહેતા; તે જ સૂચવે છે કે તેમને જ્યોતિષશાસ્ત્ર પરમાર્થમાર્ગમાં કેવું વિજ્ઞભૂત લાગ્યું હશે અને તે પ્રત્યે કેવો વૈરાગ્ય આવ્યો હશે. કીર્તિના શિખરને પામવાનું તથા ધનાદિની સહજ પ્રાપ્તિ જેનાથી વિપુલ પ્રમાણમાં બની શકે તેમ હતાં તેવી આ અદ્ભુત શક્તિને તેમણે કલ્પિતની શ્રેણીમાં મૂકી તેનો પ્રયોગ બંધ કર્યો. શ્રીમને આ જ્યોતિષવિદ્યા શીખતાં પણ વાર ન લાગી ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૨૧ (પત્રાંક-૩૩૯) ૨- એજન, પૃ.૩૧૪ (પત્રાંક-૩૨૨) Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અને છોડતાં પણ વાર ન લાગી. આત્માવિકાસની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા પુરુષ જ કરી શકે તેવું આ આચરણ છે. (iii) ચમત્કારિક લબ્ધિઓ નિર્મળ અંતઃકરણના ફળરૂપે શ્રીમમાં વિધવિધ લબ્ધિઓનો આવિર્ભાવ થયો હતો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઊપજેલા અતીન્દ્રિય જ્ઞાનના ચમત્કાર તેમના જીવનમાં લઘુવયથી જ દેખાવા માંડ્યા હતા, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા જતા હતા. તેમના જીવનમાં બનેલા કેટલાક પ્રસંગો ઉપરથી તથા તેમનાં લખાણ ઉપરથી દૃઢતાપૂર્વક માની શકાય છે કે તેમને રૂપી પદાર્થનું ઉપયોગપૂર્વક થતું અમુક હદ સુધીનું અવિધજ્ઞાન પ્રગટ્યું હતું. તદુપરાંત અનેક પ્રકારની લબ્ધિઓ પણ પ્રગટી હતી. જ્ઞાનની પારદર્શિતાને કારણે તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો અગાઉથી જાણી શકતા હતા તથા સામી વ્યક્તિના મનમાં શું ચાલે છે એ પણ જાણી શકતા હતા. તેમણે કોઈકનાં આગમનની કે અવસાનની કરેલી આગાહીના કે અનિષ્ટને અટકાવવા ગર્ભિત સ્વરૂપે આપેલી ચેતવણીના અનેક પ્રસંગો નોંધાયા છે. શ્રીમદ્ લગભગ તેર વર્ષના હતા ત્યારે તેમના મામાને ત્યાં રાજકોટ ગયેલા, ત્યારે શ્રી હેમરાજભાઈ અને શ્રી માલસીભાઈ નામના બે કચ્છી ભાઈઓ ‘શ્રીમદ્દ્ન કાશી ભણાવવા લઈ જઈએ' એવી શુભ ભાવનાથી શ્રીમદ્ને મળવા રાજકોટ આવી રહ્યા હતા. તે અંગે શ્રીમને કંઈ પણ સમાચાર મોકલવામાં આવ્યા ન હતા. શ્રીમદ્દ્ના નિર્મળ જ્ઞાનમાં જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર સવાર થઈને લાંબો પંથ કાપતાં કાપતાં તેમને મળવા માટે આવે છે. તેથી તેમણે તેમના ઉતારાની વ્યવસ્થા શ્રી ધારશીભાઈને ત્યાં કરાવી, એટલું જ નહીં પણ તેઓ તે ભાઈઓના આવવાના માર્ગ તરફ સામા ગયા અને તેઓ નજીક આવતાં, કદી ન જોયેલા કે કદી ન જાણેલા એ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભાઈઓને નામથી બોલાવ્યા - ‘કેમ હેમરાજભાઈ? કેમ માલસીભાઈ?' બન્ને ભાઈઓને આશ્ચર્ય થયું કે આપણે આવવાની ખબર તો કોઈને આપી નથી તો આપણને નામથી કેવી રીતે ઓળખ્યા? તેમણે શ્રીમદ્દ્ન પૂછ્યું કે ‘અમે આ જ વખતે, આ જ રસ્તે આવીએ છીએ તે તમે કેવી રીતે જાણ્યું?' ત્યારે શ્રીમદે ઉત્તર આપ્યો કે ‘આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ. શ્રીમદ્ વવાણિયામાં શ્રી વીરજી દેસાઈ નામના ભાઈને ‘કાકા’· તરીકે સંબોધતા. એક વાર શ્રીમદ્ તેમની સાથે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદે તેમને પૂછ્યું હતું કે ‘કાકા, તમારાં પત્નીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા?' થોડા દિવસ પછી તેમનાં પત્ની ગુજરી ગયાં હતાં. તે પછી ફરીથી સાથે ફરવા જવાનો પ્રસંગ બનતાં શ્રીમદ્રે તેમને ફરી પરણવા બાબત પૂછ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ પરણવાનો વિચાર કરતા હોય તો છ મહિના પછી પરણવું. છ મહિના પૂરા થતાં રાંધણછઠના દિવસે શ્રી વીરજીભાઈને ખાળમાંથી નીકળેલો સર્પ કરડ્યો અને તેમનું મૃત્યુ થયું. આવી જ રીતે શ્રીમદે વવાણિયાના રહેવાસી શ્રી દલીચંદભાઈના પિતાશ્રી વ્રજલાલભાઈને કહ્યું હતું કે ‘તમારે ફરી લગ્ન કરવાં નહીં.' ત્યારે શ્રી દલીચંદભાઈનાં માતુશ્રી ગુજરી ગયાં હતાં. પછી થોડા વખતમાં શ્રી વ્રજલાલભાઈ ગુજરી ગયા હતા. શ્રીમદે શ્રી જૂઠાભાઈના મૃત્યુની આગાહી તિથિ તથા સમય સાથે અવસાનના બે મહિના પહેલાં કરી હતી, જે માત્ર થોડા કલાકના ફરક સાથે સાચી પડી હતી. શ્રી જૂઠાભાઈના અવસાન સંબંધી તેમને કહેવા માટે ભાઈ શ્રી છગનલાલ બેચરલાલને શ્રીમદ્રે અગાઉથી લખ્યું હતું. એક વખત વવાણિયામાં શ્રીમદ્ના ઘરથી થોડે દૂર Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૫. રહેતા એક ગરાશિયા બાપુ ઘોડી ઉપર સવાર થઈને ફરવા નીકળ્યા ત્યારે તેમને શ્રીમદ્ સામા મળ્યા. શ્રીમદે તેમને ઘોડી લઈને ફરવા જવાનું માંડી વાળવા ઘણું કહ્યું, છતાં તેઓ માન્યા નહીં અને ઘોડી લઈને ગામ બહાર ગયા. ત્યાં ઘોડીએ તોફાન કર્યું અને તેમને પછાડ્યા. પછી તેમને ચાર જણા ચોફાળમાં ઊંચકીને તેમના ઘરે લાવ્યા, પણ તરત જ તેમનું મરણ થયું હતું. એક વાર શ્રીમન્ના પિતાજી ચમનપર જતા હતા ત્યારે શ્રીમદે તેમને તે દિવસે ચમનપર ન જવા કહ્યું, પરંતુ શ્રી રવજીભાઈ શ્રીમની વાત ઉપર લક્ષ્ય ન આપતાં ચમનપર ગયા. તે જ દિવસે સાંજે દીવાબત્તીના સમયે શ્રીમન્ના નાના ભાઈ શ્રી મનસુખભાઈને રસોડામાં જતાં દીવાની ઝાળ લાગી અને તેમનું પહેરણ બળવા લાગ્યું. ત્યાં હાજર ઝબકબહેને સમયસૂચકતા વાપરીને શ્રી મનસુખભાઈના શરીર ઉપર છાશનું દોણું રેડી દીધું, છતાં શ્રી મનસુખભાઈની છાતી દાઝી ગઈ હતી. આવી આગાહી ઉપરાંત શ્રીમદ્ ગંજીફાના ખેલમાં હુકમનું પાનું કોની પાસે છે વગેરે ભૂલ વગર કહી દેતા તથા ધારેલું પાનું આશ્ચર્ય પમાય તેવી રીતે કાઢી આપતા. શ્રીમદ્ કોઈ માણસ કયા હાથે પાઘડી બાંધે છે તે પણ તેના માથાની આકૃતિ જોઈને પારખી શકતા હતા. એક વખત જેતપરમાં તેઓ દુકાનમાં બેઠા હતા. તેમની સામે બહારથી માણસને ઉઘાડે માથે ઊભો રાખવામાં આવતો. તે જે વળની પાઘડી બાંધતો હોય તે પોતે ભૂલ વગર કહી દેતા હતા. આશરે પંદર માણસની એ રીતે પરીક્ષા કર્યા પછી એક પટેલને એવી રીતે ઊભો રાખતાં પહેલાં તેને કહેવામાં આવ્યું કે ‘શ્રીમદ્ કહે ત્યારે તે વાત ખરી નથી, તમે કહો છો તેમ હું પાઘડી બાંધતો નથી, બીજા હાથે બાંધું છું એમ કહેવું.' તેણે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શીખવ્યા પ્રમાણે કહ્યું, એટલે શ્રીમદે તેને તેના કહ્યા પ્રમાણે પાઘડી બાંધવા કહ્યું. તે કૃત્રિમ રીતે બાંધવા લાગ્યો અને બધાને સ્પષ્ટ જણાયું કે તે જૂઠું બોલ્યો છે. તે જોઈને પ્રેક્ષકોને બહુ આશ્ચર્ય થયું. શ્રીમદ્ આ અદ્ભુત શક્તિનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે તેની આકૃતિનો અંતઃકરણમાં ભાસ લેતાં ડાબા-જમણા પડખાં તરફ ચિહ્ન પડવાથી તેમ થઈ શકે છે. અંતઃકરણની શુદ્ધિ સિવાય આ થઈ શકે નહીં. - શ્રીમદ્ રસોઈને ચાખ્યા કે હાથ લગાડ્યા વિના માત્ર નજરે જોઈ તેનો સ્વાદ જાણવાની શક્તિ પણ સિદ્ધ થઈ હતી. કઈ વાનગીમાં મીઠું ઓછું છે, વધારે છે કે બિલકુલ નથી, એ માત્ર વાનગીને જોઈને તેઓ કહી શકતા. તેમની આ શક્તિની કસોટી તેમના બાળપણના સાથીદાર મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયાએ કરી હતી. શ્રીમદ્દના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. સૌ ગંજીફો રમતા હતા. શ્રી છોટાલાલભાઈ બધાથી જુદા પડી, છાનામાના રસોઇયા પાસે ગયા અને તેને કહ્યું કે શ્રી રેવાશંકરભાઈએ ખાસ કહેવડાવ્યું છે કે દાળમાં હંમેશ મુજબ મીઠું નાખવું, ઢોકળી-ચણાના શાકમાં માત્ર હળદર નાખી મીઠું બિલકુલ ન નાખવું અને લીલોતરીના શાકમાં મીઠું વધારે નાખવું. રસોઇયો ભદ્રિક હતો. તેણે એ મુજબ રસોઈ તૈયાર કરી. બધા જમવા બેઠા અને થાળીઓ પીરસાઈ. થાળી સામે થોડી વાર જોઈ, શ્રી છોટાલાલભાઈ તરફ દૃષ્ટિ કરીને શ્રીમદ્ હસતાં હસતાં બોલ્યા કે પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોઈયો ભૂલ્યો છે? એક શાક ચણાના લોટમાં મીઠા વગરનું અને લીલોતરીનું વધુ મીઠાવાળું છે. શ્રી રેવાશંકરભાઈએ ચાખ્યું અને તે પ્રમાણે હોવાથી રસોઇયાને વઢવા લાગ્યા, ત્યારે શ્રી છોટાલાલભાઈએ કહ્યું કે શ્રીમદ્દી પરીક્ષા કરવા પોતે રસોઈયાને એમ કરવા કહેલું. શ્રીમન્ની શક્તિ જોઈને સૌ વિસ્મય પામ્યા. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૭ શ્રીમદ્દ્ની ઘ્રાણેન્દ્રિય પણ અત્યંત તીવ્ર હતી. એક વખત શ્રીમદ્ પોતાના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈ સાથે શ્રી મેઘજી થોભણને ઘરે જમવા ગયા હતા. રસોડું આશરે ૨૫ ફૂટ દૂર હતું, છતાં રસોડામાં જે જે વસ્તુઓ હતી તે માત્ર પોતાના નાકની શક્તિ વડે જાણી લીધી હતી. તે પછી તેમણે પંડિત લાલનને કહ્યું હતું કે તેઓ નાક વડે જમે છે. શ્રી લાલને આશ્ચર્યથી પૂછ્યું હતું કે શી રીતે? તો શ્રીમદે જવાબ આપ્યો હતો કે રસોડામાં રહેલી વાનગીઓ જોયા વગર તેઓ જાણી શકે છે. શ્રીમમાં સામા વ્યક્તિના મનોગત ભાવ જાણી શકે તેવું અંતર્યામીપણું પણ પ્રગટ્યું હતું. અંતરમાં જેમણે ગમન કર્યું છે એવા ખરેખરા અંતર્યામી શ્રીમને બીજાનાં અંતરપરિણામ જાણવારૂપ અંતર્યામીપણું સુલભ હતું. શ્રીમદ્ સામા વ્યક્તિના પ્રશ્નો તે પૂછે તે પહેલાં જ ઘણી વખત કહી દેતા. પૂછવા ધારીને આવેલા સર્વના પ્રશ્નનું સમાધાન તે પુછાયા પહેલાં જ ઉપદેશમાં થઈ જતું, જેના પરિણામે પ્રશ્ન પૂછવાનો રહેતો નહીં; એવો અનુભવ અનેક મુમુક્ષુઓને થયેલો. શ્રીમદ્દ્ના અંતર્યામીપણાનો મોરબીના શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાને ઘણી વાર અનુભવ થયો હતો. શ્રીમદ્દ્ની સમીપમાં જતી વખતે તેમણે કાંઈ પૂછવા ધારેલું હોય, તે ત્યાં જતાં પૂછવાની જરૂર જ ન રહે એવા પ્રકારે શ્રીમદ્ જ્ઞાનવાર્તાદિ શરૂ કરતા. જ્ઞાનવાર્તા પૂરી થઈ રહ્યું, શ્રીમદ્ પૂછતા કે કેમ મનસુખ, કાંઈ પૂછવું છે? પરંતુ પૂછવાનું હોય તેના ખુલાસા તો વાર્તાલાપમાં આવી ગયા હોવાથી પૂછવાપણું કાંઈ બાકી રહેતું નહીં. આવું વખતોવખત બનતું. વિ.સં. ૧૯૫૫ના ચૈત્ર માસમાં એક દિવસ બપોરે કૉલેજમાં રજાનો દિવસ હોવાથી શ્રી મનસુખભાઈ બહાર ફરવા ગયા હતા. રસ્તામાં સહજ કુતૂહલભાવે તેમને વિચાર આવ્યો કે અમુક જ પર્વતિથિ શા માટે? Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ બીજ, પાંચમ, આઠમ, ચૌદશ એમ તિથિને બદલે, ધર્મપર્વના દિવસને બદલે ચોથ કે છઠ, સાતમ કે નોમ, કે તેરશ ઇત્યાદિ હોય તો શું ખોટું? તેમને આવો એક વિકલ્પ ઊભો થયો. ત્યારપછી જ્યારે તેમને શ્રીમદ્ પાસે જવાનું થયું ત્યારે કોઈ પણ પ્રસંગ બન્યા વિના શ્રીમદે શરૂઆતમાં વચન પ્રકાશ્યા કે મનસુખ, તિથિ પાળવી. આમ, શ્રી મનસુખભાઈના મનમાં તિથિ અંગે વિકલ્પતરંગ ઊઠ્યો હતો, તે શ્રીમન્ના નિર્મળ જ્ઞાનદર્પણમાં પ્રતિબિંબિત થયો હતો. બોટાદના શ્રી મણિલાલ ગાંધીએ શ્રીમદ્ અંતર્યામીપણા વિષેના પોતાના અનુભવો પોતાની સ્મૃતિનોંધમાં આલેખ્યા છે. વિ.સં. ૧૯૫૧માં શ્રીમદ્ હડમતાલા પધાર્યા ત્યારે શ્રી મણિલાલભાઈ શ્રીમન્ના દર્શન-સમાગમ અર્થે હડમતાલા ગયા હતા. ત્યાં ઉતારા ઉપર બાજુના ઓરડામાં શ્રીમદ્, શ્રી સૌભાગ્યભાઈ, શ્રી ડુંગરસીભાઈ વગેરે જમવા બેઠા હતા. જગ્યા ન હોવાથી શ્રી મણિલાલભાઈ બેઠા નહીં. રસોઈ પિરસાઈ ગઈ પણ તેમને મનમાં ઇચ્છા થતી હતી કે શ્રીમદ્ સાથે બેસીને જમવાનું થાય તો બહુ આનંદ આવે. શ્રીમદ અન્ય મુમુક્ષુઓને કહ્યું કે મણિલાલનું મન બહાર બેઠાં બેઠાં બહુ આતુર થાય છે, સાથે બેસી જમવા ઇચ્છા કરે છે, માટે એને અહીં બેસાડવાની જગ્યા કરો. તરત એક ભાઈ શ્રી મણિલાલભાઈને અંદર જમવા તેડી આવ્યા. જમતાં જમતાં તેમના મનમાં વળી ઇચ્છા ઊઠી કે શ્રીમદ્ આગ્રહ કરી એક-બે રોટલી વધુ મુકાવે તો આનંદ થાય. શ્રીમદે એક ભાઈને કહ્યું કે રોટલી લાવો અને મણિલાલને પીરસો. સાથે ઘી અને સાકર પણ ખૂબ આપો. આ પ્રમાણે શ્રી મણિલાલભાઈનો પોતાની સાથે બેસીને જમવાનો મનોગત ભાવ જાણી વાત્સલ્યમૂર્તિ શ્રીમદે તે પૂર્ણ કર્યો. તદુપરાંત મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયા પોતાનાં સંસ્મરણોમાં લખે છે કે – Page #74 -------------------------------------------------------------------------- ________________ કોઈ પ્રસંગ ઉપર અમારામાંનો કોઈ વાત કરવાની શરૂઆત કરે ત્યારે, તેના મનનો હેતુ શું છે તે કહી આપતા. કેટલાક મિત્રો કબૂલ ન કરે છતાં પરિણામે તેનો હેતુ તેમના કહેવા મુજબ સિદ્ધ થતો.૧ ૪૯ આવા સંખ્યાબંધ પ્રસંગો શ્રીમદ્દ્ના જીવનમાં બનેલા જોવા મળે છે, જે શ્રીમમાં આવિર્ભાવ પામેલી અનેક અપૂર્વ લબ્ધિઓને સાબિત કરે છે. એમ છતાં સ્વખ્યાતિ માટે કે લોકોને આંજી નાખવા માટે તેઓ તેનો ક્યારે પણ ઉપયોગ કરતા નહીં. શ્રીમદ્બે નાની વયથી જ લબ્ધિઓ પ્રગટી હતી અને આત્માની નિર્મળતા વધતાં તે લબ્ધિઓમાં વધારો થતો ગયો હતો. આ લબ્ધિઓ કેવી હતી, કયા પ્રકારની હતી તે વિષે તેમણે કોઈને વિગતથી જણાવ્યું ન હોવાથી તે સંબંધી વિશેષ જાણકારી મળતી નથી; પરંતુ એટલું નિશ્ચિત છે કે તેમણે લબ્ધિ-સિદ્ધિ પ્રગટાવવાનો પ્રયત્ન ક્યારે પણ કર્યો ન હતો અને તેનો ઉપયોગ પણ ભાગ્યે જ કર્યો હતો. તેઓ લખે છે કે કોઈ પ્રકારનો સિદ્ધિજોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી, એટલે સાધને કરી તેવો જોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે; તથાપિ આ પત્ર લખતી વખત એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, નહીં તો ઘણા કાળ થયાં તેમ થવું સ્મરણમાં નથી; તો પછી તે સ્ફુરિત કરવા વિષેની ઇચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે.૨ * * * — ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૧૦૦ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૭૪ (પત્રાંક-૪૫૦) Page #75 -------------------------------------------------------------------------- ________________ (6) ગૃહસ્થાશ્રમ શ્રીમદ્ ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર બાળપણથી જ દઢ થયા હતા. તેમની ઉંમર જેમ જેમ વધતી જતી હતી, તેમ તેમ તેમનું આત્મલક્ષી અધ્યયન, ચિંતન તથા મનન પરિપક્વ બનતું જતું હતું અને તેમની વૈરાગ્યભાવના વધતી જ જતી હતી. તેમનો મનોરથ તો નિર્ચથમાર્ગ ગ્રહણ કરવાનો જ હતો અને તેથી તેઓ લગ્ન માટે ઉત્સુક ન હતા, પરંતુ માતા-પિતા તથા અન્ય સગાં-સંબંધીઓ તેમને ગૃહસ્થાશ્રમમાં જોડાવા ખૂબ દબાણ કરી રહ્યા હતા. સર્વસંગપરિત્યાગ માટે માતા-પિતાની અનુમતિ ન મળતાં તેમણે લગ્ન માટે પરાણે સમ્મતિ આપી હતી. સર્વસંગપરિત્યાગની અંતરંગ ભાવના છતાં પૂર્વકર્મની વિચિત્રતાના કારણે તેમને ગૃહસ્થજીવનમાં પ્રારબ્બાધીનપણે પ્રવેશ કરવો પડ્યો હતો. અંતરમાં પ્રબળ વૈરાગ્યદશા છતાં તેઓ વિ.સં. ૧૯૪૪ના પોષ મહિનામાં મુંબઈથી વવાણિયા ગયા હતા અને મહા સુદ ૧૨ ના દિવસે, ઝવેરી શ્રી રેવાશંકરભાઈ જગજીવન અને ડૉ. પ્રાણજીવનદાસના મોટાભાઈ શ્રી પોપટલાલભાઈ મહેતાની સુપુત્રી ઝબકબાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ તેમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો. ગૃહસ્થાશ્રમ અંગે શ્રીમદ્ નાની વયથી જ પરિપક્વ, વિવેકી અને ગંભીર વિચારો ધરાવતા હતા. “મોક્ષમાળા'ના શિક્ષાપાઠ બાર “ઉત્તમ ગૃહસ્થમાં તથા શિક્ષાપાઠ પિસ્તાલીસ સામાન્ય મનોરથ' નામના કાવ્યમાં તેમજ શિક્ષાપાઠ પંચાવન સામાન્ય નિત્યનિયમ'માં તેમણે ગૃહસ્થાશ્રમ સંબંધી પોતાના વિચારો વિવિધ રીતે પ્રદર્શિત કર્યા છે. “સુખ વિષે વિચાર'ના પાઠોમાં તેમણે એક સદ્ધર્મનિષ્ઠ સગૃહસ્થનો આદર્શ રજૂ કરતું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. તેમાં તેમના હૃદયનું દર્શન થાય છે. સોળથી ઓગણીસ વર્ષની વય દરમ્યાનના તેમના અન્ય લખાણોમાં પણ ગૃહસ્થજીવન કેમ ગાળવું, કઈ રીતે સુવ્યવસ્થિત Page #76 -------------------------------------------------------------------------- ________________ 39fsc ]]>h •+? -le ‰t] Page #77 -------------------------------------------------------------------------- ________________ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કરવું તે સંબંધી વચનો મળે છે, જે સર્વ ગૃહસ્થોને પ્રેરણાદાયી નીવડે એવાં છે. - શ્રીમદ્ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા, પરંતુ તેમણે આત્માર્થને ગૌણ ન કર્યો. તેમનાં ત્યાગ, વૈરાગ્ય, નિર્લેપતા અને તત્ત્વજિજ્ઞાસા પ્રબળ ને પ્રબળ થતાં જતાં હતાં. તે સમયે તેમનું આત્મમંથન પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું, જે તેમના પત્રોમાં નીતરે છે અને ગૃહસ્થાશ્રમ મધ્યે તેમની ઉત્તરોત્તર બળવત્તર બનતી જતી વિરક્ત દશાનો ખ્યાલ આપે છે. ગૃહસ્થજીવનનું લગભગ એક વર્ષ વીત્યા પછી વિ.સં. ૧૯૪પમાં લખાયેલા “સ્ત્રીના સંબંધમાં મારા વિચારમાં શ્રીમદે સ્ફટિક જેવા સ્વચ્છ, પારદર્શક હૃદયે કરેલ આંતર નિરીક્ષણથી નિખાલસ ભાવે લખ્યું છે - અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગસુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે; અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાનો દેખાવ હદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણી? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી; અને સુખ હોય તો તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મોહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી; પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવના કર્યું. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે; અને એ દોષ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જવાથી આત્મા જે જુએ છે તે અદભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે. ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું - સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવો. તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે. ત્યાં યોગની જ સ્મૃતિ રાખી, “આ છે તો હું કેવું સુખ અનુભવું છું?' એ ભૂલી જવું. (તાત્પર્ય–તે માનવું અસત્ છે.) મિત્ર મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા (વિ.) નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારચેષ્ટાનો કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ (આ) પાછો તેમાં કાં ભૂલી જાય છે–મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે! ઇચ્છવું એમ કે બન્નેના તે સંયોગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપ ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દો. નહીં તો એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ (જડ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં.” આ ઉપરાંત ગૃહસ્થાશ્રમને લગતા બીજા અનેક ઉદ્ગારોમાં પણ તેમના અત્યંત વિરક્ત ભાવનું પ્રગટ દર્શન થાય છે. સંસાર દુઃખમય લાગતો હોવા છતાં પૂર્વકર્મના કારણે તેઓ તેનાથી છૂટી શકતા ન હતા, પોતે ધારેલી ઝડપથી આગળ વધી શકતા ન હતા અને એ પરિસ્થિતિની તેમને એટલી તીવ્ર ઊંડી અંતરવેદના થતી હતી કે એક પત્રમાં તેમણે દુઃખી મનુષ્યોમાં પોતાને અગ્રેસર ગણાવ્યા હતા. યથાયોગ્ય નિર્ચથદશા વિના ક્ષણભર જીવવું પણ તેમને કઠિન થઈ ગયું હતું. શ્રીમન્ને સ્ત્રી પ્રત્યે ઉત્સુકતા ન હતી તથા વિષયસુખની અત્યંત અનિચ્છા હતી, તેથી તેઓ અનાસક્ત ભાવે કોઈ પણ જાતના આત્મિક બંધન વિના ઉદયકર્મ વેદતા હતા. તેઓ માનતા હતા કે કુટુંબરૂપી કાજળની કોટડી કષાયનું પ્રબળ નિમિત્ત તથા મોહને રહેવાનો અનાદિ કાળનો પર્વત હોવાથી તેમાં રહેવાથી સંસાર વધે છે અને એકાંતથી જેટલો સંસારક્ષય થાય છે તેનો સોમો ભાગ પણ તે કાજળગૃહમાં રહેવાથી થતો નથી. પરંતુ નિરૂપાયતા હોવાથી તેઓ સહનશીલતાને સુખદાયક માની, જળકમળવત્ રહી ગૃહવાસને વેદતા હતા. બાહ્ય ભાવે ગૃહસ્થાશ્રેણી છતાં અંતરમાં નિર્ગથશ્રેણીની અભિલાષા સેવતા હતા. શ્રીમદે એક પત્રમાં પોતાના ગૃહસ્થાશ્રમનું મૂલ્યાંકન કરતાં જણાવ્યું છે કે તે અસંતોષપાત્ર ન હતો, તેમ ઉચિત સંતોષપાત્ર પણ ન હતો, પરંતુ તેમની ઉદાસીનતાના કારણે મધ્યમ પ્રકારનો હતો. પ્રારબ્ધપ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન થતી ન હતી. આમ, બાહ્ય દૃષ્ટિએ શ્રીમનું જીવન એક ગૃહસ્થનું હતું, પરંતુ આંતરિક ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૫-૧૯૬ (આંક-૭૮) Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪ દૃષ્ટિએ એક ત્યાગી, વૈરાગી, આત્મલક્ષી મહાત્માનું જીવન હતું એમ તેમનાં લખાણોને મધ્યસ્થ ભાવથી અવલોકનારને સહેજે પ્રતીત થાય છે. એક વાર શ્રીમન્ને એક ભાઈએ પૂછ્યું હતું કે તેઓ સંન્યાસી જેવી દશા ભોગવતા છતાં ઘર, વેપાર, વ્યવહાર કઈ રીતે ચલાવી શકે છે? ત્યારે શ્રીમદે ઉત્તર આપ્યો હતો કે જાજરૂમાં ઝાડે જવાની જેમ. જાજરૂમાં ઝાડે જતાં તેમાં પ્રેમ-સ્નેહ રાખી કોઈ બેસી નથી રહેતું કે બેસી રહેવા નથી ઇચ્છતું, એ પ્રમાણે શ્રીમદ્ વ્યવહાર સંભાળતા હતા. આ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ સ્ત્રી તથા સંસારનાં સુખો તેમને કિંચિત્માત્ર આકર્ષી શક્યાં ન હતાં. સંસારસંગમાં પણ તેમની અસંગતા અદ્ભુત હતી. લૌકિક વ્યવહારમાં પણ તેમના અંતરમાં આત્મચિંતન શ્વાસની જેમ ચાલતું રહેતું હતું. ગૃહસ્થાશ્રમની ઉપાધિમાં પણ તેઓ પોતાના લક્ષ્ય તરફ આગળ ને આગળ વધતા જતા હતા. પૂર્વકર્મના કારણે બાહ્ય ત્યાગ થઈ ન શકવા છતાં શ્રીમન્નુ અંતઃકરણ તો સાચા અંતરંગ ભાવથી સર્વસંગપરિત્યાગને જ ઝંખતું હતું અને હૃદયમાં તે ભાવના સદોદિત જાગૃત રહી ઉત્તરોત્તર બળવાન બનતી ગઈ હતી. સંસાર-વ્યવહારની વચમાં, અનેક ઇન્દ્રિયવિષયોના નિમિત્તોની વચમાં ઊભા રહી, સંપૂર્ણપણે પોતાની ત્યાગ-વૈરાગ્યવૃત્તિનું સંરક્ષણ કરવું એ શ્રીમન્ની દિવ્ય મહત્તા દર્શાવે છે. તેમની આંતરિક સ્થિતિ એટલી ઉચ્ચ થઈ ગઈ હતી કે પ્રારબ્ધને શાંત ભાવે, સમતાપૂર્વક, સ્વસ્થતાથી વેદવાનું સામર્થ્ય તેમનામાં ઉદિત થયું હતું. આમ, આત્માર્થને સાધવા માટે ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમનું જીવન એક સ્પષ્ટ પડકારરૂપ છે. મોક્ષનો ધોરીમાર્ગ જો કે બાહ્યાભ્યતર નિર્ગથતા છે, પણ તથારૂપ પ્રવર્તન ન થઈ શકે તો પ્રબુદ્ધ અને સાવધાન ગૃહસ્થ સાધક સતત પ્રામાણિક પુરુષાર્થ દ્વારા ધર્મમાર્ગની આરાધના Page #82 -------------------------------------------------------------------------- ________________ પપ કરીને નિઃશંકપણે આત્મકલ્યાણ સાધી શકે છે; સંસારમાં રહીને પણ સાધુજીવનનો આદર્શ યથાશક્ય પાળી શકાય છે એવો પ્રયોગાત્મક બોધ શ્રીમના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે. લૌકિક વ્યવહારમાં પણ તેમણે અસામાન્ય સમતા અને દૃઢ વૈરાગ્ય બતાવીને એક અપૂર્વ આદર્શ ઊભો કર્યો છે. તેમણે પોતાના જીવતા જાગતા જ્વલંત દાંત દ્વારા અન્ય ગૃહસ્થોને પ્રેરણારૂપ બની રહે એવો સબોધ આપ્યો છે. શ્રીમદ્ને આંતરિક અનિચ્છા હોવા છતાં લગભગ દસ વર્ષ સુધી ગૃહસ્થાવાસ ભોગવવો પડ્યો હતો. તેઓ વર્ષનો મોટો ભાગ મુંબઈમાં રહેતા અને એકાદ વખત વવાણિયા તેમનાં પત્ની પાસે જતા, ત્યાં થોડો વખત રહી ગુજરાતના ગ્રામ્યપ્રદેશમાં નિવૃત્તિ અર્થે રહેતા. તેમને બે પુત્ર અને બે પુત્રી એમ કુલ ચાર સંતાન થયાં હતાં. પ્રથમ પુત્ર શ્રી છગનભાઈનો જન્મ વિ.સં. ૧૯૪૬માં થયો હતો. શ્રીમદ્ તેમને ઘણી વખત છગન શાસ્ત્રી કહીને બોલાવતા. ઓગણીસમા વર્ષે ક્ષયનો જીવલેણ હુમલો થતાં એ જ વર્ષે, એટલે કે વિ.સં. ૧૯૬૫માં તેમનો દેહાંત થયો હતો. શ્રી છગનભાઈને પોતાના પિતા શ્રીમદ્ પ્રત્યે અત્યંત આદર હતો. શ્રી છગનભાઈના જન્મ પછી શ્રીમદ્ભાં પ્રથમ પુત્રી જવલબહેનનો જન્મ વિ.સં. ૧૯૪૮માં થયો હતો અને તેના બે વર્ષ પછી વિ.સં. ૧૯૫૦માં શ્રીમન્નાં બીજાં પુત્રી કાશીબહેનનો જન્મ થયો હતો. કાશીબહેનનું બત્રીસ વર્ષની નાની વયે અવસાન થયું હતું. વિ.સં. ૧૯૫રમાં શ્રીમદ્ભા બીજા પુત્ર શ્રી રતિલાલભાઈનો જન્મ થયો હતો. એમનું મરણ પણ નાની ઉંમરમાં થયું હતું. શ્રીમન્નાં પત્નીનું મૃત્યુ વિ.સં. ૧૯૬૯માં થયું હતું. જવલબહેનનો દેહવિલય વિ.સં. ૨૦૩૪માં થયો હતો. Page #83 -------------------------------------------------------------------------- ________________ (૮) વ્યવસાય પ્રારબ્ધ ભોગવ્યા વિના જ્ઞાનીને પણ છૂટકો નથી - એ ઉક્તિ અનુસાર અંતર પરિણતિ ત્યાગ-વૈરાગ્યમય હોવા છતાં શ્રીમદ્ પ્રારબ્ધાનુસાર પ્રાપ્ત સંયોગોની મર્યાદામાં વર્તવું પડ્યું હતું, અર્થાત્ અંતરવૃત્તિ પરમાર્થ ભણી વળી હોવા છતાં તેમને વ્યાપારમાં ઝંપલાવવું પડ્યું હતું. વિ.સં. ૧૯૩૪ આસપાસ કુટુંબની આર્થિક ભીડ એટલી બધી વધી ગઈ હતી કે શ્રીમદ્ભા માતુશ્રી દેવબાને પોતાના દાગીના આદિ વેચીને કુટુંબની આબરૂ સાચવવી પડી હતી. આવી સાંકડી આર્થિક કૌટુંબિક પરિસ્થિતિમાં મોટા કુટુંબના નિર્વાહનો ભાર ઉપાડવામાં પિતાને સહાય કરવાની અનિવાર્ય ફરજ શ્રીમના માથે આવી પડી, જે તેમણે પોતાનો ધર્મ સમજી સ્વીકારી લીધી. આમ, નાની વયમાં જ અભ્યાસ છોડી દઈ તેઓ પિતાની દુકાને બેસવા માંડ્યા. શ્રીમદે વવાણિયામાં પોતાના દાદાના સમયથી ચાલ્યા આવતા વહાણવટાના અને શરાફના વ્યવસાયમાં કેટલોક સમય કામ કર્યું. કિશોરવયે પણ તેમનામાં રહેલી સમજશક્તિ તથા નિર્મળ બુદ્ધિના કારણે તેઓ ભાવમાં કે તોલ-માપમાં છેતરપિંડી કરતા નહીં. નાનપણથી જ તેમનામાં નીતિ-ન્યાયના સંસ્કાર હતા. વ્યવસાય માટે વવાણિયા ક્ષેત્ર ઘણું નાનું હતું અને આગળ વધવાનો અવકાશ પણ અલ્પ હોવાથી શ્રીમનો મુંબઈ જવાનો નિર્ણય થયો અને ત્યાં જવાનું નિમિત્ત પણ સહેજે પ્રાપ્ત થયું. અવધાનથી તેમની ખ્યાતિ એટલી બધી વધી હતી કે તેમનો અવધાનનો પ્રયોગ મુંબઈમાં ગોઠવાયો હતો. તે અર્થે તેમને મુંબઈ જવાનું નિમિત્ત મળતાં ત્યાં વ્યવસાયનો પ્રબંધ પણ ઉદ્ભવ્યો. આમ, મુખ્યત્વે આર્થિક ઉદ્દેશથી શ્રીમદ્ વિ.સં. ૧૯૪૨ના ભાદરવા માસની આસપાસ મુંબઈ પધાર્યા. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૭ મુંબઈમાં શતાવધાનના પ્રયોગ જોઈ વડોદરાના શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી શ્રીમદ્ પ્રતિ આકર્ષાયા અને તેમના સમાગમમાં આવ્યા. શ્રી માણેકલાલભાઈના પિતાશ્રી ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા. તેમની પાસેથી તે વિદ્યા શીખીને શ્રી માણેકલાલભાઈ મુંબઈમાં ઝવેરાતના વ્યાપારમાં જોડાયા હતા. શ્રીમદ્દે તેમની પાસેથી અલ્પ સમયમાં ઝવેરાતની પરીક્ષાનું જ્ઞાન મેળવી લીધું. શ્રીમદ્ વ્યાપારમાં જોડાવા માટે વિચારી રહ્યા હતા, તેવામાં વિ.સં. ૧૯૪૪ના પોષ માસમાં તેમને પોતાનાં લગ્ન માટે વવાણિયા જવું પડ્યું. લગ્નસંબંધ થતાં શ્રી રેવાશંકરભાઈ જગજીવન શ્રીમદ્દ્ના કાકાસસરા થયા અને ત્યારથી તેઓ શ્રીમદ્ સાથે નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી તેમને ઝવેરાતના વ્યવસાયથી ઉત્કૃષ્ટ લાભ છે એવું જ્યોતિષથી જાણીને શ્રીમદે તેમને મુંબઈ જવાની પ્રેરણા કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છોડી, વિ.સં. ૧૯૪૫ના અષાઢ માસમાં મોરબીથી મુંબઈ ગયા. શ્રીમદ્ પણ તે વર્ષના ભાદરવા માસમાં મુંબઈ ગયા અને શ્રી રેવાશંકરભાઈની સાથે ભાગીદારી કરી ઝવેરાતના ધંધામાં જોડાયા. સં. ૧૯૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે રેવાશંકર જગજીવનની કંપનીની સ્થાપના થઈ. આ પેઢીએ કમિશન એજન્સી તરીકેનો વેપાર શરૂ કર્યો. આ પેઢીમાં શ્રીમદ્, શ્રી રેવાશંકરભાઈ તથા શ્રી માણેકલાલભાઈ ભાગીદારીમાં જોડાયા હતા. શ્રીમના પુણ્યપ્રભાવે અલ્પ સમયમાં આ પેઢી નામાંકિત બની ગઈ. બે વર્ષમાં તો રંગૂન, અરબસ્તાન, ઈંગ્લૅન્ડ તથા યુરોપના દેશોના વેપારીઓ સાથે તેના વ્યાપારસંબંધો બંધાઈ ગયા હતા. વિ.સં. ૧૯૪૮થી સુરતના ઝવેરી શ્રી નગીનચંદ કપૂરચંદ તથા અમદાવાદના ઝવેરી શ્રી છોટાલાલ લલ્લુભાઈ પણ આ પેઢીમાં જોડાયા. સર્વ ભાગીદારોએ કંઈ ને કંઈ કામ જવાબદારીપૂર્વક સ્વીકારી લીધું હતું. તેમાં નાણાવિષયક અને વિલાયતના વ્યવસાયનું Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કામકાજ શ્રીમદ્ હસ્તક હતું, તોપણ એકંદરે તો શ્રીમદ્દ જ આ પેઢીના મુખ્ય વ્યવસ્થાપક અને અંતિમ નિર્ણાયક હતા. તેમની વ્યવસ્થાશક્તિના કારણે અલ્પ સમયમાં હિંદની અગ્રેસર ગણાતી પેઢીઓમાં આ પેઢીની ગણના થવા લાગી હતી. પેઢીએ નફો પણ ઘણા સારા પ્રમાણમાં કર્યો હતો. વિ.સં. ૧૯૫૧ પછી શ્રીમન્ના નાનાભાઈ શ્રી મનસુખભાઈ આ પેઢીમાં જોડાયા અને વિ.સં. ૧૯૫રના જેઠ માસમાં શ્રીમદે પોતે વ્યાપારથી નિવૃત્ત થવાની ઈચ્છા જણાવી, પરંતુ તેમાં શ્રી રેવાશંકરભાઈ તથા શ્રી મનસુખભાઈ સમ્મત ન હોવાથી, માત્ર સલાહકાર તરીકે તેઓ ચાલુ રહ્યા. ઝવેરાત ઉપરાંત કાપડ, ચોખા વગેરેનો વ્યાપાર પણ ચાલતો. વિ.સં. ૧૯૫૫માં ચોખાનો વ્યાપાર મોટા પ્રમાણમાં થયો, જેમાં શ્રીમન્ને બહુ પરિશ્રમ પડ્યો હતો. વિ.સં. ૧૯૫૫ના અંતભાગમાં શ્રીમદ્ ત્યાગવૃત્તિપૂર્વક વ્યાપારથી સર્વથા નિવૃત્ત થયા હતા. પોતાના ભાગમાં આવતી તમામ મિલકત તેમણે પોતાના નાનાભાઈ શ્રી મનસુખભાઈને આપી દેવાનું જણાવ્યું હતું. શ્રીમદ્ એક શિષ્ટ, પ્રામાણિક અને કુશળ વેપારી હતા. તેમની વ્યવહારકુશળતાના પરિણામે ભાગીદારો વચ્ચે સ્નેહ અને સંપ હતાં. તેમની વચ્ચે મતભેદ કે મનભેદ થતા નહીં. પોતાના ભાગીદારો સાથે પોતે કેમ વર્તવું તે માટેના નિયમો શ્રીમદે વિ.સં. ૧૯૪૬ના અષાઢ માસમાં પોતાની રોજનીશીમાં નોંધ્યા હતા. તે નિયમો વાંચતાં શ્રીમદ્ભી વિચારદશા કેટલી શુદ્ધ, વ્યવહારદક્ષ અને ન્યાયનીતિપૂર્ણ હતી તેનો ખ્યાલ આવશે – ૧. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તો Page #86 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ શ્રીમદ્ રાજચંદ્ર વિ.સં. ૧૯૪૮ Page #87 -------------------------------------------------------------------------- ________________ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૯ તું જ હલકો છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિપ્ન નડશે, તથાપિ દઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. ૪. તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપો તેમાં) કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં; મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઇચ્છતો નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ન પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ, અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વર્તજ, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણિમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકું કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૦ હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.'૧ શ્રીમદ્દ્ની વ્યાપાર કરવાની પદ્ધતિ એવી ઉત્તમ હતી કે વિલાયતના કેટલાક વ્યાપારીઓ પણ તેમની પ્રશંસા કરતા. માલ પોતે જાતે જ તપાસીને ખરીદવો, એક જ વેચાણભાવ રાખવો, વ્યાજબી નફો જ લેવો, કોઈનું દિલ દુભાય નહીં તેમ વર્તવું, ગમે તેટલો નફો થતો હોય તોપણ આપેલા વચનથી ફરવું નહીં, હિસાબ ચોખ્ખો અને કાળજીપૂર્વક રાખવો ઇત્યાદિ ઉચ્ચતમ પ્રણાલિકાઓ તેઓ સતત જાળવતા હોવાથી તેમની શાખ એક પ્રામાણિક અને નીતિમાન વેપારી તરીકે ઘણી પ્રસરી હતી. વ્યાપારમાં પણ તેઓ કેટલા ઉદારદિલ હતા તેના પ્રસંગો નોંધાયેલા છે. એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો વેપાર કરતો હતો. એક દિવસ નાના ભાઈને પોતાના મોટા ભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાની ઇચ્છા થઈ. તેથી પરદેશથી આવેલો માલ વેચવા માટે કોઈ સારા પ્રામાણિક શેઠનો મેળાપ કરાવવા તેણે દલાલને કહ્યું. દલાલે તેને શ્રીમદ્દો ભેટો કરાવ્યો. શ્રીમદે બધો માલ બરાબર તપાસી જોયો અને તેની વ્યાજબી કિંમત ચૂકવી દીધી. નાનો ભાઈ નાણાં લઈને ખુશ થતો પોતાના ઘરે ગયો. તેણે મોટા ભાઈને વેપારની વાત કરી. મોટા ભાઈએ જેનો માલ હતો તેનો કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વિના માલ વેચવો નહીં એવી તેણે શરત કરી છે. મોટા ભાઈએ તેને ઠપકો આપ્યો, કારણ કે કાગળમાં લખેલી કિંમત વેચાણભાવ કરતાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૫-૨૩૬ (આંક-૧૫૭, ૧૩) Page #90 -------------------------------------------------------------------------- ________________ ઘણી વધારે હતી. મોટો ભાઈ અકળાઈને બોલી ઊઠ્યો કે “આ તેં શું કર્યું?” તેથી તે ગભરાયો. તે શ્રીમદ્ પાસે ગયો અને પોતે કેવી મુશ્કેલીમાં મુકાયો છે એ તેમને જણાવ્યું. બાજુમાં આમ ને આમ અકબંધ પડેલો તેનો માલ બતાવીને શ્રીમદે કહ્યું કે ભાઈ, તમારો માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ.” એમ કહીને શ્રીમદે આરબને એનો માલ પાછો સુપ્રત કરી દીધો અને નાણાં ગણી લીધાં. જાણે કંઈ સોદો કર્યો જ નથી તે રીતે ખૂબ જ સ્વાભાવિકતાથી પોતાનો નફો જતો કર્યો. અઢળક લાભની કોઈ પરવા ન કરી. વ્યાપારિક નિયમાનુસાર સોદો નિશ્ચિત થઈ ચૂક્યા પછી તે વેપારી માલ પાછો લેવાને અધિકારી ન હતો, પરંતુ કોમળ અંત:કરણવાળા શ્રીમદ્ એમ ઇચ્છતા હતા કે કોઈને પણ હાનિ ન થાય. આરબ તો પરમ કરુણાળુ શ્રીમન્ની અદ્ભુત મહાનતા જોઈ વિસ્મયથી દિંગ થઈ ગયો અને શ્રીમદ્ને ખુદા સમાન માનવા લાગ્યો! આ જ પ્રકારનો બીજો એક બીજો પ્રસંગ શ્રીમન્ના કરુણામય અને નિસ્પૃહી જીવનનું જ્વલંત ઉદાહરણ છે. એક વાર એક વેપારી સાથે શ્રીમદે હીરાનો સોદો કર્યો. તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે અમુક સમયે નક્કી કરેલા ભાવ પ્રમાણે એ વેપારીએ શ્રીમને અમુક હીરા આપવા. આ બાબતનો ખતપત્ર પણ એ વેપારીએ લખી આપ્યો. પરંતુ એવું બન્યું કે સમય જતાં એ હીરાની કિંમત ઘણી જ વધી ગઈ. જો એ વેપારી તે સોદા પ્રમાણે વર્તે તો તેને તે સહી ન શકે તેટલી મોટી ખોટ જાય તેમ હતું. એ વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમન્ને હીરા આપે તો એને બહુ ભારે નુકસાનીમાં ઊતરવું પડે, પોતાની બધી જ માલમિલકત વેચી દેવી પડે એમ હતું. આ બાજુ શ્રીમદુને જ્યારે હીરાના બજારભાવની ખબર પડી ત્યારે તેઓ તરત જ દસ્તાવેજ લઈ તે વેપારીની દુકાને જઈ પહોંચ્યા. શ્રીમને પોતાની દુકાને આવેલા જોઈને તે વેપારી ગભરાઈ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ગયો. તે તરત જ કરગરીને બોલ્યો કે “રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ જ ચિંતિત થઈ ગયો છું. મારું જે થવાનું હોય તે ભલે થાય, પણ તમે વિશ્વાસ રાખજો કે હું તમને બજારભાવે સોદો ચૂકવી આપીશ. તમે જરા પણ ચિંતા કરશો નહીં.' એ સાંભળીને શ્રીમદ્ કરુણાભર્યા અવાજે બોલ્યા કે “આપણા બન્નેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળિયું જ છેને? એનો જ નાશ કરી દઈએ તો આપણા બનેની ચિંતા મટી જશે.' એમ કહીને શ્રીમદે સહજ ભાવે પેલો દસ્તાવેજ ફાડી નાખ્યો. તત્પશ્ચાત્ શ્રીમદે કહ્યું કે “ભાઈ, આ ખતપત્રને કારણે તમારા હાથ-પગ બંધાયેલા હતા. બજારભાવ વધી જવાથી તમારી પાસે મારા સાઠ-સિત્તેર હજાર રૂપિયા લેણા નીકળે. પરંતુ હું તમારી સ્થિતિને સમજી શકું છું. એટલા બધા રૂપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી દશા થાય? રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં.' શ્રીમદ્ભા આ વલણથી તે વેપારી તો આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમ તરફ સ્તબ્ધ બની જોઈ જ રહ્યો. આ બે પ્રસંગોમાં જોઈ શકાય છે કે શ્રીમદ્દનું વલણ સામા માણસને ખુવાર કરી દેવાનું ન હતું, તેમનું વલણ પોતાને થતો નફો જતો કરીને પણ સામા માણસને બચાવી લેવાનું હતું. આમ, શ્રીમમાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુમેળ હતો. તેમના દૈનિક જીવનવ્યવહારમાં અણીશુદ્ધ પ્રામાણિકતા અને પૂર્ણ નીતિમત્તા વણાયેલી હતી. તેમના પ્રત્યેક કાર્યમાં ધર્મ વણાયેલો જોવા મળતો. આવા વ્યવહાર-પરમાર્થમાં કુશળ શ્રીમદ્ વિષે મહાત્મા ગાંધીજી લખે છે – ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં, Page #92 -------------------------------------------------------------------------- ________________ 6]]]]lc+le $k]]r Pe5 ]eeta t]? **bolc% ટક]be Got Page #93 -------------------------------------------------------------------------- ________________ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૩ દેરાંઓમાં, દેવળોમાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં કે દરબારમાં નહિ, એવો કોઈ નિયમ નથી; એટલું જ નહિ, પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે, એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પોતાના આચારમાં બતાવી આપતા. ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ખોટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી ને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા. ..... આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની ધાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તો પાસે પડ્યું જ હોય, તે ઊઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદ્ગારો લખતા તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકો ન ખાય. ۰۹ શ્રીમદ્ વેપારમાં અત્યંત કુશળ હોવા છતાં અંતરથી તેઓ અત્યંત વિરક્ત હતા. વ્યવસાયની બધી જ ફરજો બજાવવા છતાં, બધાં જ કાર્યો સંપૂર્ણપણે સફળ રીતે કરવા છતાં, કેન્દ્રસ્થાને તો અધ્યાત્મજ્યોતિ જ પ્રકાશતી હતી. મુંબઈમાં એક વાર રાત્રે અગિયાર વાગે ધર્મવાર્તા પૂરી થતાં શ્રીમદ્ પેઢીથી ઘરે જવા માટે ઊઠ્યા અને સાથેના બીજા ભાઈઓ પણ ઊઠ્યા. તેવામાં પૂનાવાળા શ્રી નાનચંદભાઈએ હીરા, માણેક, મોતી વગેરે વેપારનો માલ જેમાં જથ્થાબંધ હતો તે પેટી ખુલ્લી જોઈ, તેથી તે પ્રતિ શ્રીમદ્નું લક્ષ્ય દોરી કહ્યું કે ૧- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, ‘શ્રી રાજચંદ્ર (જીવનયાત્રા તથા વિચારરત્નો)', બીજી આવૃત્તિ, રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો, પૃ.૯૬-૯૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાહેબજી. આ પેટી ઉઘાડી છે અને તેમાં જોખમ છે.' બધાને ફરીથી બેસાડી શ્રીમદે શ્રી નાનચંદભાઈને પૂછ્યું કે “જોખમ શી રીતે?' શ્રી નાનચંદભાઈએ કહ્યું કે “સાહેબજી હું કિંમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. તે ચોરાઈ જાય તો જોખમ લાગે.' શ્રીમદે કહ્યું કે “એને જોખમ તો જ્ઞાની પણ માને; પણ તે એવી રીતે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી એ જોખમ છે. માણસોને રોગ (જખમ) થાય ત્યારે પરુ વગેરે થાય, તેમ આ ચીજો પૃથ્વીનો રોગ છે, તેમાં જ્ઞાનીઓ કદી મોહ રાખે નહીં.” આવો જ બીજો એક પ્રસંગ પણ નોંધાયેલો છે. શ્રી લલ્લુજી મુનિ અને શ્રી દેવકરણજી મુનિ એક વાર શ્રીમદ્ પાસે ગયા હતા. ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું કે વ્યાખ્યાન કોણ આપે છે? પર્મદા કેટલી ભરાય છે?' શ્રી દેવકરણજી મુનિએ ઉત્તર આપ્યો કે હજારેક માણસોની પર્ષદા ભરાય છે. શ્રીમદે પૂછ્યું કે “સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે?' શ્રી દેવકરણજી મુનિએ કહ્યું કે કાયાથી નથી થતો, મનથી થાય છે.” એટલે શ્રીમદે કહ્યું કે “મુનિએ તો મન, વચન અને કાયા એ ત્રણે યોગથી સાચવવું જોઈએ.' શ્રી દેવકરણજી મુનિએ આક્ષેપ કરતાં કહ્યું કે 'તમે ગાદીતકિયે બેસો છો અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે ત્યારે તમારી વૃત્તિ ડહોળાતી નહીં હોય?' શ્રીમદે કહ્યું કે “મુનિ, અમે તો તેને કાળકૂટ વિષ દેખીએ છીએ. આમ, સંસારવ્યવહારમાં શ્રીમદ્ અત્યંત અનાસક્ત ભાવે વર્તતા હતા. તેઓ હજારોનો વેપાર ખેડતા હતા, છતાં આત્મજાગૃતિથી પ્રગટાવેલી જ્ઞાનજ્યોતિના પ્રકાશથી અંતર્મુખ બની, જીવન્મુક્તદશા પામવા માટેનો તેમનો અંતરંગ પુરુષાર્થ સતત ચાલુ જ હતો. Page #96 -------------------------------------------------------------------------- ________________ (૯) શુદ્ધ સમકિતની પ્રાપ્તિ આપ્તપુરુષના વચનની પ્રતીતિ તથા સ્વચ્છંદનિરોધપણે તેમની ભક્તિ વડે ઉત્તરોત્તર આત્મવિકાસ સાધી, આત્મભાવના ઘૂંટતાં ઘૂંટતાં ઉપયોગને અંતર્મુખ કરવાનો અભ્યાસ કરવાથી કોઈ ધન્ય પળે આત્માનો અનુભવ થાય છે. આપ્તપુરુષની તથા તેમના દ્વારા શુદ્ધાત્માની શ્રદ્ધા થવી તેને વ્યવહાર સમ્યગ્દર્શન અથવા વ્યવહાર સમકિત કહેવામાં આવે છે અને વિકલ્પનો અભાવ થતાં શુદ્ધાત્માની અનુભૂતિપૂર્વકની શ્રદ્ધા થવી તેને નિશ્ચય સમ્યગ્દર્શન અથવા નિશ્ચય સમકિત કહેવામાં આવે છે. નિશ્ચય સમકિત પ્રગટ થવાની પૂર્વે વ્યવહાર સમકિત અવશ્ય હાજર હોવાથી તેને નિશ્ચય સમકિતનું કારણ કહ્યું છે. સ્વાનુભૂતિ વિના શુદ્ધ સમકિત અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન હોતું જ નથી. સમ્યગ્દર્શનથી જ ધર્મની યથાર્થ શરૂઆત થાય છે. જન્મમરણરૂપ પરિભ્રમણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના ટળે નહીં એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. એક ક્ષણ પણ જેને સમ્યગ્દર્શનનો અનુભવ થયો હોય તે અવશ્ય મોક્ષે જાય એવો સિદ્ધાંત છે. સમ્યગ્દર્શન જ સિદ્ધપ્રાસાદનું પ્રથમ સોપાન છે, મોક્ષપુરીનું પ્રવેશદ્વાર છે, ધર્મરૂપી વૃક્ષનું સુદઢ મૂળ છે, કર્મરજના ગંજને ઉડાડી દેવા માટે મહાવાયરો છે, ભવના વનને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે. જે મહાભાગ્યશાળી જીવ આ દુર્લભ સમ્યગ્દર્શનને પામે છે, તેના અનંત સંસારનો અંત આવી જાય છે અને તેને અલૌકિક આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. શ્રીમન્ના જીવનમાં સર્વથી મહત્ત્વનો ભાગ ભજવનાર શુદ્ધ સમકિતની પ્રાપ્તિનો આ મહાન પ્રસંગ વિ.સં. ૧૯૪૭માં બનવા પામ્યો હતો. બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણજ્ઞાન, ગહન શાસ્ત્રાધ્યયન, વધતો જતો વૈરાગ્ય, સતુનું Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જ રટણ, આત્માનુભવની તીવ્ર ઝંખના, સતત સગુણોની વૃદ્ધિનો પુરુષાર્થ અને સત્શાસ્ત્રો દ્વારા જાણેલા તત્ત્વાર્થોનાં ઉપશમભાવ સહિત અંતરદષ્ટિપૂર્વકનાં ઊંડાં ચિંતન-મનનના કારણે શ્રીમદ્ને આત્મસ્વરૂપ પ્રત્યે એવી અનન્ય પ્રીતિ પ્રગટી હતી કે તે સિવાય બીજે કશે પણ તેમનું ચિત્ત ઠરતું ન હતું. વિષયોથી વિરક્ત, સંસારી કાર્યોથી ઉદાસીન અને સ્વભાવ તરફના ઝુકાવવાળા શ્રીમદ્ આત્મરસની એવી તો ધૂન ચડી હતી કે ક્યારે ઉપયોગ પોતામાં એકામ થઈને શુદ્ધ સમકિત પામે. તેઓ પોતાની ચૈતન્યવહુના ઊંડા ચિંતન દ્વારા આત્મસાક્ષાત્કાર માટેનો પુરુષાર્થ કરતા હતા. ફરી ફરી આત્માનું મંથન કરી તેઓ ઊંડા ઊતરતા જતા હતા. વિ.સં. ૧૯૪૬ના એક પત્રમાં શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઈને લખે છે કે – “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે.' વિ.સં. ૧૯૪૬ સુધીમાં હાડોહાડ પરમાર્થરંગે રંગાયેલા શ્રીમનું લક્ષ્ય પરમાર્થ પ્રત્યે એવું તો પ્રબળપણે કેન્દ્રિત થયું હતું કે તેઓ સંપૂર્ણપણે આત્મમય બની ગયા હતા અને તેમનો જીવનપ્રવાહ સંપૂર્ણ વિશુદ્ધ આત્મસ્થિતિ તરફ અવિરત વહેતો હતો. તેમને અહોરાત્રિ આત્મસ્વરૂપની લગન હતી. તેમની અંતરંગ પરિણતિ ચૈતન્યની શાંતિને ઝંખી રહી હતી. કષાયોની અશાંતિથી તેઓ અત્યંત થાક્યા હતા. તેમનું વૈરાગી હૃદય ભવ-તન-ભોગોથી પાર પરમાત્મતત્ત્વને શોધી રહ્યું હતું. સર્વ પરભાવોથી દૂર એવી નિજગુફામાં પ્રવેશવા તે તત્પર બન્યું હતું. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨૪ (પત્રાંક-૧૩૩) Page #98 -------------------------------------------------------------------------- ________________ અન્ય સર્વ અભિલાષાઓ છોડી મહાન નિજવૈભવની પ્રાપ્તિ માટે અંતરથી પોકાર ઊઠતો હતો. આવી અંતરંગ વિચારધારાવાળા શ્રીમદ્ આત્મસન્મુખધારા વડે, સતત જાગૃત આત્મમંથનના પરિપાકરૂપે વિ.સં. ૧૯૪૭માં શુદ્ધ સમ્યગ્દર્શન પામ્યા. આત્મસ્વરૂપના મહિમાને ઘૂંટતાં ઘૂંટતાં છેવટે નિજપુરુષાર્થની પ્રચંડ તાકાત વડે શ્રીમની પરિણતિએ અંતર્મુખ થઈ, ગ્રંથિભેદ કરી, નિર્વિકલ્પ થઈ, મહા આનંદપૂર્વક, અતીન્દ્રિય સ્વસંવેદન વડે આત્માને પ્રત્યક્ષ કર્યો. સ્વાનુભવમાં આત્મા એવો સ્થિર થઈ ગયો કે સાધક-સાધ્યનો, ધ્યાતા-ધ્યેયનો, જ્ઞાતા-શેયનો સઘળો વૈતભાવ લય પામી ગયો. પોતાનું સમગ્ર અસ્તિત્વ સ્વસંવેદનપૂર્વક પ્રતીતિમાં આવ્યું. ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને ઇન્દ્રિયાતીત અંતરસ્વભાવમાં અભેદ થયો. આવી નિર્વિકલ્પ અનુભવદશામાં અપૂર્વ આનંદના અંકુરો ફૂટ્યા અને શાંતરસના અત્યંત મધુર સ્વાદનું વેદન થયું. આ આત્મજ્ઞાનનો પ્રકાશ થયાનો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીમદે વિ.સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને મુંબઈથી લખેલ પત્રમાં કર્યો છે – - “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.” વળી, એ જ વર્ષના માગસર વદ અમાસના પત્રમાં તેઓશ્રી લખે છે – છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અન્ય પણ ન્યૂનતા રહી નથી. ..... પરિપૂર્ણ લોકાલોકજ્ઞાન ઉત્પન્ન થશે; ..... પરિપૂર્ણ સ્વરૂપજ્ઞાન તો ઉત્પન્ન થયું જ છે; શ્રી અંબાલાલભાઈને પણ વિ.સં. ૧૯૫૨ના ભાદરવા ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૪૯ (પત્રાંક-૧૭૦) ૨- એજન, પૃ.૨૫૭ (પત્રાંક-૧૮૭) Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૮ માસના એક પત્રમાં શ્રીમદે લખ્યું છે " જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે.૧ વળી, એ પરમ સ્થિતિ પામ્યાનો ઉલ્લેખ શ્રીમદે પોતાના સ્વ-આત્મવૃત્તાંતરૂપ કાવ્યમાં પણ કર્યો છે - ‘ઓગણીસોં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે.'શ્વે શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થયા પછી શ્રીમદ્નું આત્મવીર્ય પરમ ઉલ્લાસથી પરમપદની પ્રાપ્તિ તરફ વળ્યું. એક વાર શુદ્ધોપયોગપૂર્વક સ્વરૂપનું વેદન થયેલું હોવાથી ફરી ફરી તે નિર્વિકલ્પ ઉપયોગ માટે તેમને ભાવના રહ્યા કરતી. નિરંતર સ્વરૂપમાં લીન રહેવા માટે શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરવા ઇચ્છતા હતા, પરંતુ વ્યાવહારિક ઉપાધિના પ્રારબ્ધોદયે ઉગ્ન રૂપ પકડ્યું હતું તથા સાંસારિક ફરજોમાં પણ ઘણો વધારો થયો હતો. શ્રીમદ્નું ચિત્ત અસંગતા તરફ વળ્યું હોવા છતાં સંપ્રાપ્ત વ્યવહારોને તેઓ નિર્લેપ ભાવે અદા કરવાની નિષ્ઠા જાળવતા હતા. વિ.સં. ૧૯૫૨ પછી ઉપાધિનો યોગ ઓસરતો ગયો અને બાહ્યાંતર નિગ્રંથ અસંગદશા પ્રગટ કરવાનો તેમનો મનોરથ ઘણે અંશે પાર પડ્યો. વર્ષના ચાર-છ માસ સુધી મુંબઈથી બહાર નિવૃત્તિક્ષેત્રમાં સાધના અર્થે સતત વિચરવાનું થતું; પરિણામે તેઓ ‘કેવળ લગભગ ભૂમિકા' સુધી પહોંચી શક્યા હતા. આમ, શુદ્ધાત્માનો પ્રકાશ થયા પછી આત્મબળની સતત વૃદ્ધિ કરી શ્રીમદે મોક્ષમાર્ગમાં પોતાનું પ્રયાણ દેહવિલય (વિ.સં. ૧૯૫૭) પર્યંત અવિરત ગતિથી ચાલુ રાખ્યું હતું. શ્રીમનો આ આત્મસાધનાકાળ બાહ્ય સંયોગોની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી શકાય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૭ (પત્રાંક-૭૦૮) ૨- એજન, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૩ શ્રીમદ્ રાજચંદ્ર વિ.સં. ૧૯૪૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૯ (૧) પ્રથમ વિભાગ - વિ.સં. ૧૯૪૭(શુદ્ધ સમકિતની પ્રાપ્તિ)થી વિ.સં. ૧૯૫૧ સુધી (૨) બીજો વિભાગ - વિ.સં. ૧૯૫૨ થી વિ.સં. ૧૯૫૭ (દેહવિલય) સુધી શ્રીમના આત્મસાધનાકાળના પ્રથમ વિભાગનું ‘ઉપાધિમાં સમાધિ' (પ્રકરણ-૧૦) તથા બીજા વિભાગનું નિવૃત્તિક્ષેત્રે ઉગ્ર આત્મસાધના' (પ્રકરણ-૧૧) શીર્ષક હેઠળ અવલોકન કરીશું. Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ઉપાધિમાં સમાધિ જ્ઞાનીપુરુષોનું જીવન બાહ્ય અને અત્યંતર એમ બે ભેદે વહેંચાયેલું હોય છે. બાહ્ય જીવન પૂર્વપ્રારબ્ધાધીન, પરવશ અને અશાશ્વત હોવાથી વ્યક્તિભેદે અનેક ભેદવાળું હોય છે, જ્યારે વિભિન્ન સ્વાંગોમાં છુપાયેલું સદા સ્વાધીન, શાશ્વતપણે પ્રકાશતું અત્યંતર જીવન એકસરખું હોવાથી અભેદ હોય છે. પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાનના કારણે જ્ઞાનીને ‘આત્મપરિણામની સ્વસ્થતા'રૂપ સમાધિ નિરંતર વર્તે છે, છતાં તેઓ પણ પ્રારબ્ધ ભોગવ્યા વિના નિવૃત્ત થઈ શકતા નથી. તે પ્રારબ્ધ તેમને માત્ર નિવૃત્તિરૂપે જ હોય એવો કોઈ નિયમ નથી. ક્યારેક તે પ્રવૃત્તિરૂપે પણ હોય છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદયમાં આવે, તે તે ઉદયપ્રસંગમાં દ્રષ્ટાભાવે વર્તવું એ જ્ઞાનીઓનું સનાતન આચરણ હોય છે અને એ જ પ્રમાણેનું આચરણ શ્રીમના જીવનમાં જોવા મળે છે. વિ.સં. ૧૯૪૭ થી વિ.સં. ૧૯૫૧ દરમ્યાન શ્રીમદ્ન જબરદસ્ત વિપરીત કર્મોદય પ્રાપ્ત થયો હતો. પૂર્વકર્મના ઉદયે તેમને વ્યવસાયરૂપ ઉપાધિયોગ પ્રબળપણે હતો. બાહ્ય ઉપાધિના કારણે ઉપયોગ બહાર પ્રવર્તાવવો પડતો હતો, તેથી તે ઉપાધિયોગ આત્મસ્થિરતામાં અંતરાયભૂત થતો હતો; તે છતાં અનેક વ્યાવસાયિક ઉપાધિઓની વચ્ચે પણ અલૌકિક સ્વરૂપજાગૃતિના અવલંબને શ્રીમદ્ નિરંતર સમાધિભાવમાં રહેતા હતા. ગૃહ સંબંધી અને વ્યાપાર સંબંધી વિવિધ ઉપાધિઓના યોગમાં, મુંબઈ જેવા મોહોત્પાદક ક્ષેત્રમાં મુખ્યપણે નિવાસ હોય ત્યાં પણ સતત સત્પુરુષાર્થથી, અંતરંગ સાધનાના બળ વડે જીવ આધ્યાત્મિકતાની અવશ્ય વૃદ્ધિ કરી શકે છે આવો બળવાન બોધ શ્રીમદ્ના જીવનના આ મહત્ત્વપૂર્ણ તબક્કાના અવલોકનથી મળે છે. તે સમયનાં પત્રો તથા અન્ય લખાણો શ્રીમદ્દ્ની અત્યંતરદશાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શ્રીમન્ને વિ.સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થઈ, અર્થાત્ આત્મા સાક્ષાત્ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ થયો. દેહથી ભિન્ન એવા આત્માનો નિર્વિકલ્પ નિશ્ચય થયો અને યોગથી ઉપયોગ છૂટો થઈ આત્મામાં સમાઈ ગયો. આત્માનુભવ થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવમાં આવ્યો. આનંદના દરિયામાં આત્મા મગ્ન થયો. અંતરમાં આત્મશાંતિનું અદ્ભુત, અપૂર્વ, અચિંત્ય વેદન થયું. સ્વ-પરના વિવેકપૂર્વકનું ભેદજ્ઞાન નિરંતર વર્તવા લાગ્યું. શુદ્ધ આત્મતત્વમાં એકત્વબુદ્ધિરૂપ પ્રતીતિ સતત વર્તવા માંડી. મન-વચન-કાયાના યોગથી ભિન્ન આત્માને જાણતાં અને તેમાં સ્થિર થતાં શ્રીમદ્ સાક્ષાત્ જીવન્મુક્તદશા અનુભવી રહ્યા હતા. પોતાના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને પોતાની વિદેહી અંતરદશા વર્ણવતાં આ જ વર્ષ(વિ.સં. ૧૯૪૭)ના અષાઢ માસમાં મુંબઈથી શ્રીમદ્ લખે છે – એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. સંસારવ્યવહાર ચલાવતાં શ્રીમદ્ કેટલી અસંગતા પ્રાપ્ત કરી શક્યા હતા તે ઉપરનાં વચનોથી જાણી શકાય છે. આવી અસંગ આત્મસ્થિતિમાં બેઠેલા શ્રીમદ્ દેહથી પણ ઉદાસીન થઈ ગયા હતા, તે એટલે સુધી કે દેહનું અસ્તિત્વ છે કે કેમ તેનું પણ વિસ્મરણ થઈ જતું હતું. આ ઉપરથી શ્રીમની અલૌકિક આત્મમસ્તી કેવી હશે તેનો કંઈક અંશે ખ્યાલ આવે છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૦ (પત્રાંક-૨૫૫) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આમ, વિ.સં. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાશ્ય ત્યારથી શ્રીમન્ની આત્મદશા તીવ્ર વેગથી ઉત્તરોત્તર વધતી જતી હતી. અંતરંગ વૈરાગ્યમાં અત્યંત વધારો થયો હોવાથી, સર્વસંગપરિત્યાગ કરી, બાહ્યાંતર નિર્ગથ થવાની તેમની ભાવના તીવ્ર થવા માંડી હતી. ત્યાં તેમનાં પૂર્વબદ્ધ કર્મોએ નવું સ્વરૂપ પકડ્યું. જેમ જેમ આત્મદશા વધતી ગઈ, તેમ તેમ બાહ્ય જીવનમાં વ્યવહારની ઉપાધિ પણ વધતી ગઈ. શ્રીમદ્ જેમ જેમ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, તેમ તેમ તે ઉપાધિયોગ વધતો જતો હતો, અંશ પણ ઘટતો ન હતો. શ્રીમદે સ્વયં પોતાના આત્મવૃત્તાંતરૂપ કાવ્યમાં તેનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે.૧ અગાઉ જણાવ્યું તેમ કૌટુંબિક સંજોગાદિના કારણે પરેચ્છાથી શ્રીમન્ને વ્યાપાર-વ્યવહારમાં ઝંપલાવવું પડ્યું હતું. તેમણે પોતે જ શ્રી રેવાશંકરભાઈને વ્યાપારની પ્રેરણા કરી હતી અને તેમની સાથે ભાગીદારીમાં જોડાઈ રેવાશંકર જગજીવનની કમિશન એજન્સી સ્થાપી હતી. તે વખતે શ્રીમની ધારણા એવી હતી કે પોતે જેમ બને તેમ ત્વરાથી આ વ્યવહારપ્રવૃત્તિથી નિવૃત્ત થઈ, સર્વસંગપરિત્યાગ કરીને પરમાર્થમાર્ગનો ઉદ્ધાર કરી શકાશે. પરંતુ વિ.સં. ૧૯૪૮થી આ ઉપાધિયોગ તીવ્ર બન્યો. એ વર્ષમાં તેમની પેઢીનો વેપાર વધ્યો હોવાથી તેમાં વિશેષ સમય પસાર થઈ જતો. આ વર્ષના શ્રીમના પત્રોમાં આ ઉપાધિયોગના બળવાનપણાનો ઉલ્લેખ વારંવાર આવે છે. વ્યાવહારિક રીતે જોઈએ તો તેમની મુશ્કેલીઓ એવી કઠિન ન હતી કે જેથી તેમને કોઈ સાંસારિક દુઃખ વેઠવું પડે. વળી, તે ઉપાધિયોગથી તેમનો આત્મા ક્લેશિત થતો હોય તેવું પણ ન ૧- “શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨) Page #106 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૨૪ શ્રીમદ્ રાજચંદ્ર bryd વિ.સં. ૧૯૪૮ Page #107 -------------------------------------------------------------------------- ________________ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૩ હતું. તે ઉપાધિયોગ દરમ્યાન પણ તેઓ પોતાની અંતરંગ શ્રેણી તો જાળવી જ શક્યા હતા. માત્ર પોતે ઇચ્છેલો સર્વસંગપરિત્યાગ તેઓ કરી શક્યા ન હતા અને તે જ સૌથી મોટો અવરોધ હતો. આમ, તેમની સાચી ઉપાધિ એ જ હતી કે તેમની નિવૃત્તિ લેવાની ભાવના જેમ જેમ વધતી હતી, તેમ તેમ નિવૃત્તિ તેમનાથી દૂર ભાગતી હતી. આ ઇચ્છા વિરુદ્ધ કરવું પડતું પ્રવર્તન તે જ તેમની સૌથી મોટી ઉપાધિ હતી. તેઓ લખે છે - ‘ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે; પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે.’૧ ઉપર્યુક્ત લખાણ દ્વારા સમજી શકાય છે કે શ્રીમદ્ અત્યંત અનિચ્છાએ, તથારૂપ પ્રારબ્ધોદયના કારણે વ્યાપારપ્રવૃત્તિ કરતા હતા અને તેમાં પણ મુખ્યપણે પરેચ્છાના કારણે જ તેમને ઉપાધિપ્રસંગમાં પ્રવર્તવું પડતું હતું. તેમાંથી ત્વરાથી છૂટવાની ઇચ્છા હોવા છતાં તેમ ન કરવાનું મુખ્ય કારણ એ હતું કે તેમ કરવા જતાં સાથે જોડાયેલા બીજાઓને તીવ્ર ક્લેશ અને કર્મબંધનું કારણ થાય તેમ હતું. બીજાનું ચિત્ત દુભાય અને અશાંતિ ઊપજે તે શ્રીમદ્દ્ના કોમળ હૃદયને પરવડે તેમ ન હતું. તેથી સર્વને શાંતિ ઊપજે તેવું વર્તન કરવા જતાં તેમને ઉપાધિ વેદવી પડતી હતી, જે તેઓ સમતાપૂર્વક વેદતા હતા. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૯ (પત્રાંક-૪૩૯) Page #109 -------------------------------------------------------------------------- ________________ ७४ આ તબક્કામાં બાહ્ય ગૃહસ્થાશ્રેણી અને અંતરંગ નિગ્રંથશ્રેણીના દ્વન્દના કારણે તેમને પરમાર્થમાર્ગ પ્રકાશવાની ઇચ્છા સાવ ગૌણ કરી નાખવી પડી હતી તથા તેઓ પરિચિત વર્તુળથી પણ બને ત્યાં સુધી ગુપ્ત રહેવાની વૃત્તિ સેવતા હતા. તેઓ લખે છે – “ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય. એક તરફ અસહ્ય ઉદયઉપાધિ વેદવી અને બીજી તરફ અખંડ આત્મસમાધિ જાળવવી, એવું બેધારી તલવાર ઉપર ચાલવાના કાર્ય કરતાં પણ વિકટ કાર્ય શ્રીમદ્ કરવું પડતું હતું અને તેથી અવકાશના અભાવે શ્રીમદે અનિવાર્ય ઉદયઉપાધિ સિવાયનો બીજો બધો વ્યાવહારિક સંગ-પ્રસંગ બંધ કરી દીધો હતો, એટલું જ નહીં પણ પરમાર્થપ્રસંગીઓ સાથેનો પત્રવ્યવહાર પણ તેમણે ઓછો કરી નાખ્યો હતો. ઘણી વાર તો એવું બનતું કે પત્ર લખવો શરૂ કર્યા પછી ઉપયોગ આત્માકાર થતાં તે પત્રને તેઓ અધૂરો જ મૂકી દેતા. આમ, તીવ્ર ઉપાધિયોગ અને ચિત્તની ચૈતન્યમય દશાના કારણે પરમાર્થલેખનમાં સ્થિર રહી શકાય તેટલો અવકાશ પણ રહેવા પામતો ન હોવાથી, શ્રીમદે વિ.સં. ૧૯૪૮ થી વિ.સં. ૧૯૫૧ સુધી પ્રાયઃ પરમાર્થમૌન ધારણ કરી, પરમાર્થલેખનની પ્રવૃત્તિ તથા પરમાર્થચર્ચાના પ્રસંગો ગૌણ કરી દીધા હતા. વિ.સં. ૧૯૪૮ના પોષ સુદ ૭ના પત્રમાં શ્રીમદ્ લખે છે – “કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૮૦ (પત્રાંક-૪૬૩) Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૫ છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે.” શ્રીમદ્દનું ચિત્ત ચૈતન્યસાગરમાં એટલું બધું નિમગ્ન થઈ ગયું હતું કે તેમાંથી બહાર નીકળવું તેમને માટે અત્યંત દુર્ધર બની ગયું હતું. તેથી આત્મા સિવાયના દરેક કામમાં તેઓ નિષ્કામ અને ઉદાસીન રહેતા હતા. ચિત્ત આપોઆપ સ્વરસથી ચૈતન્યમાં વહ્યા કરતું હતું અને તેથી બીજા કાર્યમાં લગાવી શકાતું નહીં. વ્યાપારાદિ પ્રસંગે ચિત્ત ઉદાસીન રહેતું હોવાથી અનેક મુશ્કેલીઓ નડતી. ચિત્ત અંતર્મુખ હોય એટલે વ્યવહારમાં યથાયોગ્ય પ્રવર્તન થઈ શકતું નહીં અને તેથી બાહ્ય કાર્યો અવ્યવસ્થિત થતાં હોવાથી અન્યનું ચિત્ત દુભાય એવી સ્થિતિ પણ ઊભી થઈ જતી. આમ, આત્મઐક્ય સ્થિતિના કારણે શ્રીમદ્દનું ચિત્ત જરા જેટલી પણ ઉપાધિ વેદનાને યોગ્ય ન હતું, છતાં પૂર્વકર્મનો ઉદય જાણી શ્રીમદ્ તેને અબંધપરિણામે વેદતા હતા. આ ઉપાધિયોગ વેદવો તેમને કેટલો આકરો થઈ પડ્યો હતો તેનો ચિતાર વિ.સં. ૧૯૪૮ના અષાઢમાં પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને આપતાં શ્રીમદ્ લખે છે – જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૦ (પત્રાંક-૩૧૩) Page #111 -------------------------------------------------------------------------- ________________ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે - અત્યંત દુઃખે - થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આમ, પરમાણુમાત્ર પણ ઉપાધિ સહન ન કરી શકે એવી શ્રીમદની અંતરંગ દશા હોવા છતાં તેઓ ઉપાધિને અખંડ સમાધિપણે વેદતા હતા. ઉપાધિયોગ તો એવો તીવ્ર હતો કે તેથી તેમને નાસી છૂટવાનો વારંવાર વિચાર આવી જતો, પરંતુ ઉપાર્જિત કર્મ અબંધપણેઅવિષમભાવે, અવ્યાકુળપણે વેદવાયોગ્ય છે એવા જ્ઞાનીના માર્ગના અવલંબને ચિત્તનું સમાધાન કરી, તેઓ તે માર્ગને અનુસરી રહ્યા હતા. ચારે તરફ ઉપાધિરૂ૫ અગ્નિની જ્વાળા પ્રજ્વલિત હતી ત્યારે આત્મસ્થિતિને અંશમાત્ર પણ આંચ ન આવે એની સાવધાની તેઓ રાખતા હતા. ઉપાધિમળે કેવળ અસંગદશા રાખવી અત્યંત કઠણ છે એ અંગે તેઓ પૂરેપૂરા સચેત હતા અને તેથી ઉપાધિના કારણે જરા જેટલું પણ અસમાધિપણું ન આવી જાય તે પ્રત્યે તેઓ જાગૃત રહેતા હતા. અનેક વિપરીત સંજોગો હોવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે શ્રીમદ્ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નહીં. આત્માની નિર્મળતા જળવાયેલી રહે અને વૃદ્ધિ પામે તેવી સાવધાની તેઓ રાખતા હતા, તેથી બાહ્ય ઉપાધિ શ્રીમદ્ભી આત્મસમાધિને લેશ પણ બાધક થઈ શકી ન હતી. ચોવીસ-પચ્ચીસ વર્ષની ભરયુવાન અવસ્થા હોવા છતાં અને વિલાસપૂર્ણ મોહમયી નગરીમાં સ્થિતિ હોવા છતાં, શ્રીમદ્ભી અપૂર્વ આત્મજાગૃતિના કારણે, કોઈ પણ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૩૭ (પત્રાંક-૩૮૫) Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૭ બાહ્ય કારણ તેમની આંતરિક દશાને ચલાયમાન કરવા શક્તિશાળી થયું ન હતું. અગ્નિમાં તપવાથી સુવર્ણમાં જેમ શુદ્ધતા વૃદ્ધિ પામે છે, તેમ શ્રીમન્ની વૈરાગ્યદશા ગૃહસ્થાશ્રમને આંગણે રહીને પણ વૃદ્ધિ પામતી ગઈ. શ્રીમદ્ બાહ્ય જીવનમાં હીરા-મોતીનો લાખોનો વેપાર કરતા હતા, પરંતુ સાથોસાથ તેમનું આંતર જીવન પણ વિકાસ પામતું જતું હતું. ઉદ્યોગરત જીવનમાં પણ શાંત, સ્વસ્થ ચિત્તે તેઓ જ્ઞાનવૃદ્ધિ કરતા જતા હતા. અપૂર્વ કર્મયોગીનું દૃષ્ટાંત જાણે પૂરું પાડવું હોય તેમ, જગતની જંજાળ તજીને વન-પહાડો આદિ નિર્જન ક્ષેત્રોમાં આત્મસાધના કરવાની શક્તિ હોવા છતાં તેઓ આત્મહિતને કેન્દ્રમાં રાખીને સંસારમાં જળકમળવત્ રહ્યા. જળમાં હોવા છતાં કમળ જળથી અલિપ્ત હોય છે, તેમ શ્રીમદ્ સંસારના ઉપાધિપ્રસંગમાં રહ્યા છતાં તેનો લેશ પણ સંગ નહીં કરતાં અસંગ જ રહ્યા. અન્ય જીવોનું ચિત્ત અનુપાધિપ્રસંગમાં પણ એવું અનાસક્ત ન રહી શકે, જેવું વિરક્ત ચિત્ત શ્રીમદ્દનું ઉપાધિપ્રસંગમાં પણ રહેતું. જેમ જનકરાજા રાજ્યધુરા વહન કરવા છતાં વિદેહી હતા અને ચક્રવર્તી ભરત છ ખંડના રાજ્યને ભોગવતા હોવા છતાં આત્મદશા સમતોલ રાખતા હતા, તેમ શ્રીમદ્ સંસારધુરા વહન કરી, ઝવેરાતનો વ્યાપાર કરવા છતાં જ્ઞાન અને વૈરાગ્યથી આત્મદશા અલિપ્ત અને સમતોલ રાખતા હતા. આવી વિદેહી દશા ગૃહવાસમાં પણ રાખવાને પરમ સમર્થ છતાં, શ્રીમદ્ જનકવિદેહીના દાખલાનું અવલંબન લઈ, કદી પણ – સ્વપ્નમાત્રમાં પણ સંસારવ્યવહારમાં રહેવાની ઇચ્છા થઈ ન હતી. એટલું જ નહીં પણ જેમ બને તેમ ત્વરાથી આ ઉપાધિરૂપ વ્યવહાર,પંચમાંથી નિવૃત્ત થઈ પરમ ત્યાગની જ નિરંતર ભાવના તેમને રહેતી હતી. વિ.સં. ૧૯૫૧ના ફાગણ વદ ૩ના દિવસે શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પત્રમાં શ્રીમદ્ જણાવે છે – જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૮ હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. ..... નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અ૫-કાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે.” શ્રીમદ્ સંપ્રાપ્ત વ્યવહારોને નિર્લેપ ભાવે અદા કરતા હતા. સંસાર-વ્યવહારમાં તેઓ બેદરકાર રહ્યા ન હતા, છતાં પોતાને કયા લક્ષ ઉપર પહોંચવાનું છે એની તીવ્ર સજાગતા તેમને હતી. શ્રીમન્ના આદર્શરૂપે શ્રી જનકવિદેહી નહીં પણ શ્રી જિનભગવાન હતા. સર્વ સંબંધનું બંધન છેદીને બાહ્યાંતર નિર્ગથપણે વિચારવાની તેમને નિરંતર અભિલાષા રહેતી હોવા છતાં માત્ર તત્કાળ ઉદયાધીન પ્રતિબંધક સંજોગોના કારણે તેમ બની શક્યું ન હતું. અંતરમાં ઉચ્ચ કોટિની અધ્યાત્મદશા હોવા છતાં બહારના વ્યવસાયમાં જે કંઈ ઉપયોગ દેવો પડતો હતો તે શ્રીમન્ને પોષાતું ન હતું, તેથી વ્યવસાયની ઉપાધિથી છૂટવાની ઇચ્છા વારંવાર તેમને થઈ આવતી હતી. ઉપાધિયોગને ભયના હેતુરૂપ જાણી, તેથી નિવૃત્ત થવાનો પુરુષાર્થ તેઓ નિરંતર કરતા હતા. ઉદયભાવને પોતાની શિથિલતા જ સમજીને અને જો શિથિલતા વધુ સમય લંબાઈ જાય તો તેમાં અશ્રેયપણાનું જોખમ રહેલું છે એમ જાણીને શીધ્ર નિવૃત્ત થવાય તેવા પ્રયત્નમાં તેઓ અપ્રમાદપણે વર્તતા હતા. નિવૃત્તિ લેવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૨ (પત્રાંક-પ૬૯) Page #114 -------------------------------------------------------------------------- ________________ કરતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. ૭૯ વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.૧ આ પત્રમાં શ્રીમદે સ્પષ્ટ બતાવ્યું છે કે અંતરંગ પરિણમનમાં નિર્વિકલ્પ સ્વરૂપસમાધિ વર્તતી હોવાથી અન્ય ભાવને વિષે સહજ ગૌણપણું વર્તતું હતું. સ્વરૂપને વિષે તો નિર્વિકલ્પપણું જ રહેતું હતું. અત્યંતર પરિણતિની સામ્યભાવરૂપ ઉગ્રતાના કારણે પરિણમનમાં વન અને ઘર બન્ને સમાન લાગતાં હતાં, અર્થાત્ શાતાભાવમાં સર્વ અન્ય સંયોગો માત્ર જ્ઞેયપણે પ્રતિભાસે એવો સમભાવ ઉત્પન્ન થયો હતો; તથાપિ પૂર્ણ વીતરાગભાવની ભાવના અર્થે વનમાં રહેવું રુચિકર અને યોગ્ય લાગતું હતું. જો કે બાહ્ય અનુકૂળતા કે પ્રતિકૂળતાની ઇચ્છા ન હતી, પણ પૂર્ણ વીતરાગતાની જ ભાવના રહેતી હતી. આમ, નિવૃત્તિની ઝંખના યોગનિવૃત્તિના હેતુ માટે હતી કે જેથી ઉપયોગ સ્વરૂપમાં જ રહે અને અખંડ નિર્વિકલ્પ સમાધિ બની રહે. ઉપાધિના કારણે ઉપયોગ નિર્વિકલ્પપણે સ્વરૂપમાં સ્થિર રહેવા નહીં પામતો હોવાથી નિવૃત્તિ ક્યારે મળે તેનો નિરંતર જાપ તેઓ જપતા હતા, અને તે પ્રારબ્ધ નિવૃત્ત ન થાય ત્યાં સુધી વ્યવહારપ્રવૃત્તિ કરતી વખતે સમત્વભાવ રાખી સમાધિ ધરતા હતા. સર્વસંગપરિત્યાગી થવાની ભાવના તીવ્ર હોવા છતાં તેઓ સંસારપ્રવૃત્તિ શા માટે કરતા હતા તે સમજાવતાં શ્રીમદે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૪ (પત્રાંક-૩૨૨) Page #115 -------------------------------------------------------------------------- ________________ જે વચનો શ્રી સૌભાગ્યભાઈને લખ્યાં છે તે બહુ મનન કરવાં યોગ્ય છે અને શ્રીમની આંતરિક સ્થિતિ જાણવામાં પણ ખૂબ ઉપયોગી હોવાથી અત્રે આપીએ છીએ – જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂક્યાં કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાલમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષજીવને દેખાતી નથી.” આમ, જ્ઞાની પુરુષને આત્માને પ્રતિબંધ થાય તેવા પ્રકારના પરિણામથી સંસારની પ્રવૃત્તિ હોતી નથી તેવો સિદ્ધાંત છે, પરંતુ પૂર્વકર્મના પ્રતિબંધના કારણે સંસારપ્રવૃત્તિ હોય છે. જ્ઞાની પણ પ્રારબ્ધ વેદ્યા વિના, અર્થાત્ પૂર્વબદ્ધ કર્મનો ઉદય ભોગવ્યા વિના તેનાથી નિવૃત્ત થતા નથી અને અભોગવ્ય નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને ઇચ્છા હોતી નથી. પરંતુ જ્ઞાનીની સંસારપ્રવૃત્તિ અજ્ઞાનીની પ્રવૃત્તિ કરતાં સાવ જુદી પડે છે. અજ્ઞાનીને તે પુનઃ બંધનો હેતુ થઈ સંસારવૃદ્ધિનું કારણ થાય છે. જ્ઞાની અબંધપરિણામે ઉદય ભોગવતા હોવાથી તેમને તે નિર્જરાનો હેતુ થાય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૪૮ (પત્રાંક-પ૬૦) Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૧ છે. આમ, જ્ઞાનીની સંસારપ્રવૃત્તિ માત્ર પૂર્વકર્મ નિવૃત્ત કરવા માટે હોવા છતાં, તે પ્રવૃત્તિ કરતાં કરતાં આસક્ત ન થઈ જવાય તેની જાગૃતિ તેઓ રાખે છે તથા તેમાંથી છૂટવાની જ ભાવના રાખે છે અને તેવી રીતે પ્રવર્તે પણ છે. વિ.સં. ૧૯૪૮ની આસપાસથી શરૂ થયેલો પ્રબળ ઉપાધિયોગ શ્રીમદ્દે ત્રણ વર્ષ સુધી સમપણે વેદ્યો હતો. તે સમયમાં સર્વસંગનિવૃત્તિ વખતે જેવી કર્મની નિર્જરા થાય તેવી નિર્જરાનો ઉત્કટ પુરુષાર્થ શ્રીમદ્દ્ન વર્તતો હતો, જેના પરિણામે તેમની આત્મદશા ઉત્કૃષ્ટ થઈ હતી. માર્ગ ઉપદેશવા માટે જરૂરી જ્ઞાનદશા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી, છતાં તેમાં માત્ર બાહ્ય ત્યાગની ખામી વેદાતી હોવાથી તેમને બાહ્ય ત્યાગ કરવાની અભિલાષા વધતી જતી હતી. તેથી વિ.સં. ૧૯૫૧થી શ્રીમદે વ્યવહાર અને વ્યાપારમાંથી નિવૃત્ત થવાનું આયોજન શરૂ કર્યું હતું અને વિ.સં. ૧૯૫૨માં ઉપાધિયોગ નબળો પડતાં, ઇચ્છેલી નિવૃત્તિ પણ તેમને પ્રાપ્ત થવા લાગી હતી. આમ, સંસારરૂપી કાજળની કોટડીમાં રહીને શ્રીમદે પ્રબળ વૈરાગ્યથી આત્મ-સમાધિની જ્યોતિને અખંડપણે પ્રકાશિત રાખી. એ નિર્મળ જ્યોતિને સંસારરૂપી કાજળ અંશમાત્ર પણ મલિન કરી શક્યું નહીં, બલ્કે કસોટી પામેલ સુવર્ણની જેમ એ શુદ્ધતાના અંશો ઉત્તરોત્તર વર્ધમાન થતા ગયા. કેવો ભગીરથ પુરુષાર્થ હશે! વ્યવહારિક ઉપાધિના પ્રસંગોની વચ્ચે રહી, આત્મપરિણામની સ્વસ્થતારૂપ સમાધિ રાખવાનું આ વિકટ કાર્ય શ્રીમદ્દે કર્યું એ અદ્ભુત છે. શ્રીમદ્ વણિકવેષે ગૃહસ્થવ્યવહારે બાહ્ય જીવન જીવતા હોવા છતાં અંતરંગ નિથભાવે નિર્લેપ રહી, સદ્ધર્મ-ઉદ્ધારક બન્યા એ તેમની વિશિષ્ટતા છે. * * * Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૧) નિવૃત્તિને ઉગ્ર આત્મસાધના વિ.સં. ૧૯૪૭ થી વિ.સં. ૧૯૫૧ સુધી શ્રીમદે પ્રવૃત્તિનો પ્રબળ ઉદય વેદ્યો હતો. વ્યાપાર આદિની ઉપાધિરૂપ પૂર્વપ્રારબ્ધનો ઉદય અંતરાયરૂપ બનવા છતાં, પ્રાપ્ત થયેલી સ્વરૂપસમાધિમય આત્મદશાના કારણે તેઓ ઉપાધિથી અલિપ્ત રહી જ્ઞાનવૃદ્ધિ કરતા જતા હતા. તે સમયના પત્રોનું અવલોકન કરતાં સહેજે સમજાય છે કે શ્રીમદે પોતાના ઉપર આવી પડેલી ઉપાધિને વીતરાગપણાથી સ્વસ્થ, શાંત ચિત્તે અદા કરવાની લોકોત્તર અવસ્થા પ્રાપ્ત કરી લીધી હતી. શ્રીમદે બાહ્ય ઉપાધિ અને અંતરંગ સમાધિદશા વચ્ચે અદ્ભુત સુમેળ સાધ્યો હતો, અર્થાત્ ઉપાધિપ્રસંગમાં પણ આત્મસ્થિતિ જાળવી રાખી હતી. આ ઉદય વિ.સં. ૧૯પરમાં નબળો પડવા લાગ્યો હતો અને બાહ્ય વ્યવહાર અને ઉપાધિઓનો ભાર સહજે ઓછો થવા લાગ્યો હતો. વ્યવસાયના પ્રતિબંધો ઘણા ઓછા થવાથી શ્રીમદ્ નિવૃત્તિ માટે વિશેષ ને વિશેષ અવકાશ મળવા લાગ્યો. વિ.સં. ૧૯૫રના મધ્યભાગથી દેહવિલય સુધી વર્ષનો મોટો ભાગ તેઓ આત્મસાધના અર્થે મુંબઈની બહાર નિવૃત્તિક્ષેત્રોમાં ચાલ્યા જતા હતા. ક્વચિત્ વ્યવસાયની સારસંભાળ અર્થે અને પોતાના નાના ભાઈ આદિને માર્ગદર્શન આપવા અર્થે વચ્ચે થોડો વખત શ્રીમને મુંબઈ જવાનું થતું, પણ મુખ્યત્વે સ્વરૂપમાં નિમગ્ન રહેવા અર્થે પહાડોમાં, જંગલોમાં કે નિર્જન પ્રદેશોમાં તેમનું રહેવાનું થતું. એકાંતમાં તેઓ સ્વાધ્યાય, ચિંતન, મનન અને ધ્યાનમાં લીન રહી; આહારનો, વસ્ત્રોનો અને ગૃહવ્યવહાર તથા વ્યવસાયના પ્રસંગોનો દઢતાપૂર્વક અપરિચય કરતા રહી; ડાંસ-મચ્છ૨, ઠંડી-ગરમી વગેરે કષ્ટો સ્વેચ્છાએ અને સમતાભાવે વેદી, આત્મભાવની વૃદ્ધિ કરતા હતા. આમ, નિવૃત્તિક્ષેત્રોમાં શ્રીમતું જીવન વિશેષ સંયમી બનતું. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૩ નિવૃત્તિક્ષેત્રોમાં શ્રીમદ્ મોટા ભાગે મૌન ધારણ કરતા અને ગુપ્ત રહેવા પ્રયત્ન કરતા. ત્યાં તેઓ પત્રવ્યવહાર પણ ભાગ્યે જ કરતા અને મુમુક્ષુઓનો સંગ પણ ઇચ્છતા નહીં. જો કે ગુપ્ત રહેવાના સતત પ્રયત્ન છતાં તેઓ વારંવાર ઓળખાઈ જતા અને લોકો મોટી સંખ્યામાં તેમનો ઉપદેશ સાંભળવા આવતા. શ્રીમદ્ તેમને નિરાશ કરતા નહીં અને તેમની જિજ્ઞાસાને સંતોષતા. આવી જગ્યાએ તેઓશ્રી તરફથી અપૂર્વ બોધ પ્રાપ્ત થતો હોવાથી મુમુક્ષુઓ એ તકનો લાભ લેવાનું ચૂકતા નહીં. શ્રીમની ઉપદેશ આપવાની શૈલી પણ એવી અદ્દભુત હતી કે લોકો મુગ્ધ બનીને કલાકો સુધી સાંભળ્યા કરતા. તેમના ઉપદેશની વિશેષતા એ હતી કે શ્રોતાજનોએ પૂછવા ધારેલ પ્રશ્નોનું ઉપદેશ દ્વારા આપમેળે જ નિરાકરણ થઈ જતું. વિ.સં. ૧૯૫રથી દેહવિલય પર્વત શ્રીમદે આપેલા બોધનો કેટલોક ભાગ ઉપદેશ નોંધ’, ‘ઉપદેશ છાયા', “વ્યાખ્યાનમાર' આદિ શીર્ષક નીચે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે. આમ, વર્ષના ચાર, છે કે તેના કરતાં પણ અધિક માસ સુધી શ્રીમદ્ મુંબઈથી બહાર નિવૃત્તિક્ષેત્રોમાં, અસંગદશાની સાધના અર્થે રહેવાનું થતું. શ્રીમની એકાંતચર્યાની સંપૂર્ણ માહિતી મળી શકતી નથી, પરંતુ જે મુમુક્ષુઓ તેમના સમાગમમાં આવ્યા હતા, તેમની પાસેથી કેટલીક હકીકતો મળેલી છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે શ્રીમતું વિચરણક્ષેત્ર કાલાનુક્રમે નીચે મુજબ ગોઠવી શકાય છે. વિ.સં. ૧૯૪૬ પછીથી લગભગ દરેક વર્ષે પર્યુષણ કે દિવાળીના અરસામાં શ્રીમદ્ મુંબઈ બહાર રહેતા. તેમાં થોડો વખત તેઓ વવાણિયામાં તેમના કુટુંબ સાથે રહેતા અને બાકીનો સમય ચરોતર, સૌરાષ્ટ્ર કે ઈડર આદિ પ્રદેશોમાં વિચરતા. વિ.સં. ૧૯૪૭માં શ્રીમદે ખંભાતની પાસે રાળજ ગામમાં પર્યુષણ દરમ્યાન સ્થિતિ કરી હતી. તે વખતે કોઈ ન Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જાણે એમ એકાંતમાં રહ્યા હતા. ત્યાં અપૂર્વ આત્મસમાધિમાં લીન થઈને શ્રીમદે હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, ‘યમ નિયમ', ‘જિનવર કહે છે જ્ઞાન તેને' અને જડ ભાવે જડ પરિણમે' એ ચાર અનુભવમૂલક કાવ્યાની રચના કરી હતી. ત્યાંથી ખંભાત, વવાણિયા, મોરબી, આણંદ, ભરૂચ થઈ, વિ.સં. ૧૯૪૮ના માગસર સુદ ૬ના દિવસે મુંબઈ આવ્યા હતા. વિ.સં. ૧૯૪૭ થી વિ.સં. ૧૯૪૮ સુધીમાં તેઓ લગભગ ત્રણ થી સાડા ત્રણ માસ મુંબઈની બહાર રહ્યા હતા. ત્યારપછી વ્યવહાર-ઉપાધિની ભીંસ વધતી ગઈ અને નિવૃત્તિની તીવ્ર ઝંખના હોવા છતાં વિ.સં. ૧૯૪૮ના માગસરથી વિ.સં. ૧૯૪૯ના શ્રાવણ સુધી તેમણે મુંબઈમાં જ સ્થિતિ કરી હતી. વિ.સં. ૧૯૪૯નું પર્યુષણ વડોદરામાં કરી, પેટલાદ, ધર્મજ, ખંભાતમાં તેમણે સ્થિરતા કરી હતી. વિ.સં. ૧૯૪૯ના આસો માસથી વિ.સં. ૧૯૫૧ના મહા માસ સુધી એટલે કે લગભગ સોળ મહિના સુધી તેમણે પુનઃ મુંબઈમાં જ સ્થિતિ કરવી પડી હતી. વિ.સં. ૧૯૫૧ના મહા સુદથી એક મહિના સુધી કઠોર, મોરબી, વવાણિયા વગેરે સ્થળોએ સ્થિતિ કરી તેઓ મુંબઈ પધાર્યા હતા. તે જ વર્ષમાં શ્રાવણથી આસો સુધીનો લગભગ બે માસનો સમય શ્રીમદે વવાણિયા, મોરબી, સાયલા, હડમતાલા, રાણપુર, બોટાદ, લીંબડી, વડવા, ખંભાત, ઉંદેલ આદિ સ્થળોએ સ્થિતિ કરી મુમુક્ષુઓને સત્સમાગમનો લાભ આપ્યો હતો. વિ.સં. ૧૯પરના વૈશાખ માસમાં વવાણિયા-મોરબી જવા સિવાય, તે વર્ષે શ્રાવણ માસ સુધી તેમણે મુંબઈમાં જ સ્થિતિ કરી હતી. વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ માસમાં લગભગ અઢી માસ જેટલી નિવૃત્તિ લઈને શ્રીમદ્ મુંબઈથી ચરોતર પ્રદેશમાં ગયા હતા. તેઓ શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ તથા શ્રી ડુંગરશી ગોસળિયા સાથે શ્રાવણ માસમાં કાવિઠા પધાર્યા હતા. કાવિઠામાં શ્રી ઝવેરચંદ શેઠના મેડા ઉપર તેમનો ઉતારો હતો. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શ્રી ઝવેરચંદ શેઠે તેમનું ધ્યાન રાખવા માટે લલ્લુભાઈ નામના એક બારૈયાને રાખ્યો હતો અને તેને દાદર આગળ સુવાડતા હતા. પરંતુ શ્રીમદ્ તો રાત્રે એક-બે વાગે કોઈને કહ્યા વગર એકલા જંગલમાં ચાલ્યા જતા. પેલો માણસ જાગે ત્યારે શ્રીમદ્ મેડા ઉપર ન હોય, એટલે શ્રી ઝવેરચંદ શેઠ, શ્રી રતનચંદ, શ્રી વેણીચંદ વગેરે ફાનસ લઈ રાત્રે શ્રીમન્ને શોધવા નીકળતા અને શ્રીમદ્ મીઠુજીને કૂવે ધ્યાનમાં બેઠેલા મળતા. વળી, શ્રીમદ્ ભૈડવાના કૂવે ચરામાં મહુડાતળ, વજીગોરાણીના ચરામાં, બળાનપીર અને ઘોડાં કોઠી આગળ, ખેતરોમાં આંબા નીચે વારંવાર ધ્યાન કરવા બેસતા. કાવિઠાથી તેઓ રાળજ ગયા. ત્યાં તેઓ પારસીના બંગલામાં રહ્યા હતા અને ત્યાં પર્યુષણ કર્યું હતું. રાળજ ક્ષેત્રે શ્રીમદ્રની સ્થિતિ હતી તે વખતે શ્રી લલ્લુજી મુનિ આદિનું ચોમાસું ખંભાતમાં હતું. મુનિધર્મની મર્યાદાના કારણે તેઓ રાળજ જઈ શકતા નહીં, પરંતુ એક વખત સમાગમવિરહ સહન ન થઈ શકવાથી મુનિશ્રી રાળજની સીમ સુધી આવ્યા અને શ્રી અંબાલાલભાઈ મારફત દર્શન કરવા માટે ગામમાં આવવાની આજ્ઞા મંગાવી. શ્રીમદે શ્રી અંબાલાલભાઈ મારફત કહેવડાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો પોતે જાતે તેમની પાસે જઈ દર્શન આપે અને તેમના ચિત્તમાં શાંતિ રહેતી હોય તો તેઓ ચાલ્યા જાય. આ સાંભળી મુનિ ખેદખિન્ન થઈ, વિરહ સહન કરતાં કરતાં, આંખમાંથી ઝરતી અશ્રુધારા લૂંછતાં લૂંછતાં પાછા વળ્યા. રાળજથી શ્રીમદ્ વડવા ગયા હતા. વડવામાં શ્રી લલ્લુજી મુનિ આદિ મુનિઓને શ્રીમનો સમાગમ એકાંત સ્થળે મળતો હતો અને તેમણે છ દિવસ શ્રીમન્ના શ્રીમુખેથી પરમ બોધ રહણ કર્યો હતો. વડવાથી શ્રીમદ્ ખંભાતમાં મુમુક્ષુ શ્રી છોટાલાલ માણેકચંદને ત્યાં પધાર્યા હતા. શ્રીમદ્ ઉપદેશ કરતા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ત્યારે તે મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. ખંભાતથી આણંદ જઈ શ્રીમદ્ આસો માસમાં નડિયાદ ગયા હતા. આણંદમાં આસો સુદ ૧ ના દિવસે તેમણે “મૂળ મારગ સાંભળો જિનનો રે પદ રચ્યું હતું. નડિયાદમાં શ્રીમદે શરદ પૂર્ણિમાના બીજે દિવસે એટલે કે આસો વદ એકમના સાંજના સમયે એક જ બેઠકે દોઢેક કલાકમાં ૧૪૨ ગાથાઓમાં તમામ શાસ્ત્રોનાં તત્ત્વજ્ઞાનનો નિચોડ દર્શાવતાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી હતી. કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ ક્ષેત્રે મુમુક્ષુઓ શ્રીમદ્ જેવા પરમ પુરુષનાં સાક્ષાત્ સત્સંગનો અને ઉપદેશામૃતધારાનો અનુપમ લાભ પામી ધન્ય થતા. પ્રભાવશાળી સ્મરણશક્તિવાળા શ્રી અંબાલાલભાઈએ પોતાની સ્મૃતિમાં રહેલો બોધ ઘણોખરો શ્રીમના શબ્દોમાં ઉતારી લીધો હતો, જે ઉપદેશ છાયા' શીર્ષક તળે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે. શ્રીમદ્ વિ.સં. ૧૯પરની દિવાળી પછી પણ નડિયાદમાં થોડો વખત રહ્યા હતા, ત્યારપછી માતુશ્રીની બીમારીના કારણે વવાણિયા ગયા હતા. વવાણિયામાં તેમણે અપૂર્વ અવસર' કાવ્યની રચના કરી હતી. તેઓ વિ.સં. ૧૯૫૩ના વૈશાખ માસ સુધી વવાણિયા, મોરબી, સાયેલા રહ્યા હતા અને તે જ મહિનામાં શ્રી સૌભાગ્યભાઈ સાથે ઇડર ગયા હતા. ત્યાં તેમણે દસ દિવસ સ્થિરતા કરી, પરમાર્થમેઘની વર્ષા વરસાવી, શ્રી સૌભાગ્યભાઈને અપૂર્વ લાભ આપ્યો હતો. આ સમય દરમ્યાન ઇડરના મહારાજાએ શ્રીમદ્દી એક-બે વખત મુલાકાત લીધી હતી અને તેમની વચ્ચે જે વાર્તાલાપ થયો હતો તેનો અહેવાલ ‘દેશી રાજ્ય' માસિકમાં ઈ.સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયો હતો. તે વાર્તાલાપમાં શ્રીમદે જણાવ્યું હતું કે ઈડર પ્રદેશમાં શ્રી મહાવીર ભગવાન અને તેમના શિષ્ય શ્રી ગૌતમસ્વામી આદિ ગણધરો વિચરેલાનો ભાસ થાય છે. તેમના શિષ્યો નિર્વાણને પામ્યા, Page #122 -------------------------------------------------------------------------- ________________ વિ.સં. ૧૯૫૨ના આસો વદ એકમે નડિયાદમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું સર્જન Page #123 -------------------------------------------------------------------------- ________________ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૭ પરંતુ તેમાંનો એક પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. આ પાછળ રહી ગયેલો શિષ્ય તે પોતે જ એમ માર્મિક રહસ્યભૂત સૂચન કર્યું હતું. ઇડરથી શ્રીમદ્ જેઠ માસમાં મુંબઈ ગયા. આમ, વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ માસથી વિ.સં. ૧૯૫૩ના જેઠ માસ સુધીનો લગભગ દસ માસનો સમય શ્રીમદ્ મુંબઈની બહાર રહ્યા હતા. મહા વિ.સં. ૧૯૫૪માં શ્રીમને મોરબીમાં ત્રણ માસ માસથી ચૈત્ર માસ સુધી રહેવાનું બન્યું હતું. તે પ્રસંગે થયેલા વ્યાખ્યાનોની નોંધ એક મુમુક્ષુએ કરી હતી, જે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં ‘વ્યાખ્યાનસાર-૧' હેઠળ પ્રસિદ્ધ થઈ છે. શ્રાવણ માસથી શ્રીમદે એકાંત નિર્જન વનક્ષેત્રોમાં સ્થિતિ કરી, પરમ અસંગ અવધૂતદશા અનુભવતાં અપૂર્વ આત્મસાધના કરી હતી. આ કાળમાં ભાગ્યે જ જોવા મળે એવી પરમ અપ્રમત્ત આત્મસંયમધારા તેમણે પ્રગટાવી હતી તથા ઉગ્ન સાધના કરવારૂપ અદ્ભુત આત્મપરાક્રમ તેમણે કર્યું હતું. ઉત્કૃષ્ટ આત્મસાધના કરવામાં મગ્ન શ્રીમદ્ની કાવિઠા, વસો, ઉત્તરસંડા, ખેડા વનક્ષેત્રમાં સ્થિતિ ક્રમથી જોઈએ. કાવિઠા શ્રાવણ માસમાં શ્રીમદ્દે મુંબઈથી પેટલાદ થઈ કાવિઠા સ્થિતિ કરી હતી. સેવામાં સતત ઉપસ્થિત શ્રી અંબાલાલભાઈ ઉપરાંત શ્રી લહેરાભાઈ, શ્રી ત્રિભુવનભાઈ, શ્રી વનમાલીભાઈ, શ્રી પોપટલાલભાઈ, શ્રી ઝવેરભાઈ, શ્રી કુંવરજીભાઈ વગેરે મુમુક્ષુઓ શ્રીમદ્ના સાન્નિધ્યમાં પર્યુષણપર્વની આરાધનાનો ધન્ય લાભ પામ્યા હતા. કાવિઠામાં અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. શ્રીમદ્દ્ની બોધવર્ષાથી ત્યાં પરમાર્થનો રંગ જામ્યો હતો. - શ્રીમદ્ દ૨૨ોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા હતા. શ્રી ઠાણાંગ સૂત્ર, યોગવાસિષ્ઠ, વિચારસાગર વગેરે ગ્રંથોનો અમુક ભાગ શ્રીમદ્ સમજાવતા હતા. શ્રીમદ્ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ગામ બહાર ખેતરો અને વગડામાં થોડો સમય એકાંતમાં ગાળતા હતા. તેઓ આગમોની કેટલીક ગાથાઓ બોલતાં બોલતાં, એકસરખી નીચી દષ્ટિ રાખી ચાલતા હતા. એકાદ માઈલ દૂર જઈ ગમે તે ઝાડ નીચે કે તલાવડીના કાંઠે ધ્યાનમાં બેસતા હતા. કાવિઠા મુકામે શ્રીમદ્ માટેની રસોઈ શ્રી અંબાલાલભાઈ બનાવતા હતા. તેઓ બિલકુલ સાદી રસોઈ - દાળભાત, રોટલી તથા લોચાદાળ બનાવતા. કોઈક વખત લીલોતરીનું શાક પણ કરતા. એક દિવસ તેમણે સંજોગવશાત્ લીલોતરીનાં બે શાક કરેલાં. બે શાક જોઈને શ્રીમદ્ કાવિઠા રહ્યા ત્યાં સુધી લીલોતરીનું શાક ન બનાવવાની શ્રી અંબાલાલભાઈને આજ્ઞા કરી અને જણાવ્યું કે “અમે જીભના સ્વાદ માટે કે પંચેન્દ્રિયના ભોગ ભોગવવા માટે આહાર વાપરતા નથી, પરંતુ આ દેહથી આત્માનું કલ્યાણ કરવાને માટે દેહ ટકાવવા નીરસપણે આહાર લઈએ છીએ.” એક વખત શ્રીમદ્ શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ, શ્રી લહેરાભાઈ વગેરે મુમુક્ષુઓ સાથે ત્યાંની વાગડીઆ તલાવડી ગયા હતા. તે વખતે પાટીદાર શ્રી શામળભાઈએ નજીકમાં પોતાનું ખેતર હતું ત્યાંથી મોગરાનાં ફૂલ લાવીને બેઠક ઉપર મૂકેલાં. તે જોઈ શ્રીમદે કહ્યું કે સહેજ કારણમાં આટલાં બધાં ફૂલ ન તોડીએ અને વિશેષમાં જણાવ્યું કે તમારી દીકરી હીરાને કાલે આરામ થઈ જશે. કાવિઠાથી ત્રણ ગાઉ દૂર સિહોલમાં શ્રી શામળભાઈની પુત્રી હીરા ઘણા દિવસથી માંડી હતી, ત્યાં શ્રી શામળભાઈ ગયા તો તેને આરામ થઈ ગયો હતો. શ્રીમદ્ શ્રી શામળભાઈને કે તેમની દીકરી હીરાને ઓળખતા ન હતા. એક વખત શ્રીમદ્ ધરણીયાના વડ નીચે જિજ્ઞાસુઓ સાથે જ્ઞાનચર્ચા કરતા હતા. બાબરના નામનો એ જમાનાનો નામચીન બહારવટીઓ ત્યાંથી પસાર થતો હતો. એથી બધા ડરવા લાગ્યા, શ્રીમદે બધાને ન ડરવા માટે જણાવ્યું. બાબરદેવાને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૯ બોલાવી સામે બેસવા જણાવ્યું. બાબરદેવા શ્રીમન્ને પગે લાગીને કોઈ ઉપદેશ આપવા વિનંતી કરવા લાગ્યો. શ્રીમદે કહ્યું કે ‘મા, બહેન, દીકરીની સંભાળ રાખજે અને કોઈને લૂંટીશ નહીં કે ચોરી કરીશ નહીં.' બાબરદેવાએ વાત માન્ય રાખી અને ત્યારપછી આખી જિંદગી તેણે લોકોની સેવામાં ગાળી. વસો કાવિઠાથી શ્રીમદ્ ભાદરવામાંવસો ક્ષેત્રે પધાર્યા અને ત્યાં તેમણે શ્રી લલ્લુજી મુનિની વિનંતીથી એક મહિનો સ્થિતિ કરી હતી. તે વખતે શ્રી લલ્લુજી મુનિ સાથે મુનિશ્રી મોહનલાલજી અને મુનિશ્રી ચતુરલાલજી પણ ચાતુર્માસ માટે વસોમાં હતા. શ્રી લલ્લુજી મુનિ ગામના લોકોને ત્યાં આહારપાણી લેવા જતા ત્યારે બધાને કહેતા કે ‘મુંબઈથી એક મહાત્મા આવ્યા છે, તેઓ બહુ વિદ્વાન છે, તેમનું વ્યાખ્યાન સાંભળવા આવશો તો ખૂબ લાભ થશે.' એટલે ઘણા માણસો શ્રીમદ્દ્ના સત્સંગમાં આવવા લાગ્યા. તેથી શ્રીમદે શ્રી લલ્લુજી મુનિને કહ્યું કે ‘તમારે મુનિઓએ બધા લોકો આવે ત્યારે ન આવવું.’ આથી શ્રી લલ્લુજી મુનિને ઘણો પસ્તાવો થયો કે એક માસના સમાગમની માગણી કરી હતી પણ આમ કરવાથી તો અંતરાય આવી પડ્યો. માત્ર વનમાં શ્રીમદ્ બહાર જતા ત્યારે બધા મુનિઓ તથા બીજા અધિકારી વર્ગને જ્ઞાનવાર્તાનો લાભ મળતો. — એક દિવસ શ્રીમદ્ વસોથી એક માઈલના અંતર ઉપ૨ આવેલા ચરામાં મુમુક્ષુવર્ગ સાથે ગયા હતા. ત્યાં શ્રી ધોરીભાઈ પાસે ‘ભરતેશ્વર ભૂપતિ ભયો વૈરાગી' એ સજ્ઝાય ત્રણ વખત ગવડાવી અને શ્રી આનંદઘનજી મહારાજકૃત ચોવીસીમાંથી શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન વારંવાર ગવડાવ્યું હતું. વૈરાગ્યની વૃદ્ધિ કરનારાં આવાં કાવ્યો જ્યારે શ્રીમદ્દ્ની સમક્ષ ગવડાવવામાં આવતાં, ત્યારે ચારે બાજુ વૈરાગ્યમય વાતાવરણ છવાઈ જતું. સ્તવન પછી શ્રીમદે જૈન દર્શનની સર્વોત્તમતા અને સદ્ગુરુની આવશ્યકતા સંબંધી બોધ કર્યો હતો. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦ બીજા દિવસે શ્રીમદ્ મુનિઓ સાથે રાયણના વૃક્ષતળે બેઠા હતા. ત્યાંથી એક માળી પુષ્પો લઈને જતો હતો, તેને શ્રીમદ્ ઉપર સ્વાભાવિક પ્રેમ આવવાથી તેણે તેમની આગળ પુષ્પો મૂક્યાં હતાં. પછી શ્રીમદે ભગવાનને પુષ્પ ચડાવવા સંબંધી, જિનપ્રતિમા સંબંધી, જિનકલ્પી-સ્થવિરકલ્પી સંબંધી ખુલાસા કર્યા હતા. ત્રીજે દિવસે બપોરના એ જ ચરામાં અને એ જ રાયણના વૃક્ષ નીચે ગયા હતા ત્યારે શ્રીમદ્દે શ્રી ધોરીભાઈ પાસે શ્રી આનંદઘનજી મહારાજકૃત શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન આઠ વખત ગવડાવ્યું, તેના અર્થ શ્રી ધોરીભાઈ પાસે કરાવ્યા અને પછી શ્રીમદે પોતે તેના અલૌકિક વિશેષાર્થ કર્યા હતા. ત્યાંથી આનંદની ધૂનમાં શ્રીમદ્ ‘રાગીશું રાગી સહુ રે, વૈરાગી શ્યો રાગ; મનરાવાલા; રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ? મનરાવાલા.' એ કડી તથા ‘જેનો કાળ તે કિંકર થઈ રહ્યો' એ પદ આકર્ષક સૂરથી મોટા અવાજે ગાતાં ગાતાં ગામ ત૨ફ સિધાવ્યા અને છેક મકાન સુધી ધૂન ચાલી. એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ્દે મુનિઓને આત્મજાગૃતિ અર્થે બોધ આપ્યો હતો તથા શ્રી લલ્લુજી મુનિને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની ભલામણ કરી હતી. પછી ઊઠીને વનમાં મહાદેવનું એક જીર્ણ મંદિર હતું ત્યાં એકાંતમાં બેઠા હતા. ત્યાં શ્રીમદે માત્ર કછોટો રાખી, પદ્માસનમાં બિરાજમાન થઈને બોધ આપ્યો હતો. સિiતિ શુ་તિ मुच्चंति परिणिव्वायंति सव्वदुख्खाणमंतं करंति' એ સંકલનાબદ્ધ પદોનો અપૂર્વ રહસ્યાર્થ સમજાવ્યો હતો. એક વખત શ્રીમદે શ્રી મોહનલાલજી મુનિને વ્યાખ્યાન કરવા સંબંધી, મનઃસ્થિરતા સંબંધી, ધ્યાન કરવા સંબંધી સમજણ આપી હતી. એક દિવસ આઠ-દસ પંડિતો, અધિકારીઓ વગેરે શાસ્ત્રાર્થ માટે આવ્યા હતા. તેમણે પ્રથમ સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૧ શરૂ કર્યો. પાંચેક મિનિટ ચાલ્યા પછી ગુજરાતીમાં શરૂ કર્યો. પાંચેક મિનિટ ચાલ્યા પછી શ્રીમદે કલ્યાણ કઈ રીતે થઈ શકે એ અંગે બોધ શરૂ કર્યો. એ બોધ બે કલાક ચાલ્યો હતો. આવેલા પંડિતો તથા અન્ય શ્રોતાઓનું એમાંથી આપોઆપ સમાધાન થઈ ગયું. તેઓ સહર્ષ નમસ્કાર કરી વિદાય થયા. એક માસ પૂર્ણ થયો ત્યારે શ્રીમદ્દે મુનિઓને પ્રમાદત્યાગનો ઉપદેશ કર્યો. મુનિઓને જાગૃત રહેવાનું સૂચવતાં શ્રીમદે કહ્યું કે ‘હૈ ! મુનિઓ અત્યારે જ્ઞાનીપુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છો, પણ જ્ઞાનીપુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો, પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.' શ્રીમદ્દે શ્રી લલ્લુજી મુનિને મુમુક્ષુ જીવોને આત્મહિતનાં સાધનો આપવા સંબંધી માર્ગદર્શન આપ્યું. છેલ્લે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે એક કલાક બોધ આપ્યો અને દૃષ્ટિરાગ પલટાવી આત્મદૃષ્ટિ કરાવી હતી. રાતના આમ, વનમાં પ્રતિદિન સત્સંગરંગ જામતો, ભક્તિની છોળો ઊછળતી, બોધ-જ્ઞાનની લેહરીઓ છૂટતી અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ જતો. એક વાર આખી રાત નવથી સવારે પાંચ સુધી બોધ ચાલ્યો હતો. બોધપ્રસંગો ઉપશમ પામતા ત્યારે શ્રીમદ્ પ્રાયઃ વનમાં એકાકી નીકળી પડતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહેતા હતા. તેઓ સુપ્રસિદ્ધ ધૂનોથી વન-વગડાઓ ગજવતા હતા. વસો વનક્ષેત્રે સ્થિતિ હતી તે દરમ્યાન અપ્રમત્ત આત્મસંયમધારાની ગવેષણા કરતાં શ્રીમદ્ પોતાની આત્મપુરુષાર્થજાગૃતિ અર્થે વીતરાગપુરુષોના અદ્ભુત અપ્રમત્ત યોગની સ્મરણા કરી રહ્યા હતા. આમ, વસો ક્ષેત્રે એક માસ સ્થિતિ કરી, શુદ્ધ આત્મસંયમયોગની અપ્રમત્તદશા પ્રગટાવી, ધર્મમેઘની વર્ષા વરસાવી, પરમાર્થધર્મલાભ આપી, શ્રીમદ્ ઉત્તરસંડા વનક્ષેત્રે પ્રયાણ કરી ગયા. ઉત્તરસંડા શ્રીમદે શ્રી મોતીલાલ ભાવસાર મારફત નડિયાદની - Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આજુબાજુમાં રહેવા યોગ્ય કોઈ એકાંત સ્થળની તપાસ કરાવી હતી. શ્રી મોતીલાલભાઈએ આજ્ઞાનુસાર નડિયાદથી લગભગ બે માઈલ દૂર ઉત્તરસંડાના વનમાં એકાંત નિર્જન સ્થળ તલાવડીના કાંઠે બાગની મધ્યે એક નાનકડી બંગલી શોધી રાખી હતી. ત્યાં શ્રીમદ્ શ્રી અંબાલાલભાઈ, શ્રી લહેરાભાઈ અને શ્રી મોતીલાલભાઈની સાથે પધાર્યા હતા. બીજા કોઈને ત્યાં આવવાની આજ્ઞા ન હતી. શ્રી લહેરાભાઈ દસ દિવસ રહ્યા પછી શ્રીમની આજ્ઞા થવાથી ઘરે ગયા અને શ્રી અંબાલાલભાઈ પંદર દિવસ પછી ગયા. શ્રીમન્ને અસંગપણે રહેવાની ઇચ્છા હોવાથી, શ્રી અંબાલાલભાઈ રસોડાનો સામાન, ગાદલાં, વગેરે લાવ્યા હતા એ બધું લઈ જવાની શ્રીમદે આજ્ઞા કરી. એકમાત્ર શ્રી મોતીલાલભાઈ જ શ્રીમદ્ભી સેવામાં રહ્યા. શ્રી મોતીલાલભાઈએ પોતાના માટે એક ગાદલું તથા પાણીનો એક લોટો રખાવ્યો, બાકી બધો સરસામાન રવાના કરવામાં આવ્યો. શ્રી મોતીલાલભાઈ ગાડું જોડાવી લાવ્યા અને સામાન ભરી ગાડું હંકાવ્યું; જતા પહેલાં શ્રી અંબાલાલભાઈએ શ્રીમન્નાં દર્શન કર્યા અને ફરી દર્શન ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી તેઓ ચાલી નીકળ્યા. શ્રી અંબાલાલભાઈ શ્રી મોતીલાલભાઈને રાતે શ્રીમન્ની દેખભાળ કરવાની સૂચના આપતા ગયા હતા. - તે રાતના આશરે સાડા દસ વાગે શ્રીમદ્ વનમાં ધ્યાન ધરી મુકામે પધાર્યા અને શ્રી મોતીલાલભાઈએ પોતા માટે રખાવેલું ગાદલું હીંચકા ઉપર પાથર્યું અને તેમના ઘણા આગ્રહના કારણે શ્રીમદે તે રહેવા દીધું. થોડી વાર પછી શ્રી મોતીલાલભાઈ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું. મચ્છર ઘણા હોવાથી તેમણે શ્રીમદ્ ઉપર એક ધોતિયું ઓઢાડ્યું અને પછી તેઓ સૂઈ ગયા. વળી, ફરી તેઓ તપાસ કરવા આવ્યા ત્યારે તેમણે જોયું કે શ્રીમદ્ ગાથાઓની ધૂનમાં તલ્લીન હતા અને ધોતિયું શરીર ઉપરથી ભોંય ઉપર પડી ગયું હતું, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૩ તે તેમણે ફરી ઓઢાડ્યું. આમ, દેહભાન ભૂલીને શ્રીમદ્ ધર્મધ્યાનમાં લીન રહેતા. પછીના દિવસે પ્રાતઃકાળે શ્રીમદ્ વનમાં ગયા. બે કલાક પછી બંગલીએ પધાર્યા અને મેડા ઉપર એક શેતરંજી પાથરી હતી ત્યાં બિરાજ્યા. શ્રી મોતીલાલભાઈ તેમની પાસે એક પુસ્તક મૂકી, નીચે આવી બેઠા અને શ્રીમદ્ સ્વાધ્યાયધ્યાનમાં લીન થયા અને સાયંકાળ થતાં શ્રીમદ્ વનમાં ગયા. આહાર સંબંધી શ્રીમદે શ્રી મોતીલાલભાઈને સૂચના આપી હતી કે તેમણે નડિયાદ જઈ તેમનાં પત્ની પાસે સ્નાનશુદ્ધિ પછી રોટલી તથા શાક કરાવવાં. લોખંડનું વાસણ વાપરવું નહીં અને શાક વગેરેમાં પાણી તથા તેલ નાખવા નહીં. શ્રી મોતીલાલભાઈ રોજ નડિયાદ જઈ, શ્રીમદ્ગી સૂચના પ્રમાણે શુદ્ધ, સાત્ત્વિક આહાર લઈ આવતા. આહારમાં શ્રીમદ્ દિવસમાં ફક્ત એક જ વખત માત્ર બે રૂપિયાભાર લોટની રોટલી, શાક અને થોડું દૂધ વાપરતા. શ્રીમદ્ આવો અલ્પ આહાર લેતાં જોઈને એક વાર શ્રી મોતીલાલભાઈ વિચાર કરતા હતા કે શરીરને અને આહારને કેટલો સંબંધ છે, ત્યારે શ્રીમદે કહ્યું હતું કે આ શરીર અમારી સાથે કજીયા કરે છે, પણ અમે પાર પડવા દેતા નથી.’ વસ્ત્રમાં શ્રીમદ્ ફક્ત એક પંચિયું વચમાંથી પહેરી તેના બે બાજુના છેડા ખભા ઉપર નાખતા. શ્રીમનો અવાજ એવો બુલંદ હતો કે તેઓ જે વખતે વચનામૃત બોલતા તે વખતે પાંચ ખેતર દૂરથી પણ ધ્વનિ સંભળાતો હતો. તેઓ અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ આદિનાં પદોની ધૂનો લલકારતા હતા અને અખંડ આત્મધ્યાન ધરતાં મહામુનીન્દ્રદશાનો સાક્ષાત્કાર કરાવતા હતા. શ્રીમન્ની એવી આત્મમગ્ન દશા હતી કે એક દિવસ તેમણે શ્રી મોતીલાલભાઈને કહ્યું કે અમે ક્યાં બેઠા છીએ તેની અમને ખબર નથી. આ બંગલો છે કે શું છે? તે તમે ચિતવતા હો તો ભલે, પણ અમને કાંઈ ખબર નથી.' Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૪ એક વાર રાત્રિના સમયે અંધારામાં શ્રીમદ્ અને શ્રી મોતીલાલભાઈ ચાલતા હતા ત્યારે શ્રીમદે ખૂબ દૂરથી પોતાથી આગળ ચાલતા શ્રી મોતીલાલભાઈને ઊભા રહેવા અને સર્પને જવા દેવા કહ્યું. તે જગ્યાએ ઘાસનો ઢગલો પડ્યો હતો, તેની વચ્ચે પગથીનો રસ્તો હતો. તરતમાં સર્પ શ્રી મોતીલાલભાઈને દેખાયો નહીં, પાછળથી સર્પ જોતાં શ્રી મોતીલાલભાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી રસ્તે ચાલતા શ્રીમદે શ્રી મોતીલાલભાઈને પ્રમાદ તજવાનો ઉપદેશ કરતાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા ત્યારે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી આટલા ભવ કરવા પડ્યા હતા અને પછી તેમણે શ્રી મોતીલાલભાઈને જાગૃતિ અને પુરુષાર્થની પ્રેરણા કરી હતી. એક દિવસ શ્રી મોતીલાલભાઈએ તેમના પત્ની નવલબહેનને સૂચના આપી હતી કે મેલ ટ્રેન ગયા પછી તમે જમવાનું લઈને બંગલા તરફ આવજો અને ત્રણ-ચાર ખેતર દૂર બેસજો. ત્યાં આવીને હું જમવાનું લઈ જઈશ. પરંતુ તેમના પત્ની બંગલા નજીક આવી પહોંચ્યા, તેથી શ્રી મોતીલાલભાઈએ તેમને બહુ ઠપકો આપ્યો. તે વાત શ્રીમદ્રના જાણવામાં આવી ગઈ અને તેમણે શ્રી મોતીલાલભાઈને કહ્યું કે શા માટે તમે ખીજ્યા? તમે ધણીપણું બજાવો છો? નહીં, નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈનો ઉપકાર માનવો જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દ્યો.' શ્રીમની આજ્ઞાથી નવલબહેને શ્રીમનાં પાવન દર્શન કર્યા. આમ, ઉત્તરસંડામાં શ્રીમદ્ અહોરાત્ર સ્વાધ્યાય-ધ્યાન ધરતા હતા. તેઓ પ્રાતઃકાળના પ્રથમ પ્રહરે વનમાં ધ્યાન ધરતા, બીજા પ્રહરે બંગલામાં સ્વાધ્યાય કરતા, ત્રીજા પ્રહરે આહારાદિ વાપરતા, ચોથા પ્રહરે વનમાં ધ્યાન ધરતા. રાત્રે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પણ નિદ્રા ન લેતાં ગાથાઓની ધૂનમાં જ મગ્ન રહેતા. તેઓ ઓઢવા-પાથરવા આદિના બાહ્ય ભાવોમાં અત્યંત નિરપેક્ષ હતા અને યાચના પરિષહ, દંશમશક પરિષહ, સુધા પરિષહ, તૃષા પરિષહ, તૃણ-કંટક પરિષહ આદિ પરિષદો સમભાવે સહેતા હતા. તેઓ ઇર્યાસમિતિ આદિ સાચવી, અડવાણે પગે ચાલતા હતા તથા અદંતધોવન, અજ્ઞાનતા આદિ નિગ્રંથના પ્રસિદ્ધ બાહ્ય આચાર પાળતા હતા અને વનમાં નિર્ભય વનરાજની જેમ નિર્ભયપણે એકાકી વિચરતા હતા. તેમની દિનચર્યા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તેઓ ઉત્કૃષ્ટ કોટિની અપ્રમત્ત મુનિચર્યા આચરી રહ્યા હતા અને પરમ અસંગ વિદેહી દશા અનુભવતા હતા. અપ્રમત્ત યોગીન્દ્રોનાં આત્મપરાક્રમનું સ્મરણ કરી અપ્રમત્ત આત્મયોગની સાધના કરતાં હતા. તેમણે આહાર, નિદ્રા તથા મન-વચન-કાયાના યોગ ઉપર પૂરો સંયમ મેળવ્યો હતો. તેઓ એકાંત શુદ્ધ સંયમમાં વર્તતાં બાહ્યભાવનિરપેક્ષતા ધરી, પૂર્ણ અભ્યતર ભાન સહિત, પરમ અસંગ અવધૂત બન્યા હતા, દેહ છતાં દેહાતીત દશાએ વિચરતાં વિદેહી બન્યા હતા. આમ, શ્રીમદ્ભી અપ્રમત્ત ચર્યામાં તેમનું અભુત આત્મપરાક્રમ દેખાઈ આવે છે. ખેડા – ઉત્તરસંડાથી શ્રીમદ્ શ્રી મોતીલાલભાઈ સાથે ઘોડાગાડીમાં બેસી ખેડા ગયા હતા. ઘોડાને ચાબુક ન મારવો એવી ગાડીવાળા પાસે બોલી કરાવી પરમ દયાળુ શ્રીમદ્ ગાડીમાં બેઠા હતા. શ્રીમદે ખેડામાં ગામ બહારના બંગલામાં મુકામ કર્યો હતો. શ્રીમદ્ આ એકાંતચય વેળાએ ધ્યાનસ્થ અવસ્થામાં વિશેષ રહેતા. ફરવા જતા ત્યારે પણ ચિંતનમાં કે ધ્યાનમાં એટલા લીન રહેતા કે તેમને શરીરનું ભાન સુધ્ધાં રહેતું નહીં. એક દિવસ ફરવા જતી વખતે શ્રી મોતીલાલભાઈએ પોતાનાં નવાં પગરખાં શ્રીમની આગળ મૂક્યાં અને શ્રીમદે તે પહેરી લીધાં. ગાઉ દોઢ ગાઉ ચાલ્યા પછી એક જગ્યાએ શ્રીમદ્ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૬ બેઠા. ત્યાં શ્રી મોતીલાલભાઈએ તેમના પગ તરફ જોયું તો પગરખાં નવાં હોવાથી પગને ડંખ્યાં હતાં અને ચામડી ઊખડી ગઈ હતી, ત્યાંથી લોહી નીકળ્યું હતું. શ્રી મોતીલાલભાઈને ખેદ થયો અને તેમણે પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી, ચોંટેલી ધૂળ દૂર કરી અને પછીથી તે પગરખાં ઊંચકી લીધાં. શ્રીમન્ને પગમાં ઈજા થઈ હતી, છતાં શ્રીમદ્નું તે તરફ જરાયે લક્ષ ન હતું, તેમની ચાલમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થયો ન હતો. તેથી શ્રી મોતીલાલભાઈને આશ્ચર્ય થતાં તેમણે શ્રીમદ્ને પૂછ્યું, ‘સાહેબજી, આપને પગરખાં ડંખવાથી તીવ્ર વેદના થતી હશે અને તેથી કરી ઉપયોગમાં ફેરફાર થતો હશે.' શ્રીમદે કહ્યું, સત્પુરુષના ઉપયોગમાં દેહનો ભય નથી, તેથી દેહભાવમાં ઉપયોગ જતો નથી. તમે ઉપયોગ સંભારી આપો છો.' આગળ ચાલતાં લીમડાના ઝાડ ઉપર વાંદરો હતો, તેની તરફ જોઈને શ્રીમ ્ બોલ્યા કે “મહાત્મા, પરિગ્રહરહિત છો અને અપ્રતિબંધ સ્થળ ભોગવો છો, પણ યાદ રાખજો કે એમ મોક્ષ નથી.' એક વખત ખેડાના વેદાંતી શ્રી પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદ્ પાસે ગયા હતા ત્યારે શ્રીમદ્ એક પુસ્તક વાંચતા હતા. તેમની વૃત્તિ ઘણી શાંત જણાતી હતી. તેમણે પુસ્તકમાંથી એક શ્લોક વારંવાર કહી બતાવ્યો, જેનો ભાવાર્થ એવો થતો હતો કે મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એનાં શીંગ મને ઘસે, મને જોઈ નાસી ન જાય. આ પ્રસંગ સમજાવતાં શ્રીમને ઘણો જ આનંદ આવતો હતો. શ્રી પૂજાભાઈએ શ્રીમદ્ન ઘણા પ્રશ્નો પૂછ્યા હતા, જેના શ્રીમદે સચોટ, સ્પષ્ટ, દૃઢ આત્મનિશ્ચયાત્મક ઉત્તર આપ્યા હતા. શ્રી દેવકરણજી આદિ મુનિઓ આ વખતે ખેડામાં હતા. તેમને ત્રેવીસ દિવસ પર્યંત શ્રીમદ્દ્ના સમાગમનો લાભ મળ્યો હતો. આ અપૂર્વ સત્સમાગમપ્રસંગના ફ્ળરૂપે શ્રી દેવકરણજી મુનિના આગ્રહી વિચારો દૂર થઈ શ્રીમદ્ ઉપર તેમને સારી શ્રદ્ધા થઈ હતી. તેમણે Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી લલ્લુજી મુનિ ઉપર વસો ક્ષેત્રે પત્ર લખ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે – એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમ) ઉતરેલા તે મુકામે ગયો. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસર છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે – સુડતાલીસની સાલમાં (સં. ૧૯૪૭) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.૧ ઉપર્યુક્ત શબ્દોમાં વિ.સં. ૧૯૪૭થી પોતાની વધતી જતી આત્મદશાનો શ્રીમદે શ્રીમુખે કરેલો સ્પષ્ટ ઉલ્લેખ શ્રી દેવકરણજી મુનિના સાંભળવામાં આવી ગયો. આ પ્રસંગ શ્રીમન્ની આત્મદશા ઉપર અલૌકિક પ્રકાશ નાખનારો બની ગયો. વનક્ષેત્રે સ્થિતિ કર્યા પછી શ્રીમદ્ મુંબઈ પધાર્યા. ત્યાં થોડો વખત રહી શ્રીમદ્ વિ.સં. ૧૯૫૫ના માગસર સુદ પના દિવસે નિવૃત્તિ અર્થે પુનઃ ઇડર ગયા હતા. શ્રીમદુના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ મહેતા ઇડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં શ્રીમદ્ રહ્યા હતા. પરમ અસંગ આત્મયોગ સાધવા સર્વથા ગુપ્ત રહેવાની ઇચ્છા હોવાથી, શ્રીમદે તેમને ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૬૮૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ८८ ખાસ મનાઈ કરી હોવાથી, જનસમાજમાં શ્રીમદ્દના આગમન સંબંધી કંઈ વાત બહાર પડી ન હતી. તેઓ માત્ર ભોજનસમય પૂરતો કાળ ગામમાં આવતા અને શેષ કાળ એકાંત નિર્જન સ્થળોમાં નિર્ગમન કરતા, ઇડરના પહાડોમાં અને ગુફાઓમાં એકાકી નિર્ભયપણે વિચરતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહેતા. તેઓ “અપૂર્વ અવસર'ના અપૂર્વ કાવ્યમાં પોતે ગૂંથેલ દિવ્ય ભાવના જાણે ચરિતાર્થ કરી રહ્યા હતા. શ્રીમદ્ મધ્યાહ્ન ગઢ ઉપર દેવદર્શન કરી, અમાઈ ટૂંક - રૂઠી રાણીનું માળિયું કહેવાય છે ત્યાં જઈ એકાંતમાં બેસી વાંચતા. સાંજે ચાર વાગ્યે ત્યાંથી નીચે ઊતરતા અને જંગલમાં પથ્થર ઉપર બેસીને મૂળ સૂત્રોનો મુખપાઠ સ્વાધ્યાય કરતા. પછી ઇસ્પિતાલ પાસે જ ડૉ. પ્રાણજીવનદાસનો બંગલો હતો ત્યાં સાંજે જમતા. જ્યારે ડુંગર ઉપર જવાનું ન હોય ત્યારે બંગલાની પાછળ નજીકમાં આવેલી ચંદન ગુફામાં બેસીને આત્મવિચારમાં મગ્ન રહેતા. તેઓ અલૌકિક ધૂનોના દિવ્ય ધ્વનિથી ઈડરના પર્વતોને ગજાવતા અને પરમ અસંગપણે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન ધરતા. નિવૃત્તિક્ષેત્રસ્થિતિવેળાએ પ્રાયઃ પત્રાદિ વ્યવહાર ન કરવો એવો સામાન્ય નિયમ શ્રીમદ રાખ્યો હતો, એટલે ઈડરથી લખાયેલા છ-સાત ટૂંકા પત્રો સિવાય એમના બીજા પત્રો મળતા નથી. સર્વથા અસંગપણે વિહરતાં શ્રીમદે ઈડરમાં પંદર દિવસ સ્થિતિ કરી, ત્યાં તો શ્રીમદુના ઇડર જવાના સમાચાર શ્રી મોતીલાલભાઈ પાસેથી મુનિઓને મળ્યા હોવાથી, સાતે મુનિઓએ ઇડર તરફ વિહાર કર્યો અને શ્રી લલ્લુજી મુનિ આદિ ત્રણ મુનિઓ ઉતાવળે વિહાર કરી ઇડર પહોંચ્યા. પરંતુ આ ઈડરનિવાસ દરમ્યાન શ્રીમદ્ તદ્દન એકાંત જોઈતું હતું, તેઓ કોઈ મુમુક્ષુનો પણ સંગ કરવા ઇચ્છતા ન હતા, એટલે તેમણે શ્રી લલ્લુજી મુનિ આદિને વિહાર કરી જવાની આજ્ઞા આપી. Page #136 -------------------------------------------------------------------------- ________________ પરંતુ પછી ગુપ્તતા પણ જળવાય અને મુનિઓનો મનોરથ પણ સચવાય તે રીતે શ્રીમદ્દે મુનિઓને જંગલમાં એકાંત સ્થળે મળવાનો સંકેત કર્યો. પહાડ ઉપ૨ એકાંતમાં ફરવા જવાના સમયે શ્રીમદ્દે એક આંબાના વૃક્ષ નીચે મળવાનું ગોઠવ્યું હતું. તે મુજબ બીજા દિવસે શ્રીમદ્ ગાથાઓની ધૂન લગાવતા આવ્યા અને આંબાતળે અડધો કલાક સુધી તે ગાથાઓનો ખૂબ જોશથી ઉચ્ચાર કરતા રહ્યા. પછી અડધા કલાક સુધી સ્થિરતાપૂર્વક ધ્યાનમાં લીન રહ્યા. તે વખતની આત્મસ્થિરતા તથા દિવ્ય સ્વરૂપસ્થ અવસ્થા જોઈને મુનિઓએ શાંતિનો અનુભવ કર્યો. 22 તે જ દિવસે સાંજના શ્રી દેવકરણજી મુનિ આદિ પણ આવી ગયા. પછી મુનિઓને શ્રી સૌભાગ્યભાઈના ભાણા શ્રી ઠાકરશી સાથે ડુંગર ઉ૫૨ દર્શનાર્થે જવાની આજ્ઞા થવાથી, ઉપરનાં દેરાસરોની કૂંચીઓ મંગાવી, દિગંબર-શ્વેતાંબર બન્ને દેરાસરો ઉઘડાવી મુનિઓએ દર્શન કર્યાં. શ્રીમદ્દે મુનિઓને જિનપ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા સૌથી પ્રથમ અહીં કરી હતી. મુનિઓને જિનપ્રતિમાના દર્શનથી બહુ ઉલ્લાસ આવ્યો. તેમના આત્મામાં ઉત્તમ ભાવની શ્રેણી ઉત્પન્ન થઈ. ડુંગર ઉપર જ્યાં જ્યાં શ્રીમદ્ વિચર્યા હતા, તે સર્વ સ્થળો શ્રી ઠાકરશીએ બતાવ્યાં; તે જોઈને અને ત્યાંની શ્રીમની ચર્યા સાંભળીને તેમને ખૂબ આનંદ થયો. ત્રીજે દિવસે પ્રાતઃકાળમાં તે જ આંબાના વૃક્ષ નીચે આવવા માટે મુનિઓને આજ્ઞા થઈ હતી. તે પ્રમાણે તેઓ ત્યાં ગયા. શ્રીમદ્ પણ પધાર્યા. પછી શ્રીમદ્ અને તેમની પાછળ સર્વ મુનિઓ ચાલતા જતા હતા એટલામાં એક વિશાળ શિલા આવી, જેના ઉપ૨ શ્રીમદ્ પૂર્વાભિમુખ બિરાજ્યા. મુનિઓ તેમની સન્મુખ બેઠા. શ્રીમદે કહ્યું કે ‘ભગવાન પુઢવીશિલા ઉપર બિરાજ્યા એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે તે આ પુઢવીશિલા.' પુઢવીશિલા ઉપર બિરાજમાન શ્રીમદે‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વાંચવાનું શરૂ કર્યું અને તે ગ્રંથ લગભગ અડધો વાંચ્યો. તે ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ' ગ્રંથ ઈડરના દિગંબર જૈન પુસ્તક ભંડારમાંથી શ્રીમદે પોતે કઢાવ્યો હતો. લગભગ એક વાગ્યાનો સમય થતાં શ્રીમદ્ સહિત સર્વ મુનિઓએ ગામ તરફ ગમન કર્યું. રસ્તામાં ચાલતાં ચાલતાં શ્રીમદે ‘નીયમનીય દ્રવ્યં નિવરવસદેન નેન ઉદ્દિવું | વૈવિવવિવર, મંરે તેં સબવા સિરસા ।।' એ ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ'ની પહેલી ગાથાની ધૂન લગાવી હતી. શ્રીમદ્ દેહની પરવા કર્યા વિના ડુંગરમાં કાંટા, કાંકરા, જાળાં, ધારવાળા પથ્થરોમાં થઈને ઝડપથી આત્મવેગમાં ચાલતા. પાંચમા દિવસે તેઓ બધા મુનિઓ સાથે ઊંચે પહાડ ઉપર ગયા હતા અને ત્યાં નજીકમાં વાઘ રહેતો હોવાનું જણાવી મુનિઓને નિર્ભય રહેવા જણાવ્યું હતું. ત્યાં તેઓ એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા હતા અને તેમણે તે શિલાને સિદ્ધશિલા' નામ આપી, પોતાને સિદ્ધ તરીકે ઓળખાવ્યા હતા.. આ સમય દરમ્યાન શ્રીમદ્રે દ્રવ્યસંગ્રહ' નામનો ગ્રંથ મુનિઓને વાંચી સંભળાવ્યો હતો અને એ ઉપ૨ મનનીય પ્રવચન પણ આપ્યું હતું. આ અપૂર્વ સમાગમનો લહાવો મળતાં શ્રી દેવકરણજી મુનિ આનંદિત થઈ, ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા હતા કે ‘અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુનો થયો, તેમાં આ સમાગમ સર્વોપરી થયો. દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરી સમજાય છે.’ શ્રીમદે પાંચ દિવસ સુધી મુનિઓને જ્ઞાનવાર્તા, સદ્બોધ આદિનો લાભ આપ્યો. પછી છઠ્ઠા દિવસે આજ્ઞા થવાથી મુનિઓ ત્યાંથી વિહાર કરી ગયા હતા અને તે પછી પોણા બે મહિના સુધી શ્રીમદ્ પરમ અસંગપણે ઇડરમાં વિચર્યા હતા. તે વખતે તેઓ દોઢ મહિના સુધી એક પ્રાચીન ગુફામાં રહ્યા હતા. આમ, અઢી માસ ઇડર ક્ષેત્રે સ્થિતિ કરી શ્રીમદ્ મહા વદમાં અમદાવાદ આવ્યા અને ત્યાં તેમણે એકાદ દિવસ સ્થિતિ કરી Page #138 -------------------------------------------------------------------------- ________________ in Education International ઈડરના પહાડ ઉપર ‘સિદ્ધશિલા’ પર બિરાજમાન શ્રીમદ્દે મુનિઓને આપેલો ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ’નો ઉપદેશ Page #139 -------------------------------------------------------------------------- ________________ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ હતી. પછી અમદાવાદથી શ્રીમદ્ વવાણિયા-મોરબી ગયા હતા. ત્યાં લગભગ અઢી માસ સ્થિતિ કરી પુનઃ વૈશાખમાં ઇડર પધાર્યા હતા. ઈડરથી પાછા વળતાં શ્રીમદ્, નરોડા ગામમાં મુનિઓ હતા ત્યાં પધાર્યા હતા. અમદાવાદથી પણ ઘણા મુમુક્ષુઓ ત્યાં આવ્યા હતા. બપોરે બાર વાગ્યા પછી બધાએ જંગલમાં જવું એવો ઠરાવ થયેલો તે પ્રમાણે મુનિઓ ગામની ભાગોળે રાહ જોઈને ઊભા હતા. એટલામાં શ્રીમદ્ બીજા મુમુક્ષુઓ સાથે ત્યાં આવ્યા. આવા તાપમાં મુનિઓના પગ દાઝતા હશે એમ કહી, પોતે પણ પગરખાં કાઢીને અડવાણે પગે ચાલવા લાગ્યા. ગીષ્મનો પ્રખર તાપ અને રેતાળ જમીન છતાં શ્રીમદ્ ધીરે ધીરે શાંતિથી ચાલતા હતા. મુનિશ્રી લલ્લુજી તે વખતનું તાદશ ચિત્ર આલેખે છે - “તે દેખી ઘણા માણસોને આ જ્ઞાનીને દેહની સાથે કાંઈ સંબંધ નથી તેમ ચાલે છે એમ થોડી સમજણવાળા માણસોને પણ પ્રત્યક્ષ દેખાવ થયો. અને અમે સાત ઠાણા આમથી આમ અને આમથી આમ છાંયડો ખોળતા ખોળતા આમથી આમ કૂદકા મારીને પરાણે પરાણે થોડા થોડા છાંયડે ઊભા રહેતા ઊભા રહેતા ચાલ્યા ને દૂર એક વડવૃક્ષ હતું ત્યાં (શ્રીમદ્) પધાર્યા, - ત્યાં અમે પણ ગયા. ત્યાં કૃપાળુદેવ પધારેલ ને તેમના ચરણ સામું જોવાથી પગે સાવ રાતા વર્ષે લોહીની શેરો છૂટે તેવો દેખાવા લાગ્યો ને ફોલ્લા (ભંભોલા) પડ્યા તે દીઠા. આ પ્રસંગે શ્રીમદે એક વચન એવું ઉચ્ચાર્યું કે હવે અમે સાવ અસંગદશામાં થઈને કોઈ પણ વચન ઉચ્ચારીએ નહિ તેવી દશા વર્તે છે. ત્યારે શ્રી દેવકરણજી મુનિ બોલી ઊઠ્યા, ‘તો પછી જ્ઞાનીની અનુકંપા અને દયા ક્યાં જશે?' ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૭૦૦ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીમદે કહ્યું, ‘તે દયા પણ અંતે મૂકવાની છે.' નરોડામાં એક દિવસ સ્થિતિ કરી, મુનિઓને અને અન્ય મુમુક્ષુઓને ધર્મલાભ આપી, શ્રીમદ્ અમદાવાદ થઈ, જેઠ માસમાં મુંબઈ પધાર્યા. આ પ્રમાણે સંવત ૧૯૫૫માં માગસરથી વૈશાખ માસ સુધી છ મહિના શ્રીમદ્ મુંબઈની બહાર રહ્યા હતા. આમ, આ નિવૃત્તિક્ષેત્રોમાં શ્રીમદે આત્મસાધનાના મંદિર ઉપર પૂર્ણતાનો કળશ ચઢાવવા અપ્રમત્તપણે આત્મપુરુષાર્થ આદર્યો હતો. નિરંતર રહેતી શુદ્ધાત્મસ્વરૂપવિષયક અપૂર્વ ચિંતનધારા તેમને અપ્રમત્ત યોગની નિકટ ને નિકટ લઈ જતી હતી. હવે માત્ર બાહ્ય વેષધારણ સિવાય અન્ય સર્વ પ્રકારે દ્રવ્યથી પણ તેઓ અસંગ - નિર્ગથ થઈ રહ્યા હતા. સર્વ દુઃખક્ષયના ઉપાયરૂપ કેવળ અંતર્મુખ થવાના માર્ગ ઉપર શુદ્ધ આત્મોપયોગની દિશામાં શ્રીમદ્ અદ્ભુત ઉર આત્મપરાક્રમથી વાયુવેગે ધસી રહ્યા હતા. મનનો, વચનનો, કાયાનો, આહારનો તથા નિદ્રાનો જય કરીને નિર્વિકલ્પ અંતર્મુખ વૃત્તિ દ્વારા તેઓ આત્મરમણતામાં રહેતા હતા. આવા શુદ્ધોપયોગમય અપ્રમત્ત દશાવંતને સહજ જીવન્મુક્તદશા વર્તતી હતી. Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રીમી અંતિમ અવસ્થા અને દેહવિલય વિ.સં. ૧૯૫૫માં શ્રીમદે એક સભામાં લક્ષ્મી અને સ્ત્રીપુત્રાદિનો ત્યાગ જાહેર કરતાં વ્યવસાય-વ્યવહારનો છેલ્લો તાંતણો પણ તૂટી ગયો હતો. શ્રીમદ્ એ વ્રત બહુ બારીકાઈથી પાળતા હતા. રેલગાડીની ટિકીટ સરખી પણ તેઓ પોતાની પાસે રાખતા નહીં. આમ, કંચન અને કામિનીના તેઓ ત્યાગી થઈ ચૂક્યા હતા અને સર્વસંગપરિત્યાગની તૈયારીમાં જ હતા. ઘણા વર્ષોથી સેવેલી બાહ્યાંતર નિર્ગથ થવાની ભાવના ફળીભૂત થવાની અણી ઉપર હતી અને માતુશ્રી આજ્ઞા આપે એટલી જ વાર હતી, ત્યાં વિ.સં. ૧૯૫૬ના પોષ માસથી અસાધ્ય રોગનું આક્રમણ આવી પડ્યું અને તેમનું શરીર તેમને સહકાર આપવાનું છોડી દઈ વિઘ્ન ઊભું કરવા લાગ્યું. પ્રથમ તો સામાન્ય અશક્તિ જણાઈ, પણ પછી નિદાન થયું તેમ તેમને મુખ્ય બીમારી સંગ્રહણીની હતી. તબિયત વિશેષ ને વિશેષ કથળતી જતી હોવાથી શ્રીમદ્ હવાફેર કરવા માટે જુદાં જુદાં સ્થળે લઈ જવાનું પણ બન્યું હતું, પરંતુ તબિયત થોડો વખત ઠીક - થોડો વખત અઠીક રહેતી હતી અને શરીર ઉત્તરોત્તર ક્ષીણ થવા માંડ્યું હતું. વિ.સં. ૧૯૫૬ના ચૈત્ર માસમાં શ્રીમદ્ ધરમપુર હવાફેર અને નિવૃત્તિ અર્થે પધાર્યા હતા. ત્યાં ડૉ. પ્રાણજીવનદાસ મહેતા આદિની કાળજીભરી સારવાર ચાલુ હતી. અત્રે શરીરની આરોગ્યસુધારણાની ચિકિત્સા સાથે આત્માની સ્વસ્થતાના ઉપાય, અર્થાત્ સ્વાધ્યાય-ધ્યાન ચાલુ જ રહ્યાં હતાં. ત્યાં લગભગ એક માસ રહી શ્રીમદ્ ધરમપુરથી અમદાવાદ, વીરમગામ આદિ ક્ષેત્રે જઈ વવાણિયા પધાર્યા હતા, જ્યાં લગભગ બે માસ સ્થિતિ કરી શ્રીમદ્ મોરબી પધાર્યા હતા. અત્રે સ્થિતિ હતી ત્યારે તેમણે જે બોધધારા વર્ષાવી હતી, તેનો સંગ્રહ વ્યાખ્યાનસાર-૨'ના શીર્ષક હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રકાશિત થવા પામ્યો છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ શ્રાવણ વદ ૧૦ના દિવસે શ્રીમદ્ મોરબીથી વઢવાણ કૅમ્પ પધાર્યા અને ત્યાં લીંબડીના ઉતારે સ્થિતિ કરી હતી. અત્રે સ્થિતિ હતી ત્યારે પરમ સત્કૃતના પ્રચાર અર્થે શ્રીમદે પરમશ્રુત પ્રભાવક મંડળ' સંસ્થાની સ્થાપના સ્વહસ્તે કરી હતી અને આ પરમાર્થપ્રયોજન અર્થે સંવત્સરીના દિવસે ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું હતું. આ કામકાજ અંગે ક્યારેક પૈસાની બાબતમાં ભળવું પડે તો તેને લીધેલા વતના અતિચારરૂપે ગણતા. ૧ પરમકૃત પ્રભાવક મંડળ'ની સ્થાપના ઉપરાંત શ્રીમદે વઢવાણ કૅમ્પમાં “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા'ના ૧૦૮ પાઠરૂપ મણકાની ૧- પરમશ્રુત પ્રભાવક મંડળ'ની પ્રવૃત્તિ આજ દિવસ સુધી ચાલુ છે. શરૂઆતમાં શ્રી વીતરાગધ્રુતના ન્યાય અને તત્ત્વવિષયક ગ્રંથોની પ્રસિદ્ધિ હિંદી અનુવાદરૂપે દ્વિમાસિક દ્વારા શરૂ થઈ. પાછળથી અમુક વખતના અંતરે ઉત્તમ અને અલભ્ય ગ્રંથો પ્રગટ કરવાનું શરૂ થયું, જેને શ્રીમના સ્મારકરૂપે “શ્રીમદ્ રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળા' નામ આપવામાં આવ્યું. વિ.સં. ૧૯૬૧માં શ્રીમદ્રનાં લખાણોનો સંગ્રહ ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ તરીકે આ સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધીજી આ સંસ્થાના ટ્રસ્ટી અને શ્રી રેવાશંકરભાઈ મુખ્ય કાર્યકર્તા હતા. શ્રી રેવાશંકરભાઈના અવસાન પછી સંસ્થાની પ્રવૃત્તિમાં મંદતા આવી ગઈ હતી. વિ.સં. ૨૦૧૪થી આ સંસ્થાનો વહીવટ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ'ના ટ્રસ્ટીઓએ સંભાળી લીધો છે. એ જ પ્રમાણે વિ.સં. ૧૯૫૬ના માગસર માસમાં શ્રીમતી પ્રેરણાથી ખંભાતમાં પુસ્તકાલયની સ્થાપના થઈ હતી, જેનું નામ “શ્રી સુબોધક પાઠશાળા' રાખવામાં આવ્યું હતું. પુસ્તકોની પસંદગી અને ખરીદીનું કાર્ય શ્રી મનસુખભાઈ કિરતચંદને સોંપવામાં આવ્યું હતું અને પુસ્તકાલયની ઘણી ખરી કાર્યવાહી શ્રી અંબાલાલભાઈના હસ્તક હતી. તેની પ્રવૃત્તિ માટે શરૂઆતમાં ખંભાતમાં કુમારવાડાના નાકા ઉપર એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યારપછી વિ.સં. ૧૯૬૮માં લોંકાપરીમાં સ્વતંત્ર મકાન બંધાવી, આ પુસ્તકાલય ત્યાં લઈ જવામાં આવ્યું; જે હાલ વિદ્યમાન છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ Page #145 -------------------------------------------------------------------------- ________________ 2hk] છું Flt c⟩1ક - ×sh ]Pblih lk the≤ lalbyb Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સંકલના પણ લખાવી હતી તથા પદ્માસન અને કાયોત્સર્ગ મુદ્રાનાં બન્ને ચિત્રપટ વીરમગામના મુમુક્ષુ શ્રી સુખલાલભાઈની ભક્તિભરી વિનંતીથી પડાવ્યાં હતાં. અમને આધાર શો? આપની પ્રતિકૃતિરૂપ ચિત્રપટ મળે તો અમને આધારભૂત થઈ પડે, એવા ભાવની શ્રી સુખલાલભાઈની વિનંતીથી શ્રીમન્ના આ અદ્ભુત ચિત્રપટનો લાભ જગતને મળ્યો છે, તે અર્થે જગત શ્રી સુખલાલભાઈનું ઋણી છે. કમઠના ઉપસર્ગ પ્રસંગે શ્રી પાર્શ્વનાથ પ્રભુની જેવી વીતરાગદશા હતી, તેવી વીતરાગદશા ચિત્રપટ પડાવતી વખતે પોતાની હતી એમ શ્રીમદે મુમુક્ષુ શ્રી મનસુખભાઈ દેવશીભાઈને ચિત્રપટ પડાવ્યા પછીના દિવસે કહ્યું હતું. આ ચિત્રપટ પડાવતી વખતે ઘણી જ નાદુરસ્ત શારીરિક સ્થિતિ હોવા છતાં અડોલ કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહ્યા હતા, જે શ્રીમની દેહાતીત દશાનો પરિચય આપે છે. આમ, વઢવાણ કેમ્પમાં “પરમશ્રુત પ્રભાવક મંડળ'ની અને વીતરાગમુદ્રાનાં ચિત્રપટોની એમ બે મહાન ભેટ શ્રીમદે જગતને આપી. તેઓ વિ.સં. ૧૯૫૭ના કારતક વદ ૭ના દિવસે વઢવાણ કેમ્પથી અમદાવાદ પધાર્યા હતા અને ત્યાં ૨૭ દિવસ સુધી સાબરમતીના તટે આગાખાનના બંગલે સ્થિતિ કરી હતી. અત્રે શ્રીમદે માતુશ્રી દેવબાને બાર વ્રત સંક્ષેપમાં લખી આપી, વત લેવા શ્રી અંબાલાલભાઈ સાથે મુનિઓ પાસે મોકલ્યાં હતાં, સાથે શ્રીમનાં પત્ની ઝબકબા પણ હતાં. “જ્ઞાનાર્ણવ' અને “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' નામના બે હસ્તલિખિત ગ્રંથો શ્રીમદ્ પાસે હતા તે શ્રી લલ્લુજી મુનિને અને શ્રી દેવકરણજી મુનિને માતુશ્રી દેવબા અને પત્ની ઝબકબાના હાથે વહોરાવ્યા હતા તથા “જ્ઞાનાર્ણવ'માંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા શ્રી દેવકરણજી મુનિને સૂચના કરી હતી. તે પ્રમાણે કર્યા પછી શ્રી દેવકરણજી મુનિએ માતુશ્રીને કહ્યું કે “હવે આપ આજ્ઞા આપો જેથી પરમકૃપાળુદેવ (શ્રીમ) સર્વવિરતિ ગ્રહણ નામના બે હસ્તલિ દેવકરણી પાસે હતા તે શી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કરે અને ઘણા જીવોનો ઉદ્ધાર થાય.” ત્યારે દેવબા બોલ્યા કે મને બહુ મોહ છે; તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ પ્રહણ કરવા તેમને રજા દઈશ.' અમદાવાદમાં સ્થિતિ હતી તે દરમ્યાન શ્રીમદે શ્રી અંબાલાલભાઈને અપૂર્વ સમાગમલાભ આપી, તેમની પ્રમાદરવૃત્તિ દૂર કરી, તેમની ચેતનાને જાગૃત કરી હતી, જેના પરિણામે તેમને સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. વળી, શ્રી લલ્લુજી મુનિ અને શ્રી દેવકરણજી મુનિને બોલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં કહ્યું હતું કે “અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.' વિ.સં. ૧૯૫૭ના માગસર વદમાં શ્રીમદ્ અમદાવાદથી મુંબઈ પધાર્યા. સંગ્રહણીનું દર્દ દિવસે દિવસે જોર પકડતું ગયું અને શ્રીમતું શરીર ક્રમશઃ કુશ થતું ગયું. તેમને મુંબઈમાં માટુંગા તથા શિવ અને વલસાડ પાસે તિથલ વગેરે દરિયાકિનારાના સ્થળોએ લઈ જવામાં આવ્યા. મહા વદ ૬ના દિવસે શ્રીમદ્ પાછા વઢવાણ કેમ્પ પધાર્યા. મુમુક્ષુઓ તથા સ્વજનોની અનન્ય સેવા છતાં શરીરની પ્રકૃતિ દિન-પ્રતિદિન ક્ષીણ થતી જતી હતી. તંદુરસ્ત હાલતમાં જે શરીરનું વજન ૧૩૦-૧૪૦ રતલ રહેતું હતું, એ વજન પ૭ રતલ જેટલું નીચે ઊતરી ગયું હતું, છતાં પૂર્ણ આત્મજાગૃતિપૂર્વક તેઓશ્રી પ્રસન્ન ચિત્તે આત્મધ્યાનમાં રહેતા. આવી વીતરાગ આત્મદશામાં રહેતા શ્રીમદે વઢવાણ કેમ્પમાં ફાગણ સુદ ૬ સુધી સ્થિતિ કરી. ત્યારપછી તેઓ રાજકોટ પધાર્યા અને ત્યાં તેમણે ૧- વઢવાણમાં ખંભાતના ભાઈ શ્રી લલ્લુભાઈ અને શ્રી નગીનભાઈ શ્રીમન્ના દર્શન અર્થે ગયેલા. ત્યાંથી તેઓ પાછા ખંભાત જતા હતા ત્યારે શ્રીમદે તેમને કહ્યું હતું કે “ફરી મળીએ કે ન મળીએ સમાગમ થાય કે ન થાય પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણનો ફેર છે.' Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જીવનના અંત પર્યત સ્થિતિ કરી. વઢવાણ કેમ્પથી શ્રીમનું રાજકોટ આગમન થયું, પછી શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ. અહીં ઘણા મુમુક્ષુઓ દર્શન-સેવાનો લાભ લેવા આવતા, પણ શરીર ઘણું અશક્ત થઈ ગયેલું હોવાથી ડૉક્ટરોએ શ્રીમને વિશેષ વાતચીત કરવી ન પડે એની ખાસ તકેદારી રાખી હતી. પત્રો લખાવવા પડે તો એકબે લીટીના જ પત્રો શ્રીમદ્ લખાવતા. અનેક મુમુક્ષુઓ તથા સ્વજનો ખડે પગે સેવામાં હાજર થઈ ગયા હતા, છતાં શ્રીમદ્ તો પોતાના આત્મસ્વરૂપમાં લીન રહેતા. પોતાની સ્થિતિ વિષે વિ.સં. ૧૯૫૭ના ફાગણ વદ ૩ના એક પત્રમાં તેઓ લખે છે – ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અન્ય કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” તેમના આવા ઉદ્ગારો ઉપરથી લાગે છે કે તેઓ પોતાનો જીવનકાળ નજીકમાં પૂરો થવાનો છે એમ સમજી જઈ એ માટે પોતે વિશેષ સજ્જ થઈ ગયા હતા. ફાગણ વદ ૧૩થી શરીરપ્રકૃતિ વિશેષ બગડતી ચાલી હતી, છતાં કાયાની માયા વિસારી શ્રીમદ્ સ્વરૂપમગ્ન રહેતા હતા. શ્રીમદે ચૈત્ર સુદ ૯ના દિવસે સાધનામાર્ગનું પરમ રહસ્ય અંતિમ સંદેશો કાવ્યરૂપે આપ્યું હતું. તેમાં પણ તેઓશ્રીએ કહ્યું હતું કે આત્માનંદમગ્ન એવા યોગીને જીવવાની તૃષ્ણા નથી કે મરણ આવી પડે તો ક્ષોભ નથી. આમ, પુદ્ગલમય શરીર પોતાનો નાશવંત ધર્મ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૮ (પત્રાંક-૯૫૧) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મોદયાનુસાર બજાવતું હતું, જ્યારે શ્રીમદ્ભો આત્મા તો શુદ્ધ સ્વભાવમાં વર્તતો હતો. કુશળ ડૉક્ટરોના સતત નિર્દોષ ઉપચાર, ભક્તિમાન મુમુક્ષુઓની અનન્ય સેવા તથા સ્નેહી સ્વજનોની કાળજીભરી માવજત છતાં આયુષ્યના અભાવે સર્વ ઉપાય નિષ્ફળ ગયા અને ઊઠવા-બેસવાની શક્તિ પણ ન રહી. ત્યાં ચૈત્ર વદ ૪નો દિવસ આવી પહોંચ્યો. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે શ્રી મનસુખભાઈ, શ્રી રેવાશંકરભાઈ, શ્રી નરભેરામભાઈ વગેરે ભાઈઓને શ્રીમદે કહ્યું કે ‘તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે, તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ ધારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.' આવી સ્પષ્ટ ચેતવણી આપી છતાં રાગના કારણે તેઓ સમજી શક્યા નહીં અને ભ્રમમાં રહ્યા કે અશક્તિ વિશેષ જણાતી હોવાથી આ પ્રકારના ઉદ્દગારો નીકળ્યા હશે. દેહવિલય પૂર્વેના છેલ્લા બાર કલાકની ચર્યા તેમના લઘુબંધુ શ્રી મનસુખભાઈએ એક પત્રમાં આ પ્રમાણે લખી છે – રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિંત રહે, ભાઈનું સમાધિમૃત્યુ ૧- ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ દર્શન-સેવાનો લાભ લેવા રાજકોટ આવી ચૈત્ર સુદ ૧૩ થી ચૈત્ર વદ ૪ સુધી રોકાયા હતા. શ્રીમદે તેમને કેટલાંક પદો લખાવ્યાં હતાં. ચૈત્ર વદ ૪ની સાંજે તેમને મોરબી જવાનું હોવાથી શ્રીમની રજા માગી. તે વખતે શ્રીમદે ફરી ફરી કહ્યું, ઉતાવળ છે?' શ્રી ધારશીભાઈએ કહ્યું કે બે-ચાર દિવસમાં પાછો આવીશ. છેવટે શ્રીમદે કહ્યું, “ધારશીભાઈ ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમે અંબાલાલ, સૌભાગ્યભાઈ અને મુનિશ્રી લલ્લુજીને અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે.' તે વખતે આ વાત શ્રી ધારશીભાઈને સામાન્ય સમાચારરૂપ લાગી હતી. તેમને ખ્યાલ આવ્યો ન હતો કે તેમના ભાવિ કલ્યાણ માટે તે અંતિમ અમૃતવાણી હતી. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ છે. ઉપાયો કરતાં શરદી ઓછી થઈ ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પોણા નવે કહ્યું : “મનસુખ, દુઃખ ન પામતો; માને ઠીક રાખજે, હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કૉચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવો ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા; લેશ માત્ર આત્મા છૂટો થવાનાં ચિહન ન જણાયાં. જેમજેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી, લઘુશંકા, દીર્ઘશંકા મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તોપણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂધ પીધા પછી હંમેશા દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહિ. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો.” આમ, સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ના દિવસે મંગળવારે બપોરના બે વાગ્યે રાજકોટ મધ્યે શ્રીમદે દેહત્યાગ કર્યો. શ્રીમન્ના દેહત્યાગ વખતે શ્રી નવલચંદભાઈ ત્યાં હતા. તેમણે શ્રી અંબાલાલભાઈને દેહત્યાગ સમયની શ્રીમન્ની મુદ્રા વિષે લખ્યું હતું - “કૃપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા', આઠમી આવૃત્તિ, પૃ.૨૧૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કાયોત્સર્ગની પરિપૂર્ણતાદશા સૂચવતી હતી, અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ થયેલ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી, અને દેહ છોડ્યો ત્યારે કંઠથી તે મુખ સુધી થોડો વખત ચાલુ રહ્યો હતો. મૂર્તિ ચૈતનવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાનથી મુક્ત થઈ આપણને વચનામૃતનો લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઈને લાગતી હતી. કૃપાળુશ્રીએ ત્રણ યોગ રોકવાથી શરીરદશા બીજાની દષ્ટિએ અસાધ જેવી સહેજ જણાય, પણ દેહમુક્ત થતાં સુધી આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ હોય એમ શરીરનાં અવયવોની સ્થિતિ તથા શ્વાસોચ્છવાસની ક્રિયાની ગતિ ઇત્યાદિથી એમ જણાતું હતું. આ વખતનું વર્ણન આત્મામાં યથાર્થ સમજાય છે. વળી દર્શાવવાને શબ્દો મૂકવાનું ધ્યાનમાં આવતું નથી. .... તે વખતની મૂર્તિ અનુપમ ચૈતન્યવાળી શાંત મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી, એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધથી હાજર રહેલા, તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શકતો નથી.” આમ, આ વિરલ વિદેહી વીતરાગ વિભૂતિએ માત્ર તેત્રીસ વર્ષ અને પાંચ માસની યુવાન વયે સંપૂર્ણ શુદ્ધિમાં આત્મસ્વરૂપમાં સમાધિસ્થપણે રાજકોટમાં રાજચંદ્ર નામધારી દેહપર્યાય છોડ્યો. શ્રીમદ્ નડિયાદમાં હતા ત્યારે એક વખત પોતાનો કોટ ઉતારીને આપતાં એક ભાઈને કહ્યું હતું કે “જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે એવું ભાન જેમને થયું છે તેમને દેહ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૭૭૬-૭૭૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ રાજકોટમાં શ્રીમદુના પાર્થિવ દેહની સ્મશાનયાત્રા Page #153 -------------------------------------------------------------------------- ________________ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ છોડતાં કોટ ઉતાર્યા જેવું લાગે છે.' એ પ્રમાણે શ્લેષથી કહી શકાય કે “રાજ-કોટ'માં શ્રીમદ રાજ' નામધારી દેહરૂપી કોટ'નો ત્યાગ કર્યો. તેમના ઉપકારી દેહના અંતિમ રજકણો પામી તે ક્ષેત્ર ધન્ય બન્યું, તીર્થ બન્યું અને “રાજ-કોટ' એવું તેનું નામ સત્ય ઠર્યું. આમ, આત્માનંદમગ્ન આત્મસ્વસ્થ શ્રીમદ્ પ્રાણઘાતક વ્યાધિની તીવ્ર વેદનામાં પણ મોહ-ક્ષોભરહિત થતા જઈ, કેવળ એક શુદ્ધ અખંડ આત્માનુભવરૂપ કેવળજ્ઞાનની લગભગ ભૂમિકાને સ્પર્શીને મૃત્યુંજયે થઈ, દેહવિયોગરૂપ મૃત્યુને પામ્યા. ભારતના ગગનાંગણમાં ઊગેલી આ વિશ્વકલ્યાણકર વિરલ વિભૂતિની દિવ્ય આત્મજ્યોતિ, અધ્યાત્મપ્રકાશ રેલાવી અમૃતપદને પ્રાપ્ત થઈ. સ્થૂળ દેહે ક્ષર છતાં અક્ષર દેહે તેઓ સદા જયવંત રહ્યા. શ્રીમના દેહોત્સર્ગના સમાચાર “મુંબઈ સમાચાર', “ધ પાયોનિયર', ધ ઇન્ડિયન સ્પેક્ટટર' વગેરે વર્તમાનપત્રોમાં છપાયા હતા. કેટલાંક વર્તમાનપત્રોએ તેમને ભવ્ય અંજલિ આપતા અગલેખો પણ લખ્યા હતા. શ્રીમન્ના દેહાંતના સમાચારથી તેમના પ્રશંસક, ચાહક, આરાધક વર્ગને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેમનો વિયોગ સાલ્યો હતો. કોઈ મોહભાવથી, કોઈ પૂજ્યભાવથી તો કોઈ કૃતજ્ઞભાવથી ચોધાર આંસુએ રડ્યા હતા. ધર્મનું અવલંબન અને પોષણ આપનાર કલ્પવૃક્ષ સમાન સદ્દગુરુનો વિયોગ દરેકને માટે અત્યંત અસહ્ય હતો. શ્રી અંબાલાલભાઈએ વિરહથી અત્યંત ખેદખિન થઈ રડી રડીને દિવસો વિતાવ્યા હતા. હૃદયભેદી શબ્દોમાં પોતાની વિરહવ્યથા વ્યક્ત કરતાં તેમણે લખ્યું હતું કે – વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં શાંતપણે, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨. કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે કે તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી હે! પ્રભુ, તમે ક્યાં ગયા? હે! ભારતભૂમિ, શું આવા, દેહ છતાં વિદેહીપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બોજા રૂપ કરી નાખ્યો. હે! મહાવિકરાળ કાળ, તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોનો તેં ભોગ લીધો, તોપણ તું તૃપ્ત થયો નહિ; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો મેં જન્માન્તરનો વિયોગ કરાવ્યો! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે! હે! શાસનદેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણયોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો. હે! પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળ થાય જ કોણ? હે! પ્રભુ, તમારી પરમ કૃપા, અનંત દયા, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કરુણામય હૃદય, કોમળ વાણી, ચિરહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બોધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અન્ય પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી પ્રિકરણયોગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં, અભિવંદન કરું છું. આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બોધબીજ મારું રક્ષણ કરેં. એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદૈવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહિ કરું. ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિદિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સૂઝ પડતી નથી.” કાવિઠાક્ષેત્રે શ્રી લલ્લુજી મુનિને શ્રીમન્ના દેહોત્સર્ગના સમાચાર મળતાં તેઓ ઉપવાસ કરી, વનમાં કાયોત્સર્ગમાં લીન રહ્યા. છ માસ સુધી શ્રી પોપટલાલભાઈની આંખનાં આંસુ સુકાયાં ન હતાં. શ્રીમનાં ધર્મપત્ની ઝબકબા પોતાનો કાળ એકાંતમાં શ્રીમદે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં. શ્રીમનાં માતુશ્રી દેવબાનું હૈયું બહુ કોમળ હતું. કોઈ શ્રીમન્ની વાત કાઢે તો તેમની આંખો આંસુથી છલકાઈ જતી. આમ, શ્રીમદ્ભા દેહવિલયથી સૌનાં હૃદય આકુળ-વ્યાકુળ થઈ ગયાં હતાં. જેને જેટલા પ્રમાણમાં તે મહાત્માની ઓળખાણ થઈ હતી, તેને તેટલા પ્રમાણમાં તેમનો વિયોગ સાલ્યો હતો. * * * ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા', આઠમી આવૃત્તિ, પૃ. ૨૨૧-૨૨૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રીમદ્ગો આરાધક વર્ગ પુષ્પની સુગંધ ફેલાતાં જેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તેની તરફ સ્વયં આકર્ષિત થઈ જાય છે, તેમ શ્રીમદ્ના બહુવિધ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અનેક જિજ્ઞાસુઓ ગૃહસ્થ તેમજ મુનિ તેમની તરફ ખેંચાવા લાગ્યા હતા. બાળપણમાં તેમની નિશાળના શિક્ષકો અને વિદ્યાર્થીઓથી માંડીને ગામના વડીલો, ગામ-પરગામના સાહિત્યરસિકો, સુંદર અક્ષરના ચાહકો, અવધાન, જ્યોતિષ અને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા આકર્ષિત થયેલા લોકો એમ. હજારો લોકોનો પ્રશંસક વર્ગ તો રચાયો હતો જ; તદુપરાંત તેમના આંતરિક ગુણો, શાસ્ત્રના ગૂઢાર્થો સમજાવીને વિદ્વાનો તથા જિજ્ઞાસુ સાધકોને આત્મોન્નતિના માર્ગે દોરવાની તેમની શક્તિથી આકર્ષાઈને એક આરાધક વર્ગ પણ રચાયો હતો કે જે શ્રીમદ્નો નિરંતર સમાગમ તથા સેવા ઇચ્છતો. તેમાંથી ઘણા તો શ્રીમદ્મય જ બની ગયા હતા અને શ્રીમદ્ભા માર્ગદર્શન અનુસાર જ વર્તવાની ચીવટ રાખતા તથા તેમાં જ પોતાનું કલ્યાણ માનતા. શ્રીમદ્દ્ન તેઓ પોતાના સદ્ગુરુ માનતા અને તેમની આજ્ઞાનુસાર વર્તવાથી કેટલાકે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી હતી અને કેટલાકે ઉચ્ચ મુમુક્ષુદા પ્રાપ્ત કરી હતી. આમ, અનેક લોકો પોતપોતાની સમજણ અનુસાર શ્રીમદ્ન આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિએ જોતા થયા હતા. અંતરંગ શ્રેણી નિગ્રંથની હોવા છતાં બાહ્ય શ્રેણી ગૃહસ્થની હોવાથી શ્રીમદ્ લોકસમૂહથી ઈરાદાપૂર્વક દૂર રહ્યા હતા. ગુપ્ત રહેવાનું મુખ્ય કારણ એ હતું કે તેમના પરિચયમાં આવનારી વ્યક્તિઓ તેમનો ગૃહસ્થવેષ જોઈ, વિકલ્પમાં પડી, કર્મબંધ કરે તે તેમને ઇષ્ટ લાગતું ન હતું. આથી તેમને યથાર્થપણે ઓળખનારો વર્ગ તેમની હયાતીમાં નાનો હતો. શ્રીમદ્ની સાચી ઓળખ પામી, તેમનો પ્રત્યક્ષ નિકટ સમાગમ પામનાર - Page #158 -------------------------------------------------------------------------- ________________ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૂઠાભાઈ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ભાગ્યશાળી મુમુક્ષુઓમાં સર્વશ્રી જૂઠાભાઈ ઉજમશી, સૌભાગ્યભાઈ લલ્લુભાઈ, અંબાલાલ લાલચંદ, લલ્લુજી મુનિ, મહાત્મા ગાંધીજી, દેવકરણજી મુનિ, મનસુખભાઈ કિરતચંદ, પોપટલાલ મોહકમચંદ, ડુંગરશીભાઈ ગોસળિયા, ધારશીભાઈ કુશળચંદ, સુખલાલ છગનલાલ, માણેકલાલ ઘેલાભાઈ, રેવાશંકરભાઈ જગજીવનભાઈ, મનસુખભાઈ રવજીભાઈ, ત્રિભુવનભાઈ માણેકચંદ, ઝવેરચંદ શેઠ, ખીમજી દેવજી, કુંવરજી મગનલાલ, મનસુખભાઈ દેવશી, ડૉ. પ્રાણજીવનદાસ મહેતા, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી વગેરે હતા. તે સર્વ ઉપર શ્રીમદુનો ઘણો પ્રભાવ પડ્યો હતો અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ હતી. શ્રીમનું માર્ગદર્શન પામી તેમની હયાતીમાં જ જેમને સમ્યકત્વ પ્રગટ થયું હતું એવા ચાર ભક્તરત્નો તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કે જેમનું જીવનવહેણ શ્રીમદુના સમાગમથી બદલાઈ ગયું હતું તે પાંચ મહાનુભાવોનો પરિચય અત્રે સંક્ષેપમાં જોઈએ – (I) શ્રી જૂઠાભાઈ ઉજમશીભાઈ શ્રીમન્ના સર્વ સત્સંગીઓમાં પ્રથમ ઘનિષ્ઠ સત્સંગી હોવાનું માન શ્રી જૂઠાભાઈને ઘટે છે. તેમને થયેલ સન્દુરુષની યથાર્થ ઓળખાણથી શ્રી અંબાલાલભાઈ અને પરંપરાએ શ્રી લલ્લુજી મુનિ લાભ પામ્યા હતા. તેઓ શ્રીમન્ના અલ્પ કાળના સાનિધ્યથી પોતાનું આત્મકલ્યાણ નાની ઉંમરમાં સાધી લેનાર એક મહાન સાધક હતા. તેમનો જન્મ વિ.સં. ૧૯૨૩ના કારતક સુદ ૬ના દિવસે થયો હતો. એ હિસાબે તેઓ શ્રીમદ્ કરતાં એક વર્ષ મોટા, એટલે કે લગભગ સમવયસ્ક હતા. તેમના પિતાનું નામ શ્રી ઉજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ અમદાવાદના પુણ્યપ્રભાવક શેઠ મલ્લિચંદ જેચંદના કુળના નબીરા અને શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈના લઘુભાતા હતા. તેમનો કુળસંપ્રદાય સ્થાનકવાસી જૈનનો હતો. તેમનો અભ્યાસ અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો હતો. તેઓ ભક્તિપ્રધાન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સંસ્કારી ધર્માત્મા હતા, તેમજ બુદ્ધિશાળી પણ હતા. શ્રીમન્નો નિકટ પરિચય થવાથી તેમની ભક્તિમાં ઘણો વેગ આવ્યો હતો. નવપલ્લવિત બનેલી તેમની અપૂર્વ ભક્તિના પ્રતાપે, અલ્પ કાળમાં “મોક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ' તેમના અંતરમાં પ્રકાશ્ય હતું. શ્રીમદે તેમને માટે પ્રયોજેલા વિશેષણ ઉપરથી તેમની ઉચ્ચ અંતરંગ દશાનો ખ્યાલ આવી શકે છે. શ્રી જૂઠાભાઈની ધર્મનિષ્ઠા જોઈને શ્રીમદે તેમનું નામ “સત્યપરાયણ' પાડ્યું હતું. વિ.સં. ૧૯૪૪માં શ્રીમદ્ “મોક્ષમાળા' છપાવવા અમદાવાદ આવ્યા હતા. તે સંબંધી સલાહ તથા મદદ માટે તેઓ મોરબીના રહીશ શ્રી વિનયચંદ પોપટભાઈ દફતરીનો શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈ ઉપરનો ભલામણપત્ર લાવ્યા હતા. તે પ્રમાણે શેઠ જેસંગભાઈએ શ્રીમન્ને સહાય કરી હતી. એ દરમ્યાન શ્રીમન્ને અમદાવાદમાં બે-અઢી માસ રોકાવાનું થયું હતું. શેઠ જેસંગભાઈને અવારનવાર વ્યવસાયને અંગે બહારગામ જવાનું થતું હોવાથી, પોતાની ગેરહાજરીમાં તેમણે પોતાના નાનાભાઈ શ્રી જૂઠાભાઈને શ્રીમતી સરભરા કરવાનું સોંપ્યું હતું, તેથી શ્રી જૂઠાભાઈ શ્રીમદ્ભા પરિચયમાં આવ્યા. એ અરસામાં અમદાવાદના શ્રી દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે અદ્ભુત અવધાન પ્રયોગ કરી બતાવ્યો હતો. એક વખત શ્રીમદ્ સાથે તેઓ શેઠ દલપતભાઈનો પુસ્તકભંડાર જોવા ગયા હતા. ત્યાં તેમણે જોયું કે શ્રીમદ્ પુસ્તકોનાં પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકોનું હાર્દ તેમને હૃદયગત થઈ જતું. આ પ્રસંગો ઉપરાંત શ્રીમની બીજાનાં મનની વાતો જાણવાની શક્તિનાં દર્શનથી તથા પૂર્વસંસ્કારના કારણે શ્રીમદ્ તરફ તેમનું આકર્ષણ વધતું ગયું હતું. શ્રી જૂઠાભાઈનાં પત્ની ઊગરીબહેન પણ શ્રીમદ્ પ્રત્યે ખૂબ ભક્તિભાવ રાખતાં હતાં. શ્રી જૂઠાભાઈ સાથેનો પરિચય ગાઢ થયા પછી શ્રીમદ્ જ્યારે પણ અમદાવાદ જતા ત્યારે શ્રી જૂઠાભાઈના ઘરે જ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ઊતરતા. વિ.સ. ૧૯૪પના કારતક માસમાં શ્રીમદ્ અમદાવાદ પધાર્યા ત્યારે શ્રી જૂઠાભાઈને ત્યાં રોકાયા હતા અને તેમની સાથે તેમના છીપા પોળના મકાનના મેડા ઉપર પંદર દિવસ સ્થિતિ કરી તેમને સત્સંગલાભ આપ્યો હતો. ત્યારપછી ફાગણ માસમાં શ્રી જૂઠાભાઈને પોતાના કાકા શ્રી રંગજીભાઈ સાથે એક માસ મોરબી રહેવાનો પ્રસંગ બન્યો હતો. શ્રીમદ્ તે વખતે મોરબીમાં બિરાજમાન હતા. તેથી શ્રી જૂઠાભાઈએ શ્રીમન્ના અમૂલ્ય સમાગમનો લાભ લીધો હતો. ત્યારપછી અષાઢ માસમાં શ્રીમદે પુનઃ શ્રી જૂઠાભાઈને ત્યાં થોડા દિવસ સ્થિતિ કરી અપૂર્વ સમાગમલાભ આપ્યો હતો. થોડા દિવસ ભરુચ પણ સાથે ગયા હતા. વળી, પ્રત્યક્ષ સમાગમ ન હોય ત્યારે બન્ને વચ્ચે ધર્મનિમિત્તે નિયમિત પત્રવ્યવહાર પણ ચાલતો. શ્રી જૂઠાભાઈ ઉપર શ્રીમદે લખેલા આશરે વીસ પત્રો હાલ ઉપલબ્ધ છે. આ પત્રોમાંના મોટા ભાગના પત્રો ટૂંકા છે, માત્ર ત્રણ-ચાર પત્રો જ લાંબા છે છતાં તે બધામાં શ્રીમદ્ગો શ્રી જૂઠાભાઈ પ્રત્યેનો પરમાર્થ પ્રેમ સ્પષ્ટપણે જણાય છે. શ્રી જૂઠાભાઈ તથા શ્રીમદ્ગો કુળસંપ્રદાય પ્રતિમાવિરોધક સ્થાનકવાસીનો હતો, પરંતુ સત્યતત્ત્વગવેષણાને પરિણામે પ્રતિમા અંગે પ્રથમ શ્રીમના વિચારોમાં અને તત્પશ્ચાત્ શ્રીમન્ના ગાઢ સત્સમાગમના કારણે શ્રી જૂઠાભાઈના વિચારોમાં પરિવર્તન આવ્યું હતું. સંપ્રદાયના મતાગ્રહીઓ તરફથી આ કારણે થતાં અવર્ણવાદથી સંવેદનશીલ શ્રી જૂઠાભાઈને બહુ લાગી આવતું, ત્યારે શ્રીમદ્ તેમને ખેદ ન કરવાનું અને ખૂબ ધીરજ રાખવાનું સમજાવતા. સત્ય અપનાવ્યા પછી તેને માટે પ્રવર્તતા વિરોધ પ્રત્યે શ્રીમદ્ ઉદાસીન હતા. તે વખતની શ્રીમની સત્યનિષ્ઠા, નિષ્કષાય સ્થિતિ, અંતરંગ સમતા આદિ ઉપર તેમના પત્રો સારો પ્રકાશ પાડે છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક-૩૬, ૩૭, ૪૧, ૪૨ વગેરે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી જૂઠાભાઈએ શ્રીમદ્ પોતાના પરમ આરાધ્ય પદે સ્થાપ્યા હતા, તથાપિ માર્દવમૂર્તિ શ્રીમદ્ શ્રી જુઠાભાઈને વીતરાગધર્મની દૃઢતાનો તથા પોતાના ઇષ્ટદેવ શ્રી પાર્શ્વનાથાદિ જિનપરમાત્માની ભક્તિનો જ બોધ કરતા. માન અને માયારૂપ મહાશત્રુઓને જીતી લેનાર મહાગુણસંપન્ન શ્રીમદ્ પત્રોમાં વારંવાર પોતાની લઘુતા દર્શાવતા, પરંતુ મુમુક્ષુતાનાં નેત્રોથી સાચા ગુરુને ઓળખી લેનાર શ્રી જૂઠાભાઈનો શ્રીમદ્ પ્રત્યેનો પ્રશસ્ત પ્રેમ એટલો વધી ગયો કે તેમનાથી શ્રીમનો વિરહ સહન થતો ન હતો અને તેઓ શ્રીમન્નાં દર્શન-સમાગમ માટે અતિશય ઝૂરતા હતા. વિ.સં. ૧૯૪૫થી શ્રી જૂઠાભાઈનું આરોગ્ય કથળ્યું અને તેથી જો દેહ છૂટી જશે તો પોતે આ અપૂર્વ સત્સમાગમનો - ડી મેળવી શકે એવો પારમાર્થિક ખેદ તેમને અત્યંત વ્યાકુળ કરી મૂકતો. શ્રીમદ્ તેમને એ ચિંતા અને ખેદ દૂર કરી, ધર્મધ્યાનમાં લીન રહેવાનો વારંવાર ઉપદેશ આપતા અને પુરુષાર્થની પ્રેરણા આપી ધીરજ પણ બંધાવતા કે – “નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. . તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપ જ છે.૧ વિ.સં. ૧૯૪૬માં શ્રી જૂઠાભાઈની આરોગ્ય સ્થિતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી ગઈ, પરંતુ શ્રીમદ્ભા પત્રોના કારણે તેઓ પરમ વૈરાગ્યમાં ઝૂલવા માંડ્યા અને સમાધિમરણ માટે જાગૃત થઈ ગયા. શ્રીમના આત્મલાભકારી પ્રત્યક્ષ એવમ્ પરોક્ષ સત્સમાગમના બળે તેમના અંતરમાં સમ્યત્વ પ્રકાણ્યું હતું. તેમની પ્રગટ વૈરાગ્યદશા અને ઉદાસીનતા છતાં તેમના કુટુંબીઓ તેમની અંતરંગ દશાથી છેવટ સુધી અજાણ જ રહ્યા હતા. વિ.સં. ૧૯૪૬ના અષાઢ સુદ ૯ના દિવસે માત્ર તેવીસ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૮૪ (પત્રાંક-૫૯) Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ વર્ષની વયે શ્રી જૂઠાભાઈનું અવસાન થયું. શ્રી જૂઠાભાઈના અવસાનની તિથિ તેમજ સમય શ્રીમદ્દે બે માસ અગાઉ નોંધી રાખ્યાં હતાં અને તે બાબત શ્રી જૂઠાભાઈને જણાવવા તેમણે શ્રી છગનલાલ બેચરલાલને અગાઉથી લખ્યું હતું. શ્રીમદે કરેલી શ્રી જૂઠાભાઈના અવસાનની આગાહી કરતી નોંધ માત્ર થોડા કલાકના ફરક સાથે સાચી પડી હતી. ઉપાધિના કારણે લિંગદેહજન્યજ્ઞાનમાં યત્કિંચિત્ ફરક થયો હતો એમ પાછળથી શ્રીમદે જણાવ્યું હતું. શ્રી જૂઠાભાઈના દેહવિલયના સમાચારથી શ્રીમદ્દ્ન અત્યંત આઘાત અને શોક થયો હતો. તેમના અવસાનના બીજા દિવસે શ્રીમદે નોંધ્યું છે - ‘એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક્દ્ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહ્લાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું’૧ પરમાર્થમાર્ગમાં આધારરૂપ એવા શ્રી જૂઠાભાઈ અને શ્રીમદ્ વચ્ચેના પારમાર્થિક અનુરાગની પ્રબળતા શ્રીમદે શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલા પત્રમાં પ્રતિબિંબિત થાય છે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૭ (પત્રાંક-૧૧૭) - Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ‘આ આત્માનો આ જીવનનો રાહત્યિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનદષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકો.૧ (ii) શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ શ્રીમા સર્વ સત્સંગીઓમાં જેમનું સ્થાન સર્વથી ઉપ૨ છે અને જેમને શ્રીમદ્ પોતાના ‘હૃદયરૂપ’, ‘પરમવિશ્રામ શ્રી સુભાગ્ય' તરીકે બિરદાવે છે એવા સરળતા, સૌમ્યતા, સમર્પિતતા, સાચી સંસ્કારિતાના મૂર્તિસ્વરૂપ શ્રી સૌભાગ્યભાઈ પરમ સખા હતા. શ્રીમના સમસ્ત ઉપલબ્ધ પત્રસાહિત્યના ચોથા ભાગથી વધુ પત્રો શ્રી સૌભાગ્યભાઈને લખાયેલા છે, એ જ બતાવે છે કે શ્રીમનો શ્રી સૌભાગ્યભાઈ સાથેનો સંબંધ કેટલો ગાઢ હતો. સૌરાષ્ટ્રના ‘ભગતના ગામ' તરીકે પ્રસિદ્ધ થયેલ સાયલા ગામમાં શ્રી સૌભાગ્યભાઈનો જન્મ વિ.સં. ૧૮૮૦માં થયો હતો. તેઓ સાધકવૃત્તિ, પરગજુ સ્વભાવ અને નિર્મળ હૃદય ધરાવતા હતા. સડસઠ વર્ષની ઉંમરના શ્રી સૌભાગ્યભાઈને પોતાના કરતાં ચુમ્માલીસ વર્ષ નાના, પરંતુ અતીન્દ્રિય શક્તિ ધરાવનાર એવા શ્રીમદ્ તરફ પ્રથમ મુલાકાતથી જ પૂજ્યભાવ થયો હતો. ત્યારપછી પત્ર દ્વારા શ્રીમદ્ા પરોક્ષ સમાગમમાં નિરંતર રહી તથા યથાવકાશ પ્રત્યક્ષ સમાગમનો લાભ લઈ, તેમનો ગાઢ પ્રેમ અને અપૂર્વ માર્ગદર્શન સંપાદન કરી, ખૂબ જ ઉચ્ચ આધ્યાત્મિક દશાને પામીને શ્રી સૌભાગ્યભાઈએ છેવટે પ્રશંસનીય સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના પણ શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈની વિનંતી સ્વીકારીને જ કરી હતી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૭ (પત્રાંક-૧૧૮) Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌભાગ્યભાઈ Page #167 -------------------------------------------------------------------------- ________________ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ - શ્રી સૌભાગ્યભાઈના પિતાશ્રી લલ્લુભાઈ અગાઉ લીંબડીમાં કારભારી હતા, પરંતુ રાજખટપટના કારણે કારભારીપણું ચાલ્યું જતાં સાયલા આવી રહ્યા હતા. ધીરે ધીરે આર્થિક દૃષ્ટિએ પડતી દશા આવી, એટલે તે સુધારવાની ચિંતામાં તેઓ હતા. મારવાડના સાધુઓ મંત્રવિદ્યામાં નિપુણ હોવાથી, તેવા કોઈ સાધુને પ્રસન્ન કરવાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે એમ વિચારી તેઓ રતલામ ગયા. ત્યાં તેમને એક વિખ્યાત સાધુનો પરિચય થયો. શ્રી લલ્લુભાઈએ તેમની સેવા કરી તેમને પ્રસન્ન કર્યા અને પોતાની અર્થકામનાની વિજ્ઞપ્તિ કરી. પણ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શ્રી લલ્લુભાઈને ઠપકો આપ્યો કે એમના જેવા વિચક્ષણ પુરુષે ત્યાગી પાસે આત્માને બદલે માયાની વાત કરવી તે ઘણું અઘટિત ગણાય. શ્રી લલ્લુભાઈએ ક્ષમા માંગી અને કંઈ આત્મસાધનની વાત કરવા વિનંતી કરી. તે સાધુએ તેમને સુધારસની યોગક્રિયાની - બીજજ્ઞાનની સમજણ આપી અને વિશેષમાં જણાવ્યું કે કોઈ યોગ્ય પાત્રને કહેશો તો તેને પણ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી થશે. સાયેલા આવ્યા પછી શ્રી લલ્લુભાઈએ તે જ્ઞાન શ્રી સૌભાગ્યભાઈને આપ્યું અને કોઈ યોગ્ય જીવ હોય તો તેને પણ જણાવવું એમ કહ્યું. શ્રી સૌભાગ્યભાઈએ જ્યારે શ્રીમદ્ગી અવધાનશક્તિ વિષે જાણ્યું ત્યારે તેમને લાગ્યું કે તેમની પાસે જે રહસ્યભૂત જ્ઞાન છે તે જો આ વ્યક્તિને આપવામાં આવે તો જગત માટે ઉપકારક થશે; તેથી તેમણે પોતાના પિતાશ્રી પાસે આ સુધારસનું રહસ્યભૂત જ્ઞાન શ્રીમને આપવા માટે આજ્ઞા માંગી અને તેઓશ્રીએ તે માટે અનુમતિ આપી. શ્રી લલ્લુભાઈની સમ્મતિ મળતાં વિ.સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવામાં શ્રી સૌભાગ્યભાઈ મોરબી ગયા, પણ ત્યાં જાણવા મળ્યું કે શ્રીમદ્ તો જેતપરમાં તેમના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં બિરાજમાન છે, તેથી તેઓ જેતપર ગયા. શ્રી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સૌભાગ્યભાઈનું આગમન થવા પૂર્વે શ્રીમન્ને પોતાના નિર્મળ જ્ઞાનમાં જણાયું કે શ્રી સૌભાગ્યભાઈ નામના પુરુષ બીજજ્ઞાનની વસ્તુ દર્શાવવા આવી રહ્યા છે. શ્રીમદે એક કાગળની કાપલી ઉપર તે બીજજ્ઞાનની વસ્તુ લખી, ગાદી પાસેના ગલ્લામાં તે કાપલી મૂકી. શ્રી સૌભાગ્યભાઈ આવ્યા ત્યારે અતિથિસત્કાર કરતાં શ્રીમદે તેમને નામ દઈ બોલાવ્યા. શ્રી સૌભાગ્યભાઈને નવાઈ લાગી કે તેઓ મને ઓળખતા નથી, અમે એકબીજાને કદી મળ્યા કે જોયા નથી, તેમને મારા આવવાના સમાચાર પણ મોકલાવ્યા નથી, તો તેમણે મને નામ દઈને કઈ રીતે બોલાવ્યો? ત્યાં તો શ્રીમદે કહ્યું કે આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો. શ્રી સૌભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી, તો જે બીજજ્ઞાનની વસ્તુ દર્શાવવા પોતે આવ્યા હતા, તે જ વસ્તુ એમાં લખેલી દીઠી! તેમને થયું કે આ કોઈ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. તેમને મારે શું બતાવવાનું હોય? ઊલટું મારે તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું જોઈએ. શ્રીમન્ના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે પોતાના સાયલાના ઘરના બારણાની દિશા શ્રીમન્ને પૂછી. શ્રીમદે યથાર્થ ઉત્તર આપ્યો, તેથી શ્રી સૌભાગ્યભાઈ અત્યંત આશ્ચર્ય પામ્યા અને તેમણે શ્રીમને ત્રણ નમસ્કાર કર્યા. તે વખતે શ્રીમદ્ પણ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા. આ પ્રસંગે શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈને તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં'નો ભાવાર્થ સમજાવી, તૃષ્ણા નિવારવાનો બોધ કર્યો હતો. આમ, પ્રથમ સમાગમથી તેઓ વચ્ચે અંતરની એકતા પ્રગટી હતી અને બન્નેને એકબીજાના સમાગમથી પરમાનંદ થયો હતો. આ વાતનો સ્પષ્ટ નિર્દેશ પ્રથમ સમાગમ પછી તરતમાં શ્રીમદે વવાણિયાથી પ્રથમ ભાદરવા વદ ૧૩ના દિવસે શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખેલ પ્રથમ પત્ર(પત્રાંક-૧૩ર)માં મળી આવે છે. તે પછી શ્રીમદે બીજે અઠવાડિયે “આત્મવિવેકસંપન્ન Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ભાઈ શ્રી સોભાગભાઈ” એવા સંબોધનથી શરૂ થતો ઘણો લાંબો બોધપત્ર લખ્યો હતો. આમ, પ્રથમ મુલાકાત પછી તરત જ બન્ને વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો હતો. વિ.સં. ૧૯૪૬ના ભાદરવા માસથી શરૂ કરી વિ.સં. ૧૯૫૩ના જેઠ માસ સુધી, એટલે કે શ્રીમદ્ અને શ્રી સૌભાગ્યભાઈના પ્રથમ મેળાપથી શરૂ કરી શ્રી સૌભાગ્યભાઈના અવસાન સુધીના સાત વર્ષના ગાળામાં શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખેલા લગભગ ૨૪૪ પત્રો ઉપલબ્ધ છે. શ્રી સૌભાગ્યભાઈ ઉપરના શ્રીમદ્ભા પત્રો લંબાણથી અને મોટી સંખ્યામાં લખાયેલા છે. તેમાં તેમણે શ્રી સૌભાગ્યભાઈને કરેલાં સંબોધનો તથા પત્રને અંતે કરેલી સહીઓમાં જેટલી વિવિધતા અને વિશેષતા જોવા મળે છે, તેટલી અન્ય વ્યક્તિઓ ઉપર લખેલા પત્રોમાં જોવા મળતી નથી. શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાં શ્રીમદે પોતાનું અંતર ખોલીને નિજદશાની ચર્ચા કરી છે. પોતાની વ્યાવહારિક ઉપાધિ જણાવીને એ સાથે અનુભવાતી અદ્ભુત અંતરદશાનું પણ તેમણે ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રીમદ્ભી અંતરંગ દશા, પ્રારબ્ધસ્થિતિ, માર્ગપ્રભાવનાની ભાવના તથા સંસારત્યાગ કરવાની તત્પરતા તેમાં વિસ્તારપૂર્વક જણાવેલી હોવાથી શ્રીમદ્ભા પરમાર્થજીવનમાં ડોકિયું કરવામાં તે પત્રો મુમુક્ષુને અત્યંત સહાયરૂપ નીવડે છે. તદુપરાંત શ્રી સૌભાગ્યભાઈને ઉપાધિથી પર રહી, આર્થિક લાચારી નહીં કરવાનું સમજાવી, આત્માર્થમાં દઢતા કરાવતા પત્રો પણ શ્રીમદે લખ્યા છે. શ્રી સૌભાગ્યભાઈ પોતાની આર્થિક સ્થિતિની મૂંઝવણ ટાળવા શ્રીમ લખતા ત્યારે શ્રીમદ્ પત્રો દ્વારા સમજણ આપી, જ્ઞાની પાસે સાંસારિક માગણી ન કરતાં એક આત્મકલ્યાણ જ ઇચ્છવું એવો બોધ કરતા. વળી, પત્રોમાં પરમાર્થ સંબંધી અનેક પ્રશ્નો લખી, શ્રીમદ્ તેમને તેનું સમાધાન વિચારવા માટે જણાવતા. સંસારપરિભ્રમણ થવાનાં કારણો, સંસારનું સ્વરૂપ, તેનાથી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ છૂટવાનો માર્ગ, ભક્તિનું માહાત્મ, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ, સત્સંગનું માહાત્મ, જ્ઞાનીની વર્તના, પ્રત્યક્ષ સત્પરુષનું માહાભ્ય, સુધારસ, જાતિસ્મરણ જ્ઞાન, કેવળજ્ઞાનની મીમાંસા વગેરે પરમાર્થમાં ઉપયોગી થાય તેવા વિવિધ મુદ્દાઓ વિષેની વિચારણા શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાં જોવા મળે છે. વિપુલ પત્રવ્યવહાર ઉપરાંત શ્રી સૌભાગ્યભાઈને શ્રીમદ્ સાથે અનેક દિવસોના પ્રત્યક્ષ સમાગમનો ધન્ય લાભ પણ પ્રાપ્ત થયો હતો. વિ.સં. ૧૯૪૬ના દ્વિતીય ભાદરવા વદમાં અંજાર જતાં (અંજારમાં શ્રી સૌભાગ્યભાઈની દુકાન હતી) શ્રી સૌભાગ્યભાઈ શ્રીમદ્ સાથે મોરબીમાં ચાર-પાંચ દિવસ રહ્યા હતા. અંજારથી વળતાં વવાણિયા ત્રણ દિવસ રહી, આસો વદમાં શ્રીમને પોતાની સાથે સાયલા લઈ ગયા હતા. ત્યાં શ્રીમદ્ અઠવાડિયું રોકાઈ ખંભાત ગયા હતા. આમ, પ્રથમ મુલાકાત પછી તરત જ બે-અઢી માસના ગાળામાં તેમને લગભગ એક મહિનાનો અત્યંત નિકટ સમાગમ મળ્યો હતો. તે ઉપરાંત વિ.સં. ૧૯૪૭માં પર્યુષણ સમયે રાળજ આદિ સ્થળે, વિ.સં. ૧૯૪૮માં વવાણિયામાં, વિ.સં. ૧૯૪૯માં થોડો વખત મુંબઈમાં અને પર્યુષણ સમયે નિવૃત્તિક્ષેત્રે, વિ.સં. ૧૯૫૦માં થોડો વખત મુંબઈમાં, વિ.સં. ૧૯૫૧માં લગભગ બે મહિના વવાણિયા, સાયલા, રાણપુર, હડમતાલા, વડવા, ખંભાત આદિ સ્થળે, વિ.સં. ૧૯૫રમાં બે-અઢી માસ કાવીઠા, રાળજ, વડવા, ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રે તથા વિ.સં. ૧૯૫૩માં સાયલા તથા ઈડર ક્ષેત્રે શ્રીમન્ના પ્રત્યક્ષ સમાગમનો લાભ શ્રી સૌભાગ્યભાઈને પ્રાપ્ત થયો હતો. સાયલામાં શ્રી સૌભાગ્યભાઈ કરતાં વયમાં મોટા એવા શ્રી ડુંગરશીભાઈ ગોળિયા શ્રી સૌભાગ્યભાઈના ખાસ મિત્ર હતા. તેઓ બુદ્ધિમાન તથા તર્કવાદી હતા અને તેમણે યોગ સાધી, અનેક ચમત્કારો કર્યા હતા. તેના કારણે શ્રી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સૌભાગ્યભાઈને તેમના પ્રત્યે જ્ઞાની જેવી શ્રદ્ધા થઈ હતી, પરંતુ શ્રીમના સત્સંગથી તથા પત્રવ્યવહાર દ્વારા મળતા બોધથી તેમની શ્રદ્ધા શ્રીમદ્ભાં વિશેષ દઢ બનતી ગઈ, પતિવ્રતા જેવી પરમ ભક્તિ નિષ્પન્ન થઈ અને જ્ઞાનીની સાચી ઓળખાણ થતાં શ્રી ડુંગરશીભાઈ પ્રત્યેની જ્ઞાની તરીકેની માન્યતા દૂર થઈ. પત્રો તથા પ્રત્યક્ષ સમાગમ દ્વારા શ્રી ડુંગરશીભાઈને પણ શ્રીમદ્ પ્રત્યે આસ્થા થઈ અને તેમણે પણ શ્રીમતું શરણ સ્વીકાર્યું. આમ, શ્રીમદ્ભા માર્ગદર્શનથી શ્રી સૌભાગ્યભાઈ શ્રી ડુંગરશીભાઈની અસરમાંથી મુક્ત થયા. તેમણે વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના પત્રમાં શ્રીમદ્દને આ અંગે જણાવ્યું હતું કે તેમની શ્રી ડુંગરશીભાઈ વિષેની આસ્થા સંપૂર્ણપણે નીકળી ગઈ છે. વિ.સં. ૧૯૫૩ના કારતકમાં શ્રીમદ્ નડિયાદથી વવાણિયા પધાર્યા હતા અને ઉનાળા સુધી ત્યાં જ રોકાયા હતા. તે દરમ્યાન શ્રી સૌભાગ્યભાઈનું આરોગ્ય જીર્ણજ્વરથી અત્યંત કથળી ગયું હતું, તેથી તેઓ પોતાનું મૃત્યુ થાય તે પહેલાં પ્રત્યક્ષ દર્શન-સમાગમનો લાભ આપવા શ્રીમદ્ વારંવાર વિનંતી કરતા હતા. શ્રીમદે તેમને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશેષ વિચારવાની સૂચના આપી હતી અને તેનો અમલ તેઓ પૂરી નિષ્ઠાથી કરતા હતા. અંતે શ્રી સૌભાગ્યભાઈની ઝૂરણા અત્યંત વધી ગઈ, ત્યારે વિ.સં. ૧૯૫૩ના વૈશાખમાં દસ દિવસ સાયલામાં અને ત્યારપછી દસ દિવસ ઈડરમાં શ્રીમદે તેમને ઘનિષ્ઠ સમાગમનો લાભ આપી, તેમના આત્માને ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં પ્રેર્યો હતો. તત્પશ્ચાત્ મુંબઈથી શ્રીમદે સમાધિમરણની ઉત્કૃષ્ટ આરાધના અર્થે ત્રણ આત્મજાગૃતિપ્રેરક પત્રો શ્રી સૌભાગ્યભાઈને લખ્યા હતા, જેમાં શ્રીમદ વિશિષ્ટ પ્રેરણા, માર્ગદર્શન તથા ઉત્સાહબળ આપવા માટે સ્વભાવજાગૃતદશા, અનુભવઉત્સાહદશા, સ્થિતિદશા અને પરમપુરુષદશાને વર્ણવતાં ચાર કાવ્યો પંડિત શ્રી બનારસીદાસજી રચિત “સમયસારનાટક'માંથી ઉદ્ધત કર્યા હતાં. તેમાંથી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ એક પત્રમાં તેઓ લખે છે – પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. વળી, અંતસમયે શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણમાં સહાયક થવા શ્રીમદે શ્રી અંબાલાલભાઈને ખંભાતથી સાયલા જવાની આજ્ઞા પણ કરી હતી. શ્રીમદ્દના બોધને આત્મસાત્ કરી, વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના લખેલ પત્રમાં શ્રી સૌભાગ્યભાઈ શ્રીમને લખે છે – હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશો. દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતો નહોતો. પણ દિન ૮ થયાં આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે. અને રાતદિવસ આ ચેતન અને આ દેહ એમ આપની કૃપાદષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહજ જણાવા લખ્યું છે.” પ્રબળ આત્મપુરુષાર્થથી આત્મદશાની ઉત્તરોત્તર ઊર્ધ્વ શ્રેણીને પામતા જઈ, અંતે અપૂર્વ સમાધિમાં સ્થિત રહી, શ્રી સૌભાગ્યભાઈએ વિ.સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના ગુરુવારે સવારે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૪ (પત્રાંક-૭૮૦) ૨- “શ્રી સોભાગ પ્રત્યે', પૃ.૩૧૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દસ ને પચાસ મિનિટે નશ્વર દેહનો ત્યાગ કર્યો. જે સમયે શ્રી સૌભાગ્યભાઈનું અપૂર્વ સમાધિભાવે અવસાન થયું, તે જ સમયે પોતાના જ્ઞાનબળથી તેમનો દેહવિલય જાણી, મુંબઈમાં શ્રીમદે પહેરેલાં કપડે જ ઠંડા પાણીથી સ્નાન કર્યું હતું. દેહત્યાગનો તાર તો થોડા કલાક પછી મળ્યો હતો! શ્રી સૌભાગ્યભાઈના દેહવિલય વિષે શ્રીમદ્ લખે છે ‘જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. .... આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. — શ્રી સોભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે.૧ શ્રીમના હૃદયમાં શ્રી સૌભાગ્યભાઈનું કેવું વિશિષ્ટ સ્થાન હતું તેનું દર્શન આ પત્રમાં થાય છે. તેઓ શ્રીમના અધ્યાત્મજીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, વણાઈ ગયા હતા અને એથી ઉભયને પરસ્પર લાભ થયો હતો. શ્રી સૌભાગ્યભાઈ શ્રીમના હૃદયભાવોને સમજવાની ક્ષમતા ધરાવતા હતા, જે તેમની ઉચ્ચ ભૂમિકાનું દ્યોતક છે. શ્રીમના હૃદયપ્રતિબિંબ એવા ઉત્તમોત્તમ પરમાર્થપત્રોના તથા આધ્યાત્મિક રહસ્યોથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૬ (પત્રાંક-૭૮૨) ..... Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ ભરપૂર એવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ઉદ્ભવનિમિત્ત શ્રી સૌભાગ્યભાઈ હતા અને તે બદલ જગત તેમનું ઋણી રહેશે. શ્રીમન્ના હૃદયમાં રહેલ આત્મિક જ્ઞાનની રહસ્યભૂત વાતો પ્રગટ કરાવવામાં શ્રી સૌભાગ્યભાઈનો મુખ્ય ફાળો છે. શ્રીમના પરમ શિષ્ય, ભક્તશિરોમણિ, પરમાર્થસખા હોવાનું અનન્ય સૌભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે એવા શ્રી સૌભાગ્યભાઈનો મુમુક્ષુગણ ઉપરનો ઉપકાર અજોડ છે. (iii) શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈ શ્રી અંબાલાલભાઈ એક એવા મહામુમુક્ષુ હતા, જેમણે અંત પર્યત શ્રીમદ્દની અનન્ય સેવા-ભક્તિ કરી પોતાનું જીવન ધન્ય કર્યું હતું. ખંભાતના વતની શ્રી અંબાલાલભાઈનો જન્મ વિ.સં. ૧૯૨૬માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ શ્રી મગનલાલ હતું. તેમના માતામહ શ્રી લાલચંદભાઈને પુત્ર નહીં હોવાથી તેમણે શ્રી અંબાલાલભાઈને દત્તક લીધા હતા, તેથી તેઓ શ્રી લાલચંદભાઈ પાસે ઊછર્યા હતા અને શ્રી અંબાલાલ લાલચંદના નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રી અંબાલાલભાઈ શ્રીમથી બે વર્ષ નાના હતા. તેઓ પૂર્વસંસ્કારી તથા સેવાભાવી હતા. તેમના દ્વારા અનેક મુમુક્ષુઓને શ્રીમનો સમાગમલાભ પ્રાપ્ત થવાનો ધન્ય પ્રસંગ બનવા પામ્યો હતો. એકનિષ્ઠ ભક્તિ, નિષ્કામ સેવા, પ્રશંસનીય ક્ષયોપશમ, દઢ વૈરાગ્ય તથા શ્રીમદ્ભા નિકટ અને નિરંતર પરિચયથી તેમણે આત્મકલ્યાણની ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત કરી હતી. શ્રી અંબાલાલભાઈની જ્ઞાતિના શ્રી માણેકચંદભાઈના પુત્રો શ્રી છોટાલાલભાઈ, શ્રી સુંદરલાલભાઈ તથા શ્રી ત્રિભુવનભાઈ શ્રી અંબાલાલભાઈના મિત્રો હતા. વિ.સં. ૧૯૪૫ના વૈશાખમાં શ્રી અંબાલાલભાઈ તથા શ્રી છોટાલાલભાઈ કોઈ લગ્નપ્રસંગે અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓ લગભગ તેમની જ વયના શ્રી Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબાલાલભાઈ Page #177 -------------------------------------------------------------------------- ________________ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ જૂઠાભાઈના પરિચયમાં આવ્યા હતા. જ્યારે વરઘોડો નીકળવાનો હતો, ત્યારે શ્રી અંબાલાલભાઈ બીજા ભાઈઓ સાથે શ્રી જૂઠાભાઈને વરઘોડામાં જવા બોલાવવા આવ્યા. નાની વયમાં જ વૈરાગ્યવંત બનેલા શ્રી જૂઠાભાઈ એ વખતે શ્રીમદ્જ્ઞા પત્રોનું વાંચન કરતા હતા, તેથી તેઓ બોલ્યા કે “ક્યાં પ્રતિબંધ કરું?' તે સાંભળીને શ્રી અંબાલાલભાઈ ઉપર તેમના વૈરાગ્યની છાપ પડી અને તેથી તેઓ ત્યાં જ સત્સંગમાં બેસી ગયા. શ્રી જૂઠાભાઈએ શ્રીમદ્ભા ગુણગામ કરી તેમના પત્રો વંચાવ્યા, તેથી તે પૂર્વસંસ્કારી જીવને શ્રીમન્નાં દર્શન-સમાગમની ભાવના થઈ. તે પત્રોની નકલ તેમણે સ્વાધ્યાયાર્થે ઉતારી લીધી. આમ, લગ્નપ્રસંગે આવેલા શ્રી અંબાલાલભાઈને શ્રી જૂઠાભાઈના નિમિત્તે ધર્મની લગની લાગી. તેમણે ખંભાત આવી શ્રીમને મળવાની આજ્ઞા મેળવવા પાંચ-છ પત્રો લખ્યા. શ્રીમદે આજ્ઞા આપી એટલે શ્રી ત્રિભુવનભાઈ સાથે શ્રી અંબાલાલભાઈ મુંબઈ ગયા અને શ્રીમન્નાં દર્શન કર્યા. ફરીથી શ્રી ત્રિભુવનભાઈ એકલા મુંબઈ ગયા હતા, ત્યારે શ્રીમદે “મહાવીરના બોધને પાત્ર કોણ?' એ દર્શાવતા દસ બોલવાળો બોધપત્ર લખીને શ્રી અંબાલાલભાઈ માટે મોકલ્યો. ત્યારપછી શ્રી અંબાલાલભાઈની વિનંતીથી વિ.સં. ૧૯૪૬ના આસો વદ ૧૨ ના દિવસે શ્રીમદ્ સાયલાથી ખંભાત તેમના ઘરે પધાર્યા. શ્રી અંબાલાલભાઈનું હૃદય પ્રેમભક્તિથી ઉલ્લલ્લું, તેમણે તન-મન-ધનથી શ્રીમન્ની ભક્તિ કરી. શ્રીમના ખંભાતનિવાસ દરમ્યાન શ્રી લાલચંદભાઈ શ્રીમદ્ સ્થાનકવાસી ઉપાશ્રયે લઈ ગયા હતા, જ્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓને શ્રીમનો પ્રથમ પરિચય થયો હતો. સં. ૧૯૪૬ના સમાગમ પછી શ્રી અંબાલાલભાઈનું જીવન શ્રીમદ્ભય બની ગયું હતું. આ સમાગમ પછી તેમણે વ્યવસાય વગેરેનો ઘણો સંક્ષેપ કરી, જીવનને શ્રેયમાર્ગે વાળ્યું હતું. માત્ર ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૦ (પત્રાંક-૧૦૫) Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચોવીસ વર્ષની ઉંમરે તેમણે પોતાનાં જમીન-ખેતર ગરીબ ખેડૂતોને દાનમાં આપી દીધાં હતાં. આવી ઉદાત્ત ત્યાગવૈરાગ્યની ભાવનાથી તેમનું હૃદય રંગાઈ ચૂક્યું હતું. શ્રીમદ્દ્ના સમાગમ પૂર્વે તેઓ જૈનશાળાના સેક્રેટરી તરીકેનું કાર્ય કરતા હતા અને તેમની કાર્યકુશળતાથી સ્થાનકવાસી સંઘના સંઘવી તરીકે લેખાતા હતા. શ્રીમદ્ા સમાગમ પછી તો તેઓ તેમની આજ્ઞાનુસાર સ્વાધ્યાય-ભક્તિમાં જ પોતાનો સમય વિશેષપણે ગાળતા. શ્રી ત્રિભુવનભાઈ, શ્રી છોટાલાલભાઈ વગે૨ે પરમાર્થપ્રેમી મુમુક્ષુઓ સ્વાધ્યાય અર્થે નિત્ય-નિયમિત મળતા. ત્યાં શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્ની વિદેહી દશાની, તેમના અદ્ભુત ચરિત્રની ઉલ્લસિત ભાવે ગુણકથા કરતા અને સર્વને ભક્તિરસથી ભરીને સત્પુરુષમાં શ્રદ્ધા કરાવતા. ગૃહસ્થપણામાં રહેલા શ્રીમને ગુરુ તરીકે માનવાથી સ્થાનકવાસી સંપ્રદાયમાં શ્રી અંબાલાલભાઈ સામે કેટલોક વિરોધ થયો હતો. તે વિષમ પરિસ્થિતિમાં શ્રી અંબાલાલભાઈની સ્વસ્થતા તથા પરમાર્થશ્રેણી બરાબર જળવાઈ રહે તેવો બોધ શ્રીમદ્દે તેમને કર્યો હતો. શ્રીમદ્ા બોધથી તેમની પાત્રતામાં નિખાર આવ્યો હતો અને તેઓ મતભેદોથી દૂર રહી, આત્માર્થને સાધવામાં પ્રવૃત્ત થયા હતા. ખંભાત, રાળજ, કાવિઠા, વડવા, વીરસદ, કંસારી, ઉંદેલ, આણંદ, ખેડા, નડિયાદ, મુંબઈ, ઉત્તરસંડા, વવાણિયા, વઢવાણ, અમદાવાદ, પેટલાદ આદિ સ્થળોએ શ્રીમદ્દ્ના પ્રત્યક્ષ સમાગમથી તેઓશ્રીને સત્સંગભક્તિની એવી તો લગની લાગી ગઈ હતી કે આખી રાત શ્રીમદ્દ્ની ગુણકથા કરતાં તેઓ થાકતા નહીં. જ્યારે જ્યારે તેઓ શ્રીમદ્દ્ના સમાગમ પછી ઘર તરફ આવે ત્યારે તેમને બહુ જ બ્રહ્મચર્યની વિરહવેદના થતી અને તેઓ મનોમન કેટલાક નિયમ પ્રતિજ્ઞા વગેરે લેતા. તેમનામાં સુંદર કાવ્યો રચવાની શક્તિ હોવાથી, શ્રીમનો મહિમા દર્શાવતાં અનેક પદો તેમણે રચ્યાં . - Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ છે. સંસ્કૃત ભણવાની શ્રીમન્ની આજ્ઞા થવાથી તેમણે પંડિતજી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને શ્રીમન્ની સ્તુતિરૂપે એક ભક્તિશ્લોક રચ્યો હતો, જેમાં તેઓ અહર્નિશ રટણ કરતા – 'महादेव्याः कुक्षिरत्न, शब्दजीतवरात्मजम् । राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् ।।' વિ.સં. ૧૯૪૬ થી વિ.સં. ૧૯૫૭ સુધી અગિયાર વર્ષ શ્રીમદ્ સાથેના તેમના સમાગમમાં પત્રવ્યવહાર નિરંતર ચાલુ રહ્યો હતો. શ્રીમદે લગભગ ૧૨૭ જેટલા પત્રો શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલા છે, જેમાં ઘણાખરા પત્રો પ્રમાણમાં ટૂંકા છે, પણ ૧૫-૨૦ જેટલા પત્રો સુદીર્ઘ છે. શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલા પત્રોમાં શ્રીમદે કેટલીક જગ્યાએ તેમને માર્ગદર્શન આપ્યું છે, તો કેટલીક જગ્યાએ પોતાની આંતરિક સ્થિતિ કે બાહ્ય પ્રવૃત્તિનો ઉપાધિયોગ દર્શાવી, પરમાર્થમાર્ગે મૌન રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અનેક પરમાર્થવિષયો સંબંધી પણ વિચારણા થયેલી છે, જેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું માહાભ્ય, સત્સંગનું દુર્લભપણું, કર્મની વિચિત્રતા, શ્રદ્ધાનું બળ, મુમુક્ષુનાં લક્ષણો, પ્રમાદ, જ્ઞાનદશા વગેરે. કેટલાક પત્રોમાં પ્રશ્નનું લંબાણથી નિરાકરણ પણ જોવા મળે છે, જેમ કે આઠ રૂચકપ્રદેશ, એકદેશઉણા ચૌદ પૂર્વધારી નિગોદમાં કઈ રીતે જાય, મુમુક્ષુતા ન જાગવાનાં કારણો, પંચ મહાવ્રતની મહત્તા વગેરે. આ બધા વિષે શ્રીમદે શ્રી અંબાલાલભાઈને માર્ગદર્શન આપ્યું હતું, જે શ્રી અંબાલાલભાઈની ઉચ્ચ પ્રજ્ઞા બતાવે છે. આમ, પત્ર દ્વારા પરોક્ષ સમાગમ અને શ્રીમન્ની નિવૃત્તિ દરમ્યાન પ્રત્યક્ષ સમાગમના કારણે તેમણે ટૂંક સમયમાં શ્રીમદ્ પોતાના પરમ ગુરુ તરીકે સ્વીકૃત કર્યા હતા અને પોતે તેમના દાસાનુદાસ દીન શિષ્ય બન્યા હતા. શ્રી અંબાલાલભાઈ ઘણા કાર્યદક્ષ, આજ્ઞાંકિત અને આત્મલક્ષી હતા. શ્રીમન્ની આજ્ઞા મુજબ તેમણે પોતાનો સમય Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગાળી જીવનને સાર્થક બનાવ્યું હતું. દરેક બાબત તેઓ શ્રીમદ્ પુછાવીને જેમ આજ્ઞા મળે તેમ કરતા હતા. તેઓ થોડા જ વખતમાં શ્રીમન્ના ધર્મ-ઉદ્ધારના કાર્યના મુખ્ય સંચાલક બન્યા. શ્રીમદ્ જેમને જેમને પત્રો લખતા, તેમની પાસેથી તે મંગાવીને તેની નકલ કરવાનું કામ શ્રીમન્ની આજ્ઞાથી શ્રી અંબાલાલભાઈ કરતા. તેઓ મોતીના દાણા જેવા સુંદર છટાદાર અક્ષરે એક નોટમાં તે પત્રોનો ઉતારો કરી લેતા અને જે મુમુક્ષુને મોકલવાનું શ્રીમદ્ જણાવે તેમને મોકલતા. તદુપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિંદી વગેરે ભાષાના અગત્યના ગ્રંથોની નકલ ઉતારી, તેઓ શ્રીમન્ની આજ્ઞાનુસાર મુમુક્ષુઓને મોકલતા. આ સઘળું લેખનકાર્ય તેઓ દરરોજ સામાયિકમાં બેસી એકચિત્તે ઉલ્લાસભાવે કરતા. આમ, શ્રીમન્ના બોધનો તથા સત્કૃતનો લાભ અન્ય મુમુક્ષુઓને પ્રાપ્ત થવાનું કાર્ય શ્રી અંબાલાલભાઈ કરતા. શ્રીમદ્ નિવૃત્તિ અર્થે જતા ત્યારે શ્રી અંબાલાલભાઈ તેમની સાથે રહી, તન-મન-ધનથી નિષ્ઠાપૂર્વક ખૂબ સેવા કરતા. શ્રીમદ્ માટે રસોઈ આદિ કાર્યો તેઓ જાતે કરતા. તદુપરાંત સમાગમ અર્થે આવતા મુમુક્ષુઓની રહેવાની, જમવાની વગેરે વ્યવસ્થા પણ કરતા. તેઓ સેવામાં કેટલીક વખત એવા રત બની જતા કે પોતાના કુટુંબીજનો સાથે કશો સંબંધ રાખતા નહીં. તેમની આવી વર્તણૂકના કારણે તેમના કુટુંબીજનોને ખૂબ દુઃખ થતું. શ્રીમને આ વાતની જાણ થતાં તેમણે શ્રી અંબાલાલભાઈને પોતાની સેવામાંથી જતા રહેવાની આજ્ઞા કરી કહ્યું કે - “તેમના મનને સંતોષો. ગમે તે રીતે સામાને સમજાવીને, રાજી રાખીને ધર્મ સાધવો; દુભવણી ન કરવી.૧ પરમાર્થમાર્ગના પ્રેમના કારણે વ્યવહારમાં બેદરકારી આવી હોવાથી તે અન્યને ક્લેશનું કારણ થતાં શ્રીમદે શ્રી અંબાલાલભાઈને ચેતવ્યા હતા અને આવું માર્ગદર્શન આપ્યું હતું. ૧- ‘ઉપદેશામૃત', ચોથી આવૃત્તિ, પૃ.૨૭૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ત્યારપછી શ્રી અંબાલાલભાઈથી આવી ચૂક કદી થઈ ન હતી. સતત સેવાપરાયણતા તથા આજ્ઞાંકિતતામાં જ પોતાના જીવનની ધન્યતા સમજતા એવા ભક્તરત્ન શ્રી અંબાલાલભાઈ સૌને આદરભાવથી અને પ્રેમથી જીતી લેતા. અસાધારણ કાર્યદક્ષતા છતાં તેમનામાં માન-મોટાઈનો અભાવ હતો. વિનમ્રતા, વિવેકાદિ ગુણો તેમનામાં સ્વાભાવિક હતા. આથી તેમને એવી લબ્ધિ પ્રગટી હતી કે શ્રીમદ્ જે બોધ કરે તે તેઓ આઠ દિવસ પછી પણ તે જ શબ્દોમાં લખી શકતા હતા. વિ.સં. ૧૯૫૨માં કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ સ્થાને તેમણે ઉતારેલો શ્રીમદ્દો બોધ “ઉપદેશ છાયા' શીર્ષક હેઠળ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના નડિયાદ મુકામે વિ.સં. ૧૯૫રના આસો વદ ૧ની સાંજે થઈ, ત્યારે શ્રીમન્ની પાસે ફાનસ ધરી રાખનાર શ્રી અંબાલાલભાઈ જ હતા. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના જે સંક્ષિપ્ત અર્થ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છપાયા છે, તેનું લેખન પણ શ્રી અંબાલાલભાઈએ જ કર્યું હતું, જે શ્રીમદ્દની દૃષ્ટિ નીચેથી પસાર પણ થયું હતું. વિ.સં. ૧૯૫૫માં શ્રીમદે ઇડરના પહાડ ઉપર શ્રી લલ્લુજી આદિ સાત મુનિઓને જણાવ્યું હતું કે “અંબાલાલની વૃત્તિ અને દશા, હાલ પ્રમાદ અને લોભાદિના કારણથી શિથિલ થઈ છે અને તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાથી જાણતા હતા.” આ સાંભળતાં શ્રી લલ્લુજી મુનિએ તે પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો, ત્યારે શ્રીમદે કહ્યું, “મુનિ, ખેદ કરશો નહીં, જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કોઈ એક જાળા આગળ અટકી જાય, પણ ફરી પૂરપ્રવાહના વહનમાં જાળાથી જુદું પડી છેક મહા સમુદ્રમાં જઈ મળે, તે પ્રમાણે તેનો પ્રસાદ અમારા બોધથી દૂર થશે અને પરમ પદને પામશે.' શ્રી અંબાલાલભાઈના સ્થિતિકરણ બાબત શ્રીમદે જેમ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જણાવ્યું હતું તેમ જ બન્યું. વિ.સં. ૧૯૫૭માં અમદાવાદમાં અપૂર્વ બોધવર્ષાના પરિણામે શ્રી અંબાલાલભાઈને દુર્લભ એવું સમ્યગ્દર્શન પ્રગટ્યું હતું. શ્રી અંબાલાલભાઈને થયેલી આ અપૂર્વ સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ બાબત શ્રીમદે પોતાના દેહવિલય પૂર્વે શ્રી ધારશીભાઈને જણાવ્યું હતું. વિ.સં. ૧૯૫૭ના મહા–ફાગણમાં શ્રી અંબાલાલભાઈ પોતાના નાના ભાઈ નગીનદાસ મગનલાલ સાથે વઢવાણ ક્ષેત્રે શ્રીમની સેવામાં એક મહિનો રહ્યા હતા. પછી શ્રીમદ્દે તેમને પાછા જવાની આજ્ઞા કરી હતી. તે આજ્ઞાને અનુસરીને તેઓ ખંભાત ચાલ્યા ગયા હતા. તે જ સાલના ચૈત્ર માસમાં શ્રીમદે દેહત્યાગ કર્યો હતો. શ્રીમદ્દ્ના દેહાંતના સમાચારથી તેમને અસહ્ય વિરહવેદના થઈ હતી. શ્રીમના દેહોત્સર્ગ પછી તેમનું સાહિત્ય એકત્રિત કરી, ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પ્રકાશિત કરવામાં શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્ના નાના ભાઈ શ્રી મનસુખભાઈને ઘણી સહાય કરી હતી અને એ રીતે ઋષિઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. વિ.સં ૧૯૬૧માં ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. આમ, જીવનના અંત પર્યંત શ્રીમના આ અનન્ય ભક્તે પરમાર્થપ્રભાવના તથા સેવાભક્તિમાં પોતાની શક્તિ જોડી હતી. ફેણાવવાળા મુમુક્ષુ શ્રી છોટાલાલ કપૂરચંદને સમાધિમરણ કરાવવા વચનબદ્ધ થયા હોવાથી, શ્રી છોટાલાલભાઈને પ્લેગ લાગુ પડતાં, પોતાના દેહની પરવા કર્યા વિના શ્રી અંબાલાલભાઈ, શ્રી નગીનભાઈ તથા શ્રી પોપટભાઈએ તેમની અંત પર્યંત સેવા કરી હતી. છેવટે તે સૌને પણ પ્લેગ લાગુ પડ્યો હતો. શ્રી અંબાલાલભાઈએ મરણથી ભયભીત થયા વિના પોતાની આત્મજાગૃતિ અંત પર્યંત અખંડ રાખી હતી. દેહ છૂટવાના એક માસ અગાઉ તેમને મૃત્યુની જાણ થઈ ગઈ હતી, જે વાત તેમણે તેમનાં ધર્મપત્ની પરસનબહેનને કરી હતી. Page #184 -------------------------------------------------------------------------- ________________ Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી લલ્લુજી મુનિ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ છેલ્લે ૪-૫ દિવસ તીવ્ર અશાતા હોવા છતાં તેમણે તે અદ્ભુત સમતાથી વેદી હતી અને અંતે છેલ્લા શ્વાસે ‘સહજાત્મસ્વરૂપ છે પ્રભુ' નામનું ઉચ્ચારણ કરતાં કરતાં વિ.સં. ૧૯૬૩ના ચૈત્ર વદ ૧૨ ના દિવસે માત્ર સાડત્રીસ વર્ષની વયે ખંભાતમાં સમાધિભાવ સહિત તેમણે દેહત્યાગ કર્યો હતો. (iv) શ્રી લલ્લુજી મુનિ શ્રીમદ્ જેમને ‘ચોથા આરાના મુનિ' તરીકે ઓળખાવતા હતા એવા શ્રી લલ્લુજી મુનિ શ્રીમદ્ના પરમ ઉપાસક બની, મહાન સ્વપરકલ્યાણ સાધી ગયા. સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત હોવા છતાં તેમણે પોતાનું સંપૂર્ણ જીવન શ્રીમને સમર્પિત કરીને, અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા ઘણો આત્મવિકાસ સાધ્યો હતો. શ્રીમદે પ્રત્યક્ષ તેમજ પત્રાદિ દ્વારા પરોક્ષ બોધ આપી શ્રી લલ્લુજી મુનિને મૂળ માર્ગ ચીંધ્યો હતો અને મુનિશ્રીએ તેમની આજ્ઞાનુસાર ચાલી સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન લોકોને શ્રીમદ્ની ઓળખાણ કરાવવામાં ગાળ્યું હતું. શ્રી લલ્લુજી મુનિની પ્રેરણાથી ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ'ની સ્થાપના થઈ હતી. પોતાના દીર્ઘ કાળના સંયમી જીવનમાં પ્રત્યક્ષ સમાગમથી શ્રીમદ્નાં વ્યક્તિત્વ અને સાહિત્યને બહોળા પ્રમાણમાં પ્રસારિત કરવાનું શ્રેય જેટલું તેમને ફાળે જાય છે તેટલું કોઈ અન્યને ફાળે જતું નથી. શ્રી લલ્લુજી મુનિનો જન્મ ગુજરાતના ભાલ પ્રદેશના વટામણ ગામમાં વિ.સં. ૧૯૧૦ના આસો વદ ૧ના દિવસે પ્રતિષ્ઠિત ભાવસાર કુટુંબમાં થયો હતો. પિતાનું નામ શ્રી કૃષ્ણદાસ અને માતાનું નામ કસલીબા હતું. તેમના જન્મ પહેલાં જ પિતાનું અવસાન થયું હતું અને ચાર માતાઓ વચ્ચે એક જ બાળક હોવાથી તેઓ ઘણા લાડથી ઊછર્યા હતા. યુવાન વયમાં Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તેમણે બે વાર લગ્ન કર્યા હતાં, પણ પુત્રપ્રાપ્તિ થઈ ન હતી. ત્યાં એકાએક તેમને પાંડુરોગ થયો. ઘણા ઉપચાર કર્યા, પણ રોગ મટ્યો નહીં અને ધર્મના સંસ્કાર જાગ્યા; તેથી સંકલ્પ કર્યો કે રોગ મટે તો દીક્ષા લેવી. રોગ દૂર થયો અને તેઓ દીક્ષા લેવા તત્પર થયા, પરંતુ તેમની માતાએ પુત્ર થયા પછી રજા આપવા જણાવ્યું. ત્યારપછી પુત્રનો જન્મ થયો અને તે એક મહિનાનો થયો ત્યારે તેમણે શ્રી દેવકરણજી નામના પોતાના પાડોશીમિત્ર સાથે વિ.સં. ૧૯૪૦માં ખંભાત મુકામે સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી હરખચંદજી મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી શ્રી લલ્લુજી મુનિએ શાસ્ત્રોનું પઠનપાઠન તથા એકાંતરા ઉપવાસ આદિ ઉગ પુરુષાર્થ આદર્યો હોવાથી અને તેઓ વિનયયુક્ત હોવાથી ગુરુને તેમજ અન્ય સર્વ સાધુઓને માન્ય થઈ પડડ્યા. પરંતુ તેમણે જે આત્માની શાંતિ મેળવવા ધારી હતી તે મળી નહીં; તેમજ શાસ્ત્ર વાંચતાં તેમને ઊઠતી શંકાઓનું સમાધાન પણ થતું નહીં. એમ જ પાંચ વર્ષ વ્યતીત થયાં. આવી અસંતુષ્ટ અવસ્થામાં શ્રી લલ્લુજી મુનિએ શ્રી અંબાલાલભાઈ વગેરે પાસેથી શ્રીમદ્ વિષે સાંભળ્યું અને શ્રીમદુના પત્રો જોતાં તેમના અંતરમાં આશાનો આવિર્ભાવ થયો અને તેઓશ્રીના દર્શનની તાલાવેલી જાગી. વિ.સં. ૧૯૪૬ના દિવાળીના દિવસોમાં શ્રીમદ્ ખંભાત પધાર્યા ત્યારે ધનતેરસના દિવસે શ્રી અંબાલાલભાઈ તેમના પિતાશ્રી લાલચંદભાઈ સાથે શ્રીમન્ને પરમાદરથી ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં શ્રી હરખચંદજી મહારાજના આગ્રહને માન આપી, શ્રીમદે અવધાનપ્રયોગ કરી દેખાડ્યો. શ્રી હરખચંદજી મહારાજે શ્રીમદ્ સાથે થોડી શાસ્ત્ર સંબંધી વાતચીત કરી, તે ઉપરથી તેમણે શ્રીમદ્ભી ઘણી પ્રશંસા કરી. શ્રીમની અદ્ભુત શક્તિથી સર્વ આશ્ચર્યમુગ્ધ થયા. શ્રી લલ્લુજી મુનિએ પોતાના ગુરુની આજ્ઞા લઈ એકાંતમાં શ્રીમદ્દો સમાગમ સાધ્યો. શ્રીમથી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ઉંમરમાં ચૌદ વર્ષ મોટા તથા પોતે મુનિવેષમાં હોવા છતાં તેમણે બાવીસ વર્ષીય ગૃહસ્થવેષવાળા શ્રીમદ્ પૂજ્યબુદ્ધિથી વિના સંકોચે ત્રણ દંડવત્ નમસ્કાર કર્યા અને આત્મજ્ઞાન તથા બહ્મચર્યની દૃઢતાની ભાવના વ્યક્ત કરી. થોડી વાર મૌન રહી, પછી શ્રીમદે તેમના જમણા પગનો અંગૂઠો તાણી કોઈ ચિહ્ન તપાસી જોયું. ઘરે જતાં રસ્તામાં શ્રીમદે શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે શ્રી લલ્લુજી મુનિ સંસ્કારી પુરુષ છે. શ્રીમદ્ ખંભાત સાત દિવસ રહ્યા હતા, ત્યાં સુધી શ્રી લલ્લુજી મુનિ રોજ શ્રી અંબાલાલભાઈને ત્યાં એકાંતમાં શ્રીમદ્ભા સમાગમનો લાભ લેતા હતા; અને શ્રીમને તેમણે પોતાના પરમાર્થગુરુ તરીકે અંતરમાં સ્થાપિત કર્યા હતા. શ્રીમદ્ એકાદ અઠવાડિયું ખંભાત રહી મુંબઈ પધાર્યા. તે પછી શ્રી લલ્લુજી મુનિ શ્રી અંબાલાલભાઈ મારક્ત શ્રીમદ્ સાથે પત્રવ્યવહાર કરી જ્ઞાનવાર્તાનો લાભ મેળવતા હતા. શ્રીમદે મુનિશ્રી ઉપર લખેલા ૯૨ જેટલા પત્રો હાલ ઉપલબ્ધ છે. તેમાંના મોટા ભાગના પત્રો વિસ્તારવાળા છે. તેમના ઉપર લખાયેલા પત્રોમાં ગ્રંથવાંચન વિષે સમજણ, કેટલાક ગ્રંથો વિષેનો શ્રીમદ્ભો અભિપ્રાય, મુનિના આચરણ વિષેનું માર્ગદર્શન, શ્રીમદ્ભી અંતરંગ દશાનો પરિચય, નિર્વાણમાર્ગનું રહસ્ય વગેરે જોવા મળે છે. તે પત્રોનો ઉદ્દેશ હતો શ્રી લલ્લુજી મુનિમાં વૈરાગ્યની વૃદ્ધિ કરાવવાનો, પંચ મહાવતમાં દેઢતા વધારવાનો, સ્વચ્છંદ-પ્રતિબંધરૂપ બંધન ટાળવાનો, મતમતાંતરનો ત્યાગ કરાવવાનો, આત્મભાવ વધારવાનો, રાગ-દ્વેષરહિત દશાની પ્રાપ્તિ કરાવવાનો. આ પત્રવ્યવહારના પરિણામે પરમાર્થમાર્ગ પ્રત્યે તેમની અત્યંત દઢતા થઈ હતી અને તેઓ શ્રીમની આજ્ઞામાં તન્મયપણે જીવન ગાળવા કટિબદ્ધ થયા હતા. મુનિ થઈને એક ગૃહસ્થને પોતાના ગુરુ તરીકે સ્વીકારવા માટે પોતાના સંઘ તરફથી થતી પ્રતિકૂળતાઓ અને રૂઢિચુસ્ત Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ લોકો તરફથી થતા પરિષદને શ્રી લલ્લુજી મુનિ શાંતિથી વેદતા હતા અને પોતે સ્વીકારેલા સત્ય માર્ગથી જરા પણ વિચલિત થતા ન હતા. જેમ જેમ મુશ્કેલી વધતી ગઈ, તેમ તેમ શ્રીમદ્ પ્રતિ તેમની ભક્તિ વધતી ગઈ હતી. | મુનિવેષ હોવાથી શ્રીમદ્ સમાગમ કરવામાં શ્રી લલ્લુજી મુનિને ઘણી મુશ્કેલી પડતી હતી. શ્રીમનો વિશેષ સમાગમ મળી શકે તે અર્થે વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ તેમણે મુંબઈમાં ચીંચપોકલીના ઉપાશ્રયમાં કર્યું હતું. શ્રી લલ્લુજી મુનિ દરરોજ શ્રીમદ્ પાસે જઈ, એકાદ કલાક એકાંતમાં સબોધ રહી કૃતકૃત્ય થતા હતા. શ્રીમદે મુનિશ્રીને “સમાધિશતક'ની શરૂઆતની સત્તર ગાથાઓ સમજાવી, તે ગ્રંથ વાંચવાની આજ્ઞા કરી હતી. તે સાથે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે એ વાક્ય તે ગ્રંથના અસપૃષ્ઠ ઉપર લખી આપ્યું હતું. શ્રીમદ્ ઘણી વાર મુનિશ્રીને મૌન રહેવાનો બોધ આપતા હતા, તેથી વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ પૂરું થયા પછી મુનિશ્રીએ ત્રણ વર્ષ માટે મૌન ધારણ કર્યું હતું. તેમાં માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની તથા શ્રીમદ્ સાથે પરમાર્થકારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખેલી. એ અરસામાં તેમણે સમાધિશતક' ગ્રંથનું ઊંડું અધ્યયન કર્યું હતું. વિ.સં. ૧૯૫૦ અને ૧૯૫૧નાં બન્ને વર્ષનાં તેમનાં ચાતુર્માસ સુરતમાં થયાં હતાં. તે દરમ્યાન સુરતમાં તેમના શરીરે વ્યાધિ થતાં તેમણે શ્રીમદ્દ વિનંતી કરી હતી કે દેહ છૂટે તે પહેલાં સમકિત આપો. તેના ઉત્તરમાં શ્રીમદે છ પદનો પત્ર' (પત્રાંક-૪૯૩) સુરત મુકામે લખી મોકલ્યો હતો અને તે મુખપાઠ કરવાની આજ્ઞા કરી હતી. શ્રીમદ્ તે પછી સુરત આવ્યા ત્યારે તેમણે શ્રી લલ્લુજી મુનિને તે પત્રનો વિશેષ પરમાર્થ સમજાવ્યો હતો. મુનિશ્રીને અંતરમાં આ પત્રનું ઘણું મહત્ત્વ ભાસ્યું હતું અને તે પત્રને તેઓ ચમત્કારિક પત્ર તરીકે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઓળખાવતા હતા. વિ.સં. ૧૯૫રનું ચાતુર્માસ મુનિશ્રીએ ખંભાતમાં કર્યું હતું. પર્યુષણ વખતે નિવૃત્તિ લઈને શ્રીમદ્ રાળજમાં રહ્યા હતા. શ્રીમદ્ ખંભાતથી નજીક હોવા છતાં દર્શનનો લાભ ન મળવાથી મુનિશ્રીને વિરહવેદના અસહ્ય થતાં તેઓ રાળજના પાદર સુધી પહોંચી ગયા હતા, પણ આજ્ઞા ન મળતાં આંસુ સહિત ખંભાત પાછા ગયા હતા. બીજા દિવસે શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ દ્વારા સ્મરણમંત્ર પાઠવ્યો હતો, જેને મુનિશ્રીએ અંતરમાં ધારણ કરી, રોમ રોમ તેની ધૂન જગાવી હતી. થોડા દિવસ પછી શ્રીમદે ખંભાત નજીક વડવા આવીને અઠવાડિયા સુધી શ્રી લલ્લુજી મુનિ આદિ સાતે મુનિઓને સમાગમલાભ આપ્યો હતો. શ્રીમદ્ના નિરંતર સમાગમમાં મુનિવેષ નડતરરૂપ બનતો હોવાથી શ્રી લલ્લુજી મુનિએ આંખમાં અશ્રુધારા સહિત મુહપત્તી કાઢી નાખી હતી, પરંતુ શ્રીમદે તે પહેરવાની હજી જરૂર છે એમ જણાવી શ્રી લલ્લુજી મુનિને મુહપત્તી પાછી આપવા બીજા મુનિને જણાવ્યું હતું. આ જ વર્ષના અંતે નડિયાદ મુકામે શ્રીમદે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી, જેની એક નકલ એકાંતમાં અવગાહવાની આજ્ઞા સહિત મુનિશ્રીને મોકલી હતી. તદનુસાર મુનિશ્રી વગડામાં દૂર એકલા જઈને એકાંત સ્થાને બેસીને તે મુખપાઠ કરતા તથા ગાથાર્થ વિચારતાં તેમને અપૂર્વ માહાત્મ ભાસતું અને અત્યંત આત્મોલ્લાસ થતો. વિ.સં. ૧૯૫૪નું ચાતુર્માસ શ્રી લલ્લુજી મુનિએ વસોમાં કર્યું હતું, ત્યારે શ્રીમદે મુનિઓને એક માસ માટે સમાગમલાભ આપ્યો હતો. તેમણે વનમાં જઈને મુનિઓને ઘનિષ્ઠ ઉપદેશ આપ્યો હતો. વસોમાં છેલ્લે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે એક કલાક બોધ આપ્યો હતો અને તેમનો દૃષ્ટિરાગ પલટાવી આત્મદષ્ટિ કરાવી હતી, અર્થાત્ તે દિવસે મુનિશ્રીને સમ્યકત્વ લાધ્યું હતું. વિ.સં. ૧૯૫૫માં શ્રીમદે ઈડરમાં સાતે મુનિઓને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પાંચ દિવસ સુધી પહાડો અને વનમાં સમાગમ આપ્યો હતો અને ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ'નો દિવ્ય બોધ આપી આત્મજાગૃતિ કરાવી હતી. તે જ વર્ષમાં શ્રીમદે મુનિઓને નરોડા ક્ષેત્રે એક દિવસનો સત્સંગલાભ આપ્યો હતો. વિ.સં. ૧૯૫૭માં અમદાવાદમાં અંતિમ સમાગમ થયો હતો ત્યારે શ્રીમદે મુનિશ્રીને જણાવ્યું હતું કે અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં તથા અગત્યની ભલામણ કરતાં કહ્યું હતું કે, “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો; રિદ્ધિ-સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાઈ સહન કરી શકે તેવા નથી. માટે લઘુતા ધારણ કરી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.' વિ.સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ના દિવસે થયેલ શ્રીમદ્દના દેહોત્સર્ગના સમાચાર મુનિશ્રીને બીજા દિવસે સવારના કાવિઠા મુકામે મળ્યા, ત્યારે તેમણે પાંચમના ઉપવાસ ઉપર છઠનો નિર્જળ ઉપવાસ કરી, ગામ બહાર જંગલમાં કાયોત્સર્ગ, ભક્તિ વગેરે કરીને તે દિવસ એકાંતમાં ગાળ્યો હતો. શ્રીમન્ના દેહોત્સર્ગ પછી મુનિશ્રી દક્ષિણમાં કરમાળા, ઉત્તરમાં વડાલી અને ચરોતરમાં વિવિધ જગ્યાએ ચાતુર્માસ કરી, આજુબાજુનાં ક્ષેત્રોમાં વિચરતા હતા. તેમણે વિ.સં. ૧૯૫૭થી વિ.સં. ૧૯૭૫ સુધી વસો, કરમાળા, નરોડા, ધંધુકા, વડાલી, ખેરાળુ, બોરસદ, પાલીતાણા, ખંભાત, નડિયાદ, જૂનાગઢ, બગસરા, નાર તથા સીમરડા ક્ષેત્રે ચાતુર્માસ કરી અનેક મુમુક્ષુઓને શ્રીમી ભક્તિમાં જોડ્યા હતા. વિ.સં. ૧૯૬૮માં ખંભાતના દરિયાકિનારે તેમણે ઓગણીસ દિવસરાત અવિરત ભક્તિ કરી હતી અને ઘણા જીવોને ભક્તિના રંગમાં તરબોળ કરી દીધા હતા. ૧- 'ઉપદેશામૃત', ચોથી આવૃત્તિ, પ્રસ્તાવના, પૃ.૬૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વિ.સં. ૧૯૭૬માં સંદેશર ગામમાં કાર્તિક સુદ પૂર્ણિમાથી આઠ દિવસ સુધી શ્રીમદ્ રાજચંદ્ર જયંતી મહોત્સવ ઉજવાયો હતો. તે પ્રસંગે શ્રી લલ્લુજી મુનિ પણ ચાતુર્માસ પૂરું કરીને સીમરડાથી સંદેશર પધાર્યા હતા. તેમની હાજરીમાં પરમ ઉત્સાહથી ભક્તિ થઈ હતી. આ પ્રસંગે સંદેશરના શ્રી જીજીભાઈ કુબેરદાસને પરમ ઉલ્લાસ આવવાથી તેમણે બાર વીઘાનું એક ખેતર શ્રી લલ્લુજી મુનિના ઉપયોગ અર્થે આશ્રમ બંધાવવા માટે ઉલ્લાસ ભાવથી અર્પણ કર્યું હતું. મુનિશ્રીના સમાગમનો લાભ નિરંતર મળે એ માટે વિ.સં. ૧૯૭૬માં જેઠ સુદ ૫ ના દિવસે અગાસ સ્ટેશન નજીકના તે ખેતરમાં આશ્રમની સ્થાપના થઈ હતી. શ્રીમન્ની ભલામણ અનુસાર ઉદાર મને, વિશાળ દષ્ટિથી, જીવમાત્ર પ્રત્યે વાત્સલ્યથી, આશ્રમના માધ્યમ દ્વારા શ્રી લલ્લુજી મુનિએ રોજિંદા વપરાશની ભાષામાં ચરોતરની સરળહૃદયી જનતાને શ્રીમદ્દા તત્ત્વજ્ઞાનની સમજણ આપી. મુનિશ્રીનાં પત્રો, ઉપદેશ, આચરણ વગેરેમાંથી એ જ પ્રગટ બોધ મળતો કે “શ્રીમદ્ એ સાચા ગુરુ છે, અને તેમને શ્રદ્ધવાથી જીવનો સંસારરોગ મટશે.” તેઓ ચાતુર્માસ કરવા પૂના ગયા હતા, તે વખતે તેમણે સર્વ મુમુક્ષુઓને શ્રીમદ્દી શ્રદ્ધા દઢ કરાવી અને “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા મારે માન્ય છે' એવી વ્યક્તિગત પ્રતિજ્ઞા લેવડાવી સર્વને સાચો માર્ગ દર્શાવ્યો હતો. પોતાના વિનમ, સરળ, શાંત, નિઃસ્પૃહ અને પ્રસન્ન સ્વભાવના કારણે તથા શ્રીમદ્ પ્રત્યેની અનન્ય ભક્તિના કારણે મુનિશ્રી અપૂર્વ લોકાદર પામ્યા હતા. ઉપદેશ આપતી વખતે મુનિશ્રી નાના-મોટા, સ્ત્રી-પુરુષ, સર્વને - તેમના પરમાત્મસ્વરૂપને લક્ષમાં રાખી ‘પ્રભુ' તરીકે સંબોધતા હોવાથી તેઓ “પ્રભુશ્રી તથા સદૈવ શ્રી રાજના દાસાનુદાસ તરીકે વર્તતા હોવાથી તેઓ ‘શ્રી લઘુરાજ સ્વામી' તરીકે ઓળખાતા હતા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મુમુક્ષુઓને વિશેષ લાભ મળે એ હેતુથી તેમણે આશ્રમમાં ચૌદ ચાતુર્માસ કર્યા હતાં, જેથી ઘણા જીવો તેમના સમાગમ-બોધનો અપૂર્વ લાભ પામ્યા હતા. તેમાં મુખ્યપણે બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી તેમના દ્વારા ઉચ્ચ આત્મદશા પામ્યા હતા. આશ્રમની સ્થાપના થયા પછી સનાવદ અને પૂનાને બાદ કરતાં શ્રી લલ્લુજી મુનિએ સઘળાં ચાતુર્માસ આશ્રમમાં કર્યા હતા અને વર્ષના બાકીના આઠ મહિનામાં કેટલોક વખત તેઓ પેથાપુર, નવસારી, સુરત, આબુ, નાસિક આદિ સ્થળોએ વિચરતા અને બધાને ભક્તિ-સત્સંગના રંગમાં રંગતા. વૃદ્ધાવસ્થા તથા અનેક વ્યાધિઓથી ગ્રસ્ત દેહ બિલકુલ સાથ આપતો ન હોવા છતાં તેમને તે પ્રત્યે ઉપેક્ષાદષ્ટિ હતી. તેઓ કહેતા કે “મરણ આવો, અશાતા આવો, સુખ આવો, દુઃખ આવો, ચાહે તે આવો; પણ તે મારો ધર્મ નથી. મારો ધર્મ તો જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે. બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ અને પુદગલ. ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે.' આમ, નિઃસ્પૃહી થઈ અને સ્વરૂપમસ્ત રહી, તેઓ દેહવિયોગ માટે સુસજ્જ હતા. આજીવન આત્મસાધનાના ફળરૂપે વિ.સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ ની રાત્રે, ૮ને ૧૦ મિનિટે અગાસ આશ્રમમાં મુનિશ્રીએ અપૂર્વ સમાધિમાં રહી નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના લાંબા આયુષ્ય દરમ્યાન તેમણે અનેક જીવોને શ્રીમની સાચી ઓળખાણ કરાવી હતી. તેમના ઉપદેશને અનુસરનાર અનેક વ્યક્તિઓએ અગાસ આશ્રમમાં રહી, આત્મશ્રેય સાધ્યું હતું અને આજે પણ સાધી રહ્યા છે. (V) મહાત્મા ગાંધીજી શ્રીમદ્નો અને તેમના સમવયસ્ક (શ્રીમથી લગભગ પોણા ૧- ‘ઉપદેશામૃત', ચોથી આવૃત્તિ, પૃ.૨૫૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજી Page #195 -------------------------------------------------------------------------- ________________ Page #196 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર શ લઈને આવી વીરે ૧૪૩ બે વર્ષ નાના) મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બન્નેનાં જીવનનું જ નહીં, માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઈતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે. અહિંસા અને સત્યના પંથે ભારતને ગુલામીમાંથી મુક્ત કરવાના ગાંધીજીના ભગીરથ દેશવ્યાપી પ્રયાસો, સત્યાગ્રહની લડત અને પરિણામે અહિંસક ક્રાંતિ દ્વારા સ્વરાજ્યની પ્રાપ્તિ - એ જગતમાં અહિંસા, સંયમ અને તપનું મહાન, અજોડ પરિણામ છે. એ મહાપુરુષના જીવનના પાયામાં શ્રીમનાં સંપર્ક અને સચોટ માર્ગદર્શનથી સત્ય-અહિંસાના સિદ્ધાંતનું પ્રબળ પ્રામાણિક વિજ્ઞાન ચણાઈ ગયું હતું. શ્રીમદ્ભા પ્રત્યક્ષ સમાગમે અને તેમના પત્રોએ ગાંધીજીનું ચારિત્ર ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. શ્રીમમાંથી અખૂટ પ્રેરણા લઈને ગાંધીજીએ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, તપશ્ચર્યા વગેરે અપનાવ્યાં હતાં. વર્ષો સુધી ચાલેલો એ આધ્યાત્મિક સંબંધ એવો પરિણમ્યો હતો કે જેના ફળસ્વરૂપે ગાંધીજીની અધ્યાત્મભીડમાં શ્રીમદ્ વિશ્વાસનું - પૂછવાનું ઠેકાણું બન્યા હતા. જો કે દેશાંતરનિવાસ, રાજકીય પ્રવૃત્તિ આદિ કારણે શ્રીમ જેવો જોઈએ તેવો લાભ ગાંધીજી મેળવી શક્યા ન હતા, તોપણ શ્રીમહ્નો જે પરિચય થયો હતો તેનાથી તેમને શ્રીમદ્ માટે અત્યંત આદરભાવ પ્રગટ્યો હતો. ગાંધીજીની આત્મકથાનાં “રાયચંદભાઈ”, “ધાર્મિક મંથન', “ધર્મનિરીક્ષણ”, “બહ્મચર્ય' પ્રકરણોમાં તથા શ્રીમદ્ વિષેનાં અન્ય લખાણોમાં અને ભાષણોમાં ગાંધીજીનું શ્રીમદ્ પ્રત્યેનું શ્રદ્ધાપૂર્ણ હૃદય છલકાતું જોવા મળે છે. ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષો (શ્રીમદ્, રસ્કિન અને ટૉલ્સ્ટોય)માં શ્રીમન્ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે. શ્રીમની પોતાના ઉપર પડેલી છાપ વર્ણવતા ગાંધીજીએ લખ્યું છે કે – હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં પરિણામો વિવાર Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આવ્યો હતો. ઘણી બાબતમાં કવિનો નિર્ણય-તુલના, મારા અંતરાત્માને-મારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક થતો. કવિના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ “અહિંસા' હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતો. વિ.સં. ૧૯૪૭ના જેઠ મહિનામાં ગાંધીજી જ્યારે વિલાયતથી બેરિસ્ટર થઈને હિંદ પાછા ફર્યા ત્યારે મુંબઈમાં તેમનો ઉતારો શ્રીમદ્ગા કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતો. તે જ દિવસે શ્રીમ પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. તેમની ઓળખાણ કરાવતાં ડૉ. પ્રાણજીવનદાસે કહ્યું, કવિ છે, છતાંયે અમારી સાથે વ્યાપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.” થોડી વાતચીતમાં જ ગાંધીજી શ્રીમન્ની પ્રતિભાથી અંજાયા, તેમના સ્નેહથી આકર્ષાયા. તેમનો વિલાયતનો પવન હળવો પડ્યો. જ્ઞાન માટે વિલાયત જવું પડે એ માન્યતા શ્રીમદ્ભા મેળાપથી દૂર થઈ. તેવીસ વર્ષની વયના શ્રીમની અવધાનશક્તિ, અદ્ભુત સ્મરણશક્તિ, નીતિમત્તા અને સંસ્કારિતા જોઈ ગાંધીજી તેમના ગુણાનુરાગી બન્યા. ભારત આવ્યા પછી ગાંધીજી વકીલાત અર્થે મુંબઈમાં જ રોકાયા હતા. ગાંધીજી મુંબઈમાં બે વર્ષ રોકાયા તે દરમ્યાન તેમને ખૂબ નવરાશ રહેતી હોવાથી વારંવાર શ્રીમની પેઢી ઉપર જઈ તેમને મળતા અને અનેક પ્રશ્નો પૂછતા, જેનું સમાધાન શ્રીમદ્ ઉત્તમ રીતે કરતા. ગાંધીજી આવા મેળાપના પ્રસંગોએ તેમની રહેણીકરણીનું બારીકાઈથી અવલોકન કરતા. જેમ જેમ તેમનો સંપર્ક વધતો ગયો, તેમ તેમ ગાંધીજીનો શ્રીમદ્ પ્રત્યેનો આદર વધતો ગયો. ઝવેરાતની પેઢી ઉપર બેસી હીરા-મોતીનો વ્યાપાર કરનાર શ્રીમદ્ભી રાગરહિત દશા જોઈને ગાંધીજીએ લખ્યું છે – ૧- મૉડર્ન રીન્યૂ', જૂન ૧૯૩૦ (ગુર્જરાનુવાદ) Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય-તેમનો પુરુષાર્થ તો આત્માઓળખહરિદર્શન-હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં નથી જોયા. મુંબઈમાં વકીલાતમાં નિષ્ફળ જતાં નિરાશ થઈ ગાંધીજી રાજકોટ ગયા. આ સમયે પોરબંદરમાં અબ્દુલ્લા શેઠ નામના એક મુસ્લિમ વેપારીએ પોતાની પેઢીના વેપારી કેસ અંગે પગારદાર વકીલ તરીકે આફ્રિકા આવવાની ગાંધીજી પાસે દરખાસ્ત મૂકી. તે દરખાસ્ત સ્વીકારીને વિ.સં. ૧૯૪૯ના ઉનાળામાં ગાંધીજી આફ્રિકા ગયા. ત્યાં ગાંધીજીએ સફળતાપૂર્વક પોતાની કામગીરી બજાવી, બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું અને પ્રતિષ્ઠા તેમજ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. ત્યાંના તેમના મુસલમાન અને ખ્રિસ્તી મિત્રો પોતાના ધર્મની ખૂબીઓ ગાંધીજી સમક્ષ મૂકી, પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એવું પ્રતિપાદન કરવા લાગ્યા અને પોતાનો ધર્મ સ્વીકારવા ગાંધીજીને લલચાવવા લાગ્યા. ગાંધીજી ખાસ કરીને ખ્રિસ્તી મિત્રોના કેટલાક ગુણોના કારણે તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા. વળી, હિંદુ ધર્મની ૧- મહાત્મા ગાંધીજી, “આત્મકથા', ભાગ-૨, પ્રકરણ “રાયચંદભાઈ', પૃ.૮૨-૮૩ લાગ્યા નથી. પોતાના મિત્રો પાસ કાપ્ત કરી. સમાધાન Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કેટલીક અપૂર્ણતા અને અનિષ્ટો પણ તેમની નજર સમક્ષ હોવાથી તેમને ધર્મપરિવર્તનની ઇચ્છા થવા લાગી. પરંતુ તેમણે નિશ્ચય કર્યો હતો કે હિંદુ ધર્મને પૂર્ણ રીતે સમજ્યા પહેલાં હિંદુ ધર્મ ત્યજવો નહીં. આ આધ્યાત્મિક ભીડના સમયે તેમણે પોતાની શંકાઓ પત્ર દ્વારા શ્રીમદ્ સમક્ષ મૂકી. આત્મા, કર્મ, મોક્ષ, ઈશ્વર અને તેનું જગતકર્તુત્વ, વેદ, ગીતા, પશુયજ્ઞ, પુનર્જન્મ, ભક્તિ, વિશ્વનો પ્રલય, સર્પ કરડવા આવે ત્યારે શું કરવું? વગેરે ૨૭ પ્રશ્નો ગાંધીજીએ આફ્રિકાથી પત્ર દ્વારા શ્રીમન્ને પુછાવ્યા. શ્રીમદે ગાંધીજીને વ્યવસ્થિત, વિશદ, તર્કયુક્ત અને ધર્મનિષ્ઠ જવાબો આપ્યા. આ ઉત્તરો સાથે શ્રીમદે અભ્યાસ અર્થે કેટલાક ગ્રંથો જેમ કે “પંચીકરણ', “મણિરત્નમાળા', “યોગવાસિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ, પદર્શનસમુચ્ચય', “મોક્ષમાળા' વગેરે વાંચવાની ગાંધીજીને ભલામણ કરી. ગાંધીજીએ એ સર્વનું મનન કર્યું અને એથી તેમની મૂંઝવણ ટળી ગઈ અને સંતોષ થયો. શ્રીમન્ના સમયસરના માર્ગદર્શનથી ગાંધીજી ધર્માતર કરતાં અટકી ગયા. તે વિષે ગાંધીજીએ લખ્યું છે – “તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે.' શ્રીમદ્ સાથેના પત્રવ્યવહારની ગાંધીજી ઉપર આવી કલ્યાણકારી અસર થઈ. શ્રીમદ્દનું આધ્યાત્મિક માર્ગદર્શન ન હોત તો ગાંધીજી આફ્રિકાથી માઈકલ' અથવા “મોહમ્મદ' થઈને પાછા આવત, પણ “મોહનદાસ' તો ન રહેત. શ્રીમદે ગાંધીજી ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૪૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ઉપર લખેલા આ લાંબા પત્ર ઉપરાંત બીજા બે પત્રો પણ ઉપલબ્ધ છે. તેમાંના એક પત્રમાં શ્રીમદે આત્માનાં છ પદ સમજવાની આવશ્યકતા દર્શાવી છે અને બીજા પત્રમાં જ્ઞાતિવ્યવહારની આવશ્યકતાનો પ્રશ્ન જુદાં જુદાં દષ્ટિબિંદુથી ચર્ચો છે. પોતાના ખ્રિસ્તી અને મુસલમાન મિત્રોને ત્યાં ભોજન લેવું તે ધર્મની દષ્ટિએ યોગ્ય ગણાય કે કેમ તે બાબત ગાંધીજીને આફ્રિકામાં ઉદ્ભવેલ પ્રશ્નના જવાબરૂપે શ્રીમદે આ પત્રમાં આર્ય આચાર-વિચાર, આર્ય-અનાર્ય ક્ષેત્ર, ભસ્યાભઢ્ય વિવેક, વર્ણાશ્રમ ધર્મની અગત્યતા, વ્યવહારધર્મ વગેરે વિષે ખુલાસાપૂર્વક લખ્યું છે. આ ત્રણ પત્રો વ્યક્તિગત રીતે લખાયા હોવા છતાં સર્વને ઉપયોગી થાય તેવા છે. અબ્દુલ્લા શેઠના કેસ પછી ગાંધીજીએ આફ્રિકામાં વકીલાત શરૂ કરી. તેમણે ત્યાંના હિંદીઓને થતા અન્યાય સામે લડત ચલાવી અને વકીલ તરીકે વિનામૂલ્ય સેવાઓ આપવા માંડી. લડત વ્યવસ્થિતરૂપે ચલાવવા હિંદીઓનો સહયોગ લેવા વિ.સં. ૧૯૫૨ના ઉનાળામાં તેઓ ભારત આવ્યા. અહીં ભાષણો, દેશના નેતાઓ સાથે વિચારવિમર્શ, પત્રિકાઓ પ્રગટ કરવી ઇત્યાદિમાં તેઓ વ્યસ્ત રહ્યા. વિ.સં. ૧૯૫૩ના શિયાળામાં ડરબનથી તાર મળતાં પાછા આફ્રિકા ગયા. તેઓ છે મહિના હિંદમાં રોકાયા તે દરમ્યાન શ્રીમદ્ નિવૃત્તિ અર્થે ગુજરાતમાં ગયા હોવાથી બનેનો મેળાપ થઈ શક્યો ન હતો. ગાંધીજીનો આફ્રિકાથી શ્રીમદ્ સાથેનો પ્રાસંગિક પત્રવ્યવહાર ચાલુ હતો. વિ.સં. ૧૯૫૭ના ઉનાળામાં ગાંધીજી હિંદ પાછા ફર્યા તે પહેલાં શ્રીમના દેહોત્સર્ગના સમાચાર તેમને મળી ચૂક્યા હતા. હિંદ આવ્યા પછી તેઓ શ્રીમન્ના કુટુંબીઓને ૧- તા. ૨૧-૫-૧૯૦૧(સન)ના રોજ, ૧૪ મર્ક્યુરી લેન, ડરબનથી, શ્રી રેવાશંકરભાઈને તેમણે પત્ર લખ્યો હતો – “મુરબ્બી ભાઈ રેવાશંકર, કવિશ્રી ગુજરી જવાના ખબર ભાઈ મનસુખલાલના કાગળ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મળ્યા અને શ્રીમન્ના ભાઈ શ્રી મનસુખભાઈ સાથે ગાંધીજીની મૈત્રી થઈ. મુંબઈમાં વકીલાત શરૂ કરવાના ઈરાદે તેમણે ચર્ચગેટમાં ઓફિસ લીધી, સાંતાક્રુઝમાં ઘર લીધું, પણ આફ્રિકામાં કંઈ સુધારો થયો ન હોવાથી અને ત્યાંથી તાર મળતાં વિ.સં. ૧૯૫૮માં ગાંધીજી ફરી આફ્રિકા ગયા. તે વખતે તેઓ શ્રીમન્નાં કેટલાંક પદ અને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથે લેતા ગયા હતા. વિ.સં. ૧૯૬૦માં ગાંધીજીએ ડરબન નજીક ફિનિક્સમાં આશ્રમ સ્થાપ્યો અને કુટુંબ સહિત ત્યાં વસ્યા. વિ.સં. ૧૯૬૨માં તેમણે તથા તેમનાં પત્નીએ ફિનિક્સવાસીઓની હાજરીમાં આજીવન બહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. આ વ્રત અંગીકાર કરવામાં મુખ્યત્વે શ્રીમની અસર હતી તે જણાવતાં ગાંધીજીએ તેમની આત્મકથાના બહ્મચર્ય' પ્રકરણમાં લખ્યું છે કે – “સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉભવ્યો, એ અત્યારે મને ચોખ્ખું નથી ચાદ આવતું. એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું. બહ્મચર્યની દઢતા માટે ગાંધીજી શ્રીમન્ના નીરખીને નવયૌવના' એ બહ્મચર્યવિષયકપદનો ઘણી વખત પાઠ કરતા. વિ.