________________
૮૧
છે. આમ, જ્ઞાનીની સંસારપ્રવૃત્તિ માત્ર પૂર્વકર્મ નિવૃત્ત કરવા માટે હોવા છતાં, તે પ્રવૃત્તિ કરતાં કરતાં આસક્ત ન થઈ જવાય તેની જાગૃતિ તેઓ રાખે છે તથા તેમાંથી છૂટવાની જ ભાવના રાખે છે અને તેવી રીતે પ્રવર્તે પણ છે.
વિ.સં. ૧૯૪૮ની આસપાસથી શરૂ થયેલો પ્રબળ ઉપાધિયોગ શ્રીમદ્દે ત્રણ વર્ષ સુધી સમપણે વેદ્યો હતો. તે સમયમાં સર્વસંગનિવૃત્તિ વખતે જેવી કર્મની નિર્જરા થાય તેવી નિર્જરાનો ઉત્કટ પુરુષાર્થ શ્રીમદ્દ્ન વર્તતો હતો, જેના પરિણામે તેમની આત્મદશા ઉત્કૃષ્ટ થઈ હતી. માર્ગ ઉપદેશવા માટે જરૂરી જ્ઞાનદશા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી, છતાં તેમાં માત્ર બાહ્ય ત્યાગની ખામી વેદાતી હોવાથી તેમને બાહ્ય ત્યાગ કરવાની અભિલાષા વધતી જતી હતી. તેથી વિ.સં. ૧૯૫૧થી શ્રીમદે વ્યવહાર અને વ્યાપારમાંથી નિવૃત્ત થવાનું આયોજન શરૂ કર્યું હતું અને વિ.સં. ૧૯૫૨માં ઉપાધિયોગ નબળો પડતાં, ઇચ્છેલી નિવૃત્તિ પણ તેમને પ્રાપ્ત થવા લાગી હતી.
આમ, સંસારરૂપી કાજળની કોટડીમાં રહીને શ્રીમદે પ્રબળ વૈરાગ્યથી આત્મ-સમાધિની જ્યોતિને અખંડપણે પ્રકાશિત રાખી. એ નિર્મળ જ્યોતિને સંસારરૂપી કાજળ અંશમાત્ર પણ મલિન કરી શક્યું નહીં, બલ્કે કસોટી પામેલ સુવર્ણની જેમ એ શુદ્ધતાના અંશો ઉત્તરોત્તર વર્ધમાન થતા ગયા. કેવો ભગીરથ પુરુષાર્થ હશે! વ્યવહારિક ઉપાધિના પ્રસંગોની વચ્ચે રહી, આત્મપરિણામની સ્વસ્થતારૂપ સમાધિ રાખવાનું આ વિકટ કાર્ય શ્રીમદ્દે કર્યું એ અદ્ભુત છે. શ્રીમદ્ વણિકવેષે ગૃહસ્થવ્યવહારે બાહ્ય જીવન જીવતા હોવા છતાં અંતરંગ નિથભાવે નિર્લેપ રહી, સદ્ધર્મ-ઉદ્ધારક બન્યા એ તેમની વિશિષ્ટતા છે.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org