________________
૪૫.
રહેતા એક ગરાશિયા બાપુ ઘોડી ઉપર સવાર થઈને ફરવા નીકળ્યા ત્યારે તેમને શ્રીમદ્ સામા મળ્યા. શ્રીમદે તેમને ઘોડી લઈને ફરવા જવાનું માંડી વાળવા ઘણું કહ્યું, છતાં તેઓ માન્યા નહીં અને ઘોડી લઈને ગામ બહાર ગયા. ત્યાં ઘોડીએ તોફાન કર્યું અને તેમને પછાડ્યા. પછી તેમને ચાર જણા ચોફાળમાં ઊંચકીને તેમના ઘરે લાવ્યા, પણ તરત જ તેમનું મરણ થયું હતું.
એક વાર શ્રીમન્ના પિતાજી ચમનપર જતા હતા ત્યારે શ્રીમદે તેમને તે દિવસે ચમનપર ન જવા કહ્યું, પરંતુ શ્રી રવજીભાઈ શ્રીમની વાત ઉપર લક્ષ્ય ન આપતાં ચમનપર ગયા. તે જ દિવસે સાંજે દીવાબત્તીના સમયે શ્રીમન્ના નાના ભાઈ શ્રી મનસુખભાઈને રસોડામાં જતાં દીવાની ઝાળ લાગી અને તેમનું પહેરણ બળવા લાગ્યું. ત્યાં હાજર ઝબકબહેને સમયસૂચકતા વાપરીને શ્રી મનસુખભાઈના શરીર ઉપર છાશનું દોણું રેડી દીધું, છતાં શ્રી મનસુખભાઈની છાતી દાઝી ગઈ હતી.
આવી આગાહી ઉપરાંત શ્રીમદ્ ગંજીફાના ખેલમાં હુકમનું પાનું કોની પાસે છે વગેરે ભૂલ વગર કહી દેતા તથા ધારેલું પાનું આશ્ચર્ય પમાય તેવી રીતે કાઢી આપતા.
શ્રીમદ્ કોઈ માણસ કયા હાથે પાઘડી બાંધે છે તે પણ તેના માથાની આકૃતિ જોઈને પારખી શકતા હતા. એક વખત જેતપરમાં તેઓ દુકાનમાં બેઠા હતા. તેમની સામે બહારથી માણસને ઉઘાડે માથે ઊભો રાખવામાં આવતો. તે જે વળની પાઘડી બાંધતો હોય તે પોતે ભૂલ વગર કહી દેતા હતા. આશરે પંદર માણસની એ રીતે પરીક્ષા કર્યા પછી એક પટેલને એવી રીતે ઊભો રાખતાં પહેલાં તેને કહેવામાં આવ્યું કે ‘શ્રીમદ્ કહે ત્યારે તે વાત ખરી નથી, તમે કહો છો તેમ હું પાઘડી બાંધતો નથી, બીજા હાથે બાંધું છું એમ કહેવું.' તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org