સં. ૧૯૬૨માં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની મુશ્કેલી ઉપરથી મળ્યા. તેમ જ ત્યાર બાદ છાપામાં પણ જોયા. વાત ન માની શકાય તેવી છે. મનમાંથી વીસરી શકાતી નથી. .... ખોટો કે સાચો મને એમનો બહુ જ મોહ હતો અને મારી ઊર્મિ પણ તેમાં ઘણી હતી. તે બધી ગઈ. એટલે હું સ્વાર્થને રડું છું. ત્યાં તમને ખરખરો શો કર ?' – ‘ગાંધીજીનો અક્ષરદેહ', ભાગ-૩, પૃ.૨૧૮ ૧- મહાત્મા ગાંધીજી, ‘આત્મકથા' ભાગ-૩, પ્રકરણ ‘બહ્મચર્ય-૧', પૃ. ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ રજૂ કરવા ગાંધીજીને લંડન મોકલવામાં આવ્યા હતા. તે વખત તેઓ પોતાની ઉપર શ્રીમના લખેલા થોડા પત્રો તેમજ પોતે કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ગદ્યભાષાંતર વગેરે સાથે લેતા ગયા હતા, તે બંડલ એક બસમાં રહી ગયું હતું. શ્રીમદે ગાંધીજી ઉપર ઘણા પત્રો લખ્યા હતા. એ વાત ચોક્કસ છે કે પત્રોની સંખ્યા સારી એવી હશે, કારણ કે ગાંધીજીએ તેમની આત્મકથામાં નોંધ્યું છે કે તેમનો શ્રીમદ્ સાથેનો પત્રવ્યવહાર છેવટ સુધી ટક્યો હતો. ગાંધીજી શ્રીમદ્રનાં પત્રો તથા કાવ્યો પોતાની સાથે રાખતા અને વારંવાર તેનું ચિંતન કરતા. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનો વિજય થયો ત્યાં સુધી ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહ્યા અને વિ.સં. ૧૯૭૨માં હિંદ આવ્યા. તે પછી ત્રીસ વર્ષ સુધી તેમણે સત્ય અને અહિંસાના આધારે સત્યાગ્રહ, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ વગેરે પ્રવૃત્તિઓ ઉપાડી, દેશના સ્વાતંત્ર્યસંગ્રામનું સુકાન હાથમાં લીધું. તે દરમ્યાન પણ તેઓ શ્રીમને ઘણી વાર યાદ કરતા. રાજકોટ અને વઢવાણમાં ઉજવાયેલી “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી'માં તેમણે હાજરી આપી હતી. અમદાવાદ પાસે કોચરબના આશ્રમમાં અને પછીથી સાબરમતી આશ્રમમાં તેઓ રહેતા હતા ત્યારે કાર્તિક પૂર્ણિમાએ જાહેરસભા ભરી, શ્રીમદ્ભી જયંતી ઊજવતા. શ્રીમન્ની જયંતી નિમિત્તે તેમણે કરેલાં ભાષણોમાં પોતાના ઉપર શ્રીમદે કરેલા ઉપકારનો ઉલ્લેખ કરી, જાહેરમાં તેઓ શ્રીમનું ઋણ સ્વીકારતાં. શ્રી રેવાશંકર જગજીવનભાઈએ ગાંધીજીને પરમશ્રુત પ્રભાવક મંડળ' તરફથી વિ.સં. ૧૯૮૨માં પ્રકાશિત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના લખવા વિનંતી કરી હતી. ગાંધીજીએ તેનો સ્વીકાર કરી, તેમણે અગાઉ ૧- મહાત્મા ગાંધીજી, “આત્મકથા' ભાગ-૨, પ્રકરણ ધાર્મિક મંથન', પૃ.૧૨૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ યરવડાના કેદખાનામાં લખેલાં શ્રીમન્નાં સ્મરણોનાં પ્રકરણોના છેલ્લા અધૂરા પ્રકરણને પૂરું કરી, તેમાં બીજી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી, “રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો' નામનો એક લેખ તૈયાર કર્યો હતો. તેમાં તેમણે શ્રીમની ઘણી પ્રશસ્તિ કરી છે. વળી, ગાંધીજીએ તેમની આત્મકથામાં “રાયચંદભાઈ નામનું પ્રકરણ લખ્યું છે. આ પ્રકરણથી સમગ્ર જગતના લોકો શ્રીમદ્થી પરિચિત થયા છે. ગાંધીજીના અથાગ પ્રયાસથી વિ.સં. ૨૦૦૩ના પ્રથમ શ્રાવણ વદ ૧૪ના દિવસે હિંદને સ્વરાજ મળ્યું. તે વખતે હિંદુમુસલમાનના હુલ્લડો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યા. બંગાળના હુલ્લડો શાંત કરી ગાંધીજી દિલ્હી ગયા. ત્યાં શાંતિ સ્થાપવા મથતા ગાંધીજી ઉપર વિ.સં. ૨૦૦૪ના પોષ વદ ૫ ના શુક્રવારે સાંજે દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતી વખતે નથુરામ ગોડસે નામના એક યુવાને ગોળી ચલાવી. ગાંધીજી રામનામ જપતાં મૃત્યુને ભેટ્યા. આમ, શ્રીમદે તેમનાં આચરણ અને બોધ દ્વારા અનેક મુમુક્ષુઓના આત્મવિકાસમાં મહત્ત્વનો ફાળો આપેલો જોઈ શકાય છે. શ્રીમદ્દના પ્રેરક સમાગમથી તેઓનાં જીવનમાં કેવું આમૂલાગ્ર પરિવર્તન આવ્યું હતું, તેઓનાં જીવનને કેવો સાચો રાહ પ્રાપ્ત થયો હતો, એનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. શ્રીમદ્ભા પરિચયમાં આવનારી વ્યક્તિઓ ખરેખર ભાગ્યશાળી જ ગણાય. શ્રીમદ્દો ક્ષરદેહ તો હાલ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અક્ષરદેહ તો જ્વલંત જ્ઞાનજ્યોતિરૂપે મુમુક્ષુજનોનાં માર્ગદર્શન માટે ઝળહળી રહેલ છે. વિવિધ જિજ્ઞાસુઓને પ્રતિબોધવા માટે તેમણે લખેલું અદ્ભુત જ્ઞાનપ્રકાશયુક્ત અમૂલ્ય સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર' નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે, જે આજે પણ અનેક આત્માથી જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા ઉપકારી બની રહેલ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ શ્રીમન્નાં વચનામૃતોનો અધિકાધિક લાભ પ્રાપ્ત થઈ શકે, તેનું શાંત ભાવે પઠન-મનન-સ્વાધ્યાય તથા તે પ્રમાણે સાધના થઈ શકે તે અર્થે અનેક આશ્રમો તથા શ્રીમદ્ રાજચંદ્ર મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. રાજપુર, સુણાવ, વડવા, અમદાવાદ, અગાસ, સીમરડા, વસો, નાર, કલોલ, આહીર, ભાદરણ, રાજકોટ, સડોદરા, ઈડર, નરોડા, ઇન્દોર, ધામણ, સુરેન્દ્રનગર, વવાણિયા, બોરસદ, કાવિઠા, હુબલી, ઉત્તરસંડા, આસ્તા, હંપી, દેવલાલી, ભાવનગર, વટામણ, મુંબઈ, બેંગલોર, સુરત, સાયલા, ગઢ શિવાણા, કોબા, યવતમાલ, મદ્રાસ, ઉદયપુર, મોરબી, લેસ્ટર (યુ.કે.), બાંધણી, જયપુર, મોમ્બાસા (આફ્રિકા), જોધપુર, શિકાગો (યુ.એસ.એ.), સાન ફ્રાન્સિસકો (યુ.એસ.એ), ધરમપુર આદિ પચાસથી પણ અધિક સ્થળે સાધનાકેન્દ્રોનું નિર્માણ થયું છે, જેનો પરમાર્થપંથે પ્રગતિ કરવા અર્થે અનેક મુમુક્ષુઓ લાભ લઈ રહ્યા છે તથા ભક્તિમય જીવન વિતાવી રહ્યા છે. શ્રીમી આધ્યાત્મિક સાધના અને સાહિત્યથી આકર્ષાયેલા ભક્તોનો સમુદાય જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ ઉપાસનાનાં સ્થાનો, મંદિરો સ્મારકરૂપે વધતાં જાય છે. અલબત્ત મુકુલભાઈ કલાર્થી લખે છે તેમ – “આ બધાં સ્મારકો કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીનું સૌથી શ્રેષ્ઠ સ્મારક તો શ્રીમદ્દના જીવનસંદેશને ઝીલીને યથાશક્તિ પ્રયત્ન કરી આત્માર્થ સાધવા મથતાં સૌ શ્રીમદ્ભક્ત મુમુક્ષુજનો જ છે. એવા મુમુક્ષુજનો શ્રીમની શિક્ષાને આત્મસાત કરી પવિત્ર તીર્થધામ સમાં બની શકે છે અને તેઓનાં અંતઃકરણરૂપી મંદિરમાં કૃપાળુદેવનો સદા વાસ છે.” * * * ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના', પૃ.૨૨૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ઉપસંહાર શ્રીમદ્ રાજચંદ્ર એટલે આત્મશુદ્ધિ માટે સતત પુરુષાર્થ કરતા અને અપૂર્વ આત્મપરાક્રમથી આત્મસિદ્ધિને પામેલા એક ઉચ્ચ કોટિના દિવ્ય આત્મા. તેઓશ્રીએ સતત આત્મબળની વૃદ્ધિ કરતા રહી, દેહવિલય પર્યત મોક્ષમાર્ગે વાયુવેગે પ્રવાસ કર્યો અને એકાવતારીપણું પ્રાપ્ત કર્યું. તેઓશ્રી પરમ તત્ત્વજ્ઞ, ગહન ચિંતક, દેહ છતાં દેહાતીત દશાધારી, પરમ હિતસ્વી, સ્વરૂપ વિલાસી, સદા આનંદી, સદા નીરાગી અને સદા સત્યધર્માભિમુખ મહાન વિભૂતિ હતા. કોઈ પણ પ્રકારની ભૌતિક મહત્ત્વાકાંક્ષા તેમને સ્પશી ન હતી. જાણે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા જ દેહ ધારણ કર્યો હોય એવી અમાપ ઉપકારવંત તેમનું જીવન હતું. તેત્રીસ વર્ષ અને પાંચ મહિનાના અતિ અલ્પ આયુષ્યકાળમાં અત્યંત આશ્ચર્યમુગ્ધ કરે એવી ઉચ્ચ જ્ઞાનદશાને સાધનાર શ્રીમદ્ પોતે જ સમજણપૂર્વક અને હેતુપૂર્વક લોકપ્રસિદ્ધિથી વિમુખ રહ્યા હતા. શક્તિનાં પ્રદર્શન, લબ્ધિના પ્રચાર કે પ્રસિદ્ધિનાં પ્રલોભનથી તેમણે હંમેશાં દૂર રહેવાનું પસંદ કર્યું હતું, એટલે તેમનો જીવનસંદેશ તેમના વિદ્યમાનપણામાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો ન હતો. સમસ્ત મુમુક્ષુજગતને નિષ્કારણ કરુણાથી ઉચ્ચકક્ષીય સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને તત્કાલીન સામાન્ય લોકસમુદાય ઓળખી શક્યો નહોતો અને તેથી તેમનાં અમૂલ્ય ઉપદેશવચનોનો પણ યથાયોગ્ય લાભ લઈ શકાયો નહોતો. જેમ જેમ શ્રીમદ્ વિષેની જાણકારી વધતી જાય છે, ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧-૮૦૨ (હાથનોંધ-૧, ૩૨) “અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ તેમ તેમ સમાજ તેમના નિર્મળ, ઉપકારક અસ્તિત્વથી પ્રભાવિત થઈ તેમની અભિમુખ થતો જાય છે અને તેમના જીવનમાંથી અધ્યાત્મની અખૂટ પ્રેરણા મેળવે છે. સર્વ પ્રકારના મતાહ, કદાહ અને અસત્ આગ્રહથી પર રહી, અલ્પ આયુમાં પ્રામાણિક આત્મસાધનાના પ્રબળ પુરુષાર્થ દ્વારા મહાન સિદ્ધિને વરેલા તથા પોતાનાં ઊંડા ચિંતન અને વિશાળ અનુભવોના નિષ્કર્ષરૂપે ઉત્તમ ઉપદેશામૃત પીરસનાર આ સાચા આત્મજ્ઞાની મહાપુરુષનું તત્ત્વજ્ઞાનસભર જીવન સાધકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આ દુષમ કાળમાં મુમુક્ષુ જીવોનું પરમ કલ્યાણ કરનાર અને જેમના યોગે ભવ્યાત્માઓ દુ:સહ્ય સંસારતાપ અને ત્રાસથી મુક્ત થઈ, નિજધામની પરમ શાંતિ અને શાશ્વત સુખને પ્રાપ્ત થાય છે એવા કલ્પવૃક્ષ સમા શ્રીમન્ના વચનાતીત, કલ્પનાતીત, ઇન્દ્રિય-અગોચર, બુદ્ધિ-અગોચર એવા અનંત ગુણોનો મહિમા અપરંપાર છે. ડૉ. ભગવાનદાસ મહેતાએ લખ્યું છે – ખરેખર! આ પુરુષરત્નને પામી ન્યાય ન્યાયપણું પામ્યો, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડ્યો, રસમાં સરસતા આવી, કરમાયેલી શ્રુતવલ્લરી નવપલ્લવિત થઈ, યોગ કાતરુ ફલભારથી નમ્ર બન્યો, યુક્તિ આગ્રહમુક્ત થઈ, મુક્તિ જીવન્મુક્તપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, શક્તિમાં વ્યક્તિ આવી, ધર્મમાં પ્રાણ આવ્યો, સંવેગમાં વેગ આવ્યો, વૈરાગ્યમાં રંગ લાગ્યો, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દર્શનને સ્વરૂપદર્શન થયું, સ્પર્શજ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતાર્થ બન્યું, વચનને કસોટી માટે શ્રુતચિંતામણિ મળ્યો, અનુભવને મુખ જોવા દર્પણ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ બની, દર્શનવિવાદો દુર્બલ થયા, વાડાના બંધન તૂટ્યાં, અખંડ મોક્ષમાર્ગ વિશ્વમાં વ્યાપી રહ્યો, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, સતશ્રદ્ધાની જ્યોત પ્રગટી, કુગુરુની ઉત્થાપના થઈ, સાચા સદગુરુની સંસ્થાપના થઈ, શુષ્કજ્ઞાનીઓની શુષ્કતા સુકાઈ, ક્રિયાજકોની જડતાની જડ ઉખડી અ ને ધર્મ તેના શુદ્ધ વસ્તુધર્મસ્વરૂપે પ્રસિદ્ધ થયો. અચિંત્ય માહાભ્યવંતા મહાપુરુષોનાં જીવનનું મૂલ્યાંકન શબ્દથી કદી થઈ શકે નહીં. જેમ વિશ્વના સર્વ પદાર્થોને જોવામાં સહાયક એવા પરમપ્રકાશવંત સૂર્ય સામે દૃષ્ટિ કરતાં આંખ અંજાઈ જાય છે, દષ્ટિ ત્યાં ટકી શકતી નથી એવો એનો પ્રભાવ છે; તેમ વાણીવિભૂતિના સ્વામી, સાક્ષાત્ સરસ્વતી અને આત્મસ્વરૂપમાં લીન થયેલા સ્વપરપ્રકાશક પુરુષોનો મહિમા ગાવા જતાં વાણી ટકી શકતી નથી, શબ્દો મૂક બની જાય છે અને તેથી તે અકથ્ય માહાભ્યનું ગાન પ્રાયઃ “અહો! અહો!' શબ્દોથી સમાપ્તિ પામે છે. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૧૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ Page #209 -------------------------------------------------------------------------- ________________ 281Pe9 1-Зt1% 1 : 0 : 0 : 1 1Lь ь, че оil : 5123 JB 4 рь – 14oh bor 3 254, bo - Vehrе f3 4 - о Lu/ne if yubore +2 se 2 ow Jk vr', 't -4, ел{+} +0 5 еу » P,и 53 54 ), wец #3 уу? +43 686 1935 2023 vw but it - с 4» и за '4 Eь см 3 6> ти £5 док, t'% 4, 1ң4. ht E kgro 4» "чич и г Nohъ•24 %} че » - Page #210 -------------------------------------------------------------------------- ________________ ખંડ - ૨ કવન Page #211 -------------------------------------------------------------------------- ________________ Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧) પ્રાસ્તાવિક અદ્દભુત જ્ઞાનાવતાર, વિદેહીદશાવિભૂષિત, સ્વરૂપમગ્ન, તત્ત્વજ્ઞશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજી જેવી વિશ્વની અલૌકિક વિરલ વીતરાગવિભૂતિના અક્ષરદેહની કીર્તિસૌરભ આજે સર્વત્ર પ્રસરતી જાય છે. અનેક લોકો તેનાથી પરિચિત થતા જાય છે; એટલું જ નહીં પણ શ્રીમન્ના અલૌકિક સગુણોથી આકર્ષાઈ, તેમના ગહન સાહિત્યથી મુગ્ધ બની, અધ્યાત્મરસિક જિજ્ઞાસુઓ તેનાં અભ્યાસ, વાંચન, મનન, પરિશીલન આદિથી પોતાનું શ્રેય સાધવા ઉત્સુક બન્યા છે અને તેમનાં વચનામૃતોની વિચારણામાં જ નિમગ્ન રહી, સ્વરૂપસિદ્ધિ સાધવા સદા પ્રયત્નશીલ રહે છે. શ્રીમનાં વચનામૃતો સાધકને ઊંડી વિચારણા દ્વારા ઘણી જ ઊંચી ભૂમિકા પર્યત લઈ જવામાં પરમ ઉપકારક થવા યોગ્ય છે. શ્રી લલ્લુજી મુનિ શ્રીમન્નાં વચનો સંબંધી કહે છે કે – પરમ માહાચવંત સદગુરુ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં વચનોમાં તલ્લીનતા શ્રદ્ધા જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્દ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અભ કાળમાં મોક્ષ પામવા યોગ્ય છે. તેમનાં પત્રો તથા કાવ્યો સરળ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે, માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. ૧ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ શ્રીમનાં લખાણો સંબંધી ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. તેઓ યરવડા જેલમાં હતા ત્યારે તેમણે “રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો’ શીર્ષક હેઠળ શ્રીમદ્ સાથેના સહવાસ દરમ્યાન પોતાને થયેલા અનુભવો ટાંક્યા છે. તેમાં તેઓશ્રી જણાવે છે – તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિશે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને. ..... જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્નાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી.૧ શ્રીમદ્દ્ન સમગ્ર જીવન સર્વ રીતે પ્રેરણાદાયી છે જ, પરંતુ તેમનું માત્ર બાહ્ય જીવન જાણવાથી તેમની વિલક્ષણ અત્યંતરદશાના માહાત્મ્યનો સાચો અથવા પૂરેપૂરો ખ્યાલ આવવો મુશ્કેલ છે; કારણ કે શ્રીમનું જીવન બાહ્ય દૃષ્ટિથી જોતાં એક ગૃહસ્થનું હતું, પરંતુ આંતરિક દૃષ્ટિએ તે એક ત્યાગી, વૈરાગી, બ્રહ્મનિષ્ઠ મહાત્માનું જીવન હતું અને આ સત્ય તેમનાં આધ્યાત્મિક લખાણો ઉપરથી સરળતાથી પારખી શકાય છે. શ્રીમદ્ની અત્યંતર દશાનો નિચોડ તેમનાં પ્રેરક લખાણોમાં મૂર્તસ્વરૂપ પામ્યો છે. શ્રીમદ્ની તીવ્ર જ્ઞાનદશાને વિદેહી આત્મદશાને ઓળખવા, તેમના અંતર-આશયને યથાર્થપણે સમજવા, તેમનો જીવનસંદેશ જીવનમાં ઉતારવા માટે તેમનાં લખાણોનું મનન અને અનુશીલન નિષ્ઠાપૂર્વક થવું જોઈએ. શ્રીમદ્દ્નાં વિવિધ લખાણોને ‘શ્રીમદ્ રાજચંદ્ર નામના ૮૩૩ પાનાંના એક બૃહદ્ ગ્રંથમાં એકત્રિત કરવામાં આવ્યાં છે. શ્રીમદ્દ્ની સ્વતંત્ર કૃતિઓ, અનુવાદાત્મક-વિવેચનાત્મક કૃતિઓ, પોતાને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપે અથવા અન્ય કા૨ણે કે પ્રસંગે જિજ્ઞાસુઓને લખાયેલા પત્રો કે ઉતારાઓ અને આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હોય તે તથા તેમના ઉપદેશમાંથી લિપિબદ્ધ થયાં હોય તે લખાણો આ ગ્રંથમાં એકઠાં કરવામાં આવ્યાં છે. ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૪૦ - Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ આમ, શ્રીમદ્ભાં ગદ્ય તેમજ પદ્યરૂપે ઉપલબ્ધ આધ્યાત્મિક લખાણોનો સંગ્રહ એક ભવ્ય ગ્રંથના આકારે પ્રગટ થયો છે. તેમાં વયાનુક્રમે શ્રીમનું આંતર જીવન, તત્ત્વજ્ઞાન સંબંધીના તેમના નિર્ણયો, મુમુક્ષુઓને આપેલ સચોટ માર્ગદર્શન, અત્યંતર દશાનાં અવલોકનો આદિ પારમાર્થિક વિષયોનો સમાવેશ થાય છે. જીવને સ્વાનુભવ કઈ રીતે થઈ શકે તે માર્ગ, અનુભવસિદ્ધપણે અત્યંત સરળ ભાષામાં આ ગ્રંથમાં દર્શાવવામાં આવ્યો છે. કોઈ પણ સાધકના આંતર જીવનની નોંધોનાં આવાં સમૃદ્ધ કહી શકાય એવાં ગ્રંથો ગુજરાતી ભાષામાં બહુ ઓછાં છે. એ દષ્ટિએ “શ્રીમદ્ રાજચંદ્ર' બૃહદ્ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં એક સીમાસ્તંભરૂપ છે. ગુજરાતી ભાષાના સાહિત્યના ઇતિહાસમાં તે એક અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે. ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય વિચારક આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવે આ ગ્રંથ વિષે વઢવાણમાં વિ.સં. ૧૯૭૩ની કાર્તિક પૂર્ણિમાના દિવસે શ્રીમન્ની જન્મજયંતીના પ્રસંગે પ્રમુખપદેથી ભાષણ આપતાં કહ્યું હતું કે – “ગુજરાતના જાહેર જીવનમાં મારું જે અલ્પ સ્થાન છે તેને લક્ષમાં લઈ અને મારે શિરે જે જવાબદારી રહેલી છે તેનો વિચાર કરી, મારે કહેવું જોઈએ કે શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથને એક આદર્શ રૂપે રાખવામાં આવે તો તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વગર રહે નહીં. એ ગ્રંથમાં તત્વજ્ઞાનનાં ઝરણા વહ્યા કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મનો વિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. હું આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સૌને વિનંતી કરી મારું બોલવું સમાપ્ત કરું છું. અનેક વિદ્વાનોના મત અનુસાર આત્માર્થી જીવોને માર્ગદર્શન કરવાને આ ગ્રંથ પરિપૂર્ણ રીતે સમર્થ છે. જે ૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૮૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આત્માર્થીઓના હાથમાં આ ગ્રંથ આવ્યો છે અને જેમણે તેનું ભાવપૂર્વક અધ્યયન કર્યું છે, તેમનાં વિચારોમાં અને જીવનમાં અવશ્ય પલટો આવ્યો છે. તેથી આત્મપ્રાપ્તિ માટે શ્રીમદ્દનું માર્ગદર્શન પરમ શ્રદ્ધેય ગણાય છે. આત્મદર્શન પામવામાં અનુપમ નિમિત્ત બની શકે એવું સામર્થ્ય અને ગૌરવ ધરાવનાર આ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં સંગૃહીત સાહિત્યનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય – ૧) પત્ર-સાહિત્ય (શ્રી સૌભાગ્યભાઈ, શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓ ઉપર લખાયેલા પત્રો) ૨) સ્વતંત્ર ગ્રંથો (મોક્ષમાળા, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આદિ) ૩) સ્વતંત્ર કાવ્યો (બિના નયન, અપૂર્વ અવસર આદિ) ૪) ભાષાંતરો (પંચાસ્તિકાય આદિ ગ્રંથો) તથા વિવેચનો (શ્રી આનંદઘનજી આદિનાં પદો) ૫) સ્વતંત્ર લેખો (મુનિસમાગમ, મોક્ષસિદ્ધાંત આદિ) ૬) સ્વતંત્ર બોધવચનમાળાઓ (પુષ્પમાળા, વચન સપ્તશતી આદિ) ૭) અંગત નોંધો (રોજનીશી, હાથનોંધ આદિ) ૮) શ્રીમદ્રના ઉપદેશની મુમુક્ષુઓએ કરેલી નોંધો (ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર આદિ) હવે આ વિવિધ પ્રકારનાં લખાણોનો અનુક્રમે પરિચય મેળવીએ. Page #216 -------------------------------------------------------------------------- ________________ (૨) પત્ર-સાહિત્ય શ્રીમદ્ભા સાહિત્યનો મોટો ભાગ તેઓશ્રી દ્વારા લખાયેલા પત્રોનો છે. તેમનો પત્રસંગ્રહ તેમના સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિ.સં. ૧૯૪૨ થી વિ.સં. ૧૯૫૭ સુધી શ્રીમદે લખેલા પત્રોમાંથી લગભગ ૮૫૦ જેટલા પત્રો ઉપલબ્ધ છે. તેમણે જુદી જુદી ૪૦થી વધારે વ્યક્તિઓને આ સોળ વર્ષ દરમ્યાન જુદા જુદા સમયે જુદા જુદા સ્થળેથી તત્ત્વવિચારણા સંબંધી પત્રો લખ્યા હતા. શ્રીમન્ના અનન્ય ભક્ત મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈએ આ પરમાર્થોપયોગી પત્રોને એકત્ર કરી, તેની એકનિષ્ઠ જાળવણી કરી, એ અમૂલ્ય જ્ઞાનવારસો સર્વજનસુલભ બનાવી આપ્યો છે. તેમણે મોતીના દાણા જેવા સુંદર છટાદાર અક્ષરે તે પત્રો નોંધપોથીમાં ઉતારવાનું અને પોતાના જીવનના અંત પર્યત તે પત્રો સુરક્ષિત રાખવાનું મહાન ભક્તિકાર્ય કર્યું હતું. શ્રીમન્ના દેહોત્સર્ગ પછી, પરમ ઉપકારક અને સર્વગ્રાહી બોધ ધરાવતા આ પત્રો “શ્રીમ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રકાશિત થયા છે. એમાંથી કેટલાક પત્રો બેત્રણ લીટી જેટલા નાના છે, તો કેટલાક પત્રો બે-ત્રણ પાનાં જેટલા મોટા પણ છે. - શ્રીમદ્ભા સુપ્રસાદરૂપ પરમ વિશિષ્ટ પત્રસાહિત્યનો સ્વાદ ચાખવા જગત ભાગ્યશાળી બન્યું તે માટે જગત શ્રીમન્ના સત્સંગીઓનું ઋણી છે. આ મુમુક્ષુઓનું નિમિત્ત ન મળ્યું હોત તો શ્રીમદ્દના ઉત્તમોત્તમ પત્રસાહિત્યનો ઉદ્ભવ થવા પામ્યો ન હોત. શ્રીમદ્ જેવા મૂળ ઉપાદાનરૂપ પ્રભવસ્થાનમાંથી આ પરમાર્થપત્રોની જાહ્નવીનો ઉદ્ભવ થવાનું નિમિત્તકારણ બનવાનો મુખ્ય યશ શ્રી સૌભાગ્યભાઈને ઘટે છે, તો તેને યથાવત્ જાળવી રાખી, તે વિશ્વપાવની દિવ્યગંગાને આ અવનિ ઉપર ઉતારવાનો મહાયશ મુખ્યપણે શ્રી અંબાલાલભાઈને ઘટે છે. શ્રીમનું Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ માર્ગદર્શન મેળવવા તેમના સત્સંગીઓ તેમને પત્રો લખતા અને શ્રીમદ્ તેમને વિવિધ દૃષ્ટિકોણથી, તેમની કક્ષાને અનુરૂપ, સરળ ભાષામાં તાત્ત્વિક માર્ગદર્શન આપતા. તેમણે આપેલા પરમ રહસ્યભૂત ખુલાસાઓ ઉપરથી વસ્તુતત્ત્વ સમજાવવાની તેમની નિપુણતાનો પરિચય થાય છે. તેમણે કેવા વાત્સલ્યભાવથી પોતાના આરાધક વર્ગનું જીવન ઘડ્યું તે તેમના પત્રોમાં સુંદર રીતે પ્રગટ થાય છે. શ્રીમદ્દ્ના પત્રોમાં પરમાર્થવિચારણાને જ મુખ્ય સ્થાન મળ્યું છે. તેમણે પ્રાણીમાત્રના રક્ષક, બંધવ અને હિતકારી એવા વીતરાગના પરમશાંતરસમય ધર્મની મુક્ત કંઠે પ્રશસ્તિ કરી, જન્મ-જરા-મરણાદિ બંધનરૂપ સંસારથી વિરામ પામવા સર્વોત્કૃષ્ટ વીતરાગધર્મનો આશ્રય કરી, પ્રમાદ છોડી, રત્નચિંતામણિ સમાન મનુષ્યદેહને સાર્થક કરવાનું ભાવવાહી આહ્વાન કર્યું છે. તેમના પત્રોમાં આત્મસ્વરૂપ, મોક્ષ, મોક્ષમાર્ગ, ધર્મ, સદ્ગુરનું માહાત્મ્ય, પ્રત્યક્ષ સત્પુરુષની આવશ્યકતા, આજ્ઞાભક્તિ, જ્ઞાનીદશા, જ્ઞાનીની ઓળખાણ, જીવની પાત્રતા આદિ વિષયો ઉપર તેમણે આપેલો બોધ પ્રાપ્ત થાય છે. તેમણે તેમના પત્રોમાં ઠેર ઠેર સદ્ગુરુ અને સત્સંગનો મહિમા ગાયો છે. શ્રીમદે અનેક પત્રોમાં આધ્યાત્મિક મૂંઝવણોના સ્પષ્ટ સમાધાન આપ્યાં છે. કેટલાક પત્રોમાં તેમણે પોતાની અંતરંગ દશા દર્શાવી છે. કેટલાક પત્રોમાં શ્રીમદે પારિભાષિક શબ્દોના તથા અવતરણોનાં સ્પષ્ટ અર્થ, સરળ વિસ્તાર અને પારમાર્થિક ખુલાસા પણ આપ્યા છે. તેમના પત્રસાહિત્ય દ્વારા તે તે વિષયો અંગેના તેમના ગહન આશ્ચર્યકારી જ્ઞાનની પ્રતીતિ થાય છે. શ્રીમા પત્રોનું પરિશીલન એ શ્રીમના વ્યક્તિત્વને જાણવાનો તથા તેમના આંતરઆશયને સમજવાનો ઉત્તમ ઉપાય છે. શ્રીમદ્દા પત્રોનું ગદ્ય સરળ, સચોટ, પ્રાસાદિક, ભાવવાહી અને પ્રતીતિકર છે. તેમાં વિષયનું વૈવિધ્ય છે અને તેની Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ શૈલી માર્મિક છે. તેમનાં પ્રવાહબદ્ધ અને સચોટ લખાણો ચિત્તને વિચાર કરતું કરે છે. તેમનું મધુર લખાણ હૃદયસ્પર્શી નીવડે છે તથા તેમાં લાઘવનો ગુણ પણ જોવા મળે છે. તેમના પત્રો વાંચતાં મન ઉપર સ્પષ્ટ છાપ પડે છે કે તેમણે એક પણ બિનજરૂરી શબ્દ લખ્યો નથી. તેમનું લખાણ સંક્ષેપમાં હોવા છતાં તેમાં કોઈ અર્થભેદ કે ગેરસમજ થાય, પૂછનારની શંકા બાકી રહી જાય કે વક્તવ્ય અસ્પષ્ટ રહે એવું કશે પણ બન્યું નથી. અનેકાનેક ગૂઢ રહસ્યોનો ઘટસ્ફોટ કરનારા તેમના આ પત્રો વર્તમાનમાં પણ જિજ્ઞાસુઓને ઊઠતી શંકાઓનું નિવારણ કરવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવે છે. તેમનાં સાંગોપાંગ સમાધાન જિનકથિત ભાવો સમજવાને નવીન અધ્યાત્મદષ્ટિ અર્પનાર છે. શ્રીમદ્ભા પત્રોમાં તર્કબદ્ધતાથી રજૂ કરેલા વિચારો પ્રતીતિ કરાવે છે કે તેમનું ચિંતન અત્યંત સ્પષ્ટ અને પરિપક્વ હતું. અવનવી છટાવાળા રસાવહ ગદ્યમાં નિરૂપાયેલું તત્ત્વ આફ્લાદક છે અને તેમાં શ્રીમદ્રની અભિવ્યક્તિક્ષમતા સહજ ઝળકે છે. તેઓ તત્ત્વજ્ઞાનનો ઝીણામાં ઝીણો અને ગહનમાં ગહન વિચાર ચોકસાઈથી દર્શાવવા સાથે ભક્તિરસની મસ્તી પણ વિશિષ્ટ શૈલીમાં વ્યક્ત કરે છે. આમ, શ્રીમદ્ભા પત્રોની ગદ્યશૈલી તેમની પારમાર્થિક મહાનતા અને ગદ્યના સમર્થ સર્જક તરીકેની સફળતા પ્રગટ કરે છે. શ્રીમની શૈલી વિષે શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ લખે છે – “આચાર્ય આનંદશંકરના શબ્દોમાં “ગાંધીજી પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચોટ, છતાં તળપદી નહિ કિંતુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.' એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચંદભાઈની શૈલી વધુ પ્રૌઢ, સંસ્કૃત, મિત અને સચોટ – અનુભવના અમૃતમય છે - Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કોઈ અપૂર્વ શૈલી છે.’૧ આ બધા ઉપરાંત શ્રીમદે લખેલા પત્રોમાંથી તેમની આત્મિક ઉત્ક્રાંતિ જાણવા મળે છે. તેમના પત્રોમાં તેમના પરમ ઉદાત્ત આંતર જીવનનું સુરેખ ચિત્ર અંકિત થાય છે. કાળક્રમ અનુસાર ઉપલબ્ધ પત્રોમાંથી શ્રીમદ્ના વિચારોમાં કયા પ્રકારના ફેરફાર ક્યારે થયા હતા, તેમના ઉત્તરોત્તર આત્મવિકાસની ધારા કેવી રીતે વહી હતી, તેમણે વીતરાગતા ભણી કેવી દોટ મૂકી હતી તથા તેમના વિશિષ્ટ ગુણો કઈ રીતે ખીલતા ગયા હતા તે જાણવા મળે છે. તેમના પત્રોમાં તેમના સ્વસંવેદનની ઝાંખી થાય છે અને તે દ્વારા તેમના હૃદયમાં ડોકિયું કરવાનું માધ્યમ પ્રાપ્ત થાય છે. દરેક વર્ષ દરમ્યાન લખાયેલા પત્રોમાંની શ્રીમદ્દ્ની સહી, પત્રોની સંખ્યા, પત્રમાંનું લખાણ આદિ દ્વારા તેમની વર્ધમાન થતી આત્મદશા પ્રગટ થયા વિના રહેતી નથી. બાહ્ય શ્રીમદ્દ્ના પત્રોમાં તેમની અસંગતા, આત્મભાવ, ઉદાસીનતા, ઉપાધિયોગ, નિવૃત્તિની ભાવના, પ્રારબ્ધકર્મ, માર્ગપ્રવર્તનની ભાવના, સમાધિ આદિ વિષે ઉલ્લેખો મળે છે. જુદી જુદી વ્યક્તિઓ પરત્વે તેમણે પોતાના અંગત જીવન, વ્યાપારવ્યવહાર તેમજ આત્યંતર દશા સંબંધી વ્યક્ત કરેલા ઉદ્ગારોમાં તેમની આંતરિક સ્થિતિ કેવી અદ્ભુત હતી અને વ્યવહારમાં તેમને કેમ રહેવું પડતું હતું તથા તેઓ આત્મશુદ્ધિ માટે કેવો ઉચ્ચ કોટિનો પુરુષાર્થ કરતા હતા, તેનો સહેજે ખ્યાલ આવે છે. પોતે પાઠવેલા સંવેદનમય પત્રોમાં તેમણે પોતાનું હૃદય ઠાલવ્યું હોવાથી તેમની ઊર્ધ્વગામી આત્મદશાની ઝાંખી થાય છે. વળી, આ પત્રો તે તે વ્યક્તિઓને અંગત રીતે, પ્રસિદ્ધિના હેતુ વિના લખાયેલા હોવાથી તેમાં પૂરેપૂરી નૈસર્ગિકતા જળવાઈ રહી છે. જો આ પત્રો ઉપલબ્ધ થયા ન ૧- શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ.૭૨૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ હોત તો શ્રીમદ્નું અંતરંગ જીવન જાણવાના એક અમૂલ્ય માધ્યમથી મુમુક્ષુ જીવો વંચિત રહ્યા હોત અને શ્રીમદ્દ્ન તેમના પ્રત્યક્ષ સમાગમમાં આવનાર મુમુક્ષુઓ સિવાય કોઈ ઓળખી શક્યું ન હોત. અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્ના અનુભવના નિચોડરૂપ આ વચનો ભવ્ય જીવોને સન્માર્ગપ્રાપ્તિમાં પરમ ઉપકારક તથા સત્શિક્ષારૂપ છે. વિવિધ દૃષ્ટિએ છણાવટ પામેલા સંખ્યાબંધ મુદ્દાઓમાંથી જિજ્ઞાસુ જીવોને જીવનશુદ્ધિનો અને આત્મજ્ઞાનનો યથાર્થ માર્ગ મળી રહે છે. આ વચનો વ્યક્તિગત ન રહેતાં સર્વ જિજ્ઞાસુઓ માટે હંમેશાં અત્યંત લાભકારી નીવડે એવાં છે. તેમના પત્રો એટલા તત્ત્વસભર છે કે તે પત્રોનો વારંવાર, જુદા જુદા દષ્ટિકોણથી અભ્યાસ કરી શકાય તેમ છે. તેમના પત્રો જેમ જેમ વાંચવામાં આવે છે, તેમ તેમ તેમાંથી નવી નવી સ્ફુરણા ઉદ્ભવે છે. મુમુક્ષુને જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપનાર અને આત્મજાગૃતિ કરાવનાર, દીવાદાંડી સમા, ટંકોત્કીર્ણ સુવર્ણ અક્ષરલેખ સમા આ પત્રો દરેક મુમુક્ષુએ પુનઃ પુનઃ વાંચન-મનન કરવા યોગ્ય છે, હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. વીતરાગધર્મનો અનન્ય મહિમા અને નિશ્ચય જેમના આત્માના પ્રદેશે પ્રદેશે વસ્યો હતો એવા પરમ ધર્મમૂર્તિ શ્રીમદ્દ્ના પત્રોમાં અનુભવનો રણકાર સંભળાય છે. જૈન તત્ત્વજ્ઞાન તેમના જીવનમાં એટલું બધું ઓતપ્રોત હતું કે તેમનાં વચન અને વ્યવહાર જૈન તત્ત્વજ્ઞાનનાં દર્પણ સમાન બની ગયાં છે. તેઓ શ્રી જિનોક્ત પરમાર્થમાર્ગના ખરેખરા અનુયાયી અને પ્રરૂપક છે. તેમના પત્રોમાં અથથી ઇતિ સુધી તેમણે સર્વત્ર આત્મા, આત્મા અને આત્માનો જ દિવ્ય ધ્વનિ ગૂંજાવી જગતના જીવો ઉપર પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદ્ની પ્રતિભા વિષે ડૉ. ભગવાનદાસ મહેતા અહોભાવપૂર્વક લખે છે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ‘એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની પ્રખર શ્રુતશક્તિવાળી બુદ્ધિમત્તા કેવી કુશાગ્ર હતી, એ તો એમની સ્વસમય પરસમયની સૂક્ષ્મ વિવેકમય તીક્ષ્ણ પર્યાલોચના પરથી સ્વયં જણાઈ આવે છે, અને આપણને તાર્કિકશિરોમણિ કવિકુળગુરુ સિદ્ધસેન દિવાકરનું ને સમંતભદ્રસ્વામીનું સહજ સ્મરણ કરાવે છે. એમની દૃષ્ટિવિશાલતા ને હૃદયની સરળતા કેટલી બધી અદ્ભુત હતી અને સર્વ દર્શન પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યસ્થ્યવૃત્તિ કેવી અપૂર્વ હતી, તે તો એમની સર્વદર્શનોની તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે, અને આપણને ષગ્દર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની ને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની યાદી તાજી કરે છે. અધ્યાત્મ-યોગ વિષયનો એમનો અનુભવ અભ્યાસ કેટલો બધો ઊંડો હતો અને આત્મજ્ઞાન ધ્યાનની એમની અનુભૂતિ કેવી વિશિષ્ટ હતી, તે તો એમનાં અનુભવરસનિધાન વચનામૃતો પરથી સ્વયં સિદ્ધ થાય છે, અને આપણને મહર્ષિ કુંદકુંદાચાર્યજીનું ને યોગીરાજ આનંદઘનજીનું સ્મરણ પમાડે છે. એમની આત્મભાવના કેવી અનન્ય હતી અને એમનું ભાવિતાત્મપણું કેવું અતિશયવંત હતું, તે તો આત્માની મહાગીતારૂપ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી એક આત્મધારા પરથી વ્યંજિત થાય છે, અને આપણને મહર્ષિ અમૃતચન્દ્રાચાર્યજીની અને પૂજ્યપાદસ્વામી આદિની યાદી આપે છે. આમ આ મહાપ્રભાવક શ્રીમમાં તે તે સર્વ મહાસંતોના ગુણોનું અનુપમ સંગમસ્થાન પ્રાપ્ત થતું હોયની! એવો સહજ ભાસ સહૃદય તત્ત્વગવેષકોને થાય છે. ૧ * * * ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૨૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ (૩) સ્વતંત્ર ગ્રંથી શ્રીમદે કેટલાક સ્વતંત્ર ગ્રંથોની રચના કરી હતી. તેમાંથી કેટલાક ગ્રંથો ગદ્યમાં છે તો કેટલાક પદ્યમાં છે. શ્રીમદ્ની વિચારશક્તિ, લેખનશક્તિ અને કવિત્વશક્તિ સોળ વર્ષની વયથી જ કેવી ખીલી ઊઠી હતી તે તેમના ‘સ્ત્રીનીતિબોધક' આદિ ગ્રંથોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે રચેલા ‘મોક્ષસુબોધ', ‘મોક્ષમાળા’, ‘ભાવનાબોધ’, ‘પ્રતિમાસિદ્ધિ' અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથો મુમુક્ષુઓને પરમ પાથેયરૂપ છે. આ ગ્રંથોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. સ્ત્રીનીતિબોધફ શ્રીમદ્દ્ની લેખનશક્તિ નાની વયથી ખીલી હતી. વિ.સં. ૧૯૪૦માં ‘સ્ત્રીનીતિબોધક વિભાગ-૧' નામનું તેમનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું હતું. જે સમયે ‘સ્ત્રીનીતિબોધક' લખાયું, તે વખતે અનેક સામાજિક અનિષ્ટો સમાજમાં વ્યાપેલાં હતાં. લોકો રૂઢિઓ, વહેમો આદિની શૃંખલામાં જકડાયેલા હતા. સ્ત્રીકેળવણી અંગેની દુર્દશા, કુધારા આદિ જોઈ, શ્રીમદ્નું કરુણાર્દ્ર કવિહૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે પોતાનું ઊર્મિશીલ સંવેદન, સ્ત્રીકેળવણીની હિમાયત કરવા સાથે ‘સ્ત્રીનીતિબોધક’ની સરળ ગેય ગરબીઓમાં ઠાલવ્યું. ગ્રંથના મુખપૃષ્ઠ ઉપર તેમણે ભુજંગી છંદની એક કડી મૂકી છે, જેમાં સ્ત્રીકેળવણીની સૂચના કરી છે. તે પછી મનહર છંદમાં સંસારસુધારાની પ્રેરણારૂપે સ્ત્રીકેળવણી વિષેનું કાવ્ય પ્રથમ પાને પાછળ છાપ્યું છે. આ પુસ્તકની સુંદર પ્રસ્તાવનામાં તેમણે પ્રૌઢતાથી, ગંભીરતાથી અને સહૃદયતાથી સ્ત્રીઓને વાંચવા લાયક સારાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાની સ્વદેશહિતેચ્છુઓને વિજ્ઞપ્તિ કરી છે, સ્ત્રીકેળવણી સામે મુકાતા આક્ષેપો દૂર કર્યો છે અને કેટલાંક વાંચવા યોગ્ય પુસ્તકોનાં નામ આપ્યાં છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સ્ત્રીઓની દશા ન સુધરવાનાં કારણોમાં બાળલગ્ન, કજોડાં, વહેમ વગે૨ે જણાવી, બાળલગ્નની અનિષ્ટતા વિચારવા વિનંતી કરી છે. તેઓ જણાવે છે કે સ્ત્રીનીતિબોધક'ના ત્રણ ભાગ લખવા વિચાર રાખી, તેમણે આ પ્રથમ ભાગ બહાર પાડ્યો છે. આ પુસ્તકના બીજા બે ભાગ ત્યારપછી લખાયા કે છપાયા જણાતા નથી, પરંતુ પ્રથમ ભાગ ઉપરથી અનુમાન થઈ શકે છે કે બાકીના ભાગ લખાયા હોત તો આ વિષયમાં વિશિષ્ટ ગ્રંથોની પ્રાપ્તિ થઈ હોત. ‘સ્ત્રીનીતિબોધક’માં તત્કાલીન સમાજમાં પ્રચલિત દેશીઓમાં કુલ ૨૪ ગરબીઓ તથા ‘સોધશતક' છે અને તેને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. પ્રથમ ભાગમાં પરમેશ્વરને પ્રાર્થના, પરમેશ્વરને ભજવા, પરમેશ્વરની લીલા, ક્ષણભંગુર દેહ, શાણી માતાએ પુત્રીને આપેલ શિખામણ, વખત નકામો ન ગુમાવવો, ઉદ્યમ તથા ઉદ્યમથી થયેલાં કામો અંગે એમ ૮ ગરબીઓ છે. બીજા ભાગમાં વિદ્યા અને કેળવણીને કેન્દ્રમાં રાખીને વિદ્યા, કેળવણીના ફાયદા, કેળવણી, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા, જ્ઞાન વધારવા તથા સારી શીખ સુણવા અંગે એમ ૭ ગરબીઓ છે. ત્રીજા વિભાગમાં સુધરવા, સદ્ગુણ સજવા, સુનીતિ વધારવા, પરપુરુષાગ તથા વ્યભિચારના દોષ અંગે અને સત્ય વિષે ત્રણ એમ કુલ ૮ ગરબીઓ છે. ચોથા વિભાગમાં સદ્ગુણી સ્ત્રીનું ચિત્ર બતાવતી ‘સદ્ગુણી સજ્જની વિષે' નામની ૬૪ પંક્તિની ગરબી છે અને સ્ત્રીઓના નીતિશતક સમાન, ધોળ રાગમાં રચેલું ૧૦૦ કડીવાળું ‘સોધશતક' છે. એમાં તેમનો વિવિધ વિષયો ઉપર હૃદયંગમ સદ્બોધ છે. ‘સ્ત્રીનીતિબોધક’માં માત્ર બે-ત્રણ ચોપડી ભણેલી બહેનોને પણ સમજાય તેવી સરળ, ભાષામાં અને સુંદર શૈલીમાં ઉપયોગી વિષયો નિરૂપાયેલા છે. આ સુમધુર કાવ્યકૃતિઓ ઉત્તમ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ગેય ગુણ ધરાવતી હોવાથી સ્ત્રીઓને વિશેષ આકર્ષણરૂપ નીવડે તેમ છે. આટલી નાની વયે પણ શ્રીમનું ભાષા ઉપર પ્રભુત્વ અને નૈસર્ગિક કવિત્વ હોવાથી ક્યાંય મારીમચડીને પ્રાસ સમાવવા કે બેસાડવા નથી પડ્યા, પરંતુ તે સહજપણે યોજાયા છે, એટલું જ નહીં, માધુર્ય-પ્રાસાદાદિ કાવ્યગુણો વડે તે કાવ્યો ઝળહળે છે. તેમની ભાષા વિષયને અનુરૂપ ભાવને ઝીલીને પાણીના પ્રવાહની પેઠે વહે છે. કવિ નર્મદાશંકરનો સુધારાનો જુસ્સો અને કવિ દલપતરામની સરળ નીતિનો સુભગ સમન્વય આ પુસ્તકમાં જોવા મળે છે. કન્યાશાળાઓમાં ચાલતી પંડિત નવલરામ લક્ષ્મીરામની બાળગરબાવલી કરતાં સરળ ભાષા ધરાવતા, તત્કાલીન સમાજને અત્યંત ઉપયોગી થાય એવા આ પુસ્તકમાં શ્રીમન્નાં ઉચ્ચ કવિત્વનું, ઉત્તમ વ્યક્તિત્વનું, દેશપ્રીતિનું, નીતિપ્રિયતાનું અને સુધારક વૃત્તિનું દર્શન થાય છે. લઘુવયમાં તેમણે દર્શાવેલા વિચારોની ઉચ્ચતા, પરિપક્વતા, સ્પષ્ટતા તથા પદ્યરચનાની સ્વાભાવિકતા આશ્ચર્યકારક છે. આમ, સામાજિક ક્રાંતિના ક્ષેત્રે શ્રીમદે સાહિત્યસર્જન દ્વારા નવજાગૃતિનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. મોક્ષસુબોધ શ્રીમદ સત્તરમા વર્ષ પહેલાં “મોક્ષસુબોધ' નામનો પદ્યગ્રંથ રચવાની શરૂઆત કરી હતી, જે અપૂર્ણ રહ્યો હતો. તેના પ્રથમ શતકની ૨૦ કડી ઉપલબ્ધ છે. ગ્રંથના આરંભરૂપ મંગલપ્રસંગે શ્રીમદે, આત્મધર્મની પ્રાપ્તિ થાય અને અનાદિનો ભ્રમ દૂર થાય એવો ગ્રંથરચનાનો હેતુ બતાવ્યો છે અને પછી આદિ તીર્થંકર શ્રી ઋષભદેવના ગુણોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા છે. પછીના ૧૭ દોહરામાં તેમણે પ્રભુપ્રાર્થના રચી છે. તેની પ્રત્યેક કડીમાં ભગવાન ‘ભયભંજન’ છે એમ જણાવ્યું છે. શરૂઆતના દોહરામાં તેમણે પ્રભુના ગુણો વર્ણવ્યા છે અને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર' છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧-૩ (આંક-૧) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પાછળના દોહરામાં પોતાના અવગુણો દૂર કરવાની તથા ગુણોની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરી છે. આ પ્રાર્થના ભાવનામય હોવાના કારણે ધ્યાન ખેંચે છે. આ પ્રાર્થના કર્યા પછી ધર્મ વિનાનો માણસ કેવો હોય તે શ્રીમદે જુદી જુદી ઉપમાઓ દ્વારા વર્ણવ્યું છે. ધર્મવિહીન મનુષ્યનું વર્ણન કર્યા પછી “મોક્ષસુબોધ' ગ્રંથ અપૂર્ણ રહેલો છે. કૃતિમાં પોતાનું નામ ગૂંથવાની પ્રાચીન શૈલી તેમણે જાળવી રાખી છે. આટલા નાના વિભાગમાં પણ તેમણે શાર્દૂલવિક્રીડિત, છપ્પય, દોહરા, કવિત આદિ વિવિધ છંદો પ્રયોજ્યા છે. મોક્ષમાળા “મોક્ષમાળા' દષ્ટાંતોથી ભરપૂર, સુમધુર ભાષામાં પ્રૌઢ ગંભીર શાસ્ત્રશૈલીથી ગૂંથાયેલો અપૂર્વ ગ્રંથ છે. તે કિશોરવયે લખાયેલો છતાં પરિણત પ્રજ્ઞાનો ગ્રંથ છે. જૈન ધર્મની પ્રવેશિકારૂપ ગદ્ય-પદ્યમાં રચાયેલો આ સમર્થ ગ્રંથ શ્રીમદે સોળ વર્ષ અને પાંચ માસની વયે માત્ર ત્રણ દિવસમાં વિ.સં. ૧૯૪૦માં લખ્યો હતો અને તે વિ.સં. ૧૯૪૪માં છપાઈને પ્રસિદ્ધ થયો હતો. તત્ત્વમંથનકાળમાં શ્રીમદે પ્રદર્શનનું જે મધ્યસ્થ, નિષ્પક્ષપાત પર્યાલોચન કર્યું, જિનાગમોનું જે ઊંડું અવગાહન કર્યું, તેનો પરિપાક આ દર્શનપ્રભાવક ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. “મોક્ષમાળા'ની રચનામાં શ્રી રેવાશંકરભાઈ જગજીવન ઝવેરીની પ્રેરણા અને શ્રી પોપટભાઈ દફતરીની વિજ્ઞપ્તિ નિમિત્તભૂત થયાં હતાં. શ્રી રેવાશંકરભાઈ “સૂક્ત મુક્તાવલી' નામનું પ્રાસ્તાવિક જૈન તત્ત્વપદોનું એક નાનું પુસ્તક વાંચતા હતા. તે પુસ્તકને અનુસરી તે પદો સરળ ભાષામાં લખાય તો સારું એમ ધારી તેમણે તે કામ કરવા શ્રીમને વિનંતી કરી. શ્રીમદે તે જોયું, પણ તેમને તેમાં સુધારા કરવાનું ઉચિત ન લાગ્યું, પરંતુ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૫૭-૧૩૨ (આંક-૧૭) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સરળ ભાષામાં મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવનાર લોકોપયોગી ગ્રંથ રચાય તો સારું એમ ધારી, તેમણે પ્રથમ “મોક્ષસુબોધ' નામનું શતક પદ્યમાં લખવું શરૂ કર્યું. પણ તે શૈલી સામાન્યજન ગ્રહણ નહીં કરી શકે એમ લાગતાં, તે અધૂરું રહેવા દઈ, તેમણે મુનિસમાગમ' નામે ગદ્યલેખ લખવો શરૂ કર્યો. તે પણ અધૂરો રહેવા દીધો. વિ.સં. ૧૯૪૦ની ચૈત્ર પૂર્ણિમા આસપાસ શ્રીમદ્ મોરબી ગયેલા, ત્યારે શ્રી પોપટભાઈ દફતરીની વિનંતી સ્વીકારી, તેમના મકાનમાં બીજા માળે બેસી, શ્રીમદે ત્રણ દિવસમાં ૧૦૮ શિક્ષાપાઠયુક્ત બાલાવબોધરૂપ “મોક્ષમાળા'ની રચના કરી હતી. પછી શ્રીમદ્ તે લખાણ લઈ વવાણિયા ગયા હતા. તેવામાં ત્રણ સાધ્વીજી ત્યાં પધાર્યા અને તેમની જિજ્ઞાસા જોઈ, તે પાઠોની સ્પષ્ટ અક્ષરે નકલ કરીને શ્રીમદે તેમને તે વાંચવા આપ્યા હતા તથા શ્રીમદ્ પોતે ઉપાશ્રયે જઈ, તે પાઠો તેમને સમજાવતા હતા અને પછી તરત તે પાઠો પાછા લઈ આવતા હતા. મોક્ષમાળા' વિષે શ્રીમદે વિ.સં. ૧૯૫૫ના ચૈત્ર માસમાં મોરબીમાં જણાવ્યું હતું – મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ..... જૈનમાર્ગને યથાર્થ સમજાવવા ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર' ત્રીજી આવૃત્તિ, પૃ.૮૧ નોંધઃ આ સંદર્ભમાં એવો ઉલ્લેખ પણ મળે છે કે એક વખત કચ્છમાંથી સ્થાનકવાસી સંપ્રદાયના ત્રણ મહાસતીજી શ્રીમની ખ્યાતિ સાંભળીને વવાણિયા આવ્યાં હતાં. તેમણે શ્રીમને જણાવ્યું કે જૈન ધર્મનાં સૂત્રો અર્ધમાગધી ભાષામાં હોવાથી સમજાતાં નથી, તેથી અમને સમજ પડે તેવું કાંઈક કરો. પછી શ્રીમદ્ દરરોજ મોક્ષમાળાના પાઠ લખીને આપતા ને તે પાઠ સમજાવતા અને બીજે દિવસે તે પાછા લઈ આવતા. બીજે દિવસ મોક્ષમાળાના બીજા પાઠ લખીને આપતા. એમ ત્રણ દિવસમાં મોક્ષમાળાના પાઠ લખીને આપ્યા હતા અને સમજાવ્યા હતા. - “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ. ૫૭-૫૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તેમાં પ્રયાસ કર્યો છે. ચિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે.” શ્રીમદે સુગમ રીતે મોક્ષનો માર્ગ બતાવવાના ઉદાર ઉદેશથી નવકારવાળીની જેમ ૧૦૮ પાઠરૂપ મણકા ધરાવનારી આ મંગલમયી “મોક્ષમાળા'ની રચના કરી હતી. એક પ્રૌઢ અનુભવી કેળવણીકાર પૂર્વે થઈ ગયેલા કેળવણીકારોના અનુભવ લક્ષમાં લઈ, પોતાના જમાનાની જરૂરિયાતો તથા ભાવિ જમાનાની જરૂરિયાતો ઉપર દીર્ઘ દૃષ્ટિ કરી, માનવસ્વભાવને લક્ષમાં લઈને માર્ગદર્શક ગ્રંથો ગૂંથે તથા શિક્ષણ પદ્ધતિ યોજે તેવી યોજનાથી શ્રીમદે મોક્ષમાળાની કલાપૂર્ણ સંકલના કરી છે. તેમણે “મોક્ષમાળા'ની પ્રસ્તાવનારૂપ શિક્ષણ પદ્ધતિ અને મુખમુદ્રા'માં આ પુસ્તકનું પ્રયોજન દર્શાવ્યું છે કે તેનો હેતુ મધ્યસ્થતાથી તત્ત્વજ્ઞાન અને શીલ બોધવાનો છે તથા ઊછરતા બાળ-યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભષ્ટતા અટકાવવાનો છે. આવા જીવનસુધારક પુસ્તકનું અધ્યયન કેવી રીતે કરવું તે બાબત તેમણે ઉત્તમ શિખામણ આપી છે, જે કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરતી વેળાએ ઉપયોગી થઈ પડે તેવી છે. “મોક્ષમાળા'ના બોધપૂર્ણ પાઠોમાં શ્રીમદે જૈન ધર્મના વિવિધ વિષયોની સંક્ષેપમાં સમજણ આપી છે. તેમાં જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો સાથે તેની ક્રિયાઓનું નિરૂપણ પણ થયેલું છે. ૧૦૮ પાઠમાંથી મોટાભાગના પાઠ ગદ્યમાં છે, અને થોડા પાઠ પદ્યમાં છે. કેટલાક પાઠ પ્રશ્નોત્તરરૂપે, સંવાદરૂપે કે કથારૂપે છે. “મોક્ષમાળા'માં પદે પદે શ્રીમદ્ગો વીતરાગ શાસન પ્રત્યેનો પ્રેમ ઉલ્લસે છે, વૈરાગ્ય વિલસે છે, નિષ્પક્ષપાત ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૩ (ઉપદેશનોંધ-૭) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ન્યાયદષ્ટિ ઝળકે છે, પરમ કરુણામય હૃદય ધબકે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે અને અનુપમ સતશીલની સૌરભ મહેકે છે. “મોક્ષમાળા' ગ્રંથના મુખપૃષ્ઠ ઉપરનું મુદ્રાલેખરૂપ સુવર્ણસૂત્ર “આત્મા જાણ્યો તેણે સર્વ જાણું (નિર્ગથ પ્રવચન) ગ્રંથનું હૃદય દર્શાવવા સાથે વીતરાગદર્શનનું સર્વોત્તમ રહસ્ય સમજાવે છે. વાંચનારને ભલામણ' નામના પ્રથમ પાઠમાં શ્રીમદે પુસ્તકનો વિવેકથી ઉપયોગ કરવાનું જણાવી, મંગલ આર્શીવાદ આપ્યા છે. તે પછી તેમણે કર્મના ચમત્કાર, માનવદેહ, સદેવ, સદ્ધર્મ, સદ્ગુરુ, ઉત્તમ ગૃહસ્થ, સત્સંગ, યત્ના, રાત્રિભોજન ત્યાગ, સર્વ જીવની રક્ષા, પ્રત્યાખ્યાન, નવકાર મંત્ર, અનાનુપૂર્વી, સામાયિક, પ્રતિક્રમણ, સામાન્ય મનોરથ, તૃષ્ણાની વિચિત્રતા, પ્રમાદ, વૈરાગ્ય, સામાન્ય નિત્યનિયમ, ધર્મના મતભેદ, જિતેન્દ્રિયતા, ધર્મધ્યાન, જ્ઞાન, પંચમ કાળ, મનોનિગ્રહનાં વિઘ્નો, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો આદિ વિવિધ વિષયો ઉપર પાઠોની રચના કરી છે. શ્રીમદે સ્પષ્ટ બોધ તથા ઉપદેશની ઊંડી છાપ અર્થે હૃદયંગમ ભાષામાં અને સુંદર રોચક શૈલીમાં શ્રી અનાથી મુનિ, શ્રી બાહુબળ સ્વામી, શ્રી સુભૂમ ચક્રવર્તી, શ્રી સુદર્શન શેઠ, શ્રી ગજસુકુમાર, શ્રી ગૌતમસ્વામી આદિનાં પવિત્ર ચરિત્ર વર્ણવ્યાં છે અને ભિખારીનો ખેદ', “સુખ વિષે વિચાર'ના પાઠોમાં બોધપ્રદ કથાઓ યોજી છે. શ્રી મહાવીર ભગવાને શ્રી ગૌતમ સ્વામીને મોક્ષસુખ અવર્ણનીય છે એમ જણાવવા જે ભીલનું દૃષ્ટાંત આપ્યું હતું તે તેમણે “મોક્ષસુખ' નામના પાઠમાં આપ્યું છે તથા “તત્ત્વ સમજવું' પાઠમાં તેમણે અર્થ સમજ્યા વગર કરવામાં આવતાં શબ્દપાઠ વિષે રાયશી, દેવશી અને ખેતશી નામના કચ્છી ભાઈઓનું વિનોદી દષ્ટાંત પ્રયોજ્યું છે. સર્વમાન્ય ધર્મમાં શ્રીમદે શ્રી જિનેશ્વરપ્રણીત દયા ધર્મનું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્વરૂપ તથા તેના પાલનથી થતા લાભનું સરળ પદ્યમાં નિરૂપણ કર્યું છે. તેમણે ‘જિનેશ્વરની ભક્તિ’ વિષે બે ગદ્યપાઠ અને ભાવવાહી પદ્ય ‘ભક્તિનો ઉપદેશ' એમ ત્રણ પાડોમાં જિનેશ્વર ભગવાનની ભક્તિનો અનુપમ મહિમા દર્શાવ્યો છે. ‘બ્રહ્મચર્યની નવ વાડ'માં તેમણે બ્રહ્મચર્યની રક્ષા કરનારી નવ વાડ સમજાવી છે અને બ્રહ્મચર્યની મહત્તા સમજાવતા સાત દોહરા ‘બ્રહ્મચર્ય વિશે સુભાષિત' નામના પાઠમાં રચ્યા છે. દરેક દોહરો સ્વતંત્ર સુભાષિત જેવી ક્ષમતા ધરાવે છે, જે શ્રીમદ્ની રચનાશક્તિનો પરિચય આપે છે. મહાત્મા ગાંધીજી ક્યારેક ક્યારેક આ સુભાષિતોનો પાઠ કરતા હતા. પ્રભુ પાસે કેવી રીતે ક્ષમા માગવી, તે વિષયને આત્મનિવેદનરૂપે ગૂંથી લેતો ભાવપૂર્ણ ગદ્યપ્રાર્થનાનો પાઠ ‘ક્ષમાપના' હજારો મુમુક્ષુઓ મુખપાઠ કરી, દરરોજ નિયમિતપણે તેનું સ્મરણ કરે છે. આ ઉત્તમ પાઠનું એક એક વાક્ય અર્થસઘન છે. શ્રીમદે શ્રી લલ્લુજી મુનિ આદિને આ પાઠ મુમુક્ષુઓને સત્સાધનમાં આપવા ભલામણ કરી હતી. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો' આદિ સુપ્રસિદ્ધ પંક્તિઓથી ગુંજતા ‘અમૂલ્ય તત્ત્વવિચાર'ના અર્થગંભી૨ કાવ્યમાં તેમણે તત્ત્વજ્ઞાનનો નિચોડ આપ્યો છે, જે ઉપરથી તેમની ઉચ્ચ કવિત્વશક્તિ અને ઊર્ધ્વગામી આધ્યાત્મિક કક્ષાનો ખ્યાલ આવે છે. આ અતિ મહત્ત્વના કાવ્યમાં તેમણે મનુષ્યભવની દુર્લભતા, ક્ષણિક સુખની શોધના કારણે સાચા સુખનું ટળવું, આત્મવિચારણા, જીવનું કર્તવ્ય આદિ વિષે સંક્ષેપમાં છતાં સચોટ આલેખન કર્યું છે. આ કાવ્યની રચના વિષે શ્રીમદે સ્વમુખે જણાવ્યું હતું કે તેમણે ૬૭મો પાઠ ગદ્યમાં લખ્યો હતો, પરંતુ તેના ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ ફરી લખવો પડ્યો હતો અને તેથી તે ઠેકાણે તેમણે આ કાવ્યની રચના કરી હતી. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ‘તત્ત્વાવબોધ’ના સત્તર પાઠ પરિપૂર્ણ તત્ત્વકલાથી આલેખી, શ્રીમદ્દે જૈન તત્ત્વજ્ઞાનના મહત્ત્વના વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમાં તેમણે નવ તત્ત્વની કુશળતાપૂર્વક સમજૂતી આપી છે, ત્રિપદીનો અદ્ભુત પરમાર્થ સમજાવવા સ્યાદ્વાદશૈલી પ્રયોજી છે, તર્કબળથી જગતકર્તૃત્વવાદનું નીરસન કર્યું છે. પ્રૌઢ તાત્ત્વિક મીમાંસા દ્વારા નિષ્પક્ષપાત ન્યાયથી જૈન ધર્મની ઉત્તમતા અને સર્વોપરીતા પ્રસ્થાપિત કરી, આ પાઠોમાં તેમણે જિન દર્શનની પ્રભાવના કરી છે. વિવિધ પ્રશ્નો'ના પાંચ પાઠમાં તેમણે જૈન ધર્મની સિદ્ધાંતપ્રવેશિકાની ગરજ સારે તે રીતે કેટલાક સિદ્ધાંતોની તલસ્પર્શી છણાવટ કરી છે. તેમાં તેમની પ્રશ્નોત્તરશૈલીથી વસ્તુ ચર્ચવાની શક્તિનું દર્શન થાય છે. ‘જિનેશ્વરની વાણી’ કાવ્યમાં તેમણે જિનવાણીની મુક્તકંઠે સ્તુતિ કરી છે. આ સ્તુતિ શાસ્ત્રનું પઠન કરતાં પહેલાં મંગલાચરણરૂપે બોલવા યોગ્ય છે. ગંભીર અર્થને સમાવતા મોક્ષમાળાના અંતિમ પાઠરૂપ ‘પૂર્ણમાલિકા મંગલ' કાવ્યમાં રવિ, સોમ આદિ અઠવાડિયાના સાત વારના નામ શ્રીમદે પરમાર્થયુક્તિથી યોજી, સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનો વિકાસ દર્શાવી, અંત્યમંગલ કર્યું છે. આમ, શ્રીમદ્દે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને લગતા પાઠો સરળ, મિષ્ટ ભાષામાં રચી મોક્ષમાર્ગ પ્રરૂપતી ‘મોક્ષમાળા'નું નામ સાર્થક કર્યું છે. ‘મોક્ષમાળા'માં શ્રીમદે જૈનમાર્ગને યથાર્થ સ્વરૂપે સમજાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. ‘મોક્ષમાળા’ગ્રંથનું ગદ્ય સરળ, મર્માળુ, આકર્ષક, ક્યારેક હાસ્યયુક્ત અને હૃદયમાં વસી જાય તેવું છે. તત્ત્વની વિચારણા પણ સામાન્ય જન માટે સમજવી ખૂબ સહેલી બને એ રીતે રજૂઆત પામી છે. સિદ્ધાંતોની સમજણ આપવા તેમણે સંવાદ અને પ્રશ્નોત્તરની રચના કરી છે, જે સમજવામાં સુગમ રહે છે. તત્ત્વનો બોધ કરતી કથાઓ અને રોચક દૃષ્ટાંતો વાચકના રસને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પોષે છે અને સાચો માર્ગ ચીંધવાનું કાર્ય કરે છે. શ્રીમની શબ્દગોઠવણી, કલ્પના ચાતુરી, સૂક્ષ્મ અને નિર્દોષ તર્કપટુતા, ગંભીર વિષયને હળવી શૈલીમાં રજૂ કરવાની શક્તિ તેમની સર્જનપ્રતિભાનો પરિચય આપે છે. મોક્ષમાળાની આઠ પદ્યરચનાઓમાં વિવિધ છંદોનો ઉપયોગ થયેલો છે અને શ્રીમની કવિત્વશક્તિનો તથા વિચારશક્તિનો તેમાંથી પરિચય મળે છે. તત્ત્વબોધથી સભર આ પદો ખૂબ લોકપ્રિય થયાં છે. કિશોર વયે પણ શ્રીમનું વાંચન કેટલું વિશાળ હતું, ચિંતન કેટલું પરિપક્વ અને સ્પષ્ટ હતું, જ્ઞાન કેટલું ઊંડું હતું, દર્શન કેટલું વિશદ હતું, વૈરાગ્ય કેવો અદ્ભુત હતો, વ્યક્તિત્વ કેવું વિકસેલું હતું તેની આશ્ચર્યકારક પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. માત્ર સોળ વર્ષ અને પાંચ મહિનાની વયે લખાયેલ આ ગ્રંથના જ્ઞાનનવનીતથી આનંદ અને આશ્ચર્ય પામી વિદ્વાન પંડિતો પણ તેને અંજલિ અર્પે છે, એ ઉપરથી આ ગ્રંથની ગુણવત્તાનો ખ્યાલ આવી શકે છે. આ ગ્રંથનું ચિંતન-મનન આત્મશ્રેયમાં વૃદ્ધિ કરવામાં સહાયરૂપ થાય છે. તેથી મતમતાંતરનો પરિહાર કરી, સર્વ મુમુક્ષુજનોએ તત્ત્વદષ્ટિથી આ ગ્રંથનું ઊંડું અવગાહન કરવા યોગ્ય છે. શ્રીમદ્ સ્વયં શ્રીમુખે પ્રકાશે છે – “આ એક સ્યાદ્વાદતત્ત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું....... બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે૧ આમ, સોળ વર્ષ અને પાંચ મહિનાની લઘુવયે પરમ પ્રજ્ઞાતિશયથી ગૂંથાયેલ “મોક્ષમાળા' શ્રીમની એક અદ્ભુત રચના ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૮ (આંક-૧૭) Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ છે. જૈન ધર્મના અંતસ્તલમાં પ્રવેશ કરવા માટે ભવ્ય દ્વાર સમાન છે. સરળ ભાષામાં તેમજ સંક્ષેપમાં જૈન ધર્મની માહિતી આપનાર ગ્રંથ તરીકે આ ગ્રંથ સીમાચિહ્નરૂપ છે એમાં કોઈ સંદેહ નથી. ભાવનાબોધન “મોક્ષમાળા'ની રચના પછી બે વર્ષે વિ.