________________
૧૩ વાતો કરી. પણ ગુજરી જવા વિષે સમજવાની તીવ્ર જિજ્ઞાસા ઉદ્ભવી હોવાથી શ્રીમદ્ ફરી ફરીને તે જ પ્રશ્ન આગાહથી પૂછતા રહ્યા. અંતે દાદાને ખુલાસો કરવાની ફરજ પડી. તેમણે ઉત્તર આપ્યો કે ગુજરી જવું એટલે અમીચંદભાઈના દેહમાંથી જીવ નીકળી ગયો છે, હવે તેમનું શરીર હાલી-ચાલી ન શકે, બોલી ન શકે, ખાઈ-પી ન શકે, માટે તેમના શરીરને તળાવ પાસેના સ્મશાનમાં લઈ જઈ બાળી નાખશે. આ સાંભળી શ્રીમદ્ થોડી વાર વિચારમગ્ન દશામાં ઘરમાં આમ તેમ ફરી, છાનામાના તળાવે ગયા અને ત્યાં બે શાખાવાળા બાવળના એક ઝાડ ઉપર ચડ્યા. ત્યાં તેમણે ભડભડ સળગતી ચિતા જોઈ અને તેની આસપાસ માણસોને બેઠેલા જોયા. પોતાની પરિચિત અને સ્નેહાળ વ્યક્તિને આમ બાળી મુકાતી જોઈ તેમને ખૂબ લાગી આવ્યું અને અંતરમાં ઘમસાણ ચાલ્યું કે આવા સારા, પ્રેમાળ માણસને બાળી મૂકવો એ કેવી ક્રૂરતા? આમ બનવાનું કારણ શું? આ ઉપરથી તેમને તત્ત્વનો ઉહાપોહ થયો કે આ શરીર તો એનું એ છે, એમાંથી ચાલ્યું ગયું એ તત્ત્વ કયું? દેહ અને દેહી (આત્મા) એમ બે જુદી જુદી વસ્તુઓ હોવી જોઈએ. આમ, તેમણે વિચારના સાગરમાં ડૂબકી મારી અને તેમના આ મનોમંથનના નવનીતરૂપે તેઓ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. સ્મૃતિ ઉપરનું આવરણ ટળતાં તેમણે પોતાના પૂર્વભવોને જાણ્યા.
શ્રીમદે ત્યારપછી જૂનાગઢનો ગઢ જોયો ત્યારે તે જ્ઞાનમાં ઘણો વધારો થયો હતો. તેઓ ઈડરના પહાડોમાં વિચર્યા ત્યારે જાતિસ્મરણજ્ઞાનનું વિશેષપણું થયું હતું. ઈડરના પહાડોમાં શ્રી લલ્લુજી આદિ મુનિઓને થોડા દિવસનો સમાગમ આપ્યો હતો તે વખતે તેમણે પોતે પૂર્વભવમાં કઈ જગ્યાએ, કઈ રીતે બેસતા, ક્યાં રહેતા વગેરેનું વર્ણન કર્યું હતું. પોતે ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org