________________
૨૪૯ કેવળજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે, જે જૈન પરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ - અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિઅનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે.
એમના ઉપર જે ક્રિયાલોપનો આક્ષેપ થતો, તેનો ખુલાસો એમણે પોતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે."
વ્યાખ્યાનમાર-૨ ‘વ્યાખ્યાનસાર-૨' એ વિ.સં. ૧૯૫૬ના અષાઢ-શ્રાવણ માસમાં શ્રીમન્ની મોરબીમાં સ્થિતિ હતી, તે પ્રસંગે તેમણે વખતોવખત આપેલ ઉપદેશના સારની તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ સંક્ષિપ્ત નોંધ તે વ્યાખ્યાનસાર-૨' છે. તેમાં મિતિ પ્રમાણે ઉપદેશનો સાર ઉતારવામાં આવ્યો છે અને તેના ૩૦ ભાગ પાડવામાં આવ્યા છે.
- તેમાં અનેક વિષયો ઉપર છૂટક છૂટક લખાણ હોવાથી વિષયવૈવિધ્યનું પ્રમાણ ઘણું છે. તેમાં આયુષ્યકર્મ, જીવના ભેદ, જાતિસ્મરણજ્ઞાન, મોક્ષમાર્ગની અગમ્યતા અને સરળતા, કર્મબંધ, જ્ઞાનીદશા, “દેવાગમસ્તોત્ર'નો પ્રથમ શ્લોક અને “શ્રી તત્ત્વર્યાધિગમ સૂત્ર'ની ટીકા “સર્વાર્થસિદ્ધિ'ની પહેલી ગાથા આદિ વિષે વિસ્તારથી સમજણ આપી છે, પરંતુ શેષ મુદ્દાઓ વિષે બે-ચાર વાક્યોથી વધારે લંબાણ થયું નથી. આ વિભાગમાં મુખ્યત્વે સુભાષિત જેવાં સુવાક્યો, જૈન પરંપરામાં બનેલી ઘટનાઓ આદિ વિષે લખાણો છે.
આ વિભાગમાં છદ્મસ્થ, શૈલેષીકરણ આદિ અનેક ૧- પંડિત સુખલાલજી, દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૮૭ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૨-૭૮૫ (આંક-૯૫૯)
બા વિભાગમાં
ચિંતન', ભાગ-૧
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org