સં. ૧૯૪રમાં રચાયેલ ભાવનાબોધ' ગ્રંથ મુમુક્ષુઓને વૈરાગ્યતરંગિણીમાં નિમજ્જન કરાવનાર ભાવવાહી ગ્રંથ છે. આ ઊંડા અસરકારક ગ્રંથમાં મુમુક્ષુ જીવે જીવનમાં દઢ કરવા યોગ્ય એવી બાર ભાવનાઓ સંક્ષેપમાં સમજાવવામાં આવી છે. શ્રીમદે વિ.સં. ૧૯૪૦માં “મોક્ષમાળા'ની રચના કરી, પરંતુ તેના પ્રકાશન અર્થે નાણાંની જરૂર હતી, તેથી તેમણે અગાઉથી ગ્રાહક નોંધી નાણાંની સગવડ કરવાનું વિચાર્યું. “મોક્ષમાળા'નો લાભ લેવા અગાઉથી પૈસા આપનારા ગ્રાહક મળી આવ્યા, પરંતુ સંજોગવશાત્ તે છપાવવામાં વિલંબ થતાં શ્રીમન્ને લાગ્યું કે ગ્રાહકો નોંધ્યા પછી લાંબા સમય સુધી પુસ્તક ન અપાય એ યોગ્ય નથી. તેથી તે સમય દરમ્યાન વિ.સં. ૧૯૪રમાં શ્રીમદે અગાઉથી નોંધાયેલા ગ્રાહકોની આકુળતા ટાળવા અને તેમને સંતોષ આપવા એક નાનું પુસ્તક રચ્યું અને તેને છપાવીને તેઓને ભેટ આપ્યું. આ પુસ્તક તે “ભાવનાબોધ' કે જેમાં શ્રીમદે પોતાના અંતરમાં છલકાતા વૈરાગ્યસિંધુને ઠાલવ્યો છે. આ પ્રસંગમાં તેમની કાર્યકુશળતા, કર્તવ્યબુદ્ધિ તથા નીતિમત્તાનું દર્શન થાય છે. ‘ભાવનાબોધ' ગ્રંથ ટૂંકો છતાં વૈરાગ્યથી સભર છે. તેમાં વૈરાગ્યની બાર ભાવનાઓનું નિરૂપણ છે. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આસવ, સંવર, નિર્જરા, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૨-૫૬ (આંક-૧૬) Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ લોકસ્વરૂપ, બોધિદુર્લભ અને ધર્મદુર્લભ એ બાર ભાવનાઓ જીવમાં વૈરાગ્યને ઉત્પન્ન કરે છે તથા ઉત્પન્ન થયેલા વૈરાગ્યને પુષ્ટ કરે છે. ભાવનાબોધ'માં શ્રીમદે પ્રથમ દસ ભાવનાઓની જ સમજણ આપી છે. બોધિદુર્લભ અને ધર્મદુર્લભ ભાવનાની માત્ર વ્યાખ્યા જ આપી છે. વળી, પહેલી છ ભાવનાઓ વિસ્તારથી સમજાવી છે અને પછીની ચાર ભાવનાઓ સંક્ષેપમાં સમજાવી છે. ભાવનાનું નિરૂપણ કરતાં તેમણે પહેલાં ભાવનાના ભાવને મુક્તક જેવી સ્વરચિત પદ્યપંક્તિમાં મૂક્યો છે. પછી તેનો વિશેષાર્થ બતાવી, રોચક હૃદયંગમ શૈલીમાં આલેખાયેલાં વૈિરાગ્યમય ચરિત્રોથી તેને સમર્થિત કરી, સારબોધરૂપ - તાત્પર્યરૂપ પ્રમાણશિક્ષા' આપીને, અંતમાં પુષ્પિકા લખી તેમણે તે ભાવના પૂર્ણ કરી છે. પાછળની ચાર ભાવનાઓના નિરૂપણમાં આ ક્રમ જોવા મળતો નથી. તે ભાવનાઓમાં પદ્યપંક્તિ તથા પ્રમાણશિક્ષા નથી. કેટલીકમાં પુષ્પિકા ટૂંકાવી છે, તો કેટલીકમાં પુષ્પિકા આપી જ નથી. દસમી ભાવનામાં દષ્ટાંત પણ નથી. ગ્રંથની શરૂઆત તેમણે ઉપઘાતથી કરી છે. તેમાં વૈરાગ્યની મહત્તા બતાવનાર વાક્યથી શરૂઆત કરી. તેમણે સત્ય સુખની વિચારણા કરી છે અને મહાયોગી ભર્તુહરિનું સુપ્રસિદ્ધ સુભાષિત ટાંકી તેનું વિવેચન કર્યું છે. તે પછી તેમણે સંસાર એકાંત શોકરૂપ છે, તેથી તેમાં મોહ ન પામતાં તેનાથી નિવૃત્ત થવાનો શ્રી મહાવીર ભગવાનનો બોધ જણાવ્યો છે. ત્યારપછી મુક્તિ મેળવવા માટે વૈરાગ્યનું મહત્ત્વ દર્શાવી તેમણે પ્રથમ દર્શન' શીર્ષક હેઠળ બાર ભાવનાઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. શ્રીમદે અનિત્યભાવનાની શરૂઆતમાં ઉપજાતિ છંદમાં સર્વ વસ્તુઓની અનિત્યતા દર્શાવતી ચાર પંક્તિ આપી, તેનો ગદ્યમાં વિશેષાર્થ આપ્યો છે અને ‘ભિખારીનો ખેદ' નું દૃષ્ટાંત બતાવનાર સમસ બની Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ આપ્યું છે. સરળ ભાષામાં લખાયેલા આ દૃષ્ટાંતમાં તેમણે વચ્ચે વચ્ચે મર્માળા હાસ્યવાળાં વચનો મૂકી, આ દૃષ્ટાંતને રસિક બનાવ્યું છે. અશરણભાવનામાં તેમણે ઉપજાતિ છંદમાં ચાર પંક્તિ આપી, ગદ્યમાં તેનો વિશેષાર્થ સમજાવ્યો છે અને શ્રી અનાથી મુનિનું ચરિત્ર આપ્યું છે. એકત્વભાવનામાં ઉપજાતિ છંદમાં તે ભાવનાનો ભાવ દર્શાવી, ગદ્યમાં તેનો વિશેષાર્થ આપી, શ્રી નમિરાજર્ષિ અને વિપ્રના વેષે આવેલા શક્રેન્દ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ આપ્યો છે. પ્રમાણશિક્ષામાં તેમણે શ્રી નમિરાજર્ષિને એકત્વ સિદ્ધ થયું તે પ્રસંગને પરમ સુંદર ભાવવાહી શબ્દોમાં વર્ણવી, તેનો સાર શાર્દૂલવિક્રીડિત છંદની એક કડીમાં આપી, તેનો વિશેષાર્થ આપ્યો છે. અહીં પ્રસંગને અનુરૂપ પદ્યરચના કરવાની તેમની શૈલીનો પરિચય મળે છે. અન્યત્વભાવના'માં શાર્દૂલવિક્રીડિત છંદની ચાર પંક્તિઓમાં તે ભાવના સમજાવી, તેનો વિશેષાર્થ ગદ્યમાં આપી, તે ભાવના દૃઢ કરતું શ્રી ભરત ચક્રવતીનું ચરિત્ર રજૂ કર્યું છે, જેમાં તેમના વૈભવનું આબેહૂબ શબ્દચિત્ર આલેખ્યું છે. આરીસાભુવનમાં તેમની એક આંગળીમાંથી વીંટી સરી પડતાં, આંગળી અડવી જણાઈ અને તેના કારણે તીવ્ર વૈરાગ્યની ફુરણા થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પ્રસંગનું આલેખન કર્યું છે. ત્યારપછી આખી કથાનો સાર શાર્દૂલવિક્રીડિત છંદની ચાર પંક્તિઓમાં આપી તેનો વિશેષાર્થ આપ્યો છે. ‘અશુચિભાવના'માં તેમણે ગીતિની બે પંક્તિ આપી, તેનો વિશેષાર્થ રજૂ કરી શ્રી સનસ્કુમાર ચક્રવર્તીનું ચરિત્ર આપ્યું છે. સંસારભાવના'માં નારાચ છંદની ચાર પંક્તિ આપી, તેનો વિશેષાર્થ સમજાવી, શ્રી મૃગાપુત્રનું વૈરાગ્યપ્રેરક ચરિત્ર વર્ણવી, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સંસારનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ ચરિત્ર ઊંડો વિચાર કરવા પ્રેરે તેવું છે. ‘આસવભાવના’ને તેમણે ગદ્યમાં સંક્ષેપમાં સમજાવી છે. શ્રી કુંડરિક મુનિ હજાર વર્ષ ચારિત્ર પાળી, પરિણામ બગડતાં ફરીથી રાજ્ય ગ્રહણ કરી, વેર લેવાના વિચારમાં મરી, સાતમી નકે ગયા ત્યાં સુધીની કથા આપી છે. ‘સંવરભાવના’ સમજાવવા તેમણે બે દૃષ્ટાંત આપ્યાં છે. પ્રથમ આસવભાવનામાં આપેલું દૃષ્ટાંત પૂર્ણ કર્યું છે કે શ્રી પુંડરિક મુનિવેશ ગ્રહણ કરી, ગુરુને મળ્યા પછી જ અન્ન-પાણી ગ્રહણ કરવાં એવો નિશ્ચય કરી, માર્ગમાં આવતા કાંકરા-કાંટા વાગવાથી લોહી નીકળવા છતાં ઉત્તમ સમતા ભાવે રહી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. આ ભાવનાના બીજા દૃષ્ટાંતરૂપે તેમણે શ્રી વજસ્વામીની કથા આપી છે. ‘નિર્જરાભાવના'માં તેમણે દૃઢપ્રહારીને કઈ રીતે કર્મની નિર્જરા થઈ હતી તેનું દૃષ્ટાંત આપ્યું છે. ‘લોકસ્વરૂપભાવના’માં તેમણે જગતનું સ્વરૂપ કેવું છે, તેમાં શું શું આવેલું છે તે ટૂંકાણમાં આપી ભાવના પૂર્ણ કરી છે. આ દસ ભાવનાઓ પૂરી થયા પછી અંતમાં ‘ભાવનાબોધ' ગ્રંથ પૂર્ણ કરતાં તેમણે એક દોહો લખ્યો છે જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.૧ - ‘ભાવનાબોધ'નું ગદ્ય સરળ, ભાવવાહી તથા રસપ્રદ દૃષ્ટાંતોથી ભરપૂર છે. કથારસિક જીવો પણ સાચી વસ્તુ સમજી શકે તેવો સરળ ઉપાય તેમણે અપનાવ્યો છે. તેમણે ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર' વગેરે શાસ્ત્રોના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬ (આંક-૧૬) Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ આધારે કથાઓ લીધેલી જણાય છે, તેમ છતાં તે વાંચતાં તે એક મૌલિક રચના હોય તેવી છાપ પડે છે, જે શાસ્ત્રીય પ્રસંગને આત્મસાત્ કરવાની તેમની શક્તિનો પરિચય આપે છે તથા વાર્તાનું ઔચિત્ય જાળવવાની તેમની શક્તિનો પણ ખ્યાલ આપે છે. ‘ભાવનાબોધ’ની પદ્યરચનાઓ ઉપરથી તેમની કવિત્વશક્તિનો ખ્યાલ આવે છે. આ પદ્યરચનાઓમાં ભાષાની સરળતા, સ્પષ્ટતા, સચોટતા, સ્વાભાવિકતા અને પ્રવાહિતા જોવા મળે છે. અર્થગાંભીર્ય અને તત્ત્વચિંતન તેનું આગવું આકર્ષણ છે. ‘ભાવનાબોધ’ના પાને પાને જે વૈરાગ્યરસ ઝરતો દેખાય છે, તે ઉપરથી શ્રીમદ્ની ઉચ્ચ વૈરાગ્યમય દશાની ઝાંખી થાય છે. વાચક ઉપર પણ શ્રીમના વૈરાગ્યમય વિચારોની છાપ પડે છે. આ ગ્રંથના યથાર્થ વાંચન-મનનથી આત્માને ઉજ્વળ કરનાર વૈરાગ્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. કથાઓ દ્વારા ભાવનાઓનું વર્ણન કરેલું હોવાથી, સુપાત્રતા પામવાના અને કષાયાદિ દૂર કરવાના સાધન તરીકે આ નાનકડો ચિત્તાકર્ષક ગ્રંથ સરળ સાધન છે. ‘ભાવનાબોધ'માં કથારસ તથા કાવ્યરસની સાથે જ્ઞાન પણ મળતું હોવાથી તે ખૂબ ઉપયોગી, લાભકારી ગ્રંથ બન્યો છે. દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી વિ.સં. ૧૯૬૬ની કાર્તિક પૂર્ણિમાએ મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર જયંતી પ્રસંગે પ્રમુખપદેથી ‘મોક્ષમાળા' અને ‘ભાવનાબોધ' વિષે જણાવે છે - ‘આ બંન્ને ગ્રંથ(મોક્ષમાળા અને ભાવનાબોધ)ની શૈલી તથા તેમાં વર્ણવેલાં સૂત્રો તથા સત્ય દર્શાવવાની ધાટી બહુ જ સ્તુત્ય છે. ભાષા, વિષય પ્રૌઢ તથા ગહન હોવા છતાં, બહુ જ સરળ અને સચોટ છે. તેમજ પોતાના સિદ્ધાંત સમજાવવાની શૈલી પણ બહુ જ અનુકરણીય છે.” ૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૮૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૧ પ્રતિમાસિદ્ધિ સ્વરૂપસિદ્ધિનું કારણ એવી ભગવાનની પ્રતિમાનું અવલંબન કલ્યાણકારી લાગવાથી તેને પ્રમાણિત કરતો ‘પ્રતિમાસિદ્ધિ' નામનો લઘુ ગ્રંથ શ્રીમદે એકવીસમે વર્ષે લખ્યો હતો. આ ગ્રંથનો પ્રારંભનો પ્રસ્તાવનાદિ ભાગ તથા ઉપસંહારનો ભાગ જ ઉપલબ્ધ છે, ગ્રંથનો મહત્ત્વનો મધ્યભાગ અપ્રાપ્ય છે. શ્રીમદ્ પ્રથમ પ્રતિમામાં માનતા ન હતા, પરંતુ પછીથી તેમને પ્રતિમા અને તેનું પૂજન સત્ય લાગતાં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. શ્રીમદ્દ્ના પ્રતિમાવિષયક વિચારપરિવર્તનથી પ્રતિમા-ઉત્થાપક પક્ષના પરિચયીઓ શ્રીમદ્દી વિમુખ થયા હતા, તેથી તેમના અંતઃકરણને વધુ ન દુભાય તે અર્થે શ્રીમદે આ ગ્રંથને પ્રસિદ્ધ કર્યો ન હતો. પરંતુ પછી તેમના સંક્લેશ વિચારો દૂર કરવાના શુભ આશયથી અને પોતાને જે પ્રમાણોથી પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું સુપ્રતીત થયું, તે પોતાના હૃદયમાં જ ન રહી જવા પામે એવા કલ્યાણકારી ઉદ્દેશથી તેમણે તે વિચારો પ્રગટ કર્યા. અગાઉ પોતે પ્રતિમા-ઉત્થાપક પક્ષમાં ગણાયા હતા એમ નિખાલસ અને સરળ ભાવે જણાવી, આ ગ્રંથનું પ્રયોજન દર્શાવતાં શ્રીમદ્ નિરાગ્રહભાવે લખે છે ‘મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોધિપણાનું કાર્ય થાય એમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૧-૧૭૫ (આંક-૪૦) ― Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. ۱۹ અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલાં આ હૃદયસ્પર્શી વચનોના અક્ષરે અક્ષરે અદ્ભુત શાસનદાઝ, મતભેદરહિત સન્માર્ગે લઈ જનારી નિષ્ઠા તથા સચ્ચાઈનો રણકો રણકે છે. પ્રૌઢ શાસ્ત્રશૈલીથી વિષયનો પ્રારંભ કરતાં શ્રીમદે માર્ગ પામવા માટે કઈ વ્યક્તિ ઉત્તમ કહેવાય તેનો નિર્દેશ કર્યો છે. પછી તેમણે વીતરાગપ્રણીત ધર્મમાં અનેક મતભેદો ઊભા થવાનાં કારણો બતાવી દુર્લભબોધિ ગુરુઓની તથા તેમના વર્ચસ્વ હેઠળ આવેલા સમાજની સ્થિતિનો કરુણ ચિતાર રજૂ કર્યો છે અને જૈન ધર્મના સત્ય આરાધકોની અત્યંત અલ્પતા દર્શાવી છે. આમ, સામાન્યપણે મતભેદોનો નિર્દેશ કરી તેમણે પ્રતિમાવિષયક મુખ્ય વિવાદનો ઉલ્લેખ કર્યો છે. તે પછી જે પાંચ પ્રકારનાં પ્રમાણોથી તેઓ પ્રતિમાની સિદ્ધિ કરવા ઇચ્છે છે તેનો નિર્દેશ કર્યો છે. તેમણે આગમની વ્યાખ્યા કરી છે તથા સુપ્રસિદ્ધ દ્વાદશાંગીનાં નામોનો નિર્દેશ કર્યો છે. તેમણે પ્રસ્તુત ગ્રંથ વાંચનારે લક્ષમાં લેવા યોગ્ય ઉપયોગી નિયમો દર્શાવ્યા છે, જેના ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે તેમણે પોતાનો મત ખૂબ જ નમ્રતાપૂર્વક રજૂ કર્યો છે તથા પક્ષપાતી વલણ ન રાખતાં પોતાને જે સત્ય જણાયું તે રજૂ કર્યું છે અને બીજાઓ તેને સત્યરૂપે જાણ્યા પછી જ સ્વીકારે તેવી ભલામણ કરી છે. તે પછી તેમણે શાસ્ત્રસૂત્રની સંખ્યા બાબત સૂચન કર્યું છે, પરંતુ ત્યારપછીનો પ્રતિમાની સિદ્ધિ કરતાં પ્રમાણો આપતો આખો વિભાગ અપ્રાપ્ય છે. આ ગ્રંથનો ‘છેવટની ભલામણ’રૂપ ઉપસંહારભાગ ઉપલબ્ધ છે અને તે પ્રત્યે દૃષ્ટિ કરતાં અનુમાન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૩ (આંક-૪૦) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ થઈ શકે છે કે તેમણે આ ગ્રંથ પૂર્ણ કર્યો હશે. શ્રીમદે આ ગ્રંથમાં વસ્તુની રજૂઆત ખૂબ તર્કબદ્ધ અને સ્પષ્ટ રીતે કરી છે. જો આ ગ્રંથ સંપૂર્ણ ઉપલબ્ધ થયો હોત તો મતમતાંતર મટાડવાનું એક મહાન સાધન પ્રાપ્ત થાત. જો કે તેના ઉપલબ્ધ ભાગમાં પણ પ્રતિમાસિદ્ધિ માટે ઉપયોગી સામગ્રી છે જ. આમ, પ્રતિમા અને તેનું પૂજન પ્રમાણસિદ્ધ જણાતાં શ્રીમદે તેનો સ્વીકાર કર્યો અને સ્વરૂપશ્રેણીએ ચઢવાના એક પરમ અવલંબનભૂત સાધનનો લોપ ન થાય તથા ઇષ્ટ પરમાર્થહેતુએ તેનું ગ્રહણ થાય તે અર્થે પોતાના નિર્ણયને નિષ્પક્ષપાતપણે અને નિર્ભયપણે પ્રતિમાસિદ્ધિ' ગ્રંથમાં જાહેર કર્યો; જે શ્રીમી અનન્ય સત્યનિષ્ઠા અને અસાધારણ નૈતિક હિંમતનો પરિચય આપે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આત્માના વિષયમાં મહાગીતાસમું અને આત્મોપનિષદરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રીમદ્ભા સાહિત્યમાં મુગટમણિ સમાન છે. શ્રીમની સર્વ આત્મોપકારી કૃતિઓમાં તેમની આ પદ્યકૃતિ મૂર્ધન્ય સ્થાને બિરાજે છે. શ્રીમની ઉચ્ચ આત્મદશા અને પ્રબળ સર્જનશક્તિનો પુરાવો આપતી તથા શાસ્ત્રીય વિષય ઉપર સુવ્યવસ્થિત રીતે લખાયેલી આ ઉત્તમોત્તમ કૃતિ તેમના સમગ્ર સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. અજ્ઞાની જીવો પોતામાં અવસ્થિત શુદ્ધાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ જાગૃત કરી શકે અને તેમાં એકાગ્ર થઈ શકે તે અર્થે તેમણે અતિ સરળ અને પ્રૌઢ ગુજરાતી ભાષામાં, દોહા છંદનો ઉપયોગ કરી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના કરી છે. શ્રીમન્ના હૃદયપ્રતિબિંબરૂપ ઉત્તમોત્તમ પત્રોના ઉદ્ભવ માટેના પ્રબળ નિમિત્ત એવા સૌરાષ્ટ્રના સાયલા ગામના નિવાસી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૬-૫૫૭ (આંક-૭૧૮) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રી સૌભાગ્યભાઈ શ્રીમની આ કીર્તિકળશરૂપ ચિરંજીવ કૃતિના પ્રેરક નિમિત્ત હતા. વિ.સં. ૧૯૫૧માં શ્રીમના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈ ઉપર “છ પદનો પત્ર' મોકલવામાં આવ્યો હતો અને તે મુખપાઠ કરી, વારંવાર વિચારવા શ્રીમન્ની આજ્ઞા થઈ હતી. વયોવૃદ્ધ શ્રી સૌભાગ્યભાઈને આ ગદ્યપત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડી અને અન્ય મુમુક્ષુ ભાઈઓને પણ આ પત્ર મુખપાઠ કરતાં મુશ્કેલી પડશે એમ તેમને લાગ્યું. વિ.સં. ૧૯૫૨માં તેમને શ્રીમનો સમાગમ ખંભાતમાં થયો ત્યારે પોતાની મુશ્કેલી રજૂ કરતાં તેમણે કહ્યું કે “છ પદનો પત્ર' ગઘમાં હોવાથી મુખપાઠ કરવો દુષ્કર છે, સ્મરણમાં રહેતો નથી. આત્મપ્રતીતિ કરાવતા, ગદ્યમાં લખાયેલા આ પત્ર જેવો. કોઈ પદ્યગ્રંથ લખાય તો સર્વ મુમુક્ષુઓ ઉપર ઘણો ઉપકાર થાય અને મુખપાઠ કરવામાં સરળ પડે. શ્રી સૌભાગ્યભાઈની વિનંતીના ફળરૂપે શ્રીમદ્દ્ગી અંતરંગ વિશુદ્ધિમાંથી, છ પદને કાવ્યબદ્ધ કરતું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી રૂપ અમૂલ્ય ગ્રંથરત્ન પ્રગટ થયું. વિ.સં. ૧૯૫૨ના આસો માસમાં શ્રીમદ્ નડિયાદ પધાર્યા હતા. મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ તેમની સેવામાં હતા. શરદપૂર્ણિમાના બીજા દિવસે, અર્થાત્ આસો વદ ૧ ના દિવસે શ્રીમદ્ બહાર ફરીને મુકામે પધાર્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. શ્રીમદે શ્રી અંબાલાલભાઈ પાસે ફાનસ મંગાવ્યું અને તેઓ લખવા બેઠા. શ્રી અંબાલાલભાઈ વિનમ્ર ભાવે પોતાના હાથમાં ફાનસ ધરીને અચળ ઊભા રહ્યા. શ્રીમની કલમ એકધારાએ ચાલી અને તેમણે એક જ બેઠકે, માત્ર દોઢ-બે કલાકમાં પડ્રદર્શનના સારરૂપ, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથાની રચના કરી. આમ, શ્રીમની સ્વાનુભૂતિયુક્ત સહજ આત્મદશાના સુંદર પરિપાકરૂપે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રાગટ્ય થયું. અત્યંત પરમાર્થગંભીર, પરમ ભાવદશા પ્રેરક આ દિવ્ય સર્જનમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીમદે છે પદનો મૂળ વિષય સમજાવીને, આત્માની સિદ્ધિનો માર્ગ સર્વ મુમુક્ષુ જીવો માટે અનાવરિત કર્યો છે. છ પદના મૂળ વિષયને સમજાવતાં પહેલાં શ્રીમદે પીઠિકારૂપે પ્રથમ ૪૨ ગાથાઓમાં અનેક પ્રયોજનભૂત બાબતો સ્પષ્ટ કરી છે. પ્રથમ ગાથામાં આત્મસ્વરૂપ સમજાવી, અનંત દુઃખની નિવૃત્તિ કરાવનાર શ્રી સદ્ગુરુ ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરી શ્રીમદે મંગળાચરણ કર્યું છે. તે પછી તેમણે આત્માર્થી જીવો માટે મોક્ષમાર્ગને સ્પષ્ટપણે નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે. વ્યવહારનયના એકાંત-આરહી ક્રિયાજડ અને નિશ્ચયનયના એકાંત-આગ્રહી શુષ્કજ્ઞાની બન્નેનું સ્વરૂપ સંક્ષેપમાં જણાવી, ત્યાગ-વૈરાગ્ય અને આત્મજ્ઞાનની અગત્યતા દર્શાવી, શ્રીમદે આત્માર્થીની વ્યાખ્યા નિરૂપી છે. પરમાર્થપ્રાપ્તિના ઉપાયરૂપે શ્રી સદ્દગુરુની ચરણોપાસના બતાવી, સદ્ગુરુનાં લક્ષણો જણાવી તેમણે પ્રત્યક્ષ સગુરુનો અનન્ય ઉપકાર ગાયો છે. પ્રત્યક્ષ સગુરુના યોગના અભાવમાં આત્માદિ તત્ત્વોનું નિરૂપણ કરનાર સત્શાસ્ત્રોનો તથા સદ્દગુરુના નિરંતર સત્સમાગમની અપ્રાપ્તિમાં તેમણે આજ્ઞા કરેલ સુશાસ્ત્રોનો મધ્યસ્થ બુદ્ધિએ અભ્યાસ કરવાનું શ્રીમદે ખાસ સૂચન કર્યું છે. મોક્ષમાર્ગમાં મહાવિધ્વરૂપ એવા સ્વચ્છંદના ત્યાગ ઉપર ખાસ ભાર મૂકી શ્રીમદે તે અર્થે પ્રત્યક્ષ સદ્દગુરુના આશ્રયની અનિવાર્યતા સમજાવી છે. વીતરાગપ્રણીત પરમ વિનયમાર્ગની ઘોષણા કરી શ્રીમદે એ વિનયમાર્ગનો ગેરલાભ લેનાર અસગુરુને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે યથાર્થ મુમુક્ષુ આ વિનયમાર્ગને સમજે છે, જ્યારે મતાથ તે વિનયનો અવળો નિર્ધાર કરે છે. આત્મસિદ્ધિરૂપ કલ્પવૃક્ષનું બીજ વાવતાં પહેલાં મતાર્થીપણું દૂર કરવા શ્રીમદે આત્મલક્ષવિહોણા મતાર્થી જીવનાં લક્ષણો સુવ્યવસ્થિતપણે પ્રકાશ્યાં છે. ક્રિયાજડ મતાર્થી જીવની ગુરુતત્ત્વ, દેવતત્ત્વ તથા ધર્મતત્ત્વ સંબંધી વિપરીત માન્યતા Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ તેમજ આચરણા દર્શાવી; તે પછી શુષ્કજ્ઞાની મતાર્થીની ભૂલ બતાવી છે. નિશ્ચયનયને માત્ર વાચામાં રહણ કરનાર તથા જ્ઞાનદશા અને સાધનદશા બન્નેથી ભ્રષ્ટ થયેલ શુષ્કજ્ઞાની જીવ પરમાર્થને સાધી શકે નહીં તે દર્શાવી, આ બન્ને પ્રકારના મતાર્થી જીવોનાં સમુચ્ચય લક્ષણો વર્ણવી, મતાર્થીપણું ત્યજવાનો અને આત્માર્થીપણું ભજવાનો ઉપદેશ કરી, તેમણે આત્માર્થીનાં લક્ષણોનું માર્મિક કથન કર્યું છે. શ્રીમદે આ અનુભવમૂલક આલેખનમાં જણાવ્યું છે કે આત્માર્થી જીવ સદ્દગુરુનું સ્વરૂપ ઓળખી, પ્રત્યક્ષ સદ્ગુરુને પરમોપકારી જાણી, તેમની આજ્ઞામાં સ્વચ્છેદનિરોધપણે અને ત્રણે યોગના એકત્વથી પ્રવર્તે છે. તે શુદ્ધ પરમાર્થમાર્ગને અને તે અર્થે પરમાર્થપ્રેરક વ્યવહારને આરાધવાના દઢ નિશ્ચયવાળો હોય છે. કષાયની ઉપશાંતતા આદિ ગુણોથી યુક્ત તે આત્માર્થી જીવ સદ્ગુરુનો બોધ પામી, સુવિચારણાથી આત્મજ્ઞાન પ્રગટાવી નિર્વાણને વરે છે. સુવિચારણા ઊપજે અને મોક્ષમાર્ગ સમજાય તે અર્થે ગુરુશિષ્યસંવાદથી આ શાસ્ત્રના હૃદયરૂપ પપદ પ્રકાશવાનો તેમણે ૪૨મી ગાથામાં નિર્દેશ કર્યો છે. ગાથા ૪૩ થી ૧૧૮માં આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ માટે શ્રીમદે આત્માનાં છ પદનું અનુભવપૂર્ણ વાણીમાં વર્ણન કર્યું છે. ગાથા ૪૩-૪૪માં શ્રીમદે છ પદનો નામનિર્દેશ કરી, તે છ પદ જ છ દર્શન છે એમ જણાવ્યું છે. ગાથા ૪૫ થી ૧૧૬ સુધી છ પદમાંના પ્રત્યેક પદ અંગેની પોતાની શંકાઓ યોગ્યતાવાન શિષ્ય શ્રીગુરુસન્મુખ વિનયપૂર્વક પ્રદર્શિત કરે છે અને શ્રીગુરુ પોતાની દિવ્ય મધુર વાણીથી તે સર્વનું ધીરજપૂર્વક સમાધાન કરી, તત્ત્વરહસ્ય પ્રગટ કરી, શિષ્યના હૃદયની ગ્રંથિઓ ઉકેલી તેને નિઃશંક કરે છે. આત્મા છે' એ પ્રથમ પદ અંગે શંકા કરતો શિષ્ય શ્રીગુરુને પ્રશ્નો પૂછે છે અને શ્રીગુરુ અનેક તર્કપૂર્ણ દલીલોથી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નાસ્તિકવાદનું ખંડન કરી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી બતાવે છે. દેહાધ્યાસના કારણે આત્મા અને દેહ અભિન્ન ભાસવારૂપ મૂળ ભૂલ બતાવી, શ્રીગુરુ મ્યાનથી ભિન્ન તલવારની જેમ દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વનું સ્થાપન કરે છે. ‘આત્મા નિત્ય છે' એ દ્વિતીય પદ સંબંધી શંકા કરતાં શિષ્ય જણાવે છે કે આત્મા દેહની સાથે ઉદ્ભવે છે અને દેહના વિલય સાથે નાશ થાય છે; અથવા દરેક વસ્તુ ક્ષણિક છે, તેથી આત્મા પણ વિનાશી છે. શ્રીગુરુ તેના ઉત્તરમાં ત્રિકાળવર્તી પદાર્થ છે તે યુક્તિઓ આદિ દ્વારા સિદ્ધ કરી આત્માની નિત્યતાનું પ્રતિપાદન કરે છે. આત્મા ‘આત્મા કર્મનો કર્તા છે' એ ત્રીજા પદ વિષે શંકા કરતો શિષ્ય વિવિધ પ્રશ્નો કરે છે અને શ્રીગુરુ તેના સરળ ઉત્તરો આપી કહે છે કે જીવ વિભાવદશામાં પ્રવર્તે ત્યારે કર્મનો કર્તા બને છે અને પોતાના જ્ઞાનાનંદસ્વભાવમાં વર્તે ત્યારે નિજસ્વરૂપનો કર્તા બને છે. જીવનું કર્મનું કર્તાપણું સમજાયા પછી શિષ્ય ‘આત્મા કર્મનો ભોક્તા છે' એ ચોથા પદ માટેની પોતાની શંકાઓ રજૂ કરે છે અને શ્રીગુરુ સરળ દૃષ્ટાંતો આપી, ગહન વાતોનું સંક્ષેપમાં સમાધાન આપી તેને જીવના ભોક્તાપણાનો નિશ્ચય કરાવે છે. યથાર્થતા વિષે શંકા ‘મોક્ષ છે' એ પાંચમા પદની હોવાથી શિષ્ય તે માટે પોતાની દલીલો દર્શાવી, સર્વ કર્મથી મુક્તિ સંભવતી નથી એમ જણાવે છે અને શ્રીગુરુ તેનું સમાધાન કરી મોક્ષપદને સાબિત કરે છે. પાંચ પદની શંકાઓનાં સંતોષકારક સમાધાન પામેલો શિષ્ય, મોક્ષનો અવિરોધ ઉપાય ન હોય તો અત્યાર સુધી જાણેલું વ્યર્થ છે એમ વિચારી, ‘મોક્ષનો ઉપાય છે' એ છઠ્ઠા Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પદની પોતાની શંકાનું નિરાકરણ કરવા શ્રીગુરુને વિનંતી કરે છે. મોક્ષનો સદુપાય જાણવાની તાલાવેલીવાળા સુશિષ્યને શ્રીગુરુ આશીર્વાદ આપે છે અને તેની શંકાઓનું વિગતવાર સમાધાન આપતાં કર્મબંધનાં કારણો તથા કર્મને હણવાનો ઉપાય બતાવી યથાર્થ મોક્ષમાર્ગ સમજાવે છે. તેઓ તટસ્થતાથી જણાવે છે કે દર્શનમોહ અને ચારિત્રમોહને દૂર કરી, શુદ્ધાત્માને પામવાના આ મોક્ષમાર્ગને જીવ ગમે તે મત કે દર્શનમાં, ગમે તે જાતિ કે વેષમાં આરાધે તોપણ અવશ્ય મોક્ષને પામે. ત્યારપછી શ્રીગુરુ આ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો સંપૂર્ણ ક્રમ પ્રકાશી, સર્વ જ્ઞાનીઓની સાક્ષી આપી, મૌન થઈ, સહજ સમાધિમાં લીન થાય છે. આ પ્રમાણે શ્રીમદે ગુરુશિષ્યસંવાદ દ્વારા આત્માનાં છ પદની તલસ્પર્શી મીમાંસા કરી, તે છ પદની અપૂર્વ શ્રદ્ધા કરાવી છે. છ દર્શનોના મતભેદની ભાંજગડમાં પડ્યા વિના, આત્માર્થી જીવનું લક્ષ સ્વ તરફ દોરાય અને તેને શુદ્ધાત્મતત્ત્વનો યથાર્થ બોધ થાય તે અર્થે દર્શનોનો નામોલ્લેખ કર્યા વિના, ષડ્રદર્શન અંતર્ગત આત્મા સંબંધી વિચારણાની સમ્યક રજૂઆત કરી છે. ગાથા ૧૧૯ થી ૧૨૭માં શિષ્યને થયેલ બોધબીજની પ્રાપ્તિનું કથન છે. ષપદનું ભવ્ય ઉદ્દબોધન કરતા શ્રીગુરુના ઉપદેશામૃતના યથાર્થ અનુસરણથી સુશિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને પરમોલ્લાસથી તે પોતાના હૃદયમાં પ્રગટેલો પપદનો અનુભવાત્મક બોધ સંક્ષેપમાં વ્યક્ત કરે છે. અમાપ કરુણાસિંધુ શ્રીગુરુએ પોતા ઉપર કરેલ અનન્ય ઉપકાર માટે શિષ્ય તેના અંતરમાંથી નીકળતા શ્રીગુરુની સ્તુતિરૂપ અનેરા ઉગારોમાં પોતાનો અહોભાવ દર્શાવે છે અને શ્રીગુરુની આજ્ઞામાં વર્તવાનો દઢ સંકલ્પ કરી ગુરુચરણે સર્વાર્પણ કરે છે. અંતમાં શ્રીમદે આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ મંદિરના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કળશરૂપ સર્વ મુમુક્ષુઓને માર્ગદર્શક થઈ પડે એવો પંદર ગાથાનો અત્યંત મનનીય ઉપસંહાર રચ્યો છે. તેમાં મુમુક્ષુ જીવોના હિતાર્થે પડવાનાં સ્થાનકો સ્પષ્ટતાથી દર્શાવી શ્રીમદે પરમ ઉપકાર કર્યો છે. છ પદમાં છએ દર્શનો સમાય છે અને તેનો વિસ્તારપૂર્વક વિચાર કરવાથી સમ્યગ્દર્શનનાં આ ષસ્થાનકમાં નિઃશંકતા પ્રાપ્ત થાય છે એમ જણાવ્યા પછી શ્રીમદે આત્મભ્રાંતિરૂપ મહાવ્યાધિની સંપૂર્ણ ચિકિત્સા બતાવી, પુરુષાર્થ દ્વારા પરમાર્થ સાધવાની પ્રેરણા કરી છે. તેમણે નિશ્ચય અને વ્યવહારના સમન્વયપૂર્વક પ્રવર્તવાની શીખ આપી, વ્યવહારનો કે નિશ્ચયનો એકાંતે આગ્રહ ન કરવાની ચેતવણી આપી છે. વળી, તેમણે સિદ્ધપદની પ્રાપ્તિ માટે ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ માર્ગનું પ્રતિપાદન કર્યું છે તથા એકાંતે ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજનાર જીવની અવદશાનું દર્શન કરાવ્યું છે. અંતરમાં ભરપૂર મોહ હોય અને જ્ઞાનની માત્ર વાતો કરે તો જ્ઞાનીની આશાતના થાય છે એમ બતાવી તેમણે મુમુક્ષુનાં અને જ્ઞાનીનાં કસોટીમૂલક લક્ષણ બતાવ્યાં છે. આ શાસ્ત્રની ઉપાંત્ય ગાથામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું મંગલ ફળ બતાવી તેમણે કહ્યું છે કે પ્રથમ પાંચ પદ વિચારીને મોક્ષોપાયરૂપી છઠ્ઠા પદને સમ્યકપણે આરાધનાર નિઃશંકપણે પાંચમું પદ - મોક્ષપદ પામશે. અંતિમ ગાથામાં તેમણે દેહધારી કિંતુ વિદેહીદશાવાન એવા જ્ઞાનીપુરુષના ચરણકમળમાં વંદન કરી, અંત્ય મંગલ કરી, આત્માત્થાનમાં પરમ અવલંબનભૂત એવા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પૂર્ણાહુતિ કરી છે. આમ, મોક્ષમાર્ગના પ્રણેતા શ્રીમદે માત્ર ૧૪૨ ગાથાઓમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાવ્યો છે. અન્ય ગ્રંથોમાં જે તત્ત્વજ્ઞાનનું વિસ્તારથી વિવેચન છે તેનો સાર અત્યંત સરળ ભાષામાં નિરૂપી, જિજ્ઞાસુ જીવો ઉપર તેમણે મહાન ઉપકાર કર્યો છે. આત્માનું સાચું સ્વરૂપ શું છે એનું પ્રતીતિજનક નિરૂપણ તથા પ્રદર્શનનું Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ વિહંગાવલોકન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સાંપડે છે. સિદ્ધાંતની સમજૂતી આપતો ગ્રંથ હોવા છતાં તેમાં સૈદ્ધાંતિક મંથો જેવી કઠિનતા નથી. પાઠક બહુ સૂક્ષ્મ તર્કમાં ગૂંચવાઈ ન જાય, રૂક્ષ ચર્ચાથી કંટાળી ન જાય કે ઇષ્ટ વિષયથી દૂર ઘસડાઈ ન જાય તથા તેને વિચારણાની પ્રેરણા મળે અને તે વિચારણા જાગતાં પાઠક આત્મતત્ત્વ સંબંધી નિઃશંકતા પ્રાપ્ત કરે તે અર્થે શ્રીમદે અભુત શૈલીથી સરળ, સુરેખ અને સુયુક્ત રચના કરી છે. સહેલાઈથી કંઠસ્થ કરી શકાય એવી આ કૃતિ, સંવાદશૈલી પ્રયુક્ત થઈ હોવાના કારણે ગ્રંથવિષય ગહન હોવા છતાં ભારેખમ અને જટિલ ન બનતાં સુગ્રાહ્ય, સુબોધક અને સુરુચિપોષક બની છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રતિપાદનશૈલી જોતાં તેમાં ક્યાંય શબ્દાડંબર કે વાગ્વિલાસ દેખાતો નથી. આ સૂત્રાત્મક કૃતિમાં એક પણ શબ્દ નકામો નથી, એક પણ નિર્દેશ કટુતા કે આવેશયુક્ત નથી, એક પણ વચન નિષ્પક્ષપાતતાહીન કે વિવેકવિહીન નથી. તેના શબ્દ શબ્દ માત્ર સ્વાત્માનુભવી મહાત્માના અંતરમાંથી ફુરેલી શ્રતધારાનાં દર્શન થાય છે. જેમ ગંગા નદીનો પ્રવાહ જોવાથી આંખ ઠરે છે, ચિત્ત શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે; તેમ શ્રીમન્ના નિર્મળ અંતરમાંથી પ્રવહતી આ પ્રશમરસથી પરિપૂર્ણ, ચાતુ' મુદ્રાથી અલંકૃત ૧૪૨ ગાથાઓની અપૂર્વ કૃતિનું શ્રવણ-વાંચન કરનારના આત્માને શાંતિ, શીતળતા, પ્રસન્નતા અને પવિત્રતાનો અનુભવ થાય છે. આબાલગોપાલ સર્વને સ્વયોગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવી ચમત્કૃતિ તથા આત્માને સ્પર્શતા મુદ્દાઓનું ક્રમબદ્ધ, તર્કસંગત નિરૂપણ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને જૈન તેમજ જૈનેતર આત્મવિષયક ગ્રંથોમાં અત્યંત મહત્ત્વનો અને ઉચ્ચ કોટિનો દરજ્જો અપાવે છે. મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ આદિના આગ્રહથી ઉપર ઊઠીને સર્વગ્રાહી શૈલીથી લખાયેલો આ ઉત્તમોત્તમ ગ્રંથ આધ્યાત્મિક સાહિત્યમાં અમર સ્થાન લેવા Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સર્જાયેલો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે ‘ગુરુચરણને ‘ઉપ’-સમીપે ‘નિષદ્'-બેસી તત્ત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થતી ઉપનિષદોનું સ્મરણ કરાવે એવી, આ ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિ પ્રકાશતી આત્મસિદ્ધિ ખરેખર! આત્માની અનુપમ ઉપનિષદ્-‘આત્મોપનિષદ્' છે; સર્વ દર્શનને સન્માન્ય એવી આત્માની અનન્ય ગીતા છે. પરમ બ્રહ્મવિદ્યાના પારને પામેલા પરંબ્રહ્મનિષ્ઠ શ્રીમદ્ જેવા આષદ્રષ્ટા મહાકવિ-બ્રહ્માએ સર્જેલી આ આત્મસિદ્ધિ બ્રહ્મવિદ્યાનો અર્ક (essence) છે; બ્રહ્મવિદ્યાના શબ્દબ્રહ્મનો છેલ્લો શબ્દ એવી આ આત્મસિદ્ધિ મુમુક્ષુઓને આત્માની અમૃતાનુભૂતિનો અમૃતકુંભ છે.'૧ — શ્રીમદે આગમના અર્કને તર્કભરપૂર, સારગ્રાહી અને સૂત્રાત્મક શૈલીમાં રજૂ કર્યો હોવાથી તેનો ગૂઢાર્થ સમજવા તેના વિસ્તારની આવશ્યકતા રહે છે. તેના વિવેચન દ્વારા તેમાં રહેલા સૂક્ષ્મ ભાવો પ્રગટ થાય તો મુમુક્ષુઓને વિશેષ ઉપકારક બને એ સ્વાભાવિક છે. મુમુક્ષુઓના સદ્ભાગ્યે શ્રીમદે કેટલાક પત્રોમાં અમુક ગાથાઓનું વિવેચન કર્યું છે, જે તે ગાથાઓનાં રહસ્યને સમજવા માટે પ્રબળ અવલંબનભૂત અને મહાલાભનું કારણ બન્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની સર્વ ગાથાઓને આવરી લેતું વિવેચનકાર્ય સૌ પ્રથમ શ્રી અંબાલાલભાઈએ કર્યું હતું. આ અર્થ ઉપર શ્રીમદ્ દૃષ્ટિ કરી ગયા હોવાથી તેનું મૂલ્ય ઘણું છે. તે ઉપરાંત શ્રીમદે જેમને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની એક નકલ મોકલી હતી તે શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરીએ પણ શ્રીમદ્દ્ની હયાતી દરમ્યાન તેના અર્થ કર્યા હતા (જેનો ઉલ્લેખ શ્રીમદ્દ્ના પત્રોમાં જોવા મળે છે), પણ તે હાલ અપ્રાપ્ય છે. આમ, શ્રીમદ્ની હયાતી દરમ્યાન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના બે ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૬૨૫-૬૨૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ વિવેચન થયાં હતાં. તેમના દેહવિલય પછી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રસિદ્ધિ થતાં તેના ઉપર વિસ્તૃત તેમજ સંક્ષિપ્ત વિવેચનો થયાં છે. તેમાંના મુખ્ય વિવેચકો છે - બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, શ્રી કાનજીસ્વામી, શ્રી ભોગીલાલ શેઠ, ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ડૉ. ભગવાનદાસ મહેતા વગેરે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની મહત્તા, ઉપયોગિતા અને લોકપ્રિયતાથી પ્રેરાઈને અનેક વ્યક્તિઓએ તેનું ભાષાંતર કર્યું છે. તેનું સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી અને કનડ ભાષામાં ભાષાંતર થયું છે. ગુજરાતી ભાષા ન જાણનારો વર્ગ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ગ્રંથના અભ્યાસથી વંચિત ન રહી જાય અને પોતાની ભાષામાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અભ્યાસ કરી શકે તે અર્થે આ અનુવાદો અત્યંત ઉપયોગી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સુદઢ ન્યાય, ઊંડું તત્ત્વ રહસ્ય અને વિરલ અર્થગાંભીર્ય સરળ ભાષામાં સંમિલિત થયાં છે અને પરિણામે તેની એકેક ગાથા એવા વિસ્મયકારક સામર્થ્યથી પરિપૂર્ણ બની છે કે સુવિચારવાન જીવને આત્મજ્ઞાન પ્રગટાવામાં તે પરમ નિમિત્ત બની શકે છે. આમ, શ્રીમદ્ભા ગ્રંથોમાં તેમનો દઢ ધર્મરંગ, ઉચ્ચ વૈરાગ્ય, અદ્ભૂત જ્ઞાનવૈભવ, અનન્ય વીતરાગધ્રુતભક્તિ તથા સર્વ જીવો પ્રત્યેની નિષ્કારણ કરુણાનું દર્શન થાય છે. શ્રીમન્ની અધ્યાત્મ-ઉદ્ઘોષણા વર્તમાન કાળના જીવોની આત્મોપયોગધારાને ભૌતિક વિલાસમાં નિમગ્ન થતી અટકાવે છે, દીર્ઘકાળની ગાઢ અજ્ઞાનનિદ્રાને નિવારે છે અને જીવનમાં અપૂર્વ આત્મજાગૃતિ લાવી પરમાર્થ પ્રભાત પ્રગટાવે છે. આ દુષમકાળમાં સત્જિજ્ઞાસુઓને પરમાર્થપ્રાપ્તિમાં શ્રીમના આધ્યાત્મિક ગ્રંથો સન્માર્ગદર્શક છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ (૪) સ્વતંત્ર કાવ્યો કવિ તરીકેની શ્રીમદ્રની પ્રતિભા નૈસર્ગિક અને ઉચ્ચ પ્રકારની છે. એ પ્રતિભાનો આવિષ્કાર લઘુવયમાં જ થયો હતો. વીસ વર્ષની ઉંમર પૂર્વે લખાયેલી શ્રીમન્ની ઘણી કવિતાઓ ધર્મેતર પ્રકારની હતી. શ્રીમદ્દનું હૃદય ખૂબ સંવેદનશીલ અને ઊર્મિપ્રધાન હોવાથી તે સમયે પ્રવર્તી રહેલી સ્ત્રીઓની દુર્દશા, દેશની અવનતિ, કુસંપ આદિ દેખી તેમને થયેલી અંતરવેદના કાવ્યોમાં અભિવ્યક્ત થઈ હતી. તેમણે દેશહિત, સમાજસુધારણા, સુનીતિ, સદ્ધોધ વગેરે સંબંધી કાવ્યો લખ્યાં હતાં, જે સૌરાષ્ટ્ર દર્પણ', વિજ્ઞાનવિલાસ' આદિ સામયિકોમાં છપાયાં હતાં. દૃષ્ટાંતિક દોહરા', “સ્વદેશીઓને વિનંતી', “પ્રેમની કળા ન્યારી છે', ખરો શ્રીમંત કોણ?', “ધોળે દહાડે ધાડ', ‘આર્ય પ્રજાની પડતી' આદિ કાવ્યો, વિવિધ છંદમાં પ્રાસાનુપ્રાસયુક્ત કવિતાની રચના કરવાની, તેમાં વિવિધ રસનું સરસ અને સચોટ નિરૂપણ કરવાની તેમની જન્મસિદ્ધ કળાની ઝાંખી કરાવે છે અને સાથે સાથે નીતિપ્રિયતા, સગુણપ્રીતિ, દેશભક્તિ, સુધારકવૃત્તિ આદિ તેમના ગુણોનો તથા તેમના સુઘડ અને પરિપક્વ વિચારોનો પણ પરિચય આપે છે. આ ઉપરાંત અવધાન સમયે શીઘ્રતાથી રચાયેલાં ૪૦ જેટલાં કાવ્યો ઉપલબ્ધ છે. ધર્મ, કાંકરો, રંગની પિચકારી, તૃષ્ણા, ચોપાટ, ઈટ, નળિયું, પાણી, આગગાડી, દરિયો, કમળ આદિ વિવિધ વિષયો ઉપર બોધપ્રદ કાવ્યો લખાયાં છે. તેમણે સમસ્યાપૂર્તિનાં કાવ્યોની પણ રચના કરી છે. આ માર્મિક કાવ્યોમાં તેમની શીઘ કવિત્વશક્તિ, તર્કશક્તિ, શબ્દચમત્કૃતિ, અર્થચમત્કૃતિ, સામાન્ય વિષયમાંથી પણ સુંદર બોધ તારવવાની કળા, તેમનું પિંગળશાસ્ત્ર ઉપરનું પ્રભુત્વ, રચનાકૌશલ આદિ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ઉપરાંત તેમની વૈરાગ્યવૃત્તિનું દર્શન પણ થાય છે. શ્રીમદે વીસમે વર્ષે સમાજસુધારણા આદિને લગતી ધર્મેત૨ કવિતાઓની રચના બંધ કરી અને તે પછીથી માત્ર ધર્મને લગતી કૃતિઓની રચના કરી હતી. શ્રીમદ્દે તેમના જીવનકાળ દરમ્યાન વીસેક જેટલાં સ્વતંત્ર ધાર્મિક કાવ્યોની રચના કરી હતી. તેમાંનાં કેટલાંક હિંદી ભાષામાં પણ છે. શ્રીમદે મોક્ષપ્રાપ્તિ માટે જે પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો તેનું પ્રતિબિંબ તેમાં જોઈ શકાય છે. તેમાંનાં કેટલાંક કાવ્યોમાં શ્રીમદ્દ્ની અંતરંગ દશાનું વર્ણન છે, કેટલાંકમાં ગુરુમાહાત્મ્ય વર્ણવ્યું છે, કેટલાંકમાં તત્ત્વજ્ઞાનનો બોધ છે તો કેટલાંકમાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે. ‘કાળ કોઈને નહીં મૂકે', ‘ધર્મ વિષે', ‘શ્રી શાંતિનાથ ભગવાન સ્તુતિ', ‘છત્રપ્રબંધસ્થ પ્રેમ-પ્રાર્થના', ‘દોહરા', ‘લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ', ‘ભિન્ન ભિન્ન મત દેખીએ', ‘લોક પુરુષસંસ્થાને કહ્યો', “બીજાં સાધન બહુ કર્યાં' આદિ ત્રણ દોહરા, ‘બિના નયન પાવે નહીં', ‘હે પ્રભુ! હે પ્રભુ! શું કહું', ‘યમનિયમ સંજમ આપ કિયો', ‘જડ ભાવે જડ પરિણમે’, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો', મૂળ મારગ સાંભળો જિનનો રે', “પંથ પરમપદ બોધ્યો', ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?', 'જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન', ‘ઇચ્છે છે જે જોગી જન' ઇત્યાદિ કાવ્યો દ્વારા વહેતી શ્રીમની વૈરાગ્યપોષક, આત્મબોધક, જગતકલ્યાણકારી, અમૃતમય વાણી ભૌતિક સુખના અભિલાષીઓનાં હૃદયમાં પણ ધર્મભાવના સ્ફુરાવે તેવી છે. તેમાંનાં મુખ્ય કાવ્યોનું સંક્ષેપમાં અવલોકન કરીએ.૧ ૧- ‘મોક્ષમાળા’ અને ‘ભાવનાબોધ’નાં કાવ્યો, ‘મોક્ષસુબોધ' તથા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ને ‘સ્વતંત્ર ગ્રંથો' વિભાગમાં તેમજ ‘હાથનોંધ’નાં કાવ્યોને ‘અંગત નોંધો' વિભાગમાં મૂકવામાં આવ્યાં છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ બિના નયન પાવે નહીં ૨ શ્રીમદે‘બિના નયન પાવે નહીં' ઇત્યાદિ કેટલીક રચનાઓ હિંદી ભાષામાં કરી છે. ‘આંધળાને સમ્યગ્દર્શન ન થાય' તેવી ચર્ચા કરનારને ચેતવણી આપવા શ્રીમદે ‘બિના નયન પાવે નહીં' પદની રચના કરી ૧૯૪૭ના અષાઢ માસમાં ગુરુગમની કાવ્ય શ્રી સૌભાગ્યભાઈને મોકલ્યું હતું. છે. એમાં શ્રીમદે ગુરુગમનો અનન્ય મહિમા સંકીર્તન કર્યો હોવાથી તે સૌને ઉપયોગી થાય તેવું છે. હતી. તેમણે વિ.સં. ગૌરવગાથા ગાતું આ આ કાવ્ય છ દોહરાનું શ્રીમદ્ આ કાવ્યમાં જણાવે છે કે બાહ્ય ચક્ષુથી અગોચર એવો શુદ્ધાત્મા અંતર્ચક્ષુ વિના પ્રાપ્ત કરી શકાતો નથી. તે અર્થે તત્ત્વલોચનદાયક સદ્ગુરુના ચરણની ઉપાસના કરવા યોગ્ય છે. આત્મસાક્ષાત્કારની ખરી તૃષા લાગી હોય તો તેને છિપાવવાનો અનાદિ કાળથી એક જ ઉપાય છે કે સદ્ગુરુ પાસેથી ગુરુગમની પ્રાપ્તિ કરવી. આ ઉપાય તે કલ્પિત નથી, તેમજ મિથ્યા પણ નથી. અનેક પુરુષો આ પંચમ કાળમાં પણ તે ઉપાય દ્વારા શાશ્વત, અખંડ એવા આત્મસ્વરૂપને પામ્યા છે. જ્ઞાનીનો દેશ, અર્થાત્ તેમનું નિવાસસ્થાન આત્મામાં હોવાથી તે સર્વથી ન્યારું, અગમ, અગોચર છે. અસંગદશામાં વર્તતા જ્ઞાની ઉપદેશ આપે તો તે યોગ્ય છે, અન્ય સર્વનું કર્તવ્ય એ છે કે જે પ્રકારે પોતાનો આત્મા શુદ્ધ થાય તે પ્રકારે જ્ઞાનીનો ઉપદેશ ગ્રહણ કરવો અને બીજાને ઉપદેશ ન આપવો. વળી, જ્યાં સુધી જીવને સદ્ગુરુની અનુપમ કૃપા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તેનાં જપ, તપ, વ્રતાદિ સર્વ સાધન ભ્રમરૂપ છે, આત્મત્ક્રાંતિ વધારનારાં થાય છે. ગુરુકૃપા પ્રાપ્ત કરવા જીવે પોતાનો સ્વચ્છંદ મૂકીને સદ્ગુરુનું અવલંબન ગ્રહણ કરવા યોગ્ય છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૨ (પત્રાંક-૨૫૮) ૨- ‘બોધામૃત’ ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૬૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ સર્વાર્પણપણે સદ્ગુરુની આજ્ઞા આરાધવાથી સર્વ કર્મબંધનો તૂટી જાય છે. આમ, આ કાવ્યમાં શ્રીમદે સદ્ગુરુની મહત્તા દર્શાવી, આત્મકલ્યાણ સાધવાનો સરળ અને સચોટ માર્ગ દર્શાવ્યો છે. વિષયના સુબોધ નિરૂપણ યુક્ત આ કાવ્ય હિંદી ભાષા ઉપરના શ્રીમન્ના પ્રભુત્વની અને તેમના નૈસર્ગિક કવિત્વની પ્રતીતિ કરાવે છે. આ કાવ્યની પ્રથમ પંક્તિનો હેતુ સમજાવતાં શ્રીમદ્ વિ.સં. ૧૯પપના અષાઢ વદ ૮ના પત્રમાં શ્રી સુખલાલ છગનલાલને લખે છે – "बिना नयन पावे नहीं बिना नयनकी बात' એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. ..... બિના નયન' આદિ વાક્યનો સ્વકપનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે.” હે પ્રભુ! હે પ્રભુ! શું કહું વિ.સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ રાળજમાં ચાર કાવ્યોનું સર્જન કર્યું હતું, (૧) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, (૨) યમનિયમ સંજમ આપ કિયો, (૩) જડ ભાવે જડ પરિણમે, (૪) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ કૃતિઓ કદમાં નાની છે, પણ તેમાં આશય ઘણો ગૂઢ છે. શબ્દ થોડા છે, પણ અર્થ બહોળા છે. સર્વ આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે તે કાવ્યો સમજવા જેવાં છે. વીશ દોહરા' તરીકે સુપ્રસિદ્ધ હે પ્રભુ! હે પ્રભુ! શું ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૬ (પત્રાંક-૮૮૩) ૨- એજન, પૃ.૨૯૫-૨૯૬ (આંક-૨૬૪) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કહું' એ ભાવવાહી પંક્તિથી શરૂ થતા કાવ્યમાં પ્રભુ આગળ દીન થઈ શ્રીમદે પ્રાર્થના કરી છે. હૃદયસોંસરા પેસી જાય એવા સાદામાં સાદા શબ્દોમાં સદ્ગુરુની ભક્તિનું રહસ્ય દર્શાવતી આ કૃતિ શ્રીમદ્દ્ની પદ્યરચનાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આ કાવ્યની રચના વખતે પહેલી પંક્તિમાં ‘હે હરિ! હે હરિ!' શબ્દો હતા, પણ પછીથી શ્રીમદે ‘હરિ'ની જગ્યાએ ‘પ્રભુ’ શબ્દ મૂક્યો હતો.૧ આત્મનિરીક્ષણથી ઓતપ્રોત આ કાવ્યમાં ૪૫ વાર ‘નથી', ‘નહીં' આદિ અભાવાત્મક શબ્દોના પ્રયોગ દ્વારા જીવના દોષોનું વર્ણન કર્યું છે. જીવના દોષોનું સ્વરૂપ બતાવતાં શ્રીમદ્ આ કાવ્યમાં લખે છે કે તેનામાં શુદ્ધ ભાવ નથી, પ્રભુના શુદ્ધ સ્વરૂપમાં વૃત્તિ એકલયપણે રહેતી નથી, લઘુતા કે દીનતા નથી, ગુરુદેવની આજ્ઞા ઉરમાં અચળ કરી નથી, પ્રભુમાં દૃઢ વિશ્વાસ અને તેઓ પ્રત્યે ૫૨માદર નથી, સત્સંગ તથા સત્સેવાનો જોગ નથી, અર્પણતા નથી, સદ્ગુરુનો અનન્ય આશ્રય કર્યો નથી અથવા ચાર અનુયોગોનો આશ્રય કર્યો નથી, પોતાનું પામરપણું સમજાય તેવો વિવેક નથી, પ્રભુના ચરણનું શરણ મરણ સુધી ગ્રહી રાખે એટલી ધીરજ નથી, પ્રભુના અચિંત્ય માહાત્મ્ય પ્રત્યે પ્રફુલ્લિત ભાવ નથી, સ્નેહનો એક અંશ નથી, પરમ પ્રભાવ નથી, પ્રભુ પ્રત્યે અચળ આસક્તિ નથી, વિરહનું દુઃખ લાગતું નથી, પ્રેમભક્તિની કથા દુર્લભ થઈ પડી છે તેનો ખેદ થતો નથી, ભક્તિમાર્ગમાં પ્રવેશ નથી, ભજનમાં એકાગ્રતા નથી, ધર્મ અથવા કર્તવ્યની સમજણ નથી, ઉત્તમ સ્થળે સ્થિતિ થઈ શકતી નથી, કળિકાળના કારણે મર્યાદાધર્મનું એટલે કે વ્રત, નિયમ આદિનું પાલન થતું નથી, તે માટે વ્યાકુળતા પણ થતી નથી, સેવામાં પ્રતિકૂળ થાય એવાં બંધનોનો ત્યાગ થતો નથી, દેહ-ઇન્દ્રિયો વશ રહેતાં નથી, બાહ્ય પદાર્થોમાં રાગ રહ્યા ૧- ‘ઉપદેશામૃત', ચોથી આવૃત્તિ, પૃ.૨૬૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ કરે છે, પ્રભુનો વિયોગ સ્કુરતો નથી, વચન અને નયનનો સંયમ નથી, ભક્તિભાવથી રહિત આરંભ-પરિગ્રહમાં આસક્ત જીવોના સંગમાં તથા ગૃહાદિમાં ઉદાસીનતા નથી, અહંભાવથી રહિતપણું નથી, સ્વધર્મનો સંચય નથી, અન્ય ધર્મની નિર્મળપણે નિવૃત્તિ નથી, અનંત પ્રકારે સાધનરહિતતા છે, તેનામાં એક પણ સગુણ નથી, તે પાપી અને અનાથ છે, અનંત કાળથી સ્વરૂપના ભાન વિના સંસારમાં આથડ્યો છે, ગુરુને સેવ્યા નથી, અભિમાન મૂક્યું નથી, સંતચરણના આશ્રય વિના અનેક સાધન કર્યા છે પણ તેથી પાર પામ્યો નથી અને વિવેકનો અંશ પણ પ્રગટ્યો નથી, સહુ સાધન બંધન કરનારાં નીવડ્યાં અને અન્ય કોઈ ઉપાય રહ્યો નથી, સત્સાધન સમજ્યો નથી, પ્રભુ પ્રભુ લય લાગી નથી, સદ્ગુરુના ચરણમાં પડ્યો નથી, નિજ દોષ જોયા નથી, “સકળ જગતમાં હું અધમાધમ છું' એવો નિશ્ચય આવ્યો નથી. આમ, દોષોનું વર્ણન કર્યા પછી પ્રભુના ચરણકમળમાં ફરી ફરી નમસ્કાર કરીને વારંવાર માંગણી કરી છે કે સદ્દગુરુ, સંત એ આપનું જ સ્વરૂપ છે એવી દૃઢ શ્રદ્ધા થાય તેવી કૃપા કરો. અત્યંત મનનયોગ્ય, હૃદયસ્પર્શી અને અપૂર્વ ભાવ પ્રેરનાર આ દોહરા, બોલનારને પોતાના દોષ પ્રત્યક્ષ થાય અને થયેલા દોષ માટે પશ્ચાત્તાપ થાય તેવા અસરકારક છે. હજારો મુમુક્ષુઓ તેને કંઠસ્થ કરી, નિયમિતપણે તેનો પાઠ કરે છે. જાતિ-ધર્મ-સંપ્રદાય આદિના ભેદ વિના સર્વ મુમુક્ષુઓને, આબાલવૃદ્ધ સર્વ કોઈને સર્વ કાળે સ્વાધ્યાય કરવા યોગ્ય એવી શ્રીમી આ સુપ્રસિદ્ધ કૃતિનો અક્ષરે અક્ષર હૃદયસોંસરો ઊતરી જાય એવો વેધક છે. તેમાં શ્રીમદે એવો ભક્તિસિંધુ ઉલ્લાસાવ્યો. છે કે તેનું ઊંડું અવગાહન કરતાં આત્માને અપૂર્વ જાગૃતિ પ્રગટે છે. આ વીસ દોહરા વિષે શ્રીમદ્ શ્રી લલ્લુજી મુનિને વિ.સં. ૧૯૫૧ના કારતક સુદ ૩ના પત્રમાં લખે છે કે – Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ “આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થદષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ ફરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે “હે નાથ! હવે મારી કોઈ ગતિ (માગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લુંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.' એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.” યમનિયમ સંજમ આપ કિયો વિ.સં. ૧૯૪૭ના ભાદરવા સુદ ૮ના દિવસે ત્રાટક છંદમાં લખાયેલ આઠ કડીના આ કાવ્યમાં શ્રીમદે, અનંત વાર સાધનો સેવવા છતાં તે સર્વ સાધનો નિષ્ફળ કેમ ગયાં એ સમજાવી, સફળ કેવી રીતે થવાય તેનું અપૂર્વ માર્ગદર્શન આપ્યું છે. સદગુરુનો મહિમા દર્શાવતું અને હિંદી ભાષામાં લખાયેલું આ પરમ આશયગંભીર કાવ્ય મુમુક્ષુ જીવે ઊંડા ઊતરીને વિચારવા યોગ્ય છે. - શ્રીમદ્ આ કાવ્યમાં જણાવે છે કે જીવે સદ્ગુરુની આજ્ઞા વિના સ્વચ્છેદે અનેક યમ-નિયમ-સંયમ કર્યા, અથાગ ત્યાગવૈરાગ્ય લહ્યા, વનવાસ લીધો, મૌન ધારણ કર્યું, દઢ પદ્માસન ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૩-૪૩૪ (પત્રાંક-પ૩૪) ૨- એજન, પૃ.૨૯૬ (આંક-૨૬૫). Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ લગાવ્યું, મનનિરોધ-પવનનિરોધ કરી પોતાના સ્વરૂપના બોધ માટે પ્રયાસ કર્યા, હઠયોગના પ્રયોગો કર્યા, અનેક પ્રકારના જપનો જાપ કર્યો, ઉગ્ર તપશ્ચર્યા કરી, મનથી સર્વ ઉપર વૈરાગ્ય ધારણ કર્યો, સર્વ શાસ્ત્રોના નય હૃદયમાં ધારણ કર્યા, પોતાના મતનું ખંડન અને અન્યના મતનું ખંડન કર્યું, પરંતુ નિજકાર્ય ન સધાયું. તે સાધનો કરતાં કંઈક પ્રયોજનભૂત બાકી રહી ગયું છે કે જે સદગુરુ વિના કોઈ યથાર્થરૂપે સમજાવી શકે નહીં. શ્રીમને જીવની સ્થિતિ ઉપર અત્યંત દયા આવતાં તેઓ આગળ જણાવે છે કે સદ્ગુરુના પ્રત્યે અત્યંત પ્રેમભક્તિ પ્રગટે ત્યારે એક પળમાં પોતાનું આત્મસ્વરૂપ પ્રગટે, તન-મનધન સર્વથી સદ્ગુરુની આજ્ઞા સ્વાત્મામાં વસે ત્યારે આત્માનું કાર્ય સિદ્ધ થાય અને સ્વાનુભવરૂપ અમૃતરસનો આસ્વાદ પ્રાપ્ત થાય. સદ્ગુરુપ્રસાદ દ્વારા સત્યસુધાનું દર્શન થતાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનો અમૃતાનુભવ થાય છે, તે અમૃતપાનનો યોગ પામી જીવ અનંત કાળ પર્યત મોક્ષરૂપ અજરામર પદમાં સ્થિતિ કરે છે. સદ્દગુરુ ભગવંત પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ વધતાં આગમોનું રહસ્ય અંતરમાં વસે છે. આ સ્વસ્વરૂપના અનુભવને અથવા તેનાં કારણરૂપ સદ્ગુરુ પ્રત્યેના અચળ પ્રેમને જ્ઞાનીઓએ કેવળજ્ઞાનનું બીજ કહ્યું છે. આમ, ગુરુગમ દ્વારા આત્માની અમૃતાનુભવપ્રાપ્તિની ગૂઢ વાત શ્રીમદે આ કાવ્યમાં કરી છે. આ કાવ્ય અંગે શ્રીમદ્ વિ.