________________
૧૫
સાત વર્ષની વયે શ્રીમદ્દ્ન જે જાતિસ્મરણજ્ઞાન થયું હતું, તે જ્ઞાનેશ્રીમદ્ી સંસાર પ્રત્યેની દૃષ્ટિ બદલવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમને સંસારની અસારતા સમજાતાં વૈરાગ્ય તરફ તેમની ગતિ સ્વાભાવિક બની હતી. શ્રીમો લઘુવયથી દિન પ્રતિદિન વર્ધમાન થતો પરમ વૈરાગ્ય અને સ્થળે સ્થળે દૃશ્યમાન થતો સંવેગાતિશય આ જાતિસ્મરણજ્ઞાનનું સહજ, સ્વાભાવિક ળ હતું. જેમને અનેક ભવોમાં વેઠેલાં આધિ-વ્યાધિ-ઉપાધિ તથા જન્મ-જરા-મરણનાં દુઃખ સ્મૃતિમાં તાજાં થયાં હોય તથા પૂર્વભવોમાં સત્પુરુષો પાસે સાંભળેલો ઉપદેશ સ્મૃતિમાં પ્રત્યક્ષ ભાસતો હોય, પૂર્વે આરાધેલ જ્ઞાનધ્યાન-તપની સંધિ થઈ હોય; તેમને સંસાર પ્રત્યે કેવો પ્રબળ વૈરાગ્ય જાગે તથા મુક્તિનો માર્ગ આરાધવા કેટલી તત્પરતા રહે તે સામાન્ય જનની કલ્પનામાં પણ આવવું મુશ્કેલ છે. પોતાના આત્માનાં અસ્તિત્વ અને નિત્યત્વની પૂર્ણ ખાતરી થતાં મોક્ષમાર્ગમાં તેમની પ્રવૃત્તિ વિશેષ નિઃશંકપણે થવા લાગી અને તેમના પારમાર્થિક જીવનનો વિકાસ ઝડપથી થવા લાગ્યો. આત્મા, કર્મ, તે બન્નેનો સંબંધ, કર્મથી વિમુક્તિ અર્થાત્ મોક્ષ વગે૨ે સંબંધી વિચારધારાઓ તેમનામાં પ્રગટી. પૂર્વજન્મોના અનેક અનુભવો તાદૃશ્ય થતાં તેઓ બાલ્યાવસ્થામાં જ જ્ઞાનવૃદ્ધ બની ગયા. આમ, લઘુવયથી શ્રીમદ્ન વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબોધ થયો તેનું મુખ્ય કારણ જાતિસ્મરણજ્ઞાન ગણવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org