________________
૪૪
ભાઈઓને નામથી બોલાવ્યા - ‘કેમ હેમરાજભાઈ? કેમ માલસીભાઈ?' બન્ને ભાઈઓને આશ્ચર્ય થયું કે આપણે આવવાની ખબર તો કોઈને આપી નથી તો આપણને નામથી કેવી રીતે ઓળખ્યા? તેમણે શ્રીમદ્દ્ન પૂછ્યું કે ‘અમે આ જ વખતે, આ જ રસ્તે આવીએ છીએ તે તમે કેવી રીતે જાણ્યું?' ત્યારે શ્રીમદે ઉત્તર આપ્યો કે ‘આત્માની અનંત શક્તિઓ છે, તે વડે અમે જાણીએ છીએ.
શ્રીમદ્ વવાણિયામાં શ્રી વીરજી દેસાઈ નામના ભાઈને ‘કાકા’· તરીકે સંબોધતા. એક વાર શ્રીમદ્ તેમની સાથે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદે તેમને પૂછ્યું હતું કે ‘કાકા, તમારાં પત્નીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા?' થોડા દિવસ પછી તેમનાં પત્ની ગુજરી ગયાં હતાં. તે પછી ફરીથી સાથે ફરવા જવાનો પ્રસંગ બનતાં શ્રીમદ્રે તેમને ફરી પરણવા બાબત પૂછ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ પરણવાનો વિચાર કરતા હોય તો છ મહિના પછી પરણવું. છ મહિના પૂરા થતાં રાંધણછઠના દિવસે શ્રી વીરજીભાઈને ખાળમાંથી નીકળેલો સર્પ કરડ્યો અને તેમનું મૃત્યુ થયું.
આવી જ રીતે શ્રીમદે વવાણિયાના રહેવાસી શ્રી દલીચંદભાઈના પિતાશ્રી વ્રજલાલભાઈને કહ્યું હતું કે ‘તમારે ફરી લગ્ન કરવાં નહીં.' ત્યારે શ્રી દલીચંદભાઈનાં માતુશ્રી ગુજરી ગયાં હતાં. પછી થોડા વખતમાં શ્રી વ્રજલાલભાઈ ગુજરી ગયા હતા.
શ્રીમદે શ્રી જૂઠાભાઈના મૃત્યુની આગાહી તિથિ તથા સમય સાથે અવસાનના બે મહિના પહેલાં કરી હતી, જે માત્ર થોડા કલાકના ફરક સાથે સાચી પડી હતી. શ્રી જૂઠાભાઈના અવસાન સંબંધી તેમને કહેવા માટે ભાઈ શ્રી છગનલાલ બેચરલાલને શ્રીમદ્રે અગાઉથી લખ્યું હતું.
એક વખત વવાણિયામાં શ્રીમદ્ના ઘરથી થોડે દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org