સં. ૧૯૫૧ના કારતક સુદ ૩ના પત્રમાં શ્રી લલ્લુજી મુનિને લખે છે – “બીજા આઠ કોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષનો હેતુ છે." જડ ભાવે જડ પરિણમેર દોહરા છંદમાં રચાયેલું બાવીસ પંક્તિનું જડ ભાવે જડ પરિણમે' એ પંક્તિથી પ્રારંભ થતું આ કાવ્ય જૈન તત્ત્વજ્ઞાનનું બોધક છે અને તેમાં શ્રીમદે જડ અને ચેતન વચ્ચેનો ભેદ પ્રકાશ્યો છે. આ કાવ્યમાં શ્રીમદે દ્રવ્યાનુયોગના નિચોડરૂપ અનુભવસિદ્ધ નિર્ધાર ઉદ્યોષ્યો છે. જડ અને ચેતન એ બને દ્રવ્યનો ભિન્ન સ્વભાવ જ્યાં પ્રગટપણે સ્વીકારવામાં આવ્યો છે એવા જિન દર્શનનો સિદ્ધાંત બતાવતાં આ કાવ્યમાં શ્રીમદ્ જણાવે છે કે જડ જડભાવે પરિણમે છે અને ચેતન ચેતનભાવે પરિણમે છે. કોઈ પોતાનો સ્વભાવ છોડીને પલટતું નથી. જડ છે તે ત્રણે કાળ જડરૂપે જ રહે છે અને ચેતન ત્રણે કાળમાં ચેતનરૂપે જ રહે છે એ વાત પ્રગટ અનુભવરૂપ છે, તેથી તેમાં સંશય કરવા યોગ્ય નથી. પ્રશ્ન થાય કે જો ત્રણે કાળમાં જડ જડ હોય અને ચેતન ચેતન હોય તો બંધ-મોક્ષ કઈ રીતે ઘટે? તેનું સમાધાન એ છે કે જ્યાં સુધી આત્મ-અભાન છે, ત્યાં સુધી સંયોગે કરીને બંધ-મોક્ષ છે, પણ ત્રણે કાળમાં સ્વભાવનો ત્યાગ હોતો નથી એમ શ્રી જિન ભગવાન કહે છે. જીવ બંધપ્રસંગમાં વર્તે છે તેનું કારણ નિજસ્વરૂપનું અજ્ઞાન છે, પણ તેથી આત્માને જડતા પ્રાપ્ત થતી નથી એ સિદ્ધાંત ન્યાયયુક્ત છે. આશ્ચર્યની વાત છે કે અરૂપી એવો જીવ, રૂપી એવા જડ પરમાણુને ગ્રહણ કરી તેની સાથે સંયોગ સંબંધ બંધાય છે. આમ છતાં જીવ આ બંધનને જાણતો નથી. આ જિન ભગવાનનો ગહન સિદ્ધાંત છે. અજ્ઞાનના કારણે જીવ પોતાને દેહરૂપે માને છે, પરંતુ આત્મદ્રષ્ટિ થતાં દેહનું મમત્વ ટળે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૩૪ (પત્રાંક-પ૩૪). ૨- એજન, પૃ. ૨૯૭ (આંક-૨૬૬) પ્રગટ થાય છે . તે બધા સંયોગે કરી એ નથી અજ્ઞાન છે૧ બંધપ્રસંગમાં હતો Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ જડ-ચેતનના સંયોગરૂપ આ ખાણ - આ વિશ્વ અનાદિઅનંત છે, તેનો કોઈ કર્તા નથી એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, તેમ નાશ પામતું નથી એ અનુભવથી સિદ્ધ છે એમ જિનવર ભાખે છે. જે પદાર્થનું અસ્તિત્વ છે તેનો કદાપિ નાશ નથી થતો અને જેનું અસ્તિત્વ નથી તે દ્રવ્ય ઉત્પન્ન થવું સંભવતું નથી. એક સમય માટે જે દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય સર્વ સમય અસ્તિત્વરૂપે રહેવાનું છે, માત્ર તેની અવસ્થાઓ બદલાય છે. આ પ્રમાણે દર્શાવી, અંતે શ્રીમદ્ પરમ પુરુષ સદ્ગુરુ ભગવાન જેઓ પરમ જ્ઞાન અને સુખનું ધામ છે અને જેમણે સ્વરૂપનું ભાન કરાવ્યું છે, તેમને પરમ ભક્તિથી પ્રણામ કરે છે. આમ, શ્રીમદે આ કાવ્યમાં સરળ ભાષામાં અને સુંદર શૈલીથી દ્રવ્યાનુયોગની વિચારણા રજૂ કરી છે. જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો' એ ધ્રુવપદથી શરૂ થતા આ કાવ્યમાં શ્રીમદે તાત્ત્વિક જ્ઞાનનું જૈન પરિભાષામાં નિરૂપણ કર્યું છે. જ્ઞાનનું વિશદ સ્વરૂપ પ્રકાશતા હરિગીત છંદમાં રચાયેલ આ કાવ્યની ત્રણેક પંક્તિ મળતી નથી. આ કાવ્યમાં સરળ અને ઉપદેશાત્મક ભાષામાં શ્રીમદ્ જણાવે છે કે જો જીવ નવ પૂર્વ ભણેલો હોય, પરંતુ આત્મસ્વરૂપને જાણ્યું ન હોય તો આગમશાસ્ત્રોમાં તેને અજ્ઞાન જ કહ્યું છે. જીવ દોષરહિત થઈ નિર્મળ બને એ હેતુથી ભગવાને પૂર્વ, એટલે કે શાસ્ત્રો પ્રકાશ્યાં છે. શાસ્ત્રાભ્યાસ દ્વારા જીવ બહિર્મુખદષ્ટિ ટાળી અંતર્મુખ થાય તો જ તે સમ્યકજ્ઞાન પામ્યો કહેવાય. તેથી ગ્રંથમાં જ્ઞાન નથી, કવિચાતુર્ય એ જ્ઞાન નથી, મંત્ર-તંત્ર એ જ્ઞાન નથી, ભાષા એ જ્ઞાન નથી; પણ જ્ઞાન ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૯૭-૨૯૮ (આંક-૨૬૭) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જ્ઞાનીમાં છે. જ્ઞાનીનો આશ્રય રહી, તેમની આજ્ઞા આરાધતાં સ્વરૂપલક્ષ સધાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ જીવ અને આ દેહ એમ બને તદ્દન જુદા ભાસ્યા ન હોય ત્યાં સુધી જે કંઈ પચ્ચકખાણ આદિ કરવામાં આવે તે મોક્ષાર્થે ગણી શકાય નહીં, એ પ્રકારે “શ્રી ભગવતી સૂત્ર'ના પાંચમા અંગમાં પ્રકાર્યું છે. માત્ર બ્રહ્મચર્ય અને સાધુપણું રહણ કરવાથી જ્ઞાન થતું નથી. જ્ઞાનપ્રાપ્તિનું અનન્ય કારણ તો શુદ્ધ આત્માનો આશ્રય છે. વિપુલ શાસ્ત્રજ્ઞાન હોય પણ જો તેની સાથે આત્માનુભૂતિ હોય તો તે સાચા જ્ઞાનની સંજ્ઞા પામે છે અથવા શાસ્ત્રમાં વર્ણવેલ આત્માનો સાચા ભાવથી આશ્રય કરવો તે પણ જ્ઞાન છે. “સન્મતિતર્ક' આદિ શાસ્ત્રોમાં આ વાત જણાવી છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનો પરમાર્થ જો જ્ઞાની પાસેથી સમજવામાં આવે તો તે મોક્ષાર્થને સાધનાર હોવાથી જ્ઞાન કહેવાય છે. પોતાની કલ્પનાએ વાંચેલાં કોટિ શાસ્ત્રો માત્ર મનને સંકલ્પ-વિકલ્પરૂપ જાળમાં ગૂંચવે છે. “શ્રી નંદીસૂત્ર'માં જ્યાં સિદ્ધાંતના ભેદ કહ્યા છે ત્યાં ચાર વેદ, પુરાણ આદિને મિથ્યાત્વનાં શાસ્ત્ર કહ્યાં છે, પણ આત્મજ્ઞાનીની દૃષ્ટિ સમ્યક્ હોવાથી તેમને તે પણ જ્ઞાનરૂપ ભાસે છે, તેથી આત્મજ્ઞાનનો આશ્રય કરી તેમાં જ ઠરવા યોગ્ય છે. એક પણ વ્રત-પચ્ચખાણ કે કોઈ વસ્તુનો ત્યાગ ન હતો છતાં શ્રી શ્રેણિક મહારાજ સમકિતના પ્રતાપે આવતી ચોવીસીમાં શ્રી મહાપદ્મ નામે પ્રથમ તીર્થંકર થશે એમ “શ્રી ઠાણાંગ સૂત્રમાં ઉલ્લેખ છે. આ ઉપરથી આત્મજ્ઞાનનો અત્યંત મહિમા પ્રગટ થાય છે. આમ, શ્રીમદે આ કાવ્યમાં જ્ઞાનનું સ્વરૂપ તથા જ્ઞાનપ્રાપ્તિનો ઉપાય ઉદ્યોપ્યો છે. શ્રીમદે આપેલ શાસ્ત્રોની શાખ ઉપરથી તેમણે જૈન શાસ્ત્રો અનુસાર ઉપદેશ કર્યો છે તે સ્પષ્ટપણે જણાઈ આવે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ મૂળ મારગ સાંભળો જિનનો રે શ્રીમદ્ભા સર્વ ઉપદેશામૃતના કેન્દ્રસ્થાને શ્રી જિનનો મૂળ માર્ગ છે. તે મૂળ માર્ગના ઉદ્ધારની પ્રકૃષ્ટ ભાવના ભાવતાં શ્રીમદે વિ.સં. ૧૯પરના આસો સુદ ૧ના દિવસે, એટલે કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચનાના ૧૫ દિવસ પહેલાં, આણંદમાં અગિયાર કડીનું, “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ ધ્રુવપદ પંક્તિનો પદે પદે રણકાર કરતું અને મૂળ માર્ગનું સંક્ષેપમાં પણ સંપૂર્ણ સ્વરૂપ પ્રકાશનું અલૌકિક કાવ્ય રચ્યું હતું. શ્રીમદ્ આણંદ હતા ત્યારે ખંભાતમાં એક સાધુએ આત્મલક્ષ વિના એક મહિનાના ઉપવાસ કર્યા હતા. તે સાધુને વંદન કરવા ઘણા લોકો આણંદ થઈને ખંભાત જતા હતા. તે વખતે રત્નત્રયરૂપ મૂળ માર્ગની અપૂર્વ સમજણ આપતાં આ પદની શ્રીમદે રચના કરી હતી. વૃત્તિ અખંડપણે સન્મુખ કરીને જિનેશ્વરનો મૂળ માર્ગ સાંભળવાની પ્રેરણા કરતાં શ્રીમદ્ જણાવે છે કે તેઓ માનપૂજા મેળવવા અર્થે આ માર્ગ કહેતા નથી, તેમ ઉસૂત્રપ્રરૂપણા કરી ભવવૃદ્ધિ થાય તે દુઃખ પણ તેમને અંતરમાં પ્રિય નથી. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.પ૨૩ (આંક-૭૧૫). ર- ‘બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૩ નોંધઃ ખંભાતના શ્રી પોપટલાલભાઈ ગુલાબચંદભાઈ આ પદની રચના સંબંધી લખે છે કે – ત્યાં આણંદ મુકામે મારા ભાઈ નગીનદાસ પણ હાજર હતા. મારા ભાઈએ પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે મારા મામાં બહુ જ નિંદા કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કાગળ તથા ખડીઓ કલમ મંગાવ્યા અને “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ રચ્યું અને નગીનદાસને પરમકૃપાળુદેવે જણાવ્યું કે લો, આ તમારા મામાનો છેડો ઝાલીને કહેજો કે જૈનનો મારગ આ પ્રમાણે છે - એમ કહી પરમકૃપાળુદેવે તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા.' - ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૧૨૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તેઓ પોતાનાં વચનોને ન્યાયને કાંટે તોલવા તથા જિન સિદ્ધાંતો સાથે સરખાવી જોવા સૂચવી જણાવે છે કે તેમનું કહેવું કેવળ પરમાર્થહેતુથી છે અને આ વાતનો મર્મ કોઈ મુમુક્ષુ જીવ જ પામી શકશે. આ પ્રમાણે ભૂમિકા બાંધી શ્રીમદ્ મોક્ષમાર્ગનું અદ્ભુત નિરૂપણ કરતાં જણાવે છે કે દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા અને અવિરૂધ્ધતા તે પરમાર્થથી જિનમાર્ગ છે એમ જ્ઞાનીઓએ સિદ્ધાંતમાં પ્રકાણ્યું છે. બાહ્ય વેષ અને વ્રતના જે ભેદો છે તે દ્રવ્ય, દેશ, કાળ આદિ પ્રમાણે હોય છે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા છે તે તો ત્રણે કાળમાં અભેદ જ હોય છે. શ્રીમદ્ ત્યારપછી જ્ઞાન, દર્શન, ચારિત્ર શબ્દનો પરમાર્થ સંક્ષેપમાં શ્રવણ કરવા માટે જણાવે છે અને કહે છે કે તે પરમાર્થને વિશેષ પ્રકારે વિચારી જોતાં ઉત્તમ આત્માર્થ સમજાશે. આત્મા દેહાદિથી ભિન, સદાય ઉપયોગ લક્ષણવાળો, અવિનાશી છે એમ સદ્ગુરુના ઉપદેશથી જાણવું, તેને યથાર્થ જ્ઞાન કહ્યું છે. જે જ્ઞાન વડે જણાયું, તેની શુદ્ધ પ્રતીતિ વર્તે, તેને ભગવંતે દર્શન કહ્યું છે તથા તેનું બીજું નામ સમકિત છે. જીવને સર્વથી ભિન્ન અસંગ જાણ્યો, તેની પ્રતીતિ આવી અને તે જ્ઞાન-દર્શનના પ્રતાપે વૃત્તિ અસંગ થતાં જે સ્થિરતા ઊપજે તેનું નામ ચારિત્ર છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણે ગુણ અભેદપરિણામથી જ્યારે આત્મારૂપ વર્તે ત્યારે જીવ જિનનો માર્ગ પામ્યો અથવા પોતાના સ્વરૂપને પામ્યો ગણાય. એવાં મૂળ જ્ઞાનાદિ પામવા માટે અને અનાદિ કર્મબંધના નાશ માટે સ્વચ્છેદ તથા પ્રતિબંધ ટાળી સદ્ગુરુનો ઉપદેશ પામવો જોઈએ. આ પ્રકારે, જિનેશ્વર દેવે મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ દર્શાવ્યું છે, જે ભવ્ય જનોનાં હિતને અર્થે અત્રે સંક્ષેપમાં કહ્યું છે એમ આ કાવ્યના અંતે શ્રીમદ્ જણાવે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ - શ્રીમદે આ કાવ્યમાં શ્રુતસમુદ્રનો સાર ઠાલવી દીધો છે. આ અદ્ભુત કૃતિથી જીવનું લક્ષ મૂળ મોક્ષમાર્ગ તરફ જાય છે, તેને તાત્વિક દૃષ્ટિ મળે છે અને મત-દર્શન અંગેનો આગ્રહ શાંત થાય છે. ભાષાની સરળતા સાથે જે અર્થગાંભીર્ય આ કાવ્યમાં જોવા મળે છે, તે તેમની પ્રતિભાવંત સર્જન શક્તિનો શ્રેષ્ઠ નમૂનો છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? શ્રીમદ્ આત્મજ્ઞાની હતા, લોકોત્તર પુરુષ હતા, અધ્યાત્મની ઉચ્ચ કોટિએ વિરાજતા હતા, અપૂર્વ આત્મપરાક્રમથી ભાવનિર્ચથતાના પંથે વિચરી રહ્યા હતા, છતાં બાહ્યથી - દ્રવ્યથી પણ નિર્ચથપણું ત્વરાથી પ્રાપ્ત થાય એવી તેમની અભીપ્સા હતી અને તેથી તે ભાવનાને પાણીમાં પ્રભાવક રીતે વ્યક્ત કરતા, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?' એ ધ્રુવપંક્તિથી પ્રારંભાતા અપૂર્વ આત્મભાવોલ્લાસમય કાવ્યની ઉત્પત્તિ થઈ. શ્રીમદે આ તત્ત્વસભર, મનોહર, પ્રેરક અને પ્રસિદ્ધ એકવીસ કડીના કાવ્યની રચના વિ.સં. ૧૯૫૩ના માગસર માસ આસપાસ વવાણિયામાં તેમનાં માતુશ્રીના ખાટલા ઉપર બેસીને કરી હતી. “અપૂર્વ અવસર'ના કાવ્યમાં શ્રીમદે પોતાને પ્રાપ્ત થયેલ દશા પ્રકાશી છે અને આગળની દશા પ્રાપ્ત કરવાનો મનોરથ વ્યક્ત કર્યો છે; તેથી મુખ્યપણે આ કાવ્ય સ્વલક્ષી છે, છતાં અન્ય જીવો તેનાથી પ્રેરણા પામી તેમાં દર્શાવેલ ક્રમે મોક્ષમાર્ગે આગળ વધી શકે એમ હોવાથી ગૌણપણે તેને પરલક્ષી પણ કહી શકાય. આ કાવ્યમાં શ્રીમદે પોતાની આત્મકથા અને પરમપદ પ્રાપ્તિની ભાવના સચોટ રીતે અભિવ્યક્ત કરવા સાથે જૈન આગમોની પરિપાટી અનુસાર આત્મવિકાસના ચૌદ ગુણસ્થાનકની પ્રક્રિયા પણ રોચક રીતે દર્શાવી છે. આ કાવ્યને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૬૩-૫૬૬ (આંક-૭૩૮) Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ બાર કડીનો પૂર્વાર્ધ અને નવ કડીનો ઉત્તરાર્ધ એમ બે વિભાગમાં વિભાજિત કરી શકાય. પૂર્વાર્ધમાં સમ્યગ્દર્શન, નિગ્રંથ થવાની ભાવના, નિર્મથના ચારિત્ર આદિનું વર્ણન છે, જ્યારે ઉત્તરાર્ધમાં ક્ષપક શ્રેણી, કેવળજ્ઞાન, મોક્ષ આદિનું વર્ણન છે. - શ્રીમદ્ કાવ્યના પ્રારંભમાં આત્મનિવેદન કરતાં જણાવે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે જ્યારે બાહ્ય અને અત્યંતર નિર્ચથતા પ્રાપ્ત થશે અને સર્વ સંબંધનું તીક્ષ્ણ બંધન છેદીને મહાપુરુષોના પંથે વિચરશું. સર્વ પરભાવથી ઉદાસીનવૃત્તિ હોય, દેહનો ઉપયોગ સંયમમાર્ગ સાધવા માટે જ થતો હોય, તે સિવાય બીજા કોઈ પણ હેતુએ બીજી કોઈ પણ ઇચ્છા ન હોય અને દેહમાં કિંચિત્ પણ મમત્વભાવ ન હોય એવા નિર્ચથપણાની ભાવના શ્રીમદ્ કરે છે. ત્રીજી કડીમાં ઊપજ્યો’ શબ્દ દ્વારા પોતાને અનુલક્ષીને શ્રીમદ્ જણાવે છે કે દર્શનમોહ વ્યતીત થવાથી દેહથી ભિન્ન શુદ્ધ આત્માનો બોધ થયો છે, સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે; તે આત્મબોધના કારણે વિશેષપણે ક્ષીણ થયેલ ચારિત્રમોહને અવલોકીએ છીએ અને શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન નિરંતર વર્તે છે. આ કાવ્યની ચોથી કડીથી બારમી કડી સુધીમાં શ્રીમદ્ મુનિદશાની ભાવના ભાવતાં જણાવે છે કે મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ રોકીને ધ્યાનમગ્ન થાઉં; અને આવી આત્મસ્થિરતા (ગુપ્તિ) નિરંતર પ્રધાનપણે મરણ પર્યત રહો. ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી પણ તે આત્મસ્થિરતા વિચલિત ન થાય. સમિતિનું સ્વરૂપ દર્શાવતાં તેઓ જણાવે છે કે નિર્વિકલ્પ દશા અખંડ ન રહે ત્યારે મન-વચન-કાયાની જે પ્રવૃત્તિ થાય તે સંયમના હેતુએ, સ્વરૂપલક્ષે, જિન-આજ્ઞા આધીન હોય તથા તે પ્રવૃત્તિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જતી સ્થિતિમાં હોય અને અંતે તે પ્રવૃત્તિ બંધ થતાં પોતે નિજસ્વરૂપમાં લીન થાય. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ મુનિચર્યા વિષેની પોતાની ધારણા વ્યક્ત કરતાં શ્રીમદ્ આગળ કહે છે કે પાંચ ઇન્દ્રિયના વિષયમાં રાગ-દ્વેષરહિતપણું વર્તે, પાંચ પ્રકારના પ્રમાદથી મનની અસ્થિરતા થાય નહીં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધ વિના ઉદયાધીનપણે, લોભરહિતપણે વિચરે; ક્રોધ પ્રત્યે ક્રોધસ્વભાવપણું વર્તે, માન પ્રત્યે દીનપણાનું માન વર્તે, માયા પ્રત્યે સાક્ષીભાવની માયા વર્તે, લોભ પ્રત્યે લોભ સમાન થાય નહીં; બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ ન કરે, ચક્રવર્તી વંદન કરે તો પણ માન ન થાય, દેહ છૂટી જાય તો પણ એક રોમમાં પણ માયા ન થાય અને ઉત્કૃષ્ટ પ્રકારની સિદ્ધિઓને ફોરવવાનો કે ઉપયોગ કરવાનો લોભ ન થાય; નગ્નભાવ, મુંડભાવ, અજ્ઞાનતા, અદંતધાવન આદિનું પાલન કરવું તથા કેશ, રોમ, નખ કે અંગની શોભા ન કરવી એ પ્રસિદ્ધ આચારરૂપ દ્રવ્યસંયમ અને ભાવસંયમમય નિર્ગથદશા વ; શત્રુ-મિત્ર, માન-અપમાન, જીવન-મરણ, ભવ-મોક્ષ એ સર્વના સમભાવે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય; સ્મશાનમાં એકલા વિચરતા હોય અથવા પર્વતમાં વિચરતા હોય કે જ્યાં વાઘસિંહનો સંયોગ થઈ જાય તો ત્યાં પણ આસન અડોલ રહે, મનમાં ભય કે ક્ષોભ ઊપજે નહીં, બલ્ક પરમ મિત્રનો યોગ થયો હોય એમ માને; ઘોર તપશ્ચર્યામાં પણ મનમાં ખેદ ઊપજે નહીં અને સરસ આહારથી મનમાં પ્રસન્નતા થાય નહીં, રજકણ કે વૈમાનિક દેવની રિદ્ધિ સર્વેને એકપુદ્ગલરૂપે માને. આ પ્રમાણે મુનિચર્યા આચરવાની ભાવના ભાવી, શ્રીમદ્ ઉત્તરાર્ધમાં તેરમી કડીમાં “આવું' શબ્દનો પ્રયોગ કરી, પોતાને ઉદ્દેશીને ભાવના વ્યક્ત કરે છે કે ઉપર જણાવ્યું તે પ્રમાણે ચારિત્રમોહનો પરાજય કરી, અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે આવું અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થાઉં, જ્યાં શુદ્ધ સ્વભાવનું જ અનન્ય ચિંતન હોય. મોહસ્વયંભૂરમણસમુદ્ર તરીને ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનકે સ્થિતિ કરું કે જેના Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અંતસમયે પૂર્ણ વીતરાગ થઈ નિજ કેવળજ્ઞાનનિધાન પ્રગટ થાય. તેરમા ગુણસ્થાનકે ચાર ઘનઘાતી કર્મ વ્યવચ્છેદ થયાં હોવાથી ભવના બીજનો આત્યંતિક નાશ થયો હોય છે, આત્મપરિણતિની શુદ્ધતા સહિત જીવ સર્વ ભાવનો જ્ઞાતા-દ્રષ્ટા હોય છે અને અનંત વીર્યના પ્રગટવાથી કૃતકૃત્ય થઈ પ્રભુપદે વિરાજિત હોય છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર બાકી રહેલાં કર્મો બળેલી સીંદરીની જેમ આકૃતિ માત્ર રહે છે. આયુષ્ય કર્મ છે ત્યાં સુધી જ દેહમાં રહેવાનું હોવાથી આયુષ્ય પૂર્ણ થયા પછી ફરી દેહ ધારણ કરવાનો રહેતો નથી. ચૌદમું અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત થતાં મન, વચન, કાયા અને કર્મની વર્ગણા એ સકળ પુદ્ગલનો સંબંધ સદાને માટે છૂટે છે. આ દશા મહાભાગ્ય, સુખદાયક તથા પૂર્ણ અબંધ છે. ચૌદમાં ગુણસ્થાનકના છેલ્લા સમયે એક પરમાણુમાત્રની પણ સ્પર્શના હોતી નથી, પૂર્ણકલંકરહિત અડોલ સ્વરૂપ પ્રગટે છે કે જે શુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ, અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત, સહજપદરૂપ છે. પૂર્વપ્રયોગ, બંધ છેદ, તથાગતિ પરિણામ, અસંગતા એ કારણોના યોગે આ આત્મા ઊર્ધ્વગમન કરી સિદ્ધાલયમાં સુસ્થિત થાય છે અને ત્યાં સાદિ-અનંત કાળ સુધી અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત અનંત સમાધિસુખમાં નિમગ્ન રહે છે. આ પદને સર્વજ્ઞ ભગવાન પોતાના કેવળજ્ઞાનમાં જાણે છે, છતાં તેઓ તેને યથાર્થપણે કહી શકતા નથી; તો તે સ્વરૂપને અન્ય કોઈની વાણી શું કહે? તે પદનું જ્ઞાન માત્ર અનુભવગોચર છે. આ કાવ્યનો ઉપસંહાર કરતાં શ્રીમદ્ અંતિમ કડીમાં પ્રકાશે છે કે એ પરમપદની પ્રાપ્તિની તેમણે ભાવના ભાવી છે અને તે કાર્ય અત્યારે ગજા ઉપરાંતનું હોવાથી મનોરથરૂપ છે; તોપણ તેમના મનમાં એ દઢ નિશ્ચય વર્તે છે કે તેઓ પ્રભુની Page #266 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાએ ચાલી તે સ્વરૂપને અવશ્ય પામશે. આમ, સર્વોત્કૃષ્ટ પરમપદપ્રાપ્તિની પ્રભાવશાળી ભાવનારૂપ આ ‘અપૂર્વ અવસર' કાવ્ય શ્રીમદ્ની અત્યુત્તમ, અવિરત, અંતરંગ પુરુષાર્થધારાનું સ્પષ્ટ દિગ્દર્શન કરાવે છે. આ કાવ્ય એવા આત્મિક ઉલ્લાસથી લખાયેલું છે કે તે વાંચનાર-સાંભળનારને પણ ઉલ્લાસ આવે છે. તત્ત્વજ્ઞાનથી ભરપૂર આ કાવ્ય જૈન ધર્મના તથા અન્ય ધર્મોના જિજ્ઞાસુઓમાં ઘણું લોકપ્રિય છે અને તે ઘણાં સ્થળે-પ્રસંગોએ ગવાય છે. મહાત્મા ગાંધીજીને આ કાવ્ય તેની ઉત્તમતાના કારણે ખૂબ પ્રિય હતું. ફિનીક્સ આશ્રમમાં પ્રાર્થનામાં આ કાવ્ય ગવાતું અને ત્યાં તેમણે તેની પ્રત્યેક કડી ઉપર પ્રવચન કર્યાં હતાં. તેમણે આ પદને ‘આશ્રમભજનાવલી'માં પણ સ્થાન આપ્યું હતું. ગાંધીજીએ આ કાવ્યને શ્રીમની દશા સાથે સાંકળતાં લખ્યું છે ૨૧૧ — જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.૧ આ કાવ્યની પ્રત્યેક કડી એટલી સઘન અને અર્થસભર છે કે તેનાથી પ્રભાવિત થઈ મુનિ શ્રી જયવિજયજી, મુનિ શ્રી સંતબાલજી, શ્રી કાનજીસ્વામી, શ્રી નગીનદાસ શેઠ જેવા સમર્થ ચિંતકોએ તેના ઉપર વિસ્તૃત વિવેચન કર્યું છે. વિનોબાજીએ ઈ.સ. ૧૯૧૬માં આ કાવ્ય વાંચ્યું હતું. તેમને તે ખૂબ ગમ્યું હતું અને તેમણે તે કંઠસ્થ પણ કર્યું હતું. તત્ત્વજ્ઞાનગર્ભિત અને આત્મલક્ષોપદેશક આ અલૌકિક કાવ્ય ગુજરાતી કવિતાનું એક અણમોલ રત્ન છે. કાવ્યગુણની દૃષ્ટિએ તે એટલું ઉચ્ચ પ્રકારનું છે કે માત્ર આ એક જ કાવ્ય ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૪૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રીમદે રચ્યું હોત તો પણ તેમને કવિ કહેવા માટે તે પૂરતું હોત. આ કાવ્યની સુંદર ગોઠવણી તથા રચના વિષે મુનિશ્રી સંતબાલજી તેમના ‘સિદ્ધિનાં સોપાન' નામના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે – આગ્રાનો તાજમહેલ જેમ શિલ્પદુનિયાનો અદ્દભુતકળાનમૂનો છે; તેમ આ ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવો આધ્યાત્મિક જગતના આલેશાન મંદિરનો કળાનમુનો છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખું આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલો કેવળ મલીદો છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા જોઈએ પણ જેને પચે એનો બેડો પાર.૧ જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન જડ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન' પંક્તિથી શરૂ થતું, સોરઠાની સોળ પંક્તિમાં રચાયેલું આ કાવ્ય શ્રીમદે વિ.સં. ૧૯૫૬ના કારતક વદ ૧૧ના દિવસે મુંબઈમાં લખ્યું હતું. આ કાવ્યમાં શ્રીમદે જડ અને ચેતન એ બે દ્રવ્ય વચ્ચેના ભેદનું નિરૂપણ કર્યું છે. તેમણે આઠ આઠ પંક્તિઓની બે કડી રચી છે. પ્રથમ કડીમાં તેઓ જણાવે છે કે જડ અને ચૈતન્ય એ બને દ્રવ્યનો સ્વભાવ સાવ જુદો છે એમ સમ્યક્ પ્રતીતિપૂર્વક જેને સમજાય છે, તેને પોતાનું નિજસ્વરૂપ ચેતન છે અને જડ તો સંયોગસંબંધરૂપ છે અથવા તે પરદ્રવ્ય શેય છે એવો અનુભવનો પ્રકાશ પ્રગટે છે અને જડ પદાર્થથી ઉદાસીન થઈ તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની માયા ટાળી, આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સમાયા એવા નિગ્રંથ મહાત્માઓનો પંથ તે સંસારપરિભ્રમણના અંતનો ઉપાય છે. ૧- મુનિ શ્રી સંતબાલજી, ‘સિદ્ધિના સોપાન', પ્રસ્તાવના, પૃ.૬ ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (આંક-૯૦૨). Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ બીજી કડીમાં શ્રીમદ્ દર્શાવે છે કે બહિર્દષ્ટિ જીવોને શરીર અને આત્મા અજ્ઞાન વડે એકરૂપે ભાસે છે અને તેથી ક્રિયાની પ્રવૃત્તિ પણ તેવી જ ભ્રાંતિ સહિત થાય છે. ઉત્પત્તિ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ તે દેહનો સ્વભાવ હોવા છતાં અજ્ઞાનવશે તે આત્માનો સ્વભાવ ગણવામાં આવે છે. એવો જે અનાદિનો દેહ અને આત્માને એકરૂપ માનવાનો મિથ્યાત્વભાવ છે, તે જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે. તે જીવને જડ અને ચૈતન્યનો ભિન્ન સ્વભાવ સ્પષ્ટપણે ભાસે છે અને ક્રમે કરીને મોક્ષપદ પ્રાપ્ત થતાં બન્ને દ્રવ્યો નિજ નિજ રૂપે સ્થિત થાય છે. આમ, પરમ નિગ્રંથમાર્ગની ઉદ્ઘોષણા કરતાં આ કાવ્યમાં સરળ અને સ્પષ્ટ ભાષામાં શ્રીમદે જૈન ધર્મની ઊંડી તત્ત્વવિચારણા રજૂ કરી છે. ઇચ્છે છે જે જોગી જન શ્રીમા અંતિમ સંદેશા તરીકે સુપ્રસિદ્ધ ‘ઇચ્છે છે જે જોગી જન’ શબ્દોથી શરૂ થતું ચૌદ કડીનું કાવ્ય તેમણે પોતાના દેહવિલયના દસેક દિવસ પૂર્વે, વિ.સં. ૧૯૫૭ના ચૈત્ર સુદ ૯ના દિવસે, સ્વહસ્તે ન લખતાં શ્રી ધારશીભાઈ પાસે લખાવ્યું હતું. મુમુક્ષુઓને ભવસાગરમાં દીવાદાંડીની જેમ અપૂર્વ માર્ગદર્શકરૂપ થાય એવા આ કાવ્યમાં શ્રીમદે સાધનામાર્ગનું રહસ્ય પરમ આશયગંભીરતાથી પ્રકાશ્યું છે. શ્રીમદે પોતાના અમૂલ્ય અંતિમ સંદેશામાં સાધ્ય, સાધન, સાધક, સિદ્ધિ એ ચાર બાબતો વિષે સ્પષ્ટતા કરી છે. શ્રીમદ્ જણાવે છે કે જોગી જનો જે અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ આત્મપદને ઇચ્છે છે તે સયોગી જિનને વિષે સદાય પ્રગટપણે પ્રકાશિત છે. આત્મસ્વભાવ અગમ્ય છે, તેથી જિનપદના આધારથી તે શુદ્ધ આત્મસ્વરૂપપદનો પ્રકાર દર્શાવ્યો છે. જિનપદ અને નિજપદની એકતા છે, તેમાં કાંઈ ભેદભાવ નથી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૯-૬૬૦ (આંક-૯૫૪) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આ લક્ષ થવા સુખદાયક એવાં શાસ્ત્ર પ્રબોધ્યાં છે. જિનપ્રવચન એવું તો દુર્ગમ્ય છે કે તેનો પાર પામતાં પ્રખર બુદ્ધિશાળી પણ થાકી જાય છે, તેથી આ શાસ્ત્રોનું રહસ્ય પામવા માટે શ્રી સદ્ગુરુનું પરમ અવલંબન સુગમ અને સુખખાણરૂપ ઉપાય છે. અત્યંત ભક્તિપૂર્વક જિનચરણની ઉપાસના કરવી, મુનિજનોના સત્સંગમાં અતિ રતિ ધરવી, મન-વચન-કાયાના યોગનો યથાશક્તિ સંયમ કરવો, અતિશય ગુણપ્રમોદ ધારવો, અંતર્મુખ યોગ રાખવો. આમ કરનારને શ્રી સદ્ગુરુ દ્વારા જિન દર્શનના અનુયોગનું રહસ્ય પ્રાપ્ત થાય છે. જેમ ભગવાન દ્વારા માત્ર ત્રિપદીનો બોધ થતાં જ ગણધરોને તે ત્રિપદી ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રગટાવવા લબ્ધિવાક્ય થઈ પડતી, તેમ આખો પ્રવચનસમુદ્ર સદ્ગુરુના એક વાક્યના પરમાર્થરૂપ બિંદુમાં ઊલ્લસી આવે છે અને જીવ શાસ્ત્રસમુદ્રનો પાર પામે છે. ત્યારપછી શ્રીમદ્ અપાત્ર, જઘન્ય-મધ્યમ-ઉત્તમ પાત્ર જીવનું સ્પષ્ટ સ્વરૂપ દર્શાવે છે કે જેને મતિના યોગ વિષયવિકાર સહિત રહ્યા છે અને પરિણામની વિષમતા વર્તે છે, તેને સગુરુયોગ મળ્યો હોય તો તે પણ અયોગરૂપ થઈ પડે છે. મંદ વિષય, સરળતા, આજ્ઞા સહિત સુવિચારણા, કરુણા, કોમળતા આદિ ગુણ છે તે પ્રથમ ભૂમિકા છે. શબ્દાદિ વિષય જેણે રોક્યા છે, સંયમસાધનનો રાગ છે અને જેને આત્મા કરતાં જગત ઈષ્ટ નથી, તે મહાભાગ્યવંત મધ્યમ પાત્ર છે. જેને જીવનની તૃષ્ણા નથી અને મરણનો યોગ પ્રાપ્ત થતાં ક્ષોભ નથી તે માર્ગના મહાપાત્ર છે, લોભને જીતનાર પરમ યોગી છે. શ્રીમદ્ આગળ જણાવે છે કે જેમ મધ્યાહ્ન સૂર્ય સમ પ્રદેશમાં આવે છે ત્યારે સર્વ પદાર્થોની છાયા પોતામાં જ સમાઈ જાય છે, તેમ મન આત્માના સ્વભાવરૂપ સમપ્રદેશમાં આવે છે ત્યારે તે મન આત્મામાં જ સમાઈ જાય છે. મોહવિકલ્પથી સમસ્ત સંસાર ઊપજે છે અને અંતર્મુખ અવલોકન Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ કરતાં તે મોહિવકલ્પને અને તેથી સંસારને વિલય થતાં વાર લાગતી નથી. સંસારની ઉત્પત્તિ અને વિલયનો મર્મ ખુલ્લું કરતી, તત્ત્વજ્ઞાનનો અમૂલ્ય ખજાનો ખોલી આપતી રહસ્યચાવી અપૂર્વ તત્ત્વચમત્કૃતિથી દર્શાવી, શ્રીમદ્ આ કાવ્યની ચૂડામણિરત્નરૂપ અંતિમ ચૌદમી કડીમાં જણાવે છે કે અનંત સુખનું ધામ, જેને સંતજનો નિરંતર ઇચ્છે છે અને રાત-દિવસ તેના જ ધ્યાનમાં નિમગ્ન રહે છે, જે પદ સર્વોત્કૃષ્ટ શાંતિરૂપ અનંત સુધારસથી ભરેલું છે, તે સર્વોત્કૃષ્ટ પદને હું પ્રણામ કરું છું. યોગીઓએ વરેલું પસંદ કરેલું એવું તે પરમપદ ત્રિકાળ જયવંત વર્તો!! - આમ, આ કાવ્યમાં શ્રીમદ્નો જ્ઞાનપ્રકાશ નિહાળી શકાય છે અને તેમની ઉચ્ચ આત્મદશાનો ખ્યાલ આવે છે. અપૂર્વ તત્ત્વકળાથી રચેલું આ અર્થગંભીર કાવ્ય જગતમાં જ્ઞાન-ઉદ્યોત રેલાવે છે. અનુપમ સંદેશો આપનાર આ અંતિમ કાવ્યની પ્રત્યેક કડી એકબીજા સાથે સંકળાયેલી હોવા છતાં સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બની શકે તેવી છે. ખરેખર, આ અદ્ભુત કૃતિ શ્રીમદ્દે મુમુક્ષુજનોને આપેલો ભવ્ય ૫રમાર્થવારસો છે. શ્રીમદ્નાં લગભગ બધાં કાવ્યોમાં જૈન તત્ત્વજ્ઞાન નિરૂપાયેલું છે. તે કાવ્યો ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી પ્રત્યેક વખતે નવીનતાનો અનુભવ થાય છે. તેમનાં કાવ્યોમાં તેમના પરમ પ્રજ્ઞાતિશયના ચમત્કારો સર્વત્ર ઝળહળે છે. મોક્ષમાર્ગનો નિર્મળ, શુદ્ધ બોધ અક્ષરે અક્ષરે નિર્ઝરે છે. પરમાર્થ-પુષ્કરાવર્ત મેઘ સમ શ્રીમદે વરસાવેલો ઉપદેશ પરમ પુરુષાર્થપ્રેરક અને અપૂર્વ માર્ગદર્શક છે. શ્રીમદ્નાં કાવ્યોમાં કવિત્વના ચમત્કારો પણ ઠે૨ ઠે૨ જોવા મળે છે. શબ્દોની સ૨ળ ભાવવાહી રચના, ગેય છંદો Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અને ઉચ્ચ કાવ્યત્વની કક્ષાએ પહોંચતી પંક્તિઓ આ આધ્યાત્મિક ગુણવાળાં પદોને સાહિત્યિક દૃષ્ટિએ પણ ઉચ્ચ કક્ષાનાં બનાવે છે. તેમનું લેખન પ્રવાહબદ્ધ છે. એ પ્રવાહ ક્યાંક જોશભેર, તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર ગતિએ વહેતો જાય છે. તેમની રચનાઓમાં અક્ષરમેળ છંદનો ઉપયોગ ભાગ્યે જ થયેલો છે. મુખ્યત્વે દોહરાનો અને ક્વચિત્ અન્ય માત્રામેળ છંદો તથા દેશીઓનો ઉપયોગ થયેલો છે. આ રચનાઓમાં સામાન્ય રીતે અંત્યાનુપ્રાસનો ઉપયોગ થયેલો જોવા મળે છે. સાથે સાથે ક્યારેક ઉપમા, રૂપક આદિ અનેક અલંકારો પણ ઉપયોગમાં લેવાયાં છે. શ્રીમદ્દ્નાં વિશાળ વાંચનનો અને અનુભવના અમૃતનો લાભ આપતી વિવિધ પદ્યરચનાઓ જોતાં એમ લાગે છે કે ઉચ્ચ પ્રકારની નૈસર્ગિક કવિત્વશક્તિ વસ્તુસ્પર્શ તથા અભિવ્યક્તિનું સામર્થ્ય તેમનામાં હતાં. તેઓ મહાજ્ઞાની તથા જૈનધર્મના અનોખા ભાષ્યકાર હોવા સાથે તેમની પ્રકૃતિનો એક ભાગ નિર્વિવાદપણે કવિનો હતો. ‘અપૂર્વ અવસર’ આદિ કાવ્યોની હસ્તલિખિત પ્રતો જોતાં ખ્યાલ આવે છે કે તે કૃતિઓમાં ભાગ્યે જ શાબ્દિક ફેરફાર કરવામાં આવ્યા છે, જે શ્રીમદ્દ્ની પ્રબળ સર્જનપ્રતિભા અને ઉચ્ચતર આધ્યાત્મિક કક્ષા દર્શાવે છે. જેમ શ્રી આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અને ગણિશ્રી દેવચંદ્રજી મહારાજનાં સ્તવનો તથા પદો ભાવની સૂક્ષ્મતા અને ધ્યેયની ઉચ્ચગામિતાના કારણે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડે એવાં છે, એવું જ શ્રીમનાં કાવ્યો વિષે પણ કહી શકાય. *** Page #272 -------------------------------------------------------------------------- ________________ (પ) ભાષાંતરો અને વિવેચનો ભાષાંતરો શ્રીમદ્ગી ગદ્યકૃતિઓમાં જૈન સૂત્રો અને શાસ્ત્રોમાંથી તેમણે કરેલા અનુવાદોનો પણ સમાવેશ થાય છે. તેમણે થોડાઘણા ફેરફાર સાથે ભાષાંતર કર્યું હોવા છતાં મૂળ કૃતિ વાંચતાં હોઈએ તેવી સ્વાભાવિકતા તેઓ લાવી શક્યા છે. તેમણે રત્નકરંડશ્રાવકાચાર'ની ટીકાના અમુક ભાગનો અનુવાદ 'દ્વાદશાનુપ્રેક્ષા' શીર્ષક નીચે, “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનના કેટલાક શ્લોકોનો અનુવાદ “જીવાજીવ વિભક્તિ' શીર્ષક નીચે, “શ્રી દશવૈકાલિક સૂત્ર'ના બે અધ્યયનની કેટલીક ગાથાઓનો અનુવાદ “સંયતિ ધર્મ' શીર્ષક નીચે કર્યો છે. તદુપરાંત તેમણે “જ્ઞાનાર્ણવ'ના કેટલાક શ્લોકોનું, “પંચાસ્તિકાય'નું તથા દ્રવ્યસંગ્રહ'ની કેટલીક ગાથાઓનું ભાષાંતર પણ કર્યું છે. આ ભાષાંતરોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. - દ્વાદશાનુપ્રેક્ષા પ્રસિદ્ધ આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીએ વિક્રમની બીજી સદી આસપાસ “રત્નકરંડશ્રાવકાચાર' નામનો શ્રાવકના આચારોનું નિરૂપણ કરતો સંસ્કૃત ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથ ઉપર વિક્રમની વીસમી સદીમાં પંડિત સુખદાસજીએ હિંદીમાં વિસ્તૃત ટીકા લખી હતી. તેમાં સમ્યક્ત્વનાં આઠ અંગ, બાર ભાવના, સમાધિમરણ વગેરે વિષયોનો સમાવેશ થાય છે. તેમાંથી શ્રીમદે ‘દ્વાદશાનુપ્રેક્ષા' શીર્ષક નીચે બાર ભાવનાઓનું ભાષાંતર કરવાનું શરૂ કર્યું હતું અને અનિત્ય, અશરણ એ બે ભાવનાઓનો સંપૂર્ણ અનુવાદ તથા સંસારભાવનાનો થોડો અનુવાદ કર્યો હતો. આ ભાષાંતરની શરૂઆતમાં બાર ભાવનાઓનાં નામ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૫-૨૨ (આંક-૧૦) Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અને તેનો મહિમા છે. અનિત્યભાવનામાં જીવન, યૌવન, પરિવાર, ઇન્દ્રિયજનિત સુખ આદિની ક્ષણભંગુરતા જુદી જુદી રીતે સમજાવવામાં આવી છે. લક્ષ્મીનો સદુપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. અશરણભાવનામાં કર્મોદયને રોકી શકાતો નથી અને માત્ર વીતરાગભાવ, સમતાભાવ જ શરણરૂપ છે એમ વર્ણવવામાં આવ્યું છે. સંસારભાવનામાં સંસારપરિભ્રમણનું સ્વરૂપ દર્શાવ્યું છે. પછી નરકના વર્ણનમાં નરકની ભૂમિના વર્ણનનો થોડો ભાગ અનુવાદિત કર્યો છે, બાકીના ભાગનો અનુવાદ થયો નથી. શ્રીમદે કરેલો આ અનુવાદ લગભગ શબ્દશઃ છે, પરંતુ વાંચનારને ભાગ્યે જ એમ લાગે કે તે અનુવાદ છે એવી સ્વાભાવિક સરળ ભાષામાં મૂળ લેખકનો વિચારપ્રવાહ વહી રહ્યો હોય તેમ તે લખાયેલ છે. જીવાજીવ વિભક્તિ' શ્રીમદે વીસમે વર્ષે “જીવાજીવ વિભક્તિ' શીર્ષક નીચે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનના પ્રથમ બાર શ્લોકનો અનુવાદ કર્યો છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬માં અધ્યયનમાં જીવ અને અજીવ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. શ્રીમદે કરેલા બાર શ્લોકના અનુવાદમાં લોક-અલોક તથા અજીવના રૂપી અને અરૂપી ભેદનું વર્ણન આવે છે. તે પછી અજીવનાં લક્ષણો તથા જીવ વિષેની માહિતી આપતા બાકીના શ્લોકનો અનુવાદ થયો નથી. આ અનુવાદ જેટલો થયો છે તેટલો લગભગ શબ્દશઃ છે. સંયતિ ધર્મર શ્રીમદે વિ.સં. ૧૯૪૫ના વૈશાખ માસમાં ૨૨મે વર્ષે “શ્રી દશવૈકાલિક સૂત્ર'ના ચોથા અધ્યયનની ગાથા ૧ થી ૨૪નું તથા ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૬૪ (આંક-૨૪) ૨- એજન, પૃ.૧૮૫-૧૮૭ (આંક-૬૦) Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ છઠ્ઠા અધ્યયનની ગાથા ૯ થી ૩૬નું “સંયતિ ધર્મ' શીર્ષક નીચે ભાષાંતર કર્યું હતું. શ્રીમદે ચોથા અધ્યયનના કરેલા ભાષાંતરમાં યત્ના, સંયમ, જીવાજીવનું સ્વરૂપ જાણવાથી માંડીને સિદ્ધદશા સુધીના વિકાસક્રમ આદિનું વર્ણન છે. છઠ્ઠા અધ્યયનના ભાષાંતરમાં મુનિએ પાળવા યોગ્ય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહના આચારો; રાત્રિભોજનત્યાગની આવશ્યકતા તથા પૃથ્વીકાય, જળકાય અને અગ્નિકાય જીવોની રક્ષાનું નિરૂપણ છે. મૂળ અર્ધમાગધી ભાષામાં જે રહસ્ય છે, તે ટૂંકામાં તેવી જ ગંભીર ભાવદર્શક રહસ્યાત્મક ભાષામાં, વાંચનારને મૂળ ગાથાઓની આપોઆપ સ્મૃતિ થાય તેવી રીતે ગુજરાતીમાં ભાષાંતર થયું છે. શાસ્ત્રની સૂત્રાત્મક શૈલી સાચવીને, પરમાર્થ ઉપર લક્ષ રાખીને સંથકારના હૃદયની વાત આલેખવાની શ્રીમની શૈલી પ્રશંસનીય છે. જ્ઞાનાર્ણવના કેટલાક શ્લોકોનો અનુવાદ આચાર્યશ્રી શુભચંદ્રજીએ સંસ્કૃત ભાષામાં જ્ઞાનાર્ણવ' નામનો ગ્રંથ લખ્યો હતો. વિ.સં. ૧૯૪૬માં શ્રીમદે આ ગ્રંથના ત્રીજા પ્રકરણના શ્લોક ૧ થી ૧૨નો શબ્દશ: અનુવાદ કર્યો હતો. શ્રીમદે કરેલા ૧૨ શ્લોકના અનુવાદમાં મનુષ્યજન્મની દુર્લભતા તથા મહત્તા, ધર્માદિ ચાર પુરુષાર્થમાં મોક્ષપુરુષાર્થની ઉત્કૃષ્ટતા, મોક્ષનું સ્વરૂપ, મોક્ષનું સાધન, ધ્યાનનો ઉપદેશ આદિ વિષયોનું નિરૂપણ છે. વાંચનારને મૂળ શ્લોકોનો અર્થ સરળતાથી સમજાઈ જાય તેવો સુંદર અનુવાદ શ્રીમદે કર્યો છે. પંચાસ્તિકાયનો અનુવાદ અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. આકાશના જેટલા ભાગને એક પુદ્ગલપરમાણુ રોકે તેટલા ભાગને પ્રદેશ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૨૯-૨૧૦ (આંક-૧૦૨) ૨- એજન, પૃ.૫૮૬-પ૯૫ (આંક-૭૬૬). Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કહે છે. અનેક પ્રદેશાત્મક દ્રવ્ય અર્થાત્ અસ્તિકાય પાંચ છે - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ. આ પાંચે દ્રવ્યોને પંચાસ્તિકાય કહે છે. દ્રવ્યાનુયોગના પરમાર્થરંગથી રંગાયેલા શ્રીમદે વિ.સં. ૧૯૫રના શ્રાવણ માસમાં પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવતાં ત્રણેક પત્રો લખ્યા હતા. વિ.સં. ૧૯૫૩માં શ્રીમદે આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત પ્રસિદ્ધ ગ્રંથ “પંચાસ્તિકાય'ના બને અધ્યાયનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. પ્રથમ અધ્યાયમાં ૧૦૪ ગાથા અને દ્વિતીય અધ્યાયમાં ૬૯ ગાથા એમ કુલ ૧૭૩ ગાથામાંથી ૧૬ ગાથાનો અનુવાદ મળતો નથી. પહેલાં અધ્યાયમાં મંગલાચરણ, દ્રવ્યનું લક્ષણ, દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ, પાંચ અસ્તિકાયનું સ્વરૂપ, જીવ-કર્મનો સંબંધ આદિનું નિરૂપણ છે. બીજા અધ્યાયમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ, નવ તત્ત્વ, જીવના પ્રકાર આદિનું નિરૂપણ છે. શ્રીમદે ક્યારેક ‘પંચાસ્તિકાય'ની મૂળ ગાથાઓનો ભાવાનુવાદ કર્યો છે. આ અનુવાદ કરતી વખતે ક્યારેક એક વાત બે ગાથા સુધી ચાલતી હોય તો તેમણે તે બન્ને ગાથાનો સાથે અનુવાદ આપ્યો છે. શ્રીમન્ને વિશ્વતત્ત્વો વિષેનો બોધ હૃદયગત થયો હોવાથી તેમનો અનુવાદ મૂળ કૃતિ જેવો સફળ બન્યો છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રકારે આ અનુવાદ લખાયો છે. જેમને ભાષા ઉપરનું પ્રભુત્વ, વિષયનું સ્વામિત્વ અને ભાવનું પૂર્ણત્વ છે એવા શ્રીમદે, મૂળ લખાણ છે કે અનુવાદ, તેની ખબર ન પડે એવા અનુવાદનો આદર્શ નમૂનો રજૂ કર્યો છે. આ અનુવાદ શ્રીમદ્ભો આચાર્યશ્રી કુંદકુંદદેવ અને તેમના મહાન ગ્રંથ પ્રત્યેનો પરમ પ્રેમ દર્શાવે છે. દ્રવ્યસંગ્રહની કેટલીક ગાથાઓનું ભાષાંતર વિ.સં. ૧૯૫૩માં શ્રીમદે સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રકૃત ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૮૪-૫૮૫ (આંક-૭૬૧) Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૧ ‘દ્રવ્યસંગ્રહ’ની ૫૮ ગાથામાંથી ૩૧મી ગાથાથી ૪૯મી ગાથા સુધીનું સુસંબદ્ધ ભાષાંતર કર્યું હતું. આ ગાથાઓમાં આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદે આ અનુવાદ સરળ, ભાવવાહી અને સ્વાભાવિક ભાષામાં કર્યો છે, જે શ્રીમની અનુવાદક તરીકેની શક્તિઓનો પરિચય કરાવે છે. ગ્રંથકારે જે ભાવ દર્શાવવા ગાથાઓ લખી છે, તે જ ભાવ સ્પષ્ટ રીતે પ્રગટ થાય તેમ શ્રીમદે સુંદર ભાષામાં અનુવાદ કર્યો છે. આમ, “પંચાસ્તિકાય'ના અનુવાદ સિવાય શ્રીમદે કરેલા અન્ય અનુવાદો પૂર્ણ સ્વરૂપમાં મળતા નથી. જો કે “પંચાસ્તિકાય'ની પણ કેટલીક ગાથાઓનો અનુવાદ ઉપલબ્ધ નથી, તે દૃષ્ટિએ તેમણે કરેલો એક પણ અનુવાદ સંપૂર્ણ રૂપમાં પ્રાપ્ત નથી. તેમણે કરેલ અનુવાદનું કાર્ય જોતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે જો તેમણે તે તે ગ્રંથોનો પૂર્ણ અનુવાદ કર્યો હોત તો ઘણું ઉપકારી કાર્ય થાત. અનુવાદમાં મૂળ ગ્રંથ જેટલી જ વિશદતા છે અને તે બધાં અનુવાદકાર્યોમાં તેમની અનુવાદક તરીકેની કુશળતા જોવા મળે છે. સંસ્કૃત, અર્ધમાગધી, હિંદી અને ગુજરાતી ભાષાઓ ઉપરનું તેમનું પ્રભુત્વ અને શબ્દસંયોજનની તેમની કળા ખરેખર સર્વોત્તમ છે. વિવેચનો શ્રીમદે કરેલાં વિવેચનોમાં “સ્વરોદય જ્ઞાન' ઉપરની અપૂર્ણ ટીકા, ‘નવતત્ત્વ પ્રકરણની એક ગાથા ઉપરની ટીકા, જીવતત્ત્વસંબંધી વિચાર', ‘સમયસારનાટક’ની કેટલીક ગાથાઓનું વિવેચન, “આઠ યોગદૃષ્ટિની સક્ઝાય'માંથી લીધેલી કડીની સમજૂતી તથા “આનંદઘનચોવીસી'ના અપૂર્ણ વિવેચનનો સમાવેશ થાય છે. આ વિવેચનોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સ્વરોદય જ્ઞાન ઉપરની ટીકા` શ્રીમદ્દ્ની અધ્યાત્મવૃત્તિના કારણે તેમની અભિરુચિ સહેજે આધ્યાત્મિક પુરુષોનાં વચનો પ્રત્યે પ્રવર્તતી હતી. તેમણે વિ.સં. ૧૯૪૩ના કારતક માસમાં શ્રી ચિદાનંદજી મહારાજે લખેલા ‘સ્વરોદય જ્ઞાન’ના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખી હતી, જે અપૂર્ણ મળે છે. તેમણે પ્રસ્તાવનામાં અર્ધ હિંદી તથા અર્ધ ગુજરાતી ભાષામાં લખાયેલા ‘સ્વરોદય જ્ઞાન'ની રચના પાછળનો શ્રી ચિદાનંદજી મહારાજનો હેતુ બતાવ્યો છે અને તે પછી ચિદાનંદજી મહારાજના જીવનની ટૂંકી રૂપરેખા તથા તેમની ઉચ્ચ આત્મદશાનું વર્ણન કર્યું છે. આ રૂપરેખા અપૂર્ણ મળે છે. વળી, જેટલા દોહરા વિષે લખાણ મળે છે તે પણ સળંગ નથી. જે દોહરા વિષે લખાણ મળે છે તેમાંથી કેટલાક શરૂઆતના ભાગના છે, કેટલાક મધ્ય ભાગના છે, તો કેટલાક અંત તરફના છે. તેથી આ ટીકા તેમણે સાદ્યંત લખી હશે કે કેમ તેનો ખ્યાલ આવી શકતો નથી. શ્રીમદે શરૂઆતમાં બે દોહરાનો શબ્દાર્થ સમજાવ્યો છે. પછીના દોહરામાં ભાવાર્થ આપ્યો છે. જે રીતે દોહરાનો મર્મ પ્રકાશવામાં આવ્યો છે તે ઉપર વિચારતાં એમ લાગે છે કે જો શ્રીમદ્નું વિવેચન પૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત થયું હોત તો સ્વરોદય જ્ઞાન' ગ્રંથના અભ્યાસમાં તે વિવેચન ખૂબ ઉપયોગી થઈ શક્યું હોત. જીવતત્ત્વસંબંધી વિચાર ‘નવતત્ત્વ પ્રકરણ'ની ત્રીજી ગાથા ઉપર શ્રીમદે વીસમા વર્ષે ‘જીવતત્ત્વસંબંધી વિચાર' એ શીર્ષક નીચે ટીકા લખી છે, g અપૂર્ણ છે. તે ગાથામાં જીવના પ્રકાર બતાવવામાં આવ્યા છે જીવો ચેતનરૂપે એક પ્રકારના, ત્રસ અને સ્થાવરરૂપે બે પ્રકારના, વેદરૂપે ત્રણ પ્રકારના, ગતિના ભેદ વડે ચાર પ્રકારના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૫૯-૧૬૩ (આંક-૨૨) ૨- એજન, પૃ.૧૬૩-૧૬૪ (આંક-૨૩) Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પ્રકારના, ઇન્દ્રિયના ભેદ વડે પાંચ પ્રકારના અને કાયાના ભેદ વડે છ પ્રકારના છે. શ્રીમદે આ ટીકામાં જીવના કઈ અપેક્ષાથી કેટલા ભેદ થાય છે તે અનુક્રમે ચાર પ્રકાર સુધી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર અને પ્રવાહી ભાષામાં બતાવ્યું છે અને તે પછી ટીકા અપૂર્ણ રહેલી છે. ૧ સમયસારનાટકની ગાથાઓની સમજણ શ્રીમા પત્રોમાં ‘સમયસારનાટક'ની કેટલીક ગાથાઓના રહસ્યની સમજૂતી જોવા મળે છે. તેમણે શ્રી સૌભાગ્યભાઈ ઉપરના એક પત્ર(પત્રાંક-૩૧૭)માં ‘સમયસારનાટક'ના કર્તાકર્મક્રિયાદ્વારની ૧૦મી ગાથા સમજાવી છે. દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ ઉદ્ઘોષતી આ ગાથાના વિવેચનમાં તેમણે વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે, એક પરિણામ બે દ્રવ્ય ન કરી શકે, એક દ્રવ્ય બે પરિણામે પરિણમી ન શકે, એક ક્રિયા બે દ્રવ્ય ન કરી શકે, બે ક્રિયા એક દ્રવ્ય ધારણ ન કરી શકે, જીવ અને પુદ્ગલ બન્ને એકક્ષેત્રાવગાહી છે પણ તે બન્નેમાંથી કોઈ પોતપોતાનું રૂપ છોડે નહીં, જડ પરિણામનો કર્તા પુદ્ગલ છે, ચિદાનંદ આત્મા ચેતનસ્વભાવ આચરે છે. દ્રવ્યસ્વતંત્રતાની ગહન વાતો શ્રીમદે ટૂંકામાં સ્પષ્ટપણે સમજાવી છે. વિ.સં. ૧૯૪૯ના ચૈત્ર માસના શ્રી સૌભાગ્યભાઈ ઉપરના એક પત્ર(પત્રાંક-૪૩૮)માં શ્રીમદ્દે ‘સમયસારનાટક'ની ઉત્થાનિકાની ૨૬મી ગાથાનું વિવેચન કર્યું છે. તેમાં તેમણે જીવનાં સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા અને ચૈતન્યતારૂપ લક્ષણોની સરળ ભાષામાં વિસ્તારથી સમજણ આપી છે. આ ઉપરાંત તેમણે વિ.સં. ૧૯૪૮ના મહા મહિનાના શ્રી સૌભાગ્યભાઈ ઉપરના એક પત્ર(પત્રાંક-૩૨૮)માં ‘સમયસારનાટક'ના સર્વવિશુદ્ધિદ્વારની ૧૦૯મી ગાથા અને વિ.સં.૧૯૫૩ના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૧-૩૧૩, ૩૧૬, ૩૬૭૩૬૯, ૬૦૫ (આંક-૩૧૭, ૩૨૮, ૪૩૮, ૭૮૧) Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જેઠ મહિનાના એક પત્ર(પત્રાંક-૭૮૧)માં ‘સમયસારનાટક’ના બંધદ્વારની ૧૯મી ગાથાનો અર્થ પણ સમજાવ્યો છે. આઠ યોગદૃષ્ટિની સજ્ઝાયની કડીનું વિવેચન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે લખેલી ‘આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય' અંતર્ગત છઠ્ઠી દૃષ્ટિની છઠ્ઠી કડી ‘મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કર્યંત; તેમ શ્રુતધર્મે રે મન દેઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત'નું વિવેચન શ્રીમદે વિ.સં. ૧૯૪૮ના શ્રાવણ માસના ત્રણ પત્રોમાં કર્યું છે. તેમાં તેમણે વિસ્તારથી સમજાવ્યું છે કે ઘર સંબંધી બીજાં કાર્ય કરતાં જેમ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના ભરતારમાં લીન રહે છે, તેમ સંસારનાં અન્ય કાર્યો કરતાં પણ સમ્યગ્દષ્ટિ જીવનું ચિત્ત જ્ઞાની સંબંધી જે ઉપદેશધર્મ શ્રવણ કર્યો છે તેને વિષે લીનપણે વર્તે છે. તેમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આપેલ પતિવ્રતા સ્ત્રીના દૃષ્ટાંતને એટલી સુંદર રીતે સમજાવ્યું છે કે તે દ્વારા સિદ્ધાંતનું માહાત્મ્ય સચોટપણે સમજાય છે અને વાંચનારના હૃદયમાં તેની અચળ છાપ પડે છે. શ્રીમદે ભક્તિપ્રધાન દશાએ વર્તવાના લાભ પણ સમજાવ્યા છે. અહીં શ્રીમની અસાધારણ વિવેચનશક્તિનો પરિચય મળે છે. આનંદઘનચોવીસીનું અંશતઃ વિવેચન શ્રી આનંદઘનજી મહારાજે ચોવીસ તીર્થંકરની સ્તવનારૂપે ચોવીસી રચી છે. વિ.સં. ૧૯૫૩માં તે ચોવીસીનાં સ્તવનોમાં રહેલું રહસ્ય વિસ્તારપૂર્વક જણાવવાની શ્રીમદે શરૂઆત કરી હતી. તેમણે પ્રથમ બે સ્તવનનાં અધૂરાં, પરંતુ મનોહર અને તલસ્પર્શી વિવેચન કર્યાં છે. ચોવીસીમાં મંગલપ્રવેશ કરાવનારા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૩૯-૩૪૨ (આંક-૩૯૪, ૩૯૫, ૩૯૬) ૨- એજન, પૃ.૫૭૦-૫૭૫ (આંક-૭૫૩) ર Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ પ્રાસ્તાવિક લખાણમાં તેમણે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ, અહંત ભગવાનનું સ્વરૂપ તથા તેમનું વિશેષ ઉપકારીપણું, ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનના લાભ આદિનું વર્ણન કર્યું છે. વીતરાગભક્તિનો મહાન પરમાર્થ-આશય પ્રકાશનાર આ પ્રાસ્તાવિક લખાણ અપૂર્ણ રહેલું છે. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનું સ્તવન શ્રીમદે વીતરાગ સ્તવના' શીર્ષક નીચે સમજાવ્યું છે. તેમાં શ્રી ઋષભજિન જ સાચા પતિ છે, પતિનો વિયોગ ન થાય તે અર્થે કરવામાં આવતા ઉપાય, આત્મ-અર્પણતા કપટરહિત થવી જોઈએ, ચિત્તપ્રસન્નતા ઉત્કૃષ્ટ પૂજા છે આદિની સમજણ આપી છે. આ સ્તવનની બીજી કડીની સમજૂતી જોવા મળતી નથી. બીજા સ્તવનની બે કડીઓ તેમણે સમજાવી છે, જેમાં શ્રી અજિતનાથ ભગવાનના નામનો અર્થ, પુરુષાર્થરહિત હોવાથી પોતાના “પુરુષ' નામની અયથાર્થતા, મોક્ષમાર્ગ પામવા માટે દિવ્ય નેત્રની આવશ્યકતા આદિ દર્શાવ્યાં છે. આ મનનીય વિવેચનની ભાષા વિનયપૂર્ણ અને ભાવવાહી છે. શ્રીમદે આ વિવેચન એટલું સરળ અને સચોટ કર્યું છે કે એમ લાગ્યા વિના રહેતું નથી કે જો તેમણે આનંદઘનચોવીસીનું પૂર્ણ વિવેચન કર્યું હોત તો એક બહુમૂલ્ય ગ્રંથની જગતને ભેટ મળી હોત. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે – કોઈ મહા બુદ્ધિશાળી ભવ્ય જીવને સ્તવનોનું વિવેચન લખવું હોય તો આદર્શરૂપ આ બંને સ્તવનોનું વિવેચન છે. શ્રી આનંદઘનજીના હૃદયમાં રહેલા અપ્રગટ વિચારો ઉકેલવાની કળા એ વિવેચનોમાં વાંચનારને ચકિત કરી નાખે તેવા રૂપે પ્રગટ પ્રદર્શિત થયેલી છે.૧ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, “શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા', આઠમી આવૃત્તિ, પૃ.૨૦૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આમ, શ્રીમદે કરેલાં પરમાર્થગંભીર વિવેચનો ગુણની દૃષ્ટિએ એટલાં મહત્ત્વનાં છે કે કોઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. વિવેચનોમાં તેમનું ગદ્ય ઉપરનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાય છે. ભાષા સરળ છે અને કર્તાએ મૂકેલ ગૂઢ રહસ્યને તેમાં સ્ફુટ કરવામાં આવ્યું છે. આ વિવેચનો જોતાં વસ્તુને ઊંડાણથી સમજાવવાની શ્રીમદ્દ્ની અસાધારણ શક્તિનો પરિચય થાય છે અને તેમની આધ્યાત્મિકતામાંથી તે જન્મ્યાં હોય એવી પ્રતીતિ થાય છે. * * * Page #282 -------------------------------------------------------------------------- ________________ (૯) સ્વતંત્ર લેખો શ્રીમદે કેટલાક ગદ્યલેખો લખ્યા છે, જેમાંના લગભગ બધા કાં અપૂર્ણ રહ્યા છે, કાં અપૂર્ણ મળે છે. તેમણે ‘મુનિસમાગમ', ‘જૈનમાર્ગ વિવેક', ‘મોક્ષસિદ્ધાંત' વગેરે શીર્ષક સાથેના લેખો લખ્યા છે. તથા કેટલાક શીર્ષક વિનાના લેખો પણ લખ્યા છે. આ લેખોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. ‘મુનિસમાગમ’૧. એ શ્રીમ ્નો સત્તરમા વર્ષ પહેલાં લખાયેલો અપૂર્ણ ગદ્યલેખ છે, જેમાં કથાતત્ત્વ જોવા મળે છે. આ લેખમાં તેમણે કથા દ્વારા બોધ આપ્યો છે. તેમાં ઉજ્જયિની નગરીનો રાજા ચંદ્રસિંહ જૈન ધર્મ તરફ પોતે કઈ રીતે વળે છે તેનો વૃત્તાંત એક મુનિ સમક્ષ કહી બતાવે છે. તે રાજાએ એક પછી એક અનેક ધર્મોનું અવલોકન કર્યું હતું, પરંતુ કેટલાંક કારણોથી પ્રત્યેક ધર્મમાંથી તેની શ્રદ્ધા ઊડી ગઈ હતી. જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ ઉપર તેનો ભાવ ચોંટ્યો ન હતો અને વિવિધ કલ્પનાતરંગોથી તે નાસ્તિક બની ગયો હતો. તેને જેમ રુચ્યું તેમ તે વર્તવા માંડ્યો હતો. અનેક પ્રકારનાં પાપકર્મ તેણે આચર્યાં હતાં. એક દિવસ તે એક હરણનો શિકાર કરવા તેની પાછળ પડ્યો હતો. ત્યાં તેનો ઘોડો લથડતાં તે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. તે એવી વિચિત્ર હાલતમાં ફસાઈ ગયો હતો કે જો તે ઘોડા ઉપર પાછો ચઢવા જાય તો તેની જ તલવાર તેને ગરદનમાં વાગે. નીચે દૃષ્ટિ કરતાં તેને એક કાળો ભયંકર નાગ દેખાયો અને સામે દૃષ્ટિ કરતાં તેને એક વિકરાળ સિંહ દેખાયો. આમ તે બધી બાજુએથી મોતના પંજામાં ફસાઈ ગયો હતો. બચવાની કોઈ તક ન જણાતાં તેને પશ્ચાત્તાપ થયો હતો અને તે પવિત્ર જૈન ધર્મના ચિંતનમાં ઊતરી પડ્યો હતો. જૈન ધર્મના અભયદાન, તપ, ભાવ, બ્રહ્મચર્ય, સંસારત્યાગ, સુદેવભક્તિ, ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૨-૨૮ (આંક-૧૧) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નિઃસ્વાર્થ ગુરુ, કર્મ, સમ્યગ્દષ્ટિ વગેરે અંગેના નિર્મળ સિદ્ધાંતોનું મનન કરતાં તેને તે સિદ્ધાંતો સંસારમાર્ગ અને મુક્તિમાર્ગ બન્ને પક્ષે શ્રેયસ્કર લાગ્યા હતા અને પછી તેણે ‘નવકાર સ્તોત્ર’ને સંભાર્યો હતો. તેને વૈરાગ્યવાન અને જૈનધર્માસ્તિક થયેલો જોઈને નાગે તેને જીવતો જવા દીધો હતો. જીવનદાન આપનાર જૈન ધર્મનો ઉપકાર માની તે સુંદર બાગમાં બિરાજમાન મુનીશ્વરનાં દર્શન કરવા ગયો હતો અને જૈન ધર્મનો અનુપમ બોધ આપવા વિનંતી કરી હતી. તે પછીથી લેખ અપૂર્ણ રહ્યો છે. આ લેખમાં શ્રીમદે જૈન ધર્મના સિદ્ધાંતોનો બોધ કથાના સ્વરૂપમાં આપ્યો હોવાથી વાચક માટે તે રોચક બને છે. ‘જૈનમાર્ગ વિવેક’૧ નામના ૮-૧૦ પંક્તિ પછી અપૂર્ણ રહેલ લેખમાં શ્રીમદે જૈન માર્ગનું નિરૂપણ કર્યું છે. તેમાં જીવ અને અજીવ એ બે તત્ત્વોનું અસ્તિત્વ સ્પષ્ટતાથી જણાવ્યા પછી જીવતત્ત્વ વિષેની વિચારણા રજૂ કરી છે. ‘મોક્ષસિદ્ધાંત’૨ નામના અપૂર્ણ લેખમાં તેમણે શાસ્ત્રકારોની શૈલી પ્રમાણે આદિમાં પ્રયોજન, સંબંધ, અભિધેય પ્રકાશી, વીતરાગપ્રવચનને તથા પંચ પરમેષ્ઠીને ભાવપૂર્ણ નમસ્કાર કરી, તીર્થંકરોના ઉપકારોને સંભાર્યા છે. તે પછી શ્રી મહાવીર ભગવાનપ્રણીત માર્ગની વર્તમાન પરિસ્થિતિ તથા મતમતાંતરની વિચારણા કરી છે અને પ્રવર્તી રહેલા તુચ્છ મતભેદો પ્રત્યે સાચી શાસનદાઝથી ખેદ દર્શાવી, આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ‘દ્રવ્યપ્રકાશ’ૐ નામના અપૂર્ણ લેખમાં તેમણે ‘દ્રવ્યસંગ્રહ'માં નિરૂપિત ત્રણ વિભાગનું સંક્ષેપમાં દિગ્દર્શન કર્યું છે, ષદર્શન વિષે સંક્ષેપમાં લખ્યું છે અને પંચાસ્તિકાય’ના અમુક ભાગની ટૂંકાણમાં વિચારણા કરી છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૮૦ (આંક-૭૫૬) ૨- એજન, પૃ.