________________
૧૪
અને લઘુશંકા કરવા જેટલો પ્રમાદ કરવાથી આટલું ભવભ્રમણ વધી ગયું હતું એવું તેમણે ઉત્તરસંડા વનક્ષેત્રે શ્રી મોતીલાલ ભાવસારને પ્રમાદ ન કરવાનો બોધ આપતી વખતે જણાવ્યું હતું. તેમણે શ્રી કલ્યાણજીભાઈને કહ્યું હતું કે અમને આઠસો ભવનું જ્ઞાન છે. શ્રી ખીમજીભાઈને શ્રીમદે પોતાના પૂર્વભવ સંબંધી સવિસ્તાર જણાવતાં કહેલું કે ‘તમારો તો અમારા ઉપર ઉપકાર છે', એમ શ્રી દામજીભાઈએ નોંધ્યું છે.
શ્રીમદ્દ્ન સાત વર્ષે થયેલા જાતિસ્મૃતિજ્ઞાનનો સબળ પુરાવો તેમના લખાણમાંથી સ્પષ્ટ રીતે મળતો નથી, પરંતુ તેમના સ્વ-આત્મવૃત્તાંત કાવ્યમાં ‘ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે.૧ પંક્તિથી તે અપૂર્વ અનુસાર એ તેમનું જાતિસ્મરણજ્ઞાન હોઈ શકે એવું અનુમાન કરી શકાય છે. વળી, “પુનર્જન્મ છે જરૂર છે. એ માટે ‘હું' અનુભવથી હા કહેવામાં અચળ છું' એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને’, કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. તથા પત્રાંક ૨૧૨, ૩૧૩, ૪૬૫ આદિમાં કરવામાં આવેલા અનુભવજન્ય ઉગારોમાં તેમનું પૂર્વજન્મોનું જ્ઞાન ડોકિયું કરી જાય છે, જે વાંચતાં-વિચારતાં વિચક્ષણ જનને તેમના જાતિસ્મરણજ્ઞાન વિષે ખાતરી થાય છે.
૨
-
જાતિસ્મરણજ્ઞાન વિષે શ્રીમદ્ લોકો સાથે વિશેષ ચર્ચામાં ઊતરતા નહીં. તેઓ એવા સાગરસમ ગંભીર હતા કે તેમણે પોતાના પૂર્વજન્મોનાં જ્ઞાન સંબંધી વાત પ્રાયઃ કળાવા દીધી ન હતી. ક્વચિત્ કોઈને પ્રસંગવશાત્ ઈશારો કર્યો હોય તોપણ તેની વિશેષ સ્પષ્ટતા ન કરતા. તે વિષેની કુતૂહલવૃત્તિને ઉત્તેજન આપવાનું તેઓ ટાળતા.
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨) ૨- એજન, પૃ.૩૬૧ (પત્રાંક-૪૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org