________________
(૪) વિદ્યાભ્યાસની ત્વરિતતા અને બાળપણના ધાર્મિક સંસ્કારો
શ્રીમદ્દ્ના જાતિસ્મરણજ્ઞાનના વૃત્તાંત ઉપરથી સહજ સૂચિત થાય છે કે શ્રીમદ્ પૂર્વજન્મોમાં ઉપાર્જેલ અપૂર્વ જ્ઞાનસંસ્કારોની રત્નમંજૂષા આ જન્મમાં સાથે લઈને આવ્યા હતા, તેથી તેમનામાં જન્મથી જ જ્ઞાનના ક્ષયોપશમની પ્રબળતા હતી. સ્મૃતિનું સતેજપણું, હૃદયની સરળતા, વાણીની સ્પષ્ટતા, વિચારની નિર્મળતા, સ્વભાવનું ગાંભીર્ય આદિ ગુણો તેમનામાં બાળપણથી વિકસ્યા હતા. તેમનો અદ્ભુત ક્ષયોપશમ ઉત્તરોત્તર ઝડપથી આવિર્ભૂત થતો ગયો તે તેમના વિદ્યાભ્યાસની ઝડપ ઉપરથી સમજી શકાય છે.
સાત
શ્રીમદ્ પ્રથમથી જ પ્રતિભાશાળી બાળક હતા. વર્ષની વયે કેળવણી લેવા માટે તેમને નિશાળે બેસાડવામાં આવ્યા. શ્રી રવજીભાઈએ હેડમાસ્તરને વિનંતી કરી કે શાળામાં શિક્ષક શ્રીમને વઢે નહીં, તેથી હેડમાસ્તરે શિક્ષક શ્રી લવજીભાઈને શ્રીમદ્દ્ન પ્રેમથી ભણાવવાની ભલામણ કરી. શ્રી લવજીભાઈએ શ્રીમદ્દ્ન પાટીમાં એકથી પાંચ સુધીના આંકડા લખી આપ્યા અને તે ઘૂંટી લાવવા કહ્યું. શ્રીમદ્દે તરત જ તે લખી આપ્યા. શ્રી લવજીભાઈને થયું કે કદાચ ઘરે તે શીખવાડ્યા હશે એટલે આવડતા હશે. પરંતુ પછી શ્રી લવજીભાઈ ૬ થી ૧૦, ૧૧ થી ૨૦, ૨૧ થી ૧૦૦ સુધી જે લખી આપે તે બધું તેઓ પાટીમાં તરત લખી બતાવતા. એકથી દસના ઘડિયા સુધી શ્રી લવજીભાઈના લખવા પ્રમાણે તેઓ લખી ગયા અને બોલવા પ્રમાણે બોલી ગયા. પછી શ્રી લવજીભાઈએ અગિયારા અને બારાખડી લખી આપી, તે પણ તેમણે તરત જ લખી આપી. આ બધું જોઈ શ્રી લવજીભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. વળી, ગુજરાતી પહેલી ચોપડીના ૫-૬ પાઠ લખાવ્યા તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org