૫૮૦-૫૮૨ (આંક-૭૫૭) ૩- એજન, પૃ.૫૮૨ (આંક-૭૫૮) Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં કેટલાક શીર્ષક વિનાના લેખો પણ મળે છે. આંક ૭૫૫ તરીકે છપાયેલ લેખમાં દુઃખ, દુઃખનું કારણ, દુઃખક્ષયનો ઉપાય, સમ્યગ્દર્શનની મુખ્યતા, મહાત્માઓના યોગની દુર્લભતા, તેમના નિત્ય સંગ માટે સર્વસંગત્યાગ અને ન બને તો દેશયાગ, વીતરાગધ્રુતનો ઉપકાર, દ્વાદશાંગી, મતભેદ, વીતરાગદર્શનની ઉત્તમતા આદિ વિષે તલસ્પર્શી વિચારણા છે. તે પછી લેખ અપૂર્ણ રહ્યો છે. આ અપૂર્ણ લેખ પણ દુઃખનિવૃત્તિઉપાયરૂપ અનન્ય વીતરાગમાર્ગની દિશાનું દર્શન કરાવવાને પર્યાપ્ત છે. આંક ૭૫૯ના અપૂર્ણ લેખમાં પ્રાણીમાત્રના દુઃખમુક્તિના પ્રયત્ન, તે પ્રયત્નોની નિષ્ફળતા અને તેનું કારણ તથા છ કાયના જીવોનું વર્ણન છે. આંક ૭૬૦ના લેખમાં જીવલક્ષણ, સંસારી તથા સિદ્ધ જીવ અને કર્મ વિષે; આંક ૭૬૨ના લેખમાં મોક્ષ, મોક્ષમાર્ગ, રત્નત્રય આદિ વિષે; આંક ૭૬૩ના લેખમાં ધ્યાન, નિર્જરા આદિ વિષે; આંક ૭૬૪ના લેખમાં દેવ-ગુરુ-ધર્મ, ચાર અનુયોગ વિષે અને આંક ૭૬૫ના લેખમાં અતિ સંક્ષિપ્ત મુદ્દાઓનું લખાણ છે. આ મુદ્દાઓ ઉપરથી તેમણે ગ્રંથ લખવાની યોજના કરી હોય એમ અનુમાન કરી શકાય છે. - શ્રીમના આ લેખોમાં અર્થગંભીર વિચારણા થયેલી છે. એમાં કથાતત્ત્વ આદિ જોવા મળતાં નથી. જેમ જેમ શ્રીમની ઉદાસીનતા વધતી ગઈ હતી, તેમ તેમ તેમનાં લખાણમાંથી કથાતત્ત્વાદિ લુપ્ત થતાં ગયાં હતાં અને લેખો અપૂર્ણ રહેવા લાગ્યા હતા. કોઈ સમયે ચાલુ કરેલો લેખ છોડી દેવાતો અને પછી તે પૂરો ન થતો, ત્યાં વળી બીજો વિકલ્પ આવે ત્યારે બીજો લેખ શરૂ થતો, તેવું ઘણી વાર બનતું; અને તેથી ઘણી ગદ્યકૃતિઓ અપૂર્ણ રૂપમાં જ ઉપલબ્ધ થાય છે. આમ, વિ.સં. ૧૯૫૩ની સાલમાં કોઈ મોટા ગ્રંથના પ્રયોગાત્મક કે પ્રારંભિક સ્વરૂપ જેવા લેખો જોઈ શકાય છે, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પરંતુ તે પ્રયાસો પ્રાયઃ અપૂર્ણ રહેલા છે. તેમ થવામાં તેમની ઉદાસીનતા, બાહ્ય પ્રવૃત્તિ ઈત્યાદિ કારણભૂત બન્યાં હોય એમ અનુમાન થઈ શકે છે. આ લેખોમાં દ્રવ્યાનુયોગના ગહન વિષયની અને મોક્ષમાર્ગ વિષેની મીમાંસા જોવા મળે છે. જો આ લેખો પૂર્ણ થયા હોત તો મોક્ષમાર્ગના પિપાસુઓને પરમ ઉપકારભૂત થાત. Page #286 -------------------------------------------------------------------------- ________________ (૭) સ્વતંત્ર બોધવચનમાળાઓ શ્રીમદે પુષ્પમાળા', “બોધવચન', “મહાનીતિ', “વચનામૃત' વગેરે જુદાં જુદાં શીર્ષક નીચે લગભગ ૧૧૧૬ જેટલાં નીતિવચનો લખેલાં છે. તેમાં આચાર, વિચાર, નીતિ, સરળતા, વિવેક આદિ વિષયો ઉપરનું તેમનું ચિંતન જોવા મળે છે. તેમાંનાં કેટલાંક વચનો શિખામણરૂપે છે, કેટલાંક બોધરૂપે છે, તો કેટલાંક વ્યાખ્યારૂપે છે. તે સર્વમાં શ્રીમનો ધર્મનો રંગ પ્રગટ થાય છે. આ બોધવચનમાળાઓનું સંક્ષેપમાં અવલોકન કરીએ. પુષ્પમાળા શ્રીમદે સત્તરમા વર્ષ પૂર્વે ૧૦૮ સૂત્રોથી ગૂંથેલી - ૧૦૮ મણકા પરોવેલી મંગલમયી “પુષ્પમાળા'નું સર્જન કર્યું છે. તેમાં જીવનમાં ઉપયોગી થાય એવા ૧૦૮ સુવાક્યો આપવામાં આવ્યાં છે. ધર્મ, દયા, પવિત્રતા, ન્યાયસંપન્નતા, સુનીતિ, ભક્તિ, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, પશ્ચાત્તાપ, સહનશીલતા, વ્યસનમુક્તિ, પાપભીરુતા, સદાચાર, સમયની અમૂલ્યતા, સરળતા, મિતાહાર, વૈરત્યાગ, નિરભિમાનતા, ગુરુ આદિનું બહુમાન, આત્મનિરીક્ષણ, દોષનિવૃત્તિ આદિ વિવિધ વિષયોને સૂત્રિત કરતી, સુંદર સુમધુર શિષ્ટ ભાષામાં ગૂંથેલી આ સૂત્રમય ‘પુષ્પમાળા' પુષ્પની જેમ શીલસૌરભથી મઘમઘે છે. શ્રીમદે તેમાં પ્રાતઃકાળથી માંડી શયનકાળ પર્વતની સંપૂર્ણ દિનચર્યાનું અનુપમ વિધાન કર્યું છે. તેમણે “આજનો દિવસ સુયોગ્ય રીતે પસાર થાય તે અર્થે સુંદર વિચારો દર્શાવ્યા છે. * શ્રીમદે જુદી જુદી કક્ષાઓના માનવની શી ફરજ છે તે પણ બતાવ્યું છે. તેમણે ત્યાગી, રાજા, વકીલ, શ્રીમંત, બાલ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કવિ, ભાગ્યશાળી, ધર્માચાર્ય, અનુચર, દુરાચારી, કારીગર, અધિકારી - એમ સર્વ કોઈને ઉદ્દેશીને સમુચિત ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩-૮ (આંક-૨) Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ બોધરૂપ માર્ગદર્શન આપ્યું છે. પુષ્પમાળાનાં સૂત્રાત્મક વાક્યો વાંચનારને પોતાના કર્તવ્યના વિચારમાં પ્રેરે તેવાં છે. વાંચનારની વિચારશક્તિ ખીલવી, શબ્દસમૂહ પાછળ રહેલા પરમાર્થના પ્રદેશમાં પ્રવેશ કરવાની પ્રેરણા કરે એવાં, તીક્ષ્ય બાણની પેઠે ઊંડાં ઊતરી જાય એવાં તે વાક્યો છે. તેથી અક્ષરે અક્ષરે સુભાષિતમયી આ પવિત્રતાનાં પુષ્પોથી ગૂંથાયેલી “પુષ્પમાળા' આબાલવૃદ્ધ સર્વ કોઈને પ્રાત:કાળે, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ ફરી ફરી ફેરવવા જેવી, મનન કરવા જેવી છે. આટલી નાની ઉંમરે સરળ ભાષામાં વિશદપણે મૂકાયેલા આટલા પ્રૌઢ, પરિપક્વ વિચારો શ્રીમદ્ભી પ્રતિભાની મહત્તા દર્શાવે છે. “પુષ્પમાળા'ની વિશેષતા બતાવતાં પંડિત સુખલાલજી લખે છે – તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત્ પાક્ય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જોકે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કતિ વિશે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાસ્તે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે.”૧ બોધવચન સત્તર વર્ષની વય પહેલાં શ્રીમદે બોધવચનમાં આત્મકલ્યાણને લગતાં ૧૨૫ વચનો લખ્યાં છે. આ વચનોમાં કેટલાંક ૧- પંડિત સુખલાલજી, “દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૨ ૨- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૦-૧૩ (આંક-૫) Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ વિધેયાત્મક, અર્થાત્ જીવે શું કરવું જોઈએ અને કેટલાંક નિષેધાત્મક, અર્થાત્ જીવે શું ન કરવું જોઈએ એમ બન્ને પ્રકારનાં વચનો છે. આ વચનોમાં શ્રીમદે રસત્યાગ, નિરભિમાનતા, દ્વેષબુદ્ધિત્યાગ, મતમતાંતરત્યાગ, સંકલ્પ-વિકલ્પત્યાગ, સમદષ્ટિ, કાયોત્સર્ગ, નિર્ભયતા, આત્મહિત, પરિમહત્યાગ, સિદ્ધના સુખની સ્મૃતિ, અપ્રમાદભાવ, યત્ના, વિકારનો ઘટાડો, સપુરુષનો સમાગમ, સમયનો દુરુપયોગ ન કરવો, આર્નરૌદ્રધ્યાનત્યાગ, પશ્ચાત્તાપ, બાર ભાવનાઓનું ચિંતવન, સ્વદ્રવ્ય-પદ્રવ્ય આદિ અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે. આ વચનોમાં જીવની આંતરિક પરિસ્થિતિ ઉપર વિશેષ ભાર મુકાયો છે. મહાનીતિ (વચન સપ્તશતી) શ્રીમદે વીસમે વર્ષે મહાનીતિ'માં ૭૦૦ બોલ લખ્યા છે, જે વચન સપ્તશતી' નામે પણ પ્રસિદ્ધ છે. તેમાં ૧૨ જેટલાં વચનો અનુપલબ્ધ છે. આ વચનોમાં વિધેયાત્મક અને નિષેધાત્મક એમ બન્ને પ્રકારનાં વચનો છે. આ “મહાનીતિ'માં કેટલાંક મુનિને લગતાં, કેટલાંક ઉપદેશકને લગતાં, કેટલાંક બહ્મચારીને લગતાં, કેટલાંક ગૃહસ્થને લગતાં, કેટલાંક વિધવા કે સધવા સ્ત્રીને લગતાં, કેટલાંક પતિને લગતાં, કેટલાંક પિતાને લગતાં, કેટલાંક રાજાને લગતાં, તો કેટલાંક સર્વ સામાન્ય જીવને લાગુ પડતાં વચનો છે. કેટલીક જગ્યાએ વચનો કોને લગતાં છે તેનો ઉલ્લેખ શ્રીમદે વચનની બાજુમાં કૌંસમાં કર્યો છે. કેટલાંક વચનો સ્વસંબોધનરૂપ છે. ‘મહાનીતિ'માં શ્રીમદે સત્ય, પ્રમાદત્યાગ, નિયમિતતા, વિકારત્યાગ, રાત્રિભોજનત્યાગ, અતિથિસન્માન, ભક્તિ, તૃષ્ણાત્યાગ, માતા-પિતા સાથે વર્તન, ચાલ, વસ્ત્ર, જળનો ઉપયોગ, વ્રતની સંભાળ, વિનય, મૃત્યુ, ક્ષમા, વત્સલતા, નીતિ, હૃદયવચન-કાયા, પ્રપંચત્યાગ, વેપાર, જમણ, વાંચન, દયા, નિંદાત્યાગ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૩૬-૧૫૫ (આંક-૧૯) Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપકાર, મૌન, શયન, સદાચાર આદિ અનેક વિષયો બાબત વચનો પ્રકાશ્યાં છે. આ વચનો ટૂંકા, માર્મિક અને વિચારપ્રૌઢતા દર્શાવનારાં છે. જીવના દોષોની નિવૃત્તિ માટે આ નીતિવચનો અત્યંત ઉપયોગી છે અને દરેક વ્યક્તિએ આચરવા યોગ્ય છે. આ નીતિવચનો વિષે શ્રીમદ્ જણાવે છે કે – વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. વચનામૃત શ્રીમદે વીસમે વર્ષે ‘વચનામૃત' શીર્ષક નીચે ધાર્મિક વિષયોની મુખ્યતા રાખી, સૂત્રાત્મક ઉપદેશરૂપે ૧૨૬ બોલ લખ્યા છે. આ વચનોમાં તેમણે સત્પરુષનો સમાગમ, નિયમ, મનન, વર્તન, આત્મસ્વરૂપ, આત્મવિચાર, જ્ઞાની પુરુષ, ધર્મ, આજ્ઞારાધન, મૂચ્છ, કૃતજ્ઞતા, વિદ્યા, સ્વાદત્યાગ, અભિનિવેશ, સમ્યગ્દર્શન આદિ વિષે દિલમાં વસી જાય તેવી સચોટ વાણીમાં ઉપદેશ આપ્યો છે. પ્રકીર્ણ બોધવચનો શ્રીમદે જુદાં જુદાં શીર્ષક નીચે નાનાં નાનાં વાક્યરૂપે બોધવચનો લખ્યાં છે. “ઉપયોગ ત્યાં ધર્મ છે' (આંક-૬) એ શીર્ષક નીચે તેમણે તત્ત્વજ્ઞાન આદિ વિષે સુવાક્યો લખ્યાં છે. ‘નિત્યસ્મૃતિ' (આંક-૭)માં વ્યક્તિએ નિરંતર ખ્યાલમાં રાખવા યોગ્ય ૧૦ વચનો આપ્યાં છે. તેમાં ધ્યાન ધરવાનો, વ્યવહારકામને વિચારવાનો, પ્રમાદ ન કરવાનો, નિર્લેપ રહેવાનો, કાર્યસિદ્ધિ કરવાનો આદિ ઉપદેશ છે. “સહજપ્રકૃતિ' (આંક-૮)ના ૧૯ બોલોમાં પરહિત, સુખ-દુઃખ, ક્ષમા, નમ્રતા, સજ્જનતા, વિવેક, દ્વેષભાવ, જિતેન્દ્રિયતા, ગંભીરતા, વિદેહી દશા, ભક્તિ, પરનિદા, દુર્જનતા આદિ વિષે બોધ છે. પ્રશ્નોત્તર' (આંક-૯)માં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૫૫ (આંક-૨૧-૧૬) ૨- એજન, પૃ.૧૫૫-૧૫૯ (આંક-૨૧) Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ તેમણે બોધવચનોને ૨૨ ટૂંકા પ્રશ્નોત્તરરૂપે રજૂ કર્યા છે. તેમણે ધર્મ અને સદાચારની દૃષ્ટિએ ઉત્તર આપ્યા છે. તે ઉત્તરો સચોટ, માર્મિક અને સહેલાઈથી યાદ રહી જાય તેવા છે. આંક ૨૫માં તેમણે એક પ્રૌઢ તત્ત્વજ્ઞાનીને છાજે તેમ તત્ત્વસંકલનાબદ્ધપણે મનને વશ કરવાનાં સાધનો, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા, ચાર અનુયોગ, સંતોષ, ક્લેશત્યાગ, સમાધિમરણ આદિ વિષે જીવનસૂત્રો ગુંથ્યાં છે. શ્રીમદ્ભા પત્રોમાં પણ ઠેકઠેકાણે સુવચનો જોવા મળે છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૨૦૦માં શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈના પુત્ર શ્રી મણિલાલ ઉપર ૧૪ ટૂંકા અને સચોટ વાક્યો “વચનાવલી' શીર્ષક હેઠળ લખ્યાં છે. પત્રાંક ૪૬૬, પત્રાંક ૬૦૯ આદિમાં પણ તેમણે બોધવચનો લખ્યાં છે. આ વચનો કોઈ પણ વિવેકી આત્માને મોક્ષમાર્ગ ઉપર આરૂઢ થવા માટે ઉપયોગી થાય તેવાં છે. શ્રીમદે લખેલાં બોધવચનોની ભાષા સરળ છે, છતાં કથનમાં એટલી જ વિશદતા પણ છે. યોગ્ય શબ્દની પસંદગી, વિચારોની સ્પષ્ટતા સાથે ચિંતનનું ઊંડાણ અને ગાઢ વૈરાગ્યની છાપ તેમાં જોવા મળે છે. પ્રૌઢ વિચારણામય, કલાત્મક સંકલનાથી ગૂંથાયેલાં આ બોધવચનો વાંચતાં જાણે કોઈ પ્રાચીન મહર્ષિ અભિનવ સૂત્રરચના કરતા હોય એવો ભાસ થાય છે. આ વચનો સામાન્ય કક્ષાના જીવોથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાવાળા જીવોને એમ સર્વને ઉપકારી થઈ શકવા સમર્થ છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ (૪) અંગત નોંધો સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં વિહરતી શ્રીમદ્દ્ની કલમે ‘સમુચ્ચયવયચર્યા’, ‘રોજનીશી', ‘નોંધબુક', તથા ‘હાથનોંધ'નું લેખન પણ કર્યું છે. તેમાં શ્રીમની તત્કાલીન વિચારણા, તેમની અંતરંગ દશા, તત્ત્વની ગૂઢ વાતો, તેમણે લખવા ધારેલા ગ્રંથો વિષેની વિચારણા વગેરે ઉપરાંત તેમનાં કેટલાંક પદોનો પણ સમાવેશ થયો છે. આ લખાણ શ્રીમના અંગત ઉપયોગ માટે થયેલું હોવાથી વ્યવસ્થિત અનુક્રમમાં નથી, પરંતુ જુદા જુદા મુદ્દાઓના ટાંચણરૂપ છે. તેમાં કેટલીક જગ્યાએ મિતિ ટાંકેલી જોવા મળે છે, તો કેટલીક જગ્યાએ મિતિ વિનાનું લખાણ જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો શબ્દસમૂહ કે નાનાં વાક્યોમાં ખૂબ જ સંક્ષેપમાં શ્રીમદે પોતાના વિચારો ટપકાવ્યા છે. તેનો સવિગત અર્થ કે આશય સ્પષ્ટ થતો નથી, તોપણ શ્રીમની દશાને સમજવામાં આ અંગત નોંધો ઉપયોગી નીવડે છે. આ અંગત નોંધોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. સમુચ્ચયવયચર્યા૧ શ્રીમદે વિ.સં. ૧૯૪૬ના કાર્તિક પૂર્ણિમાના પોતાના જન્મદિવસે, પોતાના બાવીસ વર્ષ સુધીના જીવનનું ‘સમુચ્ચયવયચર્ચા'માં અવલોકન કર્યું છે. આ લેખના પ્રારંભમાં તેમણે બાવીસ વર્ષની વય સુધીમાં કરેલા જાતજાતના વિચારોનો ઉલ્લેખ કર્યો છે અને તે પછી પોતાની ચર્ચાનું આલેખન કર્યું છે. તેઓ સાત વર્ષ સુધી બાળવયની રમતગમત રમતા, વિચિત્ર કલ્પનાઓ કરતા. તે વખતની તેમની દશા વિદેહી, નિર્દોષ હતી. સાત વર્ષથી અગિયાર વર્ષ સુધીના કેળવણીકાળમાં અસાધારણ સ્મૃતિને કારણે તેઓ ત્વરિત અભ્યાસ કરી શક્યા હતા. આઠમા વર્ષે તેમણે કવિતાની રચના કરી હતી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૦૩-૨૦૫ (આંક-૮૯) Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ તેમણે અનેક પ્રકારના ગ્રંથો પણ વાંચ્યા હતા. બાળપણમાં તેમને વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રીતિ હતી અને તેમણે કંઠી પણ બંધાવી હતી. પછી જૈનોનાં પ્રતિક્રમણ સૂત્ર આદિ પુસ્તકો વાંચતાં તેમને જૈન ધર્મમાં પ્રીતિ થઈ હતી. તેર વર્ષની વય પછી તેઓ પિતાની દુકાને બેસતા હતા. તેમના સુંદર અક્ષરોને કારણે કચ્છના દરબારના ઉતારે તેમને લખવા માટે બોલાવતા ત્યારે તેઓ ત્યાં જતા. સમુચ્ચયવયચર્યામાં લેખમાં તેમની નિર્દોષતા, સત્યપ્રિયતા, નિખાલસતા આદિ પ્રગટ રીતે જોવા મળે છે. તેમણે પ્રયોજેલી ભાષા સરળ, સચોટ અને સઘન છે તથા તેની સુસંગતતા ધ્યાન ખેંચે છે. આમ, શ્રીમદ્દના બાળપણ આદિ વિષે માહિતી મેળવવા, શ્રીમદ્ભા સ્વહસ્તે આલેખાયેલું આત્મકથા જેવું આ શબ્દચિત્ર મુખ્ય સાધન હોવાથી તેનું ખૂબ મૂલ્ય છે. રોજનીશી વિ.સં. ૧૯૪૬માં શ્રીમદે રોજનીશી લખવાની ચાલુ કરી હતી અને અમુક મિતિઓએ પોતાના વિચારો તેમાં લખ્યા હતા. આ રોજનીશીનાં ૧૮ લખાણો પ્રાપ્ત થયાં છે. કેટલાંક પાનાં કોઈએ ફાડી લીધેલાં જણાય છે. રોજનીશીનો લગભગ બધો ભાગ મુંબઈમાં લખાયેલો જોવા મળે છે. આસો માસનાં બે લખાણ જ વવાણિયામાં થયેલાં છે. રોજનીશીમાં વિવિધ પ્રકારનું લખાણ જોવા મળે છે. તેમાં પ્રત્યેક અવસ્થામાં જીવને રહેતો ભય, સાચું સુખ કર્યું, આશા, સ્વચ્છ દૃષ્ટિ આદિ વિષે લખાણો છે. શ્રી ભગવતીસૂત્ર'ના ત્રીજા શતકના બીજા ઉદ્દેશકનો થોડો અનુવાદ પણ મળે છે, જેમાં શ્રી મહાવીર ભગવાને, પોતે છબસ્થ અવસ્થામાં કેવી રીતે વિચરતા તેનું શ્રી ગૌતમસ્વામીને જણાવેલું વર્ણન છે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૨-૨૩૬ (આંક-૧૫૭) Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આ ઉપરાંત શ્રીમદે લોકો સાથે વાતચીત કરતી વખતે પોતે પાળવા ધારેલા નિયમો ટાંક્યા છે. તેમનો જન્મ કૃતાર્થ થવાનો જોગ જણાયાનો ઉલ્લાસ બતાવતી કડી પણ એમાં છે. આ રોજનીશીમાં તેમણે તેમનાં ધર્મપત્નીને ધર્મની આરાધના કરવાનો અનુરોધ કર્યો છે, પોતાના ભાગીદારો સાથે કઈ રીતે વર્તવું તેના નિયમો લખ્યાં છે, પોતાને આવેલ અદ્ભુત સ્વપ્નની ટૂંકમાં નોંધ કરી છે. રોજનીશીમાં તરત સમજી ન શકાય એવી આંકડાની એક યોજના પણ જોવા મળે છે. આ બધાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમણે રોજનીશી પોતાના અંગત ઉપયોગ માટે લખી હતી. રોજનીશીનાં લખાણોમાં વિશેષ વિસ્તાર જોવા મળતો નથી, પરંતુ તે અપૂર્ણ છે એવું પણ લાગતું નથી. રોજનીશીના પાને પાને શ્રીમદ્ભો વૈરાગ્ય વ્યક્ત થાય છે. નોંધબુક એક મુમુક્ષુ તરફથી મળેલી શ્રીમદ્ભા સ્વહસ્તાક્ષરની નોંધબુક “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં આંક ૧૬૦ તરીકે છપાઈ છે. નોંધબુકમાં ૩૧ પાનાં લખાયેલાં છે. તેમાં ખૂબ ઓછાં પાનાં એવાં છે કે જેમાં વધારે લખાણ હોય. અમુક પાના ઉપર તો એકાદ વાક્ય જ છે. આ નોંધબુકમાં મુખ્યત્વે વેદાંતને લગતી વાતો છે. પરમાત્મસૃષ્ટિ, જીવ, હરિ, માયા, પરમાત્માનો અનુગ્રહ, વૈરાગ્યવિવેકાદિ સાધન, ઈશ્વરાશ્રય વગેરેને લગતાં વચનો જોવા મળે છે. આ વચનો વેદાંતના કોઈ ગ્રંથના અનુવાદરૂપે કે ઉતારરૂપે લખાયેલાં હોય એમ લાગે છે. શ્રીમદે આ નોંધબુક લખવાની કોઈ મિતિ આપી નથી. “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના સંપાદકોએ તેને તેવીસમા વર્ષના લખાણોના પાછળના ભાગમાં મૂકી છે. આમ કરવા પાછળ તેઓની વિચારણા એમ હોઈ શકે વિ.સં. ૧૯૪૭માં ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૮-૨૪૧ (આંક-૧૬૦) Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ચોવીસમાં વર્ષે શ્રીમદ્ શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થયા પછી તેઓ આવાં વચનો ન લખે અને તેથી આ વચનો વિ.સં. ૧૯૪૭ પહેલાં લખાયેલાં હશે. હાથનોંધ "શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં “આત્યંતર પરિણામ અવલોકન' વિભાગમાં હાથનોંધની ત્રણ ડાયરીઓ આપવામાં આવી છે કે જેમાં શ્રીમન્ની અદ્ભુત વિચારશ્રેણીનું પ્રતિબિંબ ઝિલાયેલું છે. હાથનોંધમાં આંતર નિરીક્ષણથી ઉદ્ભવેલા ઉદ્ગારો સ્વઉપયોગાથે કમરહિત લખાયેલા છે. આ ત્રણ હાથનોંધમાંથી બે ડાયરી વિલાયતના બાંધાની છે. તેમાંથી એક ડાયરીના પૂઠા ઉપર ઈ.સ. ૧૮૯૦નું અને બીજીમાં ઈ.સ. ૧૮૯૬નું કૅલેન્ડર છે. ત્રીજી ડાયરી દેશી બાંધાની છે અને તેમાં કોઈ વર્ષનું કૅલેન્ડર નથી. ઈ.સ. ૧૮૯૬ એટલે વિ.સં. ૧૯પરવાળી હાથનોંધ લખવી શરૂ કર્યા પછી શ્રીમદે નિયમિતપણે તેમાં જ લખ્યું છે એમ નથી, કારણ કે વિ.સં. ૧૯૫રવાળી નવી હાથનોંધ હોવા છતાં ઈ.સ. ૧૮૯૦ અર્થાત્ વિ.સં. ૧૯૪૬વાળી હાથનોંધમાં વિ.સં. ૧૯૫૩નાં લખાણો છે. વળી, ઈ.સ. ૧૮૯૬વાળી હાથનોંધ પૂરી થઈ ગયા પછી દેશી બાંધાવાળી ત્રીજી હાથનોંધ વાપરી છે એમ પણ નથી, કેમ કે ઈ.સ. ૧૮૯૬વાળી ડાયરીમાં ૨૩ પાનાં વાપર્યા છે, બાકીના તમામ કોરાં પડ્યાં છે અને છતાં ત્રીજી ડાયરીમાં કેટલાંક લખાણો થયેલાં છે. ત્રણે હાથનોંધમાં વચ્ચે ઘણાં પાનાંઓ કોરાં છે, જેથી એમ અનુમાન થાય છે કે જ્યારે જે હાથનોંધ હાથમાં આવી હશે, તેને ઉઘાડતાં જે પાનું નીકળ્યું હશે તે પાને શ્રીમદ્ પોતાના વિચારો, અનુભવો લખી લેતા હશે. તેથી આ ત્રણે હાથનોંધમાં મિતિવાર લખાણ નથી અને કેટલાંક લખાણ ઉપર મિતિ છે, તો કેટલાંક ઉપર નથી. આ હાથનોંધમાં સ્વવિચાર ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૮૯-૮૩૩ (આંક-૯૬૦) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અર્થે લખેલા પ્રશ્નોત્તર ઉપરાંત તેમની દશા, તેમના અનુભવ, દર્શનોદ્ધાર યોજનાઓ આદિ સંબંધી અનેક ઉદ્ગારો છે. હાથનોંધ-૧ ઉપર ઈ.સ. ૧૮૯૦નું કેલેન્ડર છે અને તેમાં સો પાનાં છે. આ હાથનોંધમાંથી શ્રીમ પ્રબળ ઉદાસીનદશા વર્તતી હતી તેનો તથા નિજદોષ નીરખનારી તેમની અતિ સૂક્ષ્મ દૃષ્ટિનો સ્પષ્ટ પરિચય મળે છે. તેમના આત્મપુરુષાર્થ તથા તેમની આત્યંતર દશાનો કેવો વિશિષ્ટતમ પ્રકાર વર્તતો હતો તે પણ આ હાથનોંધમાંથી જાણવા મળે છે. આ હાથનોંધમાં છ પદની નિઃશંકતા, જીવસ્વરૂપ, આત્મસાધન, મન-વચન-કાયાનો સંયમ, ધ્યાન, ષડ્રદર્શન, આત્મચિંતન, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો વગેરે વિષયોની વિચારણા જોવા મળે છે. જિન દર્શનની શ્રેષ્ઠતા બતાવતાં શંકા-સમાધાન, સિદ્ધનું લોકાલોકપ્રકાશકપણું ઇત્યાદિ અંગેના પ્રશ્નો જોવા મળે છે. શ્રીમને તે વિષયમાં સંશય કે અનિશ્ચિતતા હતી એવો આ પ્રશ્નોનો અર્થ નથી થતો, પરંતુ તેમણે આ અનેક ગૂઢ પ્રશ્નો પોતાના આત્માની સમક્ષ ઉહાપોહાર્થે, ઊંડા મનનાર્થે મૂક્યા છે; તે પ્રત્યે દૃષ્ટિપાત કરતાં શ્રીમદ્ગી તત્ત્વદૃષ્ટિ પ્રત્યે બહુમાન સ્લરે છે. એક લખાણમાં તેમણે ચક્રવર્તી, ઈન્દ્ર આદિ જગતના જીવોની દુઃખમય સ્થિતિનું, સિદ્ધના સુખનું અને ચોથા થી બારમાં ગુણસ્થાન (અગિયારમા સિવાય) સુધીના જીવોની ઉત્તરોત્તર ચઢતી સુખની લહરીઓનું દર્શન કરાવ્યું છે. શ્રીમદે પોતે વ્યવહારમાં હોય ત્યાં સુધી કેમ વર્તવું તે વિષે લખેલું છે તથા નિવૃત્તિ માટેની તેમની ઇચ્છા પણ તેમાં જોવા મળે છે. વળી, અન્ય ગ્રંથોમાંથી લેવાયેલાં અમુક અવતરણો તથા એક આકૃતિ પણ જોવા મળે છે. આ હાથનોંધમાં ત્રણ કાવ્યો પણ છે. “મારગ સાચા મિલ ગયા' એ ઉગારથી પ્રારંભ થતા પ્રથમ કાવ્યમાં શ્રીમદે સાચો માર્ગ મળી ગયો, સંદેહ છૂટી ગયો, બાહ્ય દેહથી Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ જ્ઞાનદેહને જુદો પાડ્યો તે તથા કલ્પના-જલ્પના મટતાં વસ્તુ પમાય, ઇચ્છા દુઃખનું મૂળ છે આદિ વિચારો વ્યક્ત કર્યા છે. હોત આસવા પરિસવા' કાવ્યમાં પરમાર્થભૂત બોધ છે. તેમાં જ્ઞાનીને આસવનાં કારણો સંવરરૂપે પરિણમે છે, જિનોપદેશ ત્રણે કાળમાં ઉત્તમ છે, નિજરૂપને જાણ્યા વિના સર્વ ફોગટ છે, વ્યવહાર અને નિશ્ચયથી દેવ કોણ છે આદિ વિષયોનું નિરૂપણ છે. ત્રીજા “ધન્ય રે દિવસ આ અહો” એ દિવ્ય, આહલાદજનક પદમાં શ્રીમદે પોતાની જીવનધન્યતા ગાઈ, પોતાના ક્રમિક ઊર્ધ્વ આત્મવિકાસનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે પોતાનાં અપૂર્વ અનુસાર (જાતિસ્મરણજ્ઞાન), અદ્ભુત વૈરાગ્ય, શુદ્ધ સમકિત, પ્રબળ પ્રારબ્ધ ઉદયનું આગમન અને પછી તેની ક્ષીણતા, સત્ય ધર્મનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય વગેરેનું વર્ણન કર્યું છે. તેઓ અપ્રમત્તયોગની દશાએ પહોંચશે અને કેવળ લગભગ ભૂમિકાએ સ્પર્શીને દેહવિયોગ થશે, એમ જણાવી આ કાવ્યના અંતે તેઓ પ્રકાશે છે – તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે." હાથનોંધ-રમાં ઈ.સ. ૧૮૯૬નું કેલેન્ડર છે અને તેમાં ૧૧૬ પાનાં છે; પણ તેમાંના મોટાભાગનાં પાનાં કોરાં છે. લખાણ મુખ્યત્વે જમણી બાજુના પાને થયું છે. માત્ર ત્રણ જ પાનાં ઉપર ડાબી બાજુનાં લખાણ થયેલું જોવા મળે છે. પ્રમાણની દૃષ્ટિએ પહેલી હાથનોંધ કરતાં આ હાથનોંધમાં ઘણું ઓછું લખાણ થયું છે. આમાં પદ્યલખાણ પણ જોવા મળતું નથી. આ હાથનોંધમાં મુખ્યત્વે બોધદાયક, સ્વરૂપચિંતનાત્મક નાનાં નાનાં સુવચનો છે. તેમાં શ્રીમદે પ્રાપ્ત કરવા ધારેલ ચારિત્રદશા, આચરવા યોગ્ય ધારેલ નિયમો આદિના લખાણોમાં તેમનો ઉચ્ચ આધ્યાત્મિક વિકાસ સાધવાનો મનોરથ સ્પષ્ટપણે જણાય છે. આ હાથનોંધમાં તેમણે છ દ્રવ્ય, વીતરાગપુરુષનો ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૨ (હાથનોંધ-૧, ૩૨) Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમાગમ, રાગ-દ્વેષ, દુઃખ, દુઃખનું કારણ, દુઃખનાં કારણનો ક્ષય, સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાનીદશા પ્રત્યે પ્રમોદ, મતભેદ, આત્મચિંતન, મોક્ષ, મોક્ષમાર્ગ, ગુણસ્થાન આદિનું નિરૂપણ કર્યું છે. આ હાથનોંધમાં શ્રીમદે પોતાના ઉપકારીઓ પ્રત્યે નમસ્કાર વચનો પણ લખ્યાં છે – હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો." હાથનોંધ-૩માં કોઈ મિતિ કે કૅલેન્ડર નથી, તેથી તેમાં ક્યારથી લખાણ શરૂ થયું, અને કયા વર્ષ સુધી તેમાં લખાણ થયું, તે નક્કી કરવું વિકટ છે. આ હાથનોંધમાં ૬૦ પાનાં છે, જેમાં લગભગ ૩૨ જેટલાં પાનાં લખાયેલાં છે. તેમાંથી કેટલાંક પાનાં ઉપર બે-ચાર વચનો જ લખાયેલાં છે. મુખ્યત્વે જમણી બાજુનાં પાનાં ઉપર લખાણ થયું છે. ક્વચિત્ ડાબી બાજુનાં પાનાંઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હાથનોંધમાં મુખ્યત્વે જૈન ધર્મનાં તત્ત્વ અને આચાર વિષેનાં વચનો છે. શ્રીમદે તેમાં દેવ-ગુરુ-ધર્મ, જીવ, પરમાણુ, મોક્ષ, કર્મ, આત્મચિંતન, કેવળજ્ઞાન તથા તેની પ્રાપ્તિનો ઉપાય, તપ, બ્રહ્મચર્ય, છ દ્રવ્ય, પોતાના મનોરથ આદિનું નિરૂપણ કર્યું છે. આ હાથનોંધમાં અન્ય ગ્રંથોમાંથી લીધેલાં અવતરણોનો તથા એક આકૃતિનો પણ સમાવેશ થાય છે. વળી, શ્રીમદે દોષોને ઉદ્દેશીને જવાનું તથા ગુણોને ઉદ્દેશીને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૨૪ (હાથનોંધ-૨, ૨૦) Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ આવવાનું જણાવ્યું છે, જે શ્રીમદ્ની વિશિષ્ટ શૈલીનો પરિચય છે. તેઓ લખે છે થા. - ‘હે પ્રમાદ! હવે તું જા, જા. હે ધ્યાન! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર ..... હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ, અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વજ્ઞપદ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. ۱۹ આમ, શ્રીમદ્ની અંગત નોંધો જોતાં તેમાં મુખ્યત્વે આત્મચિંતનને જ સ્થાન અપાયેલું જોઈ શકાય છે અને તે ઉપરથી શ્રીમદ્દ્ની અત્યંત વિકસિત આધ્યાત્મિક દશાની જાણ થાય છે. વળી, પોતાને મૂલવવાના તેમનાં અત્યંત કડક ધોરણ જોતાં, પોતાના સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષ કાઢવાની તેમની જાગૃતિનો પણ તેમાંથી પરિચય મળે છે. * * * ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૩૧-૮૩૨ (હાથનોંધ-૩, ૨૬) Page #299 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રીમળા ઉપદેશની મુમુક્ષુઓએ કરેલી નોંધો શ્રીમના સાહિત્યમાં તેમણે પ્રસંગોપાત્ત આપેલા સદુપદેશની જુદા જુદા મુમુક્ષુઓએ ઉતારેલી નોંધોનો સમાવેશ પણ થાય છે. શ્રીમદ્દનું નિવૃત્તિ અર્થે ચરોતર કે કાઠિયાવાડમાં જવાનું થતું ત્યારે તેમના સમાગમમાં આવનાર મુમુક્ષુઓને તેઓ કેટલીક વાર ઉપદેશ આપતા, તેમની સાથે તેઓ તત્ત્વચર્ચા કરતા અને તેમના પ્રશ્નોના ઉત્તર આપતા. તે મુમુક્ષુઓ આ બોધને પોતાની સ્મૃતિના આધારે ઉતારી લેતા. ક્યારેક આ નોંધ તેઓ શ્રીમન્ને બતાવતા અને શ્રીમદ્ ક્યારેક તેમાં આવશ્યક સુધારા પણ કરી આપતા. આમ, આ લખાણો શ્રીમદે સ્વહસ્તે લખ્યાં નથી, પરંતુ તેમાંના વિચારો શ્રીમદુના જ છે. તદુપરાંત આ લખાણોમાં બને ત્યાં સુધી શ્રીમની જ ભાષા જાળવી રાખવામાં આવી છે એમ શ્રીમદ્ભા અન્ય સાહિત્ય સાથે એની સરખામણી કરતાં જણાય છે. શ્રીમન્નાં વચનોની લેવાયેલી નોંધોમાં વહેલામાં વહેલી નોંધ વિ.સં. ૧૯૪૯ના આસો માસની મળે છે અને મોડામાં મોડી નોંધ વિ.સં. ૧૯૫૭ના માગસર માસની મળે છે. આ નોંધો “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં ઉપદેશ નોંધ', “ઉપદેશ છાયા', વ્યાખ્યાનસાર-૧' અને વ્યાખ્યાનમાર-૨' એમ ચાર વિભાગોમાં સમાવેશ પામી છે. આ નોંધોનું સંક્ષેપમાં અવલોકન કરીએ. ઉપદેશ નોંધ ‘ઉપદેશ નોંધ'માં જુદી જુદી વ્યક્તિઓને થયેલા શ્રીમન્ના પરિચય અંગેની તથા તેમના ઉપદેશની નોંધ જોવા મળે છે. આ નોંધો વિ.સં. ૧૯૪૯ થી ૧૯૫૭ના ગાળાની છે. ઉપદેશ નોંધ'ના ૪૧ ભાગ કરવામાં આવ્યા છે. ભાગ ૧ થી ૨૬ મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૧-૬૮૨ (આંક-૯૫૬) ના ભાઈ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ કિરતચંદે શ્રીમદ્ના પ્રસંગોની પોતાની સ્મૃતિના આધારે કરેલ નોંધ ઉ૫૨થી લેવામાં આવ્યા છે. તેમાં શ્રીમદ્ની અંગત બાબતો, તત્કાલીન પ્રસંગો, શ્રીમદે સૂચવેલી સશ્રુતની યાદી, વિવિધ ગ્રંથો વિષેના શ્રીમદ્ના અભિપ્રાયો, શ્રીમદે શ્રી મનસુખભાઈના મનનું સમાધાન કરવા માટે તેમને આપેલ માર્ગદર્શન અને તેમને ગ્રંથો વાંચવાની તથા ગ્રંથોનું ભાષાંતર કે વિવેચન કરવાની ભલામણ કરતાં શ્રીમદ્દ્નાં વચનો જોવા મળે છે. તે ઉપરાંત એમાં શ્રી આનંદઘનજી મહારાજના અજિતનાથ ભગવાનના સ્તવનની એક પંક્તિ, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીના ‘યોગશાસ્ત્ર'ના મંગલાચરણનો શ્લોક, આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીના ‘દેવાગમસ્તોત્ર’નું પ્રથમ પદ, આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીના સર્વાર્થસિદ્ધિ’નું પ્રથમ સ્તોત્ર વગેરેની સાર્થ સમજણ આપી છે. એમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, શ્રી આનંદઘનજી મહારાજ, શ્રી આત્મારામજી વગેરે વિષે પણ લખવામાં આવ્યું છે. ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મથી થઈ છે એમ તે સમયે શ્રી મહીપતરામ રૂપરામ કહેતાલખતા, પરંતુ એક પ્રસંગે વાર્તાલાપમાં શ્રીમદ્રે તેમની પાસે કબૂલ કરાવ્યું હતું કે વાસ્તવમાં જૈન ધર્મ દેશની ઉન્નતિ કરાવનાર છે. તે રસિક વાર્તાલાપ પણ શ્રી મનસુખભાઈની નોંધમાં છે. સર્વ જગ્યાએથી સારી વસ્તુ ગ્રહણ કરવાનો શ્રીમો ગુણ શ્રી નરસિંહ મહેતાના પદમાંથી શ્રીમદે આપેલા અવતરણ ઉપરથી જોઈ શકાય છે. ભાગ ૨૭ થી ૩૧ ખંભાતના મુમુક્ષુ શ્રી ત્રિભુવનભાઈના ઉતારામાંથી લેવામાં આવ્યા છે. તેમાં મન:પર્યવજ્ઞાન, પાંચ ઇન્દ્રિયોના વિષય, વ્રત, મોહ-કષાય, આસ્થા તથા શ્રદ્ધા સંબંધીના વિચારો છે. ભાગ ૩૨માં ‘શ્રી સૂયગડાંગ સૂત્ર'ના આઠમા અધ્યયનની ૨૨ તથા ૨૩મી ગાથાનો અર્થ છે. ૩૩મા ભાગમાં ખંભાતના Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ એક મુમુક્ષુભાઈએ શ્રીમદ્ભા ઉપદેશામૃતમાંથી નિત્યનિયમની નોંધ યોજેલ છે અને લગભગ તે જ પ્રકારની નોંધ ૩૬મા ભાગમાં પણ જોવા મળે છે. ૩૪મા ભાગમાં સત્ય વિષે લેખ છે. ૩૫મા ભાગમાં છ દર્શનોમાં જૈન દર્શનની ઉત્તમતા અને તે છતાં લોકો અન્ય દર્શન પ્રત્યે શા માટે આકર્ષાય છે, તે વૈદ્યનું દૃષ્ટાંત આપી સમજાવ્યું છે. ૩૭માં ભાગમાં સદ્ગુરુનું માહાભ્ય બતાવતા “ગુરુગીતાના શ્લોકની અને “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રની “સર્વાર્થસિદ્ધિ' ટીકાની પહેલી ગાથાની સમજણ જોવા મળે છે. ભાગ ૩૮માં ખેડાના એક વેદાંતવિદ્ વિદ્વાન વકીલ, પંચદશી' નામના ગુજરાતી ગ્રંથના કર્તા શ્રી પુંજાભાઈ સોમેશ્વર સાથેની આત્માના અસ્તિત્વ, કર્મ, પુનર્જન્મ, ઈશ્વર આદિ સંબંધી પ્રશ્નોત્તરી છે, જેમાં શ્રીમની આત્મા સંબંધી અનુભવયુક્ત શ્રદ્ધાનું પ્રમાણ મળે છે. ૩૯મા ભાગમાં આઠ કર્મની સમજણ છે તથા ૪૦મા ભાગમાં સંસારપ્રસંગમાં જ્ઞાનીની વર્તના સમજાવી છે. ૪૧મો અંતિમ ભાગ શ્રી અંબાલાલભાઈની નોટમાંથી લેવામાં આવ્યો છે અને તેમાં ચાર પ્રકારના ગોળાના દૃષ્ટાંતે જીવના ચાર પ્રકાર બતાવ્યા છે. આમ, ઉપદેશ નોંધ'માં વિવિધ વિષયો ઉપરનાં શ્રીમદ્નાં વિચારોનો સમાવેશ થયો છે. ઉપદેશ છાયા ‘ઉપદેશ છાયા' એ પ્રાસંગિક બોધનો સંગ્રહ છે. તેના ૧૪ ભાગો છે. વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ-ભાદરવા માસમાં કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ ક્ષેત્રે શ્રીમન્નુ નિવૃત્તિ અર્થે રહેવાનું થયું હતું. તે વખતનો ઉપદેશ તેમના સમીપવાસી અને તીક્ષ્ણ ક્ષયોપશમવાન શ્રી અંબાલાલભાઈએ પોતાની મૃતિના આધારે સંક્ષેપમાં ઉતાર્યો હતો. એમાં શ્રીમદ્ભા ઉપદેશની છાયા ઝીલવામાં આવી છે, માટે તે સંગ્રહને “ઉપદેશ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૩-૭૩૫ (આંક-૯૫૭) Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ છાયા' એવું યથાર્થ નામ આપવામાં આવ્યું છે. તેમાં શ્રીમદુના આત્મામાં રમી રહેલાં વિવિધ વિષયોનાં ચિતનોની છાયા છે, જે જિજ્ઞાસુ જીવને આત્માર્થપોષક છે. શ્રી અંબાલાલભાઈએ આ લખાણો શ્રીમન્ને વંચાવ્યાં હતાં અને શ્રીમદે તેમાં કોઈ કોઈ ઠેકાણે સુધારા કર્યા હતા એમ એક મુમુક્ષુભાઈનું કહેવું છે, એવું ‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં નોંધવામાં આવ્યું છે. ‘ઉપદેશ છાયામાં જુદા જુદા વિષયો ઉપર શ્રીમન્ના વ્યક્ત થયેલા વિચારોનો ઉતારો કરવામાં આવ્યો છે. તેમાં પ્રશ્નોઉત્તરોનો સમાવેશ પણ થાય છે. આથી આ વચનોમાં સળંગસૂત્રતાનો અભાવ લાગવો સંભવે છે. ‘ઉપદેશ છાયા'માં ઠેર ઠેર સદ્ગુરુ તથા સત્સંગનો અત્યંત મહિમા દર્શાવવામાં આવ્યો છે. લગભગ પ્રત્યેક પાને પુરુષની ગુણગાથા ગાવામાં આવી છે. શ્રીમદે આમાં જીવની યોગ્યતા, મતમતાંતરત્યાગ, સમકિતનો મહિમા, દોષ દૂર કરવાના ઉપાય, કેવળ પ્રરૂપિત સિદ્ધાંતો, સદાચારસેવન, અસગુરુ, જ્ઞાની પુરુષની દુર્લભતા, દોષરહિત વતાદિનું પાલન, ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા, જ્ઞાનીદશા, વૃત્તિક્ષય, ગુણસ્થાનક, પ્રમાદ, ચાર કઠિયારાના દૃષ્ટાંતે ચાર પ્રકારના જીવો, સ્વચ્છંદત્યાગ, ઇન્દ્રિયો વશ કરવાનો ઉપાય, જૈન ધર્મની ઉત્તમતા, રાત્રિભોજનના ગેરફાયદા, મુનિના આચાર, પુરુષાર્થ, ખોટાં આલંબનોનો ત્યાગ, માયાથી બચવું, અહંકારત્યાગ, મોક્ષ, બહ્મચર્ય, તપ, સામાયિક, ભગવાનનું સ્વરૂપ, કષાય, મિથ્યાત્વ, દેહનું સ્વરૂપ, દેહાત્મબુદ્ધિત્યાગ વગેરે ઘણા વિષયો વિષે સમજાવ્યું છે. વચ્ચે વચ્ચે આવતાં દૃષ્ટાંતોથી વાંચનનો રસ જળવાઈ રહે છે તથા તે દૃષ્ટાંતોથી સિદ્ધાંતો સમજવા સહેલા થઈ પડે છે, તેથી તે ઉપકારી નીવડે છે. આમ, ‘ઉપદેશ છાયા'માં અનેક વિષયો વિષેના શ્રીમદુના ઉચ્ચ વિચારો જોવા મળે છે, જે દ્વારા વાચકવર્ગને તેમનાં જ્ઞાન તથા અનુભવનો લાભ મળે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વ્યાખ્યાનસાર-૧૧ વિ.સં. ૧૯૫૪માં તેમજ વિ.સં. ૧૯૫૫ના મહાથી ચૈત્ર માસ સુધીમાં શ્રીમની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલા વ્યાખ્યાનોનો એક મુમુક્ષુ શ્રોતાએ પોતાની સ્મૃતિ ઉપરથી ટાંકેલ સાર તે ‘વ્યાખ્યાનમાર-૧' છે. ‘વ્યાખ્યાનમાર૧'ના ૨૨૨ ભાગો છે. તેમાં મુખ્યત્વે તત્ત્વવિચારણા સંગીત થયેલી છે. આત્મા, ગ્રંથિભેદ, ગુણસ્થાનક, કષાય, કેવળજ્ઞાન, સમકિતની સમજણ તથા તેનો મહિમા, મન:પર્યવજ્ઞાન, કર્મબંધ, વિરતિ, નય, સિદ્ધાંત, મતારહત્યાગ, મોક્ષમાર્ગ, ચાર અનુયોગ, મિથ્યાત્વ, ત્યાગ, ક્રિયા આદિ અનેક બાબતો ઉપર તેમનો વિશદ્ બોધ જોવા મળે છે. તેમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ વિષેનાં ટાંચણો છે, પણ વિષયવાર કે વિષયક્રમમાં વ્યવસ્થિત રીતે થયેલું લખાણ જોવા મળતું નથી. તેમાં તત્ત્વના વિષયો ઉપર થયેલ શાસ્ત્રોક્ત વિચારણા ઉપરથી પરમ જ્ઞાનનિધાન શ્રીમતું તત્ત્વવિષયો ઉપરનું અસાધારણ સ્વામિત્વ દૃષ્ટિગોચર થાય છે. તેઓ દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ આદિ કઠિન વિષયોના કુશળ પરિવ્યાખ્યાતા છે, મહાન શાસ્ત્રકારોના હૃદયમાં ઊતરી તેમનાં શાસ્ત્રોનો નિચોડ યથાર્થપણે પ્રકાશનારા છે એ વ્યાખ્યાનસાર-૧' પ્રત્યે દષ્ટિપાત કરતાં સુજ્ઞ વાચકને શીધ્ર સમજાય એમ છે. આ વ્યાખ્યાનસાર વિષે પંડિત સુખલાલજી લખે છે – વ્યાખ્યાનસાર' આખો જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવો છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યકત્વ પાકું અનુભવ્યું ન હોય તો એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૬-૭૬૧ (આંક-૯૫૮) Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ કેવળજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે, જે જૈન પરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ - અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિઅનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે. એમના ઉપર જે ક્રિયાલોપનો આક્ષેપ થતો, તેનો ખુલાસો એમણે પોતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે." વ્યાખ્યાનમાર-૨ ‘વ્યાખ્યાનસાર-૨' એ વિ.સં. ૧૯૫૬ના અષાઢ-શ્રાવણ માસમાં શ્રીમન્ની મોરબીમાં સ્થિતિ હતી, તે પ્રસંગે તેમણે વખતોવખત આપેલ ઉપદેશના સારની તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ સંક્ષિપ્ત નોંધ તે વ્યાખ્યાનસાર-૨' છે. તેમાં મિતિ પ્રમાણે ઉપદેશનો સાર ઉતારવામાં આવ્યો છે અને તેના ૩૦ ભાગ પાડવામાં આવ્યા છે. - તેમાં અનેક વિષયો ઉપર છૂટક છૂટક લખાણ હોવાથી વિષયવૈવિધ્યનું પ્રમાણ ઘણું છે. તેમાં આયુષ્યકર્મ, જીવના ભેદ, જાતિસ્મરણજ્ઞાન, મોક્ષમાર્ગની અગમ્યતા અને સરળતા, કર્મબંધ, જ્ઞાનીદશા, “દેવાગમસ્તોત્ર'નો પ્રથમ શ્લોક અને “શ્રી તત્ત્વર્યાધિગમ સૂત્ર'ની ટીકા “સર્વાર્થસિદ્ધિ'ની પહેલી ગાથા આદિ વિષે વિસ્તારથી સમજણ આપી છે, પરંતુ શેષ મુદ્દાઓ વિષે બે-ચાર વાક્યોથી વધારે લંબાણ થયું નથી. આ વિભાગમાં મુખ્યત્વે સુભાષિત જેવાં સુવાક્યો, જૈન પરંપરામાં બનેલી ઘટનાઓ આદિ વિષે લખાણો છે. આ વિભાગમાં છદ્મસ્થ, શૈલેષીકરણ આદિ અનેક ૧- પંડિત સુખલાલજી, દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૭ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૨-૭૮૫ (આંક-૯૫૯) બા વિભાગમાં ચિંતન', ભાગ-૧ ) Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પારિભાષિક શબ્દોના અર્થ જોવા મળે છે. તે ઉપરાંત ‘દેવાગમસ્તોત્ર', ‘સર્વાર્થસિદ્ધિ' આદિ ગ્રંથોની ગાથાની ટૂંકાણમાં સમજણ; “સમયસારનાટક' આદિ ગ્રંથોમાંથી લીધેલાં પદ્યાવતરણો; કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, શ્રી આનંદઘનજી મહારાજ, પંડિત શ્રી બનારસીદાસજી આદિ મહાન સિંથકારો તથા “પરમાત્મપ્રકાશ', પ્રવચનસારોદ્ધાર', “અષ્ટપાહુડ', “યોગદષ્ટિ' આદિ ગ્રંથો વિષે માહિતી; “ભગવતી આરાધના' આદિ વિષે શ્રીમન્નો અભિપ્રાય વગેરેનો સમાવેશ પણ થયો છે. શ્રીમદ્ભા અન્ય સાહિત્યની જેમ વ્યાખ્યાનસાર૨'માં પણ તેમનું ઉદાર વલણ જોવા મળે છે. આમ, શ્રીમદ્ભા ઉપદેશની મુમુક્ષુઓએ કરેલી આ નોંધોમાં સિદ્ધાંતોની વાતો, સાધના અંગેની વાતો, પ્રશ્નોત્તરી, ગ્રંથ વિષેની બાબતો વગેરેનો સમાવેશ થાય છે. તેમાં શ્રીમન્ના વિચારોની પરિપક્વતા તથા વિવિધ વિષયો ઉપરનું તેમનું અસાધારણ પ્રભુત્વ ઝળહળી ઊઠે છે. આ નોંધો અભ્યાસી જીવોને તત્ત્વવિચારણા કરવામાં અવશ્ય ઉપયોગી છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ઉપસંહાર અપ્રતિમ તત્ત્વજ્ઞશિરોમણિ, અપૂર્વ ભાવનિથદશામાં વિચરનાર, અપ્રમત્ત યોગીશ્વર, પરમ વિદેહી, અસીમ કરુણામૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી પોતાનાં ગદ્ય તેમજ પદ્ય દ્વારા તત્ત્વલક્ષી અને સાધનાપ્રધાન સાહિત્યની અમૂલ્ય ભેટ સાધકસમાજને આપી ગયા છે. તેઓ પોતાનાં વચનામૃતોનો જે વિપુલ વારસો મૂકી ગયા છે, તે અનેક જીવોને પોતાનું આત્મકલ્યાણ કરવા માટે બહુ ઉપકારક બન્યો છે, બની રહ્યો છે અને બનશે. શ્રીમની વાણીમાં એવું દૈવત રહેલું છે કે તે સતુજિજ્ઞાસુઓને સ્વસ્વરૂપની સન્મુખ થવામાં અત્યંત સહાયકારી નીવડે છે. તેમનાં પ્રત્યેક વાક્ય, પ્રત્યેક શબ્દ અધ્યાત્મના રંગથી રંગાયેલાં જોવા મળે છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ સાદંત વાંચી જનાર ઉપર પહેલી છાપ તેમની આધ્યાત્મિકતાની પડે છે. તેમાંનું કોઈ પણ લખાણ જોતાં જણાય છે કે તેમણે અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત કરી નથી. તેમનાં બધાં જ લખાણોમાં આત્મા જ કેન્દ્રસ્થાને રહ્યો છે. વળી, તેમનાં લખાણોમાંથી કેવળ વૈરાગ્યરસ જ નિરંતર નીતરે છે. તેમના અંતરમાં પ્રગટેલો વૈરાગ્ય આ ગ્રંથમાં પાને પાને અનુભવાય છે. શ્રીમન્નાં લખાણોમાં સર્વત્ર અદ્ભુત ઉદાસીનતાનું દર્શન થાય છે. એનું અધ્યયન કરી આજે પણ અનેક મુમુક્ષુ જીવો પોતાના જીવનને ઉચ્ચ ધ્યેય પ્રતિ વાળી રહ્યા છે. શ્રીમન્નાં લખાણોમાંથી મુખ્યત્વે જે છાપ ઊઠે છે, તે છે તેમની ક્ષણે ક્ષણની જાગૃતિપૂર્વકની આત્મસાધનાની. આત્મપ્રાપ્તિનો માર્ગ પ્રરૂપતાં જે વચનો તેમણે પ્રકાશ્યાં છે, એમાં એ મહાપુરુષની વિશુદ્ધ દશા પ્રતિબિંબિત થાય છે. સમ્યગ્દષ્ટિવંત શ્રીમનાં લખાણોથી સુપ્રતીત થાય છે કે તેઓ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સદા ઉપયોગવંત, અપ્રમત્ત તથા નિર્મોહી હતા. શ્રીમદ્નાં લખાણોની મૌલિકતા, ગંભીરતા, આધ્યાત્મિકતા આદિ જોતાં ખ્યાલ આવે છે કે ચારિત્રઘડતરવિષયક ગુજરાતી અને વિશેષતઃ જૈન સાહિત્યની દૃષ્ટિએ શ્રીમદ્દ્નાં લખાણોનું વિશિષ્ટ મૂલ્ય છે. શ્રીમદ્નાં લખાણોની મહત્તા દર્શાવતાં પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે – છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકોની ચોમેરથી અનવરત માગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પોતપોતાની શક્યતા પ્રમાણે આવી માગણીને પહોંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમોટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્નો અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમદ્નાં લખાણો સામે બાલિશ અને કૃત્રિમ જેવું છે.૧ ભગવાન મહાવીરે બોધેલો અધ્યાત્મવાદનો પ્રેરક અને શ્રેયસ્કર ઉપદેશ સમ્યક્ પ્રકારે ગવેષીને તથા સ્વાનુભવસિદ્ધ કરીને તેનો સાર શ્રીમદે પોતાની લાક્ષણિક અનુપમ શૈલીમાં, મુમુક્ષુઓને સુલભ થાય એ રીતે, સરળ ભાષામાં પ્રગટ કર્યો છે. ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત મોક્ષમાર્ગને શ્રીમદે ઉદ્યોતિત કર્યો છે. તે મોક્ષમાર્ગ તેમના મહાન ગ્રંથમાં સર્વત્ર પ્રકાશી રહ્યો છે. શ્રીમદે પોતાની તીવ્ર મેધાથી સર્વ દર્શનોના હાર્દને સમજી વીતરાગદર્શનને સંપૂર્ણ સર્વોપરી સિદ્ધ કર્યું છે. જૈન જેવું એકે દર્શન નથી તેમ પ્રમાણપૂર્વક જણાવી, વીતરાગના માર્ગની ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૮ Page #308 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે પ્રબોધેલા વીતરાગમાર્ગના પ્રરૂપક અને પ્રકાશક શ્રીમદ્ Page #309 -------------------------------------------------------------------------- ________________ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ વિપુલ પ્રભાવના કરી, તેઓ પ્રખર વીતરાગધર્મપ્રભાવક થયા છે. તેમના દ્વારા પ્રતિપાદિત થયેલો માર્ગ લોકોત્તર હોવાથી, ગાડરિયા પ્રવાહમાં તણાતા જીવોને તે કદાચ નવીન લાગે, પણ વાસ્તવિક રીતે વીતરાગમાર્ગથી તે એક અંશે પણ જુદો નથી જ. વસ્તુતઃ શ્રીમદ્ વીતરાગમાર્ગના જ પ્રશંસક, પ્રરૂપક અને પ્રચારક છે. - શ્રીમન્નાં લખાણોમાં જૈન તત્ત્વજ્ઞાનનું આબેહૂબ નિરૂપણ છે, જૈન ધર્મનો નિચોડ છે, છતાં સાંપ્રદાયિકતાનો તેમાં અભાવ છે. મત, દર્શન, સંપ્રદાય આદિના આગ્રહથી પર, વિશાળ દષ્ટિવાળા શ્રીમદે સર્વત્ર આત્માનું જ દિવ્ય સંગીત ગાયું છે અને સર્વત્ર આત્મકલ્યાણનો જ ઉપદેશ કર્યો છે. શ્રીમદે જૈન ધર્મને કોઈ સંપ્રદાયનું સ્વરૂપ ન આપતાં, એની વિચારધારાને માત્ર એક સર્વસમ્મત રૂપ જ આપ્યું છે. તેથી જ શ્રીમદ્ભો ઉપદેશ મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ, ગચ્છ આદિના ભેદ વિના સર્વ કોઈને ચાહ્ય થઈ શકે એવો સાર્વજનિક છે. વિ.સં. ૧૯૬૬ની કાર્તિક પૂર્ણિમાએ મુંબઈમાં યોજાયેલ શ્રીમદ્ રાજચંદ્ર જયંતી મહોત્સવમાં પ્રમુખપદેથી શ્રી દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું હતું કે – “કવિશ્રીના જીવનના ઉચ્ચ આશય, તેમના લેખમાંથી મળી આવતા ઉચ્ચ વિચારો, સ્વીકારવા લાયક શિખામણનાં વચનો અને સ્તુત્ય તથા ફિલસૂફીથી ભરપૂર સિદ્ધાંતો, એકલા જૈનસમૂહને ઉપયોગી છે એમ નથી, પરંતુ તે સર્વમાન્ય છે. અને એ સર્વમાન્યતાને લીધે તે જેમ વિશેષ પ્રસિદ્ધિમાં આવે તેમ સારું. શ્રીમદ્ભા સાહિત્ય અંગે એ હકીકત ધ્યાનમાં લેવી ઘટે છે કે શ્રીમદ્ કેવળ શાસ્ત્રપંડિત ન હતા. તેમનું જ્ઞાન આધ્યાત્મિક અનુભૂતિઓ ઉપર આધારિત હતું. શ્રીમદે જે ગદ્ય-પદ્યાત્મક ૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૮૨ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ રચનાઓ કરી છે, તેમાં ચિંતન, મનન અને અનુભવની સચોટતા છે, આત્મસાક્ષાત્કારનો ઉલ્લાસ અને આનંદ છે. તેમની વાણી એક સ્થિતપ્રજ્ઞ આત્માના સાહજિક ઉગારો છે. તેમનાં પત્રો, ડાયરીઓ, કાવ્યો આદિમાં જે દર્શન અને ચિંતન વ્યક્ત થયાં છે, તેમાં આત્માનુભવનું ઓજસ છે. શ્રીમદ્રનું કવન એ આત્માના અગાધ ઊંડાણમાંથી સહજ ભાવે સ્કુરિત થતું હોવાથી કોઈ પણ ભવ્ય આત્માને સ્પર્શી જાય એવું સચોટ છે. મહાત્મા ગાંધીજીએ લખ્યું છે – તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. ....... તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો.૧ શ્રી વિનોબા ભાવેએ પણ શ્રીમાં લખાણ વિષે એવો જ અભિપ્રાય ઉચ્ચાર્યો છે – “શ્રીમદ્ રાજચંદ્ર જે કંઈ લખતા હતા તે સ્વાનુભવની કસોટી પર કસીને લખતા હતા. પારમાર્થિક વિષયોમાં એમની પ્રભા અકુંઠિત હતી અને જેમ એમણે કહ્યું છે તેમ એ સર્વથા પક્ષપાત રહિત હતા. એમના “બહુ પુણ્ય કેરા પુંજથી' અને અપૂર્વ અવસર એવો ક્યારે આવશે', એ તો મને કંઠસ્થ છે.” આમ, શ્રીમદ્ આત્મનિમજ્જન કરી, અંતરના અતલ ૧- શ્રી મુકુલભાઈ કલાર્થી સંપાદિત, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૪૬,૪૦ ૨- પ્રેમચંદભાઈ કોઠારી, “શ્રીમદ્ રાજચંદ્ર (આધ્યાત્મિક સંક્ષિપ્ત જીવન)', પૃ.૨૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સાગરમાંથી સરૂપી મોતીને વીણી લાવનાર મરજીવા હતા. અજ્ઞાનીના કથનથી જુદાં પડી આવે એવાં આત્માનુભવયુક્ત તેમનાં વચનો છે. વળી, શ્રીમદ્ પાસે વિચારની સચોટ અભિવ્યક્તિ હતી. ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. પોતાને જે કંઈ કહેવું હોય તે તેઓ યોગ્ય શબ્દોમાં સચોટ અને માર્મિક રીતે કહી કે લખી શકતા. આ વિષે ગાંધીજી લખે છે ‘ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.’૧ થોડા શબ્દોમાં ઘણું કહી શકવાની શ્રીમદ્દ્ની શક્તિ અસાધારણ છે. તેમની ભાષાશૈલી સીધી, સાદી, સરળ, સહજ, સુપ્રસન્ન અને અમૃતમાધુર્યથી સભર છે. તેમનો એક એક શબ્દ, આત્માનુભવરૂપ તીવ્ર સ્વસંવેદનને સ્પર્શીને અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલો હોવાથી સહૃદય શ્રોતાના હૃદયસોંસરો નીકળી જાય એવી વેધકતા અને માર્મિકતાયુક્ત છે. પરમ જ્ઞાનમૂર્તિ શ્રીમનો પાર્થિવ દેહ ભલે હાલ વિદ્યમાન નથી, પરંતુ તેમનો પરમ અમૃતરૂપ અક્ષરદેહ આજે પણ ભવ્ય જીવોનાં કર્મરૂપ કલંકને બાળી નાખવામાં, ધર્મમેઘને વરસાવી અધર્મના દાવાનળને ઠારવામાં પરમ ઉપકારી, પરમ સહાયભૂત નિમિત્ત છે. આ વચનામૃતરૂપ અમૃતસરોવરમાં જે કોઈ આત્માર્થા મુમુક્ષુ નિમજ્જન ક૨શે, તે અવશ્ય શીઘ્રતાએ ૧- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, ‘શ્રી રાજચંદ્ર (જીવનયાત્રા તથા વિચારરત્નો)', બીજી આવૃત્તિ, રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો, પૃ.૯૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને પામશે. અચિંત્ય અદ્ભુત લોકોત્તર ચારિત્રના ધારક અને પરમ સત્પુરુષ એવા શ્રીમદ્, સૂર્ય સમાન સદા સ્વયં પ્રકાશમાન અને સદા જયવંત છે. આ પરમ પ્રભાકરમાંથી પ્રાદુર્ભાવ પામેલ અને મુમુક્ષુજગતમાં ચોપાસ રેલાઈને અજ્ઞાન-અંધકારને નસાડનાર તેમના બોધરૂપી કિરણો પણ સદા સર્વદા જયવંત વર્તે છે. નિષ્કારણ કરુણાસાગર સર્વોપરી સદ્ગુરુ શ્રીમદ્દ્ના સર્વને અભય આપનાર, નિર્દોષ, નિષ્પાપ અને નિઃસ્પૃહી ચરણકમળમાં સવિનય વંદના. આ ગુણાલંકૃત દિવ્યાકૃતિને મૂળ સ્વરૂપે નિહાળી એટલે કે યથાર્થ પુરુષના યથાર્થ ગુણોને યથાર્થરૂપે ઓળખી, તેમનાં બહુમાન, આદર, સત્કાર, પૂજા, ભક્તિ, સ્તુતિ, વિનય, વંદનાદિ દ્વારા સૌ જીવો યથાર્થ સ્વરૂપલાભ પામવા સૌભાગ્યશીલ બની રહો! *** Page #314 -------------------------------------------------------------------------- _