SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શીખવ્યા પ્રમાણે કહ્યું, એટલે શ્રીમદે તેને તેના કહ્યા પ્રમાણે પાઘડી બાંધવા કહ્યું. તે કૃત્રિમ રીતે બાંધવા લાગ્યો અને બધાને સ્પષ્ટ જણાયું કે તે જૂઠું બોલ્યો છે. તે જોઈને પ્રેક્ષકોને બહુ આશ્ચર્ય થયું. શ્રીમદ્ આ અદ્ભુત શક્તિનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે તેની આકૃતિનો અંતઃકરણમાં ભાસ લેતાં ડાબા-જમણા પડખાં તરફ ચિહ્ન પડવાથી તેમ થઈ શકે છે. અંતઃકરણની શુદ્ધિ સિવાય આ થઈ શકે નહીં. - શ્રીમદ્ રસોઈને ચાખ્યા કે હાથ લગાડ્યા વિના માત્ર નજરે જોઈ તેનો સ્વાદ જાણવાની શક્તિ પણ સિદ્ધ થઈ હતી. કઈ વાનગીમાં મીઠું ઓછું છે, વધારે છે કે બિલકુલ નથી, એ માત્ર વાનગીને જોઈને તેઓ કહી શકતા. તેમની આ શક્તિની કસોટી તેમના બાળપણના સાથીદાર મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયાએ કરી હતી. શ્રીમદ્દના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. સૌ ગંજીફો રમતા હતા. શ્રી છોટાલાલભાઈ બધાથી જુદા પડી, છાનામાના રસોઇયા પાસે ગયા અને તેને કહ્યું કે શ્રી રેવાશંકરભાઈએ ખાસ કહેવડાવ્યું છે કે દાળમાં હંમેશ મુજબ મીઠું નાખવું, ઢોકળી-ચણાના શાકમાં માત્ર હળદર નાખી મીઠું બિલકુલ ન નાખવું અને લીલોતરીના શાકમાં મીઠું વધારે નાખવું. રસોઇયો ભદ્રિક હતો. તેણે એ મુજબ રસોઈ તૈયાર કરી. બધા જમવા બેઠા અને થાળીઓ પીરસાઈ. થાળી સામે થોડી વાર જોઈ, શ્રી છોટાલાલભાઈ તરફ દૃષ્ટિ કરીને શ્રીમદ્ હસતાં હસતાં બોલ્યા કે પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોઈયો ભૂલ્યો છે? એક શાક ચણાના લોટમાં મીઠા વગરનું અને લીલોતરીનું વધુ મીઠાવાળું છે. શ્રી રેવાશંકરભાઈએ ચાખ્યું અને તે પ્રમાણે હોવાથી રસોઇયાને વઢવા લાગ્યા, ત્યારે શ્રી છોટાલાલભાઈએ કહ્યું કે શ્રીમદ્દી પરીક્ષા કરવા પોતે રસોઈયાને એમ કરવા કહેલું. શ્રીમન્ની શક્તિ જોઈને સૌ વિસ્મય પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy